આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: January 2013

અવસવાન નોંધ / બેસણું


સખેદ જણાવવાનું કે અમારા માતૃશ્રી ચંદનબેન ચંપકલાલ શાહનું તા.૨૦.૧.૨૦૧૩ને રવીવારના રોજ દૂઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧.૨.૨૦૧૩ને શુક્રવારના રોજ રાખેલ છે.

સ્વ.ચંદનબેન ચંપકલાલ શાહ

સ્વ.ચંદનબેન ચંપકલાલ શાહ

સ્થળ – એકડીયાની વાડી, ઓડ બજાર- ઉમરેઠ

સમય – સવારે ૯ થી ૧૦ કલાક

લિ.

મિતેષકુમાર ચંપકલાલ શાહ                            હાર્દિક પરેશકુમાર શાહ
વૈભવ પરેશકુમાર શાહ                                    મીરજ સુનિલકુમાર શાહ

વૈભવ પ્રોવિઝન એન્ડ સ્ટેશનરી માર્ટ – ઉમરેઠ

ઉમરેઠમાં શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી


  • તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા.

સ્વતંત્ર ભારતના ૬૪માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે ઉમરેઠની શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલય ખાતે ઈન્દુભાઈ ભાવસાર(યુ.એસ.એ)ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ર્ડો.જિતેન્દ્રભાઈ બેંકર,હેમંતભાઈ ભાવસાર(યુ.એસ.એ) તેમજ સંસ્થાના ચેરમેન ર્ડો.મધુસુદનભાઈ ભગત અને ટ્રસ્ટી જમનાદાસ શેઠ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં સૂર્ય નમસ્કાર,પિરામીડ અને દેશ ભક્તિના ગીતો રજૂકરવામાં આવ્યા હતા. વિવિધ સ્પર્ધામાં વિજેયતા થયેલ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોના હસ્તે ટ્રોફી સહીત પ્રોત્સાહક ઈનામો અર્પણ કરવામાં આવ્યા હતા.

ઉમરેઠમાં પ્રજાસત્તક દિવસ ઉજવાયો


ઉમરેઠમાં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નગરની વિવિધ સરકારી કચેરી ખાતે તેમજ શાળાઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરેઠ તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે રાજકિય અગ્રણીઓ સહીત તાલુકા પંચાયતના કર્મચારીઓ તેમજ ઉમરેઠ પોલીસના જવાનો અને વિવિધ સરકારી શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગીક પ્રવચન કરતા પ્રમુખ ભૃગુરાજસિંહએ જણાવ્યું હતુ હાલમાં દેશમાં ભ્રષ્ટાચાર અને મોંઘવારી ખુબ વધી ગઈ છે. આજના નાગરિકો આમતો આઝાદ છે, પરંતુ મોંધવારી અને ભ્રષ્ટાચારથી આઝાદી મેળવવાન હવે, જરૂર છે તે માટે તેઓએ યુવાનોને આગળ આવવા જણાવ્યું હતું

ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે મામલતદાર જી.આર.વસાવાએ ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે ઉમરેઠ મામલતદાર કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ સહીત અન્ય નાગરિકો પણ ઉપસ્થીત રહ્યા હતા અને ઝંડાને સલામી આપી હતી. મામલતદારશ્રી જી.આર.વસાવાએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે નગરજનોને શુભેચ્છા પાઠવી હતી. ઉમરેઠની જ્યુબિલિ ઈન્સ્ટિટ્યુસન તેમજ એચ.એમ.દવે હા.સ્કૂલમાં પણ ધ્વજ વંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. ઉમરેઠ નગરપાલિકા અને કોર્ટ કંપાઊન્ડમાં પણ ધ્વજ વંદન કરી ઝંડાને સલામી આપવામાં આવી હતી.

ધ્વજવંદન બાદ નાના ઝંડાઓ બાળકો ગમે ત્યાં ફેંકી દેતા હોય છે, જેને કારણે ઝંડાની ગરીમા ખરડાય છે. શાળામાં બાળકોને ધ્વજનું મહત્વ સમજાવી ઝંડાની ગરીમા જાળવવા માટે શીખ આપવી જરૂરી છે. ઉમરેઠમાં ધ્વજ વંદન બાદ કેટલાક બાળકોએ ઝંડા ગમે ત્યાં ફેંકી દીધા હતા આ અંગે એસ નાગરિકનું ધ્યાન જતા તેને ધ્વજ લઈ સન્માનથી લઈ લીધો હતો.

ઉમરેઠ-ધ્વજવંદન બાદ નાના ઝંડાઓ બાળકો ગમે ત્યાં ફેંકી દેતા હોય છે, જેને કારણે ઝંડાની ગરીમા ખરડાય છે. શાળામાં બાળકોને ધ્વજનું મહત્વ સમજાવી ઝંડાની ગરીમા જાળવવા માટે શીખ આપવી જરૂરી છે. ઉમરેઠમાં ધ્વજ વંદન બાદ કેટલાક બાળકોએ ઝંડા ગમે ત્યાં ફેંકી દીધા હતા આ અંગે એસ નાગરિકનું ધ્યાન જતા તેને ધ્વજ લઈ સન્માનથી લઈ લીધો હતો

વાતોના વડા…


  • સંતરામ મંદિર ઉમરેઠમાં રવીવારે તા.૨૭.૧.૨૦૧૩ના રોજ સાંકર-બોર વર્ષાની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, પોષી પૂનમના દિવસે સંતરામ મંદિરમાં સાંકર બોર ઉછાળવામાં આવે તો બાળક વહેલા બોલતું થાય છે તેવી ઉમરેઠ પંથકમાં માન્યતા છે. સંતરામ મંદિર ઉમરેઠ સહીત આ પ્રથા સંતરામ મંદિર નડિયાદમાં પણ વર્ષોથી ચાલતી આવે છે.
  • “હું કે મારા પ્રતિનિધિ કાયમી ધોરણે ઉમરેઠ ખાતે મળીશી” ચુંટણી પહેલા બમણા ફુંકનાર ઉમરેઠના ધારાસભ્ય હવે શોધ્યા પણ જળતા નથી, ઉમરેઠના બસ સ્ટેશનમાં બસ ઉભી રાખવાની પધ્ધતિ બદલવાનું આશ્વાસન આપ્યા બાદ કોઈ પરિણાત્મક પગલા હજૂ સુધી ભરાયા નથી.(…ભરાયા હોય તો મને ખબર નથી…!) હવે તો ઉમરેઠ ગાંધિનગર વાયા ચિખોદરા બસની જરૂર ખરી..! બાકી શટલિયા જિન્દાબાદ…!
  • ઉમરેઠ બસ સ્ટેશનના મુદ્દે ધારાસભ્ય સક્રીય થયા કે ન થયા ખ્યાલ નથી પણ મૂળ ઉમરેઠના હાલ અમદાવાદ ખાતે રહેતા રાજનભાઈ પટેલે આ મુદ્દાની ગંભીરતા જાણી ડાકોર બસ મથકે ફોન કર્યો અને ડેપો મેનેજરને જરૂરી પગલા ભરવા જણાવ્યું છે. રાજનભાઈ પટેલે આ અંગે ડાકોર ડેપોમાં લેખિત રજૂઆત કરવાની પણ ખાતરી આપી છે.
  • ..ખેર જવા..દો, ઠંડીની વાત કરીયે તો દીલ ખોલી ઉમરેઠ ઉપર ઠંડીને વ્હાલ આવી ગયો છે. રેઈનકોટના પૈસા બગડ્યા પછી સ્વેટરમાં આ વર્ષે ખર્ચો ન કર્યો..! પણ આવતા વર્ષે નવું સ્વેટર પાક્કુ…! છેલ્લે છેલ્લે જૂના સ્વેટરના પૈસા વસુલ થઈ રહ્યા છે..! આ વર્ષે આટલી બધી ઠંડી પડી જે હજૂ પણ ચાલુ છે છતા તાપણી કરવાનો મોકો ન મળ્યો..! મને યાદ છે. સ્કૂલમાં ભણતા હતા અને સર્વોદય સોસાયટીમાં બી.એસ.પટેલ સાહેબને ત્યાં સવારે ૭ વાગ્યાના ટ્યુશન માટે બધા મિત્રો ૬ વાગે ભેગા થતા હતા..! …અરે ભણવા ની ઉતાવળ હતી તેમ ન સમજતા તાપણી કરવા..! અમારા તે વિચારો ઉપર આજે હસવું આવે છે. સાલું તાપણી કરવા વહેલું ઉઠવાનું…? સાલું બાળપણ એ’તો બાળપણ જ..!
  • આ વર્ષે કોણ જાણે કેમ કોઈ ઉમરેઠમાં ડે-નાઈટ મેચ રમાડવા જાગ્યું નહી…? નફાનો ધંધો છે અને ઉમરેઠીયા પાછા પળે તે સમજાતું નથી..! લાગે છે પરીક્ષા અને લગ્નગાળાને લીધે આ વર્ષે ડે-નાઈટ મેચ નથી યોજાઈ પણ એક વાત ચોક્કસ, ડે-નાઈટ મેચ તો ઉમરેઠની જ..!
  • તમે બધા જાણતા હશો, તા.૧૦.૨.૨૦૧૩ને રવીવારના રોજ સુવર્ણ જયંતિ ઉજવવાનું નક્કી કરેલ છે, ઉમરેઠમાં ખડાયતા સમાજ દ્વારા વિવિધ સંસ્થાઓ કાર્યરત છે, જેમાં યથા શક્તિ આર્થિક સહયોગ આપવા ખડાયતા બંધું આગળ આવે તેવી નમ્ર અપીલ છે. હોદ્દેદારોના નામ તેમના સંપર્ક સૂત્ર સાથે અગાઊ ની પોસ્ટમાં થી મળી રહેશે.
  • જો તમે આણંદ જિલ્લામાં કે મહેસાના જિલ્લામાં રહેતા હોવ તો તમારૂં આધાર કાર્ડ કઢાવી લેજો. ટુંક સમયમાં રાંધણ ગેસ સહીત અન્ય સરકારી યોજનામાં મળવાપાત્ર સબસીડી આધાર કાર્ડ દ્વારા તમારા બેન્ક એકાઊન્ટમાં જમા કરવાની યોજના અમલમાં મુકવામાં આવશે. અત્યાર સુધીમાં બે વાર આ યોજનાની તારીખ લંબાઈ છે. પહેલા આ યોજની તા.૧ જાન્યુઆરીથી અમલમા આવવાની હતી જે ૧ ફેબ્રુઆરી સુધી લંબાઈ હતી અને હાલમાં ૧૫મી ફેબ્રુઆરીથી આ યોજના અમલમાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.

થામણાનું ગૌરવ


તાજેતરમાં ઉમરેઠ તાલુકા પંચાયતની મળેલી કારોબારીની બેઠકમાં કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે થામણાના વિમલભાઈ પટેલની સર્વાનુંમતે વરણી કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વિમલભાઈ પટેલની સતત બીજીવાર સદર પદ માટે નિમણુક કરવામાં આવેલ છે. આ સમયે તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણે તેઓને શુભેચ્છા વ્યક્ત કરી હતી.વિમલભાઈ પટેલ તાલુકા પંચાયતના ત્રણ વર્ષથી સભ્ય છે તેમજ ઉમરેઠની જ્યુબિલિ સ્કૂલમાં શિક્ષક તરીકે પણ ફરજ બજાવે છે અને ચિત્રકલા ક્ષેત્રમાં પણ તેઓનું મહત્વનું યોગદાન રહ્યું છે.

શ્રી ખડાયતા વિદ્યોતેજક મંડળ – ઉમરેઠ દ્વારા ચાલતી વિવિધ સંસ્થાઓની ટુંકી રૂપરેખા


શ્રી ખડાયતા વિદ્યોતેજક મંડળ – ઉમરેઠ દ્વારા ચાલતી વિવિધ સંસ્થાઓની ટુંકી રૂપરેખા અત્રે ઉપસ્થિત છે. આ સંસ્થા વધુ સારી રીતે જ્ઞાતિજનો માટે કાર્યો કરી શકે તે માટે જ્ઞાતિજનો ઉદાર હાથે જ્ઞાતિની સંસ્થાઓમાં પોતાનો આર્થિક સહયોગ આપી શકે છે. આર્થિક સહયોગ આપવા માટે તેમજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું વિસ્તૃત માહિતી માટે તમે રાકેશભાઈ બી.ગાંધી તેમજ અરવિંદભાઈ સુત્તરીયાનો સંપર્ક કરી શકો છો.

PAGE 01

PAGE 2

તા.ક – તા.૧૦.૨.૨૦૧૩ને રવીવારના રોજ સુવર્ણ જયંતિ ઉજવવાનું નક્કી કરેલ છે જેની નોંધ લેવી.

ઉમરેઠ ખડાયતા સમાજનું ગૌરવ


ઈન્દોર ગુજરાતી સમાજના કોષાદ્યક્ષ અને ઈંદોર લોખંડ વહેપારી એશોશિયેશનના અદ્યક્ષ શ્રી પ્રદીપભાઈ જશવંતલાલ શાહના પૂત્ર જનમ પ્રદિપભાઈ શાહ તાજેતરમાં લેવાયેલ CATની પરિક્ષામાં ૯૯.૪૧% પરસેન્ટાઈલ સાથે ઈન્દોરમાં ત્રીજા નંબરે આવેલ છે. હાલમાં તેઓ IIT ઈન્દોરથી મિકેનીકલ એન્જીયરીંગનો અભ્યાસ કરી રહ્યા છે. તેઓની આ સિધ્ધિ બદલ ઈન્દોર ખડાયતા સમાજ સહીત ઉમરેઠ ખડાયતા મિત્ર મંડળના હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા હતા.

ઉમરેઠમાં તળાવોનું બ્યુટીફીકેશન કરવાની જરૂર..!


  • મામલતદાર ઓફિસ સામે તળાવ વિહાર કરવાનું સ્થળ બની શકે

ઉમરેઠમાં હાલમાં હરવા ફરવા લાયક કોઈ બાગ બગીચા નથી ત્યારે ઉમરેઠના તળાવોનું બ્યુટીફીકેશન કરી આ તળાવની આસ પાસના વિસ્તારને હરવા ફરવાના સ્થળ તરીકે વિકસાવી શકાય તેમ છે. હાલમાં ઉમરેઠમાં ત્રણ તળાવો અસ્તિત્વમાં જે જે પૈકી ત્રણેય તળાવમાં હાલમાં ગંદકી સહીત જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે. ઉમરેઠના વડા બજાર વિસ્તારમાં આવેલ તળાવ છેક જાગનાથ ભાગોળ સુધી વિસ્તરણ પામેલ છે તેમજ સૈફુલ્લા બાવાની દરગાહ અને વ્હોરા કોમની દરગાહ સુધી તેના કિનારા અડે છે જો આ તળાવને સાફ કરી તેનું બ્યુટીફીકેશન કરવામાં આવે તો તે જોવા લાયક સ્થળ સહીત નગરજનો માટે હરવા ફરવા માટે ઉત્તમ વિકલ્પ બની સકે છે, આ ઉપરાંત લાલ દરવાજા વિસ્તારનું તળાવ પણ ગંદકીથી ખદબદે છે અને તેમાં કુંભવેલનું સામ્રાજ્ય દેખાય છે આ તળાવ નાનું હોવાને કારણે તેનો વિકાસ સક્ય નથી પરંતુ તેને સાફ કરી યોગ્ય રીતે તેનો રખરખાવ કરવામાં આવે તેમ આજૂબાજૂના રહીશો લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

વધુમાં ઉમરેઠ મામલતદાર કચેરી સામેનું તળાવ ઉમરેઠના ઓડ બજાર વિસ્તાર સુધી વિસ્તાર પામેલ છે, જો ખરેખર ઉમરેઠમાં તળાવોનો વિકાસ કરી તેનું બ્યુટીફીકેશન કરવાની ઈચ્છાશક્તિ કોઈ નેતા કે તંત્ર ધરાવતું હોય તો આ તળાવ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ તળાવ ઓડ ચોકડીથી નજીક આવેલ છે તેમજ ગામના લોકો પણ આ તળાવ સુધી ઓડ બજારના માર્ગે ચાલીને આવી શકે તેમ એ જેથી આ તળાવને યોગ્ય રીતે સાફ સફા કરી તેનું બ્યુટીફીકેશન કરવામાં આવે તો આ તળાવમાં બોટીંગ સહીત વોટર સ્પોર્ટની સુવિધા કરી શકાય. જો આમ થાય તો ખરા અર્થમાં ઉમરેઠનો વિકાસ થઈ શકે છે,અને જિલ્લામાં ઉમરેઠનું આગવું સ્થાન થઈ શકે છે. ઉમરેઠ મામલતદાર કચેરી સામે આવેલ તળાવને વિકસાવી તેનું બ્યુટીફીકેશન હાથ ધરાય તેવી લોક લાગણી પ્રવર્તમાન બની છે.

સંસદ સભ્ય અને ધારા સભ્યની ગ્રાન્ટનો સ્થાનિક ઉમરેઠમાં અત્યાર સુધી નહિવ ઉપયોગ થયો છે. ત્યારે ઉમરેઠની સ્થાનિક પ્રજાની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી નગરમાં હરવા ફરવાના સ્થળ તરીકે તળાવોનું બ્યુટીફીકેશન કરી સંસદ સભ્ય અને ધારાસભ્ય પોતાની ગ્રાન્ટનો ઉપયોગ કરે તેમ લોક માંગ પ્રવર્તમાન ઉઠી છે

ઉમરેઠમાં ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી


ઉમરેઠ પંથકમાં ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારે પ્રમાણમાં મધ્યમ પવન હોવાને કારણે મોટી સંખ્યામાં લોકોએ પતંગબાજીનો આનંદ લીધો હતો. કેટલાક લોકોએ અગાસીમાં ડી.જે સિસસ્ટમ પણ મુકી હતી અને પતંગબાજી સાથે ડાન્સનો પણ આનંદ લીધો હતી. બીજી બાજૂ વારંવાર લાઈટો બંધ થઈ જતા લોકો અકળાટ અનુભવતા હતા છતા પણ ચોફેર ચિચિયારીઓથી વાતાવરણ ગુજી ઉઠ્યું હતું.

એક તરફ યુવાધન અગાસીમાં ઉત્તરાયણનો આનંદ લઈ રહ્યું હતુ ત્યારે બીજી તરફ મહિલાઓ અને વૃધ્ધોએ દાન-પુણ્ય કરી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. નગરની ચોકસીની પોળ સહીત અન્ય પોળ ફળિયામાં ગરીબો માટે દાન-પુણ્યની અનોખી પહેલ કરવામાં આવી હતી. સાંજના સમયે જાણે ઉત્તરાયણ પૂર્ણ થઈ હોય અને દિવાળી શરૂ થઈ હોય તેવું વાતાવરણ જામ્યું હતુ સાંજે લોકોએ ડુક્કલ ઉડાવી આતીશબાજીનો દોર શરૂ કર્યો હતો.

ઉમરેઠમાં સ્વામિ વિવેકાનંદ જન્મ જયંતિની ઉજવણી


ઉમરેઠમાં સ્વામિ વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે ૯ કલાકે શોભાયાત્રાને એસ.એન.ડી.ટી ગ્રાઊન્ડથી ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજએ પ્રસ્થાન કરાવ્યું હતું. શોભાયાત્રામાં નગરના યુવાનો, વિદ્યાર્થીઓ સહીત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉમરેઠ બ્રહ્મકુમારી ઈશ્વરિય વિદ્યાલય, ઉમરેઠ સ્વામિનારાયણ મંદિર સહીતની સંસ્થાઓ દ્વારા પણ શોભાયાત્રામાં ઝાંખી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નગરના કેટલાક યુવાનોએ શહીદ ભગતસિંહ,ભારતમાતા,ઝાંસીની રાખી,સુખદેવ સહીતના પાત્રોની વેશભૂષા ધારણ કરી હતી જે શોભાયાત્રામાં આકર્ષનનું કેન્દ્ર બની હતી. ઉમરેઠ નગરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા ફરી હતી જેમાં નગરપાલિકા શાળાના વિદ્યાર્થીઓએ લોકજાગૃતિ અર્થેના બેનરો સાથે લોકોનું ધ્યાન ખેચ્યું હતું.

હરતા – ફરતા વાતોના વડા…!


  • આવતી કાલે શનીવારે ઉમરેઠના એસ.એન.ડી.ટી મેદાન ખાતેથી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૮.૩૦ કલાકે રેલી પ્રસ્થાન કરી નગરના વિવિધ વિસ્તારમાં ફરશે – ઉમરેઠમાં પહેલી વખત સ્વામિ વિવેકાનંદને લઈ કોઈ કાર્યક્રમ થઈ રહ્યો છે, અપવાદ સ્વરૂપે સ્વામિ વિવેકાનંદ યાત્રા લઈ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઉમરેઠમાં થોડા મહીના પહેલા આવ્યા હતા.
  • બીજુ જાન્યુઆરી મહીનાને છાજે તેવી ઠંડી અત્યારે ઉમરેઠમાં પડી રહી છે, ઠંડીમાં થીજાવા સાથે ઉમરેઠમાં સ્વાદ રસીકો ધ્વારા ખિચદી-ઉધિયા પાર્ટીની ધૂમ છે.
  • ઉત્તરાયણને આડે ગણતરીના દિવસો બાકી છે, અરે ગણતરીના કલાકો જ કહીયે તો ખોટું નહી હોય, ઉત્તરાયણનું વાતાવરણ જામી રહ્યું છે, બજારમાં ઠેર ઠેર પતંગની ખરીદી કરવા લોકો આવી રહ્યા છે.
  • આ વર્ષે પતંગનો ખર્ચો દર વર્ષ કરતા ઓછો છે મોંધવારીના સમયમાં વર્ષના પહેલા તહેવાર માંજ ઓછો ખર્ચો થાય એટલે સ્વભાવિક રીતે આખું વર્ષ સારું જશે તેવી ગાંઠ મારી દીધી છે, પછી છુટેતો મારા કરમ…
  • ગયા વર્ષે પવન ઓછો હતો અને પતંગ દોરો આબાદ ઢગલો બચ્યા હતા સાથે આળશુના પીર હોવાને કારણે અગાસી કરતા પથારીમાં વધુ સમય ગયો એટલે આ વર્ષે ઓછા ખર્ચામાં ઉત્તરાયણ પતશે આશા છે આ વર્ષે પવન સારો હશે.
  • ઉમરેઠમાં બાઈક ચોરાવવાની પરંપરા યથાવત છે એટલે મહેરબાની કરી અગાશીમાં જાવ ત્યારે તમારૂં બાઈક સેફ છે કે નહી તે જરૂરથી ચકાસી લેજો…
  • ઉમરેઠમાં આર.ટી.ઓ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ ઉજવાયું હતું, પરંતુ કમનસિબે આજ સપ્તાહમાં ઉમરેઠમાં બે-ત્રણ અકસ્માત થયા અને ભાટ્ટપુરાના આશાસ્પદ યુવાનનું મોત નિપજ્યું હતુ, અન્ય એક અકસ્માતમાં એક પ્રોઢનું છકડો રીક્શા પલ્ટી ખાતા મોત નિપજ્યું હતું.
  • ઉમરેઠને નવા એમ.એલ.એ તરીકે જયંતભાઈ બોસ્કી મળ્યા , લાગે છે ધનારક છે એટલે ગામમાં દેખાતા નથી, ચુટણી પહેલા ગામમાં કાર્યાલય કરવાની વાતો હાલપુરતી તો પોકળ સાબિત થતી હોય તેમ લાગે છે ભવિષ્યની ખબર નહી. ચુંટણી પહેલા ઉમરેઠના ૧૧ સળગતા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની શરૂઆત ક્યારે થશે એ’તો રામ જાણે. ચુંટણીના ટાણે રવીના ટંડને કહ્યું હતુ કે જયંતભાઈ જીતશે તો વિજય સરઘસમાં હું આવીશ પણ જયંતભાઈ જ ન આવ્યા તો રવીના ક્યાંથી આવે…? ઉમરેઠીયાઓ શાંતિ રાખો…!
  •  “આપણું ઉમરેઠ” બ્લોગમાં નવા વર્ષમાં ક્વિઝનું થોડા સમયમાં આયોજન થશે, ભાગ લેવા તૈયાર થઈ જાવ, ઈનામમાં કાંઈ નહી મળે તેનું ખાસ ધ્યાન રાખજો.

આ વર્ષની પહેલી પોસ્ટ…


ઉમરેઠ ખાતે નાના બાળકોએ નવા વર્ષની ઉજવણી કરી હતી. નાના બાળકોને સાન્ટાએ અવનવી ગીફ્ટ આપી તેઓને મનોરંજન પૂરુ પાડ્યુ હતું. નાન બાળકોએ ઉત્સાહભેર નવા વર્ષને આવકાર આપી મોજ મસ્તી કરી હતી.

%d bloggers like this: