આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: April 2015

મહા ગુજરાતની ચળવળમાં ઉમરેઠના સુરેશ ભટ્ટ શહીદ થયા હતા…!


ઉમરેઠના સ્વ.હરિહર ખંભોળજા,અને સ્વ.અશોક ભટ્ટએ મહાગુજરાત મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારત દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઇ. સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી હતી. જેમા સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ. ઇ. સ. ૧૯૫૬ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા. આ નવા રાજ્યમાં ઊતર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા. કેટલાક દેખાવો અને મરાઠી રાજ્યની માંગ પછી ૧લી મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા કરવામાં આવ્યા.

sureshbhattઆ સમયે કેટલાય આંદોલન થયા હતા જેને લોકો મહા ગુજરાત ચળવળ તરીકે ઓળખે છે, સદર ચળવળમાં ઉમરેઠના ત્રણ સપૂતો સક્રીય રીતે ભાગ લઈ મહાગુજરાત ચળવળમાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. સ્વ.સુરે ભટ્ટ મહાગુજરાતની ચળવળમાં શહિદ થયા હતા, જેૂની યાદમાં આજે પણ ઉમરેઠના ભાટવાડામાં તેઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા ખાંભી બનાવવામાં આવી છે અને શહીદ દિવસે તેઓને શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવે છે

khambholjaમહા ગુજરાત ચળવળમાં ઉમરેઠના બીજા સ્વ.હરિહરભાઈ ખંભોળજાએ પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો, તેઓ ગુજરાતની સ્થાપણા બાદ ગુજરાતની રાજનિતિમાં સક્રીય થયા હતા અને ઉમરેઠ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા તેમજ કોગ્રેસ સરકારમાં તેઓ આગલી હરોળમાં હોવાને કારણે ગુજરાતના નાણામંત્રી તરીકે પણ તેઓએ પોતાની ભૂમિકા અદા કરી હતી.

ashokbhattઆ ઉપરાંત ઉમરેઠના સ્વ.અશોકભાઈ ભટ્ટે પણ મહાગુજરાત ચળવળમાં અગત્યની ભૂમિકા ભજવી હતી તેઓ ભાજપમા પ્રથમ પંકિતના નેતા હોવાને કારણે ગૃહમંત્રી અને વિધાનસભાના સ્પીકર તરીકે પોતાની સેવા આપી હતી આ પહેલા તેઓ અમદાવાદ ખાડીયા વિધાનસભા બેઠક પર થી વર્ષોથી જીતતા આવતા હતા તેઓના મૃત્યુ બાદ તેઓના પૂત્ર આજે પણ ખાડીયા-જમાલપૂર બેઠક પર ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. મહા-ગુજરાતની ચળવળમાં ઉમરેઠના ત્રણ બ્રહ્મ સપૂતોના અનોખા યોગદાન માટે ઉમરેઠ સદાય ગૌરવની લાગણી અનુભવશે તેમાં કોઈ બે મત નથી, ત્યારે ૧ મે ગુજરાત દિવસે તેઓને શ્રધ્ધાંજલિ આપવાનું કેમ ચુકાય..? ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરિકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે તેમાં વિવિધ વિકાસ અને લોકોપયોગી કાર્યોની શરૂઆત કે લોકાર્પણ વિધિ કરવામાં આવે છે.

ભવન્સ કોલેજના વા.ચેરમેન પદે વરણી


bhushan_bhatt_MLAતાજેતરમાં ડાકોર ભવન્સ કોલેજના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં મૂળ ઉમરેઠના હાલ ખાડીયા-જમાલપૂર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટની વાઈસ ચેરમેન પદે વરણી કરવામાં આવી હતી. આ સમયે ભૂષણભાઈ ભટ્ટે ભવન્સ કોલેજ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો અને સંસ્થાના વિકાસ માટે સક્રીય ફાળો આપવાની ખાતરી આપી હતી. ભૂષણભાઈ ભટ્ટને ભવન્સ કોલેજના વા.ચેરમેન પદે નિમણુક કરવામાં આવતા ઉમરેઠ શહેર ભાજપના પદાધિકારીઓ સહીત ઉમરેઠ બ્રહ્મસમાજના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

ઉમરેઠ વીશા ખડાયતા વયસ્ક મહીલા સંગઠનના હોદ્દેદારોની વરણી


VISAKHADAYATA

ઉમરેઠ વીશા ખડાયતા વણિક મંડલ દ્વારા તાજેતરમાં મળેલી બેઠક દરમ્યાન ઉમરેઠ વીશા ખડાયતા વયસ્ક મહીલા સંગઠનની રચના કરવામાં આવી હતી. આ પ્રસંગે સદર મહીલા સંગઠનના હોદ્દેદારો વરાયા હતા જેમાં પ્રમુખ પદે સુધાબેન એ.શાહ, ઉપ પ્રમુખ પદે બીનાબેન તેમજ મંત્રી પદે કુસુમબેન કે ચોકસી અને ખજાનતી પદે દિપીકાબેનની વરણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઉપસ્થીત વીશા ખડાયતા જ્ઞાતિના અગ્રણીઓએ તમામ હોદ્દેદારોને શુભેચ્છા વ્યક્ત કરી હતી. હોદ્દેદારોએ પ્રત્યુત્તરમાં જ્ઞાતિના કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓની સંસ્થા દ્વારા જ્ઞાતિના ઉત્થાન માટે કાર્યો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું

ઉમરેઠ ગિરિરાજધામ ખાતે ફુલમંડલી મનોરથ યોજાયો.


GIRIRAJ01

ઉમરેઠના ગિરિરાજધામ ખાતે તાજેતરમાં ફુલમંડલી મનોરથનું અલૌકિક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી ગિરિરાજજીને વિવિધ ફુલોનો શણઘાર ધરાવવામાં આવ્યો હતો. આ દિવ્ય દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ દિવ્ય પ્રસંગે શ્રી દેવકીનંદબાવાશ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વૈષ્ણવોને આશિર્વચન પાઠવ્યા હતા