આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: March 2018

લાઈફ કેર ટ્રસ્ટ દ્વારા.. ઉમરેઠ સિકોતર માતાજીના મંદિરમાં મેડીકલ કેમ્પ યોજાયો.


lct04lct01lct02lct03
ચૈત્રી નવરાત્રી નિમિત્તે નગરના સિકોતર માતાજીના મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોની આરોગ્યલક્ષી તપાસ અર્થે ઉમરેઠ લાઈફ કેર ટ્રસ્ટ દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર કેમ્પમાં ૧૧૨ જેટલા ભક્તોની બી.એમ.આઈ તપાસી જરૂરિયાતમંદ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ આ ઉપરાંત કેમ્પમાં ડાયાબિટીસ તેમજ બ્લડ પ્રેશન પણ તપાસી ભક્તોને ઉચિત માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે લાઈફ કેર ટ્રસ્ટ ઉમરેઠ તેમજ આજૂબાજૂના ગામમાં લોકોને આરોગ્ય પ્રત્યે સજાક કરવાનું અનોખુ સેવાકિય કામ કરે છે, તેઓના સદર કાર્યને લઈ ભક્તોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. 

ઉમરેઠ સંતરામ વડીલોનું વૃંદાવનમાં સમય શક્તિ અને નાણાનું મહત્વ વિષય પર વાર્તાલાપ યોજાયો.


vv1vv

ઉમરેઠ સંતરામ મંદિરના “કલ્યાણ” હોલ ખાતે શ્રી સંતરામ વડીલોનું વૃંદાવન ફોરમની સામાન્ય સભા જ્યુબિલિ સ્કૂલના અધ્યાપક ચંદુભાઈ સાહેબની અધ્યક્ષતામાં મળી હતી. સમારોહની શરૂઆતમાં પ્રાર્થના ગીત બાદ સ્વાગત પ્રવચન નવનીતભાઈ સોનીએ કર્યું હતુ, વર્ષની છેલ્લી બેઠકમાં તેઓએ સંતરામ વડીલોનું વૃંદાવન ઉમરેઠ ફોરમને વર્ષ દરમ્યાન સાથ -સહકાર આપનાર તમામ દાતાશ્રીઓ તેમજ શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉપસ્થીત મહેમાનોને બીપીનભાઈ શાહ તેમજ નવનીતભાઈ સોનીએ શાલ ઓઢાળી સન્માનીત કર્યા હતા અને તેઓનો પરીચય આપ્યો હતો. સમય શક્તિ અને નાણાનું મહત્વ વિષય પર વાર્તાલાપમાં મુખ્ય વક્તા પદે ચંદુભાઈ સાહેબ વિશેષ ઉપસ્થીત રહ્યા હતા અને સમય અને નાણાંના સદઉપયોગ અંગે છણાવટ સાથે પોતાની રજૂઆત કરી ઉપસ્થીત વડીલોને ઉપયોગી નિવડે તેવું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેઓએ આ સાથે વડીલોને રોજ બરોજની જીંદગીમાં સકારાત્મક રીતે ખુશ રહેવા તેમજ જિંદગીનું મહત્વ સમજાવી આનંદીત રહેવા શીખ આપી હતી. સદર કાર્યક્રમમાં આણંદ જિલ્લા સિ.સિ ફેડરેશનના પૂર્વ પ્રમુખ અને નિવૃત આચાર્ય વિપીનભાઈ પંડ્યા સવિશેષ ઉપસ્થીત રહ્યા હતા અને પોતાની આગવી છટામાં વકતવ્ય રજૂ કરી સૌ સિ.સિટીઝનને ખુશ કરી દીધા હતા. અંતમાં રમણભાઈ પ્રજાપતિએ અલ્પાહાર દાતા દિપકભાઈ ચોકસીનું તેમજ તમામ સહકાર આપનાર સૌનું આભાર દર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કાન્તિભાઈ પંચાલે કર્યું હતું.

હવે રાંધણ ગેસ સિલેન્ડરનું બીલ આધાર થી ચુકવાશે, જાણો કેવી રીતે..?


aadhar-1482831924.jpgપેટ્રોલીયમ મંત્રી ધરમેન્દ્ર પ્રધાને ડીઝીટલ ઈન્ડીયાના પ્રમોશન માટે એલ.પી.જી વિતરકોને ચુકવા પાત્ર ગેસ સિલેન્ડરની રકમ આધાર કાર્ડ થી ગ્રાહક ચુકવી શકે તેવી વ્યવસ્થા કરી છે જેની એચ.પી.સી.એલના વિતરકો દ્વારા શરૂઆત પણ કરી દેવામાં આવી છે. એચ.પી.સી.એલના વિતરકો દ્વારા ગ્રાહકોને ઈઝી ગેસ કાર્ડ આપવામાં આવી રહ્યું છે, જે કાર્ડ થી એન્ડ્રોઈડ એપ્લીકેશન થી ગેસ રીફીલની નોંધણી કરી શકાય છે અને ઘરે ગેસ સિલેન્ડર ની ડીલીવરી થાય ત્યારે ઈઝી ગેસ કાર્ડ દ્વારા આધાર કાર્ડ થી પેઈમેન્ટ કરવાની પણ સુવિધા આપવામાં આવી છે. જેને કારણે વિતરકો અને ગ્રાહકો વચ્ચે છુટા પૈસા ની રકઝક અને ગ્રાહકો દ્વારા ઓવર ચાર્જીંગની કંપ્લેન ઉપર પૂર્ણ વિરામ મુકાઈ જશે. આધાર કાર્ડ થી પેઈમેન્ટ કરવું ખુબજ શરળ છે, જ્યારે ગેસ સિલેન્ડર ઘરે આવે તો ઘરમાં હાજર વ્યક્તિ પોતાનો આધાર કાર્ડ નંબર ડીલીવરી મેન ને આપશે અને ડીલીવરી મેન પોતાની પાસે રહેલા ડીવાઈઝમાં આધારકાર્ડ નંબર એન્ટર કરી જેતે વ્યક્તિની ફિંગર સ્કેન કરાવશે અને તેઓનું આધાર જે ખાતા સાથે લીન્ક હશે તે ખાતા માંથી પૈસા પણ કપાઈ જશે અને તે અંગે કંફર્મેશન મેસેજ પણ ગ્રાહક અને વિતરકને પ્રાપ્ત થઈ જશે. વધુમાં જો ગ્રાહક એક કરતા વધુ એકાઉન્ટ ધારક કરતા હશે તો ગ્રાહક ઈચ્છે તે એકાઉન્ટ સિલેક્ટ કરી જેતે ખાતા માંથી પૈસા ચુકવણી કરી શકશે. આધાર પેઈમેન્ટ શરૂ થતા એચ.પી.સી.એલના ગ્રાહકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. 

downloadપ્રશાંત પરાતે (એસ.આર.એમ – એચ.પી.સી.એલ)એ જણાવ્યું હતુ કે તેઓના હઝીરા પ્લાન્ટ અંતર્ગત આવતા તમામ એચ.પી.ગેસ વિતરકો ઈઝી કાર્ડ ગ્રાહકોને આપી રહ્યા છે. જે ગ્રાહકોએ ઈઝી કાર્ડ ન મેળવ્યું હોય તે પોતાના વિતરકનો સંપર્ક કરી મેળવી શકે છે. ઈઝી કાર્ડ થી ગેસ નોંધણી કરાવવા ફોન પણ કરવાની જરૂર નથી માત્ર એન્ડ્રોઈડા એપ્લીકેશનમાં એક ટચ થી રીફીલ બુકિંગ થઈ જાય છે અને સિલેન્ડર ની ડીલીવરી મેળવતી વખતે આધાર કાર્ડ સહીત, ભારત ક્યુ.આર.કોડ, ક્રેડીટ તેમજ ડેબીટ કાર્ડ તેમજ વોલેટ દ્વારા સિલેન્ડરની ચુકવણી કરી શકાય છે, જે પૈકી આધાર કાર્ડ દ્વાર પેઈમેન્ટ કરવું વધુ શરળ છે, જેના ઉપર ગ્રાહક કે પછી વિતરક કોઈને અતિરેક ચાર્જ પણ ચુકવવો પડતો નથી.

ઉમરેઠ થી પાંડવણીયા-નવાપુરા માર્ગનું ખાતમહૂર્ત કરાયું


padvaniya12.jpg

ઉમરેઠ થી નવાપુરા તેમજ પાંડવણીયા માર્ગની છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલત હતી. જેને પગલે સ્થાનિક તેમજ ગ્રામ્યજનો દ્વારા સદર માર્ગને રીપેર કરવા અને નવો બનાવવા રજૂઆતો મળી હતી જેને પગલે સદર રસ્તાનું કામ મંજૂર થતા ગતરોજ ઉમરેઠ નવાપુરા પાંડવણીયા માર્ગ નવો બનાવવા માટે ખાતમહૂર્ત કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ સુજલ શાહ, ઉમરેઠ પાલિકાના કાઉન્સિલર સોમભાઈ પટેલ,વિમલભાઈ પટેલ ઉપસ્થીત રહ્યા હતા.

તૃતિય માસીક પુણ્યતિથિ – શ્રધ્ધાંજલિ


maitry.jpg

અંતિમ ક્રિયાના પૈસા ન હોવાને કારણે.. ઉમરેઠમાં પૂત્રની લાશ પાસે રસ્તા પર ૧૮ કલાક સુધી પિતા બેસી રહ્યા…!


વોર્ડ નં.૬ના કાઉન્સિલર કનુભાઈ શાહ અને જાગનાથ મહાદેવના ટ્રસ્ટી રાકેશભાઈ શાહએ અંતિમક્રિયાનો ખર્ચ ઉઠાવ્યો..!

manavata030_nmanavtao

ઉમરેઠના જાગનાથ ભાગોળ વિસ્તારમાં છેલ્લા ૧૮ કલાક થી એક મજૂર જેવા દેખાતા વ્યક્તિ પોતાના પૂત્રના પાર્થિવ શરીર સાથે બેસી રહ્યા હતા. લોકોની અવર જવર થી ધમધમતા આ રસ્તા પર કેટલાય લોકોએ અવર-જવર કરી પરંતુ માત્ર તમાશો જોઈ સૌ કોઈએ ચાલતી પકડી હતી, ૧૮ કલાક માટે ઉમરેઠમાં માનવતા જાણે મરી પરવારી હોય તેમ પ્રતિત થતુ હતુ. એક વૃધ્ધ મજૂર પોતાના પૂત્રની લાશ સાથે બેઠા હોવા છતા તેની ખબર લેવા કોઈ આગળ આવતુ ન હતુ. તેવામાં કોઈ વ્યક્તિએ જાગનાથ મહાદેવના ટ્રસ્ટી રાકેશભાઈ શાહ અને ઉમરેઠ નગરપાલિકાના કાઉન્સિલર કનુભાઈ શાહનો સંપર્ક કરી સમગ્ર ઘટના અંગે જાણ કરતા બંન્ને યુવાનો ઘટના સ્થળે આવી વૃધ્ધ મજૂર પાસે થી હકીકત જાણી હતી જેમા તેઓને માલુમ પડ્યું હતુ કે પૈસાના અભાવે વૃધ્ધ મજૂર પોતાના વ્હાલા સોયા પૂત્રની અંતિમ વિધિ કરવા અસમર્થ છે. વૃધ્ધ મજૂરની વાત શાંભળી કાઉન્સિલર કનુભાઈ શાહ અને રાકેશભાઈ શાહએ વૃધ્ધ મજૂરની વેદના સમજી તેઓના પૂત્રની અંતિમ ક્રિયાનો ખર્ચ ઉઠાવીં અંતિમ ક્રિયા માટે નગરપાલિકાનો મોક્ષ રથ બોલાવ્યો હતો અને જરૂરી માલ સામાનની વ્યવસ્થા કરી હતી અને માનવતાના દર્શન કરાવ્યા હતા. રાકેશ શાહ અને કનુભાઈ શાહની સદર માનવતાને જોઈ વૃધ્ધ મજૂરની આંખો માંથી આશુ નિકળી ગયા હતા.

વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ જાગનાથ મહાદેવ વિસ્તારમાં મજૂરી કરવા પંચમહાલ થી આવેલા ભુલાભાઈ (ઉ.૭૦) અને તેઓનો પૂત્ર વાઘાભાઈ (ઉ.૪૦) આવ્યા હતા. વાઘાભાઈ છેલ્લા ત્રણ-ચાર દિવસ થી બિમાર હતા અને ગઈકાલે તેમનું કુદરતી મૃત્યુ થયુ હતુ પરંતુ તેઓના પિતા ભુલાભાઈ પાસે તેઓની અંતિમ વિધિના પૈસા ન હોવાને કારણે આખી રાત પોતાના પુત્રની લાશ સાથે બેસી રહ્યા હતા. આ માર્ગ પર થી કેટલાય લોકો પસાર થયા હોવા છતા આ વૃધ્ધ પરિવારને મદદ માટે કોઈ આગળ આવ્યું ન હતુ આખતે ઉમરેઠ નગરપાલિકાના કાઉન્સિલર કનુભાઈ શાહ અને જાગનાથ મહાદેવના ટ્રસ્ટી રાકેશભાઈ શાહને આ અંગે જાણ કરાતા તેઓ તાબળતોબ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને નગરપાલિકા માંથી મોક્ષરથ મંગાવીને પાર્થિવ શરીરને સ્મશાન સુધી પહોંચાડવા તેમજ અન્ય સહાય કરી મૃતક ની અંતિમ વિધિ કરવા માટે મદદ કરી હતી. આખરે ૧૮ કલાક બાદ પૂત્રની અંતિમ વિધિ થતા વૃધ્ધએ ભીની આંખે બંન્ને યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉમરેઠ ખેડૂત સમાજ દ્વારા તમાકુ પર જી.એસ.ટી હટાવવા આવેદન પત્ર સુપ્રત કરાયું


એસ.એન.ડી.ટી ગ્રાઉન્ડ થી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી આવેદનપત્ર સુપ્રત કર્યું

tamaku01.jpg

ઉમરેઠ ખેડૂત સમાજ દ્વારા આજે સવારે ૧૧ કલાકે નગરના એસ.એન.ડી.ટી મેદાન થી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી તમાકુ પર થી જી.એસ.ટી નાબુદ કરવા તેમજ તમાકુ માટે ટેકાના ભાવ જાહેર કરવાની માંગ સાથે ઉમરેઠ તાલુકા મામલતદાર જે.બી.દવેને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું આવેદનપત્રમાં ખેડૂતોએ માગણી સાથે રજૂઆત કરી હતી કે તમાકુના પાક પર ૩૩ ટકા જી.એસ.ટી લાદવામાં આવ્યો છે, જે દૂર કરી તમાકુના પાક પર બે હજ્જાર થી પચ્ચીસો રૂપિયા સુધીના તળીયાના ભાવની માગણી કરી હતી. આવેદન પત્રમાં ખેડૂતોએ ઉલ્લેખ કર્યો હતો કે તમાકુના કાચા માલ પર ૫ ટકા તેમજ પ્રોસેસ કરેલ માલ પર ૨૮ ટકા જી.એસ.ટી થઈ કૂલ ૩૩ ટકા જી.એસ.ટી તમાકુ પર વસુલ થાય છે જેની અસર સીધી તમાકુના ભાવ પર પડે છે અને સીધુ નુકશાન ખેડૂતો ને જ થાય છે. જેમ અન્ય પાક ઉપર ટેકાના ભાવની પ્રથા છે તેમ તમાકુના પાક પર પણ ટેકાના ભાવની પ્રથા શરૂ કરવામાં આવે અને ખેડૂતોને બે હજાર રૂપિયા થી પણ વધુ ભાવ આપવામાં આવે તે ખેડૂતોએ માંગ કરી હતી. આ ઉપરાંત ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, સરકાર દ્વારા તમાકુનો પાક બંધ કરોના માત્ર પોસ્ટરો જ છપાવવામાં આવે છે પરંતુ તે અંગે કોઈ નક્કર પગલા ભરવામાં આવતા નથી. હાલમાં જી.એસ.ટી ને કારણે વહેપારીઓ દ્વારા તમાકુ ખરીદ કરવાની પ્રક્રિયા કાચબા ગતીએ ચાલે છે તેમજ વહેપારીને ભરવાપાત્ર જી.એસ.ટીને બાદ કરી ખેડૂતને ભાવ આપવામાં આવે છે. વહેપારીઓ પોતે આગળ વેચેલ તમાકુનો જી.એસ.ટી બાદ મેળવી લ છે પરંતુ ખેડૂતોને ઓછો ભાવ આપવામાં આવે છે જેને કારણે જી.એસ.ટીને કારણે છેલ્લે ખેડૂતો ઉપર આર્થીક ભારણ આવી જાય છે. ઉમરેઠ પંથકના ખેડૂતોએ ઉગ્ર માંગ કરી હતી કે સત્વરે તમાકૂ પર થી જી.એસ.ટી નહી હટાવવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રેલીમાં ગુજરાત કિશાન સંઘના પ્રમુખ રવી પટેલ, ઉમરેઠ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ તેમજ ઉમરેઠ અને આજૂબાજૂના ગામના તમાકુ પકવતા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા અને તમાકુ પર થી જી.એસ.ટી હટાવોના નારા સાથે મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

શ્રી કૃષ્ણદત્ત નિરંજન શાસ્ત્રીના વક્તા પદે ઉમરેઠમાં સુબોધિની કથાનો આરંભ – પોથીયાત્રામાં ભક્તો જોડાયા.


katha02_nkatha01

ઉમરેઠના ચોકસી બજાર ખાતે આવેલ દશા ખડાયતાની વાડીમાં મુંબઈના શ્રી કૃષ્ણદત્ત નિરંજન શાસ્ત્રીના વક્તા પદે સુબોધિની કથાનો આરંભ થયો છે, કથાનું રસપાન તા.૨૪.૩.૨૦૧૮ સુધી બપોરે ૩ થી ૭ કલાક સુધી વૈષ્ણવો કરી શકશે. ઉલ્લેખનીય છે કે ઉમરેઠના ગલાગોઠડીયાની પોળ તેમજ મંદિરના મહીલા મંડળ દ્વારા આયોજીત સદર કથાની પોથીયાત્રા ગલાગોઠડીયાની પોળ ખાતેના મહીલા મંડળ માંથી નિકળી હતી જે દશા ખડાયતાની વાડી ખાતે પહોંચી હતી. કથાના પ્રથમ દિવસે વક્તા શ્રી કૃષ્ણદત્ત નિરંજન શાસ્ત્રીએ સુબોધિની કથા અંગે પ્રાથમિક માહીતી આપી હતી અને મહીલાઓના સુંદર આયોજનની પ્રશંશા કરી હતી. ઉમરેઠ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના ભાવેશભાઈ શાહએ કથા પ્રારંભે આવકાર પ્રવચન તેમજ કથામાં સહયોગ આપનાર સૌ વૈષ્ણવોનો આભાર વ્યક્ત કર્યો હતો. મહીલા મંડળના અગ્રણી મધુમાસી,ચંપામાસી તેમજ અન્ય મહીલા વૈષ્ણવોએ કથાને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા.

ઉમરેઠના મેલડી માતા વિસ્તારમાં ગાયોની ઉઠાંતરી કરતા તસ્કરો સી.સી.ટી.વીમાં કેદ..!


પોલીસ પેટ્રોલીંગના દાવા પોકળ સાબીત થયા..!

 ઉમરેઠ નગરમાં મધ્યરાત્રી બાદ મેલડી માતા વિસ્તારના ચોકમાં બેઠેલી ગાયોને લગઝરીયસ કારમાં આવેલા ગઠીયાઓ ઉપાડી જવાનો બનાવ સામે આવતા સ્થાનિક લોકો સહીત ગૌ-પ્રેમીઓ માં આશ્રર્ય સાથે ભયની લાગણી વ્યાપી ગઈ છે. ત્યારે ઉમરેઠ નગરમાં સધન પેટ્રોલીંગના ઉમરેઠ પોલીસના દાવા સદંતર પોકળ સાબીત થઈ રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ ગતરાત્રીના લગભગ પોણા બે કલાકની આસપાસ નગરના મેલડી માતા વિસ્તારમાં આવેલા ચોકમાં બેઠેલા ગાયોના ટોળા માંથી કેટલીક ગાયોને ઈનોવા કે અર્ટીગા જેવી દેખાતી લગઝરીયસ કારમાં આવેલા અજાણ્યા ઈસમો ઉઠાવી જતા સદર વિસ્તારના એક સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઈ ગયા છે. સદર બનાવના પગલે સ્થાનિકો સહીત ઉમરેઠ નગરના ગૌ પ્રેમી લોકોમાં ભય સાથે આક્રોશની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. એક તરફ સધન પેટ્રોલીંગના દાવા અને મોડી રાત્રી સુધી ખુલ્લી રહેતી દુકાનો પર તવાઈ કરી તકેદારી સ્વરૂપે પોલીસ કામગીરી કરી રહી છે છતા પણ બુલંદ હોસલા સાથે તસ્કરો બિન્દાસ બની નગરના ભરચક વસ્તી વાળા મેલડી માતાના ચોક માંથી ગાયોની ઉઠાંતરી કરી જવામાં સફળ બની જાણે પોલીસ પર પડકાર ફેંકતા હોય તેમ સ્પષ્ટ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ ઉમરેઠમાં બકરી અને ગાય,ભેંસ જેવા પશુંઓ ચોરાયા હોવાના બનાવો બની ગયા છે. ત્યારે શું ફરી ઉમરેઠ પંથકમાં પશુ ચોર ટોળકી સક્રીય થઈ છે…? તેમ લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે. સી.સી.ટી.વીમાં અંધારાને કારણે ઈસમોના મોઢા બરાબર દેખાતા નથી પરંતુ કાર ઉપર થી જો તપાસ કરવામાં આવે તો પશુ ચોર ટોળકીનો પર્દાફાશ થઈ શક તેમ છે.

ઉમરેઠ વડા બજાર થી બસ સ્ટેશન વિસ્તારના દબાણો દૂર કરાયા.. #video


ઉમરેઠ નગરમાં તા.૬ માર્ચ થી તા.૮ માર્ચ સુધી ત્રણસો થી વધુ દબાણ હટાવો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે સવારે ૧૦ કલાકે ઉમરેઠ નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસ કાફલા સાથે નિકળી નગરમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. આજે વડાબજાર થી બસ સ્ટેશન સુધીના વિસ્તારના દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. વડાબજારમાં દૂકાનો બહાર પાટીયા થી માંડી પાકું બાંધકામ કરેલ દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નગરના ગણેશ શોપિંગ સેન્ટર તેમજ નગરપાલિકા શોપિંગ સેન્ટરના દુકાનદારો દ્વારા પોતાની દુકાન બહાર કરવામાં આવેલ શેઢ અને સાઈન બોર્ડ પણ દુર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ ચાર દિવસ થી જાહેર નોટીશ પાઠવી પાલીકા તંત્ર દ્વારા દબાણકારો ઉપર ત્રાટકવા અંગેના અનુસાર આપી દેવામાં આવ્યા હતા જેને પગલે ઉમરેઠ બસ સ્ટેશન સામે લારી-ગલ્લા તેમજ શેરઢીના ઢોલા અને ફરસાણની દુકાનદારોએ પોતાના હંગામી દબાણમાં આવતા ગલ્લા સ્વયંભૂ રીતે ગતરાત્રીના ખસેડી લીધા હતા. આ ઉપરાંત સ્વ.ભગવતલાલ દલાલ ગેટ બાજૂમાં ખાણી-પીણીની લારીઓ વાળા પણ પોતાની જાતે દબાણો દુર કરી લેતા તંત્રની કસરત ઓછી થઈ હતી. બીજી બાજૂ તંત્રએ  વડા બજાર વિસ્તારમાં ભદ્રકાળી મંદિર પાસેની દુકાનો તેમજ ભારત બેકરી પાસેના દબાણો પણ દૂર કરવામાં ખસ્સી કસરત કરવી પડી હતી જ્યારે એક દબાણ દૂર કરવામાં વાતાવરણ ગરમાતા પોલીસ તુરંત હરકતમાં આવી મામલો થાળે પાળી દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ રાખી હતી.  બીજી બાજૂ નગરપાલિકા શોપિંગ સેન્ટરના શેઢ અને બોર્ડ દબાણ અંતર્ગત દૂર કરવામાં આવતા તેની સામે આવેલા રણછોડરાય શોપિંગ સેન્ટરના દૂકાનદારોએ પણ સમય સુચકતા વાપરી પોતાના શેઢ અને બોર્ડ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે બાકી રહેલા દબાણ પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું.
 
નગરપાલિકા શોપિંગ સેન્ટરના વહેપારીઓ અંધારામાં રહ્યા..!
 
ઉમરેઠના મુખ્ય પ્રવેશ દ્વારા પાસે નગરપાલિકા શોપિંગ સેન્ટરના દૂકાનદારો અંધારામાં રહ્યા હતા અને તેઓની દૂકાન બહાર લગાવેલા શેઢ તેઓએ નિકાળ્યા ન હતા. નગરપાલિકા તંત્ર દ્વારા આજે સવારે વડાબજાર બાદ નગરપાલિકા શોપિંગ સેન્ટરની દુકાનોના શેઢ અને બોર્ડ પણ દબાણ અંતર્ગત નિકાળી દીધા હતા દૂકાનદારોએ આક્ષેપ કર્યો હતો કે, તેઓને અગાઉ થી તેઓના શેઢ દબાણમાં આવે છે તે અંગે જાણકારી આપવામાં આવી ન હતી બીજી બાજૂ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતુ કે, છેલ્લા કેટલાય દિવસ થી કાચા-પાકા દબાણો દૂર કરવા રીક્ષા પણ ફરતી હતી અને જાહેર નોટીશ પણ પાઠવવામાં આવી હતી. (બોક્સ મેટર)
 
હજૂ બે દિવસ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલશે. – સંગીતાબેન પટેલ (પ્રમુખ.ન.પા)
 
ઉમરેઠ નગરપાલીકાના પ્રમુખ સંગીતાબેન પટેલે જણાવ્યું હતુ કે, નગરમાં દબાણ હટાવવા માટે પ્રજાજનોની છેલ્લા કેટલાય સમથી માંગ હતી પરંતુ વાર-તહેવાર અને અન્ય પ્રાથમિકતા વાળા કામોને કારણે કાર્ય પાછું ઠેલાતું હતું. હાલમાં નગરમાં ટ્રાફિક સમસ્યા વધી ગઈ છે અને રસ્તાઓ સાંકડા બની ગયા છે, જેથી પ્રજાની સુખાકારી માટે દબાણો દુર કરવામાં આવ્યા છે આ કામગીરી હજુ સાતમી તેમજ આઠમી તારીખ સુધી ચાલશે. 
 
કોઈની શેહ શરમ રાખ્યા વગર તમામ દબાણો દૂર થશે – ભારતીબેન સોમાણી (ચીફ ઓફિસર)
 
ઉમરેઠ નગરપાલિકાના ચીફ ઓફિસર ભારતીબેન સોમાનીએ જણાવ્યું હતુ કે, નગરમાં દબાણકારોનો રાફડો ફાટ્યો હતો અને દબાણો દૂર કરવા અનેક વખત રજૂઆતો મળી હતી જેને પગલે નગરમાં દબાણો દુર કરવામાં આવી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિના દબાણો કોઈ પણ જાતની શેહ શરમ વગર દૂર થઈ જશે જે માટે પાલીકા દ્વારા ત્રણ દિવસ સુધી ઝુંબેશ હાથ ધરાશે.
 
દબાણો પૂનઃ ખડકાશે..? નગરજનોમાં ચર્ચાતો યક્ષ પ્રશ્ન..!
 
ઉમરેઠમાં દબાણો દુર થતાની સાથે સામાન્ય માણસોમાં આનંદની તેમજ પાલિકા તંત્ર માટે પ્રશંશાની લાગણી વ્યાપી છે, પરંતુ લોકો તેમ પણ ચર્ચા કરી રહ્યા છે કે, હાલમાં દૂર કરેલા દબાણો ખરા અર્થમાં દૂર કરાયા છે કે પછી ચાર દીન કી ચાંદની ફીર કાલી રાત હૈની ઉક્તિ મુજબ આ દબાનો પૂનઃ પ્રસ્થાપીત થઈ જશે..? નગરજનોએ મત પ્રગટ કર્યો હતો કે દૂર કરાયેલ દબાણો બાદ આ દબાણો પુનઃ ન ખડકાય તે માટે પણ યોગ્ય તકેદારી રાખવી જરૂરી છે.

 

બેચરી નહેર માંથી અજાણ્યા યુવકની લાશ મળી – હત્યા કે આત્મહત્યા ?


bechari01.jpg
ઉમરેઠ તાલુકાના બેચરી ગામ પાસેથી પસાર થતી નહેર માંથી આજે વહેલી સવારે એક અજાણ્યા યુવકની લાશ ઉપર તરતી હોવાનું માલુમ પડતા સ્થાનિક લોકો દ્વારા આ અંગે ઉમરેઠ પોલીસને જાણ કરી હતી. યુવકની લાશ બહાર કાઢવામાં આવતા આ યુવક ભોઈપુરા ગામના જીગરભાઈ ભોઈ હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે ઉમરેઠ પોલીસે વધુ તપાસ હાથ ધરી સદર યુવક કેવી રીતે નહેરમાં પડ્યો તે ને આત્મ હત્યા કરી છે કે તેની હત્યા થઈ છે તેવા વિવિધ મુદ્દે તપાસ હાથધરી હોવાનું જાણવા મળે છે.

ઉમરેઠ-વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરના સંકલ્પસિધ્ધ ઘનશ્યામ મહારાજના ૧૯માં પાટોત્સવ પ્રસંગે પોથીયાત્રા નિકળી.


ઉમરેઠ- ઓડ બજાર વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન સંકલ્પસિધ્ધ શ્રી ઘનશ્યામ મહારાજના ૧૯મા પાટોત્સવ નિમિત્તે આજે બાજીભટ્ટના ઝાંપા ખાતે થી યજમાન રાજૂભાઈ ફુલાભાઈ પટેલના નિવાસ સ્થાનેથી સવારે ૮ કલાકે નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં સંપ્રદાયના સત્સંગીઓ ઉપસ્થીત રહ્યા હતા. પોથીયાત્રામાં સંતો,મહંતો પણ વિશે ઉપસ્થિત રહી શ્રીજી સાથે નગરવિહાર કર્યો હતો. આજે સવારે ૯.૩૦ કલાકે શ્રીમદ સત્સંગીજીવન અંતર્ગત વનવિચરણ લીલા કથા સપ્તાહ પારાયણની શરૂઆત શાસ્ત્રી સ્વા.શ્રી હરીગુણદાસજીના વક્તાપદે શરૂ થઈ હતી. આ પ્રસંગે સ.ગુ.સ્વા.શ્રી રઘુવીરચરણદાસજી, તેમજ પુજારી સ્વામી શ્રી દિવ્યપ્રકાશદાસજી, પાર્ષદ કાંતિભગત અને યજમાન પરિવાર અને ટ્રસ્ટીબોર્ડના સભ્યો અને સત્સંગી સમાજ ઉપસ્થીત રહ્યો હતો અને તેઓની દિવ્ય વાણીનો આનંદ લીધો હતો. ૧૯માં પાટોત્સવ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મંદિરમાં વિવિધ ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવેલ છે.  તા.૯.૩.૨૦૧૮ને રાત્રે ૯.૩૦ કલાકે રાસ-ગરબા અને તા.૧૦.૩.૨૦૧૮ના રોજ રાત્રે ૯ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ બાળધૂન મંડળ દ્વારા રજૂ કરવામાં આવશે. તા.૧૦.૩.૨૦૧૮ના રોજ સવારે ૭.૩૦ કલાકે મહાપૂજા, તા.૧૧.૩.૨૦૧૮ને સવારે ૭.૩૦ કલાકે ગોપાળાનંદજી સ્વામિનું પુજન તેમજ સાંજે ૪ કલાકે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૨.૩.૨૦૧૮ના રોજ સવારે ૫ કલાકે મંગળા આરતી, ૬.૩૦ કલાકે અભિષેક દર્શન, સવારે ૮.૩૦ કલાકે શણગાર આરતી, બપોરે ૧૧ કલાકે કથા પૂર્ણાહૂતિ તેમજ બપોરે ૧૨ કલાકે અન્નકૂટ દર્શનનો લાભ લેવા માટે ઉમરેઠ તેમજ આજૂબાજૂના ગામની ધર્મપ્રિય જનતાને એક યાદીમાં ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરના કોઠારીશ્રી રઘુવિરચરણદાસજીએ જણાવ્યું છે.

આણંદ જિલ્લા પંચાયતના સભ્ય કોગ્રેસમાં પરત ફર્યા..!


udesinh.jpgઉમરેઠ વિધાનસભા વિસ્તારના વણસોલ બેઠક પર થી જિલ્લા પંચાયતમાં પ્રતિનિધિત્વ કરનાર ઉદેસિંહ પરમારે વિધાનસભા ચુંટણી ટાણે કોગ્રેસ માંથી પોતાના કાર્યકરો સાથે રાજીનામું આપ્યું હતુ, આ અંગે ઉમરેઠ તાલુકા કોગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલસિંહ ચાવડા દ્વારા સમજાવટની પ્રક્રિયા હાથ ધરીને તેઓને પાછા કોગ્રેસમાં લાવવામાં સફળ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઉદેસિંહ પરમારે વિધાનસભા ચુંટણી સમયે પક્ષ માંથી રાજીનામું આપતા પક્ષમાં સોપો પડી ગયો હતો, પરંતુ આખરે ધી ના ઠામમાં ધી ઢોળાતા આખરે જિલ્લા પંચાયતના પ્રમુખ કપીલાબેન ચાવડા અને ગોપાલસિંહ ચાવડાની સમજાવટ બાદ તેઓ પોતાના કાર્યકરો સાથે કોગ્રેસમાં પરત ફર્યા હતા.

ઉમરેઠમાં સ્વાસ્થય શૈક્ષણિક તેમજ ધંધાકીય સુવિધા પુરી પાડવા ધારાસભ્યની રજૂઆત.


dharasabnhy_n
ઉમરેઠમાં સ્વાસ્થયલક્ષી, શૈક્ષણિક લક્ષી તેમજ ધંધાકીય સુવિધાઓ પુરી પાડવા માટે ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે ઉચ્ચ કક્ષાએ જેતે ખાતાના મંત્રી સહીત મુખ્યમંત્રીને રજૂઆત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં આ અંગે પ્રાપ્ત માહીતી મુજબ ઉમરેઠ તાલુકામાં કોઈ કોલેજ ન હોવાને કારને વિદ્યાર્થીઓએ અન્ય ગામોમાં ભણવા માટે જવું પડે છે જેથી પૈસા અને સમયનો બગાડ થાય છે, જો ઉમરેઠમાં કોલેજ બનાવવામાં આવે તો ગરીબ ઘરના વિદ્યાર્થીઓ સ્થાનિક કક્ષાએ જ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તેમ છે જે માટે તેઓએ શિક્ષણ મંત્રીશ્રીને રજૂઆત કરી હતી. આ ઉપરાંત ઉમરેઠ નગરનું આરોગ્ય કેન્દ્ર પણ તમામ મેડીકલ સેવા સાથે અપગ્રેડ કરવામાં આવે તે અંગે પણ તેઓએ આરોગ્ય વિભાગને રજૂઆત કરી હતી. વધુમાં ઉમરેઠમાં નોકરી-ધંધા માટે ખુબજ ઓછા સાધન હોવાને કારણે તાલુકામાં વેરન પડેલી બિન ઉપયોગી જમીન પર ઉદ્યોગોની સ્થાપના કરી તાલુકામાં નોકરી રોજગારીની તકો વધારવા માટે તેઓએ મુખ્ય મંત્રીને પણ રજૂઆત કરી હતી. ધારાસભ્યએ સદર મુદ્દે સજાગતા દાખવતા લોકોમાં હવે આશાનું કિરણ દેખાઈ રહ્યું છે ત્યારે તેઓની રજૂઆત કેટલી કારગત નિકળશે તે આવનારો સમય જ બતાવશે.

ઉમરેઠમાં ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી..!


ઉમરેઠમાં ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી..!
ઉમરેઠમાં હોળી બાદ ધુળેટી પર્વની ઉમરેઠમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નગરના વિવિધ વિસ્તારમાં સૌ કોઈ ધુળેટી પર્વને લઈ એક બીજા પર અબીલ-ગુલાલ છાંટતા નજરે પડ્યા હતા. ધુળેટી પર્વની લઈ નગરના વિવિધ મંદિરમાં રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, સ્વામિનારાયણ મંદિર તેમજ વૈષ્ણવ મંદિરમાં દર્શન કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો. નાના મોટા સૌ કોઈએ પોતાના સ્વજનો અને મિત્રો સાથે ધુળેટી પર્વ ઉજવ્યો હતો. ધુળેટીના દિવસે ઉમરેઠની વિવિધ પોળ અને મહોલ્લા બહાર બાળકો ઉભ રહી આવતા જતા રાહદારીઓને ઉભા રાખી હોળીનો પૈસો લેતા નજરે પડ્યા હતા. ઉમરેઠમાં વર્ષો થી ચાલતી સદર પરંપરાને સમર્થન કરતા ધુળેટીના દિવસે બાળકોને મોહલ્લે મોહલ્લે પોળે પોળે લોકો પાંચ દશ રૂપિયા આપતા હોય છે. આ પૈસા ભેગા કરી બાળકો સાંજના સમયે મિજબાની કરતા હોય છે. નગરના કાછીયાવાડ વિસ્તારમાં ટામેટા થી હોળી રમવામાં આવી હતી લોકો એક બીજા પર ટામેટા નાખી ને હોળી રમ્યા હતા અને ટીપ્પણી પણ કરી હતી કે ટામેટાના ભાવ નથી આવ્યા એટલે તેનો હોળી રમવા ઉપયોગ કરી દીધો એકંદરે ઉમરેઠમાં ઉત્સાહ અને ભક્તિ સાથે ધુળેટી પર્વ ઉજવાયો હતો.
જવાની તો જવાની પણ મોજ કરવાની..!
holi02.jpg
ઉમરેઠમાં ધુળેટી પર્વ નાના બાળકો અને યુવાનો એજ નહી વયસ્ક લોકોએ પણ ઉત્સાહભેર ઉજવી હતી. નગરના કેટલાક વિસ્તારમાં સિનિયર સિટીઝનો અબિલ ગુલાલ થી લથબથ થયેલા નજરે પડ્યા હતા. સદર સિનિયર સિટીઝનો દ્વારા ધુળેટીના પર્વને એક બીજા સાથે મનાવ્યો હતો અને સંદેશો આપ્યો હતો કે જવાની તો જવાની જ પણ મોજ તો કરવાની.

જમીન રેકર્ડમાં અન્ય વ્યક્તિનું નામ દાખલ થતા.. ઉમરેઠ મામલતદાર ઓફિસમાં આત્મવિલોપનની હમિદપુરાના ખેડુતની ચિમકી..!


k01.jpg
ઉમરેઠ તાલુકાના હમીદપુરાના ખેડુતની જમીનના રેવન્યુ રેકર્ડ મા મુળ માલીકનુ નામ કમી કરી અન્ય ઇસમનું નામ ઉમરેઠ મામલતદાર કચેરી ધ્વારા દાખલ કરી દેવાતા હમીદપુરા ના ખેડુત સાત દીવસ મા ન્યાય નહી મળે તો ઉમરેઠ મામલતદાર કચેરી સામે આત્મવિલોપન  કરવાની ચીમકી ઉચ્ચારતુ આવેદન પત્ર આપ્યુ છે.વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ ઉમરેઠ તાલુકાના હમીદપુરા ગામ ના અંબાલાલ શનાભાઈ પટેલ ના વારસો મધુકાન્તાબેન અંબાલાલ પટેલની દીકરી તે શીવાભાઇ ચતુરભાઈ ની પત્ની ના વારસો સુર્યકાન્તભાઇ શીવાભાઇ પટેલએ ઉમરેઠ મામલતદાર  કચેરીમા રજુઆત  કરી હતી કે હમીદપુરાની રે.સ.નં ૨૩૧/૨ ની તકરારી જમીન મા ફે.નોધ નં.૩૯૯૨ પ્રમાણીત કરી અન્ય ઇસમ નુ નામ દાખલ કયું છે. આ પુર્વ ફે.નોધ ૩૭૨૬ જે તે ૧૮.૧૦.૨૦૧૪ના રોજ પ્રમાણીત કરેલ જેમા ફે.નોધ ૩૬૬૩ ની અસર આપવી અને વીલ ની ફેરફાર નોધ ૨૫૮૮ની ખોટી અસર અપાયેલ છે જેની અસર ને દુર કરી મુળ કબ્જેદાર નુ નામ અંબાલાલ શનાભાઈ બીન રણછોડભાઇ નકલમા આવી ગયેલ છે તા ૨૫.૧૦.૨૦૧૪ના સુધારા હુકમ ક્ષતી/વંશી/૭૩/૧૭ ફે.નોધ.નં ૩૭૨૬ તા.૧૮.૧૦.૨૦૧૪-૧૮ના રોજ પ્રમાણીત  થયેલ એટલે બે વર્ષ ના સમય મા હુકમ કેવી રીતે બદલાઇ ગયો તથા અગાઉ નાયબ કલેકટરે અપીલ નં ૫૩૩/૨૦૧૪ મિ હુકમ કરેલ કે હરીભાઇ શનાભાઈ પટેલ ના ભાગે જમીન વહેચણી ના આધારે આવેલ હોવાનુ જણાઇ આવેલ નથી જેથી ફે.નોધ ૩૮૨૫ તા ૧૫.૧૦.૨૦૧૫ના રોજ પ્રમાણીત કરેલ અને સઘળી હકીકતો ની રજુઆત ઉમરેઠ મામલતદાર ને કરેલ પરંતુ ભ્રષ્ટાચાર મા ઙુબેલ ઉમરેઠ મામલતદાર કચેરી એ અમારુ સાંભળ્યું ન હતુ આથી અમારે આજે ઉમરેઠ મામલતદાર ની ગાઙી રસ્તો રોકી ને ઉમરેઠ મામલતદાર હાય  હાય ના સુત્રોચાર સાથે ઉમરેઠ મામલતદાર સાત દીવસ મા અમારી જમીન કરવા નો હુકમ નહી કરેે તો અમે સહકુટુમ્બ ઉમરેેેેઠ મામલતદાર કચેરી મા આત્મવિલોપન કરીશુ એવુ લેખીત આવેદનપત્ર આપ્યું હતું.

ઉમરેઠ પંચવટી વિસ્તારમાં ભક્તો હોળીના અંગારા પર ચાલ્યા…!


ઉમરેઠના પંચવટી વિસ્તારમાં દર વર્ષ ની જેમ આ વર્ષે હોલીકા દહન બાદ શ્રધ્ધાળુંઓ દ્વારા અંગારા ઉપર ચાલવાની પરંપરા નિભાવી હતી. આ અલૌકિક દ્રશ્ય જોવા   મોટી સંખ્યા માં ભક્તો ઉમટી પડ્યા હતા અને જય રણછોડ  માખણચોર ના નાદ થી વાતાવરણ ગુજી ઉઠ્યુ હતુ.

ઉમરેઠની ચોકસીની પોળના ગોપાલલાલજી મંદિરમાં કોપરાની હોળી પ્રગટાવી.


કોપરાની હોળીનું અનેરું ધાર્મિક મહત્વ

આણંદ જિલ્લાનું ઐતિહાસીક ઉમરેઠ નગર અનેક ધાર્મિક કારણોસર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર સ્થાન છે. જગવિખ્યાત ૧૯ કવચનો હવન ઉમરેઠના વારાહીમાતાના સાનિધ્યમાં થાય છે. ઉમરેઠમાં રાજા રણછોડના પગલા પણ આવેલા છે તેમજ ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં આવેલ વડતાલતાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરનો દસ્તાવેજ ખુદ ભગવાન શ્રી સ્મામિનારાયણના નામે છે. આવી ધાર્મિક ભૂમિ પર નગરની ચોકસીની પોળ ખાતે આવેલ દોઢસો વર્ષ જૂના ગોપલલાલજી મંદિરમાં ભગવાન સમક્ષ પરંપરાગત રીતે કોપરાની હોળી પ્રગટાવવામાં આવે છે. સદર હોળીમાં કોપરાની કાચલીઓ મુકી તેને પ્રગટાવવામાં આવે છે. હોળી પ્રાગટ્ય બાદ ચોકસીની પોળની મહિલાઓ બાળકો સહીત પૂરુષો હોળીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે. હોળી પ્રગટે ત્યારે ચોકસીની પોળની મહિલાઓ હોળીના ગીતો ગાઈ પોતાની ભક્તિ અને ઉત્સાહ પ્રગટ કરે છે. હોળી પ્રગટાવ્યા બાદ મંદિરમાં આરતી પુજા વિધિ પણ કરવામાં આવે છે. ઉમરેઠમાં સદર ચોકસીની પોળમાં બિરાજમાજ ગોપાલલાલજી મંદિરના ઠાકોર અને ઠકરાણી સમક્ષ પ્રગટાવવામાં આવતી કોપરા હોળી સમાજના તમામ લોકો અનુસરે તે સમયની માંગ છે.

ધાર્મિક પરંપરા સાથે વાતાવરણની પણ જાળવણી થાય છે. – હેમંત ચોકસી

ચોકસીની પોળના હેમંત ચોકસીએ જણાવ્યું હતુ કે, કોપરાની કાચલી થી હોળી પ્રગટાવવાની પરંપરાને કારણે ધાર્મિક પરંપરા તો સચવાય છે જે સાથે સાથે લાકડાનો બચાવ થાય છે અને વાતાવરણ પણ સચવાય છે. જો બધા લોકો લાકડાની જગ્યાએ આવી પરંપરાગત હોળી પ્રગટાવે તો તેઓની ધાર્મિક પરંપરા અને વાતાવરણ બંન્ને સચવાય.

પૂરુષોના નામે જ કોપરા અર્પણ કરાય છે. – મીનાબેન ચોકસી

ચોકસીની પોળના મીનાબેન ચોકસીએ જનાવ્યું હતું કે, કોપરા થી પ્રગટાવવામાં આવતીમાં કોપરાની કાચલીઓ ઘરમાં જેટલા પુરૂષો હોય તેટલીજ આપવામાં આવે છે. તેઓએ ઉમેર્યું હતુ કે તેમના ઘરમાં બે પૂરુષો છે જેથી તેઓ પોતાના ઘર તરફ થી માત્ર બે જ કોપરાની કાચલી હોળી પ્રગટાવવા આપી શકે છે. આ પરંપરા વર્ષો થી ચાલી આવે છે.

%d bloggers like this: