આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: July 2019

ઉમરેઠ શાખા દ્વારા બેંક ઓફ બરોડાનો સ્થાપના દિવસ ઉજવાયો.


bob1.jpg

ઉમરેઠની બેંક ઓફ બરોડા શાખા દ્વારા બેન્ક ઓફ બરોડાના ૧૧૨માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉમરેઠ તાલુકાના બેચરી ગામની પ્રાથમિક શાળામાં બેંક ઓફ બરોડા ઉમરેઠ શાખાના મેનેજર વિકાસકુમારના હસ્તે એમ્પ્લીફાયર ભેટ આપવામાં આવ્યું હતું. આ સમયે જો.મેનેજર નયન પંચાલ તેમજ શાળાના આચાર્ય કમલેશભાઈ ઉપસ્થીત રહ્યા હતા. શાળા પરિવાર દ્વારા બેંક ઓફ બરોડા ઉમરેઠ શાખાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ઉમરેઠ બ્રહ્મકુમારીઝ કેન્દ્ર દ્વારા વિવિધ સ્પર્ધા યોજાઈ


bhrahmakumari.jpg

ઉમરેઠ પ્રજાપિતા બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા યુવતિઓ ની પ્રતિભા બહાર લાવવા માટે “અભિવ્યક્તિ” કાર્યક્રમ યોજાયો હતો. આ અંગે જાણકારી આપતા બ્ર.કુ.જાગ્રુતિબેનએ જણાવ્યુ હતુ કે , અભિવ્યક્તિ કાર્યક્રમ અંતર્ગત ૭ થી ૧૧ વર્ષ તેમજ ૧૨ થી ૧૬ વર્ષના બે વિભાગોમાં આઠ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા વિવિધ સ્કૂલની પાંચસો થી પણ વધુ દિકરીઓએ ભાગ લઇ પોતાની કાયક્ષમતા દર્શાવી હતી. પ્રથમ વિભાગમાં વાર્તા લેખન, સ્મુતિ કસોટી, ભજન સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાઓ યોજાઇ હતી જ્યારે દ્રિતિય વિભાગમાં પ્રભુ ને પત્ર નિબંધ, ચિત્ર સ્પર્ધા તેમજ આરતી શુશોભન સ્પર્ધા યોજાઇ હતી જેમા નાત જાત કે ધર્મના ભેદભાવ વગર મોટી સંખ્યામાં યુવતિઓએ ભાગ લીધો હતો. વિજેયતા થયેલ યુવતિઓને ઉમરેઠ નગર પાલિકાના પ્રમુખ સંગીતાબેન પટેલ તેમજ ચીફ ઓફિસર ભારતીબેન સોમાનીના હસ્તે ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. 

ઉમરેઠમાં ગૌરીવ્રતની પૂર્ણાહૂતિ પ્રસંગે સેવાકીય તેમજ મનોરંજન કાર્યક્રમ યોજાયો.


gaurivrath.jpg

ઉમરેઠમાં ગૌરીવ્રતની પૂર્ણાહૂતિ નિમિત્તે નગરની વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા કૂમારિકાઓને વિવિધ ખાણી-પીણીની ચીજ વસ્તુનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. નગરના પંચવટી વિસ્તારમાં કામનાથ મહાદેવ ગૃપ,પંચવટી દ્વારા સોડ,ખીચુ,પાણીપુરીનું વિતરણ કરવામાં આવ્યું હતુ બીજી બાજૂ નગરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ હવન ચોકમાં પણ યુવતિઓને ખીચુ પિરસવામાં આવ્યું હતુ આ ઉપરાંત શ્રી ગીરીરાજધામ, ઓમ ગૃપ તેમજ ચારૂણી માતા મંદિરમાં પણ વિવિધ સંસ્થા દ્વારા યુવતિઓની સેવા કાજે કેમ્પ કાર્યરત થયા હતા. જ્યારે નગરના મેલોડી ગૃપ દ્વારા યુવતિઓને જાગરણની રાત્રીના મનોરંજન મળે તે હેતુ થી સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ઉમરેઠ મેલોડી ગૃપના સભ્યો દ્વારા પરફોમન્સ આપવામાં આવ્યું હતુ. 

%d bloggers like this: