આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: January 2018

આગરવા ખાતે મફત નેત્ર નિદ્દાન શિબિરનું આયોજન


જરૂરિયાત મંદવાળા દર્દીઓને ઓપરેશન પણ વિનામુલ્યે કરવામાં આવશે.

eye-camp.jpg

સ્વ.જયંતિલાલ (મંગુભાઈ) ચંદુલાલ શાહની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પ્રમુખ સ્વામિ મેડીકલ કોલેજ શ્રી કૃષ્ણ હોસ્પિટલ (આંખ વિભાગ) કરમસદના સહયોગથી તા.૩૦.૧.૨૦૧૮ને મંગળવારના રોજ સવારે ૯ થી ૧ કલાકે પંચાયત ઓફિસ આગરવા ખાતે મફત નેત્ર નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.  કેમ્પમાં શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદના નિષ્ણાંત ર્ડોક્ટરશ્રીઓ પોતાની સેવા આપશે. આ કેમ્પમાં આંખને લગતા તમામ રોગોનું નિદાન કરવામાં આવસે તેમજ જરૂરિયાતમંદ વાળા દર્દીઓને આંખનું ઓપરેશન પણ વિનામુલ્યે શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે કરી આપવામાં આવશે.મોતિયાના દર્દીઓ માટે ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું ફેકો પધ્ધતિથી પણ ઓપરેશન  ની સુવિધા સદર કેમ્પમાં ઉપલબ્ધ છે તેમજ આંખનું દાન કરવા ઇચ્છતા લોકો માટે કેમ્પમાં ફોર્મ પણ ઉપલબ્ધ રહેશે. આ કેમ્પનો લાભ લેવા ઇચ્છતા લોકો નામ નોંધાવવા માટે સંજયભાઈ (સેક્રેટરી) દૂધની ડેરી (આગરવા), બ્રહ્માણી પ્રોવિઝન સ્ટોર્સ (આગરવા),ગોપાલભાઈ નટવરલા શાહ – અનાજના વહેપારી ઈ(આગરવા),ભરતભાઈ ઠાકોરભાઈ પટેલ (વણુતિ), તેમજ મનોજભાઈ અરવિંદભાઈ પટેલ (રખિયાલ)નો સંપર્ક કરે તેમ એક યાદીમાં મિતેષભાઈ જયંતિલાલ શાહ – (આગરવાવાળા)એ જણાવ્યું હતુ.

Special Collection of Bridal Wear Chaniya Choli In silk City Umreth


Special Collection of Bridal Wear Chaniya Choli
Many More Designs Also Available at …
Gandhi Dhirubhai Jitendrakumar
Nr bank of baroda , kharadi ni kodh
Umreth – 388220

 

ઉમરેઠ – સંતરામ મંદિરમાં પોષી પૂનમ નિમિત્તે સાંકર-બોર વર્ષા કરાઈ.


– શ્રી ગણેશદાસજી મહારાજ સહીત સંતરામ મંદિરની વિવિધ શાખાના સંત-મહંત વિશેષ ઉપસ્થિત રહ્યા અને મહા-આરતીનો લાભ લીધો.

ઉમરેઠ સંતરામ મંદિરમાં છેલ્લા કેટલાય વર્ષો થી પોષી પૂનમના દિવસે સાંકર-બોર ઉછામણી કરવાની પરંપરા છે. એક માન્યતા છે કે બાળક તેની ઉંમર પ્રમાણે બોલતુ ન હોય તો સંતરામ મંદિરમાં સાકર-બોર વર્ષા કરવાની બાધા રાખવામાં આવે તો તે બાળક જલ્દી બોલત્તું થાય છે. આજે સંતરામ મંદિર ઉમરેઠમાં મોટી સંખ્યામાં ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના લોકોએ સાંકર બોર ઉછામણી કરવાની બાધા રાખી હતી તો કેટલાય લોકોએ બાધા પૂર્ણ કરવા માટે સંતરામ મંદિરમાં સાંકર બોર વર્ષા કરી હતી. કેટલાક બાળકો પાંચ વર્ષના થાય પછી પણ મમ્મી પપ્પા જેવા શબ્દો બોલી શકતા નથી. બાળકોને જલ્દી બોલતા પણ આવડતું નથી આવા બાળકોના માતા પિતા સંતરામ મંદિરમાં પોષી પુનમે સાંકર બોર ઉછાળવાની બાધા રાખતા હોય છે. માન્યતા છે કે સંતરામ મંદિરમાં પોષી પુનમે સાંકર બોર વર્ષા કરવાથી પોતાનું બાળક જલ્દી બોલતું થાય છે. દર વર્ષે સંતરામ મંદિરની વિવિધ શાખાઓમાં સાંકર બોર વર્ષા કરવામાં આવે છે. ખાસ કરીને ઉમરેઠ, કરમસદ,કાલસર અને નડિયાદમાં સાંકર વર્ષામાં મોટી સંખ્યામાં ભક્તો એકઠા થતા હોય છે, અને પોતાનું બાળક જલ્દી બોલતું થાય તેવી બાધા રાખતા હોય છે અને જેઓનું બાળક બોલતું થઈ ગયું હોય તે પોતાની બાધા પૂર્ણ કરવા બોર-સાંકર વર્ષા કરતા હોય છે. સાકર વર્ષા નિમિત્તે આજે સંતરામ મંદિરમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતુ. ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના લોકોએ ભંડારામાં મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આજે ગણેશદાસજી મહારાજના સાનિધ્યમાં થયેલ સાંકર વર્ષામાં સંતરામ મંદિરની વિવિધ શાખા મહંતશ્રીઓ, તેમજ પરમાનંદભાઈ પટેલ (સુર્ય પરિવાર-ઓડ),દેવાંગભાઈ પટેલ (ઈપ્કોવાળા-નડિયાદ),ભુપેન્દ્રભાઈ પટેલ,રજનીભાઈ પટેલ વિશેષ ઉપસ્થીત રહા હતા.

 

%d bloggers like this: