આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: January 2016

ઉમરેઠના મિતેષ પટેલની લૂંટના ઈરાદે અમેરિકાના કેલિફોર્નિયામાં ગોળી મારી હત્યા.


  • સ્ટોર બંધ કરી ઘરે જવાની તૈયારી કરતા સમયે જ લુંટારાઓ ત્રાટક્યા – મિતેષના બનેવી સ્ટોર માંજ બાથરૂમ ગયા હોવાથી તેઓનો આબાદ બચાવ
mitesh_With_Family

MITESH PATEL WITH HIS WIFE BHAVIKA PATEL AND DAUGHTER

અમેરીકામાં છેલ્લા કેટલાય મહિનાઓ થી ગુજરાતી યુવાનો પર હુમલા થવાના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે આજે મૂળ આણંદ જિલ્લાના ઉમરેઠના મિતેષ વિનુભાઈ પટેલ પર અમેરીકાના કેલિફોર્નિયામાં અજાણ્ય અશ્વેત વ્યક્તિઓએ લુંટના ઈરાદે હુમલો કર્યો હતો. અશ્વેત લુંટારાઓએ મિતેષ પટેલ પર ફાયરીંગ કરતા મિતેષને તુરંત નજિકની હોસ્પીટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું મોત નિપજ્યું હતું. સદર બનાવ અંગે મિતેષ પટેલના પરિવારજનોને ઉમરેઠ ખાતે જાણ થતા તેઓ શોકાતુર બની ગયા હતા અને તેઓને દિલાસો આપવા તેઓના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ લગભગ ૧૩ વર્ષ થી અમેરિકામાં વસવાટ કરતા મિતેષ પટેલ હાલમાં કેલિફોર્નિયામાં પોતાના બનેવી

usa mardar umreth v 4.mpg_20160130151001

MITESH PATEL’S RELATIVE AND FAMILY FRIENDS VISIT HIS HOME TO MEET HIS FATHER VINUBHAI PATEL AND MOTHER PUSHPABEN PATEL

સમીર પટેલ સાથે એક સ્ટોર ચલાવતા હતા. નિત્ય નિયમ મુજબ આજે રાત્રે સ્ટોરનું કામકાજ પતાવી મિતેષ પટેલ ઘરે જવાની તૈયારી કરતા હતા, તેઓના બનેવી અન્ય કામકાજ અર્થે સ્ટોરના બીજા વિભાગમાં ગયા હતા. તેવામાં અજાણ્યા અશ્વેત લુંટારાઓએ લુંટના ઈરાદે સ્ટોરમાં આવી પહોંચ્યા હતા. મિતેષ પટેલ કાઉન્ટર પર એકલા હોવાને કારણે પરિસ્થિતિની ગંભીરતા માપી લુંટારાઓનો પ્રતિકાર કર્યા વગર પોતાની પાસેની રોકડ લુંટારુંના હવાલે કરી દીધી હતી,તેવામાં મિતેષભાઈના બનેવી સમીર પટેલ અચાનક આવી જતા સ્ટોરમાં અસુરક્ષાનો અહેસાસ થતા લુંટારાઓએ મિતેષ પટેલ પર અંધાધુન ગોળી ચલાવી દીધી હતી. લુંટારાઓએ કરેલ ફાયરીંગમાં સમીરભાઈ પટેલનો આબાદ બચાવ થયો હતો. જ્યારે મિતેષના પત્નિ ભાવિકા પટેલ પણ સદર સ્ટોરમાં જ તેઓના પતિ મિતેષ અને બનેવી સમીર પટેલને મદદ કરતા હતા ઘટના સમયે તેઓ સ્ટોરમાં હાજર ન હતા. મિતેષ પટેલને છાતી અને પેટના ભાગમાં ગોળી વાગતા તેઓ ગંભીર થઈ ગયા હતા અને તુરંત તેઓને નજદિકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજ્યું હતું.

મિતેષ પટેલના માતા-પિતા અને કાકા અમેરિકા જશે.

mitesh_father

VINUBHAI PATEL (MITESH’S FATHER)

ઉમરેઠના મિતેષ પટેલની કેલિફોર્નિયામાં લુંટના ઈરાદે હત્યા થતા ઉમરેઠ ખાતે તેઓના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. મિતેષ પટેલના કાકા ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતુ કે મિતેષના માતા-પિતાને બનાવ અંગે જાણ થતાની સાથે અમેરિકા જવા માટે પ્રક્રિયા હાથધરી છે. તેઓના અન્ય પરિવારજનોએ પણ અમેરિકા જવા પ્રક્રિયા હાથધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે મિતેષના માતા-પિતા મિતેષ અમેરિકા સ્થાહી થયા બાદ અવાર નવાર અમેરિકા જતા હતા. અને બે-ત્રણ મહીના પહેલા જ ભારત પરત થયા હતા. તેઓ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર છે અને ઉમરેઠમાં અમર કન્ટ્રક્શન નામે પોતાના મોટા પૂત્ર ટીનાભાઈ પટેલ સાથે ફર્મ ચલાવે છે.

મિતેષ પટેલે ઉમરેઠની જ્યુબિલિ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.

મિતેષ પટેલ ઉમરેઠમાં જ્યુબિલિ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. સ્કૂલના સમયે તેઓ ક્રિકેટના ભારે શોખીન હતા અને સ્પીન બોલર તરીકે તેઓના મિત્ર વર્તુળ સહીત ઉમરેઠની સ્થાનિક ટુર્નામેન્ટમાં નામના મેળવી હતી. મિતેષ પટેલે પોતાનો કોલેજનો અભ્યાસ વિદ્યાનગરની બી.જે.વી.એમ કોલેજ માંથી કર્યો હતો. કોલેજનો અભ્યાસ પૂર્ણ થયા બાદ લગભગ ૨૦૦૨માં તે અમેરીકા જવા રવાના થઈ ગયો હતો.

ગુજરાતીઓ પર થતા હુમલા અટકાવવા સરકારે કડક પગલા લેવા જોઈયે – ભૂપેન્દ્રભાઈ પટેલ 

મિતેષ પટેલની અમેરિકામાં લુંટના ઈરાદે હત્યા થતા ઉમરેઠ સ્થીત તેઓના કાકા ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હત કે છેલ્લા કેટલાય સમય થી અમેરિકામાં વિવિધ ભાગમાં ભારતીય યુવાનો અને ખાસ કરીને ચરોતરના યુવાનો પર હૂમલાઓ થઈ રહ્યા છે,ત્યારે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટ સરકારે કડક પગલા ભરવાનો સમય આવી ગયો છે.

Advt.


Advt.jpg

ઉમરેઠમાં ઠેર-ઠેર પ્રજાસત્તાક દિવસની ઉજવણી.


શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલય

1

2

ઉમરેઠની શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલય ખાતે ૬૭માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ભારે ઉત્સાહભેર કરવામાં આવી હતી. શાળાની ભૂ.પૂ. વિદ્યાર્થીની કુ.જિનલ શાહ અને મુખ્ય મહેમાન જે.પી.શાહ(ન.પા.સભ્ય)ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો શાળાના વિદ્યાર્થીઓએ રજૂ કર્યા હતા. શૈક્ષણિક અને અન્ય વિશેષ સિધ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને આ પ્રસંગે મોમેન્ટ અને પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

શ્રી સિધ્ધનાથ વિદ્યાલય શીલી

3

ઉમરેઠ તાલુકાના શીલી ગામે શ્રી સિધ્ધનાથ વિદ્યાલયમાં ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઈ પટેલ (બોસ્કી)ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકો દ્વારા પ્રજાસત્તાક દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ધ્વજ વંદન કાર્યક્રમમાં શિક્ષકો વિદ્યાર્થીઓ સહીત ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.

પ્રાથમિક શાળા ઈન્દિરા નગરી હમિદપુરા

4

ઉમરેઠ તાલુકાના હમિદપુરા ગામે ૬૭માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાથમિક શાળા ઈન્દીરાનગરી ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળા પરિવાર સહીત ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.

ઉમરેઠ ખડાયતા બાલમંદિર 

5

ઉમરેઠના પાટ સ્ટ્રીટમાં આવેલ ખડાયતા બાલ મંદિરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાલમંદિરના વિદ્યાર્થીઓને દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક પર્વની વિશેષતાને બાલ મંદિરના સભ્યોએ વિદ્યાર્થીઓને સમજાવી હતી. આ સમયે કિરીટભાઈ શા.પટેલ, સંજયભાઈ શહેરાવાળા, અનિલભાઈ ગાંધી, તેમજ બાલમંદિરના સભ્યો હાજર રહ્યા હતા.

ઉમરેઠ વાંટા સ્ટ્રીટ

6

ઉમરેઠના વાટાં સ્ટ્રીટ વિસ્તારમાં સરદાર પટેલની પ્રતિમાં પાસે ૬૭માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉમરેઠ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ખાસ ઉપસ્થીત રહ્યા હતા. ધ્વજ વંદન કાર્યક્રમમાં સદર વિસ્તારના સ્થાનિકો સહીત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા અને દેશ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

ઉમરેઠ એચ.એમ.દવે હા.સ્કૂલમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી.

7

ઉમરેઠની એચ.એમ.દવે હા.સ્કૂલમાં ૬૭માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું હતું. શાળાન આચાર્ય કે.જે.પારેખે સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત મહેમાનોને શાબ્દીક આવકાર આપ્યો હતો અને શાળાની શિક્ષિકા કિરણબેન દવેએ મહેમાનોનો પરિચય આપ્યો હતો. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે નગરના ખ્યાતિમાન ર્ડો.અખિલેશ શાહના વરદ હસ્તે ધ્વજ વંદક કાર્યક્રમ યોજાયો હતો. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આ સમયે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સદર સમારોહમાં સંસ્થાના પ્રમુખ અશ્વીનભાઈ શેલત, રોટર ક્લબના પ્રમુખ ધનંજય શુક્લ, સદભાવના પરિવાર ટ્રસ્ટ્રના પ્રમુખ કમલભાઈ વ્યાસ (પેઈન્ટર), સી.સી મહેન્દ્રભાઈ શાહ, ખેડાવાડ જ્ઞાતિના પ્રમુખ દેવેન્દ્રભાઈ પંડ્યા તેમજ કનુભાઈ પટેલ (કોન્ટ્રાક્ટર) ખાસ ઉપસ્થીત રહ્યા હતા. સભાનું સંચાલન અતુલભાઈ શાહએ કર્યું હતુ અને આભાર વિધિ શિક્ષક પઢીયારે કરી હતી.

ઉમરેઠમાં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી.


best_blo

ઉમરેઠ નગરપાલિકાના ટાઉનહોલ ખાતે મામલતદાર કચેરી દ્વારા રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણીના ભાગરૂપે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. સદર શિબિરમાં જિલ્લા પુરવઠા અધિકારી આર.ટી.ઝાલા તેમજ ઉમરેઠ તાલુકા મામલતદાર સી.વી.પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગીક સંબોધન કરતા પુરવઠા અધિકારી આર.ટી.ઝાલાએ જણાવ્યું હતુ કે, મતદારોએ મતદાનના પોતાના મૂળભૂત હક્કનો અવશ્ય ઉયયોગ કરવો જોઈયે. તેઓએ ઉપસ્થીત લોકોને મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી. સદર શિબિરમાં નવા પ્લાસ્ટીકના ચુટણી કાર્ડ તેમજ ચુંટણીપંચ દ્વારા પ્રાપ્ત બેઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ બી.એલ.ઓ તરીકે નિતિનભાઈ સુથારને સન્માનીત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઉમરેઠ મામલતદાર કચેરીના ના.મામલતદાર મનીષભી ભોઈએ કર્યું હતું. 

ઉમરેઠ પોલીસ દ્વારા સોસાયટી વિસ્તારના રહીશોને માર્ગદર્શન આપવામાં આવ્યું.


police_1શિયાળાના સમય દરમ્યાન રાત્રીના સમયે ચોરીના વધતા જતા બનાવો થી બચવા માટે ઉમરેઠ પોલીસ દ્વારા ઉમરેઠની સોસાયટી વિસ્તારના લોકોને તકેદારી તેમજ સાવચેતીના પગલા લેવા માટે માર્ગદર્શન આપવા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઉમરેઠની ગોવર્ધન પાર્ક, અંકિત એવન્યું,યોગીપાર્ક સહીત હાઈ-વે પર આવેલ અન્ય સોસાયટીના રહીશો ઉપસ્થીત રહ્યા હતા. આ સમયે ઉમરેઠ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ જે.એન.ગઠવીએ ઉપસ્થીત સોસાયટીના રહીશોને સંબોધન કરતા જણાવ્યું હતુ કે, શિયાળા દરમ્યાન રાત્રીના સમયે તસ્કરો મોટા ભાગે બંધ ઘરને નિશાન બનાવતા હોય છે, જેથી ઘર બંધ કરીને બહાર ગામ જતા સમયે ઘરની બહાર બે-ત્રણ જોડી ચંપલ બહાર રાખવા જોઈયે, આ ઉપરાંત થોડા કપડા પણ ઘરની બહાર સુકાવવા મુકવા જોઈયે તેમજ રાત્રીના સમયે બધી લાઈટો બંધ રાખવાની જગ્યાએ ઘરમાં નાની ડીમ લાઈટ ચાલુ રાખવા સુચન કર્યુ હતું. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતુ કે ઘર બંધ કરી તમામ સભ્યો બહાર જવાના હોય ત્યારે કિંમતી ચીજ વસ્તુઓ બેંકમાં અથવા કોઈ વિશ્વાસુ સબંધી કે મિત્રોને ત્યાં રાખવા જણાવ્યું હતું. બપોરના સમયે ઘરમાં મહિલાઓ એકલી હોય ત્યારે સોસાયટીમાં ફેરિયા કે અન્ય અજાણ્યા લોકોને દાખલ ન થવા દેવા તેઓએ ભાર પૂર્વક સલાહ આપી હતી. સોસાયટીમાં વોચમેન કે અન્ય ગુરખા રાખવામાં આવ્યા હોય તો તેની જાણ પોલીસ મથકે કરી તે પોતાની ફરજ વ્યવસ્થીત ર્રીતે કરે છે કે નહી તેની સમીક્ષા કરવા સલાહ આપી હતી. પી.એસ.આઈ જે.એન.ગઢવીએ કોઈ પણ અનિચ્છ્નીય પરિસ્થિતીમાં વિના સંકોચ પોલીસની મદદ લેવા પ્રજાજનોને અપીલ કરી હતી. સદર બેઠકમાં ઉપસ્થીત ઉમરેઠ નગરપાલિકાની લાઈટ કમિટીના ચેરમેન કનુભાઈને સોસાયટી વિસ્તારની જે સ્ટ્રીટ લાઈટ બંધ હોય તે સત્વરે ચાલુ કરવા યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. કનુભાઈ શાહએ આ અંગે સકારાત્મક અભિગમ દાખવવા બાંહેધરી આપી હતી

શ્રધ્ધાંજલી


શ્રધ્ધાંજલી

ATUL 

અતુલ કનૈયાલાલ શાહ  – (વસંત મસાલાવાળા)

જન્મ – ૮.૮.૧૯૫૮ મૃત્યુ – ૧૭.૧.૨૦૧૬

તમારી અણધારી વિદાય હજૂ માનવામાં નથી આવતી.

લાગે છે, માત્ર માણસ થી જ નહી ભગવાન થી પણ ભૂલ થઈ જાય છે.

લી.

સત્કાર ફ્રેન્ડ્સ સર્કલ – ઉમરેઠ

                       ટીનાભાઈ દોશી                                   નિતિનભાઈ શેઠ (જાગનાથ)

                        શશીનભાઈ શાહ                                        સંજયભાઈ દેસાઈ

                       જયેશ બાવાવાળા                              પંકજભાઈ તલાટી (દિપકલા)

                        જીતુભાઈ શાહ                                           કિરીટભાઈ શાહ

                         નરેશભાઈ પોલા                                  ભારતીબેન સુનિલભાઈ શાહ

                      ઉપેન્દ્રભાઈ ચોકસી                                  ભરત શાહ (ઠાસરા)

_______________________________________________

અમારા પરમ મિત્ર અતુલ કે.શાહનું બેસણુંતા.૨૯.૧.૨૦૧૬ને શુક્રવારના રોજ

સવારે.૯ થી ૧૦.૩૦ કલાકે  – નાસિકવાળા હોલ, ઉમરેઠ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ / બેસણું


ઉમરેઠના ચંન્દ્રકાન્તભાઈ ચુનીલાલ કાકબવાળાનું તા.૭.૧.૨૦૧૬ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.

chandrakantbhai

સદગતનું બેસણું : તા. ૧૯.૧.૨૦૧૬ને મંગળવારના રોજ

સવારે ૯ થી ૧૦.૩૦ 

સ્થળ – નાશિકવાળા હોલ,ઓડ બજાર ઉમરેઠ 

ઉમરેઠ નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણુક કરવા રજૂઆત.


હંગામી ચીફ ઓફિસરને કારણે પ્રજાના કામો ટલ્લે ચઢે છે. ઉમરેઠ નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમય થી કાયમી ચીફ ઓફિસર ન હોવાને કારણે પ્રજાજનોના કામ ટલ્લે ચઢે છે. અઠવાડિયામાં બે-ત્રણ દિવસ પાલિકામાં હાજર રહેતા હંગામી ચીફ ઓફિસર પર કામનું ભારણ પણ વધારે હોવાથી તેઓ પણ પોતાના પદને યોગ્ય ન્યાય આપી શકતા નથી. આ અંગે ઉમરેઠ શહેર કોગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલે શહેરી વિકાસ મંત્રી નિતિનભાઈ પટેલને પત્ર લખી ઉમરેઠ ખાતે કાયમી ચીફ ઓફિસર ની નિમણુક કરવા માટે રજૂઆત કરી હતી.

તેઓએ જણાવ્યું હતુ કે ઉમરેઠ નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમય થી કાયમી ચીફ ઓફિસર નથી, આ અંગે જિલ્લા કક્ષાએ પણ રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ હજૂ પરિણાત્મક પગલા ભરવામાં આવ્યા નથી. તેઓએ ઉમેર્યું હતુ કે નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણુક કરવામાં આવશે તો પ્રજાલક્ષી કામનો સત્વરે નિકાલ આવશે અને ગામનો વિકાસ પણ ઝડપી થશે.

ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ પદે સુજલ શાહને રીપીટ – તાલુકા ભાજપ પ્રમુખ પદે નરેન્દ્રસિંહ ચૌહાણની વરણી


શહેર પ્રમુખ પદે સુજલ શાહ અને તાલુકા પ્રમુખ પદે નરેન્દ્રસિંહ ચૌહાણની સર્વાનુમતે વરણી.

ઉમરેઠના સિનિયર સિટીઝન હોલ ખાતે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોની મળેલી બેઠકમાં ઉમરેઠ શહેર અને તાલુકા ભાજપના પ્રમુખ પદની વરણી કરવામાં આવી હતી. ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ પદે સુજલ શાહ તેમજ ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ પદે નરેન્દ્રસિંહ ચૌહાણની વરની કરવામાં આવી હતી. બંન્ને પ્રમુખોને પૂર્વ ધારાસભ્ય વિષ્ણુભાઈ પટેલે અભિનંદન આપ્યા હતા.

ઉમરેઠ પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી.


psi

આજે ઉમરેઠ ઓડ ચોકડી ખાતે ઉમરેઠ પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. ટ્રાફિક સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ઓડ ચોકડી વિસ્તાર માંથી પસાર થતા વિવિધ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ટ્રાફિકના નિયમો નું પાલન કરવા માટે તેઓને સમજાવવામાં આવ્યા હતાઆ સમયે ટ્રાફિકના નિયમોની અનદેખી કરી કેવી રીતે અકસ્માત સર્જાય છે તે અંગે લોકોને જાગૃત કરી ઉમરેઠ પોલીસે વાહન ચાલકોને માર્ગ દર્શન પૂરુ પાડ્યું હતું. આ સમયે ઉમરેઠ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ જે.એન.ગઢવી, ટી.જે.દેસાઈ સહીત ટ્રાફિક શાખાના ભાનુભાઈ ઠાકોર અને પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉમરેઠની નવા-જુની


ફ્રી વાઈ-ફાઈ પ્રોજેક્ટમાં “ERROR” ..!

 

Free-Wifi-2.jpg-2ઉમરેઠમાં ફ્રી વાઈ-ફાઈ પ્રોજેક્ટમાં “એરર” આવી છે. હવે ઉમરેઠમાં ફ્રી ફાઈ-ફાઈ શરૂ નહી થાય. ઉલ્લેખનીય છે કે, ઉમરેઠ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંજયભાઈ પટેલ દ્વારા નગરમાં ફ્રી વાઈ-ફાઈ સેવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે જરૂરી ટેન્ડર પ્રકિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી, પરંતુ અચાનક ચુંટણી જાહેર થતા આચાર સહીતાને કારણે વાઈ-ફાઈ સેવા શરૂ થઈ શકી ન હતી. ચુંટણી બાદ વાઈ-ફાઈ સેવા શરૂ થશે તેમ નગરના યુવાનો માનતા હતા. પરંતુ સંજયભાઈ પટેલની ચુંટણીમાં હાર થતા ઉમરેઠ પાલિકામાં નવા બોર્ડ દ્વારા ફ્રી વાઈ-ફાઈ સહીત અન્ય પ્રોજેક્ટો રદ કરવામાં આવ્યા હતા.

 

ઉમરેઠમામ શ્રી ગુંસાઈજીના ૫૦૧માં જન્મ દિવસની ઉજવણી.

01SOBHAYATRA

ઉમરેઠમાં શ્રી ગુંસાઈજીના ૫૦૧માં જન્મ દિવસની ઉજવણી અરવિંદભાઈ સુત્તરીયા પરિવારના યજમાન પદે ભક્તિભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે શેઠવગા ખાતે થી પ્રભાતભેરી,શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ગુંસાઈજીના જન્મ દિવસે નિકળેલ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા અને શ્રી ગોસાઈજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

ઉમરેઠ નગરપાલિકાની શિક્ષણ કમીટીના ચેરમેનનું રાજીનામું

ઉમરેઠ નગરપાલિકાની શિક્ષણ કમિટીના ચેરમેન શારદાબેન પટેલે ચેરમેન પદે થી રાજીનામું આપી દીધુ છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા બાગ-બગીચા કમિટીના ચેરમેન અમીનાબીબી મલેકે પણ પોતાનું રાજીનામું આપ્યું હતું. ઉપરા છાપરી બે કમિટીના ચેરમેન દ્વારા રાજીનામું આપવામાં આવતા નગરના રાજકિય વર્તુળોમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.

સેંટ ઝેવિયર્સ સ્કૂલમાં સ્વેટર માટે રૂ.૪૦૦નું ઉઘરાણું

ઉમરેઠની પ્રતિષ્ઠીત સેંટ ઝેવિયર્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે થી ફરજિયાત સ્વેટર માટે રૂ.૪૦૦ ઉઘરાવ્યા હોવાનું વાલીઓ કહી રહ્યા છે. વાલીઓનો તર્ક છે કે આવી પધ્ધતિ ઈન્ટરનેશનલ ખાનગી સ્કૂલોમાં હોય છે જ્યાં ફરજિયાત સ્કૂલ દ્વારા શૈક્ષણિક સાહીત્યો સહીત યુનિફોર્મ ખરીદવા ફરજ પાડવામાં આવે છે, આ દુષણ થી દૂર રહેવા સ્થાનિક સ્કૂલમાં વિદ્યાર્થીને તેઓ ભણવા મોકલે છે હવે, સ્થાનિક સ્કૂલ દ્વારા પણ આજ રીતે ઉઘરાણું કરવામાં આવશે તો ગરીબ વિદ્યાર્થીઓનું શું, આ અંગે સ્કૂલના આચાર્યનો મત જાણવા પ્રયાસ કર્યો હતો, પરંતુ શાળામં તેઓ હાજર ન હતા. સ્કૂલના સુત્રોએ જણાવ્યું હતુ કે સ્વેટર સ્કૂલમાં આવી ગયા છે, અને વિદ્યાર્થીઓને સત્વરે આપી દેવામાં આવશે. (ભા’ઈ અડધો શિયાળો પણ પતી ગયો)