આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: November 2016

નડિયાદ થી ઉમરેઠ આવવા માટે રાત્રીની બે બસ બંધ કરાતા મુસાફરો ત્રાહિમામ્


નડિયાદ-ડાકોર તેમજ પોરબંદર-દાહોદ બસ અચાનક બંધ કરી દેવાઈ
 
જિલ્લા મથક નડિયાદ થી યાત્રાધામ ડાકોર તરફ આવતી રાત્રીના ૭.૩૦ પછીની બે બસ અચાનક બંધ કરી દેવામાં આવતા નડિયાદ થી નોકરી,ધંધો કે અભ્યાસ કરી ડાકોર,ઉમરેઠ,પણસોરા જેવા ગામમાં આવવા માગતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. આ મુસાફરોએ રાત્રીના સમયે ખાનગી છકડામાં જીવના જોખમે મુસાફરી કરવા માટે મજબુર બની ગયા છે. વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ નડિયાદ થી ડાકોર તરફ આવવા માટે રાત્રીના ૭.૩૦ કલાક પ્ચી નડિયાદ ડાકોર તેમજ પોરબંદર-દાહોદ તેમ બે બસ કાર્યરત હતી. આ બે બસમાં ડાકોર ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના લોકો કે જે નડિયાદ નોકરી ધંધો કરતા હોય છે તેમજ અભ્યાસ કરતા હોય છે તેઓ પરત આવવા માટે આ બસનો ઉપયોગ કરતા હતા પરંતુ અચાનક આ બંન્ને બસ બંધ કરી દેવાતા નોકરીયાત વર્ગ સહીત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. બસ બંધ થઈ જવાથી હવે મુસાફરો ખાનગી છકડામાં જીવના જોખમે બેસી મુસાફરી કરવા મજબુર થઈ ગયા છે. આ અંગે પ્રતિક ભાવસાર નામના મુસાફરે જણાવ્યું હતુ કે સદર બસ પુનઃ કાર્યરત કરવા માટે નડિયાદ ડેપોના અધિકારીઓને રજૂઆત કરતા તેઓ દ્વારા ઉધ્દ્ધત જવાબ મળે છે તેમજ ડાકોર ડેપોના અધિકારીઓ ગોળ ગોળ વાત કરી આશ્વાસન આપે છે. આ બસ ચાલુ કરવામાં તંત્ર કોઈ રસ ન દાખવતું હોવાનો મુસાફરોએ આક્ષેપ કર્યો હતો. બીજી બાજૂ આ અંગે નડિયાદ ડેપોના સુત્રોએ જણાવ્યું હતુ કે, બંન્ને બસ અમારી ડેપો ની નથી નડિયાદ ડાકોર ડાકોર ડેપોની બસ છે જે છેલ્લે ૧૮.૧૧.૨૦૧૬ થી આવતી નથી જ્યારે અન્ય પોરબંદર દાહોદ બસ બંધ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નડિયાદ જિલ્લાનું વહેપારી મથક સાથે શૈક્ષણિક સંસ્થા ધરાવતું જિલ્લા મથક છે. આ ઉપરાંત જિલ્લાને શ્રેષ્ઠ હોસ્પિટલ અને સંતરામ મંદિર ધરાવે છે. જેથી ઉમરેઠ ડાકોર પંથકના કેટલાય મુસાફરો નિયમિત નડિયાદ ની મુલાકાતે હોય છે જ્યારે રાત્રીના ૭.૩૦ કલાક પછી બે બસ બંધ કરી દેવામાં આવતા આ મુસાફરો અટવાયા છે. હવે ઠંડીની મોસમ ચાલુ થઈ છે ત્યારે આ મુસાફરો ના છુટકે જીવના જોખમે ખાનગી છકડામાં ઉમરેઠ ડાકોર તરફ આવવા મજબુર બની ગયા છે. ઉમરેઠ ડાકોરના મુસાફરોની માંગ છે કે સત્વરે નડિયાદ ડાકોર સહીત અન્ય બસ સત્વરે ચાલુ કરી મુસાફરોને રાહત આપવામાં આવે.

નડિયાદ ડાકોર રૂટ નિયમિત શરૂ થઈ જશે. ડેપો મેનેજર, ડાકોર

નડિયાદ ડાકોર બસ બંધ થવાના અંગે ડાકોર ડેપો મેનેજરએ જણાવ્યું હતુ કે, થોડા દિવસ માટે જ નડિયાદ ડાકોર રૂટ રાત્રીના સમયે કાર્યરત ન હતો. હવે તે બસ આવતી કાલથી નડિયાદ થી ડાકોર તરફ આવવા માટે ૬.૪૫ કલાકે ઉપડશે.

જેતપુર-રાજકોટ-દાહોદ બસને ઉમરેઠ સ્ટોપેજ આપવાની માંગ

નડિયાદ થી ડાકોર તરફ આવતી જેતપુર-રાજકોટ-દાહોદ બસ ઉમરેઠ થી પસાર થતી હોવા છતા ઉમરેઠ બસ ને સ્ટોપેજ આપવામાં આવ્યું નથી. જો આ બસને ઉમરેઠ સ્ટોપેજ આપવામાં આવે તો નડિયાદ ડેપો પર થી ડાકોર તરફ જતી બંધ થયેલ બે બસની ખોટ આ બસ સરભર કરી શકે છે અને મુસાફરોને પણ રાહત થશે.

ઉમરેઠ તાલુકા કોગ્રેસ દ્વારા નોટબંધીના વિરોધમાં રેલી યોજાઈ.


unnamedયુથ કોગ્રેસને રેલીમાં આમંત્રણ ન મળ્યું હોવાની ચર્ચા ઉમરેઠ તાલુકા કોગ્રેસ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ નોટબંધીના વિરોધમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી ઉમરેઠ ના સર્કીટ હાઉસ થી નિકળી હતી અને નગરના વિવિધ વિસ્તારમાં ફરી હતી. બાઈક રેલીમાં કોગ્રેસના કાર્યકરો દ્વારા નોટબંધી અંગે વિરોધ કરતા સુત્રો લખેલા બેનરો પ્રદર્શીત કર્યા હતા. રેલીમાં તાલુકા કોગ્રેસ સહીત શહેર કોગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થીત રહ્યા હતા. બીજૂ બાજૂ ઉમરેઠ તાલુકા યુથ કોગ્રેસના કાર્યકરોને રેલીના એક કલાક પહેલાજ જાણ કરવામાં આવી હતી. રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા

ઉમરેઠ ખડાયતા યુવા સંગઠન દ્વારા “મારા ઘરની રંગોળી” સ્પર્ધા યોજાઈ


1દિવાળી અને નૂતન વર્ષ દરમ્યાન તમામ મહીલાઓ અને યુવતિઓ પોતાના ઘર આંગણે સરસ આકર્ષક રંગોળી બનાવતી હોય છે. રંગોળી ની પરંપરા યુવતિઓ અને મહીલાઓમાં કાર્યરત રહે તે હેતુ થી અને  ખડાયતા જ્ઞાતિની મહીલાઓની રંગોળી બનાવવાની કૂનેહ અને કલા શક્તિને વિશ્વ ફલક ઉપર પ્રદર્શીત કરી તેઓને પ્રોત્સાહન આપવા ઉમરેઠ ખડાયતા યુવા સંગઠન દ્વારા “મારા ઘરની રંગોળી” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મારા ઘરની રંગોળી સ્પર્ધામાં વાઘ બારસ થી બેસતા વર્ષ સુધી ખડાયતા જ્ઞાતિની મહીલાઓ દ્વારા બનાવેલ રંગોળી સાથે તેઓનો સેલ્ફી અને રંગોળી નો ફોટો ઉમરેઠ ખડાયતા યુવા સંગઠનને મોકલવાનો હતો.  સ્પર્ધામાં લગભગ ઉમરેઠ વડોદરા,મુંબઈ, અમદાવાદ, ડીસા  સઘીત દેશ વિદેશની જ્ઞાતિની મહીલાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. તમામ મહીલાઓ દ્વારા ઉમરેઠ ખડાયતા યુવા સંગઠનને પોતાની રંગોળી વોટ્સએપ દ્વારા મોકલવામાં આવી હતી. ઉમરેઠ જ્યુબિલી સ્કૂલના આર્ટ ટીચર વિમલ પટેલ દ્વારા તમામ રંગોળી નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ અને ભારે જહેમત બાદ પ્રથમ નંબરે પ્રિયંકા પલક શાહ (આણંદ), દ્રિતિય નંબરે માનસી સુત્તરીયા (ડીસા), તૃતિય નંબરે નમ્રતા નિસર્ગ શાહ (વડોદરા), ચોથા નંબરે રીચા પિનાકીન શેઠ (ઉમરેઠ), તેમજ પાંચમાં ક્રમાંકે મિતાલી મુકેશકુમાર શાહ (ઉમરેઠ)ને વિજેયતા જાહેર કરાયા હતા. સૌ વિજેયતાની ઉમરેઠ ખડાયતા યુવા સંગઠન (યુ.કે.વાય.એસ)ના સભ્યો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સમગ્ર સ્પર્ધાને સફળ બનાવવા યુ.કે.વાય.એસ ના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર સ્પર્ધાનું સંચાલન શોશિયલ સાઈટ્સ ફેશબુક અને વોટ્સએપ થી કરવામાં આવ્યું હતું. જ્ઞાતિના વડીલો દ્વારા પણ જ્ઞાતિના યુવાનો દ્વારા કરવામાં આવેલ સદર અનોખી પહેલને બિરદાવી હતી

%d bloggers like this: