આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: September 2011

ઉમરેઠમાં યુવાધન હિંલોઢે ચઢ્યું , નાસિકવાળા ખાતે ખેલૈયાના ધામા..! (Day-2)


ઉમરેઠના શ્રી ગૃપ દ્વારા નગરના નાસિકવાળા હોલ ખાતે નવરાત્રિ મહોત્સવ – ૨૦૧૧ની ઉજવણી કરવા આવી રહી છે, ત્યારે ઉમરૅઠનું યુવાધન મોટી સંખ્યામાં ગરબાનો આનંદ લઈ રહ્યું છે. આવનારા દિવસોમાં શ્રી ગૃપ દ્વારા નાના બાળકોને પ્રોત્સાહન મળે તેથી ખાસ “બાળ ગરબા”નું આયોજન કરવામાં આવશે, સમગ્ર નવરાત્રિ મહોત્સવને સુંદર રીતે પાર પાડવા શ્રી ગૃપના ગોકુલ ગાભાવાળા, શંભુ પટેલ તેમજ હર્ષ શહેરાવાળા સહીત શ્રી ગૃપના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

ઉમરેઠ બાજખેડાવાળ યુવા સમિતિ દ્વારા નવરાત્રિ મહોત્સવની ઉજવણી.


ઉમરેઠ બાજખેડાવાળ યુવા સમિતિ દ્વારા નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્રણ દિવસ સુધી ચાલનાર આ નવરાત્રિ મહોત્સવમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ભાગ લઈ રહ્યા છે અને યુવાધન ગરબા રમી માતાજીના પર્વમાં મસ્ત બની ગયા છે. ગાયત્રી હોલ ખાતે ઉજવવામાં આવતા સદર નવરાત્રિ મહોત્સવમાં પ્રવર્તમાન રોગચાળાની પરીસ્થીતીને ધ્યાનમાં રાખી ખાસ કરીને મેલેરીયા રોગ સામે લોકોએ કેવી રીતે લડવું તેની માહિતી આપતો એક સ્ટોલ પણ ગરબા ગ્રાઊન્ડમાં રાખવામાં આવેલ છે. નવરાત્રિ દરમ્યાન મોટી સંખ્યામાં જ્ઞાતિના યુવાનો અને યુવતિઓ ગરબા રમવા આવે છે ત્યારે સાથે સાથે સંભવીતઉમરેઠ બાજખેડાવાળ યુવા સમિતિ દ્વારા નવરાત્રિ મહોત્સવની ઉજવણી. મેલેરીયાના રોગચાળા સામે કેવી રીતે તંદુરસ્ત રહી શકાય તેની પણ લોકોને સમજ આપી સંચાલકો અનોખી રીતે નવરાત્રિ મહોત્સવ ઉજાવી રહ્યા છે.

અપડેટ્સ – નવરાત્રી મહોત્સવ – ૨૦૧૧ , ઉમરેઠ


શ્રાધ્ધ પક્ષને આવજો ને નવરાત્રીને હેલ્લો..

 • આજથી નવરાત્રી પર્વનો આરંભ એટલે પોળમાં અને ફળીયામાં આરતી કરવાનું શરૂં કેટલાક વિસ્તારમાં દશેરા સુધી તો કેટલાક વિસ્તારમાં શરદ પૂનમ સુધી આરતી કરી માતાજીની આરાધના કરવામાં આવશે.
 • નવરાત્રી એટલે નગરના ભદ્રકાળીમાતાજીના મંદિર, કાળીકા માતાજીના મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડશે.
 • દર વર્ષની જેમ ઉમરૅઠના નાસિકવાળા હોલ ખાતે શ્રી ગૃપ દ્વારા નવરાત્રી મહોત્સવ-૨૦૧૧નું આયોજન કરવામાં આવ્યું છે. નાસિકવાળા હોલમાં ગરબા મહોત્સવ ૨૦૧૧ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
 • ઉમરેઠના વ્રજવિહાર પાર્ટી પ્લોટમાં પણા આ વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. કહેવાય છે ગુજરાતી ફિલ્મના કલાકારો પણ ઉમરૅઠમાં મહેમાન બનશે.
 • પાર્ટી પ્લોટ અને નાસિકવાળા હોલ સીવાય નગરના વિવિધ વિસ્તારમાં શેરી ગરબાની પણ ધૂમ રહેશે. વાંટાં, દલાલ પોળ,કાછીયાવાડ સહીતના વિસ્તારોમાં શેરી ગરબા પરંપરાગત રીતે કરવામાં આવે છે.
 • નવરાત્રી દરમ્યાન નોમના દિવસે ઉમરૅઠના વારાહિમાતાજીનો જગવિખ્યાત હવન યોજાશે. ઉલ્લેખનીય છે કે આ હવન માત્ર ઉમરૅઠ અને કાશી ખાતેજ થાય છે.
 • ..બસ નવરાત્રીના નવ દિવસ પતે અને હવનના દર્શન કરી ઉમરેઠીયાઓ ફાફડા અને જલેબી ઉપર ટુટી પડશે. દશેરાના દિવસે ફાફડા અને જલેબીનો સ્વાદ લેવાની મજા જ કાંઈ ઓર હોય છે. આમ તો દશેરા એટલે અસત્ય ઉપર સત્યના વિજયનું પર્વ પણ આપણે ગુજરાતીઓ તમામ પર્વમાં ખાવાની વસ્તું લાવીજ દઈયે છે. દશેરાના દિવસે ફાફડા અને જલેબી જ કેમ..? કોઈને ખ્યાલ હોય તો જરૂર થી મને જણાવશો..
 • અરે..હા.. એક ખાસ વાત તો રહી જ ગઈ, નવરાત્રીમાં પોળો અને ફળીયાઓમાં પાવાગઢ બનાવવાનું ખુબ મહત્વ હોય છે. દિવસે દિવસે આ પરંપરા નામશેષ થઈ રહી છે, પણ હજૂ પણ નવરાત્રીમાં પાવાગઢ બનાવવાની પ્રથા કેટલાય વિસ્તારમાં ચાલુ જ છે. મને યાદ છે, હું જ્યારે નાનો હતો ત્યારે અમારી પોળમાં અમે બધા મિત્રો માટી લાવી પાવાગઢ બનાવતા અને સુંદર રીતે તેને સજાવતા અને આરતી કરતા.આદ્ભુત હતા તે દિવસો…
 • હવે, અમારી પોળમાં પાવાગઢ તો નથી બનતો પણ દશેરા ચોક્ક્સ ઉજવાય છે. દશેરાના દિવસે રાવણનું પૂતળું ચોક્ક્સ બાળવામાં આવે છે. ઉમરેઠમાં દશેરા પર્વ દરમ્યાન રાવણ પૂતળાનો દહન કાર્યક્રમ સૌ પહેલા અમારી પોળમાં થયો હશે તેમ કહીયે તો અતિરેક નહી કહેવાય.

બસ , નવરાત્રી દરમ્યાન તમારું ધ્યાન રાખજો.. હેપ્પી નવરાત્રી..હેપ્પી દશેરા..ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી વાંચતા રહો … આપણું ઉમરેઠ

ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિનો ૧૮મો ઈનામ વિતરણ સમારોહ યોજાયો


ઉમરેઠ દશા ખડાયતા કેળવણી મંડળના ઉપક્રમે તેજસ્વી તારલાનો સન્માન સમારોહ મુંબઈના જ્યોતિબેન રમેશભાઈ શાહના અદ્યક્ષ સ્થાને યોજાયો હતો. સમારોહમાં અતિથિ વેશેષ પદે વૈશાલીબેન શાહ (અમદાવાદ),પારૂલબેન શાહ તથા પ્રેરણાબેન શાહ(વડોદરા)ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે જે પણ જ્ઞાતિજને લગ્નજીવનમાં ૪૫ વર્ષ થયાં હોય તેવાં કપલનું તથા ૭૦ વર્ષ પૂરાં થયાં હોય તેવાં વડીલોનાં સન્માન પણ કરવામાં આવ્યું હતું.

જ્ઞાતિના બાળકો શૈક્ષણિક ક્ષેત્રે આગળ આવે તે હેતુંથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૮મો ઈનામ વિતરણ સમારોહમાં ધો.૧૦ અને ધો.૧૨ સહીત તમામ ધોરણમાં જ્ઞાતિ કક્ષાએ ઈનામો આપી તેઓને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. પોતાના સન્માન અને પ્રોત્સાહનના જવાબમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ઈનામ અને સન્માનથી તેઓને પ્રોત્સાહન મળે છે અને અભ્યાસમાં વધુને વધુ સારો દેખાવ કરવા તેઓને પ્રેરણા મળે છે. આવા કાર્યક્રમો જ્ઞાતિમાં સદાય થતા રહે અને તેઓને પ્રોત્સાહન મળતું રહે તેમ વિદ્યાર્થીઓએ ઈચ્છા પ્રગટ કરી હતી અને જ્ઞાતિના વડીલોનો આભાર વ્યક્ત કર્યો હતો. અદ્યક્ષ સ્થાનેથી બોલતા જ્યતિબેન શાહએ જણાવ્યું હતું કે જ્ઞાતિના બાળકો અભ્યાસમાં આગળ આવે અને તેનમા પરિવાર અને જ્ઞાતિનું નામ રોશન કરે તે જરૂરી છે. જ્ઞાતિ દ્વારા જેમ આ વર્ષે મહિલાઓને સમારોહમાં આગવું સ્થાન આપ્યું તે બદલ તેઓએ જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્ઞાતિમાં ઈતર પ્રવૃતિઓ માટે જ્ઞાતિના લત્તાબેન દોશી તેમજ કિંજલબેન પરીખે ભજન-કિર્તન અને રસોઈ કલા વીશે સુચનો કર્યા હતા. દશા ખડાયતા જ્ઞાતિના પ્રમુખ ન.કે.પરીખએ પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતું કે આજના બાળકો આવતીકાલનું ભવિષ્ય છે જેથી જ્ઞાતિ દ્વારા બાળકોના વિકાસમાટે સતત કાર્યક્રમો કરવામાં આવશે. જ્ઞાતિના શિષ્યવૃત્તિ ફંડમાંથી જરૂરીતાય મંદ બાળકોને સહાય આપવાની પણ તેઓ દ્વારા ખતરી આપવામાં આવી હતી.

સમગ્ર સમારોહનું સંચાલન રાજેશભાઈ શાહ તેમજ અવનીબેન ચોકસીએ કર્યું હતું. જ્યારે સમારોહને સફળ બનાવવા માટે મંત્રી રાજેશભાઈ શાહ, પ્રકાશભાઈ શાહ,ભાવેશભાઈ શાહ તેમજ રોહીતભાઈ દોશીએ ભારે જહેમત ઉઠાવી હતી. જ્ઞાતિના પીઢ કાર્યકર અને સલાહકાર તેવા અંબાલાલ સો.શાહ, ઈન્દ્રવદનભાઈ દોશી, નવનીતભાઈ શાહનો જ્ઞાતિજનોએ આભાર વ્યક્ત કર્યો હતો

શ્રી ગૃપ, ઉમરેઠ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ-૨૦૧૧


શ્રી ગૃપ, ઉમરેઠ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ-૨૦૧૧

જાહેરાત – સ્ટોલ બુકીંગ માટે ઉપરોક્ત નંબર ઉપર સંપર્ક કરો.

ઉમરૅઠની કન્યા-કુમારશાળામાં શ્રાધ્ધ નિમિત્તે બાળકોને ભોજન આપવામાં આવ્યું.


ઉમરૅઠની ઓડ બજાર ખાતે આવેલ કન્ય તેમજ પ્રાથમિક શાળામાં નગરના સામાજિક કાર્યકર ભગવતભાઈ પરમારના પૂર્વજના શ્રાધ્ધ પર્વ નિમિત્તે તિથિભોજન આપવામાં આવ્યું હતું. શાળામાં અભ્યાસ કરતા પછાત વિસ્તારના લગભગ ૭૦૦ લોકોને ભરપેટ પોષ્ટીક ભોજન પિરસવામાં આવ્યું હતુ, આ સમયે ભગવતભાઈ પરમારે જણાવ્યું હતુ કે, બાળકોને ભોજન આપવામાં તેઓને આનંદ આવે છે, અને ભવિષ્યમાં ઉમરેઠની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને ભોજન કરાવવાની તેમની ઈચ્છા છે.

ઉમરેઠના ગ્રામ્ય વિસ્તારમાં ગર્ભવતી મહિલાને આરોગ્ય કેન્દ્રની નર્સે એક્સપાયર થયેલ દવા પધરાવી..!


 • ભૂલ કબુલવાને બદલે દવા બજાર માંથી ખરીદી હશે કે જૂની દવા વાપરવાનો આક્ષેપ..!

ઉમરેઠ પંથકના ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયર થયેલ દવાનું વિતરણ કરવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. ઉમરૅઠ પાસેના સુંદલપુરા આરોગ્ય કેન્દ્ર તાબે આવતા અમીદાસપુરામાં આરોગ્ય કેન્દ્રની બહેનો દ્વારા એક્સપાયર દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં એક ગર્ભવતી મહિલા છેલ્લા કેટલાક સમયથી આરોગ્ય કેન્દ્ર ઉપરથી દવા મેળવતી હતી ત્યારે હાલમાં પણ આ મહિલાએ આરોગ્ય કેન્દ્ર ઉપરથી દવા લેતા અચાનક દવા ગળ્યા પછી દૂઃખાવો ઉપડ્યો હતો અને મહિલાને ગભરામન થઈ હતી જેથી આ અંગે મહિલાએ પોતાના પતિને જાણ કરતા તેઓએ છેલ્લે લીધેલી દવાઓ જોતા દવાઓ પૈકી એક દવા એક્સપાયર થઈ ગયેલી હોવાનું માલુમ પડ્યું હતું ત્યારે આ વ્યક્તિએ દવાની ખરાબી અંગે આરોગ્ય કેન્દ્ર ઉપર ફરજ બજાવતી નર્સને જાણ કરી હતી ત્યારે ભુલ સ્વિકારવાને બદલે આ નર્સ દ્વારા પીડીત પરિવાર ઉપર દવા બજાર માંથી લાવ્યા હશો કે જૂની દવા વાપરતા હશો તેવો આક્ષેપ કર્યો હતો.

આરોગ્ય કેન્દ્ર ઉપર મળતી દવાઓ ઉપર સ્પષ્ટ કરેલ હોય છે કે જે તે દવા માત્ર આરોગ્ય કેન્દ્ર ઉપર જ મળે છે અને તે બજારમાં ક્યાંય પ્રાપ્ય હોતી નથી, ત્યારે આવા સમયે ફરજ ઉપરની નર્સ દર્દી ઉપર બજાર માંથી દવા લાવ્યાનો આક્ષેપ કરે તે કેટલા અંશે વ્યાજબી છે. આરોગ્ય કેન્દ્ર ની દવાઓ જો બજારમાં ખરેખર વેચાતી હોય તો જવાબદાર કોણ છે..? તેનો જવાબ પણ આ નર્સ આપે તે જરૂરી છે. ગ્રામ્ય વિસ્તારના લોકો જરૂરી દવા મેળવી શકે તે માટે સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે પરંતું આરોગ્ય કેન્દ્ર ઉપર બેજવાબદારી થી ફરજ નિભાવતા અધિકારીઓને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોનું સ્વાસ્થય જોખમમાં મુકાઈ રહ્યું છે. ત્યારે આરોગ્ય તંત્ર આવા અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહિ કરે તે જરૂરી છે.

તાજેતરમાં જૂનાગઢમાં માસુમ બાળકોને તંત્રની ભૂલથી એચ.આઈ.વી પોઝીટીવ બ્લડ ચઢાવવામાં આવ્યું હતું. તંત્રની આ ભૂલને કારણે હવે આ ભૂલકાઓનું ભવિષ્ય અંધકારમય થઈ ગયેલ છે ત્યારે હવે, ઉમરેઠ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં એક્સપાયર થયેલ દવાનું વિતરણ કરવામાં આવતા ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાના સ્વાસ્થયને લઈ ચિંતામાં મુકાઈ ગયા છે. આ મામલો પ્રકાશમાં આવતા હવે ગ્રામ્યજનો દેવું કરીને ઉમરેઠમાં ખાનગી ડોક્ટરો પાસે પોતાની સારવાર કરવાનું મન બનાવી રહ્યા છે. ત્યારે ગરીબો માટે ખોલવામાં આવેલા આરોગ્ય કેન્દ્ર ઉપરથી ગરીબોનો વિશ્વાસ ઉઠી જાય તે પહેલા લાગતા વળગતા તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે તે જરૂરી છે.

વધુમાં ગ્રામ્યજનોએ આરોગ્ય કેન્દ્ર ઉપર ફરજ બજાવતી નર્સના તુમાખી ભર્યા અભિગમ અને એક્સપાયર થયેલ દવા દવાના વિતરણ અંગે આરોગ્ય કેન્દ્રના ર્ડોક્ટરશ્રીને જાણ કરી હતી ત્યારે ર્ડોક્ટરે આ અંગે યોગ્ય તપાસ કરી ભવિષ્યમાં આવી ભૂલ નહી થાય તેવી તેઓ દ્વારા ખાતરી આપવામાં આવી હતી અને સમગ્ર મામલો ઠંડો પાડવામાં આવ્યો હતો.

ઉમરેઠના બસ સ્ટેશન વિસ્તારમાં નાગ દેવતા દેખાતા કૂતુહલ


ગઈકાલે સાંજે ઉમરૅઠના બસ સ્ટેશન વિસ્તારમાં નાગ દેખાતા લોકો ભયભીત થઈ ગયા હતા. ત્યારે નાગ દેવતાને પકડી એક યુવાને પોલીસ સ્ટેશન જાણ કરી અંતે નાગને સુરક્ષિત સ્થળે છોડીદેવામાં આવ્યો હતો. આ પહેલા નાગ દેવતા લોકોને નુકશાન પહોંચાળશે તેવી ભીતી સાથે લોકોનું ટોળું કોઈ મૂર્ખામી ભર્યું પગલું ભરે તે પહેલા એક યુવાને સમય સુચકતા દાખવી નાગને પકડી એક મોટી બરણીમાં પુરી પોલીસ સ્ટેશન લઈ ગયો હતો જ્યાં ટોળાથી બચાવી આ યુવાને આ નાગ દેવતાને ખુલ્લી જગ્યામાં નાગ દેવતાને છોડી મુક્યા હતા. યુવાનને પોતાની સામાજિક જવાબદારી નિભાવી નાગથી લોકો સુરક્ષિત રહે તે માટે નાગ ને પકડ્યો હતો જ્યારે નાગને પણ કોઈ નુકશાન ન થાય જેથી પોલીસની દખલ કરાવી નાગને મુક્ત કરવા અનોખી પહેલ કરી નાગ પ્રત્યે પોતાનો પ્રેમ પણ બતાવી દીધો હતો. યુવાનના આ કાર્યને લોકોએ બિરદાવ્યું હતું.

ઉમરેઠવાસીઓ ઓળખી બતાવે તો ખરા…!


કેમ છો ઉમરેઠવાસીઓ…? ચાલો આજે ક્વિઝ ક્વિઝ રમીયે નીચે ઉમરૅઠનો એક ફોટો છે જે બહૂ જૂનો પુરાનો છે. તમારે બસ એટલું જ કહેવાનું છે, આ ફોટો ક્યાંનો છે..? યાદ આવ્યું..? જેનો જવાબ સાચો હશે તેને ઈનામમાં કાંઈ નહી મળે..અને જેનો જવાબ ખોટો હશે તેને પણ ઈનામમાં કાઈ નહી મળે..!

હમીદપુરામાં ભેદી તાવથી આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું – ગામમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રજ્ય..!


 •  આરોગ્ય વિભાગની ટીમે હમીદપુરામાં ધામા નાખ્યા…!

 ઉમરેઠ તાલુકાના હમીદપૂરા ગામમાં છેલ્લા કેટલાય સમયથી ખદબદતી ગંદકીના પગલે આજે હમીદપુરાના ગ્રામ્યજનો ભેદી બિમારીના પંજામાં આવી ગયા છે. હમીદપુરાના લગભગ ૨૦૦ થી વધુ લોકો બિમાર થતા આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું હતું અને હમીદપુરામાં ધામાં નાખ્યા હતા અને આ બિમારી કઈ છે તેની તપાસ કરી તત્કાળ ગામમાં દવા વિતરણ સહીત સફાઈ કામગીરી કરવા ચક્રોગતિમાન કર્યા હતા. પ્રાથમિક તારણ મુજબ મોટાભાગના દર્દીઓને શરીર દૂખવાની તેમજ ઝાડા ઊલ્ટીની ફરિયાદ વાળા દર્દીઓ વધારે હોવાથી લોકોના લેબોરેટરી ચેક અપ કરાવવામાં આવી રહ્યા છે. ગ્રામ્યજનોમાં હમીદપુરામાં ચિકનગુણીયા રોગ ફેલાયો હોય તેવી ચર્ચા થઈ રહી છે. આરોગ્ય ખાતાના અધિકારીઓએ આ અંગે લેબોરેટરી ટેસ્ટ પછી જ કાંઈ કહેવાનું મુનાસીફ સમજ્યું હતું. હાલમાં હમીદપુરામાં પીવાનું પાણી ઉકાળૂને પીવા સહીત સાફ સફાઈ રાખવા આરોગ્ય તંત્ર દ્વારા સ્થાનિક તંત્રને સુચણો કરવામાં આવ્યા છે. હમીદપુરાના લોકો દ્વારા પણ ગંદકી અંગે કેટલીય રજૂઆતો કરી હોવા છતા તંત્ર નિદ્રાંધીન રહ્યું તેવી ચર્ચા થઈ રહી છે. ત્યારે હમીદપુરામાં ખૂણે ખાચરે તો ઠીક મુખ્ય માર્ગો ઉપર ગંદકીના થર થઈ ગયા છે. ત્યારે ગંદકીની સમસ્યા દૂર કરવા ગ્રામ્યજનો માંગ કરી રહ્યા છે.

ઉમરેઠ લીંગડા માર્ગની બિસ્માર હાલત વાહન ચાલકો ત્રાહિમામ્..!


 • રસ્તામાં ઠીંગડા મારેલા પણ ઉખડી ગયા.

એક તરફ ઉમરેઠમાં તાજેતરમાં બનાવેલ રસ્તાની હાલત બિસ્માર થઈ ગઈ છે ત્યારે બીજી બાજૂ ઉમરેઠ થી લીંગડા જવાના માર્ગ ઉપર પણ ઠેર ઠેર ખાડા પડી ગયા હોવાને કારણે રાહદારીઓ સહીત વાહન ચાલકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને ઉમરેઠ બસ સ્ટેશન થી ઓડ ચોકડી સુધીના રસ્તા ઉપર તેમજ ઓડ ચોકડી થી લીંગડા સુધીના રસ્તા ઉપર કેટલીક જગ્યાએ એક દોઢ ફુટ જેટલા ખાડા પડી ગયા છે. જેના કારણે રાત્રીના વાહન ચાલકો આ રસ્તા ઉપર સતત ભયના ઓથા હેઠળ વાહન હંકારતા હોય છે, ત્યારે અજાણ્યા વાહન ચાલકોતો આ ખાડાથી અજાણ હોવાને કારણે પુર ઝડપે ખાડામાં પડતા વાહનને નુકશાન થાય છે તો કેટલીક વખત તેઓને અકસ્માતથી પણ અવગત થવું પડે છે.

વધુમાં તાજેતરમાં આ માર્ગ ઉપર ખાડા પડી ગયા હોવાને કારણે થિંગડા મારવામાં આવ્યા હતા જે વરસાદને કારણે ધોવાઈ જતા પૂનઃ આ માર્ગ ની હાલત બિસ્માર થઈ ગઈ છે. ઉમરેઠ લીંગડા માર્ગ દિવસ રાત નાના મોટા વાહનોની અવર જવર સહન કરે છે તેમજ વડોદરા, આણંદ નડિયાદ જેવા ગામ તરફ થી સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર જવા માટે પણ ભક્તો આજ રસ્તાનો ઉપયોગ કરે છે છતા પણ લાગતા વળગતા તંત્ર દ્વારા આ રસ્તાને સારા કરવામાં કોઈ રસ દાખવવામાં આવતો નથી. જેથી વાહન ચાલકો વારંવાર આ રસ્તા ઉપર અકસ્માતગ્રસ્ત થઈ જાય છે. રાત્રિના સમયે અને વરસાદના સમયેતો પરીસ્થીતી વધુ ગંભીર બને છે અને દ્રિ-ચક્રી વાહન ચાલકો તો રીતસર ખાડાને કારણે પડી જવાના પણ કેટલાય બનાવો બની રહ્યા છે.

હજૂ આ રસ્તાને થયે ગણતરીના વર્ષો જ થયા છે છતા પણ આ રસ્તાની દુર્દશા જોઈ લાગતા વળગતા તંત્ર દ્વારા કોઈ પગલા ભરવામાં આવતા નથી. ભ્રષ્ટ તંત્ર કુંભકર્ણની નિદ્રામાં રહે છે અને રાહદારીઓ અકસ્માતને ભેટે છે. દુવિધાની વાત તો એછે કે, નવા રસ્તામાં ખાડા પડ્યા બાદ પોતાની ભૂલ ઢાંકવા તંત્ર ખાડા તાબળતોળ પુરી દે છે ત્યારે આ ખાડા પુરવામાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવતા એકજ વરસાદમાં ખાડા પુનઃ જાણલેવા પરીસ્થીતીમાં આવી જાય છે. ત્યારે ઉમરૅથ લીંગડા માર્ગ તંદુરસ્ત કરવા માટે લાગતા વળગતા તંત્ર દ્વારા સત્વરે કામગીરી શરૂ કરવામાં આવે તેવી લોકલાગણી સાથે લાગણી પ્રવર્તમાન બની છે.

ઉમરેઠની નવાજૂની…


 • શોભાયાત્રા દરમ્યાન અમીછાંટ સાથે ગણેશ વિસર્જન ઉમરેઠમાં શાંતિપૂર્ણ સંપન્ન , હવે શ્રાધ્ધ અને પછી બધાની પ્યારી નવરાત્રીનું કાઊન્ટડાઊન શરૂ.
 • શ્રાધ્ધમાં પહેલા કાગવાસ કરવાની મઝા આવતી હતી, અગાશીમાં કાગળાને દૂધ અને રોટલી ખવડાવવા કા..ગ..વા…સ ની બૂમો પહેલા નાનો હતો ત્યારે બહૂ પાડી હવે હું તો શું કોઈ આવી બૂમો પાડતા શંભળાતું નથી…!
 • આ વર્ષે નવરાત્રી ઉમરેઠમાં બે જગ્યાએ થશે, એક એવરીવન્સ ફેવરેટ નાશિકવાળા હોલ અને વ્રજ વિહાર પાર્ટી પ્લોટ, લોકોને જલસા જ પડી જવાના.. ભદ્રકાળી માતાજીના મંદિર અને કાળકામાતાના મંદિરમાં દર્શન કરવા ભક્તોની ભીડ જામવાની..
 • વરસાદ બીજી ઈનિંગ ચાલી રહી છે, પણ ગાજતા વાદળ ગરજતા નથી ઊક્તિ ઉમરેઠ માટે તો બરાબર જ જામતી હોય તેમ લાગે છે.છતા પણ નસિબ આડે પાંદડું હશે તો નવરાત્રીમાં..નારાયણ..નારાયણ…
 • નવા-ટુટેલા ફુટેલા રસ્તા ઉપર ચાલવાની મજા લેવી હોય તો ઉમરેઠ થી ઉત્તમ કોઈ સ્થાન નથી. ગામમાં તો ઠીક ઉમરેઠ લીંગડા માર્ગની હાલત તો ડુંગર પ્રદેશ થી પણ ખરાબ થઈ ગઈ છે.
 • બેંક ઓફ બરોડાની ઉમરેઠ બ્રાંન્ચનો ચેક કોઈ’ દિવસ હાથમાં આવે તો જોજો..હિન્દીમાં ઉમરેઠ (उम्रेट) કેવી રીતે તેઓએ લખ્યું છે…? બેંક ઓફ બરોડાવાળાનું હિન્દી મારા ગુજરાતી જેવું જ છે.

ઉમરેઠમાં સતત સાત વર્ષથી નિરાધાર વૃધ્ધોને ઘરે બેઠા બે રૂપિયામાં ભોજન પિરસતું “જીવન આધાર સેવા સંકુલ”


 • “જીવન આધાર સેવા સંકુંલ”નો સાતમાં વર્ષમાં પ્રવેશ , નિરાધાર વૃધ્ધો માટે આશિર્વાદ સમાન સંસ્થાની પ્રસંશાપાત્ર કામગીરી.

હાલમાં મોંધવારીનો યુગ ચાલી રહ્યો છે, બે ટંક ભરપેટ સ્વાદિષ્ટ અને પોષ્ટીક ભોજન ગરીબ અને નિરાધાર વૃધ્ધો માટે સ્વપ્ન સમાન બની ગયું છે. પરંતું છેલ્લા સાત વર્ષથી ઉમરેઠની જીવન આધાર સેવા સંકૂલ નામની સંસ્થા ઉમરેઠના લગભગ ૧૦૫ જેટલા ગરીબ નિરાધાર લોકોને ઘરે બેઠા ગરમા ગરમ ભોજન પિરસી સમાજમાં સેવાની અનોખું ઉદાહરણ પુરૂ પાડેલ છે. તેઓની આ સેવાકિય પ્રવૃતિને પ્રોત્સાહન આપવા નગરની રજનીનગર સોસાયટી સામે ન.પા દ્વારા જગ્યાની પણ ટુંક સમયમાં સત્તાવાર ફાળવણી થવાની હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આજના જમાનામાં ઘરમાં બે-ત્રણ ભાઈઓ હોય તો મા-બાપને ઘરમાં રાખવા વારા રાખે છે. બે ત્રણ ભાઈઓ વચ્ચે માતા-પિતા ફુંટબોલની જેમ ફંગોળાઈ પોતાનું જીવન પસાર કરવા મજબુર થઈ જાય છે, કેટલાક લોકો તો પોતાના મા-બાપને સાથે રાખતા પણ નથી અને તેઓને નિરાધાર અવસ્થામાં એકલા અટુંલા રાખતા હોય છે. ત્યારે આવા નિરાધાર અને એકલવાયું જીવન જીવતા લોકોની વહારે ઉમરેઠના ત્રણ યુવાનો અનિલભાઈ દેસાઈ, હસમુખભાઈ શાહ તેમજ હરિવદનભાઈ શાહ આવી તેઓને દરોજ સવારે ગરમા ગરમ ભોજન માત્ર બે રૂપિયામાં ઘરે બેઠા પુરું પાડે છે.

ઘરે ઘરે તમામ નિરાધાર વૃધ્ધોને સમયસર ગરમા ગરમ ભોજન મળી રહે તે માટે “જીવન આધાર સેવા સંકુંલ” દ્વારા સાયકલીસ્ટ રાખવામાં આવ્યા છે, જેઓ સમયસર વૃધ્ધોને ઘરે બેઠા ભોઇજન પુરું પાડે છે. ક્યારેક કોઈ કારણસર કોઈ માણસ ન આવે ત્યારે સંસ્થા દ્વારા સ્પેશિયલ રીક્ષા કરી વૃધ્ધોને ભોજન પૂરું પાડવામાં આવે છે. હાલમાં આ સંસ્થાને લગભગ સાત વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને સંસ્થા દ્વારા લગભગ બે લાખથી પણ વધુ ટીફીન વૃધ્ધોને ઘરે બેઠા પહોંચાડવામાં આવ્યા છે. સંસ્થાના રસોઈયા તેમજ હેલ્પર બહેનો દ્વારા સારી રીતે ભોજન બને તે માટે સંસ્થાના સંચાલક યુવાનો ધ્વારા વારાફરથી નિયમિત સંસ્થાની મુલાકાત કરવામાં આવે છે અને લોકોના ઘર સુધી યોગ્ય સમયે સ્વાદિષ્ટ અને પૌષ્ટીક ભોજન મળે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

નિરાધાર વૃધ્ધોને સ્વાદીષ્ટ ભોજન મળે તે જ ઉદ્દેશ – અનિલભાઈ દેસાઈ

ઉમરેઠ – “જીવન આધાર સેવા સંકુલ”ના સંચાલક અનિલભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આજના મોંધવારીના સમયમાં નિરાધાર લોકોને ઘરે બેઠા સ્વાદીષ્ટ ભોજન મળે તેવીજ અમારી ઈચ્છા છે. અમારા આ સેવા યજ્ઞમાં લોકો પોતાના સ્વજનોની જન્મ તિથિ અને મરણ તિથિ નોંધાવી અમોને આર્થિક સહકાર આપે છે અને લોકોના આવા સહકારથી અમોને પ્રોત્સાહન મળે છે અને અમે વધુને વધુ નિરાધાર વૃધ્ધોની સેવા માટે પ્રયાસ કરીયે છે.

“જીવન આધાર સેવા સંકુલનું કામ પ્રસંશાને પાત્ર – જીવીબેન

નિરાધાર લોકોને વરસાદ કે તાપની પરીસ્થિતીમાં પણ ઘરે બેઠા સ્વાદિષ્ટ પૌષ્ટીક આહાર મળે તેવું તેઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જીવન આધાર સેવા સંકુલના સંચાલક પોતાનો કિંમતી સમય કાઢી આ સંસ્થા વિના કોઈ સ્વાર્થ ચલાવે છે તેથીજ નિરાધાર વૃધ્ધો બે ટંક ભોજન બે રૂપિયામાં ઘરે બેઠા મેળવી શકે છે. આજે કેટલાય લોકો તેવા છે કે જેઓ નિરાધાર છે અને બે ટાઈમ ખાવાના પણ તેઓને ફાંફા પળે છે ત્યારે આવી સંસ્થા તેઓને ભોજન આપી ખરેખર પુણ્યનું કામ કરે છે.

(Open Your Facebook Account and Click Hear for More Photo about JIVAN AADHAR SEVA SANKUL’s ACTIVITY)

ઉમરૅઠમાં ભક્તિભેર ગણેશજીની શોભાયાત્રા બાદ વિસર્જન કરવામાં આવ્યું. (x-lusive_video)


ઉમરેઠ નગરમાં આજે ભક્તિભેર ગણેશજીને વિદાય આપવામાં આવી હતી. ઉમરેઠમાં સવારથી વિવિધ વિસ્તારોમાં ગણપતિદાદા ની આરતી કરવામાં આવી હતી અને ભવ્ય શોભાયાત્રા નિકાળવામાં આવી હતી નગરના વિવિધ ગણેશ મંડળના ગણપતો કોર્ટરોડ તેમજ વડા બજાર વિસ્તારમાં ભેગા થઈ એક મોટી શોભાયાત્રામાં પરીવર્તન પામ્યા હતા. ચાલુ વર્ષે નિકળેલ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા તેમજ ડી.જે અને બેન્ડ બાજાના તાલે ગીતો ની રમઝટ સાથે ગણેશજીની શોભાયાત્રામા ભાગ લીધો હતો.

શોભાયાત્રા તેટલી મોટી હતી કે , ફળીયે ફળીયે તમામ ગણપતીની શોભાયાત્રા જોવા માટે લોકોએ બે-ત્રણ કલાક સુધી બેસવું પડ્યું હતું નગરમાં જેમ જેમ શોભાયાત્રા પસાર થતી હતી તેમ તેમ લોકો પાણી છાસ તેમજ ચોકલેટનું વિતરક કરી ભક્તો ઉત્સાહ વધારતા જોવા મળ્યા હતા. જ્યારે નગરના મુસ્લીમ વિસ્તારો માંથી શોભાયાત્રા પસાર થઈ ત્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને કોમી એકતાનું ઉદાહરણ પુરું પાડ્યું હતું. ઉમરૅઠમાં શાંતિપૂર્ણ શોભાયાત્રા નિકળે તે માટે પોલીસ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી જેના ફળ સ્વરૂપે ભક્તોએ ઉમરૅઠમાં શાંતિપૂર્ણ શોભાયાત્રામાં ભાગ લઈ પોતાના પ્રિય દેવ ગણેશજીને વિદાય આપી આવતા વર્ષે જલ્દી આવવા આજીજી કરી હતી.

વૈષ્ણવ યુવકની લીવર ટ્રાન્સપ્લાન્ટની મેડીકલ સારવાર માટે સહાયની નમ્ર અપીલ


વૈષ્ણવજન ધારીણીબેન શાહ મૂળ વડોદરાના સુપુત્ર ચિ.ભાગ્યેશ શાહ જેઓની ઉંમર ૧૮ વર્ષની છે. ભાગ્યેશ ધો.૧૨માં પાસ થયેલ છે, ભણવામાં કૂશળ ભાગ્યેશની ભણવાની ખૂબ ઈચ્છા છે. હાલમાં ભાગ્યેશ લીવરની ગંભીર બિમારીથી પીડાઈ રહ્યો છે. અમારાથી થતા તમામ પ્રયત્નો અમોએ કરી તન,મન,ધનથી તેની સારવાર કરાવી પરંતું હવે ડોક્ટરના કહ્યા મુજબ ભાગ્યેશને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની જરૂર છે અને તે માટે સંભવીત ખર્ચ રૂ.૪૦ લાખ થાય તેમ છે.

આટલો મોટો ખર્ચ અમારો સામાન્ય પરિવાર ઉઠાવી શકે તેમ નથી. અને જો અમારા પૂત્રનું લીવર ટ્રાન્સપ્લાન્ટ નહી થાય તો તેનું જીવન બચવાની શક્યતા નથી. ડોક્ટરના કહેવા મુજબ લીવર ટ્રાન્સપ્લાન્ટ થશે તો તેની જીંદગી બચી જ જશે. જેથી અમારી સમગ્ર વૈષ્ણવ , ખડાયતા સમાજ સહીત સામાજિક અને ધાર્મિક સંસ્થાને અપીલ છે કે માનવતાના નાતે લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે જરૂરી મેડીકલ સારવાર અર્થે આર્થિક સહયોગ આપી અમોના ચિ.ભાગ્યેશને બચાવવા સહકાર આપે.

લી.

ધારીણીબેન શાહ (વડોદરા)

સંપર્ક –

(૧) ચંન્દ્રેશભાઈ મો.૯૮૨૫૦ ૯૭૪૭૬ (વડોદરા)
(૨) પ્રમુખશ્રી સમસ્ત ખડાયતા સમાજ વડોદરા મો. ૯૪૨૬૫ ૧૨૯૧૨

સરનામું –

ચંન્દ્રેશકુમાર નરેન્દ્રભાઈ શાહ
૧૭/બી, સૌજન્ય સોસાયટી,
ભવન્સ સ્કૂલ સામે
મકરપુરા રોડ – વડોદરા
ફોન – ૦૨૬૫ – ૨૬૩૩૦૫૧ (ઘર)

ઉમરૅઠમાં ગણેશ મહોત્સવ – ફોટો ગેલેરી


કહેવાય છે ભારતમાં ક્રિકેટ ધર્મ છે, અને ક્રિકેટરો ભગવાન છે. આ ઉક્તિ ઉમરેઠના પંચવટી વિસ્તારના લોકોએ ખરા અર્થમાં યથાર્ત સાબિત કરી છે. હાલમાં ચાલતા ગણેશ મહોત્સવ દરમ્યાન પંચવટી વિસ્તારના લોકો દ્વારા વિશ્વકપ વિજેયતા ભારતીય ટીમની થીમથી ગણેશ પંડાલ સજાવ્યો છે. જેમાં ભારતીય ક્રિકેટરોએ ગણપતિ બાપાને ઉચકી લીધા છે અને ગણપતિ બાપાના હાથમાં વિશ્વકપ દેખાય છે. આ ગણપતિ ઉમરૅઠમાં ખાસ્સા લોકપ્રિય થયા છે અને તેના દર્શન કરવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. (તસવીર – પિનાક આર્ટ)

This slideshow requires JavaScript.

ઉમરેઠમાં બેફામ દબાણ અને પાર્કિંગને કારણે વકરતી ટ્રાફીક સમસ્યા તંત્ર નિષ્ક્રીય..!


 •  પ્રજા પાર્કિંગ કરવામાં અને તંત્ર વન-વેનો અમલ કરવામાં શિષ્ટ દાખવે તે જરૂરી.
 •  ઉબડ-ખાબળ રસ્તા પણ ટ્રાફિક સમસ્યા માટે જવાબદાર.

ઉમરેઠમાં દિન પ્રતિદિન વહેપાર ધંધા વિકાસ પામવા લાગ્યા છે. પહેલા મરણ પથારીએ પડેલ ઉમરૅઠનું સાડી બજાર હવે, પોતાના સુવર્ણકાળમાં પરત ફર્યું છે પરિનામે છેલ્લા બે ચાર મહિના માંજ ઉમરેઠમાં સાડીઓની પાંચ થી છ દૂકાનો પણ નવી બની છે. આ ઉપરાંત સોના-ચાંદી સહીત રોજ બરોજની વસ્તુની ખરીદી કરવા માટે ઉમરૅઠ ની આજૂ બાજૂના લગભગ ૪૨ ગામડાના લોકો નિયમીત ઉમરૅઠના બજારોમાં આવતા હોય છે. ઉમરેઠમાં લોકોની વધતી જતી અવરજવરના પગલે બજારમાં ટ્રાફિક સમસ્યા પણ વકરતી જાય છે. ઉમરૅઠના જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ નગરના બજારોમાં વધતા જતા દબાણો અને બેફામ પાર્કિંગને કારણે નગરમાં ટ્રાફિક સમસ્યા પેદા થઈ છે.

ઉમરેઠના ચોકસી બજાર, પંચવટી સહીત વડા બજાર વિસ્તારમાં દૂકાનો બહાર બેફામ વાહનો પાર્ક કરવામાં આવે છે, આવા સમયે બે રીક્ષા કે કાર પણ સામા સામે આવે ત્યારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. પંચવટી વિસ્તાર આખો દિવસ નગરજનોની ચહેલ પહેલ થી ધમધમતો રહે છે, આજ વિસ્તારમાં બેં બેંકો આવેલ છે તેમજ પંચવટી વિસ્તાર ચોકસી બજારથી અડીને આવેલ છે જેથી આ વિસ્તારમાં મુખ્યત્વે લોકોની અવર જવર વધુ રહે છે અને સ્થાનિકો સહીત બહારગામના લોકો પણ બજારમાં બેફામ પાર્કિંગ કરતા હોય છે જેને પરિનામે ટ્રાફિક જામ થઈ જાય છે. કોર્ટ રોડ થી વડાબજાર સુધીના રસ્તા પર પણ આજ સમસ્યા છે. આ વિસ્તારમાં પહેલેથી રસ્તા સાંકડા છે અને ઉપરથી લારી ગલ્લા વાળા દબાણ કરી બેઠા છે. આ અંગે પાલિકા તંત્ર વોટબેંકને ધ્યાનમાં રાખી કોઈ પગલા ભરતું નથી અને દબાણો પાલિકાની રહેમ નજર હેઠળ રોજબરોજ ફુલેફાલે છે. આ ઉપરાંત આ વિસ્તારમાં પણ દૂકાનો બહાર લોકો ગમેતેમ પાર્કિંગ કરતા હોય છે, દૂકાનદારોના વાહનો તો ઠીક પણ અન્ય લોકોના વાહનો પણ ગમેતેમ પાર્ક કરેલા હોય છે જેથી અવરજવર કરનાર લોકોને ખાસ્સી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

વધુમાં હાલ માંજ ઉમરૅઠમાં બનાવેલ રસ્તા ઉબડ ખાબડ થઈ ગયા છે, જેને કારણે પણ ટ્રાફિક સમસ્યા સર્જાય છે તેમ નગરજનો આક્રોષ વ્યક્ત કરી રહ્યા છે. વર્ષો પહેલા ઉમરૅઠમાં વન-વે નો પણ અમલ કરવામાં આવ્યો હતો જે થોડા દિવસ અમલમાં રહ્યો ત્યાર બાદ તંત્ર ના આળશું અભિગમ અને પ્રજાના તુમાખી ભર્યા આચરનને કારણે બંધ થઈ ગયો હતો. હકિકતમાં ઉમરૅઠની ભૌગોલિક પરિસ્થિતી તેવી છે કે ઉમરૅઠમાં વન-વે નો અમલ અશક્ય છે. વન-વે અમલમાં મુકાય ત્યારે પોલીસ કર્મી ઉપર વગદાર પ્રજાજનો રોફ કરી વન-વે નો નિયમ તોડી બેફામ ફરે છે અને આમ પ્રજાજનો જોતા રહી જાય છે. જો વન-વે નો નોયમ અમલમાં મુકાય તો ખુદ પોલીસ ની ગાડીને પણ પોલીસ સ્ટેશનથી બસ સ્ટેશન જવું હોય તો પંચવટી થી જવું પડે જેથી ખરેખર ઉમરૅઠમાં ટ્રાફિક સમસ્યા નિવારવી હોય તો પ્રજએ પાર્કિંગ કરવામાં અને તંત્રએ દબાણ હટાવવામાં શિષ્ટ બતાવવું જરૂરી છે

ઉમરેઠમાં ગણેશ મહોત્સવની ભક્તિભેર ઉજવણી .


ઉમરેઠમાં ગણેશ મહોત્સવની ભક્તિભેર ઉજવણી શરૂ થઈ ગઈ છે. સવારે ભક્તિભાવ સાથે નગરના વિવિધ વિસ્તારમાં ગણેશજીની સ્થાપણા કરવામાં આવી હતી. ગણેશ મહોત્સવ દરમ્યાન નગરના ગણેશ મંડળો દ્વારા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. દર વર્ષની જેમ ઉમરેઠના કાછીયાવાડ વિસ્તારમાં ઈન્દ્રવદનભાઈ કાછીયા દ્વારા ઈકો-ફ્રેન્ડલી ગણેશમૂર્તિ બનાવવામાં આવી છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ઉમરૅઠમાં સૌથી પહેલા ગણેશ મહોત્સવ ઉજવવાની શરૂઆત કાછીયાવાડ વિસ્તારથી શરૂ કરવામાં આવી હતી.હાલમાં ઉમરેઠમાં કાછીયાવાડ, શેલતિયાકૂવા, પંચવટી, મોચીવાડ, દેવશીરી સહીત અન્ય વિસ્તારોમાં ગણેશ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ઉપરોક્ત તસવીરમાં ઉમરૅઠના દેવશેરી વિસ્તારના પ્રથમ ગણેશ મહોત્સવના ગણેજી દ્રશ્યમાન છે. (Photo _ Hardik Shah, Umreth)

%d bloggers like this: