આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: January 2019

ઉમરેઠમાં ૭૦માં પ્રજાસત્તાક દિવસ ની ઉત્સાહભેર ઉજવણી.


વાંટા સ્ટ્રીટ –

ઉમરેઠના વાંટા સ્ટ્રીટ વિસ્તારમાં ૭૦માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સદર વિસ્તારના નાગરીકો દ્વારા ધ્વજવંદન કરી ઝંડાને સલામી આપવામાં આવી હતી તેમજ સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરી તેઓને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

શ્રી સ્વામિનારાયન મંદિર

ઉમરેઠના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ૭૦માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે શ્રીજીને ત્રીરંગાના વાઘા ધરાવવામાં આવ્યા હતા જેને કારણે મંદિરમાં ભક્તિસભર વાતાવરણમાં દેશભક્તિનો રંગ ઉમેરાયો હતો. સદર દિવ્ય દર્શનનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

ઉમરેઠ યુવાક્રાંતિ મંચ

ઉમરેઠ નગરના યુવાક્રાંતિ મંચ દ્વારા ૭૦માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે નગરમાં રેલી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. ઉમરેઠ યુવાક્રાંતિ મંચના યુવાનો દ્વારા નગરના હવન ચોક ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ અને ઝંડાને સલામી અર્પણ કરવામાં આવી હતી.

એ.પી.એમ.સી ઉમરેઠ

ઉમરેઠ બજાર સમિતિ ખાતે ૭૦માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે એ.પી.એમ.સીના કા.સભ્ય અને સામાજિક કાર્યકર આશિષભાઈ શેઠના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ સમયે ગંજ બજારના વહેપારીઓ તેમજ બજાર સમિતિના હોદ્દેદારો ઉપસ્થીત રહ્યા હતા અને ઝંડાને સલામી આપી હતી.

નગરપાલિકા ઉમરેઠ

ઉમરેઠ નગરપાલિકા દ્વારા નગરના લાલ દરવાજા વિસ્તારમાં રાજ્યસભા સાંસદ લાલસિંહભાઈ વડોદિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન પટેલ સહીત પાલીકાના સભ્યો તેમજ કર્મચારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ઝંડાને સલામી આપી હતી.

સેંટ ઝેવિયર્સ સ્કૂલ

ઉમરેઠની સેંટ ઝેવિયર્સ સ્કૂલમાં ન.પાલીકાના ઉપ-પ્રમુખ કનુભાઈ શાહ (બેંગ્લોરી)ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રજાસત્તાક દિવસને અનુલક્ષી વિવિધ મનોરંજન કાર્યક્રમ રજૂ કર્યા હતા.

શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલય

શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલય ખાતે હર્ષદભાઈ પટેલ (બેરીસ્ટર-લંડન)ના અધ્યક્ષ તેમજ પ,પુ.ટહલકીશોરદાસજીના મુખ્ય મહેમાન અને વિજય ભટ્ટ (શક્તિકંગન)ના અતિથિ વિશેષ પદે ૭૦મો પ્રજાસતાક દિવસ ઉજવાયો હતો. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા નાટક સહીત વિવિધ મનોરંજન કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. સંસ્થાના ચેરમેન ર્ડોં.મધુસુદન ભગત દ્વારા સૌ કોઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

પ્રવર્તમાન યુગમાં એકેડેમીક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણ ની પણ જરૂર – પ.પૂ.ગો.૧૦૮.શ્રી વ્રજરાજ મહોદયજી


ડાકોર ખાતે પ.પૂ.ગો.૧૦૮.શ્રી વ્રજરાજ મહોદયજીની સત્સંગ સભા યોજાઈ.
પ્રવર્તમાન યુગમાં એકેડેમીક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણ ની પણ જરૂર – પ.પૂ.ગો.૧૦૮.શ્રી વ્રજરાજ મહોદયજી
શ્રી રાજા રણછોડજીના ધામ ડાકોર ખાતે વડોદરા વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન પરિવારના સંજયભાઈ અને રશ્મીબેનના યજમાન પદે પુનિત હોલ ખાતે પ.પૂ.ગો.૧૦૮.શ્રી વ્રજરાજ મહોદયજીની સત્સંગ સભા યોજાઈ હતી. આ પ્રસંગે અલ્પેશભાઈ પટેલ (જયરણછોડ),સુમતીબેન તેમજ સાધ્વીજી સહીત વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન ની વિવિધ સંસ્થાના પદાધીકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સત્સંગભાની શરૂઆતમાં મંગલાચરણનું ગાન કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતુ ત્યારે બાદ પ.પૂ.ગો.૧૦૮.શ્રી વ્રજરાજ મહોદયજી મહારાજે પોતાની દિવ્ય વાણીમાં સત્સંગનું મહત્વ સમજાવતા જણાવ્યું હતુ કે, જેમ આપણે દિવસ ની શરૂઆતમાં તન સાફ કરવા માટે નાહ્વા ધોવાનું તેમજ બ્રશ કરવાના કાર્યો કરીયે છે તેવીજ રીતે મન ને સાફ કરવા માટે સત્સંગ નું પણ તેટલું જ મહત્વ છે. સત્સંગ થી વ્યક્તિના મનમાં ભક્તિ નો સંચાર થાય છે અને તેને કારને જીવનમાં સકારાત્મક ઉર્જા મળી રહે છે, તએઓએ ઉમેર્યુ હતુ કે કોઈ વ્યક્તિ સતસંગ અને ધાર્મિક કાર્યોમાં ખુ્બ ધન વાપરે છે ત્યારે સમાજમાં તેની ટીકા કરી તે પૈસા હોસ્પિટલ કે અન્ય સેવાના કાર્ય કરવામાં વાપરવા સલાહ આપતા પણ જોવા મળે છે, પરંતુ દરેક કાર્ય માટે ભગવાન કોઈને કોઈ વ્યક્તિને નિમિત બનાવે જ છે. અમુક લોકો માત્ર ધાર્મિક કાર્યોમા જ પૈસા વાપરે છે અમુક લોકો ફક્ત શિક્ષણ ક્ષેત્રે લોકોને આગળ લાવવા પૈસા વાપરે છે સમાજમાં આવા વિભિન્ન પ્રકારના લોકો છે જને ભગવાન નિમિત્ત બનાવી સતકર્મોની સુવાસ લહેરાવે છે. શિક્ષણ, સતક્ર્મો સાથે ધર્મનું પણ તેટલું જ મહત્વ છે, તેઓએ પાઠશાળા, આરોગ્યશાળા, ગૌશાળાનું જેટલુ મહત્વ છે તેટલુ જ મહત્વ ધર્મશાળાનું પણ છે તેમ જનાવ્યું હતુ પ્રવર્તમાન યુગમાં ધર્મક્ષેત્રે લોકોની રૂચિ ઓછી થતી હોવાને કારને એકેડમીક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણને પણ અપનાવવા અનુરોધ કર્યો હતો. તેઓએ ઉમેર્યુ હતુ કે સમાજમાં લોકો બીજાના જ અવગુણો શોધાવામાં અને જોવામાં સમય બગાડતા હોય છે અને પોતાના અવગુણો સામે હંમેશા જોતા નથી સત્સંગ થી વ્યક્તિ પોતાના અવગુણો પણ ઓળખી શકવાની ક્ષમતા ધરાવતો થશે અને દરેક લોકો પોતાના અવગુણો તયજી દેશે એટલે આપો આપ સમાજ સુંદર દેખાવા લાગશે. તેઓએ સ્વસુધાર અભિયાન ની ખાસ જરૂરિયાત હોવાનું જણાવ્યું હતુ.

ઉમરેઠ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય દ્વારા “વોક ફોર યંગ વુમનસ ડિગ્નિટિ” કાર્યક્રમ યોજાયો.


નગરના વહેપારી મંડળ સહીત સ્કૂલના વિદ્યાર્થીઓ અને યુવાવર્ગ મોટી સંખ્યામાં હાજર રહ્યો.
omshanti01omshanti02omshanti03
 
યુથ વીંગ રાજયોગ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન તેમજ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ઉમરેઠ દ્વારા ચલો ચલે ગૌરવ પથ પર થીમ હેઠળ યુવા મહીલાઓના ગૌરવ માટે આજે  બ્રહ્માકુમારીઝ,પીસ પાર્ક થી “વોક ફોર યંગ વુમનસ ડિગ્નિટિ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ઉમરેઠ બ્રહ્મકુમારી સંસ્થાના બ્ર.કુ.નીતાબેન, ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજ, ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર વિશેષ ઉપસ્થીત રહ્યા હતા અને લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. ઉમરેઠ બ્રહ્માકુમારી કેન્દ્રના સંચાલક કું.નીતાબેનએ જણાવ્યું હતુ કે સદર કાર્યક્રમ અંતર્ગત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ઉમરેઠ પંથકનો યુવાવર્ગ સહીત વિવિધ્સ સ્કૂલના વિદ્યાર્થીઓ અને વહેપારી મહાજન અને સંગઠનો જોડાયા હતા. પદયાત્રા ઉમરેઠ બ્રહ્માકુમારીઝ કેન્દ્ર થી સવારે ૯ કલાકે શરૂ થઈ હતી જે જે નગરના વિવિધ વિસ્તારમાં ફરી ઉમરેઠ બ્રહ્મકુમારી કેન્દ્ર ખાતે સંપન્ન થઈ હતી.  
%d bloggers like this: