આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: October 2017

ઉમરેઠ ડાકોર માર્ગ પર સી.એન.જી કાર આગમા લપેટાઈ


કાર ચાલકે સમય સુચકતા વાપરી કાર બહાર આવી ગયો.

n.jpg

ઉમરેઠ ડાકોર માર્ગ પર અંબિકા સોસાયટી પાસે ઉમરેઠ થી ડાકોર તરફ જતી મારૂતિ-૮૦૦ કારમાં અચાનક ભયાનક આગ લાગી હતી. કાર ચાલકે સમય સુચકતા વાપરી તુરંત કાર બહાર નિકળી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો. વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ મિતેષભાઈ મહેરા નામનો વ્યક્તિ મારૂતિ-૮૦૦ કાર લઈ બાલાશિનોર જઈ રહ્યો હતો ત્યારે ઉમરેઠ અંબિકા નગર સોસાયટી પાસે અચાનક તેઓની સી.એન.જી કારમાં આગ લાગી હતી અને સ્થળ પર કાર બળીને રાખ થઈ ગઈ હતી રસ્તા વચ્ચે કાર સળગતી જોઈ કૂતુહલવસ અન્ય વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા પરંતુ કાર ચાલક સહીસલામત હોવાને કારણે સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિકોની ચર્ચાને ધ્યાનમાં લઈયે તો કારમાં સી.એન.જી કીટ હોવાને કારણે શોટ શર્કીટ થી આગ લાગી હશે તેમ લાગી રહ્યું છે.

ઉમરેઠ – આવી રીતે સુધારી આ સંસ્થાએ ગરીબોની દિવાળી..!


P_20171019_091453

દિવાળીના ટાણે સૌ કોઈના ઘરે અવનવી મીઠાઈ અને નાસ્તાની ભરમાર થઈ જાય છે. કયો નાસ્તો ખાવો અને કયો ના ખાવો ત સવાલ ઉઠતો હોય છે, પરંતુ ગરીબોના ઘરમાં મિઠાઈની ભરમાર તો શું, મિઠાઈનો એક કટકો પણ નથી હોતો તેમના માટે દિવાળી કે સામાન્ય દિવસ બધુ સરખુ જ હો છે, ત્યારે ઉમરેઠની જીવન આધાર સેવા સંકુલ દ્વારા નગરના ગરીબ અને વયોવૃધ્ધ એકલવાયું જીવન જીવતા લોકોના મુખ પર સ્મીથ લાવવા અને દિવાળીમાં તેઓ પણ સારો નાસ્તો અને મિઠાઈ નો આનંદ લઈ શકે તે હેતુ થી મિઠાઈ અને નાસ્તાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જીવન આધાર સેવા સંકુલના હરિવદનભાઈ શાહએ જણાવ્યું હતુ કે, દિવાળી પર્વને ધ્યાનમાં રાખી ગરીબોને ઘરે ઘરે જઈ સ્વહસ્તે મિઠાઈ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું છે, જેને કારણે ગરીબોના મુખ પર સ્મીત આવી ગયું હતું. 

ક્ષત્રિય મતદારનું પ્રભુત્વ ધરાવતી ઉમરેઠ બેઠક પર બ્રાહ્મણ ઉમેદવારોનો દબદબો..!


૬ વખત બ્રાહ્મણ ઉમેદવાર, ૪ વખત ક્ષત્રિય ઉમેદવાર અને ૨ વખત પટેલ ઉમેદવાર ઉમરેઠ બેઠક પર થી વિજેયતા થયા હતા.

 આગામી વિધાનસભા ચુંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે રાજકીય પક્ષો દ્વારા પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીન મધ્ય ગુજરાતમાં આણંદ જિલ્લાની ઉમરેઠ બેઠક ઉપર ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ છે જેને પગલે અનુક્રમે ૧૯૬૨,૧૯૬૭,અને ૧૯૭૨માં ક્ષત્રિય ઉમેદવાર અને હાલના આણંદ જિલ્લા રાજ્ય સભા સાંસદ લાલસિંહ ઉદેસિંહના પિતાજી ઉદેસિંહ વીરસિંહ વડોદિયા વિજેયતા થયા હતા. ત્યાર બાદ ૧૯૭૫માં હરીહર ખંભોળજાની જીત થયા બાદ ૧૯૮૦માં પણ તેઓનો વિજય થયો હતો અને ૧૯૮૫માં હરીહરભાઈ ખંભોળજાના પત્નિ કુસુમબેન ખંભોળજા વિજેયતા થયા હતા. ત્યારબાદ ૧૯૯૦,૧૯૯૫ અને ૧૯૯૮ની ઉમરેઠ વિધાનસભાની ચુંટણીમાં સતત ત્રણ વખત જનતાદળ અને કોગ્રેસ પક્ષ માંથી સુભાષભાઈ શેલત વિજેયતા થયા હતા. એટલે કે ૧૯૭૫ થી ૧૯૯૮ સુધી ઉમરેઠ વિધાનસભા બેઠક પર બ્રાહ્મણ ઉમેદવારો હરીહર ખંભોળજા, કુસુમબેન ખંભોળજા અને સુભાષભાઈ શેલતનો દબદબો રહ્યો હતો. ઉમરેઠ બેઠક પર ક્ષત્રિય મતદારો અને બ્રાહ્મણ ઉમેદવારોનું વર્ચસ્વ હોવા છતા ૨૦૦૨માં ભાજપે ઉમરેઠના સ્થાનિક વિષ્ણુભાઈ પટેલને ટીકીટ આપી હતી અને તેઓનો વિજય થયો હતો. આ સમયે પ્રથમ વખત ઉમરેઠ બેઠક ભાજપને મળી હતી તેમાં તેઓએ બ્રાહ્મણ ઉમેદવારને પરાજય આપ્યો હતો. વધુમાં ૨૦૦૭ની વિધાનસભા ચુંટણીમાં લાલસિંહ વડોદીયા કોગ્રેસમાં જોડાઈ ગયા હતા અને ભાજપે ૨૦૦૨માં વિજેયતા થયેલા વિષ્ણુભાઈ પટેલને રીપીટ કર્યા હતા આ સમયે લાલસિંહભાઈ વડોદિયાનો વિજય થયો હતો, છેક ૧૯૭૨ બાદ ૨૦૦૭માં ક્ષત્રિય ઉમેદવાર અને તે પણ વડોદીયા પરિવારના સભ્યનો ઉમરેઠ બેઠક પર વિજય થયો હતો. ૨૦૦૭ બાદ ૨૦૧૨માં ઉમરેઠ વિધાનસભા બેઠકનું સિમાંકન બદલાઈ ગયું હતું, સારસા વિધાનસભા બેઠકના લગભગ ૧૪ જેટલા ગામ ઉમરેઠ વિધાનસભા બેઠકમાં ઉમેરાઈ ગયા હતા આ સમયે કોગ્રેસ અને એન.સી.પી દ્વારા ગઠબંધન થતા ઉમરેઠ બેઠક પર ભાજપ અને એન.સી.પી વચ્ચે જંગ થયો હતો, ભાજપે ક્ષત્રિય મતદારોને ધ્યાનમાં રાખી સારસા વિધાનસભા બેઠક પર એક વખત ચુંટણી જીતેલા ગોવિંદભાઈ પરમારને એન.સી.પીના જયંત પટેલ સામે ઉભા રાખ્યા હતા, આ વખતે પણ જ્ઞાતિનું સમિકરણ ખોટું પડ્યું હતુ અને એન.સી.પીના પટેલ ઉમેદવાર જ વિજેયતા થયા હતા. આમ ઉમરેઠ વિધાનસભાના મતદારો સુઝ બુઝથી તેઓને યોગ્ય લાગે તેવા જ ઉમેદવાર તરફેણમાં મતદાન કરે છે. ઉમરેઠ બેઠક ઉપર જ્ઞાતિના સમિકરણો નો છેદ ઉડી જાય છે. આગામી વિધાનસભા ચુંટણીમાં પાછલી ચુંટનીઓની આંકડાકીય માહીતી જોઈ કદાચ આગામી ચુંટણીમાં પણ રાજકિય પક્ષો જ્ઞાતિના સમિકરણને માળીયે મુકી યોગ્ય ઉમેદવારને ટીકીટ આપે તો નવાઈ નહી. ક્ષત્રિય મતદારો વધારે હોવા છતા પણ ઉમરેઠ બેઠક પર પટેલ અને બ્રાહ્મણ ઉમેદવારોની જીત ને લઈ રાજકિય પક્ષો દ્વારા મનોમંથન કરી ને યોગ્ય ઉમેદવાર પસંદ કરવામાં આવે તો નવાઈ નહી.

જાણો કેમ ઉમરેઠ વિધાનસભા બેઠક પર ભાજપની ટીકીટ મેળવવા ઉમેદવારો તલપાપડ..?


આગામી વિધાનસભાની ચુંટણી આગામી ડીસેમ્બર માસમાં નક્કી છે ત્યારે તમામ રાજકિય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારને પસંદ કરવાની પ્રક્રીયા શરૂ કરી દીધી છે. ભાજપે પહેલા રાઉન્ડમાં નિરક્ષકો પાસે ચુંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોની સેન્સ લેવાનો તબક્કો પણ પૂર્ણ કરી દીધો છે. ઉમરેઠ બેઠક માટે ભાજપ પક્ષ માંથી ચુંટણી લડવા લગભગ ૧૦ થી પણ વધુ દાવેદારોએ પોતાની જીતની સંભાવનાના વિવિધ સમિકરણો સાથે નિરીક્ષકોને પોતાના બાયોડેટા સોપી દીધા છે. કેટલાક ઉમેદવારો દ્વારા મોવડી મંડળના અગ્રણીઓ સાથેના પોતાના સબંધોનો ઉપયોગ કરી લોબીંગ પણ શરૂ કરી દીધુ છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૦૨ બાદ ઉમરેઠ બેઠક પર ભાજપનો ક્યારે પણ વિજય થયો નથી. ઉમરેઠ પહેલે થી કોગ્રેસનો ગઢ બની ગયું છે, તે વાત અલગ છે કે સ્થાનિક ઉમરેઠનો રૂખ ભાજપ તરફી છે પરંતુ વિધાનસભા ચુંટણીમાં સ્થાનિક ઉમરેઠના વધુ મત મેળવનાર ઉમેદવાર મોટા ભાગના કિસ્સામાં હારતા હોવાનું પણ આંકડા ચાડી ખાઈ રહ્યા છે. આ વખતે એન.સી.પી અને કોગ્રેસના ગઠબંધન ને લઈ પ્રશ્નાર્થ છે, જેથી કોગ્રેસના મતનું વિભાજન થવાથી દેખીતી રીતે ભાજપને ફાયદો થશે જે ગણતરી ને લઈ ભાજપ માંથી ચુંટણી લડવા માટે ભાજપના કાર્યકરોના મોં માં લડ્ડૂં ફુટ્યા છે. હાલમાં ઉમરેઠ બેઠક માટે સ્થાનિક સંગઠન દ્વારા ઉમરેઠનો સ્થાનિક ઉમેદવાર મેદાનમાં લાવવા માટે કસરત થતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી બાજૂ તે દૂવિધા છે કે જો સ્થાનિક ઉમેદવાર ક્ષત્રિય નહી હોય તો કોગ્રેસ અને એન.સી.પી ની લડાઈનો ફાયદો ભાજપ ન પણ ઉઠાવી શક અને ગણતરી થી વિપરીત પરિનામ પણ ભોગવવું પડે. હાલમાં ઉમરેઠ બેઠક કબજે કરવા માટે ભાજપ દ્વારા મરણીયો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે માટે સમગ્ર પક્ષના કાર્યકરોને સાથે લઈ આગળ વધે તેવો અને એન.સી.પીના હાઈપ્રોફાઈલ નેતા જયંત બોસ્કીને હરાવવા સક્ષમ ઉમેદવાર શોધવા માટે ભાજપ દ્વારા મનોમંથન થઈ રહ્યું છે.

જાણો ઉમરેઠના ભર બજારમાં ચેઈન સ્નેચીંગ કરી ભાગતા ગઠીયો કેવી રીતે પકડાયો..?


– નાશિકવાળા હોલ પાસે થી વૃધ્ધ મહીલાનો સોનાનો અછોડો તોડી બાઈક સવાર ભાગ્યા હતા,બહાદુર યુવાનોએ તેઓને પકડી પોલીસને હવાલે કર્યા..!
 
IMG-20171014-WA0021 (1).jpg
ઉમરેઠ નગરમાં એક તરફ ચોરીના ઉપરા છાપરી બનાવો બની રહ્યા છે ત્યારે હવે ચેઈન સ્નેચરો પણ છાગટા બન્યા છે જેને કારને તહેવારના સમયે લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે. આજે ઉમરેઠ નગરના ઓડ બજાર વિસ્તારમાં આવેલ નાશિકવાળા હોલ પાસેથી પસાર થતી પ્રેમીલાબેન સુરેશભાઈ શાહ (ચાંગ) ગલાગોઠડીયા પોળમાં આવેલા મહીલા મંડળ માંથી ભજન કિર્તન પૂર્ણ કરી ઘર તરફ જઈ રહ્યા હતા તેવામાં બે બાઈક સવાર ગઠીયાએ તેઓનો સોનાનો દોરો આંચકી લીધો હતો, આ સમયે પ્રેમીલાબેનએ બૂમા બૂમ કરતા રજ્જાકભાઈ ફૂલવાળા અને યુસુફભાઈ વ્હોરાએ આ વૃધ્ધ મહીલાની બુમો શાંભળી અછોડો તોડી જતા બાઈક સવાર નો ફિલ્મી ઢબે પીછો કરી કૃષ્ણ સોસાયટી સામે થી પકડી પાડ્યા હતા, IMG-20171014-WA0020 (1).jpgબાઈક ચાલક ભાગવામાં સફળ રહ્યો હતો જ્યારે બાઈક પાછળ બેઠેલો યુવાનને ઉમરેઠના રજ્જાકભાઈ ફૂલવાળા અને યુસુફભાઈ વ્હોરાએ પકડી પાડ્યો હતો. જોત જોતામાં આ વિસ્તારમાં લોકોનું ટોળું એકઠું થઈ જતા લોકોએ આ ચેઈન સ્નેચરને મેથીપાક ચખાડ્યો હતો. જ્યારે ઘટનાનો ભોગ બનનાર પ્રેમીલાબેન સુરેશભાઈ શાહ (ચાંગ)ના પરિવારજનોને આ અંગે જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ચેઈન સ્નેચરને પોલીસને હવાલે કરવા લોકોને અપીલ કરી હતી. લોકોએ આ ચેઈન સ્નેચરને પોલીસને હવાલે કરતા ઉમરેઠ પોલીસે આ અંગે વધુ પુછપરછ હાથધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉમરેઠમાં ચોરીના બનાવો બાદ હવે ચેઈન સ્નેચરો તહેવારના ટાણે સક્રીય થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. 

ઉમરેઠ ખડાયતા યુવા સંગઠન દ્વારા સેલ્ફી વીથ રંગોળી સ્પર્ધાનું આયોજન


– સમગ્ર ખડાયતા જ્ઞાતિની દેશ-વિદેશમાં રહેતી મહીલાઓ ભાગ લઈ શકશે.

selfi_w_rangooli.jpg

ઉમરેઠ ખડાયતા યુવા સંગઠન દ્વારા વાઘબારસ થી બેસતાવર્ષ સુધી સેલ્ફી વીથ રંગોળી સ્પર્ધાનું સતત બીજા વર્ષે આયોજન કરવામાં આયું છે. આજે પ્રથમ દિવસ થીજ જ્ઞાતિની મહીલાઓ અને યુવતિઓ દ્વારા સેલ્ફી વીથ રંગોળી સ્પર્ધા માટે એન્ટ્રી મોકલવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ અંગે ભુષણ બાવાવાળાએ જણાવ્યું હતુ કે ખડાયતા જ્ઞાતિની યુવતિઓ અને મહીલાઓને પોતાની કલાનું પ્રદર્શન કરવા માટે સ્ટેજ મળે અને તેઓ પોતાની આંતરીક આવડત બહાર લાવી શકે તે હેતુ થી ઉમરેઠ ખડાયતા યુવા સંગઠન દ્વારા સેલ્ફી વીથ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓએ ઉમેર્યું હતુ કે સદર સ્પર્ધા અંતર્ગત માત્ર ઉમરેઠ જ નહી દેશ વિદેશમાં રહેતી કોઈપણ ખડાયતા યુવતિઓ ભાગ લઈ શકશે તેઓએ આ સ્પર્ધામાં ભાગ લેવા પોતે બનાવેલ રંગોળીના ફોટા નિયત કરેલ વોટ્સઅપ નંબર પર મોકલવાના રહેશે. સ્પર્ધક એક કરતા વધુ રંગોળી પણ મોકલી શકે છે, જેટલી વધુ રંગોળી હશે તેટલા તેઓના જીતવાના ચાન્સ વધી જશે. ઉલ્લેખનીય છે કે, વાઘબારસ થી બેસતાવર્ષ સુધીના દિવસોમાં પોતાના ઘરના આંગણે મહીલાઓ રંગોળી કરતી હોય છે જેને ઘરે આવતા મહેમાનો જોઈ શકે છે, આ રંગોળીને વિશ્વ ફલક ઉપર પ્રદર્શીત કરવા ઉમરેઠ ખડાયતા યુવા સંગઠને અનેરો પ્રયાસ કર્યો છે, સ્પર્ધા દરમ્યાન પ્રાપ્ત થયેલ તમામ રંગોળી ઉમરેઠ ખડાયતા યુવા સંગઠનના ફેશબુક પેજ પર પ્રદર્શીત કરવામાં આવશે. સદર સ્પર્ધામાં ઉમરેઠ જ્યુબિલિ સ્કુલના આર્ટ શિક્ષક વિમલ પટેલ નિર્ણાયક તરીક સેવા આપનાર છે. સમગ્ર સ્પર્ધાને સફળ બનાવવા ઉમરેઠ ખડાયતા યુવા સંગઠનના ભુષણ બાવાવાળા,કૌટીલ બાવાવાળા અને સમર્થ દોશી સહીતના  સભ્યોએ જહેમ ઉઠાવી રહ્યા છે.

rangoliinrangoolin

બેસણું


બેસણું

અમારા પુજ્ય માતૃશ્રી ઈન્દીરાબેન કાન્તિલાલ શાહ

તા.૨૯.૯.૨૦૧૭ને શુક્રવારના રોજ દેવલોક પામ્યા છે.

સદગતનું બેસણું તા.૧૧.૧૦.૨૦૧૭ને બુધવારના રોજ રાખેલ છે.

સમય – સવારે ૯.૦૦ થી ૧૦.૩૦ કલાકે

સ્થળ – નાશીકવાળા હોલ , ઓડ બજાર – ઉમરેઠ

લી

હર્ષદકુમાર કાન્તિલાલ શાહ

જયપ્રકાશ કાન્તિલાલ શાહ (જે.પી – મ્યુ.કાઉન્સિલર)

સ્વ.કેતનકુમાર કાન્તિલાલ શાહ – અતુલકુમાર કાન્તિલાલ શાહ

સ્વ. કાન્તિલાલ મગનલાલ શાહ – સહપરિવાર

ફર્મ – સુરમંદિર ઓડીયો વિઝન, વડાબજાર – ઉમરેઠ

શ્રી રાજાભાઈ વામાભાઈ મારૂ ફાઉન્ડેશન દ્વારા આણંદ જિલ્લા કલેક્ટર ર્ડો.ધવલ પટેલના હસ્તે “મારૂ બ્લડ” એન્ડ્રોઈડ એપ્લીકેશનનું લોકાર્પણ.


011

01રક્તદાતા અને રક્તના જરૂરીયાતમંદ લોકો વચ્ચે સેતુ સમાન “મારૂં બ્લડ” એપ્લીકેશન તાજેતરમાં શ્રી રાજાભાઈ વામાભાઈ મારૂ ફાઉન્ડેશન દ્વારા ર્ડો.ધવલ પટેલ (કલેકટરશ્રી આણંદ)ના વરદ હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી. આ એપ્લીકેશનની મદદ થી લોહીની જરૂર હોય તેવા લોકો રક્તદાતાનો સીધો સંપર્ક કરી શકશે અને ઈમરજન્સીના સમયમાં તેઓને શરળતા થી લોહી ઉપલબ્ધ થશે. આ અંગે વધુ માહિતી પુરી પાડત સદર પ્રોજેક્ટ સાથે સંકડાયેલ મૌલીકભાઈ શાહએ જણાવ્યું હતુ કે, “મારૂં બ્લડ” એન્ડ્રોઈડ એપ્લીકેશન રક્તદાતા અને રક્તના જરૂરીયાત મંદ લોકો વચ્ચે સેતુ નું કામ કરશે. આ એપ્લીકેશનમાં રક્તદાતા વિનામુલ્યે રજીસ્ટ્રેશન કરાવી શકશે. જો કોઈ વ્યક્તિને રક્તની જરૂત હોય તો આ એપ્લીકેશન માં પોતાને જરૂર હોય તે બ્લડ ગૃપ સર્ચ કરશે તો તે બ્લડ ગૃપના તમામ રક્તદાતાનું લીસ્ટ તેમના મોબાઈલ નંબર અને ગામના નામ સાથે ઉપલબ્ધ થઈ શકશે જેથી રક્તની જરૂરિયાતવાળા વ્યક્તિ અને રક્તદાતા વચ્ચે સીધો સંવાદ થશે અને તેઓનું કામ ઝડપ થી પૂર્ણ થશે. આ એપ્લીકેશનમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે ર્ડો.ધવલ પટેલએ પણ ટ્વીટરમાં અપીલ કરી હતી. એપ્લીકેશન લોન્ચ થયાના માત્ર ૨૪ કલાક માંજ અલગ અલગ શહેર માંથી લગભગ ૧૦૦ જેટલા રક્તદાતાઓએ રજીસ્ટ્રેશન કરી દીધુ હતું. આ એપ્લીકેશનમાં નજીકની બ્લડ બેન્ક સહીત અન્ય બ્લડ બેંકની માહીતી પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં જેમ જેમ આ એપ્લીકેશનનો વપરાશ વધશે તેમ તેમ રક્તની જરૂરિયાત વાળા દર્દીઓ માટે સદર એપ્લીકેશન આશિર્વાદ સમાન સાબિત થાય તો નવાય નહી. સદર એપ્લીકેશન તૈયાર કરાવવા બદલ ર્ડો.ધવલ પટેલે શ્રી રાજાભાઈ વામાભાઈ મારૂ ફાઉન્ડેશનની પ્રશંશા કરી હતી અને લોકોને આ એપ્લીકેશનનો વધુને વધુ ઉપયોગ કરવા આહ્વાન કર્યું હતું.

%d bloggers like this: