આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: February 2020

ઉમરેઠમા હોલી રસીયા ફૂલફાગ મહોત્સવ ઉજવાયો.


જગદગુરુ વૈષ્ણવાચાર્ય પંચમ પીઠાધીશ્વર ગો. ૧૦૮ શ્રી વલ્લભાચાર્યજી મહારાજશ્રી ના ૪૮ માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે “પુષ્ટિ મહામંગલ મહોત્સવ ” અંતર્ગત આજે ભવ્ય સામૈયામાં ફૂલ – ફાગ મનોરથ (હોળી કે રસિયા ) ની ભવ્ય ઉજવણી કરાઇ હતી જેમા મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા અને આ દિવ્ય અવસર નો લાહ્વો લીધો હતો.

 

જગદગુરૂ વૈષ્ણવાચાર્ય પંચમ પીઠાધીશ્વર ગો.૧૦૮ શ્રી વલ્લભાચાર્યજી મહારાજશ્રી (કામવન)ના પ્રાગટ્ય પર્વે – ઉમરેઠ ખાતે પુષ્ટી-મહામંગલ મહોત્સવ-૨૦૨૦ની ઉજવણી કરવામાં આવશે.


Copy of mahamangal

શ્રી વલ્લભ વિઠ્લ રઘુનાથના પ્રાણપ્રેષ્ઠ પંચમનિધી રાસરાસેશ્વર રાસનાયક શ્રી ગોકુંલચંન્દ્રમાંજી પ્રભુના અનુગ્રહ થી આહિતાગ્ની ગો.શ્રી દેવકીનંદનજી મહોદયશ્રીની અધ્યક્ષતામાં તથા ચિ.ગો.શ્રી વિઠ્ઠલનાથજી બાવાશ્રીના સાનિધ્યમાં જગદગુરૂ વૈષ્ણવાચાર્ય પંચમ પીઠાધીશ્વર ગો.૧૦૮ શ્રી વલ્લભાચાર્યજી મહારાજશ્રી (કામવન) ના ૪૮માં પ્રાગટ્યદિન ની ઉપલક્ષમાં ઉમરેઠ ખાતે પુષ્ટી મહામંગલ મહોત્સવ-૨૦૨૦ તા.૨૩.૨.૨૦૨૦ થી તા.૨૫.૨.૨૦૨૦ સુધી ભક્તિભેર ઉજવણી કરવામાં આવશે. પુષ્ટી મહામંગલ મહોત્સવ-૨૦૨૦ મહોત્સવ અંતર્ગત તા.૨૩.૨.૨૦૨૦ ને રવીવારના રોજ સાંજે ૪ કલાકે સામૈયું યોજાશે જેમાં જગદગુરૂ વૈષ્ણવાચાર્ય પંચમ પીઠાધીશ્વર ગો.૧૦૮ શ્રી વલ્લભાચાર્યજી મહારાજશ્રી (કામવન) ઉમરેઠ ખાતે પધારશે અને વડા બજાર થી સામૈયું નિકળશે જે ચંદબાવાજીના મંદિરે પહોંચશે. સાંજે ૬.૩૦ કલાકે રેટિયાપોળ ખાતે શ્રી ચંદબાવા પુષ્પવિતાનમાં બિરાજશે અને ફુલફાગ હોલી ખેલ રસીયાના દિવ્ય દર્શનનો વૈષ્ણવોને લાભ મળશે. તા.૨૪.૨.૨૦૨૦ને સોમવારના રોજ સવારે ૧૧ કલાકે મગનલાલજી મંદિર ખાતે  નંદ મહોત્સવ તેમજ સાંજે ૬ કલાકે શ્રી ચંદબાવાશ્રીના મંદિરમાં  વિવાહખેલ ના દિવ્ય દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૨૫.૨.૨૦૨૦ના રોજ મહા મંગલ દિવસ તરીકે ઉજવવામાં આવશે આ દિવ્ય દિવસે શ્રી ચંદબાવા, શ્રી બાલકૃષ્ણલાલજી, તથા શ્રી ગોવર્ધનનાથજી એક સાથે મોટા મંદિરમાં બિરાજમાન થશે જે દિવ્ય દર્શનનો સવારે ૯ કલાકે વૈષ્ણવોને લાહ્વો મળશે. સવારે ૧૧.૩૦ કલાકે જગદગુરૂ વૈષ્ણવાચાર્ય પંચમ પીઠાધીશ્વર ગો.૧૦૮ શ્રી વલ્લભાચાર્યજી મહારાજશ્રી (કામવન)ના પ્રાગટ્ય દિવસે વૈદિક મંત્રોચ્ચાર સાથે માર્કેંડય પુજા તેમજ સાંજે ૬.૩૦ કલાકે કેસર સ્નાન ના દર્શનનું આયોજન સાત સ્વરૂપની હવેલી ખાતે કરવામાં આવ્યું છે બપોરે ૪ કલાકે છપ્પનભોગ (બડોમનોરથ) મોટા મંદિર ખાતે તેમજ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે.

mahamangal

ઉમરેઠ તા.પં ના જુ.એન્જીનીયરની આખરે બદલી


ઉમરેઠ તાલુકા પંચાયત હેઠળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારશ્રી દવારા ફાળવવામાં આવતી  વિવિધ ગ્રાંટોની રકમોમાંથી કરવામાં આવતા રોડ, ટાંકી,સહિત અનેક વિકાસના કામોમાં જુ.એન્જીનીયર આર.કે પટેલ આડખીલી ઉભી કરી કમિશન કટકી લેવા વાંધા વચકા કરતા હોવાની તેમજ સરપંચો તેમજ, રજૂઆતો કરવા આવતા ગ્રામીણો સામે તુમાખીભર્યું વલણ કરતા હોવાની તેમજ ફરજમાં બેદરકારી રાખતા હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે તાજેતરમાં ખોરવાડમાં બની રહેલ રસ્તાના મામલે તેમજ બાજીપુરાના કામો બાબતે ચર્ચામાં હતા, તેવામાં ભાટપુરાના બદલે ઉમરેઠ નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે હવાડો બાંધવાના મામલામાં તેમજ થામણાના વિકાસ કામોના એસ્ટીમેટ મામલે ખુબ વગોવાયેલા આર.કે ની ”ઉપર” સુધી ફરિયાદો જતા આખરે તેમની માર્ગ અને મકાન વિભાગ પંચાયત શાખા માં કરી દેવાઈ હોવાના સત્તાવાર  સમાચાર સાંપડ્યા છે,તેઓની સાથે આંકલાવના જે.બી પટેલ, તેમજ સોજીત્રાના એમ.એમ.ઠક્કરની પણ બદલી કરવામાં આવી હોવાની વિગતો સાંપડી છે.જોકે અન્ય જુ.એન્જીનીયર સ્થાનિક કોન્ટ્રાક્ટરને નાના પુરા પડી ભાગીદારીમાં ધંધો કરી રહયાની  વિસ્તારના જાગૃત ગ્રામીણોની ફરિયાદ છે આ બાબતે ઉચ્ચકક્ષાએથી  જીણવટભરી તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવે તેમ છે 

પરવટા તાલુકાપંચાયના શૌચાલય માં જ દેશી દારૂની પોટલીઓના ઢગલા


20200219_130136

20200219_130105નિર્મળ ગ્રામપંચાયત કે સ્વછતા અભિયાનના કે વ્યહાનમુક્તિના તેમજ દારૂ નિષેધ ના કાર્યક્રમો ગમેતેટલા થતા હોય કે આ માટે રાજ્ય સરકાર પંચાયતો ને ગમે તેટલી આર્થિક સહાય પુરી પાડે પરંતુ કેટલાક ગામડાઓમાં આવી ગ્રામ્ય જીવનનું સ્તર ઉંચુ લઇ જવાની પ્રવૃત્તિ તરફ દુર્લક્ષ જ સેવવામાં આવી રહ્યું છે,આવા ગામોમાં સરપંચ કે તલાટી પોતાની જવાબદારીથી વિમુખ બની જતા હોય છે તો આવા ગામોમાં જિલ્લા કે તાલુકાકક્ષાએથી કોઈ ચેકીંગ હાથ નહીં ધરાતા યોજના હેઠળ ફાળવાતા નાણાં ચાઉં થઇ જતા હોવાની સમય સમય ઉપર બૂમો સંભળાતી હોય છે.  આવો બેદરકારી દાખવતો કિસ્સો ઉમરેઠ તાલુકાના પરવટા ગામે  ઉજાગર થવા પામી છે અહીં ખુદ ગ્રામપંચાયતનું શૌચાલય દેશી દારૂની મિજબાની માણવાનું સુરક્ષિત સ્થાન બની ગયું છે, પંચાયત ભવનમાં બનાવવામાં આવેલ બન્ને શૌચાલયમાં વપરાયેલ દેશી દારૂની અઢળક પોટલીઓના ઢગ   જોવા મળતા સરપંચ તેમજ તલાટીની કામગીરી ઉપર સવાલ ઉઠી રહયા છે, વળી આવીજ પરિસ્થિતિમાં શૌચાલયનો  ઉપયોગ થતો  હોવાથી તલાટીની ઓફિસની બારી જ્યા પડે તેજ સ્થળે થી દિવસભર અસહ્ય દુર્ઘન્ધ આવી રહી છે તેથી  વિવિધ કામો માટે આવતા ગ્રામજનો જેમાં મહિલાઓ અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે તેમને મોઢે રૂમાલ ઢાંકી ને ઉભા રહેવાની ફરજ પડી રહી છે આમ નડીઆદ ઉમરેઠ હાઇવે ને અડીને આવેલ  પરવટા ગ્રામપંચાયતમાં નિર્મળગ્રામ પંચાયતનું જ સુરસુરિયું થતું જોવા મળી રહ્યું છે તેમજ અહીં દારૂ નિષેદ કાયદાનું પણ સરેઆમ ઉલ્લંઘન થતા ઉમરેઠ પોલીસ ”હપ્તા” લેતી હોવાના ગંભીર આક્ષેપો જાગૃત ગ્રામજનો કરી રહયા છે ત્યારે આ બન્ને બાબતે તાલુકા કે જીલ્લા કક્ષાએથી તુરંત કાર્યવાહી કરવામાં આવેતેવી ગ્રામજનોની માંગ છે 

Phone Pe થી #HPGAS સિલેન્ડર બુક કરો.


ઉમરેઠમાં શિવરાત્રી પર્વની ભક્તિભેર ઉજવણી.


પંચવટી કામનાથ મહાદેવ દ્વારા ભજનનું આયોજન 

shivratri01

જાગનાથ મહાદેવ તેમજ શ્રી ચંન્દ્રમુળેશ્વર મહાદેવના ભોલેનાથે નગરયાત્રા કરી.

shivratri02shivratri03shivratri04

shivratri06ઉમરેઠ નગરમાં શિવરાત્રી પર્વની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી હતી. નગરના પંચવટી વિસ્તારમાં આવેલ કામનાથ મહાદેવ દ્વારા શિવરાત્રીની પૂર્વ સંધ્યાએ વટાવ ભજન મંડળનું ભજન બેસાડવામાં આવ્યું હતુ, જેમાં ભજન મંડળી દ્વારા શિવ સહીત કૃષ્ણ તેમજ સાંઈબાબાની વેશભૂષા કરવામાં આવી હતી. ભજનનો લાહ્વો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. બીજી બાજૂ ચંન્દ્રમુળેશ્વર મહાદેવને રોશનીથી સજાવવામાં આવ્યું હતું.  શિવરાત્રી પર્વને અનુલક્ષી સવાર થી જ મહાદેવમાં મોટી સંખ્યામાં ભક્તોનો ઘસારો થયો હતો. સાંજના સમયે શ્રી ચંન્દ્રમુળેશ્વર મહાદેવના ભોલેનાથ ની નગરયાત્રા પરંપરાગત રીતે નિકળી હતી સ્વયંમ મહાદેવ સામે ચાલીને આવતા ભક્તોએ દિવ્ય દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

shivratri05

 ઉમરેઠના જાગનાથ મહાદેવમાં શિવરાત્રી પર્વ ધામધૂમ થી ઉજવવામાં આવ્ય હતો. શિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખી જાગનાથ મહાદેવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને મહાદેવજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.  જાગનાથ મહાદેવ માંથી પણ સાંજે શોભાયાત્રા નિકળી હતી જેમાં શિવજી સહીત ની વિવિધ વેશભૂષા સાથે ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા.  નગરના કુબેર ભંડારી મહાદેવમાં પણ શિવરાત્રીને અનુલક્ષીને ધાર્મિક આયોજન કરવામાં આવ્યા હ્તા. કુબેર ભંડારી મહાદેવમાં પણ ભોલેનાથના દર્શનાર્થે ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. નગરના બ્રહ્મકુમારી કેન્દ્ર ખાતે શિવરાત્રી પર્વને અનુલક્ષીને દર્શનાર્થે ઘસારો રહ્યો હતો. નગરના વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રીજીને મહાદેવના રૂપમાં વાઘા ધરાવવામાં આવ્યા હતા આ દિવ્ય દર્શનનો લાભ લઈ હરિભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો. 

%d bloggers like this: