આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: September 2010

ઉમરેઠમાં મોરારીબાપુની કથા અનિવાર્ય સંજોગોને કારણે બંધ


ઉમરેઠ સંતરામધામ ખાતે તા.૨૩.૧૦.૨૦૧૦ થી ૩૧.૧૦.૨૦૧૦ સુધી પૂ.મોરારીબાપુની કથાનું આયોજન કરવામાં આવ્યું હતુ જે અનિવાર્ય સંજોગોને કારણે બંધ રહેલ છે જેની સૌ કોઈ ભક્તોએ નોધ લેવી.

ઉમરેઠ પાલિકાની ચુંટણીમાં સુભાષ શેલતને સક્રીય કરવા કોગ્રેસી દિગ્ગજોની મથામણ, સુભાષ શેલત પૂનઃ સક્રીય થાય તેવી ચર્ચા…!


  • સુભાષ શેલત સક્રીય થશે તો, ભા.જ.પ માટે કપરાં ચઢાણ..!

એક તરફ ઉમરેઠના પીઢ અને રાજકિય દિગજ્જ કહેવાતા સુભાષભાઈ શેલતે પાલિકા ચુંટણીમાં કોઈ પણ જાતનો રસ ન દાખવતા હોવાને કારણે ભાજપના રાજકિય દિગજ્જો ગેલમાં આવી ગયા છે અને કેટલાક વોર્ડમાં બિનહરીફ ચુંટઈ આવવાના પણ દાવા કરી રહ્યા છે. ત્યારે ભાજપના મનસુબા પાર ન પડે તે માટે કોગ્રેસની કમાન ધારાસભ્ય લાલસિંહભાઈએ સંભાળી લીધી છે અને તમામ વોર્ડમાં યોગ્ય ઉમેદવારોને ઉભા રાખી ભાજપ સામે બાથ ભીડવા તૈયારીઓને આખરી ઓપ આપવામાં મશગુલ થઈ ગયા છે સાથે સાથે કોગ્રેસના કહેવાતા કેટલાક અંગત સુત્રોની વાત ધ્યાનમાં લઈએ તો સુભાષભાઈ શેલતને પણ પૂનઃ સક્રીય કરવા કોગ્રેસના કેટલાક મોટા માથા મથામણ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વધુમાં ચર્ચાઈ રહ્યું છે કે, સુભાષભાઈ શેલત કેટલાક વોર્ડમાં કોગ્રેસના સંભવિત અમુક ઉમેદવારને લઈ નારાજ છે, આ મુદ્દે જો કોઈ નિરાકરણ આવે અને વચ્ચેનો રસ્તો નિકળે તો પૂનઃ કોગ્રેસ મજબુત થઈ શકે તેમ છે. હાલમાં સુભાષભાઈ શેલતની નિષ્ક્રીયતાને કારણે તમામ વોર્ડમાં ભાજપ તરફી ઉમેદવારી કરી બધા ઉમેદવારોને જીતનો સ્વાદ ચાખવાનો અભરખો થયો છે. જેના કારણે ભાજપમાં પણ ઉમેદવારોને લઈ અસંતોષની લાગણી કેટલાક વોર્ડમાં દેખાઈ રહી છે નગરના વોર્ડ નં.૧ માંતો એક જ પરિવારના બે સભ્યોને ભાજપ ધ્વારા ટીકીટ ફાળવવામાં આવવાની વાતોને લઈ પહેલા વોર્ડમાં અન્ય ભાજપના કાર્યકરોમાં છૂપો રોષ દેખાઈ રહ્યો છે.

બીજી બાજૂ વોર્ડ નં-૫ માં પણ ભાજપના કહેવાતા સક્રીય કાર્યકરને ચાલુ વર્ષે યોજાનાર નગરપાલિકામાં ભાજપ ધ્વારા ટીકીટ ન આપી તેઓને હાંસિયા ઉપર ધકેલવાનો પ્રયાસ પુર જોશમાં ચાલુ છે જો આમ થશે તો વોર્ડ નં.૫ માં પણ ભાજપના આ ઉમેદવાર બળવો કરી અપક્ષ ઝંપલાવે કે પછી સુભાષભાઈ શેલત જોડે જોડાઈ નગરના રાજકિય સમિકરણો બદલી શકે તેમ છે. ત્યારે નગરના કેટલાક રાજકિય વિષેશજ્ઞો સુભાષ શેલત પૂનઃ સક્રીય થાય તેવી ચર્ચા કરી રહ્યા છે ત્યારે જો સુભાષ શેલત પૂનઃ પાલિકાની ચુંટણીમાં સક્રીય થશે તો લાલસિંહ વડોદિયા અને સુભાષભાઈ શેલતની જોડી નગરમાં રાજલકિય આલમમાં ધરખમ ફેરફાર કરે તેમાં કોઈ નવાઈ નથી..!

ડબલ ઢોલકી કાર્યકરોથી રાજકિય પક્ષો હેરાન..

ઉમરેઠ- એક તરફ ચુંટણીની તૈયારીઓને રાજકિય પક્ષો અંતિમ ઓપ આપી રહ્યા છે. ત્યારે કેટલાક કાર્યકરોની ડબલ ઢોલકીની નિતિ રાજકિય નેતાઓ માટે હેરાન કરનાર સાબિત થઈ રહી છે. કેટલાક રાજકિય તત્વો સવારે કોગ્રેસ અને રાત્રે ભાજપના ખોળામાં બેસી નગરમાં રાજકિય ઉથલપાથલ કરવાની ફિરાકમાં હોવાનું ચોક્કસ દેખાઈ રહ્યું છે ત્યારે રાજકિય નેતાઓ અગમચેતી દાખવી ફુંકી ફુંકી પગલા ભરી રહ્યા છે.

આણંદ જિલ્લાના બજારોમાં નવરાત્રિની વિવિધ ખરીદીનો જામતો માહોલ


નવલાં નોરતાં નજીક આવી રહ્યા છે પરિણામે અત્યારથી જ ખેલૈયાઓ તેની તૈયારીઓમાં આટોપાઈ ગયા છે. હાલમાં શ્રાદ્ધ ચાલી રહ્યા છે, સામાન્ય રીતે શ્રાદ્ધ પક્ષમાં કોઈ જ ખરીદી થતી નથી પરંતુ ગરબે ઘૂમવાના શોખીનો માટે તો આ જ સમય તેની ખરીદી માટેનો હોય છે. પરિણામે બજારમાં ટ્રેડિશનલ ડ્રેસ, ખાસ ગામઠી ઘરેણા સહિતની બજારોમાં તડાકો દેખાઈ રહ્યો છે.

સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર ધીમેધીમે ઘરાકી જામી રહી છે, સાથે જ આણંદ તેમજ વિદ્યાનગરના જુદાજુદા વિસ્તારોમાં ગરબાના સ્ટેપ્સ શીખવાડતાં ક્લાસિસમાં ધમધમાટ વધી રહ્યો છે. બીજી બાજુ આદ્યશક્તિના આરાધના માટે આ નવ દિવસ અતિ મહત્ત્વના મનાતા હોઈ ભાવિકો પણ માતાને મનાવવા માટે થતાં જુદાજુદા અનુષ્ઠાનો કરવાની તૈયારીઓમાં લાગી ગયા છે. જોકે હવે પાશ્ચાત્ય ગરબાના સ્થાને વેસ્ટર્ન સ્ટાઈલે ગરબા ડાન્સનું ચલણ વધી રહ્યું છે તેમ છતાં ગ્રામ વિસ્તારોમાં માતાજીની આરાધના માટે ગરબાભક્તિ જળવાઈ રહી છે.

શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થતાં નવલાં નોરતાંનો પ્રારંભ થઈ જશે. યુવા વર્ગના સૌથી લોકપ્રિય એવા આ નવ દિવસના પર્વની ઉજવણી માટે અત્યારથી જ યુવાવર્ગમાં થનગનાટ દેખાઈ રહ્યો છે. ગરબે ઘૂમવા માટેના ટ્રેડિશનલ વસ્ત્રોનો વેપારીઓએ સ્ટોક કરી લીધો છે. યુવતીઓ માટે ચણિયાચોળી, ટ્રેડિશનલ ઘરેણામાં આ વર્ષે અનેક નવી વેરાઈટી બજારમાં જોવા મળી રહી છે.

સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે વર્ષમાં આ સમયગાળા દરમિયાન ટ્રેડિશનલ ઘરેણાનો ઉપાડ વધુ રહે છે. ખાસ કરીને યુવાવર્ગ દ્વારા ગરબે ઘૂમવા માટે ધૂમ ખરીદી થતી હોવાને કારણે અમે પણ પહેલેથી જ સ્ટોક કરી લઈએ છીએ. અગાઉની સરખામણીમાં આ વખતે વધુ નવી ડિઝાઈનો જોવા મળી રહી છે. વસ્ત્રોમાં પણ ખાસ કરીને યુવાનોમાં કેડિયું, ચોરણી અને યુવતીઓમાં ચણિયા ચોળી દર વખતની જેમ ‘ઈન ડીમાન્ડ’ છે. છેલ્લા કેટલાંક સમયથી અન્ય શહેરોની જેમ ચરોતર પંથકમાં પણ પરમ્પરાગત વસ્ત્રો અને ઘરેણા ભાડેથી લેવાનું ચલણ વધી રહ્યું છે પરિણામે આવી વસ્તુઓ ભાડે આપતાં વેપારીઓને પણ તડાકો પડી ગયો છે.

વળી છેલ્લા કેટલાંક વર્ષોમાં યુવાનો પણ હવે યુવતીઓની જેમ જ ચહેરો આકર્ષક બનાવવા માટે સેવાઓ લેતાં થયા છે. પરિણામે શહેરના બ્યૂટી પાર્લરો અને સલૂનોમાં પણ અત્યારથી જ જુદાજુદા દિવસે જુદીજુદી ટ્રિટમેન્ટ લેવા માટે બુકિંગ કરાવવામાં આવી રહ્યું છે. વેસ્ટર્ન ટાઈપના દાંડિયા રાસ માટે થતાં પ્રોફેશ્નલ આયોજકો દ્વારા પણ તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઠેક-ઠેકાણે મેદાનોની સાફ સફાઈ શરૂ કરી દેવામાં આવી છે. ગરમી અને ઠંડીના ચમકારા જેવા મિશ્ર વાતાવરણમાં બિમારીનો માહોલ છવાયો હોવા છતાંયે નવરાત્રિ ઉત્સાહભેર ઉજવવા ખૈલેયાઓએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં રત બન્યા છે

ઉમરેઠ તાલુકા પંચાયતની ચુંટણીના ઉમેદવારોને માર્ગદર્શન આપવા મામલતદાર કચેરીએ કેન્દ્ર શરૂ કરાયું


રાજ્યભરમાં તાલુકા પંચાયત સહિત પાલિકાની ચુંટણીના બ્યુગલો વાગી ચુક્યા છે ત્યારે ઉમેદવારોને ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે અને તેઓ ફોર્મ ભરવાની પ્રક્રિયા સરળ રીતે પાર પાડે તે હેતુથી ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો માટે તેઓને ફોર્મ ભરવાની સમજ તેમજ જરૂરી માહિતી મળે તેથી માર્ગદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે જેથી ઉમેદવારોમાં હર્ષની લાગણી વ્યાપી છે અને તેઓની ફોર્મ ભરવાની પ્રક્રીયા સરળ રીતે પાર પડી રહી છે.

ઉમરેઠ તાલુકા ચુંટણી માટે નિયુક્ત થતેલ ચુંટણી અધિકારી ગોપાલ બામણીયા , ટી.ડી.ઓ ઉમરેઠ, અંજનાબેન પટેલ સહિત ઉમરેઠ મામલતદાર અનસુયાબેન ઝા ઉમેદવારોને ઉમેદવારી ફોર્મ બતાવી તેમાં ભરવામાં આવતા વિવિદેહ મુદ્દા અંગે સમજ આપે છે અને ઉમેદવારોને ફોર્મ ભરવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા સકારાત્મક અભિગમ દાખવી તેઓને આ માર્ગદર્શન કેન્દ્રમાં સમજ આપી રહ્યા છે.

આ રીતે ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે માર્ગદર્શન કેન્દ્ર ઉભું કરાતા ઉમેદવારો ઉત્સાહ સાથે ફોરમ ભરવા માહિતી મેળવી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે. જ્યારે આવી વ્યવસ્થા થી કોગ્રેસ ભાજપ સહિત અન્ય પક્ષના ઉમેદવારો સરળ રીતે ફોર્મ ભરવાની પ્રક્રિયા માંથી પસાર થઈ રહ્યા છે અને વહિવટી તંત્રના આ કદમથી પ્રભાવિત થયા છે.

ઉમરેઠમાં પિતૃઓના આત્માની તૃપ્તિ અર્થે બનાવેલ શ્રાદ્વનો ઓટલો નામશેષ થવાના આરે…!


આ જગ્યા કઈ છે...?

ઉપર ચીત્રમાં દેખાતી જગ્યા ઉમરેઠની છે. આ જગ્યા ક્યાં આવેલ છે..? અને તેનું મહત્વ શું છે…? કોઈ જણાવે તો સારૂં, મોટા ભાગે વૈષ્ણવો માટે આ જગ્યા ખુબજ મહત્વ ધરાવે છે. આ અંગે કોઈને કાંઈ પણ જાણકારી હોય તો જણાવશો. આ જગ્યા બસ સ્ટેશ પાસે આવેલ મુખ્ય ધ્વાર ની બાજૂમાં ખાણી-પીણીની લારીઓ ઉભી રહે છે તેની પાછળની છે. ખડાયતા વાણિયા અને ભ્રાહ્મણો માટે આ જગ્યાનું કાંઈક વિશેષ મહત્વ છે આ અંગે કોઈ વધુ માહિતી આપી શકે તો આવકાર્ય છે.

આ અંગે સરદાર ગુર્જરી ન્યુઝ પેપરમાં એક આર્ટીકલ છપાયો છે જે નીચે મુજબ છે.

હિન્દુ શાસ્ત્રમાં પિતૃઓના આત્માની શાંતિ અર્થે વિવિધ પ્રકારના પૂજન, વિધિનું આલેખન કરાયેલું છે. વર્તમાન સમયમાં પણ હિન્દુ પરિવારો દ્વારા મૃતાત્માની શાંતિ અર્થે શ્રદ્વાપૂર્વક શ્રાદ્વ કરવામાં આવે છે. હાલમાં શ્રાદ્વ પર્વ નિમિત્તે બાળકોને તિથિભોજન, કાગવાસ, નદી કિનારે, ઓવારે પિતૃતર્પણ સહિતની વિધિ કરવામાં આવે છે.
ઉમરેઠ શહેરની ભાગોળે જ શ્રાદ્ધ ક્રિયા માટે દાતાઓ દ્વારા આરો બનાવ્યો હતો પણ યોગ્ય માવજતના અભાવે આ આરો લૃપ્ત થવાના પહોંચતા નાગરિકોને ભારે ઠેસ પહોંચી છે. ઉમરેઠ શહેરના પ્રવેશદ્વારની બાજુમાં આવેલ તળાવના કિનારે કેટલીક જ્ઞાતિઓના આગેવાનો દ્વારા માતબર રકમનો ખર્ચ કરીને શ્રાદ્ધનો આરો (ઓટલો) બનાવ્યો હતો. આ સ્થળે હિન્દુ શાસ્ત્ર મુજબ મૃતાત્માઓના શાન્તિ અર્થે તેમની શ્રાધ્ધક્રિયાઓ આ ઓટલા પર કરવામાં આવતી હતી.
જોકે કહેવતમાં પણ ઉમરેઠને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે જેના પગલે શ્રાદ્ધનો ઓટલો પંથકમાં પ્રચલિત બનવા પામ્યો હતો. પરંતુ આ તળાવના કિનારે આરો ધીમે ધીમે તૂટીને નામશેષ થવાના આરે છે જેના પગલે મૃતાત્માઓના શ્રાદ્ધ માટે વિકટ સ્થિતિ અનુભવવી પડે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વિતેલા વર્ષોમાં શ્રાધ્ધ તર્પણથી માંડીને વિવિધ વિધિ પણ કરવામાં આવતી હતી પણ હવે નહિવંત નાગરિકો અહીં શ્રાદ્ધ ક્રિયાઓ માટે આવે છે તે સ્થાનિક પ્રસાશન માટે ગંભીર બાબત છે તેમ જણાવ્યું હતું.
જોકે સ્થાનિક પ્રસાશને સદરતળાવના બ્યુટીફીકેશન અને આરા અંગે પાલિકાની બેઠકમાં નિર્ણય લેવાની હૈયાધારણા આપી હતી. જે લાંબો સમય વીતી જવા છતાંયે કોઈ કાર્યવાહી હાથ ન ધરવામાં આવી નથી.

હિન્દુ શાસ્ત્રમાં પિતૃઓના આત્માની શાંતિ અર્થે વિવિધ પ્રકારના પૂજન, વિધિનું આલેખન કરાયેલું છે. વર્તમાન સમયમાં પણ હિન્દુ પરિવારો દ્વારા મૃતાત્માની શાંતિ અર્થે શ્રદ્વાપૂર્વક શ્રાદ્વ કરવામાં આવે છે. હાલમાં શ્રાદ્વ પર્વ નિમિત્તે બાળકોને તિથિભોજન, કાગવાસ, નદી કિનારે, ઓવારે પિતૃતર્પણ સહિતની વિધિ કરવામાં આવે છે.
ઉમરેઠ શહેરની ભાગોળે જ શ્રાદ્ધ ક્રિયા માટે દાતાઓ દ્વારા આરો બનાવ્યો હતો પણ યોગ્ય માવજતના અભાવે આ આરો લૃપ્ત થવાના પહોંચતા નાગરિકોને ભારે ઠેસ પહોંચી છે. ઉમરેઠ શહેરના પ્રવેશદ્વારની બાજુમાં આવેલ તળાવના કિનારે કેટલીક જ્ઞાતિઓના આગેવાનો દ્વારા માતબર રકમનો ખર્ચ કરીને શ્રાદ્ધનો આરો (ઓટલો) બનાવ્યો હતો. આ સ્થળે હિન્દુ શાસ્ત્ર મુજબ મૃતાત્માઓના શાન્તિ અર્થે તેમની શ્રાધ્ધક્રિયાઓ આ ઓટલા પર કરવામાં આવતી હતી.
જોકે કહેવતમાં પણ ઉમરેઠને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે જેના પગલે શ્રાદ્ધનો ઓટલો પંથકમાં પ્રચલિત બનવા પામ્યો હતો. પરંતુ આ તળાવના કિનારે આરો ધીમે ધીમે તૂટીને નામશેષ થવાના આરે છે જેના પગલે મૃતાત્માઓના શ્રાદ્ધ માટે વિકટ સ્થિતિ અનુભવવી પડે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વિતેલા વર્ષોમાં શ્રાધ્ધ તર્પણથી માંડીને વિવિધ વિધિ પણ કરવામાં આવતી હતી પણ હવે નહિવંત નાગરિકો અહીં શ્રાદ્ધ ક્રિયાઓ માટે આવે છે તે સ્થાનિક પ્રસાશન માટે ગંભીર બાબત છે તેમ જણાવ્યું હતું.
જોકે સ્થાનિક પ્રસાશને સદરતળાવના બ્યુટીફીકેશન અને આરા અંગે પાલિકાની બેઠકમાં નિર્ણય લેવાની હૈયાધારણા આપી હતી. જે લાંબો સમય વીતી જવા છતાંયે કોઈ કાર્યવાહી હાથ ન ધરવામાં આવી નથી.

ઉમરેઠમાં પાણીનું ભૂત પુનઃ ધુન્યું, ધારાસભ્યના વિસ્તાર માંજ પાણી માટે વલખા મારતી મહિલાઓ..!


  • વાંટા, માતાની લીમડી વિસ્તારની મહિલાઓનો પાલિકામાં હલ્લા બોલ

ઉમરેઠ નગરમાં થોડા સમય પહેલા પાણીનો વિકટ પ્રશ્ન મહદ અંશે પૂર્ણ થઈ ગયો હતો અને નગરજનોને હાશ કારાનો અનુભવ થયો હતો ત્યારે ઉમરેઠના છેવાડા વિસ્તારના માતાની લીમડી,વાંટા સહિતના વિસ્તારોમાં પાણીના પ્રશ્નએ પૂનઃ માથુ ઉચકતા સદર વિસ્તારની મહિલાઓ ઉગ્ર બની ગઈ હતી અને પાલિકા ભવનમાં હલ્લા બોલ કરી ચીફ ઓફિસર સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી જ્યારે પાલિકા તંત્ર ધ્વારા જૂનો પુરાનો ગોખેલો “પાણીની મોટર બળી ગઈ છે” તેવો જ જવાબ મળ્યો હતો.

એક તરફ ચુંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નગરના છેવાડાના વિસ્તારમાં પાણીનો પ્રશ્ન નેતાઓ માટે યક્ષ પ્રશ્ન બની રહેશે તેમ રાજકિય વિશેષજ્ઞો કહી રહ્યા છે. ત્યારે તાબળતોળ આ વિસ્તારનો પાણીનો પ્રશ્ન હલ નહિ કરવામાં આવે તો આ વિસ્તારની મહિલાઓ ચુંટણીનો બહિષ્કાર કરશે તેવી આ મહિલાઓએ ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે પાણી નહિ તો વોટ નહિ ની નિતિ આ મહિલાઓ અખ્ત્યાર કરે તો કોઈ નવાઈ નથી.

દૂવિધાની વાતતો એ છે કે, આ વિસ્તાર તાલુકાના ધારાસભ્યનો વિસ્તાર છે, જો આ વિસ્તારની મહિલાઓને પાણીની સમસ્યા નડતી હશે તો સ્વાભાવિક રીતે ધારાસભ્યના ઘરમાં પણ પાણીની સમસ્યા હોય તેમા નવાઈ નહિ હોય તાલુકાના ધારાસભ્ય જે વિસ્તારમાં રહેતા હોય તે વિસ્તારમાં પણ પાણી જેવી માળખાગત સુવિધા માટે જનતા વલખાં મારતી હોય તો તે વિસ્તારના ધારાસભ્યએ જ ડુબી મરવા જેવી વાત કહેવાય.

શું ધારાસભ્ય તેમના વિસ્તારની મહિલાઓના પાણીના સળગતા પ્રશ્નથી અજાણ હશે..? શું ધારા સભ્યની રજૂઆતો પાલિકાના સત્તાધીશો ધોળીને પી જતા હશે..? કે પછી જનતાનું જે થવાનું હોય તે થાય સત્તાધીશો મનમાનીની નિતિ અખ્ત્યાર કરી હશે..? તેવા વિવિધ પ્રશ્નો નગરજનો કરી રહ્યા છે.

વધુમાં કહેવાય છે કે આ પહેલા પણ પાલિકામાં પાણીના પ્રશ્ને નગરના મોચીવાડા, ભાઈ ની પોળ,પાટ તેમજ સટાક પોળ સહિત અન્ય વિસ્તારની મહિલાઓ ધ્વારા રજૂઆત કરવામાં આવી હતી ત્યારે જે તે સમયે આ પ્રશ્નનો પાલિકા તંત્ર ધ્વારા નિકાલ પણ કરવામાં આવ્યો હતો જ્યારે પાણીનો પ્રશ્ન પૂનઃ કેટલાક વિસ્તારમાં માથું ઉચકતા પાલિકાના રાજકિય લોકો માટે મુસીબતો લાવનારો સાબિત થશે.

જ્યારે પણ પાલિકામાં મહિલાઓ પાણીના પ્રશ્ને રજૂઆતો કરે છે ત્યારે “મોટર બળી ગઈ છે” તેવો ગોખેલો જવાબ પોપટની જેમ આપવામાં આવે છે ત્યારે શું વારંવાર મોટર બળી જતી હોવાની ઘટનાઓ બનતી હોવા છતા પાલિકાના સત્તાધીશો હલકી કક્ષાની મોટરો લાવતા હશે તેમ પણ મહિલાઓ પ્રશ્ન કરી રહી છે. ત્યારે દેર સે આયે દૂરસ્તા આયે ની નિતિ થી પાલિકા તંત્ર લોકોના ઘર સુધી પાણી પહોંચાડે તેજ લોક માગણી છે નહિતો આવનારી ચુંટણીમા જનતા રાજકિય નેતાઓની આંખમાં પાણી લાવે તો તેમા કોઈ નવાઈ નહિ.

કાગવાસ…


શ્રાધ્ધ પક્ષની શરૂઆત સાથે પોતાના પૂર્વજોની યાદમાં તેઓની આત્માને શાંતિ મળે તે હેતુંથી લોકો પોતાના પિતૃનું શ્રાધ્ધ ઉજવતા હોય છે. આ સમયે લોકો પોતાની શક્તિ મુજબ દાન-પૂણ્ય કરી પોતાના પિતૃની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરતા હોય છે. વર્ષોથી શ્રાધ્ધમાં દાન પૂણ્ય સાથે કાગવાસ કરવાની પણ પ્રથા અમલમાં હતી જે આજકાલના આધુનિક યુગમાં નામશેષ થઈ ગઈ છે.

હાલમાં લોકો માત્ર દાન-પૂણ્ય કરી શ્રાધ્ધની ઉજવણી કરી દેતા હોય છે. પોતાના પિતૃને કાગવાસ નાખવા માત્ર જૂજ લોકો પોતાની અગાશી કે છાપરા ઉપર ચઢતા હોય છે. કાગવાસ એટલે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ખીર અને રોટલીનું મિશ્રણ એક વાટકીમાં ભરી પોતાની અગાસી કે છાપરા ઉપર જઈ લોકો કાગવાસ કરી બૂમો પાડે છે આ દરમ્યાન કેટલાક કાગડા જે તે અગાશીમાં આવે ત્યારે તેઓને ખીર પુરી ખવડાવવામાં આવે છે. આ પરંપરા હાલમાં જૂજ લોકો અપનાવી રહ્યા છે. પ્રવર્તમાન સમયમાં માત્ર ચુસ્ત બ્રાહ્મણ તેમજ ધાર્મિકવૃત્તિ ધરાવતા લોકોન આ પરંપરા અપનાવી રહ્યા છે. બાકીના લોકો આ પ્રથાની જગ્યાએ દાન-પૂણ્ય કરી પોતાના પિતૃ પ્રત્યે પોતાની લાગણી દર્શાવે છે.બીજી બાજૂ પ્રવર્તમાન સમયમાં કાગડાની સંખ્યા પણ નામશેષ થઈ ગઈ છે. જેથી લોકો આ પ્રથાને અનુસરવા પ્રયત્ન કરે તો પણ તેઓને નિરાશ થવાનો વારો આવે છે, છતા પણ પ્રવર્તમાન સમયને અનુરૂપ લોકો પોતાના પૂર્વજોની આત્માની શાંતિ માટે વિધિવધ શ્રાધ્ધની ઉજવણી કરી રહ્યા છે.

અંખિયા મિલાકે


આજ કાલ આપણા ઉમરેઠમાં લોકો ગોગલ્સ પહેરીને ફરતા બહુ જોવા મળે છે. ચોકી ના જતા ઉમરેઠના લોકો ફેશનપ્રિય થઈ ગયા છે, તેવું નથી આ તો ગામમાં “અંખિયા મિલાકે” વાઈરસ ફેલાઈ ગયો છે. જો કોઈ વ્યક્તિની આંખો ઉપર આ વાયરસ આયો તો આંખો લાલચોળ થઈ જાય છે, અને આંખમાં દૂખવા લાગે છે.

આ વાયરસને કન્ઝકટવાઇટીસ વાઇરસ તરીકે પણ ઓળખાય છે.આ એક સામાન્ય રોગ છે કે વધુમાં જાણ ત્રણ દિવસમાં મટી પણ જાય છે. પરંતુ આ રોગ ન થાય તે માટે ચશ્મા પહેરી રાખવા તેમજ આંખોને બરાબર પાણી સાફ કરવી જરૂરી બની જાય છે. અત્યંત રસપ્રત બાબત તો એ છે કે વર્ષોથી લોકોમાં માન્યતા છે કકે જેને આંખ આવી હોય તેની આંખોમાં આંખ મિલાવવાથી બીજાને પણ આ રોગ લાગુ પડે છે. પરંતુ હકીકત તદ્દન વપિરીત છે. આંખોમાં જોવાથી આ રોગ લાગુ પડતો નથી પરંતુ હવામાં હેરફેર આ વાઇરસ ફેલાયેલો હોય છે. જે ગમે તે વ્યક્તિને પોતાનો શિકાર બનાવે છે.

ઉમરેઠમાં ગણેશ મહોત્સવ સંપન્ન (Exclusive video)


ઉમરેઠમાં ઉત્સાહભેર ગણેશ મહોત્સવ સંપન્ન થયો હતો. ઉત્સાહભેર એટલા માટે કારણ કે ભક્તિભેર લખવું અતિરેક હશે…! ગઈકાલે ઉમરેઠમાં ગણેશજીની શોભાયાત્રામાં લગભગ ૯ થી ૧૦ જેટલા ગણેશ મંળડ જોડાયા હતા જેમાંથી માંડ એક ગણેશ મંડળમાં ગણપતિ બાપા મોરીયા..નો નાદ શંભડાયો હતો…

..મોટા ભાગના ગણેશ મંડળ ડી.જે થી સજ્જ હતા અને ” મુન્ની બદનામ હુઈ ” ના ડાન્સ ઉપર ઠુમકા મારતા દેખાતા હતા. દિવસે દિવસે ગણેશ મહોત્સવની પરિભાષા બદલાતી જતી હોય તેમ લાગે છે.

…ખેર ઉમરેઠમાં ઉત્સાહભેર ગણેશ મહોત્સવ સંપન્ન થઈ ગયો તેમજ શોભાયાત્રા દરમ્યાન અબિલ – ગુલાલ નહી ઉડાડવાની પ્રથા ચાલુ વર્ષે પણ કડકાઈથી અમલમાં કરવામાં આવી હતી તે સારું લાગ્યું..

જય ગણેશ

ઉમરેઠ નગર પાલિકાની ચુંટણીને લઈ રાજકિય પક્ષો સક્રિય – યોગ્ય મૂરતિયાની શોધનો દોર શરૂ..!


  • વોર્ડ નં-૮માં બે રાજકિય દિગજ્જો આમને સામને આવે તેવી શક્યતા
  • કોગ્રેસનો આંતરિક વિવાદ દુર થતા ભાજપ અને કોગ્રેસની સીધી લડત

વિષ્ણુભાઈ પટેલ (ભા.જ.પ)

લાલસિંહ વડોદિયા (ધારાસભ્ય-કોગ્રેસ)

ગુજરાતમાં નગર પાલિકાની ચુંટણીની તારીખો જાહેર થઈ જતાની સાથે ઉમરેઠ નગરમાં રાજકિય આલમમાં ચહેલ પહેલનો દોર શરૂ થઈ ગયો છે. ત્યારે નગરના કુલ નવ વોર્ડમાં સક્ષમ મૂરતિયાઓ ની શોધમાં રાજકિય પક્ષોના આગેવાનો અને કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. ત્યારે સક્ષમ કહેવાતા ઉમેદવારો રાજનિતિથી દૂર રહેવાના મૂડામાં હોવાને કારણે ચોખ્ખી છાપવાળા મૂરતિયાને શોધવા માટે તમામ રાજકિય પક્ષોએ લોઢાના ચણા ચાવવા જેવી પરિસ્થિતી દેખાઈ રહી છે.

કોગ્રેસમાં આંતરીક વિખવાદ અભરાઈએ ચઢી ગયો હોવાનું સુત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.જેથી કોગ્રેસની નૈયા ને તરાવવા માટે સુભાષભાઈ શેલત અને લાલસિંભાઈ વડોદિયા હળીમળી કામ કરશે તેવા સંકેતો મળી રહ્યા છે છતા પણ તમામ વોર્ડમાં યોગ્ય મૂરતિયાને લઈ ભાજપ અને કોગ્રેસ બંન્ને પક્ષ હાલમાં અવઢમાં હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જ્યારે બંન્ને પક્ષના રાજકિય દિગજ્જો વિષ્ણુભાઈ બોસ અને સુભાષભાઈ શેલત ચુંટણીમાં ન ઝંપલાવી અન્ય યુવા કાર્યકરોને તક આવપવાની નિતિ નેવે મુકી યોગ્ય મૂરતિયા ન મળતા જાતે ચુંટણીમાં ઝંપલાવે તેવા સમિકરણો હાલમાં દેખાઈ રહ્યા છે. ત્યારે આવનારી નગર પાલિકાની ચુંટણી અત્યંત રસાકસી પૂર્ણ અને અણધાર્યા પરિણામોથી ભરપુર હોય તેવી પ્રબળ શક્યતા નકારી શકાય તેમ નથી.

ઉમરેઠમાં વર્ષોથી વિષ્ણુભાઈ પટેલ (બોસ) વિરૂધ્ધ સુભાષભાઈ શેલતની પેનલ વચ્ચે મુખ્ય જંગ છેડાય છે ત્યારે આવનારી ચુંટનીમાં પણ વિષ્ણુભાઈ પટેલ (ભાજપ) અને સુભાષભાઈ શેલત (કોગ્રેસ) વચ્ચે જંગ છેડાશે આ પહેલા સુભાષભાઈ શેલત પાલિકાની ચુંટણીમાં અપક્ષ પેનલો સાથે ઝંપલાવતા હતા પરંતુ આવનારી પાલિકાની ચુંટણીમાં પોતાના ઉમેદવારો કોગ્રેસના બેનર નીચે ઉતારવાશે તેવા સમિકરણો હાલમાં દેખાઈ રહ્યા છે.

વધુમાં બંન્ને પક્ષને હાલમાં તમામ વોર્ડમાં યોગ્ય મૂરતિયા શોધવા માટૅ ભારે કમાઠણ થઈ રહી છે. પરિસ્થિતી તેટલી હદે આવી પહોંચી છે કે કેટલાક જુના જોગીઓને પોતાની સીક્યોર કહેવાતી બેઠકો અન્ય લોકો માટે ખાલી કરી બીજા વોર્ડ માંથી ચુંટણી લડવાનો વારો આવે તેવી પણ શક્યતા નકારી શકાય તેમ નથી. વોર્ડ નં-૮, વોર્ડ નં-૫ તેમજ વોર્ડ નં-૭ માં બંન્ને પક્ષ ધ્વારા યોગ્ય ઉમેદવાર મુકવા માટે મહેનત કરવામાં આવી રહી છે જ્યારે વોર્ડ નં-૧ અને વોર્ડ નં-૫ માં ગઢ બનાવી ચુકેલા કેટલાક ઉમેદવારોને પોતાના વિસ્તાર માંથી અન્ય વિસ્તાર માંથી પક્ષ ધ્વારા ચુંટની લડવા ફરજ પાડવામાં આવે તો કોઈ નવાઈ નહિ.

ઉમરેઠના વોર્ડ નં-૮માં આ વર્ષે હાઈ-ટેન્શન ડ્રામાની પુરેપુરી સંભાવના છે હાલમાં ભાજપ અને કોગ્રેસના નજિકના કહેવાતા કેટલાક અંગત સૂત્રો તરફથી માહિતી મળી છે કે ભાજપના રાજકિય દિગ્ગજ વિષ્ણુભાઈ પટેલ પોતાના ગઢ કહેવાતા વોર્ડનં-૧ માંથી લડવાને બદલે સુભાષભાઈ શેલતના ગઢ કહેવાતા વોર્ડ નં-૮ માંથી પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે ઉમરેઠમાં વોર્ડ નં-૮ સૌથી શિક્ષિત અને નહિવત પછાત જ્ઞાતિના વોટ વાળો વિસ્તાર છે. વોર્ડ નં-૮ ના મતદારો અણધાર્યા પરિણામો લાવવા નગરમાં પ્રચલિત છે.

ગત નગરપાલિકાની ચુંટણીમાં પણ વોર્ડ નં-૮ માં અણધાર્યું પરિનામ આવ્યું હતું.વર્ષોથી વોર્ડ નં-૮માં જીતતા આવતા સુભાષભાઈ શેલતને પહેલીવાર હારના દર્શન કરવા પડ્યા હતા. જ્યારે આવનારી ચુંટણીમાં પૂનઃ સુભાષ ભાઈ શેલત વોર્ડ નં-૮ માંથી ચુંટણી લડી લેવાના મુડમાં છે તેમ તેમના નજીકના સુત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. જ્યારે પોતાના ગઢ કહેવાતા વોર્ડ નં-૧ માંથી વોર્ડ નં-૮ માં સુભાષભાઈ શેલત સાબે બાંયો ચઢાવનાર વિષ્ણુભાઈને વોર્ડ નં-૮માં કેવો પ્રતિભાવ મળશે એતો ચુંટણીના પરિનામ પછી જ ખબર પડશે.

દેવેન્દ્રભાઈ પટેલ

વધુમાં ગત નગર પાલિકા ચુંટનીમાં એન.સી.પીના બેનર નીચે ચુંટણી લડનાર દેવેન્દ્રભાઈ પટેલ હાલમાં ભા.જ.પ શહેર પ્રમુખ પદે છે તેમજ ભાજપને પેટા ચુંટનીમાં વોર્ડ નં-૮ અને વોર્ડ નં-૨માં જીતાડવા માટે તેઓની રણનિતિ જ કારગત સાબિત થઈ હતી જેથી આવનારી ચુંટણીમાં મહત્વના વોર્ડમાં દેવેન્દ્રભાઈ પટેલ કઈ રણનિતિ વાપરશે તેની ઉપર સૌ કોઈની નજર છે. અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે ગત નગરપાલિકાનીમાં દેવેન્દ્રભાઈ પટેલ વોર્ડ નં-૧ માંથી વિજેયતા થયા હતા. આ વર્ષે વોર્ડ નં.૧ માં બે પટેલ અને એક બ્રાહ્મણ ઉમેદવાર સાથે ભા.જ.પ મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે જ્યારે વોર્ડ નં.૧ માં ઈશ્વરભાઈ કોન્ટ્રાક્ટર જો અપક્ષ ઉમેદવારી કરે તો ભાજપ અને કોગ્રેસ બંન્ને માટે વોર્ડ નં.૧ માં લોઢાના ચણા ચાવવા જેવી પરિસ્થિતી પેદા પઈ શકે છે.

નગરપાલિકાની ચુંટણીમાં સુભાષભાઈ શેલત અળગા રહે તેવી ચર્ચા.
એક તરફ વોર્ડ નં-૮ માં ભાજપના વિષ્ણુભાઈ પટેલ અને કોગ્રેસના સુભાષભાઈ શેલત વચ્ચે તીવ્ર સ્પર્ધા થવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે બીજી બાજુ સુભાષભાઈ શેલત નગર પાલિકાની ચુંટણીમાં કોઈ પણ જાતનોપ રસ નહિ લે તેવી ચર્ચાઓ પણ શંભળાઈ રહી છે. આ અંગે સુભાષભાઈ શેલતના કહેવાતા કેટલાક અંગત સુત્રો ધ્વારા જાણવા મળેલ છે કે, વોર્ડ નં-૮ સહિત અન્ય વોર્ડમાં ધરખમ ખમતા ઉમેદવારો ન મળતા સુભાષભાઈ શેલતે આવનારી નગર પાલિકાની ચુંટનીમાં વન મેન આર્મી ની પરિસ્થીતીમાં આવવું પડે તેમ છે. જેથી સુભાષભાઈ શેલત તેમજ તેમનો પૂત્ર રુદ્રદત્ત શેલત પણ ચુંટનીમાં નહિ ઝંપલાવે તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે, જો આ વાત સાચી બને તો ઉમરેઠમાં કોગ્રેસની સંપૂર્ણ કમાન ધારાસભ્ય લાલસિંહભાઈ વડોદિયા શીરે રહેશે અને તેઓએ પાલિકા ચુંટનીમાં કોગ્રેસની નૈયા તરાવવાનું બીડું ઉઠાવવું પડશે પરંતુ જો ખરેખર આ પરિસ્થિતી પ્રસ્થાપીત થાય તો ભાજપ વન સાઈડ વીન થાય તેમાં કોઈ શંકાને સ્થાન નથી આવી ચર્ચાઓને લઈ ભાજપ ખેમામાં અનેરો ઉત્સાહ આવી ગયો છે. પરંતુ સુભાષભાઈ શેલત ગમે ત્યારે આખરી દાવ નાખી લોકોને અચરજમાં મુકે તેમાં પણ બે મત નથી તેમ પણ તેઓના કેટલાક અંગત સુત્રો ચર્ચા કરી રહ્યા છે. ત્યારે ચુંટનીના ફોર્મ ભારાઈ પાછા ખેંચાય ત્યાંસુધી વિવિધ અટકળોનો દોર ચાલુ રહેશે તેવી લોક ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે હાલમાં ભાજપ ફુંકી ફુંકી શાંતિથી આગળ પગલા ભરી રહી છે.

ઉમરેઠ હનુમાન મંદિર પાછળ ગંદકીના ઢગલા.


-રોગચાળો સક્રીય થાય તે પહેલા તંત્ર સાબદું બને તે જરૂરી..!

ઉમરેઠ નગરના વડાબજાર વિસ્તારમાં આવેલ હનુમાન મંદિર પાછળના ભગવાન વગા વિસ્તાર થી હનુમાન મંદિર તરફ આવવાના રસ્તા ઉપર છેલ્લા કેટલાય સમયથી ગંદકીના ઢગલાએ પોતાનું સામ્રાજ્ય બનાવી દીધુ છે ત્યારે સંભવિત રોગચાળાની પરિસ્થિતી સક્રીય થાય તે પહેલા તંત્ર સાબદું બને તે ખુબ જરૂરી છે.

ઉમરેઠના ભગવાન વગા વિસ્તારમાં વર્ષો પહેલા દબાહ હટાવો અભિયાન હાથ ધરાયું હતુ અને ગરીબ ઝુપડ પટ્ટી વિસ્તાર હટાવી આર.સી.સી રોડ બનાવ્યો હતો જ્યારે આજે આ આર.સી.સી રોડ ની હાલત પણ નાદુરસ્ત થઈ ગઈ છે અને ભગવાન વગા વિસ્તારથી હનુમાન મંદિર જવાના રસ્તા ઉપર રસ્તાની બંન્ને બાજુ અસહ્ય ગંદકી ફેલાઈ ગઈ છે જેના કારણે મંદિર જતા ભક્તો સહિત અન્ય રાહદારીઓએ આ રસ્તા ઉપરથી અવર જવર કરવા માટે રસ્તા વચ્ચે બનાવેલ ડિવાઈડરનો ઉપયોગ કરવો પડે છે.

આ રસ્તા ઉપર ફેલાયેલ ગંદકીને કારને આ વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે જેના કારણે લોકો આ રસ્તે થી પસાર થાય ત્યારે નાકે હાથ રાખવા મજબુર બની જાય છે. ગંદકીને કારણે આ વિસ્તારમાં રોગચાળો ફેલાવની આશંકા આ વિસ્તારના લોકોમાં વ્યાપી ગઈ છે. ત્યારે સંભવિત રોગચાળાની પરિસ્થિતીને નાથવા માટે તંત્ર કસરત કરે તે ખુબ જરૂરી છે.

આ વિસ્તારની આસ પાસ સ્કૂલ, મંદિર સહિત અન્ય રહેણાંક વિસ્તાર પણ આવેલા છે ત્યારે આ રસ્તા ઉપર ભરાઈ રહેલ ગંદા પાણીના નિકાલ માટે તંત્ર સક્રીય થઈ પરિનામજનક પગલા ભરે તેમ આ વિસ્તારના રહિશો લાગણી સાથે માગણી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આ વિસ્તારની ગરીમાને આજે તેવી વ્યવસ્થા થાય તે જરૂરી હોય તેમ લાગી રહ્યું છે.

ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરના ગણેશજીની શોભાયાત્રા બાદ વિસર્જન કરાયું.


ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના ગણેશજીની શોભાયાત્ર રંગે ચંગે નગરમાં ફરી હતી જ્યારે શોભાયાત્રામાં નગર સહિત આજૂબાજુના ગામના સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો સહિત ગણેશ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

બપોરના સુમારે નિકળેલ આ શોભાયાત્રામાં ઠેર ઠેર યુવાન ધ્વારા મટકી ફોડ કાર્યક્ર્મ કરવામાં આવ્યો હતો જ્યારે શોભાયાત્રામાં યુવાનોએ ગણપતિ બાપા મોરીયાનો જય ગોષ કરી વાતાવરણમાં અનેરી ધાર્મિકતા ફેલાવી હતી. જ્યારે નગર યાત્રા કરી ગણેશજીની પ્રતિમાં વારાહિ ચકલા વિસ્તારમાં આવી પહોંચી હતી અને તળાવ પાસે શ્રીજીની પ્રતિમાંનું પુજન અને આરતી કરવામાં આવી હતી ત્યાર બાદ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતુ.

ઉમરેઠ ની નવા-જૂની


  • ઉમરેઠમાં ગણેશ મહોત્સવની ઉજવણી અંતિમ ચરણમાં, કાછીયાવાડ ,શેલતિયાકૂવા સહિત પંચવટી વિસ્તારમાં ગણેશ ભક્તોનો ઘસારો, જ્યારે સ્વામિનારાયણ મંદિર ઓડ બજારના ગણેશજીનું રવિવારે શોભાયાત્રા બાદ વિસર્જન કરવામાં આવ્યું.
  • ઉમરેઠ નગર પાલિકાની ચુંટણીની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે, જેથી નગરમાં રાજકિય પક્ષો સત્તાવાર રીતે સક્રીય થઈ ગયા છે. તમામ વોર્ડમાં યોગ્ય મૂરતિયાની શોધ ચાલુ થઈ ગઈ છે તેમજ આ વર્ષે નગરના બે રાજકિય દિગજ્જો વિષ્ણુભાઈ પટેલ (બોસ) અને સુભાષભાઈ શેલત ચુંટણીમાં જાતે વોર્ડ નં-૮ માં થી ઉભા રહશે તેવી લોકવાયકા થઈ રહી છે.
  • ઉમરેઠના ગરબા પ્રેમીઓ માટે ખુશ ખબર છે, ઉમરેઠમાં નવરાત્રિ દરમ્યાન પાંચ દિવસ સુધી નાસિકવાળા હોલ ખાતે નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જે માટે તડામાર તૈયારીઓ પણ આયોજક ધ્વારા શરૂ કરવામાં આવી છે.
  • ઉમરેઠની અન્ય સમસ્યા ઠેરની ઠેર છે હવે તો આચાર સહિતાને કારણે પણ ગામમાં વિકાસ કાર્યો થઈ શકશે નહિ,ખેર હવે ચુંટની પછી નવા મૂરતિયા ગામનો વિકાસ કરે તેવી અપેક્ષા સિવાક કોઈ વિકલ્પ જ નથી….

ઉમરેઠમાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી શરૂ.


  • ખારવાવાડીમાં આવેલ ગણેશજીનું મંદિર શ્રઘ્ધાનું પ્રતિક
  • દર બુધવારે ગણેશજીના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે.
ઉમરેઠમાં કાછીયાવાડ (દાદાનો દરબાર) વિસ્તારમાં ઈન્દ્રવદનભાઈ સ્વહસ્તે “ઈકો ફ્રેન્ડ્લી” ગણેશજીની મૂર્તિ બનાવે છે, જે હંમેશા નગરમાં આકર્ષણનું કેન્દ્ર બની જાય છે.(file photo-2009)

ઉમરેઠ નગરમાં ઉત્સાહભેર ગણેશ મહોત્સવની ઉજવણી શરૂ થઈ ગઈ છે. નગરમાં ઠેર ઠેર ગણેશજીની સ્થાપણા કરી તેમની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ઉમરેઠમાં ચાલુ વર્ષે પંચવટી, મોચીવાડા, કાછીયાવાડા,શેલતિયા કૂવા સહિત લાલ દરવાજા તેમજ વાંટા વિસ્તાર અને અન્ય બીજા વિસ્તારોમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આજે સવારે ગણેશજીની આરતી કરી તેમની પ્રતિમાંનું ઠેર ઠેર સ્થાપણ કરવામાં આવ્યું હતું આ સમયે સમગ્ર વાતાવર્ણ ગણેશમય થઈ ગયું હતું.

ઉમરેઠના ખારવાવાડી વિસ્તારમાં આવેલ ગણેશજીનું મંદિર આજે નગરમાં શ્રઘ્ધાનું કેન્દ્ર બની ગયુ છે. દર બુધવારના દિવસે ગણેશજીના દર્શન કરી ભક્તો ધન્યતાનો અનુભવ કરે છે.હાલમાં ગણેશ મહોત્સવને કારણે મોટી સંખ્યામાં સવારથી ભક્તો મંદિરના દર્શને આવી રહ્યા છે.કહેવાય છે,મિનળદેવી અને ગાયકવાડના સમયમાં આ ગણેશજીનું મંદિર બનાવામાં આવ્યુ હતુ. આજે ગણેશ ચતુર્થી હોવાને કારણે સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ દેખાતી હતી. વધુમાં આ મંદિરની વિશેષતાને ધ્યાનમાં લઈએ તો, મંદિરમાં બિરાજમાન ગણેશજીની સૂઢ જમણી બાજુ હોવાથી તેમજ આ ગણેશજીની પ્રતિમાં ઉભી છે. લોકો આ ગણેશજીમાં અતુટ શ્રઘ્ધા રાખી રહ્યા છે.ખાસકરીને બુધવારના સમયે સાંજે નવ વાગ્યા પછી યુવાનો યુવતિઓ અને બાળકો શ્રઘ્ધા સાથે મંદિરમાં દર્શન કરવા આવે છે. ઔતિહાસીક અને પ્રાચીન એવા ખારવાવાડી વિસ્તારના ગણેશજીના દર્શને લોકો ભારે શ્રઘ્ધા સાથે આવી રહ્યા છે.

બીજી બાજૂ ઉમરેઠમાં કાછીયાવાડ વિસ્તારના લોકોમાં ગણેશ મહોત્સવ અનેરૂં મહત્વ છે. કહેવાય છે ઉમરેઠમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવાની શરૂઆત સૌપ્રથમ કાછીયાવાડ (દાદાનો દરબાર) વિસ્તારથી થઈ હતી ત્યારે બાદ શેલતિયા કૂવા અને અન્ય વિસ્તારમાં ગણેશ મહોત્સવ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. ઉમરેઠના કાછીયા વાડ વિસ્તારમાં દર વર્ષે લગભગ છેલ્લા ૨૨ વર્ષથી ઈકો ફ્રેન્ડલી કાછીયાવાડાના ઈન્દ્રવદનભાઈ કાછીયા સ્વહસ્તે ગણેશજીની મૂર્તિ બનાવે છે તેમની બનાવેલ મૂર્તિનું દાદાના દરબાર વિસ્તારમાં સ્થાપીત કરવામાં આવે છે અને તેની પુજા અર્ચના કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગણેશ ચતુર્થીના પંદર દિવસ પહેલા ઈન્દ્રવદનભાઈ ગણેશજીની પ્રતિમાં બનાવવાનું કામ શરૂ કરી દેતા હોય છે તેમને તેઓના વિસ્તારના લોકો પણ આ કામમાં સાથ સહકાર આપે છે જ્યારે નગરના અન્ય વિસ્તારોમાં પી.ઓ.પીની મૂર્તિ તૈયાર ખરીદી કરી તેની પુજા કરવામાં આવે છે જેથી અન્ય વિસ્તારની તુલનામાં કાછીયા વાડ (દાદાના દરબાર) વિસ્તારની ગણેશજીની પ્રતિમા જોવા અને દર્શન કરવા ભક્તોનો અવિરત ઘસારો થતો હોય છે.

જોવા જેવી તસવીર…!!


 
 

સ્ટંટ ગોટ (બકરો)...?

 
 

આ તસવીર કોણે લીધી છે ખ્યાલ નથી..! પણ જેને પણ લીધી છે સરસ છે. શું કહેવું છે તમારૂં..?

 

 

ઉમરેઠમાં ભારે વરસાદ, દૂધની ડેરી તેમજ વડાબજાર વિસ્તારમાં પાણી ભરાયા…!


ઉમરેઠમાં આજે વહેલી સવારથી હળવઓ વરસાદ પડવાનું શરૂ થયું હતુ ત્યાર બાદ લગભગ સવારે નવ વાગ્યાની આસપાસ કડાકાભેર વરસાદનું આગમન થયું હતુ જેના પગલે સમગ્ર જનજીવન અસ્ત વ્યસ્ત બની ગયું હતું. સવારના સમયે શાળા અને કોલેજ જતા વિદ્યાર્થીઓ સહિત નોકરી દંધા અર્થે આણંદ વિદ્યાનગર જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આણંદ વિદ્યાનગરમાં પણ ભારે વરસાદને પગલે શાળા કોલેજોમાં રજા આપી હોવાનું માલુમ પડતા કેટલાય લોકો ઉમરેઠ બસ સ્ટેશનથી ઘરે પરત ફર્યા હતા.

વધુમાં ઉમરેઠમાં સવારથી જ ભારે વરસાદ પડ્યો હોવાને કારણે નગરના બજારો મોડા ખુલ્યા હતા. વીજ્ળીના કડાકાભેર પડેલા વરસાદને કારણે ઉમરેઠ નગરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે કલાકો સુધી વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે ઓડ બજાર દૂધની ડેરી પાસે તેમજ સ્વામિનારાયણ મંદિર પાસે પાણી ભરાઈ ગયા હતા જે વરસાદ બંધ થયા પછી પણ કલાકો સુધી ઓસર્યા ન હતા જ્યારે વડા બજાર વિસ્ત્તારમાં ભદ્રકાળી માતાના મંદિર પાસે પણ કાંઈ આવીજ પરિસ્થિતી હતી ત્યાં પણ વરસાદના પાણી ભરાઈ જતા રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

… આખરે ઉમરેઠના ચીફ ઓફિસર બદલાયા


છેલ્લા કેટલાય સમયથી વાત-વિવાદોમાં સપડાયેલા ઉમરેઠના મહિલા ચીફ ઓફિસર શ્રી કોડિયાતરની આખરે બદલી થવા પામી છે જેથી ઉમરેઠ નગર પાલિકામાં નવા ચીફ ઓફિસર શ્રી જોશીએ ચાર્જ લીધો હોવાની વાત જાણવા મળી છે.

નગરમાં ખૂણે ખાંચરે ચર્ચાતી વાતોને ધ્યાનમાં લઈએ તો,મહિલા ચીફ ઓફિસર શ્રી કોડિયાતરની બદલી રાજકિય તત્વો પ્રેરિત છે નગરમાં સત્તાધારી પક્ષ દ્વારા કરવામાં આવતા કે કરવા માગતા વિકાસના કાર્યોમાં ચીફ ઓફિસર નકારાત્મક અભિગમ દાખવતા હોવાની સત્તાધારી પક્ષના કેટલાક સભ્યો ચર્ચા કરતા હતા જેથી આ અંગે ઉચ્ચ કક્ષાએ નગરપાલિકાના સત્તાધીશોએ ચીફ ઓફિસરની બદલી કરવા રૂબરૂ રજૂઆત પણ કરી હતી પરંતું ભૂતકાળમાં પણ ઉમરેઠ પાલિકાના સત્તાધીશોને અન્ય ચીફ ઓફિસર ને લઈ ખટાશ રહેતી હોવાનું માલુમ પડતા ઉચ્ચ કક્ષાએ પણ મહિલા ચીફ ઓફિસરની બદલી કરવાનું સાફ ના કહી દીધુ હતુ જેથી ઉમરેઠના સ્થાનિક સત્તાધીશોએ વધારે જોર કરી વધુ ઉપર જઈ આ મહિલા ચીફ ઓફિસરની બદલી કરાવી નગરમાં વિકાસ કાર્યો કરવાની દીશામાં ડગ માંડ્યું છે.

કહેવાય છે નગરમાં રસ્તા બનાવવા, તેમજ ડ્રેનેજ અને વોટર વર્ક્સ વિભાગમાં વિકાસ કરવા પાલિકા તંત્ર પાસે પુરતું ભંડોળ હોવા છતા આ મહિલા ચીફ ઓફિસર સત્તાધીશોને તે ભંડોળનો ઉપયોગ યોગ્ય રીતે કરવા દેતા ન હતા જેથી સ્વભાવિક રીતે જનતામાં સત્તાધીશોની ખરાબ છાપ પડતી હતી જેનો સીધો લાભ વિપક્ષને મળતો હતો જેથી આખરે સત્તાધીશો ધ્વારા આખરે ચીફ ઓફિસરની બદલી કરાવવી હોવાનું નગરમાં ચર્ચા થઈ રહી છે.

વધુમાં કહેવાય છે કે ઉમરેઠના મહિલા ચીફ ઓફિસર શ્રી કોડિયાતર અન્ય વિવાદોમાં પણ સપડાયેલા હતા જેને લઈ તેમની વિરુધ્ધ કોર્ટમાં ફરિયાદ કરવા પણ પરવાંગી માગવામાં આવી હતી આ પહેલા આ મહિલા ચીફ ઓફિસર ધ્વારા નગરના એક પત્રકાર તેમજ સમાજસેવક વિરુધ્ધ સરકારી કામકાજમાં દખલ કરવા કરવા બદલ ફરિયાદ કરવામાં આવી હતી.

..ખેર જે હોય તે પણ જનતાને તો નગરના વિકાસમાં રસ છે, નવા ચીફ ઓફિસર નગરમાં નવો વિકાસ કરવામાં મદદ રૂપ થશે..? શું ચુંટણીનું જાહેર નામું બહાર પડે તે પહેલા સત્તાધીશો નગરમાં કોઈ વિકાસ કરી જનતા ઉપર છેલ્લે છેલ્લે સકારાત્મક છાપ છોડી શકશે..? કે પછી ચુંટણીની આચાર સહિતામાં નગરનો વિકાસ ડબાઈ જશે..? તેવા અનેક પ્રશ્નો નગરજનોના મન માં ફર્યા કરે છે.

આજ-કાલ ઉમરેઠના હાલ…


– શ્રાવણ મહિનો પૂર્ણતાની આરે છે, ત્યારે નગરમાં કેટલાક વિસ્તારમાં ગણેશ સ્થાપણા માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

– આવનારા મહિનાઓમાં સંભવિત નગર પાલિકાની ચુંટણીને લઈ રાજકિય વાયરો ફુંકાઈ રહ્યો છે, કેટલાક રાજકિય તત્વો અને પક્ષો પોતાના વિસ્તાર માટે અત્યારથી ઉમેદવારો શોધવા નિકળી પડ્યા છે આ અંગે વિગતવાર બ્લોગ ઉપર થોડા સમય પછી લખીશ.

– એકંદરે ઉમરૅઠ માંથી હવે મેઘરાજાએ વિદાય લઈ લીધી છે છેલ્લા ત્રણ ચાર દિવસથી ધોધમાર વરસાદ પડ્યો નથી આશા છે ગણેશ મહોત્સવમાં વરસાદના વિધ્ન વગર પૂર્ણ થશે.

– ઉમરેઠની નાસીકવાળા વાડીનું રીનોવેશન કરવામાં આવનાર છે તેમ નાસીકવાડા વાડીના પ્રમુખ મુંકુંદભાઈ શાહએ ગઈકાલે મળ્યા ત્યારે જણાવ્યુ વાડીમાં પ્રવર્તમાન સમયને અનુલક્ષી બે ત્રણ એ.સી રૂમો બનાવવામાં આવશે જેમાં લોકભાગીદારીથી કામ કરવામાં આવશે જો કોઈ ખડાયતા બંધુને વાડીના વિકાસ કાર્યમાં આર્થીક સહયોગ આપવો હોય તો પ્રમુખશ્રીનો સંપર્ક કરી શકે છે.

– ..ઉમરેઠમાં વરસાદ ઓછો થયો હોવા છતા નગરના ત્રણ-ચાર તળાવો છલોછલ થઈ ગયા છે. ભાગોળ વિસ્તારના લોકો કે જે રોજિંદા કામમાં તળાવના પાણીનો ઉપયોગ કરે છે, તેમને લીલા લ્હેર..!

બસ ત્યારે હાલ પુરતું  આટલુ કાફી છે  હેં નેં….?

રવીવાર


એકંદરે સરસ રવીવાર રહ્યો, તેનો અર્થ તે પણ નથી કે લાઈટો બંધ નતી થઈ આ રવીવારે સવાર થી બપોરની જગ્યાએ બપોરથી સાંજ લાઈટો બંધ રહી સવારે લાઈટો ચાલુ હતી એટલે સવારનો સમય જલસાથી પસાર થઈ ગયો. થોડા કપડા ખરીદ્યા ને કાકાનો છોકરો દૂબઈ જવાનો હોવાથી સવારનું ભોજન તેની સાથે લીધુ…

બસ પછી લાઈટો ગઈ છતા પણ બપોરનો આરામ વગર પંખે કરી જ લીધો, લાઈટો નતી જેથી આખ વહેલી ખુલી સાંજે મિત્ર સાથે ચા ની ચુસ્કીને ઈધર સુધરની વાતો..બસ રીટીન સન્ડે…

ડાકોર રણછોડરાયજી મંદિર – જન્માષ્ટમી દર્શન


પ્રસિધ્ધ યાત્રાધામ ખાતે કૃષ્ણ જન્મ તેમજ નંદ મહોત્સવના દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જ્યારે રાત્રીના સમયે કૃષ્ણ જન્મના દર્શન કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

(વિડીયો સૌજન્ય – પરેશ દોશી, ઉમરેઠ)