આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: June 2013

ઉમરેઠની બેંક ઓફ બરોડા માંથી ખેડૂતના બે લાખની ચિલઝડપ કરવાનો નિષ્ફળ પ્રયાસ


  • શંકાસ્પદ મહીલાઓએ ખેડૂતની બેગમાં બ્લેડ મારી પૈસા લેવાની કોશીશ કરી હતી.
મહીલાનો ચિલઝડપ કરવાનો નિષ્ફળ પ્રયાસ

મહીલાનો ચિલઝડપ કરવાનો નિષ્ફળ પ્રયાસ

ઉમરેઠની ખરાદીની કોઢ પાસે આવેલ બેંક ઓફ બરોડામાં લગભગ બે લાખ જેટલી રકમ જમા કરાવવા આવેલ ખેડૂતની બેગ માંથી પૈસાની ચિલઝડપ કરવાનો મહિલાએ નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. શંકાસ્પદ મહીલાએ ખેડૂતની બેગને બ્લેડ મારતા ખેડૂત સજાગ થઈ ગયો હતો અને બૂમો પાડતા મહિલા બેંક માંથી ભાગી ગઈ હતી. વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ એક ખેડૂત બેંકમાં બે લાગ રૂપિયા જેટલી રકમ જમા કરાવવા આવ્યો હતો આ સમયે શંકાસ્પદ મહીલા દ્વારા ખેડૂતની બેગને બ્લેડથી કાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ખેડૂત તુરંત સજાગ થઈ ગયો હતો અને આ શંકાસ્પદ મહીલાને પકડવા માટે બુમ બરાડા કર્યા જેથી આ મહીલા તાબળતોબ બેંક માંથી ભાગી ગઈ હતી. બેંકમાં હાજર અન્ય લોકોએ પણ આ મહીલાને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પણ ચબરાક મહીલા ત્યાંથી અચાનક જ પલાયન થઈ ગઈ હતી. ઉમરેઠની બેંક ઓફ બરોડામાં સી.સી.ટી.વી કેમેરા લાગેલા હોવાને કારણે સમગ્ર બનાવ કેમેરામાં કેદ થઈ ગયો છે. જેથી આ કેમેરાની મદદથી મહીલાને પકડવામાં આવે તો ભૂતકાળમાં પણ થયેલ ચીલઝડપના કિસ્સા ઉપર પ્રકાશ પડે તેમ છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ બેંક ઓફ બરોડા પાસેથી અન્ય ખેડૂતના પૈસા ચિલઝડપ થયા હતા જે કેસની ફાઈલ આજે પણ પોલીસ સ્ટેશનમાં ધૂળ ખાઈ રહી છે. હવે તે જોવાનું રહ્યું ઉમરેઠ પોલીસ સી.સી.ટી.વી કેમેરાની મદદથી આ મહીલાને પકડવામાં સફળ રહેશે કે નહી….? હાલમાં તો ભર બજારમાં આવેલ બેંકમાં બુલંદ હોસલા સાથે ચિલઝડપ

 ખેડૂતે મહિલાઓને બેંક બહાર જતા રોકી

ખેડૂતે મહિલાઓને બેંક બહાર જતા રોકી

કરવાનો પ્રયાસ થતા વહેપારી આલમમાં ચિંતાની લાગણી છે.

બેંક ઓફ બરોડામાં સિક્યુરીટી ગાર્ડ પણ નથી…!

આજે ઉમરેઠની બેંક ઓફ બરોડામાં ચિલઝડપનો નિષ્ફળ બનાવ બન્યો ત્યારે શંકાસ્પદ મહિલા આબાદ છટકી ગઈ હતી. આ સમયે જો બેંકના મુખ્ય દરવાજે સિક્યુરીટી ગાર્ડ હાજર હોત તો આ શંકાસ્પદ મહીલાઓ પકડાઈ ગઈ હોત. ઉમરેઠની બેંક ઓફ બરોડા પાસે આ પહેલા પણ ભૂતકાળમાં ચિલઝડપની ઘટના બની ગઈ હોવા છતા બેંકનું તત્ર હજૂ જાગ્યું નથી. ત્યારે બેંકના ખાતેદારો બેંકમાં મુખ્ય પ્રવેશ દ્વાર પાસે સિક્યુરીટી ગાર્ડ ગોઠવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. કરોડોનું ટ્રાન્જેક્શન કરતી બેંકમાં સિક્યુરીટી ગાર્ડ પણ ન હોય તે કેટલા અંશે વ્યાજબી છે…?

બેંક ઓફ બરોડા જ શા માટે ઉઠાવગીરોનું સોફ્ટ ટારગેટ છે…?

બેંક ઓફ બરોડા વિસ્તારમાં જ થતી ચિલઝડપ અંગે સ્થાનિકો જણાવી રહ્યા છે કે, બેંક ઓફ બરોડા ભરચક વિસ્તારમાં છે, સાથે સાથે ખરાદીની કોઢ થી બસ સ્ટેશન જવા માટે ઉઠાવગીરોને સુમસાન રસ્તો મળી જાય છે, અને આ માર્ગ ઉપરથી સીધા ગણતરીની મિનિટમાં હાઈ-વે રસ્તા

મહીલાઓ આબાદ બેંકની બહાર જતી રહી - આ સમયે બેંકના મુખ્ય દરવાજે સિક્યુરીટી ગાર્ડ પણ હાજર ન હતા

મહીલાઓ આબાદ બેંકની બહાર જતી રહી – આ સમયે બેંકના મુખ્ય દરવાજે સિક્યુરીટી ગાર્ડ પણ હાજર ન હતા

ઉપર આવી જવાય છે, જેથી ઉઠાવગીરો આબાદ છટકી જાય છે. જો ઉઠાવગીરો હાઈ-વે તરફ ન જાય અને ગામમાં ભીડમાં ભરાઈ જાય તો પણ તેઓને શોધવા મુશ્કેલ સાબીત થાય છે. જેને કારણે કદાચ બેંક ઓફ બરોડા જ ઉઠાવગીરો માટે સોફ્ટ ટારગેટ બની છે. વધુમાં સી.સી.ટી.વી કેમેરાની ફુટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતુ કે ભોગ બનનાર ખેડૂતને આ શંકાસ્પદ મહીલાના ઈરાદાનો અહેસાસ થતા આ મહીલાઓને બેંક બહાર જતા તેને રોકી હતી પરંતુ આ સમયે બેંકમાં હાજર અન્ય કોઈ પણ વ્યક્તિ કે સ્ટાફના લોકોએ આ ખેડૂત સાથે રહી મહીલાને રોકવાનો પ્રયાસ ન કર્યો હતો, જ્યારે આ ખેડૂત પોતાની પૈસા ભરેલી થેલી લેવા કાઊન્ટર ઉપર પલભર માટે ગયો તેવામાં તાબળતોબ આ મહીલાઓ બેંક માંથી ભાગી ગઈ હતી. આવા બનાવો ન બને તે માટે તંત્ર સાથે નાગરિકોએ પણ સચેત રહેવાનું છે. જો બેંકમાં ઉપસ્થિત અન્ય લોકોએ પણ મહીલાને રોકી હોત તો કદાચ આ મહીલાઓ પકડાઈ ગઈ હોત અને ભૂતકાળમાં બનેલા અન્ય ચિલઝડપના કીસ્સાઓ પણ ઉકેલવામાં મદદ મળી હોત…!

ઉમરેઠ લાયન્સ ક્લબનો પદગ્રહન સમારોહ યોજાયો


ઉમરેઠ નગરના ગાયત્રી હોલ ખાતે લાયન્સ કલબ ઓફ ઉમરેઠના નવા વરણી પામેલ પ્રમુખ તેમજ તેઓની ટીમનો પદગ્રહન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે આશિર્વચનદાતા શ્રી રઘુવીરચરણદાસજી મહારાજ (ઉમરેઠ સ્વામિનારાયણ મંદિર), શપતવિધિ પૂરોહીત એમ.જે.એફ.લાયન શશીકાન્ત પરીખ, મુખ્ય મહેમાન એમ.જે.એફ.લાયન પી.બી.બારીયા,એમ.જે.એફ.લાયન રાજેન્દ્ર ભટ્ટ તેમજ અતિથિ વિશેષ પદે સંજયભાઈ પટેલ(પ્રમુખ,ઉ.ન.પાલિકા),અને કિરીટભાઈ ચોકસી અને ઈન્હરવ્હીલ ક્લબના પ્રમુખ નીતાબેન વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમયે ઉમરેઠ લાયન્સ કલબ તેમજ લાયોનેસ કલબના વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં લાયન્સ કલબના પ્રમુખ પદે રમેશભાઈ કાછીયા,લાયોનેસ કલબના પ્રમુખ પદે જાગૃતિબેન સોની, સેક્રેટરી દિપકભાઈ શેઠ, તેમજ દિપીકાબેન શાહ અને ખજાનચી તરીકે દિપીકાબેન શાહ અને જયપ્રકાશભાઈ શાહની વરણી કરવામાં આવી હતી. તમામ નવા હોદ્દેદારોને શપતવિધિ પૂરોહીત એમ.જે.એફ.લાયન શશીકાન્ત પરીખએ વિધિવત શપત ગ્રહન કરાવ્યા હતા. ઉમરેઠમાં ધો.૧૦ અને ધો.૧૨માં પ્રથમ આવેલા વિદ્યાર્થીઓનું નવી ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ અને તેઓને ઉચ્ચ અભ્યાસ માટે શુભેચ્છા આપી હતી. આ પ્રસંગે લાયન્સ ક્લબના પ્રમુખ રમેશભાઈ કાછીયાને વર્ષ ૨૦૧૧-૧૨ની ટર્મ માટે મેમ્બર્શીપ ગ્રોથ તેમજ ક્લબ એક્સલન્સ એવોર્ડ એમ.જે.એફ.લાયન પી.બી.બારીયાના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.સમારોહને સફળ બનાવવા માટે સુભાષભાઈ ભાવસાર, અતિનભાઈ દરજી,હિતેષભાઈ કાછીયાએ ભારેજહેમત ઉઠાવી હતી.આભારવિધિ દિપકભાઈ શેઠે કરી હતી.

ઉમરેઠના ૬૦ યાત્રિકો ઉત્તરાખંડમાં મોતને હાથતાળી આપી પરત ફર્યા..!


  • ઉત્તરાખંડના સ્થાનિકો સહીત પોલીસ તંત્ર ઉપર અમાનવીય વ્યવહારનો આક્ષેપ

અશોકભાઈ પટેલ

અશોકભાઈ પટેલ

ઉમરેઠના જાગનાથ ભાગોળ વિસ્તાર માંથી લગભગ ૬૦ જેટલા યાત્રિકો ચારધામ યાત્રાએ નિકળ્યા હતા જેઓને ઋષિકેશ થી ઉત્તરકાશી વચ્ચે કૂદરતી પ્રકોપનો સામનો કરી મોતને હાથતાળી આપી આજે ઉમરેઠ આવી પહોંચ્યા હતા. ઉમરેઠના જાગનાથ ભાગોળ વિસ્તારમાં ૬૦ યાત્રિકો સાથે બસ આવતાની સાથે યાત્રોકોના પરિવારજનોમાં હર્ષના આસુ આવી ગયા હતા. પોતાના સ્વજન મોતને હાથતાળી આપી પરત ફરતા તેઓના પરિવારજનો સહીત યાત્રોકોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ હતી.

ઉત્તરાખંડમાં એક બાજૂ મોત તાંડવ કરતું હતુ ત્યારે બીજી બાજૂ સ્થાનિકો સહીત પોલીસ તંત્ર ઉઘાડી લૂંટમાં વ્યસ્ત હતું તેમ જણાવતા ઉમરેઠના યાત્રિક અશોકભાઈ પટેલે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેઓએ પોતાની આપવીતી કહેતા જણાવ્યું હતુ કે અમે ઋષિકેશ થી ઉત્તરકાશી જવા રવાના થયા હતા ત્યારે જ રસ્તામાં અમોને આભ ફાટ્યું હોવાના સમાચાર મળ્યા અને તંત્ર ધ્વારા અમોને આગળ જતા રોકવામાં આવ્યા હતા. ઋષિકેશ ઉત્તરકાશી માર્ગ ઉપર પરત ફરતા મુશળધાર વરસાદ વચ્ચે અમે ઋષિકેશ આવ્યા અને રાત્રિ રોકાણ કર્યુ હતુ,પરંતુ ઋષિકેશમાં પણ પાણીનું સ્તર સતત વધતુ જતુ હોવાને કારણે અમોએ ઋષિકેસ પણ છોદી દીધુ હતુ અને પરત ફર્યા હતા. (તસ્વીર – રીતેશ પટેલ, ઉમરેઠ)

– ડ્રાઈવરે યુર્નિફોર્મ નથી પહેર્યો, અગિયાર હજાર દંડ થશે.

ઉત્તરાખંડ પોલીસ ઉપર આક્રોશ વ્યક્ત કરતા ઉમરેઠ નગરપાલિકાના કાઊન્સિલર અશોકભાઈ પટેલે જણાવ્યું હતુ કે, અમારી લગઝરી બસના ડ્રાઈવરે ડ્રાઈવરનો યુર્નિકોર્મ ન પહેરો હતો જેથી સ્થાનિક પોલીસે અગિયાર હજાર દંડ પેટે માગ્યા હતા છેલ્લે અમોએ ઉપવાસ ઉપર ઉતરવાની ધમકી આપી ત્યારે મામલો એક હજારમાં રહે દફે કર્યો.

– તેલના ડબ્બા સ્થાનિકો ચોરી ગયા

સ્થાનિકોના અમાનવીય વર્તનનો પણ ઉલ્લેખ કરતા અશોકભાઈ પટેલે જણાવ્યું હતુ કે, ઉત્તરાખંડના સ્થાનિકો તેમજ વહેપારીઓનો અમોને કડવો અનુભવ થયો હતો. દૂધની થેલી અમે રૂ.૧૦૦ અને પાણીના પાઊચ રૂ.૫૦ આપીને પણ ખરીદ્યા હતા. સ્થાનિકો ગમેતેમ ગરજનો લાભ ઉઠાવી લૂટફાટ કરતા હતા તેઓ રીતસર અમાનવીય વર્તન કરતા હતા.

– ઉત્તરકાશી સુધી ન પહોંચ્યા તે જ સારું થયું

અશોકભાઈ પટેલે જણાવ્યું હતુ કે ઋષિકેશ થી ઉત્તરકાશી જવાના માર્ગ ઉપર અમે આગળ વધતા હતા ત્યાં જ કેદારનાથમાં આવેલ પ્રલય અંગે અમોને જાણ થઈ ઉપરવાસ માંથી આ સમયે અનાધાર પાણી આવતું હતું, અમોને ઉત્તરકાશી તરફ જવાથી રોકવામાં આવ્યા અને અમે પરત ઋષિકેશ આવ્યા હતા જ્યાં અમોને જાણ થઈ કે ઉત્તરકાશીમાં રાતવાસો કરવા અમે જે હોટલ બુક કરી હતી તે હોટલ કુદરતી પ્રકોપનો ભોગ બની હતી, જો અમે હોટલ સુધી પહોંચ્યા હોત તો આજે અમે અહીયા પરત ન ફર્યા હોત.

– ઈચ્છા શક્તિ છતા લોકોને મદદ ન કરી શક્યા..!

અશોકભાઈ પટેલએ જણાવ્યું હતુ કે, ઋષિકેશ થી કેટલાય લોકોને અમે તણાતા જતા જોયા પરંતું સ્થિતિ ગંભીર હતી ઈચ્છા શક્તિ હોવા છતા પણ અમે કોઈને મદદન કરી શક્યા તેનો કાયમ માટે અમોને વસવસો રહેશે.

થામણાના લોકો ઉત્તરાખંડના અસરગ્રસ્તોની વહારે..!


ઉત્તરાખંડમાં આવેલ જલપ્રલયને કારણે આવેલ આપદાથી કેટલાય લોકો હજૂ પહાડો ઉપર આશ્રય લઈ બેઠા છે. આવા લોકોને હજૂ ખોરાક અને પાણી જેવી મૂળભૂત જરૂરિયાતો પહોંચાળવામાં પણ તંત્રની સાધન સામગ્રી ઓછી પડી રહી છે, ત્યારે ઉમરેઠ તાલુકાના થામણાગામના લોકો આવા અસરગ્રસ્ત લોકોને ખોરાક અને પાણી સહીત મેડીકલ સેવા મળી રહે તે માટે ફુટ પેકેટ સહીતની કીટ બનાવી ઉત્તરાખંડમાં અસરગ્રસ્તોને પહોંચાળવાની અનોખી પહેલ કરવામાં આવી છે. ગામના લોકો દ્વારા ફુટ પેકેટ બનાવવામાં આવ્યા છે, આ ફુટ પેકેટ બનાવવા માટે ગામના યુવાનો સહીત મહિલાઓ અને યુવતિઓ પણ રાત-દિવસ મહેનત કરી રહી છે. થામણા ગામના અગ્રણી યુવા કાર્યકર રાજૂભાઈ પટેલે જણાવ્યું હતુ કે ગામના સાત યુવાનો ફુડ પેકેટલઈ દહેરાદૂન જવા રવાના થયા છે, જ્યાંથી યોગ્ય રીતે અસરગ્રસ્તોને ફુડપેકેટ મળે તેવી તેઓ વ્યવસ્થા કરશે અને જરૂર પડશે તો વધુ ફુડ પેકેટ લઈ બીજો જથ્થો પણ દહેરાદૂન જવા ટુંક સમયમાં નિકળી જશે.

ઉમરેઠ દશા ખડાયતાની વાડીનો લોકાર્પણ સમારોહ યોજાયો


  • વડીલશ્રી અંબાલાલ શાહનું વિશેષ સન્માન કરાયું

    This slideshow requires JavaScript.

DK01ઉમરેઠના ચોકસી બજારમાં આવેલ દશા ખડાયતા પંચની વાડીના નવા મકાનનો લોકાર્પણ સમારોહ દશા ખડાયતાની વાડી ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સવારે વાડીમાં લક્ષ્મીહોમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં યજમાન પદે રીનોવેશક કમિટીના સભ્યો બિરાજ્યા હતા, જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો.

આ સમયે બપોરે લોકાર્પણ સમારોહ ઉમરેઠ અર્બન કો.બેન્કના ચેરમેન રશ્મિભાઈ જે.શાહના પ્રમુખ પદે યોજાયો હતો. સમારોહના ઉદ્ગાટક કનુભાઈ દોશી(ડાકોર),મુખ્ય મહેમાન પદે પ્રો.વસંતભાઈ દોશી(અમદાવાદ), ઈન્દ્રવદન રમનલાલ દોશી (વલસાડ), તેમજ અતિથિ વિશેષ પદે જયેશભાઈ શ્રોફ (વડોદરા),ભદ્રેશ શાહ (વડોદરા),ધ્રુવેન શાહ (અમદાવાદ),તેમજ દિલીપભાઈ શાહ (અમદાવાદ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્ઞાતિ તેમજ કેળવની મંડળમાં મહત્વનો ભાગ ભજવનાર જ્ઞાતિના વડીલ શ્રી અંબાલાલ સોમાલાલ શાહ (આગરવાવાળા)નું આ પ્રસંગે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતુ અને તેઓએ જ્ઞાતિ માટે કરેલ કાર્યોની જ્ઞાતિજનોએ પ્રશંશા કરી હતી. ઉમરેઠ દશા ખડાયતાની વાડીના પ્રમુખ ઘનશ્યામભાઈ શેઠ તેમજ કેળવની મંડળના પ્રમુખ ગુરૂશરણભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગીક પ્રવચન કર્યા હતા.

DK02સમારોહની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કનુભાઈ દોશીએ કરી હતી. આવકાર પ્રવચન કરતા રીનોવેશન કમિટીના સભ્ય જગદીશભાઈ શ્રોફે તેઓને રીનોવેશનની જવાબદારી સોપવા બદલ આભાર વ્યકત કરી જણાવ્યું હતુ કે, વર્ષોથી જ્ઞાતિના વડીલો દ્વારા બનાવેલ વાડીનો આપણે ઉપયોગ કરતા આવ્યા છે, જેથી સમયને અનુરૂપ જ્ઞાતિની વાડીને નવું રૂપરંગ આપવું જરૂરી હતું. તેઓએ વાડી રીનોવેશન કમીટીના સભ્યો શશીનભાઈ શાહ, મુકેશભાઈ દોશી, ઘનશ્યામભાઈ શેઠ(પ્રમુખ-દશા ખડાયતા વાડી), તેમજ અરવિંદભાઈ દોશી, અને નિતિનભાઈ દોશી(ડાકોર)નો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ કેળવણી મંડળના પ્રમુખ ગુરૂશરનભાઈ શાહના સહકારની પણ પ્રસંશા કરી હતી. સમારોહના અદ્યક્ષ રશ્મિભા શાહ(વકીલ)એ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતુ કે, જ્ઞાતિજનોએ વાડી બનાવવા જેાર્થિક સહયોગ આપ્યો છે તે પ્રશંશાને પાત્ર છે, જ્ઞાતિબંધુઓના આવાજ ઉદારવલનને કારણે આપણો સમાજ આજે આગવું સ્થાન ધરાવે છે. વાડીના નવનિર્માણમાં આર્કીટેક તરીકે સેવા આપવા બદલ રી.કમિટીના સભ્ય શશીનભાઈ શાહના હસ્તે હેમલભાઈ શાહ(આણંદ)ને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતુ, અને તેઓની સેવા બદલ તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. હેમલભાઈ શાહએ તેમના સન્માનના પ્રત્યુત્તરમાં જ્ઞાતિની વાડી બનાવવા માટે કરકસર સહીત જ્ઞાતિના પૈસા બચે તે રીતે વ્યવસ્થિક વહિવટ કરવા બદલ રીનોવેશન કમિટીના સભ્યોનોની સરાહના કરી હતી. રીનોવેશન કમિટી ચેરમેન જગદીશભાઈ શ્રોફને પોતાની સેવા બદલ જ્ઞાતિજનો વતી આપવામાં આવેલ સન્માન પત્રનું વાંચન કર્યું હતુ જ્યારે જ્ઞાતિના અગ્રણીઓએ તેનોને સન્માન પત્ર અર્પણ કર્યું હતું. જ્ઞાતિના સનિષ્ટ કાર્યકર પ્રકાશભાઈ શાહને પોતાના કાર્યો બદલ સન્માનીત કરવામાં આવ્યા હતા, તેઓને રાજેશભાઈ શાહ, ભાવેશભાઈ શાહએ મોમેન્ટો તેમજ સન્માન પત્ર અર્પણ કર્યું હતું. જ્ઞાતિના પીઢ અને ભૂ.પૂ પ્રમુખ અંબાલાલ શાહનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. પ્રો.વસંતભાઈ દોશીએ જ્ઞાતિમાં થતી પ્રવર્તમાન પ્રવૃત્તિઓની પ્રશંશા કરી હતી.સમગ્ર સમારોહનું સફળ સંચાલન અલ્કાબેન.પ્રમેશભાઈ દોશીએ કર્યું હતુ અને આભાર વિધિ મુંકુંદભાઈ દોશીએ કરી હતી. રાત્રે સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ જેનો લાભ જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં લીધો હતો.

ઉમરેઠ સરસ્વતી શીશુ વિદ્યાલયનું ગૌરવ


તાજેતરમાં ધો.૧૦ બોર્ડના જાહેર થયેલ પરિનામમાં ઉમરેઠની શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલય અંતર્ગત શ્રી નવીનભાઈ ચીમનલાલ સુત્તરીયા માધ્યમીક શાળાનું સતત દશમાં વર્ષે ૧૦૦% પરિનામ આવેલ છે. શાળાના વિદ્યાર્થી નમ્ર હરીશભાઈ શાહ સમગ્ર ઉમરેઠમાં ૯૯.૮૭ પર્સન્ટાઈલ સાથે એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર ઉમરેઠમાં પ્રથમ ક્રમાક પ્રાપ્ત કરેલ છે.તેઓને શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલયના ચેરમેન ર્ડો.મધુસુદન બી.ભગત તેમજ પ્રિન્સિપાલશ્રીએ અભિનંદન સાથે શુભેચ્છા વ્યકત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શાળામાં ચાલુ વર્ષે,એ-૧ ગ્રેડ સાથે ૪ વિદ્યાર્થી, એ-૨ ગ્રેડ સાથે ૨૧ વિદ્યાર્થી ઉત્તરણીય થયેલ છે.

ઉમરેઠ પાલિકાના બળવાખોર સભ્યો સામે પક્ષાંતરધારા હેઠળ કાર્યવાહી શરૂ.


તા.૧૮/૬/૨૦૧૩ના રોજ નામોદિષ્ટ અધિકારી સમક્ષ સુનવાની હાથ ધરાશે.

ઉમરેઠ નગરપાલિકામાં પ્રમુખ પદ માટે તાજેતરમાં યોજાયેલ ચુંટણીમાં ભાજપ નાજ સભ્યો દ્વારા પક્ષના વ્હીપનો અનાદર કરી કોગ્રેસના ટેકાથી પ્રમુખ પદ ભાજપ પાસેથી છીનવી લીધુ હતુ અને સત્તાનું સુકાન પ્રાપ્ત કર્યું હતુ, જેથી ભાજપ દ્વારા આ બળવાખોર સભ્યો સામે પક્ષાંતરધારા હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પક્ષાંતરધારાની કાર્યવાહીના ભાગરૂપે ગુજરાત રાજ્યના મે.નામોદિષ્ટ અધિકારી સમક્ષ ભાજપ દ્વારા ઉમરેઠ નગરપાલિકામાં ભાજપ સામે બળવો કરી પ્રમુખ પદ મેળવનાર સંજય પટેલ સામે અરજદાર અરવીંદભાઈ પટેલ દ્વારા વિવિધ પુરાવા સાથે ગેરલાયક ઠરાવવા માટે અરજી કરવામાં આવી છે. જેના અનુસંધાનમાં નામોદિષ્ટ અધિકારીશ્રીએ બંન્ને પક્ષને તા.૧૮/૬/૨૦૧૩ના રોજ સહકાર વિભાગની કચેરી ખાતે સુનવાની માટે હાજર રહેવા નોટીશ પાઠવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજય પટેલે જણાવ્યું હતુ કે, ભાજપ દ્વારા તેઓની સામે પક્ષાંતરધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તો તે કોર્ટમાં જશે. ભાજપની ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સહીતના બળવાખોર સભ્યો સામે પક્ષાંતરધારા હેઠળ કાર્યવાહી શરૂ થતા હવે, નગરમાં રાજકીય વાતાવરણ વરસાદની સીઝનમાં પણ ગરમાઈ ગયું છે, ત્યારે આવનારા સમયમાં પાલિકામાં સુકાન પ્રાપ્ત કરનાર સભ્યો ગેરલાયક ઠેરશે કે પછી કોર્ટની આંટીગુટીનો ઉપયોગ કરી પોતાના શાશનના અઢી વર્ષ પૂર્ણ કરશેએ તો આવનારો સમજ બતાવશે.

ઉમરેઠ કા.પટેલ જ્ઞાતિ દ્વારા મફત નોટબુક – ચોપડા વિતરણ કરાયું.


  • જ્ઞાતિના તેજસ્વી તારલાને ઈનામો એનાયત કરાયા

ઉમરેઠ કાછીયા પટેલ સમાજ દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને મફત નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્ઞાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે ધો.૧૦ અને ધો.૧૨ (વિજ્ઞાન પ્રવાહ)માં સારા માર્ક લાવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરી ઈનામો અર્પણ કરવામાં આવ્યા હતા.સમાજ દ્વારા દર વર્ષે સમાજ દ્વારા વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તેમ કા.પટેલ જ્ઞાતિના અગ્રણી રમેશભાઈ કાછીયાએ જણાવ્યું હતું.

ઉમરેઠ નગરપાલિકા દ્વારા દશ વર્ષ જૂની ટી.પી સ્કીમ અમલમાં મુકાઈ


અભરાઈએ ચઢેલ ટી.પી સ્કીમનો અમલ મુકાતા નગરના વિકાસના દ્વાર ખુલ્યા.

છેલ્લા દશ વર્ષથી મંજૂર થયેલ ટી.પી સ્કીમનો ઉમરેઠ પાલિકા દ્વારા અમલ ન કરવામાં આવતા નગરનો ભૌગોલીક વિકાસ રુંધાઈ રહ્યો હતો, અને જરૂરિયાતમંદોને વિવિધ લાભ આપવામાં પાલિકાના સત્તાધીશોને અડચનો આવતી હતી. આખરે તાજેતરમાં ઉમરેઠ પાલિકા દ્વારા ૨૦૦૧માં મંજૂર થયેલ ટી.પી સ્કીમનો સત્તાધીશોએ અમલ કરતા નગરમાં રીઝર્વ પડેલા પ્લોટો અને અન્ય જમીનોનો પાલિકા લોક ઉપયોગ માટે વપરાશ કરી શકશે તેમ જણાવતા પ્રમુખ સંજય પટેલે જણાવ્યું હતુ કે, આ ટી.પી સ્કીમનો અમલ થતા અંબિકા નગર સોસાયટી થી થામણા ચોકડી, કૃષ્ણ સિનેમા થી બસ સ્ટેશન, એફ.આર. ની ખરી થી જી.ઈ.બી સુધીના માર્ગ વ્યવસ્થિત થશે તેમજ નગરપાલિકાની આવકમાં પણ વધારો થશે. વધુમાં તેઓએ ઉમેર્યું હતુ કે આ ટી.પી સ્કીમનો અમલ થવાથી નગરપાલિકાને મળેલ જગ્યામાં ગરીબો માટે ઘર બનાવવાના પ્રેઓએક્ટ સહીત બાગ-બગીચા કે પછી સ્કૂલ માટે પણ નગરપાલિકાને જગ્યા મળશે જેથી નગરના વિકાસ માટે જરૂરી ટી.પી સ્કીમ તેઓ અમલમાં મુકી છે. વધુમાં ચર્ચાઈ રહ્યું છે કે, આ પહેલા પાલિકામાં આંતરીક વિખવાદોને કારણે આ ટી.પી સ્કીમનો અમલ થતો ન હતો.૨૦૦૧મામ મંજૂર થયેલ ટી.પી સ્કીમનો તાત્કાલીક ધોરણે જે તે સમયના સત્તાધીશોએ અમલમાં મૂક્યો હોત તો ગામનો વિકાસ દશ વર્ષ પહેલા જ વેગવંતો બન્યો હોત. હવે આ ટી.પી સ્કીમનો અમલ થતા પાલિકા દ્વારા વરસાદી પાણીનો નિકાલ સહીત રસ્તાઓ પહોળા કરવાની દીશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ખાસ કરીને અંબિકા નગર સોસાયટી થી એફ.આર.ની ખરી સુધીના વિસ્તારમાં જમીનોના ભાવ પણ ઉંચકાવવા લાગ્યા છે. એકંદરે આ ટી.પી સ્કીમને લઈ નગરના વિકાસને વેગ મળશે તેમ હાલના સત્તાધીશો મત પ્રગટ કરી રહ્યા છે.

ઉમરેઠ ખડાયતા જ્ઞાતિનું ગૌરવ


ઉમરેઠના પ્રકાશભાઈ મદનલાલ શાહની પુત્રી મૈત્રી શાહ તાજેતરમાં લેવાયલ ધો.૧૦ અંગ્રેજી માધ્યમમાં ૯૭.૭૭ પર્સન્ટાઈલ સાથે ઉત્તરણિય થયેલ છે. તેઓ થામણા હેલ્થ એન્ડ એજ્યુકેશન અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે, ભાવેશભાઈ શાહના પૂત્ર જૈનિલ ભાવેશભાઈ શાહ ધો.૧૦ની પરિક્ષામાં ૯૬.૭૧ પર્સન્ટાઈલ સાથે ઉત્તરણિય થયા છે. તેઓ ઉમરેઠ નગરપાલિકા સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેઓને શાળા તેમજ જ્ઞાતિ પરિવારેએ અભિનંદન પાઠવ્યા હતા અને ઉચ્ચ અભ્યાસ માટે શુભેચ્છા પાઠવી હતી.

ઉમરેઠ ખડાયતા જ્ઞાતિનું ગૌરવ


KHUSHALI SHAH

ઉમરેઠના પ્રકાશભાઈ શાહની પૂત્રી તાજેતરમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૯૯.૪૦ પર્સન્ટાઈલ સાથે ઉત્તર્ણીય થયેલ છે. તેઓને ઉમરેઠ ખડાયતા જ્ઞાતિના અગ્રણીઓએ તેમજ શાળા પરિવારે શુભેચ્છા પાઠવી હતી.

ઉમરેઠ જ્યુબિલિ સ્કૂલનું ગૌરવ


તાજેતરમાં ધો.૧૦ના જાહેર થયેલા પરિનામમાં જ્યુબિલિ સ્કૂલના વિદ્યાર્થી પ્રજાપતિ સંજીવ જગદીશભાઈ ૯૯.૪૪ પર્સન્ટાઈલ તેમજ ગાંધી પાર્થ હરીષભાઈ ૯૮.૫૬ પર્સન્ટાઈલ સાથે ઉત્તર્ણીય થઈ શાળા અને પરિવારનું ગૌરવ વધારેલ છે. બંન્ને વિદ્યાર્થીઓને તેઓના સમાજના અગ્રણીઓ તેમજ શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને ઉચ્ચ અભ્યાસ માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી.

ઉમરેઠ પાલિકાના બળવાખોર સભ્યો ભાજપમાંથી સસ્પેન્ડ


  •  સભ્ય પદેથી ગેરલાયક ગણવા કાર્યવાહી કરવાની ચિમકી..!

ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખની તાજેતરમાં યોજાયેલ ચુંટણીમાં ભાજપ દ્વારા અરવીંદભાઈ પટેલને પ્રમુખ પદે તેમજ ઝરીનાબેન ચૌહાણને ઉપ-પ્રમુખ પદે પસંદગી કરી તમામ ભાજપના સભ્યોને તેઓની તરફેનમાં મતદાન કરવા ફરમાન કરી વ્હીપ જારી કયું હતું. પરંતું તે સમયે ઉમરેઠ નગરપાલિકાના ઉપ પ્રમુખ સંજયભાઈ પટેલે પક્ષના વ્હીપનો અનાદર કરી પ્રમુખ પદ માટે તેમજ અલ્તાફભાઈ મલેકે ઉપ પ્રમુખ પદ માટે ચુંટણીમાં ઝંપલાવ્યું હતુ આ સમયે ભાજપના ત્રણ સભ્યો ગેરહાજર રહ્યા હતા જ્યારે અન્ય ચાર સભ્યોએ પક્ષના વ્હીપનો અનાદર કરી બળવાખોર સભ્યોની તરફેનમાં મતદાન કર્યું હતુ અને આ સમયે સંજયભાઈ પટેલ તેમજ અલ્તાફભાઈ મલેકને વિપક્ષનો પણ ટેકો મળી જતા, સંજયભાઈ પટેલ પ્રમુખ તેમજ અલ્તાફભાઈ મલેક ઉપ પ્રમુખ પદે ચુંટાઈ આવ્યા હતા.

આ સમયે ભાજપ પક્ષ દ્વારા પક્ષના વ્હીપનો અનાદર કરી પક્ષ વિરોધી મતદાન કરનાર તેમજ ગેરહાજર રહેનાર તમામ સભ્યોને કારણ દર્શક નોટીશ ફટકારી હતી જવાબ માગ્યો હતો. જ્યારે આ અંગે બળવાખોર સભ્યોના જવાબને પક્ષ દ્વારા નકારી તેઓનો જબાબ હકીકતથી વેગળો હોવાનું જણાવી ગ્રાહ્ય ન રાખ્યો હતો. રાજ્યના પક્ષ પ્રમુખ આર.સી.ફળદૂએ એક પત્ર પાઠવી બળવા ખોર સભ્યોને પક્ષના બંધારણના આર્ટીકલ-૨૫ની જોગવાઈ અન્વયે પક્ષના અધીકૃત વ્હીપના અનાદર બદલ બળવાખોર સભ્યોને પક્ષ માંથી બરતરફ કર્યા અંગે જાણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,તાજેતરમાં ઉમરેઠ પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ લોક દરબારમાં ભાજપના બળવાખોર સભ્યો ભાજપના કેસરીયા પટ્ટા તેમજ છત્રી સાથે બેઠેલા નજરે પડ્યા હતા. બીજી બાજૂ ભાજપ માંથી સસપેન્ડ કર્યા બાદ હવે તેઓને સભ્ય પદેથી પણ ગેરલાયક ઠેરાવવા માટે ચક્રિગતિમાન થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સભ્ય પદેથી પણ ગેરલાયક ઠેરવા ચક્રોગતિમાન

ભાજપ દ્વારા બળવાખોર સભ્યો સામે પક્ષાંતરધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવતા ઉમરેઠ પાલીકાના સભ્ય દેવેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતુ કે, આ અંગે તેઓએ વિવિધ રજૂઆતો પણ કરી છે, અને જે તે બળવાખોર સભ્યોને સભ્ય પદે ગેરલાયક ઠેરવવા માટેની દીશામાં અમે કાર્યવાહી હાથ ધરી છે.

ઉમરેઠમાં શનીજયંતિની શ્રધ્ધાભેર ઉજવણી


ઉમરેઠના બદ્રીનાથ મહાદેવ પાસે આવેલ શનીદેવ મંદિર ખાતે શનીદેવ જયંતિ નિમિત્તે શ્રી સંતરામ મંદિર દ્વારા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞમાં ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના લોકો યજમાન પદે બિરાજ્યા હતા અને કાર્લસર્પ યોગ અને શનીજયંતિના અનોખા સંગમે યજ્ઞરૂપી આરાધના કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ ધાર્મિક પ્રસંગે ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજ , શ્રી હરિકૃષ્ણદાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સવારે ૮ કલાકે યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી જે દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

સર્જક સાથે એક સાંજ – જયંતિ એમ દલાલ


ઉમરેઠના વોર્ડનં.૯માં લોકદરબાર


ઉમરેઠના વોર્ડનં.૯માં લોકદરબાર યોજાયો હતો. આ સમયે ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલ, ઉપ-પ્રમુખ અલ્તાફભાઈ મલેક, સામાજિક કાર્યકર નયનભાઈ શ્રોફ, નગરપાલિકાની થીંક ટેન્ક કહેવાતા વોર્ડનં.૮ના સુભાષભાઈ શેલત તેમજ નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રજાના પ્રશ્નો શાંભળી શક્ય હોય તેટલો ત્વરીત નિકાલ કરવા બાંહેધરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમરેઠમાં જૂન માસ દરમ્યાન તબક્કાવાર તમામ વોર્ડમાં લોક દરબાર યોજાશે.

ઉમરેઠ નગરપાલિકા દ્વારા પ્રજાલક્ષી અભિગમ દાખવી આજે લોક-દરબાર વોર્ડનં.૯થી આરંભ કરવામાં આવ્યો હતો. સવારે ૯ કલાકે ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજય પટેલ તેમજ ઉપ-પ્રમુખ અલ્તાફ મલેક પોતાની ટીમ સાથે નગરના વોર્ડ નં.૯ના ખારવાવાડી વિસ્તારમાં આવ્યા હતા અને ઉપસ્થિત પ્રજાજનોના વિવિધ પ્રશ્નોને શાંભળ્યા હતા. આ સમયે વોર્ડનં.૯ના નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને રસ્તા અને પાણીને લગતા વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. આ ઉપરાંત અગાઊથી વોર્ડ નં.૯માં પોલીસ લાઈનની બાજૂમાં પીવાનું પાણી ડોહળું આવતું હોવાની ફરિયાદ નગરપાલિકાને મળી હતી જેનો આજે જ નિકાલ લાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ લાઈન પાસે આવેલ બેટવાળાની ગલીમાં પીવાનું પાણી ગંદું આવતું હોવાને કારણે પાલિકાતંત્ર દ્વારા આ વિસ્તારમાં ખોદકામ કરી પાણીની લાઈન વ્યવસ્થીત કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ અંગે નગરપાલિકાના વિજયભાઈ ઉપાધ્યાયએ સ્થળની મુલાકાત કરી કામદારોને આ વિસ્તારની સમસ્યા દૂર કરવા નિર્દેશ આપ્યા હતા અને તાબળતોળ કામ શરૂ પણ કરી દેવામાં આવ્યું હતું. ઉમરેઠ પાલિકાના સત્તાધીશોના આ ત્વરીત લેવાતા નિર્ણયની નગરમાં પ્રશંશા થઈ રહી છે. વોર્ડ નં.૯માં યોજાયેલ લોક દરબારમાં ઉમરેઠ નગરપાલિકામાં થીંક ટેંક કહેવાતા વોર્ડ નં.૮ના સુભાષભાઈ શેલત, સામાજિક કાર્યકર નયનભાઈ ગાભાવાળા(શ્રોફ),સહીત નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે ઉમરેઠ નગરમાં જૂન માસમાં વિવિધ વોર્ડમાં તબક્કાવાર લોકદરબાર યોજાશે અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કરાશે તેમ પ્રમુખ સંજય પટેલે જણાવ્યું હતું.
 
લોકદરબારમાં ભાજપની છત્રીનો ઉપયોગથી અસમંજસ
 
એક તરફ ઉમરેઠના ભાજપ સંગઠન દ્વારા વિવિધ વર્તમાન પત્રોના માધ્યમથી સંજયભાઈ પટેલ ભાજપમાં નથી તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે, ત્યારે બીજી બાજૂ ઉમરેઠ પાલીકાના પ્રમુખ સંજયભાઈ પટેલ પોતે ભાજપ નાજ છે અને ભાજપ નાજ રહેશે તેવું બૂમો પાડી કહી રહ્યા છે. આજે લોકદરબારમાં પણ ભાજપની છત્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જ્યારે પાલિકાના સભ્યો ભાજપનો કેસરીયો લઈને બેઠેલા પણ દેખાયા હતા, બીજી બાજૂ ભાજપના સંગઠન માંથી કોઈ પણ હોદ્દેદાર આ લોકદરબારમાં ન ફરકતા લોકો અસમંજસમાં મુકાઈ ગયા હતા. ખરેખર ઉમરેઠ પાલિકામાં સત્તા ઉપર કોણ છે..? ભાજપ કે અપક્ષ તેની લોકો ચર્ચા કરી રહ્યા છે. ભાજપના સૂત્રોતો તેમ પણ કહી રહ્યા છે કે, પક્ષમાં બળવો કરનાર સભ્યો વિરુધ્ધ પક્ષ દ્વારા આકરા પગલા લેવા ચક્રોગતિમાન થઈ ગયા છે.


સાંપ્રતકાળની સમસ્યાઓ વિષય પર જયંતિ એમ.દલાલનું વ્યાખ્યાન યોજાશે.


પ.પૂ.૧૦૮શ્રી ઈન્દિરાબેટીજી મહોદયા સંસ્થાપિત શ્રી વલ્લભ ફાઊન્ડેશ ટ્રસ્ટ આયોજિત વ્રજધામ વડીલ પરિવાર સિનિયર સિટીઝન એસોસીએશન- માંજલપુર દ્વારા સાંપ્રતકાળની સમસ્યાઓ ઉપર તા.૦૬.૦૬.૨૦૧૩ના રોજ વડોદરા ખાતે વ્યાખ્યાન યોજવામાં આવેલ છે. આ પ્રસંગે વક્તા પદે પ્રસિધ્ધ સાહિત્યકાર જયંતિ એમ.દલાલ(મુંબઈ) વક્તવ્ય આપશે તેમ વ્યાખ્યાનનો લાભ લેવા સાહિત્ય પ્રેમિ જનતાને સંસ્થાના મંત્રી જગદીશભાઈ શાહએ જણાવ્યું છે.

%d bloggers like this: