આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: July 2009

“ઉઝા” જોડણી વળી પાછું શુ છે…?


હુ છેલ્લા બે-ત્રણ મહીના થી બ્લોગ જગતમા આવ્યો છું,કેટલાય બ્લોગમા મે ઉઝા જોડણીનો ઉલ્લેખ્ખ જોયો છે,પણ હજુ સમજાતુ નથી “ઉઝા” જોડણી વળી પાછું શુ છે…? આ ટોપીકને લઈ કેટલાય બ્લોગમા રિત સર બબાલ પણ જોઈ છે અને ખુલાસા પણ જોયા છે કોઈ પોતાના બ્લોગ પર જોડણી ઉઝા વાળી છે તેમ પાટીયા પણ મારે છે શુ છે આ મામલો મને જાણવાની તિવ્ર ઈચ્છા તઈ છે કોણ મને સમજાવશે….?

આજ નુ વાક્ય :

ન પુછીને કાયમ મુર્ખ બનવા કરતા,
પુછીને એક વાર મુર્ખ બનવુ સારુ.

મંદીમા ગ્રાહકોને જકડી રાખવા વજન ઓછુ કરવાનો નુશ્ખો…!


હાલમા વિસ્વ આખુ મંદીનો માર સહન કરી રહ્યુ છે,ત્યારે બઝારમા પોતાની પ્રોડક્ટનો દબદબો કાયમ રહે તે માટે મોટી મોટી કંપની અવનવા નુશ્ખા અપનાવી રહી છે,કેટલીય વસ્તુઓ આજે બઝારમા એવી મળે છે કે જેના ભાવ વધ્યા નથી ,કાચા માલના ભાવ વધે ,ટ્રાન્સપોર્ટેશન ખર્ચા વધે છતા પણ કેટલીય પ્રોડક્ટના ભાવ તેના તેજ જોવા મળે છે.તો તમે શુ સમજો છો આ કંપનીવે ભાવવધારાની કોઈ અસર નથી થતી..? જો તમે તેવૂ સમજતા હોવ તો તમે ખોટા છો.શુ તમે કદી વસ્તુ ની ખરીદી કરતા સમયે તેના વજન અગે ધ્યાન આપ્યુ છે …? જો ના આપતા હોવ તો હવે તરત આ અગે ધ્યાન આપો.ચાલો આજે અહીયા થોડા દાખલા પણ આપુ છુ.
પહેલા પારલે બીસ્કીટ રુ.૪.૦૦ મા ૧૦૦ગ્રામ મળતુ હતુ,આજે પણ પારલે બિસ્કીટ રુ.૪.૦૦ મા મળે છે પણ તેનુ વજન ૮૨.૫ ગ્રામ થઈ ગયુ છે,મારો કહેવાનો આશ્રય એ નથી કે કંપવી આપણે ઉલ્લુ બનાવે છે પણ જો પારલે બિસ્કીટ ના કંપની રુ.૪.૦૦ ના રુ.૫.૦૦ ભાવ કરે તો કદાચ ગ્રાહક ભાવ વધ્યો કરીને અન્ય સસ્તા બિસ્કીટની ખરીદી કરે પણ કંપની તેજ ભાવ રાખે અને વજન ઓછુ કરે તો ગ્રાહક તેની નોધ સુધ્ધા નથી લેતુ.જેથી કપની ભાવ વધારા ની સામે ઓછા વજનના નુશ્ખા અપનાવે છે.આ સમયે કપની કોઈ કાયદાકીય ફોલ્ટમા પણ આવતી નથી કારણ કે તેઓ પોતાની પ્રોડક્ટમા કરેલા ઓછા વજન અગે લખતા હોય છે.આ નીતી માત્ર કોઈ એક કંપની નથી અપનાવતી કેટલીય કપની આ નિતી ઉપર કામ કરે છે.

વર્ડપ્રેસ નવારુપ રંગ ધારણ કરી રહ્યુ છે.


આજે wordpres મા એક વસ્તુ માર્ક કરી,કોઈ Posts અપડેટ કરીયે તો તે પોસ્ટ Latest Posts મા દેખાય છે ,આવુ પહેલા ન હતુ જો કોઈ નવી પોસ્ટ મુકવામા આવે તો Dashboard ના Latest Posts વિભાગમા દેખાતુ હતુ હવે કોઈ પોસ્ટ અપડેટ થાય તો પણ Latest Posts વિભાગમા દેખાય છે.

પણ

આજે ૩૧.૭.૦૯ થી ફરી અપડેટ કરાતી પોસ્ટ  Latest Posts મા દેખાતી બધ થઈ ગઈ છે,લાગે છે વોર્ડપ્રેસમા રીપેરીગનુ કામ ચાલે છે.

આજે તા.૩૧/૭/૦૯ સવારે વોર્ડપ્રેસ ઓપન કર્યુ ને નવો ફેરફાર દેખાયો હવે હોમપેજની જમની બાજુ સર્ચ ઓપશન આવી ગયો છે તેમજ ડાબીબાજુ મારુ ખારુ લખેલુ હોય છે ત્યા આપણે અપલોડ કરેલો ફોટો પણ દેખાય છે મે તો મારા મિત્રો અને અન્ય લોકો ના માધ્યમથી તેમ પણ સાભળ્યુ છે કે ટુક સમયમા આપણુ વર્ડ પ્રેસ ડોમીન નેમ ટુકુ થઈ જશે દા.ત મારુ વર્ડ પ્રેસ એડરેસ aapnuumreth.wordpress.com છે જે ભવિષ્યમા http://aapnuumreth.wp.com થઈ જવાની સક્યતા પણ છે પણ આ વાતની હજુ ખરેખર પુષ્ટી થઈ નથી માત્ર દિવા સપ્ન સમાન છે.

 

શ્રાવણમાસ- “શ્રધ્ધા” અને “સેલ”


શ્રાવણ માસ શરુ થઈ ગયો છે,આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર,મહાદેવ ઓમ નમઃશિવાય ના નાદ થી ગુજી ઉઠ્યા છે,ડાકોર પગપાળા મગળા આરતી કરી લોકો ઘરે પણ આવી ગયા છે.કહેવાય છે શ્રાવણ માસ એટલે ભક્તીનો માસ આ મહીનામા કરેલ ભક્તિ અન્ય મહિના મા કરેલ ભક્તિ કરતા વધુ ફળ આપે છે.શ્રાવણ માસ નાના,મોટા,વ્રુધ્ધો તમામ ને ગમતો મહીનો છે..નાના બાળકો ને સ્કુલમા રજાઓ વધુ મળે છે,ધધાદારીઓને આ મહીને ઘરાકી વધુ હોય છે,વ્રુધ્ધ લોકોને કલાત્મક હિળોડા અને વિવિધ દર્શનનો લહ્વો મળે છે,શ્રાવણ મહીનો શીવ પાર્વતીની ઉપાસના કરવાનો મહીનો છે.
         આ તો કરી શ્રધ્ધા ની વાત પણ ખબર છે કેટલીક મહિલાઓ શ્રાવણ મહીનાની બિજાજ કોઈ હેતુ થી રાહ જોતી હોય છે,હા..શ્રાવણ મહીનામા સાડીઓ નો સેલ હોય છે,ડ્રેસ મટીરીયલ્સ,સોનાચાદીના શો રુમ વિગેરે જગ્યએ સેલ હોય છે સસ્તી ખરીદી માટે પણ શ્રાવણ માસ ની લોકો રાહ જોવે છે,એટલે જ શ્રાવણમાસ ને “સેલ” નો માસ પણ કહેવાય છે.

જો જે કોઈને ને કહીશ ના..


જો જે કોઈને કહીશ ના કહી ને આપણે કોઈ કશી વાત કહી હોય તો તે જ વાત બીજાને કહેવા માટે આવા લોકો હમેશા ઉતાવળા બની જતા હોય છે,આપણે કહેલી વાત તે પણ કોઈ ને કહીશ ના કહીને જગલના દાવાનળની જેમ આખા ગામમા ફેલાઈ જાય છે,ખરેખર કહુ તો મારકેટીગ માટે સૌથી સરળ માધ્યમ આ જ છે,ખાસ કરીને મહિલાઓમા આ લક્ષણ વધારે જોવા મળે છે પેલી વાત સાભળી છે ને  “ઓટલે મળે ચાર ચોટલા….” આ મહિલાઓ પણ છે ને…સબ સે તેજ છે..હા…હા આ તક સે ભી તેજ ,આજ તક વાળા અમથા સબ સે તેજ સબ સે તેજ બક્યા કરે છે.

PAGE 3


PAGE 3

પેજ-૩ વાચીને તમને થયુ હશે કે, અહીયા હુ કોઈ સેલીબ્રીટીની કે પછી ગ્લેમરસની વાત કરીસ પરતુ તેવુ સમજીને તમે આ વાચતા હોવ તો તમે તમારો સમય બગાડો છો..!

આ તો બસ આ પોસ્ટની સાથે મારા બ્લોગ ઉપર ત્રીજુ પાનુ આવી જશે (PAGE 3)એટલે આ પોસ્ટ કરુ છુ,મે બ્લોગ લખવાનુ શરુ કર્યુ (મે-(ચેતન)-૨૦૦૯) ત્યારે મને ખબર ન હતી કે હુ બ્લોગ જગતનો આટલો બધૉ બધાણી બની જઈશ ,ત્રણ પાના કદાચ તમારા માટે આ નાની સુની વાત હશે પણ મારો હરખ આજે સમાતો નથી ચાલો જવાદો…તમને નઈ ખબર પડે…

તમારો કિમતી સમય બગાદયો માફ કરશો……….

પોલીટિક્સ,પોલીસ,અને પ્રેસ વચ્ચે પીસાતી પબ્લીક…!


પોલીટિક્સ,પોલીસ,અને  પ્રેસ  વચ્ચે પીસાતી  બ્લીક…!
કેટલાક કાર્યો કરે છે કોઈ અને કરાવતા હોય છે કોઈ એવા બનાવો ની આજે વાત કરીશુ.આપણી આજુ બાજુ થતા બનાવો ઉપર હમેશા “P” ફેક્ટર કામ કરે છે તે તમે કદી વિચાર્યુ છે..?
ચક્કાજામ,
બધનુ એલાન,
તોડફોડ
મારામારી
હળતાલ
હવે આ બનાવો સામાન્ય બની ગયા છે.,નવરા બેઠા તમે ટી.વી ચેનલ મચેડતા હસો તો ક્યાક ને ક્યાક તમને આવા સમાચાર જોવા મળી જશે પરતુ તમે ક્યારે વિચાર્યુ છે જો આ બધુ ના થાય તો પોલીટિક્સ,પોલીસ,અને  પ્રેસ  વાળાની રોજી રોટી ખતરામા પડી જાય..! એટલેજ લાગે છે કે પોલીટીકલ બદમાશો પોલીસ અને પ્રેસ ની મદદ થી આવા કામને સફળ અજામ આપે છે અને પ્રજા પણ પોતાણુ ભોળપણ બતાવી આવા કાર્યો કરવા પ્રેરાઈ જાય છે.તમે કદી વિચાર્યુ છે,આવા કાર્યો કોણ કરાવે છે…? કોણા ઈશારે થાય છે..? પોલીટીશીયન પોતાના રાજકીત ટટ્ટુ સિધા કરવા માટે આવા ગતકડા કરાવે છે,સત્તાપક્ષને ઉચો નીચો કરવા પોલીટીશીયન હમેશા કાઈને કાઈ શોધતા રહે છે,પણ સીધૂ કાઈ ન કરી શકતા હોવાથી યેનકેન પ્રકારે પબ્લિકને બલીનો બકરો બનાવે છે,અને જે મેટરમા પબ્લીકને ઈન્ટરફીયર હોય તેમા પ્રેસ વાળા પણ હનુમાન કુદકો મારી દે છે,પછી ભલે ને પબ્લિકનુ ખરાબ થાય..!ખરેખર પ્રેસનુ કામ સત્ય બહાર લાવવાનુ છે પણ સમાજમા થતા ખોટા કાર્ય ને પણ કોટી પ્રસિદ્ધીઆઆ આપી લોકોને ઉશકેરવાનુ કામ પ્રેસ કરે છે તેમા પોલીસ પણ મોટા ભાગે ભાગીદાર હોય છે.બાકી “નાયક” મુવી તમે જોઈ હશે જ ને..?
…એ વાત અલગ છે નાયકમાં પ્રેસની ભૂમિકા વખાણવા લાયક હતી, છતા પણ પ્રેસને લઈને કેટલીક હંબક વાતો ત્યાં ઉજાગર કરી હતી…

પેલા તુટેલા રમકડા સારા હતા…


નાનો હતો ત્યારે જલ્દી મોટા થવાની ઉતાવળ હતી,
પણ અત્યારે મોટા થયા પછી…
 જીદગીની દોડા દોડ,
અધુરા સપના,
અધુરી લાગણી જોઈ થાય છે કે,
પેલુ અધુરુ હોમવર્ક,
તુટેલા રમકડા ઘણા સારા હતા..

(મિત્ર યોગેન્દુ જોશીના એસ.એમ.એસ માથી આભાર-સહ)

અબ્દુલ કલામની જગ્યાએ કોઈ નેતા કે અધીકારીનો છોકરો હોત તો..


તાજેતરમા એક અમેરીકન એરલાઈન્સના કર્મચારીઓ ધ્વારા સુરક્ષા કારણોની આડમા ભારતના ભૂ.પૂ રાષ્ટ્રપતી ર્ડો.અબ્દુલકલામનુ અપમાન કરવામા આવ્યુ હતુ,સુરક્ષા તપાસના ને લઈ તેમનુ સધન ચેકીગ કરવામા આવ્યુ હતુ,તેમના પગરખા પણ ઉતારી લેવડાવ્યા હતા..ખેર આ તો ર્ડો.અબ્દુલ ક્લામ હતા તેમને હસતા મોઢે બધુ સહન કરી દીધુ ,ખરેખર તો ભારતીય નીયમો મુજબ રાષ્ટ્રપતી,ભુ.પુ રાષ્ટ્રપતી સુરક્ષા તપાસ ની બહાર છે,છતા પણ અપમાનના ઘુટળા પી જઈ અબ્દુલકલામએ પોતાની મહાનતા બતાવી પણ શુ આ અમેરીકન એર લાઈન્સવાળાને ખબર છે કે,અબ્દુલકલામ ની જગ્યએ ભારતના કોઈ નેતા,પોલીસ અધીકારી કે પછી રાજકીય પક્ષનો કોઈ અગ્રણી વ્યક્તિ હોત તો શુ થાત..જો તેમને ખબરના હોય તો અહીયા તેમને જણાવવુ (મને ખબર છે તે આ વાચવાના નથી)તમારા વિમાન સળગાવત,પછી ને ભલે ગમે તેવી મોટી સુરક્ષા હોય,તમારી ફ્લાઈટનો ભારતમા પ્રતીબન્ધ આવી જાત પછી ને ભલે ઓબામા તમારી તરફેણ કરે..આ તો મારી તમને સમજાવાની ફરજ એટલે સમજાવ્યા બાકી સાચુ ના લાગે તો કોઈ નેતા કે અધીકારીના છોકરાને છછેડજો તો તમે ખરા…!

વર્ડપ્રેસમા “ચેતન” નુ “મે” થઈ ગયુ…


છેલ્લા કેટલાય સમયથી વર્ડપ્રેસમા આપણી ગુજરાતી ભાષાનુ આગમન થઈ ગયુ છે,આ અગે “થોડા દિવસ પહેલા વર્ડપ્રેસ હવે ગુજરાતીમા” લેખ વાચ્યો

http://kartikm.wordpress.com/2009/07/18/wp-in-gujarati/

બધાને ખ્યાલ હસે કે વર્ડપ્રેસ ગુજરાતીમા આવ્યુ સાથે સાથે ભાષાતર કરવામા થોડી ભુલ કરી બેઠુ હતુ “મે” નુ ગુજરાતી “ચેતન” કરી દીધૂ હતુ…પહેલા તો હુ એવુ સમજ્યો હતો કે “મે” ની જગ્યાએ ચેતન મે જાતે કર્યુ હશે…? પણ વિચાર આવ્યો હુ શા માટે “ચેતન” લખુ આ કોણ છે ચેતન..પછી એમ પણ વિચાર્યુ કે,મારો બ્લોગ કઈ છેળછાળ કરતુ હસે,પણ તેની ખુબ ઓછી લગભગ શક્યતા નથી,પણ વર્ડપ્રેસ મા આમતેમ ફરતા કોઈ જગ્યાએ જોયુ કે આ તો વર્ડપ્રેસની ભાષાતર કરવાની ભુલ છે જેમા “મે”નુ ભાષાતર “ચેતન” થઈ ગયુ છે,પણ આજે મારી નજર પડી ત્યારે મે જોયુ કે વર્ડપ્રેસ એ પોતાની ભુલ (અહીયા શરતચુક સબ્દ યોગ્ય કહેવાશે)સુધારી લીધી છે.

બ્રેકીગ ન્યુઝ -બદલાતી જતી પરીભાષા


આજકાલ બ્રેકીગ ન્યુઝ ની પરીભાષા બદલાતી જતી હોય તેમ લાગે છે.નાની નાની ઘટનાને પણ બ્રેકીગ ન્યુઝના હેડીગ નીચે ન્યુ ચેનલો વાળા ચલાવતા હોય છે.કોઈ સમયે ક્રીકેટ મેચ ચાલતી હોય ત્યારે કોઈ બોલર વિકેટ ઝડપે એટલે તરત ન્યુઝ ચેનલવાળા બ્રેકીગ ન્યુઝ ચલાવા માડે છે “ઈશાત શર્માને આફ્રિદીકો આઊટ કીયા” અરે ભાઈ,મેચ ચાલુ થઈ છે તો વિકેટ તો પડવાની જ છે ને..તેમા વળી શૂ બ્રેકીગ ન્યુઝ.પરતુ એવુ પણ નથી કેટલીય ચેનલો બ્રેકીગ ન્યુઝ ની પરીભાષા સમજે છે તેઓ આવા સમાચાર ને ન્યુઝ ફ્લેશના હેડીગ થી દર્શાવે છે.હાલમા અમેરીકાના વિદેશ મત્રી ભારત આવ્યા જ્યારે એરપોર્ટ પર તેમનુ આગમન થયુ કે તરત બધી મોટાભાગની ચેનલઓ ઉપર બ્રેકીગ ન્યુઝ ના પાટીયા લાગ્યા “અમેરીકા કે વિદેશ મત્રી ભારત પહોચે”ચાલો એ વાત સમજ્યા કે વિદેશ મત્રી ભારત આવ્યા તે બ્રેકીગ ન્યુઝ કહેવાય પણ એરપોર્ટ થી તાજ હોટલમા મત્રી સાહિબા પહોચ્યા કે તરત ફરી ન્યુઝ ચેનલ વાળાને સરવળ થઈ ને ફરી ન્યુઝ ચેનલ ઉપર પટ્ટી આવવા લાઈ બ્રેકીગ ન્યુઝ “અમેરીકા કે વિદેશ મત્રી તાજ હોટલ પહોચે” અરે લલવાઓ એર પોર્ટ પરથી તાજ હોટલ જવા નિકળ્યા હતા તો ત્યાજ પહિચે ને હા રસ્તામા તેમનો વિચાર બદલાય ને તે ઓબેરાય હોટલ જતા રહે તો બ્રેકીગ ન્યુઝ કહેવાય કે રસ્તામા તેમની ગાડી બગડે,તેમના પર હુમલો થાય આ બધુ જે આપને જેની કલ્પના નથી કરી શકતા એવુ કાઈ થાય તો તેને બ્રેકીગ ન્યુ ના મથાડા મા બતાવાય ,પણ આતો શુ પહેલી ખબર દર્શકો સુધી પહોચાડવાના જુસ્સામા જે કાઈ હાથમા આવ્યુ તે બતાવી દેવાનુ કે લખી દેવાનૂ શુ આજ આપણા દેશ નુ પત્રકારત્વ છે..? કેટલીક ચેનલોતો  બ્રેકીગ ન્યુઝ નામનુ આખુ બુલેટીન બતાવે છે જેમા એન્કર તરીકે જે તે ચેનલના મુખ્ય એડીટર બેસી  બ્રેકીગ ન્યુઝ ના નામે નાનામા નાના સમાચાર મુકી  બ્રેકીગ ન્યુઝ ની પત્તર રગડી નાખે છે.પરિનામે ખરેખર  બ્રેકીગ ન્યુઝ હોય ત્યારે  દર્શકો  તે જોવાનુ ટાળે છે,”પેલી વાર્તા યાદ છે ને…વાઘ આવ્યો વાઘ આવ્યો ,ને ખરેખર આવે ત્યારે કોઈ બચાવા ના આવે”

સુર્ય ગ્રહણ -(અધ)શ્રધ્ધા અને વિજ્ઞાન


સુર્ય ગ્રહણ થઈ ગયુ છે,કેટલાય લોકોએ સુર્ય ગ્રહણ જોવાનો અદભુત અનુભવ કર્યો ,પરતુ ગુજરાતમા સુરત અને વડોદરામા વાદળ વરસાદ વચ્ચે સુર્ય ગ્રહણનો લાહ્વો લેવાનુ લોકો ચુકી ગયા તેનો બધાને અફસોસ છે.સુર્ય ગ્રહણ કેટલાય લોકો રુઢીચુસ્તો માટે એક -(અધ)શ્રધ્ધા નો વિષય હતો,તો આજના યુગનો આનદ લેતા કેટલાક લોકો માટે અતરિક્ષમા થતો એક ઉત્સવ હતો.
કહેવાય છે,રુઢીચુસ્તો અને જ્યોતિષો ની વાતો ને ધ્યાનમા લઈયે તો સુર્ય ગ્રહણ સમગ્ર વિશ્વ માટે મોતી આફતો લાવશે આ માટે તેઓ આ પહેલા થયેલા યુધ્ધો અને પ્રલયોના સમીકરણો આગળ ધરે છે,કહેછે જ્યારે મહાભારત નુ યુદ્ધ થયુ હતુ ત્યારે પણ આજ પ્રકાર નુ ગ્રહણ થયુ હતુ પણ મારા જ્યોતિષ મિત્રો ને જણાવવુ છે કે,મહાભારત નુ યુધ્ધ પહેલા થયુ હતુ પછી ગ્રહણ થયુ હતુ એટલે એવુ નથી કે ગ્રહણ થાય એટલે વિનાશ તરફ લોકો આગળ આવશે,મારા જ્તયોતિષ મિત્રો ને ખ્યાલ હશે કે મહાભારત ના યુધ્ધમા જ્યારે અભિમન્યુનુ વધ થયુ ત્યારે અર્જુને પ્રતિજ્ઞા લિધી હતી કે હવે પછી સુર્યાસ્ત થાય તે પહેલા કૌરવોની ટોળકીના અસ્વસ્થામા નુ તે વધ કરી દેશે,અર્જુનની આ પ્રતીજ્ઞા ને કારણે કૌરવોએ બિજા દીવસે અસ્વસ્થામા ને સુરક્ષા આપી રણભુમીમા અર્જુનના બાણ થી તેને રક્ષણ આપ્યુ હતુ,દિવસ આથમવામા ગણતરીના કલાકો બાકી હતા પણ અસ્વસ્થામા ને મારવામા અર્જુન નિષ્ફળ હતો,ત્યારે અચાનક આકાશમા અધારુ થઈ ગયુ દિવસ આથમવા મા હજુ તો કેટલીય વાર હતી પણ દિવસના મધ્યમા અધારુ થઈ જતા કૌરવો માની બેઠા કે સુર્યાસ્ત થઈ ગયો ને અસ્વસ્થામાની સુરક્ષામા ઢીલ મુકી કે તરત અર્જુને પોતાના બાણ થી અસ્વસ્થામા નુ વધ કરી દિધૂ ને બીજી બાજુ આકાશમા સુર્ય દેખાવા માડ્યો,અને અર્જુને કહ્યુ જ્યારે આકાશ મા સુર્ય ન હતો તે સમયે સપુર્ણ સુર્ય ગ્રહણ થયુ હતુ,જેને કૌરવોએ સુર્યાસ્ત સમજી લીધો હતો.આ ગટના અગે પહેલા શ્રી ક્રુષ્ણા ભગવાન ને જાણ હતી માટે પહેલાથીજ અસ્વસ્થામા ને મારવા માટે અર્જુન ને આવી પ્રતીજ્ઞા લેવડાવી હતી અને કૌરવો ને ઘેરમાર્ગે દોર્યા હતાઆ વાર્તા અહી લખવાનો હેતુ માત્રઆ એટલો છે કે ગ્રહણ યુધ્ધ પછી થયુ હતુ નહી કે ગ્રહન પછી યુધ્ધ,ગ્રહનને કારણે કૌરવો રુપી રાક્ષસો ને પરાસ્ત કરવામા એક કદમ આગળ વધાયુ હતુ માટે ઈતિહાસ પણ કહે છે કે ગ્રહન ને નકારાત્મક રીતે નહી પણ હકારાત્મક રીતે જોવો,
ખગોળ શાસ્ત્રી અને વૈજ્ઞાનિકો માટે આ કોઈ ઉત્સવ હતો ,માત્ર બે -ત્રણ મિનિટના સુર્ય ગ્રહનને જોવા માટે લોકો દુનીયાભરથી  જ્યા સુર્ય ગ્રહણ સારી રીતે દેખાવાનુ હતુ ત્યા આવી ગયા હતા,બિહાર,ઉત્તર પ્રદેશ સહીત દેશના અન્ય ભાગમા ગ્રહન સુદર રીતે દેખાયુ હતૂ,જ્યારે કેટલાક લોકોએ તો વિમાન ધ્વારા સુર્યગ્રહન માનવાનો લાહ્વો લિધો હતો.

..આખરે મગનકાકાએ બી.ડી પીવાનુ છોડી દીધુ.


કહેવાય છે એક વાર માણસ વ્યસનને રવાઢે ચઢી જાય એટલે તેને પાછો યોગ્ય રસ્તે લાવવો લોઢાના ચણા જેવી વાત કહેવાય,પણ કહેવાય છે ને મન હોય તો માડવે જવાય જો આપણે ખરા દિલથી હાથ ધોઈ કોઈની પાછળ પડી જઈયે તો ભલભલા લોકો ને વ્યસનથી છુટકારો આપી સકીયે છે,આમ મગનકાકા ની પાછળ મણીકાકી હાથ ધોઈ પાછળ પડ્યા કે,મગનકાકાને બી.ડી નુ વ્યસન છોડ્યા સિવાય છુટકો ન હતૉ,બન્યુ એમ  કે,મગનકાકા ને બી.ડી પિવાની ટેવ મણીકાકી કેટલુય કે,ડોક્ટર કેટલુય કે પણ મગનકાકાના પેટનુ પાણી ના હાલે તે તો પોતાની મસ્તીમા દરોજ બે ત્રણ બી.ડી ના પેકેટ ફુકી નાખે…! પરિનામે મહીને મહીને દવાખાનાના ચક્કર લગાવા પડે હોસ્પીટલમા દાખલ થવ પડે પૈસાના ધુમાળા છતાય નક્કર પરિનામ ન આવે,આખરે એક દિવસ ડોક્ટરે મણીકાકી ને કહ્યુ કે મગનકાકાને કોઈ પણ હિસાબે બી.ડી બધ કરાવો નીતો મારા હાથમા થી કેસ છટકી જશે પછી મને દોષના દેતા.આટલી બધી ઘભીરતા પણ મગનકાકા તો બસ એકજ રટણ કરે “મારે તો હુ ભલો ને મારી બી.ડી”મણીકાકી એ  મગનકાકાને બી.ડી છોડાવવા પોતાનાથી થતા બધા પ્રયત્નો  કર્યા ભુવા,દવાખાના સહીત તેમના મિત્રોની પણ મદદ લીધી પણ મગનકાકા એક ના બે ન થયા.છેવટે એક દિવસ મણીકાકીના મગજમા એક વિચાર આવ્યો ,મણીકાકીને થયુ લાવ જેવા સાથે તેવા થવા દે થોડાજ દિવસમા સિધાદોર થઈ જશે ,હવે પોતાના નવાવિચાર મુજબ મણીકાકીએ પોતાનુ આચરન શરુ કર્યુ,જ્યારે જ્યારે મગનકાકા બી.ડી પીવે ત્યારે મણીકાકી પણ પોતાની બે આગળી વચ્ચે બી.ડી મુકી કશ મારે,આ જોઈ મગનકાકા ગિન્નાયા તેઓ મણીકાકી પર તાળુક્યા “શુ કરે છે તુ..ભાણ છે તને આ ઉમરે તારે બી.ડી પીવાના ચસ્કા થાય છે થૉડી પણ લાજ સરમ છે કે નહી”બસ આટલુ બોલ્યાને મણીકાકીએ તમની વાત તોડી કહ્યુ “જોવો તમે જેટલી બી.ડી પિશો તેટલી હુ પણ પીશ” બસ પછી શૂ મગનકાકા સમજી ગયા ને તેમની પાસે પડેલી બી.ડી ખિસ્સા માથી કાઢી ને બારી માથી બહાર ફેકી ત્યાર ની ઘડી ને આજ નો દીવસ આજ દિન સુધી મગનકાકા ને મણીકાકી બી.ડી ને અડ્યા પણ નથી..!

સચ કા સામના


 

સ્ટાર પ્લસ ચેનલ ઉપર પ્રસારીત થતો સચ કા સામના કાર્યક્રમ હાલમા ખુબ ચર્ચાઓ થઈ રહી છે,દેશભરમા ગલી મોહલ્લાથી માડી ન્યુઝ ચેનલ વાળા પણ સચ કા સામના ની ચર્ચા કરી રહ્યા છે,ત્યારે આ કાર્યક્રમ મા આવતા સ્પર્ધકોની ચોફેર પ્રસશા થઈ રહી છે,પણ શુ ચાર ઘડી ની પ્રસસા માટે વર્શો જુના સબધો દાવ પર લાગાવવા યોગ્ય છે…? વિનોદ કામ્બ્લી અને સચીન ટેન્ડુલકર ની મિત્રતાની લોકો પ્રસશા કરતા હતા,પણ સચ કા સામનામા વિનોદ કાબ્લીએ સચ નો સામનો કરી શૂ મેળ્વ્યુ થૉડા રુપિયા અને પબ્લિસીટી પણ સામે સચીન ટેન્ડુલકર જેવા મિત્ર સાથે ના સબધમા તીરાડ ( જો કે સચીન આ અગે કશૂ બોલ્યો નથી,અને બોલવા નો પણ નથી)પણ મનમા બધાને થાય એ પણ સત્ય છે,આપણી સાથે આપણા જીવનમા જે પણ કાઈ થાય છે તેના માટે મોટાભાગે આપણે જાતે જવાબદાર હોઈ યે છે ,આપની નિષ્ફળતા નુ ઠીકરુ બિજા ઉપર ફોડવુ કેટલુ યોગ્ય છે..? જો વિનોડ કાબ્લી ક્રિકેટ ની કારકિદી બનાવવા મા નિષ્ફળ નિવડ્યો તો,તેના માટે તે પોતે સપુર્ણ રીતે જવાબદાર છે,આ મા સચીન કાઈ કરી સકતો હતો પણ તેને કાઈ કર્યુ નહી તેવુ વિધાન ઉચ્ચારી માત્ર સચીન ની નહી પરતુ મિત્રતાની ઠેકડી ઉડાવી છે,મને નથી લાગતુ કે દુનીયા ના બધા લોકો પોતાના મિત્રો સાથે સપુર્ણ રીતે ખુશ છે ,મને લાગે છે કે બધા સાચુ બોલસે તો કોઈ નો કોઈ મિત્ર નહી હોય,સચ કા સામના મા પોલીગ્રાફિક ટેસ્ટ કરવામા આવે છે પછી જાહેરમા પ્રસ્ન પુછવા મા આવે છે..પણ તમે જાણો છો કેટલાય પ્રસ્નો એવા છે કે જેનો હા ક્સ ના મા જવાબ આપ્વો સક્ય જ નથી ,દા.ત તમને તમારા પુત્ર કરતા તમારી પુત્રી વધુ પસદ છે..? હા કે ના ….? આ સમયે તમે શુ કહેશો..? મા બાપ માટે પુત્ર કે પુત્રી બન્ને સરખુ મહત્વ ધરાવતા હોય છે,આવા પ્રસ્નો નો ,હા કે ના મા જવાબ આપવો યોગ્ય નથી પણ જ્યારે આવા પ્રસ્નો નો તમે જવાબ આપો ત્યારે એક તરફ ખીણ ને બિજી તરફ કુવા જેવી પરિસ્થીતી માથી પસાર થવૂ પડે છે.હાલ મા એક મહિલા સચ કા સામના કાર્યક્રમમા આવી હતી તેને પુછવા મા આવ્યુ કે ,તમને લાગે છે કે તમારી માતા તમારા પુત્રો કરતા,તમારા ભાઈના પુત્રને વધારે વ્હાલ કરે છે..? ત્યારે આ મહિલા એ “હા” મા જવાબ આપ્યો અને તેમનો પોલીગ્રાફીક ટેસ્ટમા પણ જવાબ “હા”જ આવતો હતો ત્યારે અહીયા ખાસ લખવાનુ મન થાય છે કે આ મહીલાએ “હા” જવાબ આપી દિધૉ પછી તરત તેની આખમા આશુ આવી ગયા હતા, આ સમયે તેની માતા પણ તેની સાથે હાજર હતી તે પણ પોતા ના આશુ રોકી સકી ન હતી ,અને તે પણ સ્વભાવીક છે કે તે મહિલા પોતાના સાસરે હોય અને તેના ભાઈના છોકરા તેની માતા સાથે સયુક્ત કુટુબમા રહેતા હોય જે થી તે મહીલાના બાળકો કરતા તેના ભાઈ ના બાળકો પ્રત્યે તેની માતા ને થોડો વધુ લગાવ હોય જ તેમા સચ કા સામના જેવુ કાઈ નથી…પછી આ મહીલાને પુછવામા આવ્યુ કે તમારા પતી ને ખબર ના પડે તેની તમને ચોક્ક્સ ખબર હોય તો તમે તમારી મરજી થી કોઈ પુરુષ સાથે સારિરીક સબધ બાધશો…? આ મહિલાએ સહેજ પણ મોડુ કર્યા વગર પોતાનો જવાબ “ના” મા આપ્યો..પણ પોલિગ્રાફીક ટેસ્ટ સમયે આ પ્રસ્નનો ઉત્તર “હા” આવ્યો હતો જે જાણી મહીલા સહીત તેના પતી અને અન્ય પરીવાર ના સભ્યો આવાક થઈ ગયા થોડા સમય માટે સેટ ઉપર શાતિ પ્રસરી  ગઈ અને આ મહીલા ના મોમા થી “વ્હોટ રબીશ ઇસ ધીસ,ધીસ ઈસ રોગ..આઈ કાન્ટ ડુ ધીસ” વાક્ય સરી પડ્યુ ,આ સમયે એન્કર તેમને દિલાસો આપે છે કે,કેટલા સમયે આપણે જે કાઈ કરવા માગીયે છે તેના થી આપણુ સરીસ સમત નથી હોતુ જેના કારણે તમારો આ સવાલ ખોટો પદ્યો છે,પણ આ સમયે હુ કહેવા માગિશ કે દુનિયામા કોઈ પણ સ્ત્રી એવી નહી હોય કે જેને પોતાના પતી સિવાય અન્ય પુરુસ સાથે સારિરીક સબધ બાધવાનુ નહી વિચાર્યુ હોય્..કે કોઈ પુરુષ એવો નહી હોય કે જેને પોતાની પત્ની સિવાય અન્ય સ્ત્રી સાથે સારિરીક સબધ બાધવાનુ નહી વિચાર્યુ હોય..અહી હુ સ્પષ્ટ કરવા માગુ છુ કે ,મારો કહેવાનો મતલબ એ નથી કે બધા પતી પત્ની ચારિત્રહિન હોય છે,પણ એ કહેવા માગુ છુ કે,કોઈ સ્ત્રી કે પુરુષ જ્યારે ટી.વી જોવે છે ત્યારે ટી.વી મા કોઈ એવો સીન આવે કે જેમા કોઈ હીરો કે હીરોઈન બોલ્ડ દ્રશ્ય આપતી કે આપતો હોય ત્યારે તે બધાના મન મા જે તે હીરો હીરોઈન સાથૅ સારીરીક સબધ બાધવાની કાલ્પનીકતા કે ભાવના જન્મે છે જે સ્વભાવિક છે,આવીજ રીતે તે મહીલા ને પણ ક્યારે આવો વિચાર આવ્યો હોય તે શ્ક્ય છે માટે પોલિગ્રાફીક ટેસ્ટમા કાઈ અલગ ચિત્ર આવે તે વ્યાજબી છે એનો મતલબ એ નથી કે તે પોતાના પતી પ્રત્યે બેવફા છે..સચ કા સામના મા જો ખરેખર દુધ નુ દુધ ને પાણી નુ પાણી કરવુ હોય તો પ્રશ્નો પુછવામા આવે ત્યારે માત્ર “હા” કે “ના” મા જવાબ આવે તેવા નહી પણ વિસ્ત્રુત પ્રસ્નોત્તરી કરવામા આવે તે યોગ્ય કહેવાશે.

બાળ કલાકાર અને બાળ મજુર વચ્ચે ભેદભાવ શા માટે..?


બાળ મજૂર

બાળ મજૂર

બાળ કલાકાર

બાળ કલાકાર

આજે આપણે જોઈયે છે કે,સમાજમા બાળ મજુરો વધતા જાય છે,સરકાર આ પ્રત્યે વધુને વધુ સજાક થાય તે ખુબ જરુરી છે,બાળ મજુરોને શીક્ષણ આપવા માટે સરકાર કેટલીય યોજના અમલમા મુકે છે પરતુ તેનો પુરતા પ્રમાણ મા ઉપયોગ કેમ નથી થતો તેના કારણો સોધવાની ખાસ જરુરિયાત હોય તેમ લાગી રહ્યુ છે.આજે આપણે જોઈયે છે કે,ચા ની કીટલી,નાની હોટલો અને લારીઓ પર બાળ મજુરો મોટા પ્રમાણમા જોવા મળે છે જ્યારે તત્રના કેટલાય અધીકારીઓ પોતે સક્રીય છે તેમ બતાવવા માટે જુદા જુદા ગામ કે શહેરોમા દરોડા પાડી બાળ મજુરોને પકડે એ અને સમાજ સુરક્ષા ખાતાની દેખરેખ હેઠળ તેઓના પુનરવાસની વાતો કરે છે જ્યારે કેટલા કીસ્સામા કેટલીક સમાજ સેવાની સસ્થાને તેઓના વિકાસ માટે પગલા ભરવા કહેવાય છે.પણ એ નથી સમજાતુ કે ગરીબ બાળકોને જ કામ કરતા કેમ રોકવામા આવે છે..? સમાજ ના ઠેકેદારો એ ક્યારે એ વિચાર્યુ છે કે આ બાળકો ને મજુરી કરવાની કેમ ફરજ પડે છે..? જો તેના મુળ સુધી પહોચવા મા સરકાર કે સમાજના ઠેકેદારો સફળ થાય તો સમાજ માથી બાળ મજુરી નુ દુશન દુર થાય તેમ છે,બિજુ કે આજે આપણે ટી.વી સિરીયલ કે પછી ફિલ્મો મા કેટલાય બાળકલાકારો ને જોઈયે છે તો શુ બાળ કલાકાર પણ સુધરેલા બાળ મજુરો નથી ,કેમ આ લોકો માટે જુદો માપ દડ અને બાળ મજુરો માટે જુદો માપ દડ અપનાવામા આવે એ..?જો ગરીબ બાળકો કામ કરી પોતાના મા-બાપ ને આર્થીક રીતે મદદ રુપ થતા હોય તો તેમા સરકાર નુ શુ જાય છે..? અને હા આ લોકો ના શિક્ષણની ખરેખર સરકારને ચિન્તા હોય તો તે માટે કોઈ અસરકારક પગલા કેમ નથી લેવાતા…? જો બાળ કલાકારો ફિલ્મ કે સિરિયલમા કામ કરી ને પૈસા કમાઈ સકે તો ગરીબ બાળકો ચા ની લારી કે હોટલ રેસ્તટોરટમા કેમ પૈસા ન કમાઈ સકે..?બાળ કલાકાર અને બાળ મજુર વચ્ચે ભેદભાવ શા માટે..?

એક મહાન લેખક-પત્રકાર ને કરેલી “ટિપ્પણી ના અનુભવો-૨”


– એક મહાન લેખક પત્રકારે પોતાની વેબસાઈટ (બ્લોગ નહી હો..આ તો પૈસા ખર્ચી વેબ સાઈટ બનાવે છે,તેમને મફતિયુ ના ખપે..!) પર એક ટોપિક લખ્યો છે “બ્લોગ જગતના મફતિયા પરા”તેમા તેઓએ લખ્યુ છે કે,(તેમનુ લખેલુ હુ અહિયા નથી લખતો નીતો પાછો કોપી રાઈટ ના લફડામા પડીશ એટલે તેમના કહેવાનો ભાવાર્થ હુ લખુ છું)
“આ મોટા મહાશય કહેવા માગે છે,કે બ્લોગ જગતમા બધા પોતાને લખતા આવડે છે તેમ સમજીને બ્લોગ લખવા માડે છે…(તેમને પણ એવુ જ લાગે છે એટલે તેમનૅ પણ બ્લોગ જગતમા પોતાનુ નસિબ અજ્માવ્યુ),
 
(આ મહાશય ને હુ કહેવા માગુ છુ કે,મને કે બિજા બધાને લખતા આવડે છે કે નહી તે વાચકો નક્કી કરશે ,તમને સરસ લખતા આવડે છે તે બડલ અભીનદન)
– વધૂ મા તેમની હા.મા હા કરનાર કોઈ અન્ય લેખક (?) કહે છે કે..ગામમા ના છેવાડે જેમ ખાલી જગ્યામા લોકો પોતાનો કબ્જો જમાવી ઝુપડ્ડપટ્ટી બનાવી “મફતિયાપરા”ગામ ઉભૂ કરી દે છે…તેમ બ્લોગ જગતમા પણ લોકો મફત બ્લોગ બનાવી બ્લોગ જગતને “મફતિયાપુરા”બનાવી દિધૂ છે…
 
(આ બન્ને મહાશય ને હુ જનાવા માગુ છુ કે,ઈન્ટરનેટ ઉપર કેટલીય સેવા છે જેનો તમે પણ મફત ઉપયોગ કરો છો.દા.ત-ઈ-મેલ સેવા ,જો તમારી જાતને બહુ મહાન માનતા હોવ તો દરેક ઈ-મેલ ની મફત સેવા લેવાનુ હમનાથી જ બધ કરી દો…બિજુ કે,મારી પાસે ફોગટના પૈસા નથી કે મે કોઈના પૈસા ઘાલી જઈ મારા ખીસ્સા ભર્યા નથી..જેથી આવા પૈસા ખર્ચ કરવાનુ મને પોસાય તેમ નથી,હા એ વાત અલગ છે કે કોઈ સ્કીમ કાઢી લોકો ના પૈસા હઝમ કરી આવા શોખ પુરા કરવા હુ વેબ સાઈટ બનાવુ..)

– આ મહાશય તેમ પણ કહે છે કે,બ્લોગ જગતમા કેટલાય મહાશયો એવા છે કે મોટા મોટા લેખો લખે છે પણ કોઈ તેમના લેખો પર કોમેન્ટ નથી કરતુ અને મોટા ભાગના લોકો ઉઠાતરી કરેલા લેખો કોપીરાઈટ ની પરવા કર્યા વીના પોતાના બ્લોગ પર ઠોકી બેસાડતા હોય છે..

(અરે સાહેબ,પહેલા તો તમે બધાના લેખ વાચો છો તે બદલ આભાર,બીજુ કે જો તમને લાગે કે કોઈ પોતાના બ્લોગ પર બિજાના કે તમારા લેખની કોપી કરે છે તો તે ને ચેતવની આપો અને જે તે લેખ દુર કરવાનુ કહો , જો ના માને તો તેમનો બ્લોગ તમે બધ પણ કરાવી સકો છો આ અગે તમને વધારે માહીતી જોઈયે તો મારા એક મિત્ર (અજાણ્યા) વિનય ખત્રી નો સપર્ક કરી સકો છો,તેમનુ ઈ-મેલ આડી જોઈયે તો મને કે જો..બીજુ કે કોઈના લેખ પર કોઈ કોમેન્ટ કરે કે ના પણ કરે તેમા તમારે શુ…)

– વધૂમા બ્લોગ જગતમા પોતાની ગઝલ,શાયરી અને કાવ્યો લખી ને મુકે છે તેમને આ મહાશય કહે છે કે ,આ બધા પોતાની જાતને મુકેશ,કિશોર કે લત્તા મગેશકર સમજે છે,પણ હકીકતમા આ લોકો કે જે બ્લોગ જગતમા ગઝલ,કાવ્યો કે શાયરી લખે છે તે બાથરુમ સિગર છે અને બાથરુમ સિગરના ગિતો રેકોર્ડ થતા નથી કે રીલિઝ થતા નથી..

(તો…ભાઈ શ્રી તમને અહિયા ખાસ જણાવતા આનદ થાય છે કે,લત્તા મગેશકર,કિશોર કે પછી મુકેશે પણ બાથરુમ સિગર શામે ક્યારેય વાધો ઉથાવ્યો નથી ,તો બ્લોગ જગત મા પોતાની હુન્નર બતાવતા લોકોની સામે આગળી ઉઠાવો તે કેટલૂ વ્યાજબી છે…?)

-આજ પોસ્ટ મા આ મહાશયે તેમના કોઈ મિત્રના બ્લોગ માથી ઉઠાતરી કરેલ સનેડો મુક્યો છે.આ સનેડો બ્લોગ જગતમા વિહાર કરતા ૯૦ થી ૯૫ ટકા લોકોને માટે છે

( આ બન્ને મહાશય ને જણાવાનુ કે ,હુ  તો બ્લોગ જગતમા નવા નિશાળીયો છુ તમારા સનેડા અગે ટિપ્પણી ફરિ ક્યારે કરીશ,(જ્યારે મને સનેડો લખતા આવડષે ત્યારે)પણ અહિયા હુ એક વાત ચોક્કસ કહીશ કે,લખવાનો ઈજારો માત્ર લેખકો નો નથી,વાચકો ને પણ લખવાનુ મન થાય અને જો કોઈ બરાબર ન લખતુ હોય તો સારા લેખક તરીકે જે તે લખનાર ને તમારે માર્ગદરશન આપવુ જોઈયે ..આમ લોકો ને નીચા કરી પોતે ઉચા રહેવુ સારી વાત નથી)

નોધ- આ પોસ્ટ લખવાનો હેતુ માત્ર એટલો જ છે કે જે તે લેખક ને તેમના આ “મફતિયાપુરા”વાળા લેખ ઉપર કરેલ કોમેન્ટ તેમને સ્વિકારી નથી ..ખેર. એ  તેમની મરજી ની વાત છે પણ “મારે પણ મારા મફતિયા બ્લોગ પર જે કાઈ લખવુ હોય તે પણ મારી મરજી ની વાત છે..!

એક મહાન પત્રકાર-લેખક ને કરેલી “ટિપ્પણી નો અનુભવો”-૧


એક મહાન લેખક-પત્રકાર ને નકારાત્મક ટિપ્પ્ણી કેમ પચતી નથી…! માત્ર સફળતા અને પ્રસિદ્ધીના ભુખ્યા એક લેખક પત્રકાર એવા છે કે,તેમને તેમના વિશે કરેલ નકારાત્મક ટિપ્પણી તેમને પચતી નથી અને જો તમે સકારાત્મક ટિપ્પણી કરો તો ફટ લઈને તેને આવકારે છે..! હા..છેલ્લા બે દિવસ થી હું એક કહેવાતા મહાન લેખક-પત્રકારની વેબ સાઈટ ((આ લેખકો વેબ સાઈટ પર લખે છે,દ્મારી જેમ મફતીયા બ્લોગ નથી લખતા)) તેમનો બહુ ચર્ચીત પ્રકરણ વાચી રહ્યો હતો આ અંગે મને જે કાંઈ લાગ્યુ તે કોમેન્ટ કરી તેમને જણાવ્યુ હતૂ પણ વિચારવાની બાબત એ છે કે, મે કરેલી કોમેન્ટ સાથૅ ચેડા કરી તેઓએ કોમેન્ટ એક્સેપ્ટ કરી એટલે કે,મે જે ઓરીજીનલ કોમેન્ટ કરી હતી તેનો સારો ભાગ રેહવા દિધો ને બાકી નો ડીલીટ કરી નાખ્યો.
ખરેખર આ વ્યાજબી નથી મારો તેઓના પ્રત્યે જે અભિપ્રાય હતો તે સ્પષ્ટ રીતે તેઓએ સ્વિકાર્યો નહી. ખેર સફળતા નો નશૉ કેટલાક લોકોને એટલો બધૉ ચઢી જાય છે કે,પોતો જે મોરચે નિષ્ફળ છે , તે વિશે કાઈ દેખાતુ નથી..! તેઓને પોતાના સારા પાસા જમા કર્યા પણ જે મને સારા ના લાગ્યા તે પાસા અગે મે તેમને મારી કોમેન્ટ ધ્વારા જાણ કરી જે તેઓ એ ના મંજુર કરી કર્યા
 “આ પોસ્ટ અહી મુકવાનો મારો હેતુ માત્ર એટલો છે કે મારી કોમેન્ટ ધ્વારા જે તે લેખક ને મે તેમના લેખ વિશે મારો અભિપ્રાય આપ્યો હતો ,જે તેમને અધુરો મજુર કર્યો જો,તેમને મારી કોમેન્ટ મજુર કરવી હતી તો આખી કરવી જોઈયે નહી તો આખી નામજુર કરવી જોઈયે તેમને આવુ ન કર્યુ એટલે મારે આ પોસ્ટ રજુ કરવી પડી“

 

 

અનામત પ્રથા અગે પુનઃ વિચાર કરવો જરુરી..


આપણા દેશમા કોલેજ શાળા અને સરકારી નોકરીયો માટે પછાત વર્ગ ના લોકો માટે ખાસ અનામત રાખવામા આવે છે.જેના કારણે ઉજળીયાત જાતીના લોકોના વિકાસની તકો રુધાઈ જતી હોય તેમ લાગી રહ્યુ છે,ત્યારે ખરેખર હાલના તબક્કે જ્યારે દેશમા મજ્બુત અને સ્થીર સરકાર કામ કરી રહી છે ત્યારે અનામત પ્રથા અગે પુનઃ વિચાર કરવો જરુરી હોય તેમ લાગી રહ્યુ છે.અનામત પ્રથાને કારણે ઉજળીયાત વર્ગ ના વિધાર્થીઓ રિતસર નાસીપાસ થાય છે,પરિનામે દેશનુ ભવિસ્ય કહેવાતા વિધ્યાર્થીઓ દેશ બહાર એટલે કે અમેરિકા,કેનેડા જવા માટે પ્રેરાય છે..ત્યારે બિજી બાજુ દેશનો ભાર લઈને ફરતા લોકો આવા વિધારથીઓ ને પોતાની આવડત અને ગ્યાન નો બિજા દેશ ને નહી પરતુ પોતાનાજ દેશને આપવા સલાહ આપે છે.પરતુ શુ આપણા દેશમા અનામત પ્રથા હોવાને કારણે હોસીયાર અને આવડત વાળા વિધાર્થીઓની કેવી હાલત થાય છે,તેના થી શુ દેશના રખેવાળો અવગત છે..? બે વિધાર્થીઓ દશમા કે બારમા ધોરણમા એક સરખા ટકા લાવે તેમ છતા પછાત જાતીના વિધાર્થીઓને ઉમદા તકો મળે અને હોશીયાર હોવા છતા પણ ઉજળીયાત જાતીના વિધાર્થીઓ ને જે લાભ પછાત જાતી ના વિધાર્થી ને મળે તે મળતા નથી જે કેટલા અશે વ્યાજબી છે,જો દેશ નુ યુવાધન વિદેશમા જતુ અટકાવુ હોય તો,વોટબેકની રાજનીતી થી દુર થઈ અનામત પ્રથા અગે પુન વિચાર કરવો રહ્યો…

મારા ઈન્ટરનેટ ના અનુભવો…


ઈન્ટરનેટનો સૌપ્રથમ ઊપયોગ સરુ કર્યો,ત્યારે માત્ર ઈ-મેલની આપ-લે કરવો મુખ્ય હેતુ હતો,ધીમે ધીમે જેમ જેમ ઈન્ટરનેટનો વપરાશ કરવનુ વધવા લાગ્યુ. હવે ઈન્ટરનેટ પર માત્ર ઈ-મેલ નહી પણ અન્ય રીતે પણ ઉપયોગ કરવા લાગ્યો..શરૂ શરૂ માં તો નેટ પર યાહુ મેસેન્જર થી ગપસપ કરવાની મઝા આવતી હતી,પરતુ સમય જતા જતા આ બધુ કંટાળા જનક લાગવા માળ્યુ,પછી એ દિવસ પિતરાઈ ભાઈએ  ઓરકુટ અગે વાત કરી પરતુ ત દિવસો મા ઓરકુટ વીશૅ પેપરો મા ગમેતેવા  આર્ટિકલ આવતા હતા જે થી ઓર્કુટ ની અવગણના કરી,છતા પણ ને ઉપર માત્ર ઈ-મેલ અને ગપસપ કરવાના નિત્યક્રમ થી કટાળો આવતો હતો, જેથી ઈન્ટરનેટ ઉપર હવે ,સમાચાર પત્રો,તેમજ જુદા જુદા મેગેઝિન વાચવા ના શરુ કર્યા..આ અનુભવ ખુબજ રોમાચથી ભરપુર હતો,આ તબ્ક્કો એવો હતો કે જ્યારે ખરેખર ઈન્ટરનેટ માહિતીનો ભડાર છે જેનો મને અહેસાસ થયો.આમ પણ પહેલેથી પેપર અને મેગેઝિન વાચવાનો શોખ અને નેટ પર ઈચ્છા મુજબ જે વાચવુ હોય તે મળી જાય એટલે આપણે તો જલસા પડી ગયા..! આ સમયે જ્યારે ઈન્ટરનેટ પર હુ બધોજ આનદ મેળવુ છુ તેમ લાગવા માળ્યુ . નેટ પર પેપરો વાચવા ને મેગેઝિન વાચવા નુ પણ નિત્ય ચાલુ કરી દિધૂ ..પરતુ જેમ જેમ સમય જતો તેમ તેમ કાઈ નવુ કરવાની ઝ્ખના થવા લાગી એક દિવસ નવરો બેઠો હતો ,નેટ પર પેપરો વાચી લિધા હતા,ચેટીગ કરવાનો કટાળો આવતો હતો ત્યારે નેટની સફર પુરી થઈ ગઈ હોય તેમ લાગવા માળ્યુ…આ સમયે મારા પિતરાઈ ભાઈએ કહેલ ઓરકુટ યાદ આવ્યુ મન મા થયુ લાવ એક ડોકિયુ ઓરકુટ મા પણ કરી જોવુ ,આમ તો પહેલા થી ઓર્કુટને લઈને નકારાત્મક વિચારો મારા મનમા ફર્યા કરતા હતા છતા પણ કાઈ નવુ કરવાની ઝખનાને કારણે ઓર્કુટમા એકાઊન્ટ ખોલી નાખ્યુ..પહેલા તો માત્ર જરુરી હોય તેવીજ માહિતી અપલોડ કરી..ઓર્કુટનો સફર ચાલુ કર્યો …થોડા દિવસો મા તો ઓર્કુટ નો હુ બધાની થઈ ગયો..ઓરકુટ જાણે નેટુ ઉપર મારા માટે આશીર્વાદ બની ગયુ હોય તેમ લાગ્યુ,માર કેટલાય મિત્રો કે જેમને શાળા ના દિવસો પછી હુ મળ્યો ન હતો,તે ઓ મને ઓર્કુટમા મળી ગયા અમે ખુબ મઝાની વાતો કરી…પછી તો જાણે નેટ પર માત્ર ઓર્કુટ હોય લેમ લાગવા માળ્યુ ,આ તબ્ક્કો એવો હતો કે નેટ ઉપર  ન્યુઝ પેપર વાચવાના પણ બધ કરી દિધા હતા. ઘરે સવારે છાપુ વાચી ઓફિસમા આવતો ને છાપા વાચવા જે સમય વાપરતો તે નો ઉપયોગ ઓર્કુટ પર કરવા લાગ્યો,જો ખરેખર ઓર્કુટનો પિઝિટીવ ઉપયોગ થાય તો ઓરકુટ આશીર્વાદ સમાન છે હુ ઓર્કુટ પ્રત્યે એટલો બધો પોસિટિવ થઈ ગયો કે ઓરકુટ અંગે એક લેખ પણ લખી અમારી સ્થાણીક સંદેસની આવૃત્તિ મા પ્રસિધ્ધ કર્યો … (આ લેખ વાંચવા અહિયા ક્લિક કરો.)
ઓર્કુટમા છાપા-ન્યુઝ પેપર કોમ્યુનીટીમા જોડાય પછી કેટલાય છાપા અને મેગેઝિનના પત્રકારો સાથે સંપર્ક થયો. જેઓ સાથે ચર્ચા વિચારણા કરવાની મઝા આવી,આ કોમ્યુનિટિમા ખુબજ સુદર ટોપિકો ચર્ચા કરવામા આવે છે,આ કોમ્યુનીટીને જ્યારે એક વર્ષ પુર્ન થયુ ત્યારે કોમ્યુનિટીના સચાલકો અને સભ્યો એ ભેગા મળી કોમ્યુનિટીને એક મેગેઝિનની ભેટ આપી. ઓરકુટની સફર હજુ પણ યથાવત છે પરતુ પહેલા કરતા સિમિત થઈ ગઈ છે,ખાખાખોળાની જગ્યા એ કામપુરતા લોકો ને હાય હેલ્લો ને મારી પ્રિય છાપા કોમ્યુનીટીમા થતી ચર્ચાઓ પુરતી સિમિત છે,આ કોમ્યુનીટીના માધ્યમથી બ્લોગ જગતમા પણ ડોકિયુ કરવાનુ મન થયુ જેના પરિણામે આજે આ સ્વરૂપે હુ તમારા સુધી પોહચી ગયો છુ. હાલમા હુ બ્લોગ જગત મા પા.પા..પગલી કરી રહ્યો છુ ,તેના વીશે હજુ બહુ લખી સકાય તેમ નથી પણ હા ચોક્ક્સ કહેવાનુ મન થાય છે કે બ્લોગ જગત મા ઠરીઠામ થવા માટે મારા અજાણ્યા મિત્ર વિનય ખત્રીનો ખુબ ખુબ આભાર…
(અધુરુ)

હકક ની વાતો કરનારા ફરજ કેમ ચુકે છે..?


જળ વગરના નળ…!

Without.water

Without.water

હાલમા મેઘરાજાના ગુજરાતમા રીસામણા દેખાઈ રહ્યા,ઠેર ઠેર પાણી માટે વલખા મારતી મહિલાઓ પાણીના પોકાર પાડી રહી છે, પાણી ની તંગીને લઈ વિવિધ વિસ્તારમા રાજકીય દિગ્ગજો પણ મેદાન મા ઉતરી પડ્યા છે,પોતાના વિસ્તારની મહીલાઓ ને લઈ આ રાજકીય તત્વો જે તે પાલિકામા શાસકોને લપેટમા લેવાનુ ચુકતા નથી,એ વાત સત્ય છે કે,પાણી વગર લોકોનુ જીવન અંધકારમય બની જાય છે,હાલ અમારા ગામ ઊમરેઠમા એક વિસ્તારની મહિલાઓ એક-બે દિવસ પાણી ન આવ્યુ એટલે પાલિકા ભવનમા હલ્લા બોલ કર્યક્રમ કરી દિધૉ ને પોતાને પાણી મેળવવાનો હક્ક છે ની પોકાર પાડવા લાગ્યા પણ શું આ મહીલાઓ ને હકકના જ્ઞાન સાથૅ ફરજો નું પણ  જ્ઞાન છે…? આપણે જેટલી ઊગ્રતાથી આપણા હકક માગીયે છે તેટલી ચીવટતાથી આપણી ફરજ અદા કરીયે છે..? તે વિચાર આપણે જાતે કરવાનો છે..! અને હા પાલિકામાં કેટલો ટેક્ષ આપણે પ્યો છે તે પણ ક્યારે વિચારીયે છે…? ઉપર તમે જે જળ વિનાનો નળ જોયો તેની એક બીજી બાજુ પણ છે આવો તે અંગે જોઈયે.      

જળ વેળફતા નળ..

with.water
with.water

બધા દિવસ સરખા નથી હોતા,કોઈ દિવસ રિપેરીગ કે પછી અન્ય કારણૉ સર પાલીકા તત્ર પાણીનો પુરવઠો આપવામા નિષ્ફળ નિવળે છે,ત્યારે રાજકિય હુસાતુસી ને કારણે અને કોઈની ચઢોવણીથી મહિલાઓ પાલિકા તત્ર ઉપર ફિટકાર વરસાવે તે વ્યાજબી નથી,જ્યારે પાણી પુરતા પ્રમાણ મા મળે છે ત્યારે પાલીકા નો આભાર તમે માણ્યો છે..?જો ના માણ્યો હોય તો તેમને ધીક્કારવનો પણ તમને હક્ક નથી..!ઉપર તસવીરમા પાણી છુટથી મળે છે ત્યારે આપણે તેનો કેવો દુર ઊપયોગ કરીયે છે તે સ્પસ્ટ પણે દેખાઈ આવે છે.બાકી તસવીર ઘણૂ બધૂ કહી જાય છે.

%d bloggers like this: