આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: May 2019

ઉમરેઠ – શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલયનું ૯૫.૨૩% પરિણામ


અખિલ ભારતીય શિક્ષાસંસ્થાન વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી વિદ્યાલય,ઉમરેઠનું માર્ચ-૨૦૧૯માં ધો.૧૦નું ૯૫.૨૩% સાથે શ્રેષ્ઠ પરિણામ આવેલ છે. આ વર્ષે લેવાયેલ ધો.10ની બોર્ડની પરીક્ષામાં સરસ્વતી સ્કૂલના દીપ અશ્વિનભાઈ ડાભી  કેન્દ્રમાં પ્રથમ ૯૩.૯૩% -૯૯.૯૯ પી.આર બીજા ક્રમે દીપ કમલેશભાઈ પટેલ ૯૦.૭૫%- ૯૯.૪૫ પી.આર.તેમજ સ્નેહ મિતેશભાઈ સુથાર ૮૭.૩૩ – ૯૮.૬૧ પી.આર મેળવી શાળા તેમજ ઉમરેઠનું નામ રોશન કર્યું છે વિદ્યાલય પરિવાર તરફથી શ્રેષ્ઠ પરિણામ લાવવા બદલ ઉપરોક્ત વિદ્યાર્થીઓને અભિનંદ પાઠવવામાં આવ્યા હતા.

પ્રતાપપુરા – મહીસાગર નદીમાં ડુબી રહેલા બાળકને બચાવવા જતા ત્રણ મહિલા સહીત બાળકનું મોત


mahisagar

ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા ગામે લગ્ન પ્રસંગે આવેલ ત્રણ મહીલાઓ સહીત એક બાળકનું નદીમાં ડુબવા થી મોત થતા સદર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. પ્રાપ્ત માહીતી મુજબ એક બાળક ગરમીને કારણે નદીમાં નાહ્વા પડ્યો હતો જે ડુબતો દેખાતા તેને બચાવવા માટે ચાર મહીલાઓ નદીમાં ગઈ હતી જેઓ પણ બાળકને બચાવવા જતા ત્રણ મહીલાઓના ડુબી જતા મોત નિપજ્યું હતુ જ્યારે એક મહીલા ઉમરેઠની હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની ખબર પ્રાપ્ત થઈ રહી છે.

pratappura01pratappura02

ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા ગામે આવેલ મહીસાગરનો કાંઠો આમ તો ખનન માફીયાની સક્રીયતાને કારણે હંમેશા ચર્ચામાં રહે છે ઉપરાંત નદીના પટમાં બેફામ ખોદકામ થી થયેલા ખાડામાં નદીમાં નાહ્વા જતા લોકોને મોત ભરખી ગયું હોત તેવા બનાવો પણ ભૂતકાળમાં  બન્યા છે ત્યારે આજે પૂનઃ મહીસાગરના પટમાં નાહ્વા ગયેલા એક બાળક સહીત ત્રણ મહીલાનું મોત નીપજતા સદર વિસ્તારમાં ગમગીની વ્યાપી હતી. પ્રાપ્ત માહિતી મુજબ તાલુકા મથક ઉમરેઠના છેવાડાના કોતર વિસ્તારમાં પ્રતાપપુરા ગામમાં રહેતા રમેશભાઈ રતનસિંહના પુત્ર રાજેન્દ્રસિંહના લગ્ન હોઈ ભાઈના લગ્નમાં મહાલવા મોરબી પરણાવેલી સગી બહેન કિરણબા રણવીરસિંહ ઝાલા સહિત સગા સબંધીઓ વરરાજાના આંગણે આવ્યા હતા. ગઈકાલે ભોજન સમારંભ હતો અને આજે ભાઈની જાન ઠાસરા તાલુકાના ભૈડવા ગામે જવાની હોઈ તૈયારીઓ ચાલી રહી હતી,દરમ્યાન ઘર નજીક કોતરોમાંથી પસાર થતી  મહીસાગર નદીમાં પાંચ મહિલા અને એક નાનો છોકરો નાહવા ગયા હતા, દરમ્યાન ઉપેન્દ્ર ઉર્ફે ભીખાભાઇ વિજયભાઈ ચાવડા ઉ.વ.૧૨ પાણીમાં ડૂબવા લાગતા તેને બચાવવા જતા એક પછી એક ત્રણ મહિલા મધુબેન દીપભાઈ ખોડાભાઈ ચાવડા ઉ.વ.૫૦, રહે દાનિયાની મુવાડી, ચતુરબેન મોહનસિંહ પ્રતાપસિંહ પરમાર ઉ.વ.50 રહે,સરદારપુરા,રાણીયા,તા,ઠાસરા ,તેમજ સગી બહેન કિરણબા રણવીરસિંહ ઝાલા ઉ.વ.32,રહે રવાપૂરા,મોરબી ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતા તમામ કરુણ મોતને ભેટ્યા હતા,જ્યારે પાંચમી મહિલાએ બુમાબુમ કરતા આજુબાજુથી દોડી આવેલા ગ્રામજનોએ બચાવી લીધી હતી જેની  ઓડની સરકારી દવાખાનામાં સારવાર કરાઈ રહી છે,આ અંગે જાણ થતા ખંભોળજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પરાક્રમસિંહ પરમાર અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તમામ લાશોને ઓડ મુકામે આવેલ સરકારી દવાખાનામાં પોસમોર્ટમ કરવા મોકલી આપી હતી.

ખાણ ખનીજ માફિયાઓએ મહીસાગરમાં ડ્રિલિંગ કરી  ઠેરઠેર ઊંડા ખાડા કરી દેતા અકસ્માતો વધી પડ્યા. 
pratappura3.png
ઉમરેઠ તાલુકાના કાઠાગાળાના આગેવાન કનુભાઈ  ચૌહાણે  રોષપૂર્વક જણાવ્યું હતું કે મહીસાગરના પેટાળમાંથી રેતી કપચી કાઢવા ખનીજ માફિયા ગેરકાયદેસર ડ્રિલિંગ કરી ઠેર ઠેર ઊંડા ખાડા પાડી દીધા છે જે પાણીના કારણે જણાતા નથી અને આ કારણે અમારા વિસ્તારમાં વારંવાર ડૂબી જવાથી મૃત્યુ થવાના કારણો બની રહયા છે,આ બાબતે અનેક વખત સરકારમાં ફરિયાદ કરી છે પરંતુ એકલદોકલ નાના કેસો કરી ખનીજ માફિયાઓ સામે આંખ આડા કાન કરવામાં આવી રહયા છે, ગરીબ ગ્રામીણ પ્રજાના જીવની જાણે  કોઈ કિંમત જ નથી તેમ સરકારી બાબુઓ વર્તી રહયા છે 

ઉમરેઠ – આશીપુરા પાસે ટ્રક પલ્ટી મારી – બે ના મોત


કારને બચાવવા જતા ટ્રક ચાલકે કાબુ ગુમાવત ટ્રક પલ્ટી મારી અને ટ્રકમાં આગ લાગતા બે વ્યક્તિના મોત.

12

ઉમરેઠ આણંદ માર્ગ પર પસાર થતી એક ટ્રક પલ્ટી ખાઈ જતા ટ્રકે આગ પકડી હતી જેમાં ટ્રકમાં સવાર બે વ્યક્તિઓને ટ્રકની બહાર આવવાનો સમય ન મળતા આગમાં ભડથું થઈ ગયા હતા વધુમાં પ્રાપ્ત માહિતિ મુજબ આણંદ થી ઉમરેઠ તરફ આવતી ટ્રક નંબર -આર.જે.૧૪. જીસી. ૬૯૦૮એ અચાનક ટ્રક પર થી કાબુ ગુમાવ્યો હતો તેવામાં સામે થી આવતી ઈનોવા કારને બચાવવા જતા ટ્રક રસ્તાની બાજૂમાં કરવા જતા ધડાકાભેર પલ્ટી મારી હતી અને ટ્રકે આગ ઝડપી લીધી હતી, આગ લાગતા ટ્રકમાં સવાર બે વ્યક્તિઓને ટ્રકની બહાર નિકળવાનો સમય ન મળતા તેઓ આગમાં બળી ગયા હતા રસ્તે પસાર થતા લોકોએ ફાયર બ્રિગેડને ફોન કરતા તાબળતોબ ડાકોર અને ઉમરેઠથી આવેલ ફાયર બ્રીગેડે ટ્રકમાં આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ બે લોકોનો જીવ બચાવી શક્યા ન હતા આ અંગે ઉમરેઠ પોલીસને જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા બાદ તપાસ શરૂ કરી હતી અને ટ્રાફિક હળવો કર્યો હતો. 

શ્રીનાથજી ધ્વજાજી આરોહણ મહોત્સવ અંતર્ગત ઉમરેઠના શ્રી ગીરીરાજધામ ખાતે મંડપ સ્થંભ પુજન વિધિ યોજાઈ.


GIRI011.jpg

તિલકાયત ગો.૧૦૮ શ્રી ઈન્દ્રદમનજી મહારાજશ્રીની આજ્ઞાથી જગદગુરૂઈ વૈષ્ણવાચાર્ય પંચમ પીઠાધીશ્વર ગો.૧૦૮ શ્રી વલ્લભાચાર્યજી મહારાજશ્રી (કામવન)ના મનોરથ સ્વરૂપે આહિતાગ્ની ગો.શ્રી દેવકીનંદજી મહોદયશ્રીની અધ્યક્ષતા તથા ચિ.ગો.શ્રી વિઠ્ઠલનાથજી બાવાશ્રીના સાનીધ્યમાં ખડાયતા જ્ઞાતિ રત્ન જયંતિલાલ જે.કાચવાળા પરિવારના યજમાન પદે ઉમરેઠના શ્રી ગીરીરાજધામ ખાતે શ્રી શ્રીનાથજી ધ્વજાજી આરોહન મહોત્વસની ઉજવની તા.૫ જૂન થી ૮ જૂન સુધી યોજાશે જેના ભાગરૂપે આજે આહિતાગ્ની ગો.શ્રી દેવકીનંદજી મહોદયશ્રીની ઉપસ્થીતીમાં મંડપ સ્થંભ પુજન વિધ કરવામાં આવી હતી. આ પ્રસંગે યજમાન જયંતિલાલ જે કાચવાળા સહીત  શ્રીનાથજી ધ્વજાજી આરોહણ મહોત્સવની વિવિધ કમિટીના સભ્યો વિશેષ હાજર રહ્યા હતા. શ્રીનાથજી ધ્વજાજી આરોહન મહોત્સવ અંતર્ગત શ્રીનાથજી મહાત્મય કથા સહીત વિવિધ ધાર્મિક આયોજન તા.૫ જૂન થી ૮ જૂન સુધી રાખવામાં આવેલ છે જેનો લાભ લેવા માટે યજમાન પરિવાર સહીત શ્રી ગીરીરાજધામની કમીટી દ્વારા સમગ્ર વૈષ્ણવ સંપ્રદાયન ને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 

GIRI3GIRI4

GIRIRAJ2.jpg

મધ્ય ગુજરાતનો 18 વર્ષનો ગુજ્જુ યુવક  યુ. એસ ઇન્ટરનેશનલ પાયલટ બન્યો 


વિપરીત પરિસ્થિતિને સાનુકૂળ બનાવી  નામ મુજબ જીવન સાર્થક કરી બતાવ્યું 

IMG-20190515-WA0129નાનપણમાં જો અચાનક કોઈ ઘેરો ઘુરરરરાટી ભર્યો અવાજ કાને અથડાય તો તરત નજર ઉપર આકાશ તરફ જાય અને આંખો વિમાનને શોધવા લાગે,અને વિમાન આંખોથી ઓઝલના થાય ત્યાં સુધી એ ચળકતા ટીનના યંત્રને જોતા રહીએ ને સ્વપ્નમાં ખોવાઈ જઈએ,વિશાળ ગગનમાં પંખી બની ઉડવાના ઓરતા કોનેના હોય ? ચરોતરના ઉંબરા તરીકે જાણીતા ઉમરેઠ જેવા નાના નગરથી નીકળેલો હજુ માંડમૂછનો દોરો ફૂટ્યો છે તેવો માત્ર અઢાર વર્ષનો છોકરો આજે અમેરિકા સહિત યુરોપિયન દેશની માન્યતા પ્રાપ્ત FAA  ઇન્ટરનેશનલ પાયલટનું લાયસન્સ મેળવી પોતાના સ્વપ્નના આકાશમાં ઉડાન ભરી રહ્યો છે,સાર્થકના પરિશ્રમ અને પ્રારબ્ધની આ કહાનીમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા,પરંતુ મજબૂત નિર્ણય શક્તિએ આખરે ધારેલો ગોલ પૂરો કર્યો,તે સાથે 12માં ધોરણ પછી સફળ જીવન માટે કઈ લાઈન લેવી તે સમસ્યાથી ઝૂઝતા યુવાનો માટે ઉમદા દાખલો બનેલા સાર્થક ગોસ્વામીએ પરિવાર તેમજ વતન ઉમરેઠ સહિત સમગ્ર આણંદ જિલ્લાનું નામ રોશન કર્યું છે. સાર્થક એનું નામ અને નામ પ્રમાણે જ પોતે ધારેલું લક્ષ્યાંક પૂરું કર્યું, સાર્થકને નાનપણ થી જ કાર અને વિમાનના રમકડાંનો શોખ હતો,પ્રથમથી અંગ્રેજી માધ્યમમાં ભણી રહેલા સાર્થકની કુંડળીમાં પણ વિદેશ યોગ લખેલો હતો અને જાણે વિધાતાના સંકેત એ તરફ ખેંચી રહયા હતા.જ્યારે તે પંદર વર્ષનો હતો ત્યારે પ્રથમ વખત હવાઈ સફર કરી અને આ સફરે જ તેની જિંદગીને નવો આયામ આપ્યો, સારસા ગામની સત કૈવલ હાઈસ્કુલમાં કોમર્સની પરીક્ષા આપી હવાઈમાર્ગે મોસાળ ગયેલ સાર્થકે પાયલોટ તરીકે કેરિયર બનાવવાની વાત પરિવાર સામે મૂકી,તે વખતે વિમાનની સફરની અસર હોવાનું જણાતા પરિવારે વાતને ગંભીરતાથી લીધી નહીં, કેમકે એવિએશન ફિલ્ડમાં જવા સાયન્સ લાઈન જોઈએ,અને દીકરાએ  કંપની સેક્રેટરી બનવા કોમર્સ લાઈન પસંદ કરી હતી,અને એવિએશન ફિલ્ડમાં જવું હોય તો સાયન્સ સબ્જેક્ટ ફરજીયાત જોઈએ,પરંતુ પાયલોટ જ બનવાના મક્કમ નિર્ધાર સાથે એક વર્ષ નો ડ્રોપ મૂકી ફરીથી સાયન્સ લાઈન જોઈન કરી અને ગગનવિહારનું પાયલટ બનવાનું સ્વપ્ન સાકાર કરવા મચી પડેલા કિશોરે આખરે ધો.12 સાયન્સનો અભ્યાસક્રમ ઉત્તમ માર્ક સાથે પૂર્ણ કરી,અમેરિકાની વાટ પકડી, પરંતુ રાહ આસાન હીટ મંજીલ અહીં થી વધુ કઠિન હતી,કેમકે યુ.એસમાં કોઈ સગુવહાલુ ત્યાં રાખવા હતું નહીં, અમદાવાદ એરપોર્ટ થી કતાર ઇન્ટરનેશનલ એરલાઇનમાં જ્યારે તે બેઠો ત્યારે તેની ઉંમર માત્ર 18વર્ષ અને 4 માસની હતી,અનેક તકલીફો અને સતત સંઘર્ષ અને નાની મોટી નોકરી કરી જાત મહેનતની કમાણીથી આખરે અમેરિકામાં આણંદ જિલ્લાનો સૌથી નાની ઉંમરનો સાર્થક ગોસ્વામીએ ઇન્ટરનેશનલ પાયલટ બની પરિવાર અને ઉમરેઠનું નામ રોશન કર્યું   

વધાઇ…વધાઇ…વધાઇ…


મનોરથી – જયંતીલાલ જેઠાલાલ કાચવાળા પરિવાર

ઉમરેઠમાં મહાપ્રભુજી પ્રાગટ્ય પર્વ ઉજવાયો.


ઉમરેઠમાં મહાપ્રભુજી પ્રાગટ્ય પર્વની ઉજવણી નગરની સટાકપોળના વૈષ્ણવો દ્વારા ઉજવવામાં આવ્યો હતો. શ્રી મહાપ્રભુજી પ્રાગટ્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ગતરાત્રીના ઉમરેઠની સટાકપોળ ખાતે કિર્તન કરવામાં આવ્યું હતુ જ્યારે આજે સવારે નગરમાં પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા. મહાપ્રભુજી પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી અંતર્ગત સટાક પોળ ખાતે થી શ્રી મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા. શોભાયાત્રા નગરના વિવિધ વિસ્તારમાં ફરી હતી જેને ઠેર ઠેર આવકાર મળ્યો હતો અંતે નગરના વૈષ્ણવ મંદિરમાં શોભાયાત્રા પૂર્ણ થઈ હતી. સમગ્ર ધાર્મિક આયોજનનો સૌ કોઈએ ભક્તિભેર લાભ લીધો હતો.

img_k6cjxt7585577015237508427.jpgimg_-hh8iv95054700675720946924.jpg

%d bloggers like this: