આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: June 2018

ઉમરેઠ – ખેડૂતો દ્વારા ક્રોપલોન માફ કરવ મામલતદારને આવેદન સુપ્રત કરવામાં આવ્યું.


khedut01.jpg

આજે ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે નગરના ખેડૂતો દ્વારા મામલતદારશ્રીને ખેડુત ધિરાણ ક્રોપલોન માફ કરવા માટે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતુ. આ સમયે ઉમરેઠના ખેડૂતો હાજર રહ્યા હતા અને મામલતદારશ્રીને પોતાની વ્યથા અંગે રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં ખેડૂતોએ ઉલ્લેખ કર્યો હતો કે પ્રવર્તમાન પરિસ્થિતિમાં વરસાદ પાછો ખેંચાય છે તેમજ ખેડૂતોને ખેત કામમાં કોઈ પ્રોત્સાહન મળતુ નથી તેઓને અપુરતી ક્રોપલોન મળે છે જેને પગલે શરાફી પેઢી માંથી ઉંચા વ્યાજે પૈસા મેળવી ખેતી કરે છે. ઉપર થી તમાકુ સહીત શાક-ભાજી કેળા,કપાસ જેવા પાકોના ભાવ પણ વ્યવસ્થિત મળતા નથી જેને પગલે ખેડૂત દેવાદાર બનતો જાય છે, આવી પ્રવર્તમાન વિકટ પરિસ્થિતિને અનુલક્ષીને હાલમાં ખેડૂતોએ લીધેલ ધિરાણ સરકારશ્રી માફ કરે તે અંગે ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહી ઉમરેઠ તાલુકા મામલતદારશ્રીને આવેદન પત્ર સુપ્રત કર્યું હતુ જેને મામલતદારશ્રીએ સ્વીકારી તેઓની રજૂઆત આગળ મોકલી આપવા સકારાત્મકતા દાખવી હતી. ઉલ્લેખનીય છે કે સમગ્ર ચરોતર માં તમાકુનો પાક ખેડૂતોની પ્રાથમિકતા છે આ ઉપરાંત ખેડૂતો શાકભાજી સહીત અન્ય ખેટી પણ કરે છે ખેડૂતોના મતે પ્રવર્તમાન પરીસ્થીતીમાં પાકના જોઈયે તેવા ભાવ મળતા નથી જેને પગલે ખેડૂતો ઉપર આર્થિક ભારણ વધવા પામે છે જેથી સરકારશ્રી આ અંગે યોગ્ય ઘટતુ કરે તેવી ખેડૂતોએ માગણી કરી હતી.

ઉમરેઠમાં યોગ દિવસની ઉજવણી


ઉમરેઠમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. ઉમરેઠમાં નગરપાલિકા દ્વારા વ્રજવિહાર પાર્ટી પ્લોટતેમજ એસ.એન.ડી.ટી મેદાન ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વ્રજવિહાર પાર્ટી પ્લોટ ખાતે આગમ સ્કૂલ, શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલય,પ્રગતી સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ સી.આર.સી અને બી.આર.સી શિક્ષકો યોગ કરવા વિશેષ ઉપસ્થીત રહ્યા હતા. જ્યારે નગરના એસ.એન.ડી.ટી મેદાન ખાતે ઉમરેઠ બ્રહ્મકુમારી સંસ્થાની બહેનો શિક્ષકો તેમજ ઉમરેઠ નગરપાલિકા સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ ઉમરેઠ તાલુકા મામલતદાર, મામલતદાર કચેરીના કર્મચારીઓ અને અધિકારીઓ નગરપાલિકાના કર્મચારીઓ, ચીફ ઓફિસર તેમજ પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને યોગ કર્યો હતો. ઉમરેઠ નગરની એલ.આઈ.સી કચેરી ખાતે પણ યોગ દિવસ ઉજવાયો હત જેમાં એલ.આઈ.સી ઓફિસના કર્મચારીઓ, વીમા એજન્ટો તેમજ તેઓના પરિવારજનો યોગ કરવા ઉપસ્થીત રહ્યા હતા. ઉમરેઠ પાસે થામણા ની કે.સી.પટેલ હા.સ્કૂલ તેમજ થામણા ઈગ્લિસ મીડીયમ સ્કૂલ ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ યોગ કર્યો હતો. થામણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ર્ડોક્ટરશ્રી સહીત સ્ટાફના લોકોએ યોગ કર્યો હતો ઉપસ્થીત લોકોને યોગના ફાયદા અંગે સમજ આપી હતી. માત્ર સરકારી સંસ્થાઓ તેમજ સ્કૂલો ધ્વારાજ નહી પરંતુ ઉમરેઠમાં જાગૃત નાગરીકો દ્વારા પણ યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી ઉમરેઠ મોર્નિંગ વોક ગૃપ દ્વારા આજે વિશેષ યોગ શેશન રાખવામાં આવ્યો હતો અને ગૃપના તમામ સભ્યો દ્વારા યોગ શિબિરમાં ભાગ લેવામાં આવ્યો હતો. નગરના બ્રહ્મકુમારિ કેન્દ્ર ખાતે પણ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વિશેષજ્ઞો દ્વારા ઉપસ્થીત લોકોને યોગ શિખવાળવામાં આવ્યો હતો અને યોગ થી શરીર ને થતા ફાયદા અંગે ઉંડી સમજ આપવામાં આવી હતી.

કોગ્રેસના ત્રણ સભ્યોએ ક્રોસ વોટીંગ કરતા.. ઉમરેઠ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો.


ભાજપના મધુબેન પરમાર પ્રમુખ પદે તેમજ કનુભાઈ ચૌહાણ ઉપ-પ્રમુખ પદે વિજેયતા

tapa_n.jpg

આજે ઉમરેઠ તાલુકા પંચાયતની બીજી ટર્મ માટે પ્રમુખ અને ઉપ-પ્રમુખની ચુંટણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ યોજાઈ હતી. કોગ્રેસ પાસે પહેલે થી સ્પષ્ટ બહૂમતિ હોવાને કારણે બીજી ટર્મ માં તેઓને જીતનો પુરેપુરો વિશ્વાસ હતો પરંતુ કોગ્રેસના ત્રણ સભ્યોએ ક્રોસ વોટીંગ કરી ભાજપ તરફેણમાં મતદાન કરતા અત્યંત રસાકસી ભરી ચુંટણીમાં ભાજપે બાજી મારી લીધી હતી અને ભાજપના મધુબેન પરમાર પ્રમુખ પદે તેમજ કનુભાઈ ચૌહાણ ઉપ-પ્રમુખ પદે વિજેયતા બંન્ને વિજેયતા ઉમેદવારોને જ્યારે બીજી બાજૂ કોગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર અરવિંદભાઈ ઠાકોર તેમજ ઉપ-પ્રમુખના ઉમેદવાર દિલીપસિંહ રાજને ૧૦ મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોગ્રેસના અનીશાબેન પઠાણ યાસ્મીનબેન મલેક તેમજ મધુબેન પરમાર દ્વારા ક્રોસ વોટીંગ કરવામાં આવ્યું હતુ અને ભાજપને સાથ આપવામાં આવતા કોગ્રેસ ખેમામાં સન્નાટો વ્યાપી ગયો હતો હવે આ સભ્યોને લઈ કોગ્રેસ કેવો અભિગમ દાખવે છે તે જોવું રહ્યું. ઉમરેઠ તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ અને ઉપ-પ્રમુખ પદે વિજેયતા ઉમેદવારોનો ઉમરેઠ મતવિસ્તારના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર સહીત ઉમરેઠ તાલુકા અને શહેર ભાજપના હોદ્દેદારોએ શુભેચ્છા વ્યક્ત કરી હતી. 

ઉમરેઠ પંચાલ સેવા સમાજ દ્વારા ઇનામ વિતરણ સમારોહ યોજાયો.


IMG-20180613-WA0316.jpg
પંચાલ સેવા સમાજ ઉમરેઠ દ્વારા સમાજના તમામ વિદ્યાર્થીઓને ઇનામ તથા વિનામૂલ્યે નોટબુક અને ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજાયો. જેમાં ઉમરેઠના પંચાલ સમાજના સમગ્ર સભ્યોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વર્ષ 2018 ના આ કાર્યક્રમનું સફળ સંચાલન સમાજની જ બે દિકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને સાથોસાથ મંચ ઉપર પણ સમાજના જ મહિલા અગ્રણી સભ્યોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. મહિલા સશક્તિકરણના મુદ્દાને લઈને જ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને સમાજના તમામ સભ્યો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને ભવિષ્યમાં પણ આવા શ્રેષ્ઠ કાર્યક્રમો યોજાય તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

ફ્રી મેડીકલ ચેક અપ કેમ્પનું આયોજન


P_20180617_104147.jpg

ઉમરેઠ લાઇફ કેર ટ્રસ્ટ ના સહયોગ થી પોલીસ લાઇન મા પોલીસ પરિવાર ને આયોજીત ફ્રી આરોગ્ય સેવા મેડીકલ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડાયાબીટીસ,ઉંચાઇ,વજન તેમજ બ્લડ પ્રેસર મફતમાં ચેક કરી આપવામાં આવ્યું હતુ. આ કેમ્પ માં ભાગ લીધો હતો સમગ્ર કેમ્પ ને સફળ બનાવવા લાઇફ કેર ટ્રસ્ટ દ્વારા સ્વાસ્થય અંગે જાગૃત કરવા આવા અનેક કાર્યક્રમો થાય છે તેમજ જરૂરિયાતમંદ લોકોને તેઓ દ્વારા અન્ય મેડીકલ સહાય પણ કરવામાં આવે છે.

હમિદપુરા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને બાળમેળો કાર્યક્રમ યોજાયો.


IMG-20180618-WA0022.jpg
ઉમરેઠ તાલુકાના હમિદપુરા ખાતે આવેલ પ્રાથમિક શાળા હમિદપુરામાં જિલ્લા પશુપાલક નાયબ નિયામકશ્રી ર્ડો.સ્નેહલ પટેલના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે આંગણવાડીમાં ૪૦, ધો.૧માં ૪૧ અને ધો.૬માં ૧૨ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળા તેમજ આંગણવાડીમાં પ્રવેશ કરનાર બાળકોને સ્લેટ,પુસ્તકો તેમજ દેશી હિસાબ સહીત નોટબુક જેવી શૈક્ષણિક સામગ્રીની ભેટ આપવામાં આવી હતી. શૈક્ષણિક સાહીત્યની વિદ્યાર્થીઓને ભેટ આપનાર દાતાશ્ર મુકેશભાઈ સોલંકી, મહેશભાઈ સોલંકી, મનુભાઈ સોલંકી, અને પ્રવિણભાઈ સોલંકીનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રવેશોત્સવ નિમિત્તે શાળાના બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હ્તા. ર્ડો.સ્નેહલ પટેલ દ્વારા આરોહણ કાર્યક્રમ સહીત સ્કૂલ આફટર સ્કૂલ કાર્યક્રમ અંગે ચર્ચા વિચારણા કરી હતી અને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. પ્રવેશોત્સવ નિમિત્તે શાળામાં ઈકો કલબની પ્રવૃત્તિ, બાળમેળો, અને જીવન કૌશલ્ય બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને વૃક્ષારોપણ,ફ્યુઝ બંધ કરવો,કુંકર બંધ કરવું તેમજ ગેસ નું રેગ્યુલેટર બંધ ચાલુ કરવું જેવી વિવિધ સુરક્ષા લક્ષી પ્રવૃત્તોઓ અંગે સમજ આપવામાં આવી હતી.

ઉમરેઠ ન.પામાં ભાજપે સત્તા જાળવી રાખી – પ્રમુખ પદે સંગીતાબેન પટેલ રીપીટ,ઉપ-પ્રમુખ પદે કનુભાઈ શાહની વરણી.


kanubhai-sangita.jpg

ઉમરેઠ નગર પાલીકાના પ્રમુખ અને ઉપ-પ્રમુખની ચુંટણી આજે નગર પાલીકાના સભા  ખંડમાં ઉમરેઠ તાલુકા મામલતદાર જે.ડી.દવે, પ્રાંત અધિકારીશ્રી તેમજ ઉમરેઠ નગરપાલિકાના ચીફ ઓફિસર ભારતીબેન સોમાનીની ઉપસ્થીતીમાં યોજાઈ હતી. ઉમરેઠ નગરપાલીકાના પ્રમુખ માટે અરવિંદભાઈ પટેલ દ્વારા પ્રવર્તમાન પ્રમુખ સંગીતાબેન પટેલને રીપીટ કરવા માટે દરખાસ્ત મુકવામાં આવી હતી જેને નગર પાલીકાના સભ્ય નીતાબેન રજનીકાંન્તભાઈ પટેલે ટેકો આપ્યો હતો જેને પગલે ઉમરેઠ પાલીકાના પ્રમુખ પદે પૂનઃ સંગીતાબેન પ્રકાશભાઈ પટેલ આરૂઢ થયા હતા. બીજી બાજૂ ઉમરેઠ નગરપાલીકાના ઉપ પ્રમુખને લઈ અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા હતા નગરપાલીકાના કેટલાય સભ્યો સદર પદ માટે પોતાની દાવેદારી કરી રહ્યા હતા ત્યારે ઉપ-પ્રમુખ માટે કનુભાઈ શાહ ની દરખાસ્ત પાલીકાના સભ્ય મેહૂલભાઈ પટેલે કરી હતી જેને પ્રકાશભાઈ શાહએ ટેકો કરતા તેઓને ઉપ-પ્રમુખ પદે જાહેર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે પ્રમુખ અને ઉપ-પ્રમુખ માટે અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી ન કરતા બંન્ને બિનહરીફ ચુંટાઈ આવ્યા હતા. સભાખંડ માંથી બહાર નિકળતાની સાથે પ્રમુખ સંગીતાબેન પટેલ તેમજ ઉપ-પ્રમુખ કનુભાઈ શાહને તેઓના સમર્થકો દ્વારા અભિનંદ પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે નગરપાલીકા ખાતે ઉમરેઠ રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદીયા, ઉમરેઠ મતવિસ્તારના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, ભાજપ જિલ્લા પ્રમુખ મહેશભાઈ પટેલ, ઉમરેઠ શહેર પ્રમુખ સુજલ શાહ તેમજ મહામંત્રી પ્રકાશભાઈ પટેલ અને શ્રેણિક શુક્લ ઉપસ્થીત રહ્યા હતા અને પ્રમુખ સંગીતાબેન પટેલ અને ઉપ-પ્રમુખ કનુભાઈ શાહને શુભેચ્છા વ્યક્ત કરી હતી.ચર્ચાઈ રહ્યું છે કે, ગત વર્ષે ભાજપની બહૂમતિ હોવા છતા એક સભ્યએ વિપક્ષ સાથે મળીને સત્તા ભાજપ પાસે થી છીનવી લીધી હતી જેને પગલે આ વર્ષે ઉમરેઠ શહેર ભાજપ સંગઠન દ્વારા જૂનું ભૂલનું પૂર્ણાવર્તન ન થાય તે માટે શનિવાર રાત્રી થી તમામ ૨૨ સભ્યોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને આજે સવારે સીધા તેઓને નગરપાલીકાના સભા ખંડમાં લાવવામાં આવ્યા હતા. સમગ્ર પ્રક્રિયા આયોજન મુજબ થતા આખરે ભાજપ સંગઠનના હોદ્દેદારોએ રાહતનો શ્વાસ લીધો હતો

np02nnp01
 
ઉમરેઠમાં વિકાસકાર્યોને વેગ આપવામાં આવશે – સંગીતાબેન પટેલ (પ્રમુખ)
 
sangitaben.jpg

પ્રમુખ પદે વરણી થયા બાદ સંગીતાબેન પ્રકાશભાઈ પટેલ ઉમરેઠની પ્રજા અને કાઉન્સિલરો સહીત ભાજપ શહેર તથા જિલ્લા સંગઠનના તમામ હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને ઉમેર્યું હતુ કે આગામી ટર્મમાં ઉમરેઠના વિકાસ કાર્યોને પ્રાધન્ય આપવામાં આવશે. નગર પાલીકાની ગ્રાન્ટ માંથી આગામી સમયમાં ટાઉન હોલ પાસે બાગ-બગીચા બનાવવાનું કામ યુધ્ધના ધોરણે શરૂ થશે જેથી નગરની મહીલાઓ તેનો ઉપયોગ ગૌરીવ્રત દરમ્યાન કરી શકે. 

 
મને મળેલ જવાબદારી નિષ્ઠા પૂર્વક નિભાવીશ – કનુભાઈ શાહ (ઉપ-પ્રમુખ)
 
kanubhai.jpg
ઉમરેઠ પાલિકાના ઉપ-પ્રમુખ પદે વરણી કરવામાં આવતા વોર્ડ નં.૬ના કનુભાઈ શાહએ શહેર તેમજ જિલ્લા સંગઠન તેમજ પાલીકાના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ ઉમેર્યું હતુ કે ગત ટર્મમાં તેઓને દિવાબત્તી કમીટીના ચેરમેન તરીકેની જવાબદારી આપવામાં આવી હતી જે અંતર્ગત સમગ્ર નગરમાં એલ.ઈ.ડી લાઈટો ની સુવિધા તેઓએ ઉભી કરી હતી અને નગરમાં અવિરત સ્ટ્રીટ લાઈટ સેવા મળે તે માટે સતત પ્રયન્તશીલ રહ્યા હતા હવે,તેઓને ઉપ-પ્રમુખની જવાબદારી આપવામાં આવી છે તે પણ નિષ્ઠાપૂર્વક નિભાવી નગરના વિકાસ અને નગરજનોની સમસ્યા દૂર કરવા સદાય કાર્યશીલ રહેવાનું જણાવ્યું હતું. 

ઉમરેઠની શ્રી સરસ્વતી સ્કૂલનું ૮૬% પરિણામ


ઉમરેઠની શ્રી સરસ્વતી સ્કૂલનું ૮૬% પરિણામ

શ્રી સરસ્વતી વિદ્યાલય ઉમરેઠનું ચાલુવર્ષ ૨૦૧૮માં એસ.એસ.સીમાં ૮૬% પરિણામ આવ્યું હતું જેમાં એ-વન ગ્રેડમાં ૩,એ-ટુ ગ્રેડમાં ૧૦, વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આ ઉપરાંત ૪૭ થી વધુ વિદ્યાર્થીઓ ના ૬૦% થી વધુ માર્ક આવ્યા હતા. શાળાના પટેલ પ્રિન્સી – ૯૪%,પટેલ યાની – ૯૨%,શાહ પ્રથમ – ૯૨%,પ્રજાપતિ હેત – ૮૯%,પટેલ જીન – ૮૯% લુહાર પ્રૂથ્વિરાજ – ૮૭%,ભાવસાર હર્ષીલ – ૮૭%,વ્યાસ પુજા – ૮૭%,જાટવ ધ્રુવરાજ – ૮૭%,ભોઈ ખુશી – ૮૬%,પ્રજાપતિ ક્રિષ્ણા – ૮૫%,પટેલ કુંજ – ૮૪%,તેમજ પટેલ વૃંદ – ૮૧% સાથે પાસ થયા હતા અને શાળા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું હતું. શાળાના શિક્ષક ગણ સહીત આચાર્ય અને ચેરમેનશ્રીએ સૌ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યના આશિર્વાદ સાથે અભિનંદન પાઠવ્યા હતા.

ડાકોર ભવન્સ ઇગ્લિસ મિડીયમ સ્કૂલ નું ગૌરવ.

IMG-20180528-WA0210.jpgતાજેતર માં ધો.૧૦ ના જાહેર થયેલ પરિણામ માં ડાકોર ભવન્સ અંગ્રેજી માધ્યમ સ્કૂલ નું ૫૪.૮૩% પરિણામ આવ્યું હતું. શાળામાં પ્રથમ ક્રમાંકે ફોરમ શિતાંષભાઇ શાહ (આગરવાવાળા)એ ૯૬.૧૦ પરસેન્ટાઇલ તેમજ બીજા ક્રમે સૌમ્યા દવેએ ૮૬.૯૧ પરસેન્ટાઇલ, જ્યારે ત્રીજા ક્રમે જાન્હ્વી રાણા 83.90 પરસેન્ટાઇલ મેળ્વ્યા હતા. તમામ તેજસ્વી સ્ટુડન્ટ્સ ને શાળા પરિવારે શુભેચ્છા વ્યક્ત કરી હતી.

 

ઉમરેઠ પ્રગતિ સ્કૂલના વિદ્યાર્થીઓ એચ.એસ.સીમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન

આજે જાહેર થયેલ ધો.૧૦ના પરિણામમાં ઉમરેઠની પ્રગતિ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શાળાની આયુષી પટેલે ૯૯.૨૫ પી.આર, વ્હોરા અયના – ૯૮.૭૮ પી.આર,પટેલ વૈશ્વી – ૯૪.૯૬ પી.આર,કાલાણી યશ – ૯૪.૨૧ પી.આર,પટેલ માર્ગ – ૯૩.૮૬ પી.આર, પટેલ દર્શ ૯૩.૬૨ પી.આર,પટેલ માહી – ૯૩.૨૫ પી.આર,પટેલ દીગીશા – ૯૦.૦૪ પી.આર તેમજ વાઘેલા જતીન – ૮૮.૦૧ પી.આર સાથે ઉત્તરણીય થયા હતા અને શાળા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું હતું. તેઓને શાળા પરિવાર દ્વારા શુભેચ્છા સહ અભિનંદન પાઠવામાં આવ્યા હતા.

બેસણું


gg_n.jpg

બેસણું

ગોવિંદલાલ ગોરધનદાસ શાહ  (આદર્શ રેડીમેડ સ્ટોર્સવાળા) નું અવસાન થયેલ છે. સદગતનું બેસણું  તા. ૧૧/૬/૨૦૧૮ને સોમવારના રોજ રાખેલ છે.

સમય – સવારે ૯ થી ૧૦.૩૦ કલાકે
સ્થળ – દશા ખડાયતા ની વાડી, ચોકસી બજાર ઉમરેઠ

લી.

મુકેશ ગોવિંદલાલ શાહ –  જનક ગોવિંદલાલ શાહ 

સહ-પરિવાર ઉમરેઠ

 

%d bloggers like this: