આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: May 2012

સંતરામ યુવા શક્તિ – ઉમરેઠ


image

ઉમરેઠ સંતરામ મંદિર દ્વારા સેવાકિય પ્રવૃત્તિઓ અટકાવાઈ..!


  • શ્રી ગણેશદાસજી મહારાજ ઉપર કિચ્ચડ ઉછાડનાર તત્વો ઉપર ભક્તોનો આક્રોશ – બી.ડી.પટેલ જનરલ હોસ્પિટલનો વહિવટ છોડવા સંતરામ મંદિરના વહિવટી તંત્ર દ્વારા ચક્રો ગતિમાન..!
  • દાતનું દવાખાનુ તેમજ જીમ્નેશિયમ પણ બંધ,વ્રજધામ પાર્ટી પ્લોટનું બુકિંગ પણ બંધ કરાયું.

ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ ઉપર આડકતરી રીતે આક્ષેપબાજી કરતા કથિત સમાચાર એક સમાચાર પત્રમાં પ્રસિધ્ધ થયા હતા. જેનાથી વ્યથીત થઈને શ્રી ગણેશદાસજી મહારાજે નગરમાં સંતરામ મંદિર દ્વારા થતી આરોગ્ય લક્ષી સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે. નગરમાં છેલ્લા કેટલાય દશકાથી સંતરામ મંદિર દ્વારા થતી સેવાકિય પ્રવૃત્તિઓથી કોઈ અજાણ નથી પરંતું કેટલાક અસામાજિક તત્વો દ્વારા શ્રી ગણેશદાસજી વિરૂધ્ધ ષડયંત્ર રચવામાં આવતું હોવાની ગંધ લોકોને આવી રહી છે. હાલમાં નગરમાં ગણેશદાસજી મહારાજે સંતરામ મંદિર સંચાલિત બી.ડી.પટેલ જનરલ હોસ્પિટલ, દાંતનું દવાખાનું તેમજ જીમ્નેશિયમ બંધ કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોની વાત ધ્યાનમાં લઈએ તો તબક્કાવાર સંતરામ મંદિર દ્વારા ચાલતી તમામ સંસ્થાઓ બંધ થશે અને વહિવટ અન્ય લોકોને સોપી દેવામાં આવશે સંતરામ મંદિર દ્વારા માત્ર ને માત્ર મંદિરને લગતી ધાર્મિક પ્રવૃત્તિઓ જ કરવામાં આવશે.

અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે, આવા સમાચાર પત્રોના લેખથી વ્યથીત ન થવા નગરના સજ્જનો સહીત અન્ય પત્રકારોએ પણ શ્રી ગણેશદાસજી મહારાજની મુલાકાત કરી પોતાના દ્વારા થતી સેવાકિય પ્રવૃત્તિઓ ચાલુ રાખવા વિનંતી કરી હતી. આવનારી તા.૨.૬.૨૦૧૨ના રોજ નગરજનો મોટી સંખ્યામાં શ્રી ગણેશદાસજી મહારાજને મનાવવા પ્રયત્નો કરનાર હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

ભારત બંધ પણ ઉમરેઠ ખુલ્લું..!


પેટ્રોલના ભાવવધારા સામે વિરોધ દર્શાવવા માટે દેશવ્યાપી બંધની ઉમરેઠમાં કોઈ અસર દેખાઈ ન હતી. તેનો મતલબ તે નથી કે ઉમરેઠીયાઓને પેટ્રોલમાં થયેલ ભાવ વધારો ગમ્યો હશે..! પરંતુ ઉમરેઠની જનતા તે જાણી ગઈ છે કે, “બંધ” અને “હડતાળ” થી માત્ર રાજકિય તત્વોના રોટલા શેકાય છે, જ્યારે ગરીબ અને મજૂરીયાત વર્ગ જે દરોજ કમાઈ દરોજ ખાતા હોય છે તેઓના રોટલા કાચા રહી જાય છે..!

રસ્તા ઉપર મોર..!


અદ્ભુત, ગઈકાલે જીંદગીમાં પહેલીવાર મોર જોયો..લાઈવ અને તે પણ ઉમરેઠ ડાકોર રોડ ઉપર..!

ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમ દ્વારા ભજન સંધ્યા તેમજ ડાયાબિટીસ ચેક-અપ કેમ્પ યોજાયો.


ઉમરેઠ સિનિયર સીટીઝન હોલ ખાતે રોટરી કલબના ભાસ્કર દવે તેમજ નિતાબેન વ્યાસના સહયોગથી ડાયાબિટીસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમ્યાન સિનિયર સિટીઝન ક્લબના સભ્યો તેમજ અન્ય નગરજનોનો ડાયાબિટીસ ર્ડો.ભાસ્કરભાઈ દવે અને ર્ડો.દામિનિબેન દવે દ્વારા ચેક કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સ્સિનિયર સિટીઝન ફોરમ દ્વારા ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ સુરેશભાઈએ હાર્મોનિયમના શુર સાથે ભજન સંધ્યાની શરૂઆત કરી હતી અને ધાર્મિક ભજનોના ગાઈ ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ન કરી દીધા હતા. આ દરમ્યાન કલ્બના સભ્યોનું સન્માન કરવામાં આવ્યુમ હતું. અંતે ગોપાલભાઈ શાહએ સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો. સમારોહને સફળ બનાવવા માટે રામભાઈ પ્રજાપતિ, સી.ડી.કાછીયા તેમજ અન્ય સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

ઉમરેઠ પોલીસે ૯૬૯ પેટી વિદેશી દારૂ પકડી પાડ્યો..!


ઉમરેઠ પાસે ભાલેજ ચોકડી પાસેથી દારૂની મોટી ખેપ થવાની બાતમીના આધારે ઉમરેઠ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ આર.કે.મોડીયાની આગેવાની હેઠળ ગતરાત્રીના સધન ચેંકિંગ તેમજ પેટ્રોલીંગ થઈ રહ્યું હતુ ત્યારે શંકાસ્પદ કંન્ટેનર જણાતા પોલીસે આ કંન્ટેનર ઉભું રાખવાનો પ્રસાસ કર્યો હતો ત્યારે આ સમયે કંન્ટેનર ચાલક કંન્ટેનર ઉભું રાખ્યા સિવાગ ભાગવાની કોશીશ કરતા ઉમરેઠ પોલીસે આ કંન્ટેનરન પીછો કર્યો હતો જ્યારે લાગ જોઈ કંન્ટેનર ચાલકે ભાલેજ ચોકડી પાસે ટેન્કર મુકી દીધુ હતું અને ફરાર થઈ ગયો હતો. કંન્ટેનરની તપાસ કરતા તેમાથી ૯૬૯ પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો જેની આશરે ૩૨ લાખ કિંમત થવા પામે છે. કંન્ટેનર અને દારૂ મળી ઉમરેઠ પોલીસે કુલ ૪૨ લાખનો મુદ્દા માલ જપ્ત કરી દારૂ ક્યાંથી આવ્યો હતો અને ક્યાં જતો હતો તેની તપાસ હાથ ધરી છે.

HAPPY BIRTHDAY TO “AAPNU UMRETH”


2009 TO 2012 …….

કેન્યાના પ્રતિનિધિ મંડળએ ઉમરેઠ તાલુકા પંચાયત કચેરીની મુલાકાત કરી.


કેન્યાનું પ્રતિનિધિ મંળડ હાલમાં ગુજરાતની મુલાકાતે આવેલ છે. આજે બપોરે કેન્યાનું પ્રતિનિધિ મંળડ ઉમરેઠ તાલુકાની મુલાકાતે આવ્યું હતું. આ સમયે ઉમરેઠ તાલુકા પંચાયત કચેરી ખાતે કેન્યાના પ્રતિનિધિ મંડળનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારી બી.આર.બામણીયા તેમજ ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય લાલસિંહભાઈ વડોદિયા ખાત ઉપસ્થિત રહ્યા હત અને ઉમરેઠ તાલુકાના વિકાસની ટુંકી રૂપરેખા આપી હતી તેમજ ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે તાલુકા કક્ષાએથી લેવામાં આવતા વિવિધ પગલાઓની પણ કેન્યાના પ્રતિનિતિ મંડળને સમજ આપવામાં આવી હતી.

કેન્યાના પ્રતિનિધિ મંડળ દ્વારા ગુજરાતના વિકાસની ભારોભાર પ્રશંશા કરવામાં આવી હતી. ખાસ કરીને ગુજરાતના રસ્તા અને સોલર પ્રોજેક્ટથી તેઓ ખાસ્સા પ્રભાવિત થયા હતા. કેન્યાના પ્રતિનિધિ મંડળની મુલાકાતના સમયે ઉમરેઠ તાલુકાના વિવિધ ગામના સરપંજ અને તલાટી મિત્રો પણ હાજર રહ્યા હતા અને પોતાના વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું.

ઉમરેઠ પણસોરા માર્ગ ઉપર અકસ્માતગ્રસ્ત કાર માંથી વિદેશી દારૂ પકડાયો..!


  • પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું…!

ઉમરેઠ પણસોરા માર્ગ ઉપર અકસ્માતગ્રસ્ત કાર માંથી એક લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળતા ઉમરેઠ પોલીસ માટે બગાસું ખાતા પતાસ મળ્યાનો ઘાટ થયો હતો. કાર નં જી.જે.ડબલ્યું. ટી.સી. ૨૦૫ ધડાકાભેર ઉમરૅઠ પણસોરા માર્ગ ઉપર ગટરમાં ખાબકી હતી, સદર અકસ્માત અંગે ઉમરેઠ પોલીસને જાણ થતા તાબળતોબ પોલીસ ધટના સ્થળે આવી પહોંચી હતી જ્યારે કારની તપાસ કરતા કાર માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં વિદેશી દારૂની ૪૮ પેટીમાં ૧૧૫૨ બિયર ટીન મળી આવ્યા હતા. કાર ચાલક કાર મુકીને ભાગી ગયો હતો, ત્યારે આ કાર ક્યાંથી આવી હતી અને ક્યાં જતી હતી જેની ઉમરેઠ પોલીસે તપાસ આરંભી છે. આ કારના નંબર ઉપરથી કાર કોણી છે અને કોણ તેની ચલાવતું હતુ જેવી વિવિધ માહિતી એકઠી કરવા પોલીસ તંત્ર કસરત કરી રહ્યું છે.

સિનિયર સિટીઝન ફોરમના નવા સભ્યોનો સન્માન સમારોહ યોજાયો.


ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમના નવા સભ્યોનો સન્માન સમારોહ તા.૧૫.૫.૨૦૧૨ને મંગળવારના રોજ સિનિયર સિટીઝન ફોર હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સમારોહના પ્રમુખ પદે અરવિંદભાઈ સુત્તરીયા મુખ્યમહેમાન વિષ્ણુભાઈ પટેલ અને લાલસિંહભાઈ વડોદિયા તેમજ અતિથિ વિશેષ પદે દિપકભાઈ ચોકસી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સિનિયર સિટીઝન ફોરમના પ્રમુખ સુરેશભાઈ શાહએ સૌને આવકાર આપી નવા સભ્યોને સન્માનીત કર્યા હતા. નવા સભ્યોએ પોતાને મળેલ સુંદર આવકાર બદલ સિનિયર સિટીઝન ફોરમના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો અને સિનિયર સિટીઝન ફોરમ દ્વારા નગરમાં થતા સેવાકીય કાર્યોમાં પોતાનો સહયોગ આપવા ખાતરી આપી હતી. સમારોહને સફળ બનાવવા માટે મંત્રી ગોપાલભાઈ શાહ તેમજ અન્ય કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

ઉમરેઠ ઓવરબ્રીજ અને બસ સ્ટેશન પાસે બંપ મુકવાની જરૂર


  •  ઓવર બ્રીજ પાસે ચાર રસ્તા ઉપર તેમજ બસ સ્ટેશન પાસે પેટ્રોલ પંપના વળાંક ઉપર બંપ મુકવાની માંગ

ઉમરેઠ પંથકમાં બસ સ્ટેશન પાસે તેમજ ઓવર બ્રીજ પાસે અવર જવરથી વ્યસ્ત માર્ગો ઉપર બંપ મુકવાની ખૂબ જ જરૂરિયાત દેખાઈ રહી છે. જી.આઈ.ડી.સી પાસે બનેલા નવા ઓવર બ્રીજ પૂર્ણ થતા સાથે ચાર રસ્તા પડે છે. આ રસ્તા ઉપર ભારે વાહનોની મોટા પ્રમાનમાં અવર જવર થતી હોય છે. મુખ્ય રસ્તા ઉપર પસાર થતા ભારે વાહનો પુર ઝપાટે પસાર થતા હોય છે આવા સમયે રતનપુરા તેમજ ઉમરેઠના સોસાયટી માર્ગ ઉપરથી આવતા નાના વાહન ચાલકો મોટા વાહનોની ઝપેટમાં આવી જવાનો ભય રહે છે. ઓવર બ્રીજ પુરો થાય છે ત્યા જો બંપ મુકવામાં આવે તો સ્વભાવિક રીતે વાહનોએ ગતિ ધીમી કરવી પડે અને સંભવિત અકસ્માત પણ નિવારી શકાય. ઉમરેઠના સોસાયટી વિસ્તારના લોકો તેમજ રતનપુરાના લોકો મુખ્યત્વે આજ રસ્તે અવર જવર કરતા હોય છે, ઉપરથી આ વિસ્તારમાં સાંઈ બાબાનું મંદિર તેમજ સંતરામ મંદિર સંચાલિત સ્મશાનભૂમિ પણ આવેલ છે. જેથી આ વિસ્તારની ગરીમાને ધ્યાનમાં લઈ અકસ્માતો નિવારવા માટે ઓવર બ્રીજ પુરો થતા ચોકડી પાસે બંપ મુકવામાં આવે તે ખૂબ જરૂરી છે.

બીજી બાજૂ ઉમરેઠ બસ સ્ટેશન પાસે પણ બંપ મુકવાની જરૂર દેખાઈ રહી છે. ખાસ કરીને પેટ્રોલ પાસેના વળાંક ઉપર બંપ મુકવાની લોક માંગ ઉઠી છે. આ માર્ગ ઉપર પણ ભારે વાહન ચાલકો બેફામ પોતાના વાહનો હંકારે છે જેના કારણે અતિભરચક તેવા બસ સ્ટેશન વિસ્તાર માંથી પસાર થતા અન્ય વાહન ચાલકો ભય હેઠળ આવી જાય છે કેટલીક વાર આ માર્ગ ઉપર અકસ્માત પણ થઈ જાય છે. આ વિસ્તારમાં અનેક સોસાયટીઓ પણ આવેલ છે. જેથી આ વિસ્તાર પણ ભારે વ્યસ્ત રહે છે. ત્યારે લોકલાગણીને ધ્યાનમાં લઈ સત્તાવાર તંત્ર દ્વારા આ માર્ગ ઉપર પણ બંપ મુકવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ઉમરેઠના ઓડ બજારમાં ગતરોજ શાકભાજીની દૂકાનમાં આગ – ફાયર ફાઈટર શોભાના ગાઠિયા સમાન..!


ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં આવેલ નગીના મસ્જીદ પાસે શાકભાજીના ગોડાઊનમાં  ગતરોજ મોડીરાત્રે આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. શાકભાજીના ગોડાઊનમાં કયા કારણથી આગ લાગી હતી તે હજૂ જાણવા મળ્યું નથી પરંતુ આગ ઉપર કાબુ મેળવવા માટે ઉમરેઠની જગ્યાએ આણંદના ફાયર ફાઈટર આવતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. આણંદથી આવેલા ફાયર ફાઈટરે ઓડ બજારની ગલીમાં ભારે જહેમત બાદ લગભગ દોઢ કલાકે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

ઉમરેઠમાં સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી દરમ્યાન ફાયર ફાઈટર આપવામાં આવ્યું હતુ પરંતું સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય દેખરેખના અભાવે આ ફાયર ફાઈટર શોભાના ગાઠિયા સમાન થઈ ગયું છે. નગરમાં આગની પરિસ્થિતી સર્જાય ત્યારે હંમેશા માટે બહાર ગામના ફાયર ફાઈટર ઉપર નિર્ભર રહેવું પડે છે.

સારા નસિબે સદર આગ હોનહારતમાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતું જો આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરત તો, રહેણાંક વિસ્તાર હોવાને કારણે પરિસ્થિતિ ગંભીર થઈ હોત તેમાં કોઈ બે મત નથી. હાલમાં આગ કયા કારણથી લાગી હતી તેની તપાસ ઉમરેઠ પોલિસે હાથ ધરી છે.

ઉમરેઠ નગરપાલિકામાં “વિભીષણ” કોણ..?


ઉમરેઠ નગરપાલિકા છેલ્લા કેટલાય સમયથી યેનકેન પ્રકારે કોઈના કોઈ વિવાદને કારણે હંમેશા ચર્ચામાં રહી છે. તાજેતરમાં ઓક્સિડેશન તળાવની માટી સગેવગે કરવાના મુદ્દે તેમજ નગરપાલિકા હસ્તકના તળાવને ભાડે આપી મળેલ રકમને એક પાલિકા સભ્ય દ્વારા ખિસ્સામાં મુક્યાના મુદ્દે પાલિકા તંત્રની ચોફેર ટીકાઓ થઈ રહી છે ત્યારે હાલમાં નગરના કેટલાક અગ્રણી વ્યક્તિઓને નનામા પોસ્ટકાર્ડ મળી રહ્યા છે જેમાં નગરપાલિકામાં થતા ભ્રષ્ટાચારની શીલબંધ વિગતો ઉજાગર કરવામાં આવી રહી છે.

તાજેરતમાં નગરના આર.ટી.આઈ એશોશિયેશનના પ્રમુખ નરેન્દ્રભાઈ ગાભાવાળાને એક નનામો પત્ર મળ્યો હતો.થતો જેમાં નગર પાલિકા દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચાર સામે નગરપાલિનાના સત્તાધારી પક્ષના કેટલાક સભ્યોની ઉદાસીનતા છતી કરવામાં આવી હતી સાથે સાથે નગરપાલિકામાં થતા વિકાસના કામોમાં સત્તાધારી પક્ષના સભ્યો દ્વારા જ મત ન આપવાની ક્રિયા સામે સલાવ ઉભા કર્યા હતા. કહેવાય છે તાજેતરમાં નગરપાલિકાની બેઠકમાં નગરના કેટલાક વિકાસના કાર્યો અંગે પાલિકાના સભ્યોનો મત લેવામાં આવ્યો હતો જ્યારે આ કામ અંગે સત્તાધારી પક્ષના આગલી હરોળના એક સભ્યએ મત ન આપી ટતસ્થ વલણ અપનાવતા પાલિકામાં અંદરો અંદર દખ્ખા ચાલી રહ્યા હોવાનું લોકો તારણ કાઢી રહ્યા છે. ત્યારે નગર પાલિકામાં અંદરો અંદર શું ખિચડી રંધારી રહી છે તે અંગે નગરમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.

વધુમાં કેટલાક રાજકિય વિશેષજ્ઞો તેમ પણ જણાવી રહ્યા છે કે હાલમાં ઉમરેઠમાં ફરતા નનામા પત્રોને કારણે નગરમાં ભાજપના શાશનને લઈ લોકો શંકા કરી રહ્યા છે. જે રીતે નનામા પત્રોમાં ખુલાસા થઈ રહ્યા છે તે જોતા સ્પષ્ટ છે કે નગરપાલિકાના અંદર ન જ વ્યક્તિ દ્વારા ભાજપ વિરોધી પ્રવૃત્તિને વેગ આપવામાં આવી રહ્યો છે. ત્યારે પાલિકા તંત્રની ડિઝાસ્ટર કંટ્રોલ ટીમ સાબદી બની નગરજનોમાં પાલિકાના સત્તાધારી પક્ષના તમામ સભ્યો એકજુટ છે તેવો સંદેશો પ્રાજાસમક્ષ લાવે તે જરૂરી છે. નહિતો આવનાર વિધાન સભાની ચુંટણીમાં ભાજપને સહન કરવાનો વારો આવે તેમાં નવાઈ નહિ..!

%d bloggers like this: