આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: August 2009

જેવાને મળ્યા તેવા…


વરસાદની મોસમ ફરી આવી ગઈ છે….
રસ્તા ભીના થઈ ગયા છે….
ઠેર ઠેર ખાબોચીયા ભરાઈ ગયા છે….
ત્યારે રસ્તા ઉપર ચાલુ વરસાદે ધુમ સ્ટાઈલથી બાઈક ચલાવતા લોકો ને ખાબોચીયામાં ભરાયેલ પાણી રાહદારીઓ ઉપર ઉછાળવાની મઝા આવે છે,રાહદારીઓ આવા લોકોને મન માં ને મનમાં ગાળો ભાળી દેતા હોય છે કોઈ,માથાભારે હોય તો મોટે થી પણ ગાળો ભાળી દેતા અચકાતા નથી..પણ બાઈક કે સ્કૂટર ચાલક પોતાની મસ્તીમાં મસ્ત રહતા આવા રસ્તે ચાલનારાની કોમેન્ટની ક્યારેય પર્વા નથી કરતા,હા પરંતુ આવા બાઈક કે સ્કૂટર ચાલકોને તેમના જેવા પણ ભટકાઈ જાય છે,ત્યારે તેમનું અક્કલ ઠેકાને આવી જાય છે.બે-ત્રણ દિવસથી અમારા (આપણા) ઉમરેઠમાં વરસાદની મોસમ ખીલી ઉઠી છે,ત્યારે મને એક જબરો સીન જોવા મળ્યો…

એક વયોવૃધ્ધ કાકા મોટી કાળી છત્રી લઈને બજાર માથી જતા હતા,ત્યા અચાનક એક છોકરો બાઈક લઈને આવ્યો ને જોયા વિના (આમ તો જાણી જોઈને કહિયે તો વાંધો નઈ) એક ખાબોચીયામાં પાણી હતુ ત્યા બાઈક લઈ ગયો ને પાણીના છાંટા કાકા પર ઉડાવ્યા કાકા પણ બીચારા શું કરે ,આંખો મોટી કરી છોકરાને મનમાં ને મનમાં ભાળી દીધી હશે બે-ત્રણ ગાળો,પછી થયુ એવૂં કે થોડે દુર એક પાનનાં ગલ્લા ઉપર તે બાઈક ચાલક ઉભો રહ્યો ને ત્યાથી એક ગાડી(લઘભગ મારુતી-૮૦૦)પસાર થઈ તે પણ ખાબોચીયા જોયા જાણ્યા વિના જાણે રેસ લગાવી હો તેમ ગાડી ચલાવતો હતો,સાથે ગાડીમા મોટેથી અંગ્રેજી સોગ પણ વાગતુ હતુ જેવી ગાડી ખાબોચીયામાં પડી તેવા છાંટા પેલા બાઈક ચાલક ઉપર પેલો બાઈક ચાલક ગીન્નાયો,
પણ જો બાઈકવાળા ચાલતા લોકોની પરવા ન કરે તેમ બાઈક ચાલકની ગાડીવાળા પરવા કરે..?ગાડીવાળાએ તો પોતાની મસ્તીમાં ગાડી હંકારી પેલા બાઈક ચાલકના અદભુત શબ્દો ગાડીના બંધ કાચ અને મોટા અવાજથી વાગતા શોગમાં અથડાઈ પાછા ફર્યા ને બાઈક ચાલકે પોતાના ખિસ્સા માથી પોતાનો રૂમાલ કાઢી બાકીની સ્વછતા કરવાની વિધી શરુ કરી ત્યારે જ બરાબર પાછળ થી પેલા કાકા આવ્યા ને મંદ મંદ હસતા..હસતા પોતાના રસ્તે આગળ આવ્યા પેલા બાઈક ચાલકને પણ પોતાની ભુલનો અહેસાસ થઈ ગયો હતો,(કદાચ)..તેના મોઢે પણ હલકું સ્મીત હતું,આ જોઈ મારા થી પણ ના રહેવાયુ આપળે પણ થોડુ સ્મીત ખર્ચી નાખ્યુ..તમે પણ ચીગુસાઈ કર્શો મા..થોડો ખર્ચો કરી નાખો…!

ઘર તોડો,ઘર જોડો અભિયાન-સીર્ફ “સ્ટાર પ્લસ” પર….


"આપકી કચેરી"

"આપકી કચેરી"

"સચ કા સામના"

"સચ કા સામના"

થોડા દિવસો પહેલા સ્ટાર પ્લસ ઉપર “સચ કા સામના” કાર્યક્રમ શરુ થયો હતો,જેને લઈને અનેક વિખવાદ શરુ થયા હતા,લોકો કહેતા હતા કે “સચ કા સામના” કાર્યક્રમમાં ગમેતેવા પ્રસ્નો પુછવામાં આવે છે,જેને કારણે લોકોના ઘર પણ તુટી જાય છે.જ્યારે કેટલાય વિરોધના વચ્ચે આજે પણ “સચ કા સામના”કાર્યક્રમ પુરજોશમા ચાલી રહ્યો છે.ત્યારે ગમેતેવા પ્રસ્નો કરી લોકોનું ઘર તોડતા આ કાર્યક્રમને લઈ થોડી બબાલ થતા સ્ટાર પ્લસ વાળએ લોકોના ઘર જોડતો એક કાર્યક્રમ પણ સરુ કર્યો છે,હજુ ના સમજ્યા “આપકી કચેરી” વિથ કીરણ બેદી…..

જોયુ ને થઈ ગયો હિસાબ બરાબર રાત્રે ૧૦.૩૦ ઘર તોડવાના ને બીજા દિવસે રાત્રે ૮.૦૦ કલાકે ઘર જોડવાના આજ છે સ્ટાર પ્લસની ખાસીયત….તો બસ જોતા રહો સ્ટાર પ્લસ.

જોયુને જોત જોતામાં ૫૦મી પોસ્ટ પણ ઠોકી બેસાડી…!


 

જોયુને જોત જોતામાં ૫૦મી પોસ્ટ પણ ઠોકી બેસાડી…!

  1. મનાઈ કેવી ને વાત કેવી…!
  2. ઓર્કુટની ગુજરાતી મેગેઝિન,છાપા અને કોલમ કોમ્યુનીટીના સભ્યોએ ઈ-મેગેઝીન “ધ રીડર્સ”તૈયાર કર્યુ..
  3. દશ વ્યક્તિને Forward કરો..ની..તો…અપશુકન થશે…!
  4. No fire brigade for us…!
  5. પુત્રી દેવ ભવઃ
  6. ક્યાક વાચીને ગમી ગયેલા વાક્યો..
  7. લ્યો..કરો વાત હવે,૧૦૮ ને પણ નડે અકસ્માત…!
  8. હકક ની વાતો કરનારા ફરજ કેમ ચુકે છે..?
  9. મારા ઈન્ટરનેટ ના અનુભવો…
  10. અનામત પ્રથા અગે પુનઃ વિચાર કરવો જરુરી..
  11. એક મહાન પત્રકાર-લેખક ને કરેલી “ટિપ્પણી નો અનુભવો”
  12. એક મહાન લેખક-પત્રકાર ને કરેલી “ટિપ્પણી ના અનુભવો-૨”
  13. બાળ કલાકાર અને બાળ મજુર વચ્ચે ભેદભાવ શા માટે..?
  14. સચ કા સામના
  15. ..આખરે મગનકાકાએ બી.ડી પીવાન છોડી દીધુ.
  16. સુર્ય ગ્રહણ -(અધ)શ્રધ્ધા અને વિજ્ઞાન
  17. બ્રેકીગ ન્યુઝ -બદલાતી જતી પરીભાષા
  18. વર્ડપ્રેસમા “ચેતન” નુ “મે” થઈ ગયુ…
  19. અબ્દુલ કલામની જગ્યાએ કોઈ નેતા કે અધીકારીનો છોકરો હોત તો..
  20. પેલા તુટેલા રમકડા સારા હતા…
  21. પોલીટિક્સ,પોલીસ,અને પ્રેસ વચ્ચે પીસાતી પબ્લીક…!
  22. PAGE 3
  23. જો જે કોઈને ને કહીશ ના..
  24. શ્રાવણમાસ- “શ્રધ્ધા” અને “સેલ”
  25. મંદીમા ગ્રાહકોને જકડી રાખવા વજન ઓછુ કરવાનો નુશ્ખો…!
  26. આખરે વર્ડપ્રેસ નવારુપ રંગ ધારણ કરી રહ્યુ છે.
  27. “ઉઝા” જોડણી વળી પાછું શુ છે…?
  28. ખુશ હૈ જમાના આજ પહેલી તારીખ હૈ…
  29. હુ મુસ્લીમ છુ એટલે મને એન.ઓ.સી ન મળી-ઇમરાન હાસમી
  30. હેપ્પી ફ્રેન્ડશીપ ડે-હુ મિત્રોના મામલે માલદાર છું..
  31. હેપ્પી ફ્રેન્ડશીપ-ડે ટુ “શીવસેના”
  32. ધનવાન શેઠ,નવાબ અને સહજાદા નો અહંમ..!
  33. ભગવાન મારી પર દયા કેમ નથી કરતા…?
  34. આખરે અંધશ્રધ્ધાનો વિજય…!
  35. રાંધન ગેસના સિલેન્ડરની ડિલીવરી
  36. કસાબ ને પણ કાંઈ નહી થાય…!
  37. સ્વાઈન ફ્લુ
  38. મધ્યમ વર્ગની વાટ લાગી જવાની…!
  39. દશ સહેલા સવાલ ના જવાબ કે પછી એક અઘરા સવાલનો જવાબ…?
  40. (*)ફુંદરડી વાળા વાક્યો…!
  41. વૃક્ષારોપણ સાથે વૃક્ષોનુ જતન જરુરી…
  42. કાગડા બધે કાળા નથી હોતા….
  43. ૧૫મી ઓગષ્ટની હાર્દિક શુભેચ્છા-જય હિન્દ
  44. “ચીન”ના અટકચાળા..
  45. શ્રાવણ માસ પુર્ણ થયા પછી…
  46. રાષ્ટ્રીય ધ્વજનું અપમાન
  47. પાકિસ્તાનના અટકચાળા
  48. ભારત-અમેરીકા સંયુક્ત યુદ્ધ અભ્યાસ
  49. સર્જન ,પુજન અને વિસર્જન – જય ગણેશ
  50. લ્યો..આ રહી ૫૦મી પોસ્ટ

સર્જન ,પુજન અને વિસર્જન – જય ગણેશ


સર્જન

સર્જન
સર્જન

ગણેશ પંડાલોના સંચાલકોની માંગ મુજબ કારીગરો ગણેશજીની મુર્તીઓનું સર્જન કરે છે.

રાત દિવસ એક કરી શ્રદ્ધા સાથે મુર્તિનું સર્જન કરનારા કારીગરો પોતાની કળા પ્રદર્શીત કરે છે.

પુજન..

પુજન
પુજન

ગણેશ મહોત્સવ શરુ થઈ ગયો છે,સવાર સાંજ નગરાના ખુણે ખાંચરે ગણપતી દાદાની સ્થાપણા કરી પુજન કરવામાં આવી રહ્યુ છે,તમામ ભક્તો પોતાની ભક્તીમા મગ્ન બની ગયા છે,વિવિધ મંડળો ધ્વારા ગણે દાદાના પંડાલો વિવિધ રીતે સજાવવામાં આવ્યા છે,ત્યારે ગણેશ ચતુર્થી થી આનંદ ચૌદશ સુધી ગણેશ દાદાની આરાધના કરવામાં આવશે.

વિસર્જન

વિસર્જન
વિસર્જન

આપણા હિંદુ સમાજમાં  ભક્તિ બતાવવામાં આવે છે તે ખરેખર ભક્તિ હોય છે કે પછી દેખાળો..?ગણેશ દાદાના પુજનથી વિસર્જન સુધી જે ભક્તો ભક્તી બતાવે છે તે શું કાયમ રહે છે..? જે ભગવાનને આપણે આપણા ઘર,મહોલ્લા કે પછી ફળિયામાં ધામધૂમથી ભક્તિભાવ સાથે લાવી સ્થાપણા કરી ૯ દિવ તેની પુજા કરીયે છે તે ભગવાન વિસર્જન પછી બુલડોઝરના ફટકા ખાય છે..તે કેટલુ યોગ્ય છે…? તે વિચાર આપણે જાતે કરવાનો છે.ચાલો સકલ્પ કરીયે આ વર્ષે ગણેશદાદાને સુંદર રીતે વિસર્જીત કરીશું..

ભારત-અમેરીકા સંયુક્ત યુદ્ધ અભ્યાસ


ટુકાગાળામાં ભારત અને અમેરીકા સંયુક્ત લશ્કરી અભ્યાસ કરી,પોતાની સર્વોપરીતા સાબિત કરવાની વેતરણમાં છે,ત્યારે આ સંયુક્ત અભ્યાસ માટે અમેરીકાના પ્રસાસન અને ભારતના પ્રસાસન તરફથી લીલી ઝંડી પણ મળી ગયેલ હોવાનું કહેવાય છે.ત્યારે અમેરીકાના યુધ્ધ જહાજો પોતાના અત્યઆધુનિક શસ્ત્રો સાથે ખુબજ ટુંકાગાળામાં ભારતમાં આવિ પહોચે તેવી સક્યતા નકારી સકાય તેમ નથી,કહેવાય છે ભારત અને અમેરીકા ચીનના તાજેતરમા કરાયેલ શક્તિ પ્રદર્શનનો જવાબ આપવા આ સંયુક્ત લશ્કરી અભ્યાસ કરી ચીનને ખોટા વહેમમાં ન રહેવા ની સલાહ આપશે.
      
વધુમા કહેવાય છે,ભારત કદી કોઈને છંછેડતુ નથી ,પરંતુ ભારતને કોઈ છંછેડે તો ભારત કોઈને છોડતુ પણ નથી,કારગિલ યુધ્ધમાં પરાસ્ત થયા પછી પણ ભારત ઉપર યેનકેન પ્રકારે પ્રહાર કરતા પાકિસ્તાનની દાનત ફરી ખાટી થઈ છે,તેમા પણ ચીન ના અટકચાળા જોઈ પાકીસ્તાનએ પોતાના ચેનચાળા વધારી દિધા છે,પાકિસ્તાન પણ હવે ચીનની જેમ પોતાની લશ્કરી તાકાતનું પ્રર્દશન કરી જાણે ભારતને બીણાવા માગતુ હોય તેમ અટકચાળા કરી રહ્યુ છે,એક તરફ તાજેતરમાં અત્યાર સુધીનું સૌથી મોટી લશ્કરી કવાયત કરી ચીને પોતાનો આક્રમક ઈરાદો ભારત સામે બતાવી દીધો છે,તો બીજી બાજુ પાકિસ્તાન પણ પોતાના ભારતને લાગતા સીમાના વિસ્તારમાં માળખાગત સુવિધાનો વધારો કરી યુધ્ધ સામ્ગ્રી પહોચાળવાના રસ્તા આધુનિક બનાવવાની ગતિવિધિમાં પડ્યુ છે.
 
ભારત અને અમેરિકાનું સંયુક્ત લશ્કરી ઓપરેશન લગભગ ઉત્તર પ્રદેશમાં થવાની સક્યતા છે,માત્ર ભૂમિદળ નહી પરંતુ હવાઈદળ પણ આ સંયુકત લશ્કરી ઓપરેશનમાં પોતાની તાકાત બતાવશે,જ્યારે તાજેતરમાં પાકિસ્તાને કોરીયાની મદદ થી પાયલોટ રહિત ડ્રોન વિમાન બનાવવાની કવાયત હાથ ધરી હોવાના અહેવાલના પગલે ભારતે પણ પોતાના દેશમાં એન્ટી એરક્રાફટ ગન બનાવી છે જે,આધુનિક ટેન્ક ઉપર તૈનાત કરવામાં આવશે,ભારતમા થનાર અમેરીકા ભારત સયુક્ત યુધ્ધ અભ્યાસ માં અમેરીકાના અને ભારતના લગભગ પસંદગી કરાયેલા ૧૦૦૦ જેટલા સૈનિકો ભાગ લેશે અને દુનિયાની શાંતિને ડોહળનારા દેશોને પોતાની શક્તિનો પરચો બતાવશે.

પાકિસ્તાનના અટકચાળા


પાકીસ્તાન પણ હવે ચીનના નકશા કદમ ઉપર ચાલવા માળ્યુ છે,જેમ ચીન ભારત સાથે જોડાયેલ પોતાની સીમાઓ વાળા વિસ્તારમાં લશ્કરી ગતિવિધિ તેજ કરી રહ્યુ છે,તેમ પાકિસ્તાન પણ કાશ્મીરના વિસ્તારમાં એલ.ઓ.સી થી નજીકના પોતાના ગામોમાં લશ્કરી ગતિવિધિઓ તેજ કરી રહ્યુ છે.જ્યારે ભારતની સીમા ઉપર આવેલા પાકિસ્તાનના ગામડાઓમાં પાકા રસ્તા બનાવવામાં આવી રહ્યા છે,તેમજ સારી રીતે કોમ્યુનિકેશન થઈ રહે તે હેતુ થી આવા સીમાવતી ઈલાકાઓમાં નવા મોબાઈલ ટાવર પણ ઉભા કરી રહ્યુ છે,સાથે સાથે બંકરો પણ બનાવવાનું કામ પુર જોશમાં થઈ રહ્યુ છે,જેથી સંભવીત ખતરાની પરિસ્થીતીને નાથવા માટે ભારતની સેના પણ સજાક બની ગઈ છે,ને આવા સીમાના ઈલાકાઓમાં વધારે માત્રામાં સેના,બી.એસ.એફ અને પોલીસ જવાનોની એમ ત્રણ સુરક્ષા પાંખ બનાવી સીમાના વિસ્તારોમાં શાંતિ કાયમ રહે તેવા પ્રય્ત્નો કરી રહ્યુ છે.પરંતુ સાથે સાથે પાકિસ્તાન તરફથી થતા સંભવિત હમલાનો જવાબ આપવામા પણ ભારત પાછૂમ નહી પડે તેમ લશ્કરના સુત્રોનું કહેવું છે,ત્યારે હવે બીજા કારગીલ તરફ પાકિસ્તાન આગળ વધતુ હોય તેમ સ્પષ્ટ જણાઈ આવે છે,વધુમાં પાકિસ્તાન કોરીયાની મદદ થી અમેરિકા પાસે છે તેવા ડ્રોન વિમાન (પાઈલોટ રહિત)બનાવાની દિશામા પણ આગળ વધતુ હોય તેમ સુત્રો ધ્વારા વાત વહેતી થઈ છે.

રાષ્ટ્રીય ધ્વજનું અપમાન


સ્થળઃઉમરેઠ નગરપાલિકા સ્કૂલ
સમયઃરાત્રે ૮.૧૫
રાષ્ટ્રીય ધ્વજનું અપમાન

રાષ્ટ્રીય ધ્વજનું અપમાન

રાષ્ટ્રીય ધ્વજનું માન જાળવી રાખવા કેટલાય નિયમો બનાવવામાં આવ્યા છે જેનું પાલન કરવામાં સામાન્ય નાગરિકો તો ઠીક સમાજમાં શિક્ષણ આપતી સંસ્થાઓ પણ ખરી ઉતરતી નથી,ત્યારે તાજેતરમાં ઉમરેઠની નગર પાલિકા સ્કૂલમાં ૧૫મી ઓગષ્ટન દિવસે ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતુ,સમારોહમાં ઝંડાને સલામી આપવામાં આવી હતી ને દેશ ભક્તી ગીતોની રમઝટ ચાલી હતી,પણ સમારોહ પુર્ણ થતાની સાથે લોકો ઝંડાને ભુલી ગયા ને સુર્યાસ્ત થાય તે પહેલા ઝંડાને માન સાથે ઉતારવાનું ભુલી ગયા..! છેવટે રાત્રે શાળા પાસેથી પસાર થતા કેટલાક પત્રકારો અને નાગરિકોના ધ્યાનમાં આ મુદ્દો આવતા શાળાના સંચાલકોનું આ તરફ ધ્યાન દોર્યુ હતુ ને પટાવાળો સાયકલ ઉપર આવી આ ઝંડો ઉતારી લઈ ગયો હતો..

શ્રાવણ માસ પુર્ણ થયા પછી…


-મહાદેવમાં ગણતરીના લોકો દેખાશે
-ફરાળી આઈટમોનું વેચાણ ઓછુ થશે
-લોકો પોતાની વધારેલી દાઢી મુછો મુંડાવી નાખશે
-દુકાનો ઉપરથી સેલના પાટિયા ઉતરી જશે
-છાપા અને ટી.વીમાં જુગારીઓ ઝડપાયા ના સમાચાર ઓછા થશે
-પોલીસને હપ્તાની આવક ઓછી થશે
-મંદિરમાં પણ દાનની આવક ઓછી થશે
-ગણેશ મહોત્સવની તૈયારીઓ ચાલુ થશે.

“ચીન”ના અટકચાળા..


Map

Map

છેલ્લા કેટલાય દિવસથી ચીન ભારત વિરુધ્ધ ચેનચાળા કરી રહ્યુ છે.ચીનની એક વેબ સાઈટ પર ભારતના ૩૦ ભાગલા પાડવાના વિચારો રજુ કરાયા છે,આ અંગે ચીનની સરકાર તે વેબ સાઈટના સંચાલકનો અંગત મત હોવાનુ કહી પોતે સાફ હોવાના દાવા પણ કરી ગયુ છે.પરંતુ તે પણ હકીકત છે કે,ભારત સાથે જોડાયેલ ચીનની બોર્ડર ઉપર સૈનિક કાર્યવાહિ વેગવંતી થઈ ગઈ છે.ચીનથી ભારતીય સીમા સુધી આવવા માટેના રસ્તા નવા બનાવવામા આવી રહ્યા છે,અને હાઈ સ્પીડ ટ્રેન માટે લાઈનો પણ નાખવામા આવી રહી છે.યુધ્ધ માટે ની સામગ્રી સત્વરે બોર્ડર ઉપર પહોચાડવા માટે આ ગતિવિધિને અંજામ આપવામા આવતો હોવાનુ ભારત ના રક્ષા વિશેષજ્ઞો કહી રહ્યા છે.

બીજી બાજુ ભારતના પાડોશી દેશ જેવા કે,પાકિસ્તાન,ભુટાન,શ્રીલંકા અને બાગ્લાદેશ સાથે ચીન પોતાની મિત્રતા વધારી રહ્યુ છે,શ્રીલંકામાં પણ ચીનના સૈનિકો પ્રશિક્ષણ કરી રહ્યા હોવાનુ અને આર્મી બેઝ તૈયાર કરતા હોવાનુ પણ બહાર આવ્યુ છે.જ્યારે ભુતાન,મ્યાનમાર,બર્મા અને બાગ્લાદેશ જેવા ગરીબ દેશને ચીન આર્થીક મદદ કરી અને તેઓના દેશમા માળખાગત સુવિધાનો વધારો કરવામા પણ મદદ કરી રહ્યુ છે જેથી ભારત ને બધીબાજુ થી ગેરવામા ચીન કોઈ પણ પ્રયાસ કરે છે.

ભારત ના કેટલાક રક્ષા વિશેષજ્ઞોના મત મુજબ હાલમા  ચીનમા મંદીનો માહોલ ચાલે છે,લાખો લોકો બેરોજગાર થયા છે,અને આવનારા દિવસો વધુ ને વધુ ખરાબ આવે તેવો પણ ભય ચીનના સત્તાધીશોને આવે તેમ પણ સક્ય છે,આ માત્ર ચીનની પોતાના દેશના લોકોનુ ધ્યાન બીજે દોરવા માટે ની સાજીશ હોય પરંતુ જે રીતે ચીન આગળ આવી રહ્યુ છે,તે ભારતના માટે ખતરા સમાન છે.ચીનની આર્મી વિશ્વમા સૌથી મોટી આર્મી છે,જેથી ભારત જેવા વિકાશશીલ દેશને તેના થી ખતરો અનુભવાય તે વ્યાજબી છે.

બીજી બાજુ ભારત પણ પોતાના સ્વરક્ષણ માટે પગલા ભરી રહ્યુ છે,વાયુ સેના પણ પોતાના જુના હંગામી એરબેઝને તંદુરસ્ત કરવામા લાગી ગયુ છે,કહેવાય છે ભારતીય વાયુ સેના ભલભલા ને ધોળા દિવસે તારા દેખાળવામા સક્ષમ છે.કારગીલ યુધ્ધમા પણ વાયુસેનાનો મહત્વનો ભાગ રહ્યો હતો.ભારત સામેથી ક્યારે પણ કોઈ દેશ ઉપર ખરાબ નજરથી જોતુ નથી,પણ ભારત ને ખરાબ નજરે જોનારાની આખો ફોડી નાખવામા પણ ભારત ક્યારે ખચકાતુ નથી,અને છેલ્લે હું કહેવા માગુ છુ ભારત કરતા ચીન ગમેતેટલુ શક્તિશાળી હોય પણ ભારત મરશે તો ચીનને પણ જીવવા નહી દે..

“ભારત પણ ચાંદની ચોકથી ચાયના જવા સક્ષમ છે.”

૧૫મી ઓગષ્ટની હાર્દિક શુભેચ્છા-જય હિન્દ


ભારત એક એવો હિન્દૂ દેશ છે,જ્યા મુસ્લીમ રાષ્ટ્રપતી,શીખ પ્રધાનમત્રી દેશનો કારભાર કરેલ છે,ભારતમા જાતીવાદ કે ધાર્મિક ભેદભાવ ક્યારે પણ રાખવામા આવતા નથી,કોઈ પણ જાતીના લોકોને ભારત હમેશા આવકાર આપે છે,દરેક ધર્મના લોકો પોતાના ધાર્મિક ઉત્સવો પુરી આન બાન શાન સાથે ભારતમા ઉજવી સકે છે,આ માટે દેશનુ સવિધાન ક્યારે નકારાત્મક વલણ દાખવતુ નથી.ભારત દેશ દ્રિમુખી  અર્થતત્ર ધરાવતો દેશ છે,ભારત મા ઉચી ઈમારતો અને મોટી ઝુપડ પટ્ટીઓ પણ જોવા મળે છે,ભારતમા વિવિધતામા એકતાના દર્શન થાય છે,જુદી જુદી ભાષા જુદી જુદી સસ્ક્રુતી બધૂ ભારતમા જોવા મળે છે.એટલેજ દેશ વિદેશના સહેલાણીઓ ભારતમા આવવા તત્પર રહે છે ભારતમા બધુ સુદર છે ખરાબ છે માત્ર ભારત નુ રાજકારણ અને ભારતના કટ્ટરવાદી લોકો જેના કારણે આજે ભારત કેટલુય સહન કરે છે છતા પણ દરેક મુશ્કેલીનો સમનો કરવા ભારતના લોકો  હમેશા તૈયાર હોય છે,આવા ભારત દેશના નાગરીક હોવાનો મને ગર્વ છે,શુ તમને પણ પોતાના દેશુ પર ગર્વ છે…?

૧૫મી ઓગષ્ટની હાર્દિક શુભેચ્છા-જય હિન્દ 

કાગડા બધે કાળા નથી હોતા….


કાગડા બધે કાળા નથી હોતા
બધાની અક્કલને તાળા નથી હોતા
સતકાર્ય માટે જ્યાં ફાળા નથી હોતા
મિત્રતામાં બનેવી કે સાળા નથી હોતા
પંખીને આખુ આકાશ છે ઘર
જમીન પર પોતાના માળા નથી હોતા.
કાગડા બધે કાળા નથી હોતા….

દિલીપભાઈ ગજ્જર (U.K)

વૃક્ષારોપણ સાથે વૃક્ષોનુ જતન જરુરી…


૧૫મી ઓગષ્ટ આવતા ની સાથે હવે ઠેર ઠેર વૃક્ષા રોપણના કાર્યક્રમ થશે,વિવિધ શાળાથી માડી સરકારી કચેરીઓમા વૃક્ષારોપણના કાર્યક્ર થશે.પેપરોમા ફોટા આવશે..ફલાણી જગ્યએ ઢીકણા મત્રીએ વૃક્ષા રોપણ કર્યુ..ચોફેર વાહ..વાહ..ને બે ત્રણ દિવસ તેની ચર્ચા..અને મનનો આનંદ કે પર્યાવર માટે કાંઈ કર્યુ..ક્લબવાળા ને પ્રોજેક્ટ થઈ ગયો,સ્કુલવાળા ને પ્રોગ્રામ થઈ ગયો..મોટા ભાગના ગામ ને શહેરમા ક્લબો,વિવિધ સંસ્થાઓ નો પ્રીય પ્રોજેક્ટ એટલે વૃક્ષા રોપણ બસ કોઈ ખુણામા બે ચાર ઝાડવા રોપ્યા થોડા ફોટા પડાવ્યા..ને થઈ ગયા પર્યાવરણ પ્રેમી..

 કદી કોઈએ વિચાર્યુ છે કે,વૃક્ષા રોપણ પછી તે વૃક્ષોનુ શૂ થાય છે..? શું આપણે રોપેલા છોડવા ખરેખર વૃક્ષ બને છે ખરા કે પછી આપણે રોપેલા રોપા કોઈ ગાય બકરી નો નાસ્તો બની જાય છે..? શું તમે ક્યારે વૃક્ષા રોપણ કાર્યક્રમમા ભાગ લીધૉ છે અને જો લીધો હોય તો તમે રોપેલા છોડની હાલ મા શૂં પરીસ્થિતી છે તે કદી તાગ મેળવવાનો પ્રયાસ કર્યો છે.મોટા ભાગના લોકો “ના” મા જવાબ આપશે.
બધાની વાત જવાદો અહીયા હું મારી જ વાત કરૂં મે મારા અત્યાર સુધીના જીવનમા એક વાર વૃક્ષા રોપણ કાર્યક્રમમા એક ક્લબના (ક્લબ નું નામ નથી લખતો ચલાવી લેશો) માધ્યમથી ભાગ લીધો હતો ત્યાસ્રે અમે પણ સુંદર મઝાના રોપા મફતીયામાં અમારી નજીકની ફોરેસ્ટ ઓફિસ માંથી લઈ આવ્યા હતા.અને અમારા ગામની એક સ્કુલમા વૃક્ષા રોપણ કાર્યક્રમ રાખ્યો હતો,પેપરમા નાના ફોટા પણ આવ્યા હતા,પણ અત્યારે અમે જે જ્ગ્યએ વૃક્ષા રોપણ કર્યુ હતુ તે જગ્યાએ  તેજ શાળાનુ અન્ય મકાન બાંધી દેવાયુ છે,આ તો જાણે શાળા વાળાઓ એ ગર્ભપાત કરાવી નાખ્યો હોય તેવુ લાગે ને..?
ખેર અમે પણ આ વૃક્ષા રોપણ કાર્યક્રમ કર્યો પછી રોપેલા છોડની ખબર લેવા ક્યારે પણ ગયા ન હતા કે શાળાના સંચાલકોને આ અંગે કાઈ પુછતા.એટલે ભૂલ તો અમારી પણ કહેવાય..પણ અહી અમારા જેવા કેટલાય લોકો હું સંદેશો પહોચાડવા માગુ છુ કે તમે વૃક્ષા રોપણ કાર્યક્રમમા ભાગ લો તો આવતા જતા તે છોડ વૃક્ષ બનશે કે કેમ..? તે અગે પણ તકેદારી રાખ જો..જો પ્રત્યક્ષ સક્ય ન હોય તો પરોક્ષ રીતે પણ વૃક્ષા રોપણ સાથે વૃક્ષોના જતન અંગે જાગ્રુત થશૉ મે કરેલી ભુલ તમે ક્યારે પણ ન કરશો.
.(તા.ક -ભુલ માથી સીખવા પણ મળે છે,તેનો અર્થ તે નહી કે વારંવાર ભુલ કરવી)
 
કાગળા બધે કાળા નથી હોતા…!

સિક્કાની બીજી એક બાજુ પણ છે,કેટલીક સંસ્થાઓ વૃક્ષા રોપણ સાથે તેનુ જતન પણ કરે છે,આપણે વેપાર ધંધાની દૂનિયામા તેને આફટર સેલ સર્વીસ કહીયે છે.આવીજ તાજેતરમા એક સંક્લ્પ નામની સંસ્થા ધ્યાનમા આવી તેઓ વૃક્ષા રોપણ સાથે વૃક્ષોનુ જતન કરવાનું પણ ધ્યાન રાખે છે ખરેખર પ્રસંસનિય છે આવી સંસ્થાનુ કામ જે સમાજમા જાગ્રુતિ લાવે છે.આવી સંસ્થાને ખુબ ખુબ અભિનંદન…  

(*)ફુંદરડી વાળા વાક્યો…!


* શરતો લાગુ
* ઓફર સ્ટોક હશે ત્યા સુધી
* વેલીડ અપ ટુ ૩૧ ઓગષ્ટ
* ચિત્રમા દેખાતી પ્રોડક્ટ ખરેખર તેવી ન પણ હોય
* નિયમોને આધીન
* ન્યાયક્ષેત્ર અમદાવાદ
* આખરી નિર્ણય આયોજકોનો રહેશે

દશ સહેલા સવાલ ના જવાબ કે પછી એક અઘરા સવાલનો જવાબ…?


એક દિવસ એક યુવાન પોતાની નોકરીના ઈન્ટરવ્યુ માટે ગયો,ત્યા ચાર સાહેબો તેનો ઈન્ટરવ્યુ લેવા હાજર હતા.ઈન્ટરવ્યુ આપવા ગયેલ યુવાનના ધબકારા વધી ગયા હતા પોતાનુ શુ થશે..? ઈન્ટરવ્યુ કેવો જશે જેવા વિવિધ સવાલો તેના મનમા ફર્યા કરતા હતા એટલામા એકદમ શાંત વાતાવરણમા ઈન્ટરવ્યુ ચાલુ થયો સામે ચાર સાહેબ બેઠા હતા,આ તરફ આ યુવાન ઉચા હોસલા અને કાંઈ કરવાની ધગશ સાથે ઈન્ટરવ્યુમા ગમે તે હિસાબે ઈન્ટરવ્યુ મા પાસ થવા માગતો હતો,

તેટલામા સામે થી એક સાહેબ બોલ્યા ” બોલો એક અઘરા સવાલ નો જવાબ આપસો કે પછી દશ સહેલા સવાલના જવાબ આપશો…?”
યુવાન અચરજમા મુકાઈ ગયો ને યુવાને સાહેબ ને પુછી નાખ્યુ “ખરેખર અઘરો એકજ સવાલ પુછશો..?”
સાહેબે કહ્યુ “હા,એકજ પણ ખુબ અઘરો હોઈ શકે છે”
યુવાને કહ્યુ “કોઈ વાધો નહી અઘરો પણ એક સવાલ પુછૉ”
સાહેબે પુછ્યુ “કહો ત્યારે રાત પહેલા આવે કે દિવસ…?”
યુવાન વિચારમય થઈ ગયો પણ સહેજ પણ ડર વગર તેને જવાબ આપ્યો “સાહેબ દિવસ પહેલા આવે”
સાહેબે કહ્યુ “કેવી રીતે…?”
યુવાને કહ્યુ “સાહેબ તમે એકજ સવાલ પુછશો તેમ પહેલા તમેજ કહ્યુ હતુ બીજો સવાલ પુછી તમે આપણી શરત ભંગ કરી રહ્યા છૉ.”
યુવાનના આ ઉત્તરથી પ્રભાવીત સામેના ચાર સાહેબે તે યુવાનને ઈન્ટરવ્યુમા પાસ કરી દીધો.

ફન એન જ્ઞાન પર આવા બીજા અન્ય ઉદાહરનૉ પણ જોવા મળશે.

મધ્યમ વર્ગની વાટ લાગી જવાની…!


“ચા” ના ભાવ વધી ગયા છે.

 “મોરસ” ના ભાવ વધી રહ્યા છે.

“તુવેર દાળ” અન્ય બધી દાળના ભાવ આસમાન થી ઉચા છે.

“ચોખા” અને ઘઊંના ભાવ વધવાની દહેશત છે.

“તેલ”ના ભાવતો પહેલેથી દઝાડી રહ્યા છે.

 “માલદાર”ને કોઈ અસર નહી થાય

 “ગરીબ”ને કોઈ ફેર નહી પડે
 

એટલે જ કહૂ છું
 

“મધ્યમવર્ગ” ની  વાટ લાગી જવાની…!
 
છેલ્લીવાત
 
-ઘરે મહેમાન આવશે ત્યારે યજમાન કહેશે “ઉકાળ પીવો છે કે પાણી”
 
-કુષીમત્રી શરદ પવારની ખાંડની મીલ પણ છે ખબર છે ને..?
 
-હવે બધાના ઘરે ચા ના કપમા “ચીની કમ”ની બુમો પડશે.

કસાબ ને પણ કાંઈ નહી થાય…!


ભારતમા  જીવતો આતકવાદી પકડાય તો તેને જલસા થઈ જાય છે..! તમે જોયુ ને મુંબઈના ઝવેરી બજારમા થયેલા બોમ્બ ધડાકાના આરોપીઓને છેક સાત આઠ વર્ષે ફાંસીની સજા મળી,હજુ તેમને ફાંસી આપવામા આવશે કે નહી રામ જાણે..! હજુ નો કેટલાય નાટકો થશે..! પેલો સંસદ પર થયેલો હુમલો યાદ છે ને..? હફઝલ ગુરુ આજે પણ ભારતની જેલ મા જલસા કરે છે.ભારતના બદમાશ નેતાઓ ઉપર હુમલો કરનાર હફઝલ ગુરુ ને હજુ સજા આપવામા ભારત સરકાર કોઈ નિર્ણય કરી સકતી નથી ત્યારે મુંબઈની તાજ હોટલ,અને અન્ય જાહેર જગ્યએ નિર્દોષ નાગરીકોને મારનાર આંતકવાદી કસાબ ને પણ શૂ થવાનુ છે કસાબ બધૂ કબુલ કરી દે છે પછી પાછો પલ્ટી મારે છે આ બધૂ નાટક સરકાર કેમ ચલાવી દે છે..? ચાલો જવાદો આંતકવાદીઓ ને તો ભારતની જેલમા જલસા છે ગયા જનમમા કસાબે સારા પુણ્ય કર્યા હસે તો ભારતની જેલમા મહેમાનગતી માનવાનો લાહ્વો મળ્યો છે.
 

રાંધણ ગેસના સિલેન્ડરની ડિલીવરી


રાંધન ગેસના સિલેન્ડરની હોમ ડીલીવરી કદાચ આવી રીતે થાય તો..? બધા પતીદેવો ગેસ સીલેન્ડરની રાહ જોઈ ઘરમા બેસી રહે બરાબરને…! અને પાઈપ લાઈન કનેક્શન પણ કોઈ ના કરાવે..! બરાબર ને…? જો ઓઈલ રાંધન ગેસનું ઉત્પાદન કરતી કંપની ને હરિફાઈનો સામનો કરવો પડશે તો આવનારા દિવસોમાં સુપર મોડલ દ્વારા ગેસ સિલેન્ડરની ડિલીવરી કરાવવામાં આવે તો નવાઈ નહિ..! ..અને હા જો ઓઈલ કંપનીઓનું ખાનગી કરણ થશે અને કિંગ ફિશર વાળા વિજય માલ્યા કોઈ ઓઈલ કંપની ખરીદશે તો આ તુક્કા ઉપર તીર વાગી જાય તેમાં નવાઈ નહિ..! તો રાહ જોવો ઓઈલ કંપનીઓ માં  હરિફાઈના દિવસો આવે તેની.

(email – unkonwn person )

સ્વાઈન ફ્લુ


સ્વાઈન ફ્લુની ગુજરાતમા દસ્તક થઈ છે ત્યારે હવે આપણે સાવચેત થઈ જવુ જરુરી છે,જો તાવ,શરદી,ઉધરસ હદ થી વધારે લાગે તો ફેમીલી ડોક્ટરની સલાહ થી નજીકના સરકારી દવાખાનામા સ્વાઈન ફ્લુનો ટેસ્ટ કરાવવો જરૂરી છે.

સ્વાઈન ફ્લુના વાઈરસ ડુક્કર થી ફેલાય છે,ડુક્કરને તાવ આવે ત્યારે જે વાઈરસ તેનામા હોય છે,તેનો ચેપ માણસને જલ્દીથી લાગી જાય છે.મેક્સીકોમા આ રોગનો પહેલો દર્દી જોવા મળ્યો હતો,ત્યાર બાદ હાલમા લગભગ મોટાભાગ ના દેશો સ્વાઈન ફ્લુની લપેટમા આવી ગયા છે.

ભારતમા દિલ્હી,પુણે સહીત અમદાવાદમા પણ સ્વાઈન ફ્લુના દર્દીઓ જોવા મળ્યા છે જેને કારણે વહીવટી તત્ર સફાળુ જાગી સભવીત મહામારી સામે બાથ ભીડવા આગોતરા આયોજન હાથ ધર્યા છે જેમા ખાસ અમદાવાદ એરપોર્ટ ખાતે વિદેશ થી આવતા મુસાફરોને એરપોર્ટ પર સ્વાઈન ફ્લુ છે કે નહી તેની તપાસ કરવામા આવે છે તેમજ સરકારી દવાખાના મા પણ સ્વાઈન ફ્લુ ની તપાસ કરવામા આવી રહી છે.

આખરે અંધશ્રધ્ધાનો વિજય…!


આજે રક્ષાબંધન,ન્યુઝ પેપર થી માડી ટી.વી ચેનલો ઉપર એક જ વાત ભાઈને રક્ષા સાજે ૫.૧૫ પછી બાધજો…! હુ આવી વાતો નથી માનતો પણ મારા વિચારો બીજા ઉપર ઠોકી બેસાડવાનુ પણ મને પસંદ નથી એટલે બધાની હા..મા હા કરી મે પણ સાંજે રક્ષાબંધન ઉજવવાનુ નક્કી કરી દીધૂ…જોયુ ને આખરે અંધ અંધશ્રધ્ધાનો વિજય થયો…!

ભગવાન મારી પર દયા કેમ નથી કરતા…?


એક ભક્ત પોતાના ગુરુજીને મળવા ગયો તેને પોતાના દુઃખની વાતો પોતાના ગુરુજીને કરી ને કહ્યુ હે ગુરૂજી ભગવાન મારી પર દયા કેમ નથી કરતા…? ત્યારે ગુરુજીએ કહ્યુ હે ભક્ત દયા સબ્દને ઉધૉ કરો એટલે યાદ થસે.ભગવાન તેના ઉપર દયા રાખે છે જે ભગવાન ને સાચા દિલથી યાદ કરે છે.

(કડવા પ્રવચનો માથી)