આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Category Archives: Once Upon A Time in Umreth

મહાગુજરાત ચળવળમાં ઉમરેઠના ત્રણ સપૂતોની મહત્વની ભૂમિકા


“મહા ગુજરાત” ચળવળમાં ઉમરેઠના ત્રણ સપૂતોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. સ્વ.હરિહરભાઈ ખંભોળજા, સ્વ.અશોકભાઈ ભટ્ટ અને સ્વ.સુરેશ ભટ્ટ. આ ત્રણેય સપૂતો બ્રહ્મસમાજના હતા. “મહા ગુજરાત” ચળવળ દરમ્યાન ૮મી ઓગષ્ટના દિવસે સ્વ.સુરેશભાઈ ભટ્ટ સહીદ થયા હતા, તેઓની યાદમાં ઉમરેઠ સ્ટેટ બેંક સામે ભાટવાડામાં સ્મારક પણ બનાવ્યો છે, જ્યા ઉમરેઠની કેટલીક સામાજિક સંસ્થાઓ નિયમિત તેઓને શ્રધ્ધાંજલિ વ્યક્ત કરે છે. સ્વ. અશોકભાઈ ભટ્ટ તેમજ સ્વ હરિહરભાઈ ખંભોળજા ગુજરાત રાજ્ય બન્યા બાદ જે તે સમયે સરકારમાં મંત્રી પદ મેળવવામાં પણ સફળ નિવળ્યા હતા. સ્વ. અશોકભાઈ ભટ્ટ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી સહીત વિધાનસભામાં સ્પીકર પદે પણ પોતાની કામગીરી બજાવી ચુક્યા હતા. જ્યારે સ્વ.હરિહર ખંભોળજા ગુજરાત રાજ્યના નાણા મંત્રી તરીકે અત્યંત મહત્વની ભૂમિકામાં રહ્યા હતા. આજે ગુજરાતના સ્થાપના દિવસે ઉમરેઠના આ ત્રણેય સપૂતોને કોટી કોટી વંદન સહીત હાર્દિક શ્રધ્ધાંજલિ.

..અને જ્યુબિલિ સ્કૂલમાં અનોખી હળતાલ થઈ.


અમે જ્યારે જ્યુબિલિ સ્કૂલમાં ભણતા હતા ત્યારની વાત છે, ત્યારે અચાનક સ્કૂલમાં ફી વધી ગઈ હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓ સૌ કોઈ નારાજ હતા. સ્કૂલ તંત્ર સામે સૌ કોઈ ખફા હતું. સ્કૂલમાં ફી વધારો પાછો ખેંચવા અમે રજૂઆત કરી પણ સ્કૂલ તંત્ર એકનું બે ન થયું. આખરે અમે સૌ કોઈ વિદ્યાર્થીઓએ હળતાલ ઉપર ઉતરવાનું નક્કી કર્યું. હળતાલ ઉપર ઉતરવાનો નિર્ણય તો અમે વિદ્યાર્થીઓએ કરી દીધો પણ સાથે સાથે અમારા સાથી વિદ્યાર્થીઓનું આ હળતાલથી ભણતર બગળશે તેવો પણ દિલના એક ખૂણામાં વસવસો હતો.

હવે અમારી સમક્ષ તે પ્રશ્ન હતો કે, અમારા સાથી વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે અને અમારો ફી વધારા સામેનો વિરોધ પણ સ્કૂલ તંત્ર સમક્ષ રજૂ કરી શકીયે તે રીતે હળતાલ પાડવી…! બહૂ વિચાર્યા પછી આખરે અમે નક્કી કર્યું કે, જ્યાં સુધી હળતાલ રહે ત્યાં સુધી હોંશિયાર વિદ્યાર્થી સ્કૂલ સામે જ બીજા અન્ય વિદ્યાર્થીઓને ભણાવશે. છેલ્લે અમે હળતાલ શરૂ કરી અને સ્કૂલ સમયમાં અમારાથી નાના વિદ્યાર્થીઓને ભણાવ્યા અને સ્કૂલ તંત્રના વિરોધ માટે નગરના પંચવટી વિસ્તારમાં નાટક ભજવી સ્કૂલના ફી વધારવાના નિર્ણય સામે વિરોધ પ્રગટ કર્યો જે તે સમયે અમારા હળતાલના આ અભિગમની ભારે ચર્ચા થઈ હતી અને ઉમરેઠથી પ્રસિધ્ધ થતા “ચિરાગ” મેગિઝિને પણ આ અંગે નોંધ લીધી હતી.    ( ઉમરેઠના લેખક શ્રી જયંતિ એમ દલાલ (હાલ મુંબઈ) સાથે વાતચીતના આધારે)

“મારા શબને શાહુજી ભટ્ટના ફળિયામાં બાળજો” – Once Upon A Time in Umreth


દોબારા દોબારા – અલતાફ પટેલ – ( ગુજરાત સમાચાર . રવિવાર પૂર્તિ )