આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: October 2019

ઉમરેઠ નાશિકવાળા ભૂવનમાં એ.સી હોલનો લોકાર્પણ સમારોહ યોજાયો.


અદ્યતન સુવિધા થી સજ્જ એ.સી હોલનું જ્ઞાતિજનોને લોકાર્પણ

23
ઉમરેઠમાં વિશા ખડાયતા વણિક પ્રગતિ મંડળ દ્વારા નાશિકવાળા હોલમાં નવ-નિર્માણ પામેલ સી.ટી.સુત્તરીયા એ.સી હોલનું લોકાર્પણ કરવામાં અવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં ઉદ્ગાટક પદે જ્ઞાતિરત્ન જયંતિલાલ જે કાચવાળા, સમારોહના પ્રમુખ પદે ર્ડો.પ્રકાશભાઈ શાહ (બાયડ) તેમજ અતિથિ વિશેષ પદે બ્રિજ સંજયકુમાર સુત્તરીયા, ચિરાગ મહેશભાઈ શાહ (નાશિકવાળા), ભગવતીબેન પી.શાહ, ર્ડો.કિરીટભાઈ એન.સુત્તરીયા, સુરેશભાઈ એમ.શાહ તેમજ ર્ડો.મિહિર પંકજભાઈ કાકબવાળા અને અજય જે.શેઠ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજ્ય સભા સાંસદ લાલસિંહભાઈ વડોદિયા અને ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર અને ઉમરેઠ નગરપાલીકાના પ્રમુખ સંગીતાબેન પટેલ પણ હાજર રહ્યા હતા. વિશા ખડાયતા વણિક પ્રગતિ મંડળ ના પ્રમુખ રાકેશભાઈ શાહ એન મંત્રી સંજયભાઈ શહેરાવાળાએ જણાવ્યું હતુ કે પ્રવર્તમાન સમયની માંગ હતી કે નાશિકવાળા હોલમાં એક એ.સી હોલનું નિર્માણ થાય, હાલની જમાના પ્રમાણે અદ્યતન સુવિધા સાથે નાશિકવાળા હોલમાં એ.સી હોલ બનાવવામાં આવ્યો છે આ ઉપરાંત ખુરશી સહીત ઈકો સાઉન્ડ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓએ ઉમેર્યું હતુ કે હોલનો જ્ઞાતિજનો પોતાના સારા નરસા પ્રસંગે ઉપયોગ કરી શકે તે માટે જ્ઞાતિજનો માટે નજીવા ભાવે એ.સી હોલ ઉપલબ્ધ કરવામાં આવશે આ ઉપરાંત ભવિષ્યમાં પણ જરૂરીયાત પ્રમાણે હોલમાં વિવિધ સુવિધાઓનો ઉમેરો કરવાનું આયોજન કરવામાં આવશે. સદર સમારોહમાં ઉમરેઠ સહીત બહારગામ રહેતા ખડાયતા બંધુઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંદિપભાઈ શાહ, સુજલભાઈ શાહ સહીત વિશા ખડાયતા વણિક પ્રગતિ મંડળ ઉમરેઠના ટ્રસ્ટી મંડળ અને હોદ્દેદારશ્રીઓ તેમજ કારોબારી કમીટીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

જી.પી.એસ.સી ની પરીક્ષા પાસ કરનાર કુ.ક્રિષ્ણા શાહનું સન્માન કરાયું.

4.jpg

તાજેતરમાં લેવાયેલ જી.પી.એસ.સી ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થનાર જ્ઞાતિની ક્રિષ્ણા તુષારભાઈ શાહ (બાવાવાળા)નું જ્ઞાતિજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેઓની સદર ઉપલબ્ધીને જ્ઞાતિજનોએ બિરદાવી હતી અને તેઓના ઉજ્જવળ ભવિષ્ય અંગે આશિષ પાઠવ્યા હતા. પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં ક્રિષ્ણા તુષારભાઈ શાહએ જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

ખડાયતા સમાજ મુંબઈના પ્રમુખ તરીકે વરણી


sg01.jpgમૂળ ઉમરેઠના અને ખડાયતા જ્ઞાતિના અગ્રણી સંજયભાઈ નવીનચંન્દ્ર સુત્તરીયાને તાજેતરમાં ખડાયતા સમાજ-મુંબઈના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી જે બદલ સૌ જ્ઞાતિજનોએ તેઓને શુભેચ્છા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે સંજયભાઈ સુત્તરીયા છેલ્લા કેટલાય સમય ખડાયતા જ્ઞાતિની વિવિધ સંસ્થાનોના માધ્યમ થી જ્ઞાતિજનો માટે અનેક સેવાકીય કાર્યો કરી રહ્યા છે તેઓ હાલમાં ખડાયતા સમાજ મુંબઈના પ્રમુખ સાથે ડાકોર ખડાયતા ભુવન, આરોગ્યધામ, શ્રી સરસ્વતિ વિદ્યાલય, ઉમરેઠ અને નાશિકવાળા હોલ ઉમરેઠમાં હોદ્દા ધરાવે છે.

ઉમરેઠમાં રામ તળાવ ની તટે આવેલા ભૂતનાથ મહાદેવનો જીર્ણોધ્ધાર કરાયો.


IMG-20191013-WA0159.jpg

IMG-20191013-WA0156.jpgભૂતનાથ મહાદેવ ખૂબ પ્રાચીન છે.નોમ ના હવન ના દિવસે દૂધ થી ભરેલો વાડકો મુકવામાં આવે છે.અને તેની માન્યતા એવી છે કે નાગ આવી ને તે પી જાય છે. તેમનો ઉલ્લેખ શિવ પુરાણ માં પણ છે. ચરોતર પંથકમાં આના માત્ર બે જ મંદિર છે. એક નડિયાદ અને એક ઉમરેઠ માં . પરંતુ ઉમરેઠ માં ભૂતનાથ મહાદેવ ની હાલત ખૂબ જ ખરાબ હતી.આસ પાસ ગંદકી તેમજ ઉકરડા જ હતા. લોકોને ત્યાં પુજા કરવા જવામાં તકલીફ પડતી હતી.એક દિવસ રાત્રે પાંચ મિત્રો બેઠા હતા.તો તેમને ફરી ચાલુ કરવાનો વિચાર આવ્યો.ત્યારબાદ તેમને મંદિર તેમગ આસપાસ સાફ સફાઈ કરી. અને શ્રાવણ મહિના ના પહેલા દિવસે ધજા ચડાવીને કાર્ય પ્રારંભ કર્યું. ત્યાં જોયું તો નંદી ની મૂર્તિ ખંડીત હતી. તો પછી તો નવી નવી નંદી ની મૂર્તિ સ્થાપીએ.તો બીજે દિવસે ચમત્કાર થયો. અજાણી વ્યક્તિ ઘ્વારા રાત્રી ના સમયે ગણપતિજી તેમજ કાચબાની મૂર્તિ મુકવામાં આવી.ત્યારબાદ નંદી તથા હનુમાનજીની મુર્તિ લાવવામાં આઇ. અને મંદિર ને ખાલી પ્લાસ્ટર તથા કલર કરવાનો વિચાર કર્યો.પરંતુ દાતાઓ નો દાન પ્રવાહ વધવાથી આખું મંદિર પુન: નિર્માણ પામ્યું. તથા મૂર્તિઓ ની વિધિસર પ્રતિષ્ઠા કરવામાં આવી.આ કાર્યમાં આસપાસ ના રહીશો તથા નગરના અગ્રણીઓ નો ખુબ સાથ સહકાર મળ્યો. તથા મૂર્તિ પ્રતિષ્ઠા ની વિધી માં નગરના અગ્રણીઓ તેમજ રાજકારણીઓ એ હાજરી આપી હતી.

ઉમરેઠમાં કાનુની સહાય કેમ્પ યોજાયો.


123.jpg
ઉમરેઠ નગરપાલિકાના ઓડ બજાર સ્થિત સિનિયર સિટીજન હોલમાં ઉમરેઠ કોર્ટના ના.દાર જજ આઈ.આઈ.પઠાણની અધ્યક્ષતામાં કાનૂની શિબિર કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમાં સિનિયર સિટિજનોના અધિકાર,કાનૂની સહાય,ચેક રિટર્ન સબંધિત કાયદાઓ તેમજ મિલકત અંગે વસિયતના કાયદાઓનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. ઉપરોક્ત કાનૂની શિબિરમાં મફત કાનૂની સહાય કોને અને કેવા સંજોગોમાં મળે તે અંગેની જીણવટભરી માહિતી ઉમરેઠ કાનૂની સેવા સમિતિના ચેરમેન તેમજ ઉમરેઠ કોર્ટના જજ ના.દાર આઈ.આઈ.પઠાણે આપી હતી તેમજ પ્રશ્નોત્તરીના સમજપૂર્વકના પ્રત્યુત્તર આપ્યા હતા, તેમજ નગરના વિખ્યાત એડવોકેટ આર.વી.શાહ , એમ.એસ.ત્રિવેદી તથા ટી.કે.ગાંધીએ સિનિયર સિટિજનોના હક્કો તેમજ કાયદાકીય સહાય અંગેની માહિતી આપી હતી,કાર્યક્રમનું સંચાલન ફોર્મના પ્રમુખ દિપક શેઠે કર્યું હતુ

જય અંબે ટ્રસ્ટ #ઉમરેઠ ગરબા મહોત્સવ


ઉમરેઠ – આમલી ચકલામાં શેરી ગરબાની ધૂમ


જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટ , ઉમરેઠ ગરબા મહોત્સવ


શ્રી ગૄપ અને શિવનાદ ને સથવારે યુવાધન ઝુમી ઉઠ્યુ


શ્રી સાચીમાતા, ત્રણપોળ #ઉમરેઠ – હવન દર્શન


ઉમરેઠમાં સેવાસેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અરજીઓનો નિકાલ કરાયો.


SS3.jpg

SS4.jpg

ઉમરેઠ નગરપાલીકા સ્કૂલ ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી કચેરીઓમાં આપવામાં આવતી વિવિધ સેવા એકજ પટાંગણમાં ઉપલબ્ધ કરવામાં આવી હતી. મામલતદાર આઈ.જે.ઠક્કર અને ચીફ ઓફિસર ભારતીબેન સોમાનીના માર્ગદર્શન થી જેતે કચેરીઓ દ્વારા અરજદારોને કોઈ અગવડ ન પડે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. ઉમરેઠ મામલતદાર કચેરી સહીત નગરપાલીકા દ્વારા અરજદારો માટે વિવિધ સ્ટોલ સેવા સેતુમાં કરવામાં આવ્યા હતા જ્યાં અરજદારોએ આવકના દાખલા, રેશનકાર્ડમાં નામ SS.jpgઉમેરવું, કમી કરવું સહીત વિધવા સહાય અને આરોગ્ય લક્ષી સેવા નો લાભ લીધો હતો. આ ઉપરાંત બેંકિંગ, એમ.જી.વી.સી.એલ કચેરીઓની સેવા પણ સેવા સેતુમાં આપવામાં આવી હતી. આધાર કાર્ડ અને મા કાર્ડ કઢાવવા લોકોનો ઘસારો રહ્યો હતો. આરોગ્ય ચકાચનીને લગતી કુલ ૨૬૩, વિધવાસહાય ને લગતી ૧૫૩, સાતબારના પ્રમાણપત્રને લગતી ૮૯, તેમજ વૃધ્ધ સહાય અંગે ૬૩ અરજીઓ સહીત અન્ય સેવાઓની કુલ ૧૦૬૬ અરજીઓ મળી હતી જેનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વધારાના કાર્યોની જેવ કે કૃષી માહિતી પુસ્તીકા વિતરણની ૨૧૦, સ્ટેમ્પ વિતરણની ૨૧ તેમજ તલાટીના પંચનામાની ૪૭ મળી વધારાની કામગીરીની કુલ ૪૮૭ અરજીઓ મળી હતી જેનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.

bs3.jpg

ઉમરેઠના સેવાસેતુ બાદ  અન્ય ૬ ગામમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.

ઉમરેઠ તાલુકાના વણસોલ ગામે તા.૧૮.૧૦.૨૦૧૯ના રોજ તેમજ ફતેપુરા ખાતે તા.૨૫.૧૦.૨૦૧૯ , સરદારપુરા ખાતે તા.૧.૧૧.૨૦૧૯, ભરોડા ખાતે તા.૮.૧૧.૨૦૧૯, લીંગડા ખાતે ૧૫.૧૧.૨૦૧૯ તેમજ ધોળી ખાતે તા.૨૨.૧૧.૨૦૧૯ ના રોજ સેવાસેતુ કાર્યક્રમ યોજાશે જેનો લાભ જેતે ગામ સહીત આજૂબાજૂના ગામના લોકો લઈ શકશે.