આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: January 2015

ઉમરેઠની શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલયમાં ૬૬માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી


ઉમરેઠની શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલયમાં ૬૬માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે ધ્વજવંદન ર્ડો.કિરીટભાઈ પંડ્યાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુ. શાળાના બાળકોએ દેશ ભક્તિ ગીતો તેમજ ડંબેલ્સ રજૂ કર્યા હતા, પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શાળામાં યોજાયેલ વિવિધ સ્પર્ધા તેમજ પરિક્ષામાં સુંદર પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણ પત્રો તેમજ શિલ્ડ એનાયત કરી તેઓને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. ૬૬માં પ્રજાસત્તાક દિવસે કુમુંદબેન પંડ્યા, શ્રી અમિતભાઈ ભટ્ટ, સંસ્થાન ટ્રસ્ટી સુજલભાઈ શાહ, વ્યવસ્થા સ્થાપક કમિટિના સબ્ય નંદુભાઈ રાણા તેમજ મોટી સંખ્યામાં વાલી ગણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉમરેઠ બાજખેડાવાડ જ્ઞાતિ દ્વારા પંચકુંડી મહારૂદ્ર યજ્ઞનું આયોજન


પ.પૂ અષ્ટમ મહંત બ્રહ્મલીન શ્રી નારાયણદસજી મહારાજની અગીયારમી પુણ્ય તીથી નિમિત્તેમ શ્રી સંતરામ મંદિર ઉમરેઠના મહંતશ્રી ગણેશદાસજી મહારાજના આશિર્વાદ અને પ્રેરણાથી ઉમરેઠ બાજખેડાવાડ લઘુરૂદ્ર પ્રયોજક સમિતિના ૩૩ વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે પંચકુંડી મહારૂદ્ર યજ્ઞનું આયોજન ૧૭.૧.૨૦૧૫ થી ૧૯.૧.૧૫ સુધી કરવામાં આવ્યું છે. ગતરોજ યજ્ઞ પ્રારંભે મોટી સંખ્યામાં ઉમરેઠ સહીત બહારગામ વસતા બાજખેડાવાડ બ્રાહ્મણો તેમજ ભકતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પંચકુંડી મહારૂદ્ર યજ્ઞના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. યજ્ઞ પૂર્ણાહૂતિ તા.૧૯.૧.૨૦૧૫ના રોજ સંતરામધામ, ઓડ ચોકડી ખાતે યોજાશે તેમ એક યાદીમાં ર્ડો.વિજયભાઈ ભટ્ટએ જણાવ્યું હતું યજ્ઞને સુંદર રીતે સંપન્ન કરવા માટે પ્રમુખશ્રી શશીકાન્તભાઈ પંડ્યા તેમજ બાજખેડાવાડ લઘુરૂદ્ર પ્રાયોજક સમિતિના સભ્ય જહેમત ઉઠાવી રહ્યા છે.

આંતરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિંમતો ઘટતા… ડી.બી.ટી.એલ યોજનામાં એડવાન્સ સબસીડીની રકમમાં ઘટાડો થવાની સંભાવના.


ડી.બી.ટી.એલ યોજનામાં લીન્ક થવા માટે આખર તારીખની રાહ જોતા ગ્રાહકો પસ્તાશે..!

હાલમાં ડી.બી.ટી.એલ યોજના હેઠળ સમગ્ર દેશમાં રાંધન ગેસ પર મળવાપાત્ર સબસીડીની રકમ ગ્રાહકને સીધી ખાતામાં મળવાની શરૂ થઈ ગઈ છે. હાલમાં સિલેન્ડર પર રૂ.૨૮૪ સબસીડી ગ્રાહકોને ખાતામાં મળી રહી છે. જ્યારે કેટલાક ગ્રાહકોને એડવાન્સ સબસીડી પેટે રૂ.૫૬૮ ખાતમાં જમા મળી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં આ અંગે ઓઈલ કંપનીના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતુ કે, ડી.બી.ટી.એલ યોજના હેઠળ ગ્રાહકે એલ.પી.જી અને બેન્ક એકાઊન્ટ આધાર નંબરથી લીન્ક કરવાનું હોય છે જે ગ્રાહક પાસે આધાર કાર્ડ ન હોય તો તે પોતાનું એલ.પી.જી કનેક્શન સીધુ બેન્ક સાથે પણ લીન્ક કરાવી શકે છે. હાલમાં કેટલાય ગ્રાહકોને ડી.બી.ટી.એલ યોજનાનો લાભ મળી રહ્યો છે જે અંતર્ગત જે ગ્રાહકોના એકાઊન્ટ અને એલ.પી.જી કનેક્શન લીન્ક થઈ ગયા હોય તેઓને રૂ.૫૬૮ એડવાન્સ સબસીડી સ્વરૂપે મળી રહ્યા છે, હાલમાં ડી.બી.ટી.એલ યોજના હેઠળ ગેસ સિલેન્ડરનો ભાવ રૂ.૭૨૦ છે જેની સામે ગ્રાહકોને રૂ.૫૬૮ જમા મળતા ગ્રાહકોને ગેસ સિલેન્ડર માત્ર રૂ.૧૫૨માં પડી રહ્યો છે. બીજૂ બાજુ કેટલાક ગ્રાહકો ઉદાસીન રહેતા ડી.બી.ટી.એલ યોજનામાં ભાગ લેવા માટે રાહરાજી કરી રહ્યા છે તેઓને પસ્તાવાનો વારો આવે તે નક્કી છે, કારણ કે હાલમાં પેટ્રોલીયમ પેદાશના ભાવમાં સતત ઘટાળો નોંધાઈ રહ્યો છે. આંતરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિંમતમાં છેલ્લા છ માસમાં લગભગ પચ્ચાસ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે જેના પગલે ગ્રાહકને રાંધણ ગેસ પર આપવા પાત્ર સબસીડીમાં કેન્દ્ર સરકાર ઘટાડો કરવાનું ગંભીરતાથી વિચાર કરી રહી છે. આવનારા નવા નાણાકિય સત્રમાં આ અંગે સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત થાય તેવી પણ વકી છે જેથી માર્ચ બાદ ડી.બી.ટી.એલ યોજનામાં દાખલ થનાર ગ્રાહકોને સબસીડી ઓછી મળશે તેમ સ્પષ્ટ લાગી રહ્યું છે જેથી ઓઈલ કંપની દ્વારા ગ્રાહકોને સત્વરે સદર યોજનાનો લાભ મેળવવા અપીલ કરી છે.

ઉમરેઠના ઓડ બજાર થી પંચવટી સુધીના માર્ગનું અધુંરું કામ ક્યારે પૂર્ણ થશે..?


પાલીકાના સત્તાધીશો અને અસંતુષ્ટ સભ્યોની ખેંચતાણમાં પ્રજા પરેશાન.
Jpegઉમરેઠ નગરપાલિકા દ્વારા નગરમાં અનેક વિસ્તારોમાં નવા માર્ગ બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ઓડબજાર થી પંચવટીનો રસ્તો બનાવવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે લગભગ દશ દિવસથી સદર માર્ગ ખોદી કાઢ્યા બાદ રસ્તાનું કામ શરૂ ન થતા ઓડબજાર,મોચીવાડ,સહીત ચોકસી બજારમાં દૂકાન ધરાવતા વહેપારીઓ પરેશાન થઈ ગયા છે.
રસ્તાનું કામ શરૂ થયા બાદ બંધ પડી જતા પ્રજાજનો અનેક ચર્ચાઓ કરી રહ્યા છે. વધુમાં હાલમાં ઉમરેઠ નગરમાં છેલ્લા કેટલાય સમયથી સદર માર્ગને લઈ ભેદી પત્રિકાઓ ફરતી થઈ છે જેમાં રસ્તો બનાવવામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજી બાજૂ પાલિકાના સત્તાધીશો દ્વારા ઓડ બજાર થી પંચવટીનો માર્ગ ટેન્ડરમાં દર્શાવ્યા પ્રમાણે જ થવાનો છે તેવી ચોખવટ કરવામાં આવી છે પરંતુ હકીકત તો એજ છે કે, છેલ્લા અઠવાડીયા થી માર્ગનું કામ બંધ છે, ત્યારે સદર વિસ્તારના વહેપારીઓ અડધી દાઢી મુડાવી બેઠા હોવાનો અહેસાસ કરી રહ્યા છે.
અસંતુષ્ટ સભ્યો શું કહે છે..?
વોર્ડ નં.૮માં નવા બનતા માર્ગમાં કોઈ ભ્રષ્ટાચાર ન થાય તે માટે રસ્તાનું કામ થાય ત્યારે સી.સી.ટી.વી કેમેરા મુકવામાં આવે અને જે સમયે રસ્તો બને અને જે માલ રસ્તો બનાવવામાં વાપરવામાં આવે તે માંથી જ  સેમ્પલ ક્યુબ સભ્યો અને ચીફ ઓફીસરની રૂબરુમાં લેવામાં આવે. ટેન્ડરમાં દર્શાવ્યા પ્રમાને માલ વાપરવામાં આવે છે કે નહી તેની ખાતરી કરવામાં આવે. 
સત્તાધીશો શું કહે છે..?
વોર્ડ નં.૮માં બનતા રસ્તાના વિવાદ અંગે સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે વોર્ડ નં.૮માં રસ્તો ખોદયા પછી તેની પર મેટલ નાખવામાં આવ્યા છે અને તેના પર પાણીનો છંટકાવ કરવાનું કાર્ય ચાલે છે, રસ્તો બનાવા માટે જરૂરી માલ સામાન પણ લાવી દેવામાં આવ્યો છે અને નગરના એસ.એન.ડી.ટી ગ્રાઊન્ડમાં ઠાલવવામાં આવ્યો છે. રસ્તો બનાવવામાં ટેન્ડરમાં દર્શાવ્યા મુજબ જ માલ સામાન વાપરવામાં આવશે તેવી સત્તાધીશોએ ખાતરી આપી હતી.

ઉમરેઠમાં ગૌ-રક્ષા અંગે જાગૃતિ લાવવા શ્રી વ્રજરાજકુમારજીનું વ્યાખ્યાન


ગુંસાઇજીની પ્રેરણાથી અકબર રાજાએ ગૌહત્યા પર પ્રતિબંધ લાઘ્યો હતો.
P_20150105_211136P_20150105_211200
આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠ ખાતે ગૌ-રક્ષા માટે જાગૃતિ લાવવાના હેતુથી યુવા વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજીનું વ્યાખ્યાન ઉમરેઠની દશા ખડાયતા વાડી ખાતે યોજાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈણવો ઉપસ્થીત રહ્યા હતા.આ ઉપરાંત ઉમરેઠમાં વૈષ્ણવોના ઘરે પણ શ્રી વ્રજરાજકુમારજીએ પધરામણી કરી હતી.
યુવા વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજીએ જણાવ્યું હતુ કે, ગાયમાં કરોડો દેવતાનો વાસ હોય છે જેથી ભગવાનનું બીજૂ સ્વરૂપ જ છે, ગાયની સેવા તે કરોડો દેવતાની સેવા સમાન છે.યુવા વૈષ્ણવાચાર્યશ્રી વ્રજરાજકુમારજીએ ઉમેર્યું હતુ કે, ભગવાન શ્રી કૃષ્ણ ગાયને અનહદ પ્રેમ કરતા હતા જેથી તેઓને ગોપાલ નામથી પણ ઓળખાય છે. ૪૫૦ વર્ષ પૂર્વે ગુંસાઇજીની પ્રેરણાથી અકબર રાજાએ ગૌહત્યા પર પ્રતિબંધ લાઘ્યો હતો. હાલમાં ગુંસાઇજીના પંચશતાબ્દી પ્રાગટય મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે તમામ વૈષ્ણવો દ્વારા ગૌ-રક્ષા કાજે યોગદાન આપવામાં આવે તે જરૂરી બની ગયું છે.
વધુમાં વૈષ્ણવ સંપ્રદાયમા પુષ્ટીમાર્ગમાં ઠાકોરજીની સેવા કરવાના નિયમોને ચુસ્ત અને રૂઢીવાદી રીતે વળગી રહેનાર વૈષ્ણવોને ટકોર કરતા તેઓએ જણાવ્યું હતુ કે, ૬૦ વર્ષની વૃધ્ધ મહીલા જે રીતે સેવા કરે તે રીતે ૨૫ વર્ષની યુવતિ સેવા કરે તે શક્ય નથી પ્રવર્તમાન યુગમાં પોતાની ઈચ્છા શક્તિ મુજબ ઠાકોરજીની સેવા કરવી જોઈયે, જો સાસુ પોતાની રીતે જ વહૂને સેવા કરવા આજ્ઞા કરશે તો વહુ તે મુજબ સેવા નહી કરી શકે અને અંતે ઠાકોરજી કોઈ બેઠકજીમાં કે પછી ગુરૂઘરે પધરાવી દેશે જેથી સાસુઓએ વહુઓને પોતાની રીતે મીસરી સેવા કરવા પણ આજ્ઞા આપવાનું જણાવ્યું હતુ સાથે યુવાનોને સંબોધતા જણાવ્યું હતુ કે હાલના યુગમાં યુવાનો પાસે સમયનો અભાવ હોય છે ત્યારે દિવસમાં ૧૫ થી ૨૦ મિનિટ ભાવથી ઠાકોરજીની આંખો બંધ કરી આરાધના કરવામાં આવે તો પણ ઠાકોરજી સેવાના ભાવથી ભક્તની પ્રાર્થના કબુલ કરતા જ હોય છે. હાલમાં વૈષ્ણવ સંપ્રદાયમાં યુવાનો પુષ્ટીમાર્ગ તરફ વધુને વધુ વળે તે માટે તેઓએ પુષ્ટીમાર્ગમાં સેવા નું રીનોવેશન કરવાની જરૂર હોવાનું જણાવ્યું હતું.
P_20150105_174131
ઉમરેઠ ખાતે યુવા વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજી મગનલાલજી મંદિર સહીત વૈષ્ણવોના ઘરે પધરામણી કરી હતી. ઉમરેઠમાં અનેક વૈષ્ણવોએ યુવા વૈષ્ણવાચાર્યશ્રી વ્રજરાજકુમારજીની પોતાના ઘરે પધરામણી કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. ઉમરેઠ ખાતે યુવા વૈષ્ણવાચાર્ શ્રી વ્રજરાજકુમારજીના વ્યાખ્યાન સહીતની તૈયારીઓ માટે દિવ્યેશભાઈ દોશી, પિયુષભાઈ વૈષ્ણવ (વડોદરા), રાજેશભાઈ દોશી(ખન્ના) સહીતના વૈષ્ણવોએ ભારે જહેમત ઉઠાવી હતી.

ઉમરેઠ સંતરામ મંદિર ખાતે સાંકર-બોર વર્ષા કરાઈ


sakarvarsha

ઉમરેઠ સંતરામ મંદિર ખાતે પોષી પૂનમ નિમિત્તે સાકર બોર વર્ષા કરવાનો વર્ષોથી મહીમાં છે. આજે સંતરામ મંદિર ખાતે હજ્જારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને સાંકર બોર વર્ષા કરી પોતાનું બાળક જલ્દી બોલતું થાય તેવી બાધા રાખી હતી. બીજી બાજૂ જે શ્રધ્ધાળુંઓની બાધા પૂર્ણ થઈ ગઈ હોય તેવા લોકો પણ બોર-સાકર વર્ષા કરવા ઉમટી પડ્યા હતા. આ દિવ્ય પ્રસંગે ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજ, શ્રી હરિકૃષ્ણદાસજી મહારાજ સહીત સંતરામ મંદિરની વિવિધ શાખાના સંતશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

%d bloggers like this: