આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: June 2015

ઉમરેઠની વિવિધ સ્કૂલોમામ યોગ શિબિર યોજાઈ.


YOG01

તા.૨૧ જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત બાદ, યોગ દિવસની ઉજવણી કરવા સમગ્ર દેશ થનગની રહ્યો છે ત્યારે ઉમરેઠની સ્કૂલોમાં પણ યોગ દિવસને લઈ શાળાના સંચાલકો અને વિદ્યાર્થીઓ સકારાત્મક દેખાઈ રહ્યા છે. યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે છેલ્લા કેટલાય દિવસથી ઉમરેઠની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને યોગના પાઠ ભણાવવમાં આવી રહ્યા છે. ઉમરેઠના સોસાયટી વિસ્તારમાં આવેલ શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલયમાં સવારે વિદ્યાર્થીઓને યોગ કરાવવામાં આવે છે તેમ જણાવતા શાળાના ચેરમેન ર્ડો.મધુસુધન ભગતે જણાવ્યું હતુ કે આગામી ૨૧જૂન યોગ દિવસ જાહેર કર્યા બાદ વિદ્યાર્થીઓમાં યોગને લઈ સકારાત્મક અભિગમ દેખાઈ રહ્યો છે, વિદ્યાર્થીઓ યોગ શિબિરમાં મોટી સમ્ખ્યામાં ભાગ લઈ રહ્યા છે તેઓનું મનોબળ ટકી રહે અને નિયમિત તેઓ યોગ કરવા માટે પ્રેરાય તે માટે શાળાના આચાર્ય સહીત વિશેષજ્ઞો દ્વારા યોગના ફાયદા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવે છે. બીજી બાજૂ ઉમરેઠની નગરપાલિકા સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓને યોગના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. નગરપાલિકા સ્કૂલના આચાર્ય મહીડા સાહેબે જણાવ્યું હતુ કે શાળામાં યોગના જાણકાર શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને યોગ શિખવવામાં આવે છે.

ઉમરેઠમાં શ્રીમદ્ ભગવત સપ્તાહનો પ્રારંભ


જગદ્ ગુરુ પં.પી.પુ.ગોસ્વામી ૧૦૮ શ્રી વલ્લભલાલજી મહારાજશ્રીની આજ્ઞા તથા પુ.પા. દેવકીનંદજી બાવાશ્રીના સાનિધ્યમાં પ્રભુ ચરણ પંચ સતાબ્દી વર્ષ તથા પુરષોત્તમ માસ નિમિત્તે શ્રી ગીરીરાજ ધામ મહોત્સવ સમિતિ દ્વારા પ.પુ.જૈમિનભાઈ શાસ્ત્રીજી (સુરત)ના વક્તા પદે શ્રીમદ્ ભગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. આજે બપોરે ૩.૩૦ કલાકે બેઠક મંદીર (શ્રી ગીરીરાજધામ) થી કથા સ્થળ નાસિકવાળા હોલ ખાતે પહોંચી હતી. તા.૧૭.૬.૨૦૧૫ થી તા.૨૩.૬.૨૦૧૫ સુધી બપોરે ૩.૩૦ થી ૭.૩૦ કલાક સુધી શાસ્ત્રીજી પોતાની દિવ્ય વાણીમાં કથાનું રસપાન કરાવશે જેનો લાભ લેવા શ્રી ગીરીરાજસમિતિના કાર્યકરોએ સર્વે વૈષ્ણવોને જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, તા.૧૭.૬.૨૦૧૫ના રોજ શરૂ થયેલ શ્રીમદ્ ભગવત કથાની પૂર્ણાહૂતિ તા.૨૩.૬.૨૦૧૫ને મંગળવારના રોજ થશે. આ શ્રીમદ્ ભગવત સપ્તાહ દરમ્યાન દરોજ ૭.૩૦ કલાકે શ્રી દેવકીનંદબાવાજી વચનામૃત કરશે.

ઉમરેઠ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલય દ્વારા યોગના મહત્વ અંગે વ્યખ્યાનનું આયોજન.


ઉમરેઠ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલય દ્વારા આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે આંતરાષ્ટ્રીય યોગ દિવસ્ની પૂર્વ સંધ્યાએ તા.૨૦ જૂન સાંજે ૭ કલાકે પીસ પાર્ક ઉમરેઠ ખાતે યોગના મહત્વ અંગે વ્યખ્યાનનું આયોજન કરવામાં આવેલ છે.

આ અંગે ઉમરેઠ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલયના બ્ર.કુ.નીતાબેનએ જણાવ્યું હતુ કે જીવનમાં યોગનું ખુબજ મહત્વ છે, હાલના ઝડપી યુગમાં રોજબરોજની દોડધામમાં લોકો પોતાના સ્વાસ્થય અંગે કાળજી લેતા નથી ત્યારે યોગ દ્વારા લોકો સ્વાસ્થય સુખ પામી શકે તે હેતુ થી યોગનું જીવનમાં મહત્વ સમજાવવા માટે બ્રહ્મકુમારી વિદ્યાલય ઉમરેઠ દ્વારા યોજવામાં આવેલ શિબિરમાં મુખ્ય વક્તા પદે મુંબઈના બ્ર.કુ.પ્રો.ઈ.વી સ્વામીનાથન ખાસ ઉપસ્થિત રહી લોકોને માર્ગદર્શન પૂરુ પાડશે.સદર શિબિરનો લાભ લેવા માટે ઉમરેઠ બ્ર.કુ.ઈશ્વરીય વિદ્યાલયના સંચાલકો દ્વારા એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

ઉમરેઠના શ્રી ગિરીરાજધામ ખાતે કેરી મનોરથની ઉજવણી


KERI

ઉમરેઠના શ્રી ગિરીરાજધામ ખાતે મનોરથી રશ્મીભાઈ શ્રોફ પરિવાર દ્વારા કેરી મનોરથનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જગદ્ ગુરૂ વૈષ્ણવાચાર્ય પંચમ પિઠાધીશ્વર પૂ.પા.ગો.૧૦૮ શ્રી વલ્લભાચાર્ય મહારાજશ્રી(કામવન),શ્રી દેવકીનંદબાવાશ્રી અને શ્રી વિઠ્ઠલનાથજી બાવાશ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત ભક્તજનોને આશિર્વાદ પાઠવ્યા હતા. દિવ્ય કેરી મનોરથના દર્શન કરવા માટે ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધન્યતાનો અનુભવ કર્યો હતો.

સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત… રતનપુરા ખાતે “તમારી સુરક્ષા તમારા હાથમાં” નાટક પ્રદર્શીત કરાયું


This slideshow requires JavaScript.

ઉમરેઠ તાલુકાના રતનપુરા ખાતે સુરક્ષા સેતુ સોસયટી અંતર્ગત હેલ્પ ફ્રેન્ડ ગૃપ તેમજ ઉમરેઠ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે પી.એસ.આઈ જે.એન.ગઢવીના માર્ગદર્શન રતનપુરાના નાગરિકો પોતાની સુરક્ષા માટે જાગૃત બને તે હેતુ થી એક વિડીયો પ્રદર્શીત કરવામાં આવ્યો હતો. સદર વિડીયોમાં નાટક સ્વરૂપે રોજબરોજની જીંદગીમાં ચોરી-ચીલઝડપ સહીતની ઘટનાઓ થી બચવા માટે નાગરિકોએ શું ધ્યાનમાં રાખવું તેની સમજ આપવામાં આવી હતી. સદર વિડીયો જોવા માટે રતનપુરાના સરપંચ મનુભાઈ ઝાલા તેમજ નાગરીકો સહીત હેલ્પ ફેન્ડ્સ ગૃપના પ્રમુખ વિપુલભાઈ ગજ્જર અને સભ્યો સહીત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ઉમરેઠ અર્બન કો.ઓ.બેન્કના નવનિર્મિત મકાનનું લોકાર્પણ


ધી ઉમરેઠ અર્બન કો.ઓ.બેન્ક આણંદ જિલ્લામાં એ.ટી.એમ સેવા આપનાર પ્રથમ કો.ઓ.બેન્ક બની.

bank01

ધી ઉમરેઠ અર્બન બેંકના નવનિર્મિત મકાનમાં રીબીન કાપી ચેરમેન રશ્મીભાઈ શાહ, મેનેજર કૌશીકભાઈ શાહ(ચાંગ) સહીત ડીરેક્ટરશ્રીઓ તેમજ કર્મચારી ગણએ પ્રવેશ કર્યો હતો.

bank02

ધી ઉમરેઠ અર્બન બેંક દ્વારા એ.ટી.એમ સેવ લોન્ચ કરાઈ હતી. આ સમયે બેંકના ચેરમેન રશ્મીભાઈ શાહએ બેંકના ગ્રાહકને એ.ટી.એમ કાર્ડ અર્પણ કર્યું હતું.

ઉમરેઠ તા. એક તરફ ચરોતર સહીત ગુજરાતભરમાં કો.ઓપરેટીવ બેંક પરથી ગ્રાહકોનો વિશ્વાસ ઉઠવા લાગ્યો છે અને ટપોટપ કો.ઓપરેટીવ બેંક બંધ થઈ રહી છે ત્યારે ચરોતરનો ઉંબરો કહેવાતા ઉમરેઠની ધી ઉમરેઠ અર્બન કો.ઓ.બેન્ક ગ્રાહકોના વિશ્વાસ સાથે સફળતાના શિખરો સર કરી રહી છે.ઉમરેઠની ધી ઉમરેઠ અર્બન કો.ઓ.બેન્ક દ્વારા આજે નવનિર્મિત મકાનનું લોકાર્પણ તેમજ એ.ટી.એમ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું હતુ. આ સાથે ધી ઉમરેઠ અર્બન કો.ઓ.બેન્કની યશ કલગીમાં એક પીછ ઉમેરાયું હતું.

આ પ્રસંગે ધી ઉમરેઠ અર્બન કો.ઓ.બેન્કના ચેરમેન રશ્મીભાઈ શાહ(વકીલ),મેનેજર કૌશીકભાઈ શાહ (ચાંગ)અને બેંકના ડીરોક્ટરશ્રીઓ,કર્મચારીઓએ રીબીન કાપી બેંકમાં વિધિવધ પ્રવેશ કર્યો હતો. બેંકના ચેરમેન રશ્મીભાઈ શાહ (વકીલ)એ જણાવ્યું હતુ કે, પ્રવર્તમાન યુગમાં ખાનગી બેંક સામે હરિફાઈમાં ટકી રહેવા બેંકોએ ગ્રાહકોને વધુને વધુ સુવિધા પાડવી જરુરી બની ગઈ છે, જે અંતર્ગત ધી ઉમરેઠ અર્બન બેંક દ્વારા નવું સુવિધાજકન મકાનનું નિર્માણ કરેલ છે. બેંકમાં આવતા ગ્રાહકોને પાર્કિંગની સુવિધા પણ હવે ઉપલબ્ધ બનાવી છે. તેઓએ ઉમેર્યું હતુ કે, ધી ઉમરેઠ અર્બન કો.ઓ.બેન્કના ગ્રાહકો હવે બેંકમાં સામાન્ય ફોર્મ ભરી એ.ટી.એમ કાર્ડ પણ મેળવી શકશે, જે એ.ટી.એમ કાર્ડ કોઈ પણ બેંકના એ.ટી.એમમાં ઉપયોગ કરી શકાશે. આ માટે અન્ય બેન્કોની જેમ એ.ટી.એમ માટે ગ્રાહકોએ વાર્ષિક ચાર્જ ચુકવવાનો રહેશે.

એ.ટી.એમ કાર્ડ અંગે વધુ માહીતી આપતા બેંકના ચેરમેન કૌશીકભાઈ શાહએ જણાવ્યું હતુ કે, ધી ઉમરેઠ અર્બન કો.ઓ.બેન્કને આણંદ જિલ્લામાં એ.ટી.એમ સેવા આપનાર પ્રથમ બેંક હોવાનું ગૌરવ પ્રાપ્ત થયેલ છે. તેઓએ ઉમેર્યું હતુ કે, ધી ઉમરેઠ અર્બન કો.ઓ.બેન્ક એચ.ડી.એફ.સી બેન્ક સાથે જોડાણ ધરાવે છે, જેથી એચ.ડી.એફ.સી બેંકના એ.ટી.એમ ધી ઉમરેઠ અર્બન કો.ઓ.બેંકના હોમ એ.ટી.એમ તરીકે ગણાશે જ્યારે અન્ય બેંકના એ.ટી.એમનો ગ્રાહકો પાંચ થી વધુ વાર ઉપયોગ કરશે તો તેઓને આર.બી.આઈના નિયમ મુજબ ચાર્જ થશે.

This slideshow requires JavaScript.

ઉલ્લેખનીય છે કે ધી.ઉમરેઠ અર્બન કો.ઓ.બેન્ક છેલ્લા કેટલાય વર્ષથી આર.ટી.જી.એસ અને એન.ઈ.એફ.ટી સુવિધા પુરી પાડી રહી છે ત્યારે હવે એ.ટી.એમ સેવા પુરી પાડતા બેંકના ગ્રાહકોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. ઉમરેઠની સૌથી જૂની બેંક હોવાને કારણે હાલમાં કેટલાય લોકો માત્ર ધી ઉમરેઠ અર્બન બેંક માંજ એકાઊન્ટ ધારણ કરતા હોવાથી હવે તેઓ દેશના કોઈ પણ ખૂણે બેંકના એ.ટી.એમથી પૈસા ઉપાડી શકશે. બેંકના નવનિર્મિત મકાનના લોકાર્પણ અને એ.ટી.એમ કાર્ડના લોન્ચીંગ સમયે બેંકના ચેરમેન રશ્મીભાઈ શાહ(વકીલ),કૌશીકભાઈ શાહ(મેનેજર), હરિવદનભાઈ શાહ,પંકજભાઈ શાહ,જયપ્રકાશ શાહ(જે.પી) સહીત બેંકના કર્મચારીઓ અને આમંત્રીતો ઉપસ્થીત રહ્યા હતા.

ઉમરેઠના પીઢ પત્રકારનું સન્માન કરાયું


kamalbhaiઉમરેઠના પીઢ પત્રકાર અને પેઈન્ટર તરીકે જાણીતા કમલભાઈ વ્યાસનું તાજેતરમાં વડોદરા ખાતે શ્રી ચાણાક્ય સેવા ટ્રસ્ટ અને વડોદરા જિલ્લા બ્રહ્મસમાજ દ્વારા બ્રહ્મસમાજ માટે તેઓની દિર્ધકાલીન સેવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ સમારોહમાં પ્રમુખ પદે ગીરીરાજભાઈ, આશીર્વચનદાતા પૂ.શ્રી. દિનેશચંન્દ્ર મહારાજ, અતિથિ વિશેષ પદે ગુજરાત પ્રદેશ બ્રહ્મસમાજના પ્રમુખ મહેશભાઈ મહેતા, ચાણાક્ય બ્રાહ્મણ સેવા સમાજના અદ્યક્ષ રાજેન્દ્રપ્રસાદ વ્યાસ સહીત પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં કમલભાઈ વ્યાસ(પેઈન્ટરે) જણાવ્યું હતુ કે બ્રહ્મસમાજને જ્યારે પણ તેઓની સેવાની જરૂર પડશે ત્યારે તે તન,મન અને ધનથી સમાજની સેવા કરવા હંમેશા આતુર છે, તેઓએ સમાજમાં શૈક્ષણિક, સામાજિક તેમજ યુવાવિકાસને લગતા વિવિધ કાર્યક્રમોના આયોજન કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું, અને સમારોહના સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

નવા સીમાંકન બાદ – ઉમરેઠના વોર્ડ નં.૧માં જૂના વોર્ડ નં.૬ના વિસ્તારો ઉમેરાયા – એક બેઠક પછાત વર્ગ માટે અનામત.


  • પાલિકાના પ્રવર્તમાન પ્રમુખના પોકેટ વોર્ડ કહેવાતા જૂના વોર્ડનં.૬ના કેટલાક વિસ્તાર વોર્ડ નં.૧માં ઉમેરાયા.

આગામી નગરપાલિકાની ચુંટણીને અનુલક્ષી નવું સીમાંકન કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ રચનામાં ફેરફાર કરવામાં આવ્યા હતા. ઉમરેઠમાં જૂની વોર્ડ રચના મુજબ કુલ ૯ વોર્ડ હતા અને ૨૭ સભ્યો હતા. હવે નવા સીમાંકન બાદ કુલ ૭ વોર્ડ અને ૨૮ સભ્યો અસ્તીત્વમાં આવશે. વધુમાં નવા સીમાંકન બાદ ઉમરેઠના વોર્ડ નં.૧માં જૂના વોર્ડ નં.૬ના શેલતિયાકૂવા, સુથારવાડ,બોરડી ફળીયા સહીત સુથારવાડ વિસ્તારના કેટલક વિસ્તારો ઉમેરાયા છે, સદર વિસ્તારો જૂના વોર્ડ નં.૬માં હતા જે નવા સીમાંકન બાદ વોર્ડ નં.૧માં તોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રવર્તમાન વોર્ડ નં.૧માં ઉમેરવામાં આવેલ વિસ્તારો હાલના નગરપાલિકાના પ્રમુખના જૂના વોર્ડ નં.૬ના પોકેટ એરીયા છે જેથી વોર્ડ નં.૬ માંથી સદર વિસ્તાર વોર્ડ નં.૧માં જતા આવનારા દિવસોમાં રાજકિય દિગ્ગજો પોતાની બેઠક બદલી શકે તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત જૂના વોર્ડ નં.૧ના મોટાભાગના તમામ વિસ્તારો યથાવત્ રહેવા પામ્યા છે જેથી વોર્ડ નં.૧ના જૂના જોગીઓ માટે તે રાહતનો વિષય સાબીત થશે પરંતુ નવા ઉમેરાયેલ જૂના વોર્ડ નં.૬ના વિસ્તારોમાં તેઓએ ચોક્કસ મહેનત કરવી પડશે. નવા સીમાંકનબાદ વોર્ડ નં.૧ની હદનું વર્ણન કરીએ તો મદની પાર્ક, બાલાપીર સોસાયટી, થી આર્યન શોપીંગ સેન્ટર થઈ બસ સ્ટેન્ડ થી કમલા ટાઈલ્સ ફેક્ટરી, એફ.આર.ની ખરી થામણા ચોકડી પાસે નગર પાલીકા શોપીંગ સેન્ટર થઈ આગળની બાજૂ થી અંબાલાલની ખરી થઈને લાલભાઈના મકાન થી જમની બાજૂ ગાંજાવાડ જવાના રસ્તેથી જામ્બાબારી સામે સુથારવાડની બારીમાં વાલાભાઈના મકાન થઈ વિશ્વકર્મા મંદિર થઈ શેલતીયા કૂવા, સાચીમાતાના મંદિર થઈ જમની બાજૂ પટેલ વાડી તરફ થી ઉમેશભાઈના મકાનની લાઈન થઈ જમની બાજૂ થઈ વિનુભાઈ કોન્ટ્રાક્ટરના મકાન થઈ પ્રેસ સુધી જમની બાજૂ સોનીના મકાન થઈ વાધનાથ મહાદેવ થી જમની બાજૂ ઘેલડમાતા, અરવીંદભાઈના મકાન થી આગળ સાંકળી નળી બહાર નિકળી પીપળી માતા જમની બાજૂ જનાવાદીની પોળ થી જમની બાજૂએ ઘંટી તરફ થઈ વારાહી દરવાજા,અમરેશ્વર મહાદેવ,કેલટેક્ષ પંપ થઈ જમની બાજૂ નડીયાદ રોડ તરફ પ.વ.ડી સ્ટોર થી અતિથિ હોટલ થઈ નહેર તરફ દામોદરીયા વડની બાજુ દેસાઈ ભગતના ખેતર થી જમની બાજૂના નાર થી સીમ વિસ્તાર અને થામણા રોડ તરફથી રે.સ નં.૮૫ થી આગળ તમામ સીમ વિસ્તાર થી રે.સ.નં૨૪૫ સુધી આવતા તમામ સીમ તેમજ રહેણાંક વિસ્તારનો સમાવેશ થાય છે. વધુમાં નવા સીમાંકન બાદ વોર્ડ નં.૧માં બે બેઠકો પહેલેથી મહીલા માટે અનામત છે, ત્યારે વધુ એક બેઠક પછાત જ્ઞાતિના ઉમેદવાર માટે અનામત રાખવામાં આવતા, વોર્ડ નં.૧માં સંભવિત ઉમેદવારો ટીકીટ મેળવવા માટે ખેંચતાણ કરે તેમાં કોઈ બે મત નથી. ઉલ્લેખનીય છે કે વોર્ડ નં.૧માં પહેલેથી ઉમરેઠના માજી ધારાસભ્ય અને માજી નગરપાલિકા પ્રમુખ વિષ્ણુભાઈ પટેલના પરિવારનો દબદબો છે, સદર વોર્ડમાં વિષ્ણુભાઈ પટેલ સહીત તેઓના ભત્રીજા દેવેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય પરિવારજનો ચુંટણી જીત્યા છે, ત્યારે હવે બે બેઠકો મહીલા માટે અને એક બેઠક પછાત વર્ગ માટે અનામત થતા સદર વોર્ડ માંથી ચુંટની લડવા માગતા જૂના જોગીઓ વચ્ચે ખેંચતાણ થાય તો નવાઈ નહી.

ઉમરેઠ આઈ.ટી.આઈ કોલેજના નવા મકાનનો લોકાર્પણ સમારોહ યોજાયો.


ઉમરેઠ સૈફુલ્લાબાવાની દરગાહ સામે આકાર પામેલ આઈ.ટી.આઈ કોલેજના નવનિર્મિત મકાનનો લોકાર્પણ સમારોહ આજે યોજાયો હતો. આ પ્રસંગે આણંદ જિલ્લા સાંસદ દિલિપભાઈ પટેલ, ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ, થામણા ગ્રામ પંચાયતના સરપંચ ચંન્દ્રકાન્તભાઈ પટેલ (મુખી) ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલ તેમજ ઉમરેઠ શહેર ભાજપના હોદ્દેદારો અને નગરના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવનિર્મિત આઈ.ટી.આઈ કોલેજના નવા મકાનનું લોકાર્પણ સંસદ સભ્ય દિલીપભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું, તેઓએ જણાવ્યું હતુ કે આઈ.ટી.આઈના વિદ્યાર્થીનો નવા મકાનમાં સારી સુવિધા મળશે અને તેઓ પ્રવર્તમાન યુગમાં જરૂરી ટેક્નિકલ શિક્ષણ મેળવી શકશે.

ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરમાં રસોત્સવની ઉજવણી


ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરમાં રસોત્સવની ઉજવણી – શ્રીજીના કેસર સ્નાન દર્શન કરી ભક્તો ધન્ય બન્યા. ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં આવેલ વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે તાજેતરમાં રસોત્સવની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કેરીનો મનોરથ કરવામાં આવ્યો હતો, આ દિવ્ય દર્શનનો લાહ્વો લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. વધુમાં ભક્ત વિશાલભાઈ કાછીયાએ જણાવ્યું હતુ કે, વર્ષોથી ઉમરેઠના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પરંપરાગત રીતે રસોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ ઉમરેઠમાં બ્રાહ્મણોના ઘરે પધાર્યા હતા ત્યારે તેઓને બ્રાહ્મણ ભક્તો દ્વારા રસ ધરાવવામાં આવ્યો હતો, કેરી ગારા દરમ્યાન સત્સંગીઓ દ્વારા મંદિરોમાં કેરી ધરાવવાની પ્રથા છે જે નિમિત્તે રસોત્સવ ઉજવવામાં આવે છે આ સમયે શ્રી સ્વામિનારાયણ ભગવાનને કેરી રસ ધરાવવામાં આવે છે અને ભક્તો પ્રસાદી સ્વરૂપે તે આરોગે છે.વધુમાં મયંકભાઈ પટેલે જણાવ્યું હતુ કે વાર-તહેવાર અને ઋતુને અનુરૂપ ભગવાનની સેવા કરવામાં આવે છે. પ્રવર્તમાન ઉનાળામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને ગરમી ન લાગે તે હેતું થી તેઓને કેસરથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. કેસર સ્નાનના દિવ્ય દર્શનનો લાહ્વો લઈ ભક્તો ધન્ય બન્યા હતા.

આણંદ જિલ્લા સાંસદ ઉમરેઠ તાલુકાની મુલાકાત કરશે.


વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમહૂર્ત કરવામાં આવશે.

આણંદ લોકસભા મત વિસ્તારના સાંસદ સભ્ય દિલીપભાઈ પટેલ આગામી ૫/૬/૨૦૧૫ના રોજ ઉમરેઠ તાલુકાની મુલાકાત કરશે, આ પ્રસંગે ઉમરેઠ તાલુકામાં વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમહૂર્ત વિધિ પણ કરવામાં આવશે. દિલીપભાઈ પટેલે ગતરોજ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે છેલ્લા એક વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં વિકાસનો પવન ફુંકાયો છે, ત્યારે આણંદ જિલ્લામાં પણ વિકાસના અનેક કાર્યો થયા છે જેનો સીધો ફાયદો પ્રજાજનોને થશે, તેઓએ એક વર્ષ દરમ્યાન પોતાના દ્વારા કરવામાં આવેલ વિવિધ વિકાસકાર્યની રૂપ રેખા આપી હતી, રેલ્વે,રસ્તા સહીત માળખાગત સુવિધાઓને લગતા વિકાસ કાર્યની રૂપરેખા આપી હતી.

ઉમરેઠમાં નવનિર્મિત પોલીસ સ્ટેશન, આઈ.ટી.આઈ કોલેજનું લોકાર્પણ તેમજ લીંગડા ખાતે નવી બનનાર અપાણીની ટાંકીના ખાતમહૂર્ત પ્રસંગે તેઓ ખાસ ઉપસ્થિત રહેશે અને ભાલીયાસર પ્રાથમીક શાળાના નવા બનેલા ૭ ઓરડાનું પણ લોકાર્પણ કરવામાં આવશે તેમ એક યાદીમાં સાંસદ સભ્યના અંગત સૂત્રોએ જણાવ્યું હતું.

%d bloggers like this: