આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: July 2018

ખંભોળજ – લાકડા ભરેલી ટ્રક પાછળ રીક્ષા અથડાતા એકનું મોત, બે ઘાયલ


tttttt20944.jpg

ઉમરેઠ પંથકમાં છેલ્લા કેટલાય સમય થી બેફામ બનેલા લાકડા ભરેલા ટ્રેક્ટરો હવે યમરાજ બની ગયા છે. ઉમરેઠ પાસે ખંભોળજ પાસે એક રીક્ષા લાકડા ભરેલા ટ્રેક્ટર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહીલાનું મોત નીપજ્યું હતુ જ્યારે અન્ય બે પુરુષો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. ટ્રેકટરમાં ટ્રોલી ની સાઈઝ થી પણ મોટા વૃક્ષો ભરીને ટ્રેક્ટર જતુ હતુ જેની પાછળના ભાગમાં રીક્ષા ટકરાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો મોટા ભાગે ઉમરેઠ વિસ્તાર માં રાત્રિના સમયે આવા ટ્રેક્ટરો બેફામ બની નિકળતા હોય છે અને અકસ્માત સર્જે છે.

ઉમરેઠ – ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં અષાડી જોખાઈ – ડાંગરનો પાક સારો થવાની આશા


0.jpg

ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં પૂનમના દિવસે સાંજના સમયે જૂદા જૂદા ધાન્યોને જોખી એક કોરા કટકાની પોટલીમાં મુકી તમામ ધાન્યો એક કુંભમાં મુકીને મહાદેવના ગર્ભગૃહમાં આવેલ એક ચમત્કારી ગોખમાં મુકી સદર ગોખને પંચો સમક્ષ શીલ કરી દેવામાં આવ્યું હતુ જે આજે પૂનઃ પંચો સમક્ષ ખોલીને તમામ ધાન્યોને પૂનઃ જોખવામાં આવ્યા હતા. ધાન્યોના વજનમાં થયેલા ફેરફાર ને અષાઢી કહેવાય છે અને તેમાં થયેલ વધઘટને આધારે ખેડૂતો અને વહેપારીઓ જેતે પાક કેવો થશે તેનું અનુમાન લગાવે છે. આજે ઉમરેઠના ચંન્દ્રમુળેશ્વર મહાદેવ ખાતે ઐતિહાસીક અષાઢી જોખાઈ હતી. અષાઢીના વર્તારા મુજબ ગત વર્ષની સરખામણીમાં મગ,ડાંગર,તલ,અડદ,ચણા,નો પાક વધારે જ્યારે ઘઊં અને કપાસ સમધારણ અને જૂવાર,બાજરીનો પાક ઓછો થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આજે ઉમરેઠ તાલુકા મામલતદાર જે.ડી.દવે, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ તેમજ ઉમરેઠ ગંજ બજારના અગ્રણી વહેપારીઓ અને ખેડૂતોની હાજરીમાં દિલીપભાઈ સોનીના હસ્તે અષાઢી જોખવામાં આવી હતી.  અષાઢીના વર્તારા મુજબ ચાલુ વર્ષે સંવત ૨૦૭૪માં ગત વર્ષની સરખામણીમાં ડાંગરના પાકનો સારો ઉતારો રહેશે તેમ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ચંન્દ્રમુળેશ્વર મહાદેવના પુજારી ગીરીશભાઈ દવેએ જણાવ્યું હતુ કે વર્ષો થી મહાદેવમાં અષાઢી જોખવાની પરંપરા ચાલી રહી છે જેનું ઉમરેઠ સહીત સૌરાષ્ટમાં પણ મહત્વ છે. ચાલુ વર્ષે અષાઢીનો વર્તારો આ મુજબ રહ્યો હતો.

સંવત ૨૦૭૪નો અષાઢીનો વર્તારો.

મગ – ૦.૫ વધારે

ડાંગર – ૫ વધારે

જુવાર – ૧ ઓછી

ઘઉં – સમધારણ

તલ – ૨૩ વધારે

અડદ – ૩ વધારે

કપાસ – સમધારણ

ચણા – અડધો વધારે

બાજરી – ૧ રતી ઓછી

માટી – પા રતી ઓછી

ઉમરેઠ સંતરામ મંદિરમાં ગુરૂ પૂર્ણિમાં પર્વની ઉજવણી


ganeshdasji.jpgઉમરેઠના શ્રી સંતરામ મંદિર ખાતે ગુરૂ પૂર્ણિમાં પર્વની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સંતરામ મંદિરમાં સવારે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થીત રહ્યા હતા અને શ્રી સંતરામ મંદિરના ગાદીપતી શ્રી ગણેશદાસજી મહારાજના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા, નગરના વિદ્વાન શાસ્ત્રી મધુસુદનભાઈએ મંત્રોચ્ચાર સાથે ભક્તોને ગુરૂપુજન કરાવ્યું હતું. ગુરુ પુજન બાદ  શ્રી ગણેશદાસજી મહારાજે આશિર્વચન પાઠવ્યા હતા અને ગુરૂ અને શિષ્યના સબંધ અંગે સવિસ્તાર સમજ આપી હતી. તેઓએ જણાવ્યું હતુ કે દરેક શિષ્ય ગુરૂ પાસે આશિર્વાદની અપેક્ષા રાખે છે, અને ગુરૂનું પણ કર્તવ્ય છે કે જ્યારે પણ શિષ્યને માર્ગદર્શન ની જરૂર હોય ત્યારે તેને સાચો માર્ગ બતાવે. દરેક ગુરૂ તેઓના શિષ્યોની સુખાકારી ઈચ્છતો હોય છે, શિષ્યો અને તેઓનો પરિવાર હંમેશા સુખી રહે તેવા તેમને ઉપસ્થીત ભક્તોને આશિર્વાદ પાઠવ્યા હતા. ઉમરેઠના શ્રી સંતરામ મંદિરમાં ગુરૂ પૂર્ણિમા નિમિત્તે વિશે ભંડારાનું આયોજન કર્યું હતુ જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ઉમરેઠ સહીત લીંગડા, બેચરી, સુંદલપુરા, થામણા, ઓડ જેવા ગામો માંથી પણ મોટી સંખ્યામાં ભક્તો શ્રી સંતરામ મહારાજના આશિર્વાદ પ્રાપ્ત કરવા આવી પહોંચ્યા હતા અને ધન્યતાનો અનુભવ કર્યો હતો. 

 

ઉમરેઠ – સંતરામ વડીલોનું વૃંદાવન દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું.


jp

ઉમરેઠ સંતરામ વડીલોનું વૃંદાવન દ્વારા તાજેતરમાં ઉમરેઠ ખાતે એક સમારોહમાં તેજસ્વી તારલાઓને સન્માનીત કરી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જીતેન્દ્રભાઈ પંડ્યા (ઉમરેઠ), વીપીનભાઈ અને સ્મીતાબેન પંડ્યા (આણંદ), ગૌરાંગભાઈ ચોકસી (સભ્ય, ન.પા.ઉમરેઠ), કનુભાઈ શાહ (ઉપ-પ્રમુખ, ઉ.ન.પા), જયપ્રકાશ શાહ (સભ્ય, ઉ.ન.પા) વિશેષ ઉપસ્થીત રહ્યા હતા. સમારોહની શરૂઆતમાં પ્રાર્થના બાદ સંસ્થાના સભ્ય હસમુખભાઈ ચૌહાણનું અવસાન થતા તેઓના માનમાં બે મિનિટ મૌન રાખી તેઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.  સંસ્થાના પ્રમુખ નવનીતભાઈ સોનીએ આવકાર પ્રવચન કરી ઉપસ્થીત મહાનુભાવો તેમજ આમંત્રીતોને શાબ્દીક આવકાર આપ્યો હતો જ્યારે મંત્રી બીપીનભાઈ ચોકસીએ સંસ્થાનો અહેવાલ રજૂ કર્યો હતો. ઉમરેઠમાં ધો.૧૦ અને ધો.૧૨માં પ્રથમ આવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ પ્રજાપતિ રાજ, પ્રિન્સી.એ.પટેલ, ઝેનલ વ્હોરા, નિલેશ ઠાકોરને તેમજ અંગ્રેજી વિષયમાં અગ્રેસર પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને શ્રી ગણેશદાસજી મહારાજ, રશ્મીભાઈ શાહ તેમજ સંસ્થા તરફ થી પ્રોત્સાહીત ઈનામ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સંસ્થાના સભ્યોના ઘરના તેજસ્વી વિદ્યાર્થી આકાશ ગજ્જર, રીયા દરજી,ને પણ સન્માનીત કરવામાં આવ્યા હતા. સંસ્થાના સભ્યોનો ચાલુ માસે જન્મ દિવસ ગયો હોય તેઓને સંસ્થા દ્વારા શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. વિશેષ આમંત્રીત જીતેન્દ્રભાઈ પંડ્યાએ ઉપસ્થીત વિદ્યાર્થીઓ અને સિનિયર સીટીઝનના સભ્યોને ઉપયોગી નિવડે તેવું માર્ગદર્શન પુરુ પાડ્યું હતુ. તેજસ્વી તારલા ઝેનલ વ્હોરા તેમજ પ્રિન્સી પટેલ દ્વારા પોતાના સન્માનનો પ્રત્યુત્તર આપતા સંસ્થાનો આભાર વ્યક્ત કરી તેઓની પ્રવૃત્તિઓ ને બિરદાવી હતી. આભાર વિધિ શિરીષભાઈ ઠાકરે કરી હતી તેમજ સમારોહનું સફળ સંચાલન કાન્તિભાઈ પંચાલ અને વિનુભાઈ પટેલે કર્યું હતું.

ઉમરેઠ – સેંટ ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓનું કલા મહાકુંભમાં સુંદર પ્રદર્શન


shrey_shah.jpg

તાજેતરમાં યોજાયેલ તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં ઉમરેઠની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થી તેમજ શિક્ષક દ્વારા અર્ગન વાદન તબલા વાદન તેમજ સુગમ સંગીત ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી શાળા પરિવાર સહીત સ્કૂલનું ગૌરવ વધાર્યું હતું. ઉમરેઠની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના જતન સોનીનો ઓર્ગન વાદનમાં પોતાના ગૃપમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. જ્યારે તબલા વાદન સ્પર્ધામાં શ્રેય શાહએ સતત ત્રીજી વખત તાલુકા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો હતો જ્યારે શાળાના શિક્ષક રીતેશભાઈ ક્રિશ્યનએ સુગમ સંગીતમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. તમામ વિજેયતાઓ ને શાળા પરિવાર દ્વારા શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે તબલા વાદન સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ આવનાર શ્રેય શાહએ અત્યાર સુધીમાં ૩૫ જેટલા સ્ટેજ શો માં ભાગ લીધો છે તેમજ ટીવી શો લવ મી ઈન્ડિયા માટે ઓડીશનમાં પ્રથમ રાઉન્ડમાં તો સિલેક્ટ થયા છે, જ્યારે આગળના રાઉન્ડ માટે તેઓ આશાવાદી છે. તેઓની સદર ઉપલબ્ધી બદલ શાળા તેમજ પરિવારના સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા.

New variety designer one piece …. Size…XXL… Full length one piece…… more variety available at#Gandhidhirubhai jitendrakumar’s shop near bank of Baroda Umreth……

Posted by Gandhi Dhirubhai Jitendrakumar on Friday, July 20, 2018

 

ઉમરેઠમાં કુમારિકાઓ દ્વારા ગૌરીવ્રતની વિશેષ પુજા.


 

ગૌરીવ્રતના પ્રારંભ સાથે ઉમરેઠમાં કુમારિકાઓ દ્વારા મહાદેવજીના દર્શન કરી જવારાની વિશેષ પુજા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગૌરીવ્રત દરમ્યાન કુમારિકાઓ દ્વારા શીવ-પાર્વતી ની વિશેષ પુજા કરવામાં આવે છે. ઉમરેઠમાં વિવિધ મહાદેવ માં ગૌરીવ્રત નિમિત્તે કુમારીકાઓ મોટી સંખ્યામાં મહાદેવમાં આવી હતી અને દર્શન કરી પુજા અર્ચના કરી હતી.

EXLUSIVE COTTON SILK SAREE
AVAILABLE AT :-
GANDHI DHIRUBHAI JITENDRAKUMAR
NR BANK OF BARODA
KHARADI NI KODH
UMRETH

Posted by Gandhi Dhirubhai Jitendrakumar on Sunday, July 22, 2018

 

ઉમરેઠ – તાલુકા કક્ષાની ઓર્ગન વાદન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો.


soni.jpg

JatanSoni and Shrey Shah

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ પ્રેરિત અને કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ આણંદ જિલ્લા વહીવટી તંત્ર આણંદ દ્વારા સંચાલિત કલા મહાકુંભ અંતર્ગત ઉમરેઠ તાલુકા કક્ષાની ઓર્ગન વાદન સ્પર્ધામાં ૧૫ થી ૨૦ વર્ષના ગૃપમાં ઉમરેઠની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના સોની જતન જિજ્ઞેશભાઈએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. તેઓને સદર સિધ્ધિ બદલ શાળા પરિવાર તેમજ તેઓના પરિવારજનોએ શુભેચ્છા સહીત અભિનંદન પાઠવ્યા હતા. જતન જિજ્ઞેશભાઈ સોનીએ જણાવ્યું હતુ કે, તેઓને સંગિત ક્ષેત્રે ખુબ જ રૂચિ છે અને તેઓ ઓર્ગેન વાદન ની તાલીમ લઈ રહ્યા છે હાલમાં તાલુકા કક્ષાએ સુંદર પ્રદર્શન બાદ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ તેઓ સુંદર પ્રદર્શન કરવા કટીબધ્ધતા દર્શાવી હતી.

ઉમરેઠ તાલુકામાં વિવિધ વિકાસ કાર્યો અંગે ધારાસભ્યશ્રીની રજૂઆત.


ઉમરેઠ તાલુકામાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યો અંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર દ્વારા મંત્રીશ્રી નિતિનભાઈ પટેલ અને મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ઉમરેઠ માર્ગ પર આવેલ બેચરી ગામ પાસે આવેલ મોટી નહેરનું ગરનાળું પહોળું કરી નવું બનાવવા માટે તેમજ ઉમરેઠ તાલુકાના ઝાલાબોરડી અને ઉંટખરી ગામમાં માધ્યમિક શાળા શરૂ કરવા અને ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં આવતા સામરખા એક્ષપ્રેસ વે થી ભાલેજ તરફ જતો ઈન્ટરચેન્જ રસ્તો અધુરો હોઈ તે કામ સત્વરે પૂર્ણ કરવા રજૂઆત કરી હતી.

ઉમરેઠ ચોકસી મહાજનના હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો.


c4c1c2

ઉમરેઠ ચોકસી મહાજનનો પદગ્રહણ વિધિ સમારોહ ઉમરેઠના નાશિકવાળા હોલ ખાતે ખડાયતા જ્ઞાતિરત્ન જયંતિલાલ જે કાચવાળા (ઉદ્યોગપતિ)ના પ્રમુખ સ્થાને તેમજ ર્ડો.પ્રકાશભાઈ શાહ (એમ.ડી.ફીજીશિયન,બાયડ)ના પદગ્રહણ વિધિ પુરોહીત પદે યોજાયો હતો. આ સમયે અતિથિ વિશેષ પદે હેમેન્દ્રભાઈ બી.સોની (પ્રમુખ-માણેકચોક ગોલ્ડ-સિલ્વર એશો.) તેમજ સંગીતાબેન પટેલ (પ્રમુખ- ઉમરેઠ નગરપાલીકા વિશેષ ઉપસ્થીત રહ્યા હતા. સમારોહની શરૂઆતમાં કુશલ ચોકસી તેમજ તેઓના વૃંદની ટીમ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો દ્વારા દિપ-પ્રાગટ્ય કરી સમારોહ ખુલ્લો મુકાયો હતો. આવકાર પ્રવચન કરતા વિધાયમાન પ્રમુખ રાકેશભાઈ ચોકસીએ જણાવ્યું હતુ કે તેઓના કાર્યકાળ દરમ્યાન સૌ કોઈએ તેઓને સુંદર સાથ સહકાર આપ્યો તેવો જ સાથ સહકાર નવા પ્રમુખ પરાગભાઈ ચોકસીને પણ મળશે તેવી કટીબધ્ધતા દર્શાવી હતી.ચોકસી મહાજનના પૂર્વ મંત્રી પરાગભાઈ ચોકસી દ્વારા રાકેશભાઈ ચોકસીના પ્રમુખ પદ દરમ્યાન મહાજન દ્વારા કરેલા કાર્યોની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી.

તેઓએ જણાવ્યું હતુ કે ચોકસી મહાજન ઉમરેઠ દ્વારા માત્ર ધંધાકીય પ્રવૃત્તિઓ  નહી પરંતુ સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે જેને પગલે નગરમાં ચોકસી મહાજન આગવું સ્થાન ધરાવે છે. પદગ્રહણ વિધિ પુરોહીત ર્ડો.પ્રકાશભાઈ શાહ દ્વારા નવા વરાયેલા પ્રમુખ પરાગભાઈ ચોકસી મંત્રી દિવ્યેશભાઈ દોશી તેમજ તેઓની ટીમને પોતાની આગવી શૈલીમાં શપથ લેવડાવ્યા હતા જેને પગલે શપથ વિધિમાં ઉપસ્થીત લોકોને મનોરંજન પણ મળ્યું હતું. ર્ડો.પ્રકાશભાઈ શાહએ નવા વરાયેલા પ્રમુખ મંત્રી તેમજ કારોબારી સભ્યોને પોતાના પદ મુજબ તેઓને કયા કાર્યો કરવાના છે અને તેઓની શું જવાબદારી છે તે અંગે સમજ આપી હતી અને તેઓને પોતાના પદગ્રહણ કરાવ્યા હતા અને તમામ હોદ્દેદારોને તેઓના પદને અનુરુપ મોમેન્ટો અર્પણ કરી હતી. ર્ડો.પ્રકાશભાઈ શાહએ નવા વરાયેલા પ્રમુખ પરાગભાઈ ચોકસીને શુભેચ્છા અર્પણ કરતા તેઓની સામાજિક ક્ષેત્રે વિવિધ જવાબદારીઓની પ્રશંશા કરી હતી. અતિથિ વિશેષ પદે ઉપસ્થિત હેમેન્દ્રભાઈ બી.સોનીએ પરાગભાઈ ચોકસીને પ્રમુખ થવા બદલ અભિનંદન પાઠવતા ઉમેર્યું હતુ કે તેઓ વર્ષો થી ઉમરેઠ ચોકસી મહાજનના વહેપારીઓ સાથે સંકડાયેલા છે, ચોકસી મહાજન ઉમરેઠની શરૂઆત થઈ ત્યારે પ્રથમ પ્રમુખ પદે પરાગભાઈ ચોકસીના પિતા ચંન્દ્રકાન્તભાઈ ચોકસી આરૂઢ થયા હતા પિતા અને પૂત્ર બંન્ને સંસ્થાના પ્રમુખ પદે બિરાજ્યા હોય તેવા ખૂબ જ જૂજ કિસ્સા હોય છે તેમાંનો આ એક કિસ્સો છે, તેઓએ પોતાની આગવી અદામાં પ્રાસંગિક પ્રવચન રજૂ કર્યું હતુ સાથે સાથે ઉપસ્થીત ચોકસી મહાજનના વહેપારીઓને હોલમાર્કના દાગીણા વેચવા માટેના વિવિધ નિયમો અને લાયસન્સ અંગે સમજ આપી હતી જે અંગે જરૂર પડે તો વહેપારીઓને સહયોગ આપવાની પણ તૈયારી બતાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન દિવ્યેશ વનાજ, દિપકભાઈ ચોકસી, જયંતભાઈ ચોકસીએ કર્યું હતું. પ્રમુખ પદે શપથ લીધા બાદ પરાગભા ચોકસીએ સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો અને ઉમેર્યું હતુ કે ચોકસી મહાજનમાં કારોબારી સભ્ય સહીત મંત્રીની જવાબદારી પણ તેઓએ નિભાવી છે જ્યારે તેઓને હવે પ્રમુખ પદની જવાબદારી મળી છે તે પણ સંપૂર્ણ નિષ્ઠા સાથે નિભાવશે તેઓએ પોતાને શુભેચ્છા પાઠવવા બદલ સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન દિવ્યેશ વનાઝ,દિપકભાઈ ચોકસી, અને જયંતભાઈ ચોકસીએ કર્યું હતું.

c3

ઉમરેઠ – બેંક ઓફ બરોડાના ૧૧૧માં સ્થાપના દિવસની ઉજવણી


paravata_School.jpg

બેંક ઓફ બરોડાના ૧૧૧માં સ્થાપણા દિવસની ઉજવણીના ભાગ રૂપે આજે ઉમરેઠ બ્રાન્ચ દ્વારા ઉમરેઠ તાલુકાના પરવટા ગામે પરવટા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ તેમજ બિસ્કીટ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમયે ઉમરેઠ બેંક ઓફ બરોડા બ્રાન્ચના મેનેજર વિકાસ કુમાર, તેમજ મૌલિક પારકર ઉપસ્થીત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને બેંકની કામગીરી અંગે પ્રાથમિક સમજ આપી હતી. ઉમરેઠ બેંક ઓફ બરોડાની સદર કામગીરીને લઈ શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓએ બેંક ઓફ બરોડા ઉમરેઠ બ્રાન્ચના મેનેજર સહીત, અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉમરેઠ – નગરપાલિકાની વિવિધ કમીટીની રચના કરાઈ.


તાજેતરમાં ઉમરેઠ નગર પાલીકાના બાકી રહેલા અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપ-પ્રમુખની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ પદે સંગીતાબેન પ્રકાશભાઈ પટેલ તેમજ ઉપ-પ્રમુખ પદે કનુભાઈ શાહ (બેંગ્લોરી) બિરાજમાન થયા હતા. આજે નગરપાલિકાના સભાખંડામાં પ્રમુખ સંગીતાબેન પટેલ ના ધ્યક્ષ સ્થાને ચીફ ઓફિસર ભારતીબેન સોમાનીની ઉપસ્થીતીમાં ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ કલમ ૫૧ મુજબ સામાન્ય સભા સવારે ૧૧ કલાકે મળી હતી જેમાં વિવિધ ઠરાવો સહીત અઢી વર્ષ ની બાકી રહેલ મુદત માટે વિવિધ કમીટી ની રચના કરવામાં આવી હતી જેમાં શાશક પક્ષના નેતા તરીકે હર્ષ સંજયકુમાર શહેરાવાળાની નિમણુક કરવામાં આવી હતી. આ ઉપરાંત કારોબારી કમીટીના ચેરમેન પદે સોમાભાઈ એ.પટેલ, પબ્લીક વર્કસ કમીટીના ચેરમેન પદે અરવિંદભાઈ એલ.પટેલ,કેન્દ્ર સરકારણા નાણા પંચ સહાય કમીટીના ચેરમેન પદે નીતાબેન રજનિકાન્તભાઈ પટેલ, વોટર વર્ક્સ કમીટીના ચેરમેન પદે મેહૂલભાઈ વિનુભાઈ પટેલ, સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના કમીટીના ચેરમેન પદે રમીલાબેન કનુભાઈ પટેલ, કાંસ અને પુર નિયંત્રણ કમીટીના ચેરમેન પદે રાજુભાઈ વાઘેલા, ડ્રેનેજ કમીટીના ચેરમેન પદે જરીનાબેન મૈયુદ્દીન ચૌહાણ, તેમજ દિવા-બત્તી લાઈટ કમીટીના ચેરમેન પદે જયપ્રકાશ કાંન્તિલાલ શાહ,લીગલ કમીટીના ચ્રમેન પદે શૈલેષ ગુલાબસિંહ બારોટ, બી.પી.એલ કમીટીના ચેરમેન પદે જીતુભાઈ ભીલ, સેનેટરી કમીટીના ચેરમેન પદે ઈમ્તીયાઝહુસેન ગુલામમહંમદ શેખ, ફાયનાન્સ કમીટીના ચેરમેન પદે ગૌરાંગભાઈ હસમુખભાઈ શાહ, તેમજ ફાયર કમીટીના ચેરમેન પદે કોકીલાબેન કાંતિભાઈ ચૌહાણ અને પ્રધાનમંત્રી આવાસ યોજના કમીટીના ચેરમેન પદે રંજનબેન તળપદા ની નિમણુંક કરવામાં આવી હતી.

ઉમરેઠ તાલુકા પંચાયતમાં પૂનઃ કોગ્રેસની બહૂમતિ – હવે,પ્રમુખ ભાજપના અને કમીટી કોગ્રેસની..!


કોગ્રેસ માંથી ભાજપમાં ગયેલા બે સભ્યો સામાન્ય સભામાં પૂનઃ કોગ્રેસમાં આવી જતા ભાજપ લઘુમતીમાં મુકાયું, ભાજપના સભ્યોએ વોક આઉટ કર્યું.

ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખની તાજેતરમાં યોજાયેલ ચુંટણીમાં ભાજપે કોગ્રેસના બે સભ્યોને પોતાની તરફ લાવી કોગ્રેસ પાસે થી સત્તા છીનવી લીધી હતી અને ભાજપનું કોગ્રેસ મુકત ઉમરેઠ તાલુકા નું સ્વપ્ન સાકાર થયું હતુ પરંતું આજે ઉમરેઠ તાલુકા પંચાયતમાં વિવિધ કમીટીની રચના માટે મળેલી સામાન્ય સભામાં કોગ્રેસ માંથી ભાજપમાં ગયેલા બે સભ્યો પૂનઃ કોગ્રેસમાં આવી જઈ ઘર વાપસી કરતા ઉમરેઠ તાલુકા પંચાયતમાં ભાજપ હવે લઘુમતિમાં આવી ગયું છે, જ્યારે હવે ઉમરેઠ તાલુકા પંચાયતમાં પ્રમુખ ભાજપના અને કમીટીઓ કોગ્રેસની તેવો ઘાટ ઘડાતા રાજકિય અસમંજસ પેદા થઈ છે.  ઉલ્લેખનીય છે કે, કમિટીની રચનાને લઈ દખો થવાનો હોવાનો અંદોશો હોવાને કારણે ઉમરેઠ તાલુકા કોગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલસિંહ ચાવડા અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કપીલાબેન ચાવડા દ્વારા પહેલે થી સાબદા બની ગયા હતા અને કોગ્રેસ માંથી ભાજપમાં ગયેલા બંન્ને સભ્યોને પોતાની તરફ લાવવામાં સફળ બન્યા હતા.  વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ આજે બપોરે ૧૨ કલાકના અરસામાં ઉમરેઠ તાલુકા પંચાયતના સભાખંડમાં વિવિધ કમીટીઓ ની રચના માટે સામાન્ય બેઠક પ્રમુખ મધુબેન સુભાષભાઈ પરમારની અધ્યક્ષતામાં મળી હતી. આ દરમ્યાન નાટકીય રીતે અનીસાબીબી ફિરોઝખાન પઠાણ (ભાલેજ) તેમજ યાસ્મીન સમીઉલ્લા મલેક (ભાલેજ)મળી કુલ બે સભ્યો ભાજપ માંથી કોગ્રેસમાં જતા રહ્યા હતા. જેને પગલે સામાન્ય બેઠકમાં ભાજપ લઘુમતિમાં આવી ગયું હતુ જેથી ભાજપના સભ્યોએ સભા માંથી વોક-આઉટ કર્યું હતુ અને આ સમયે રાજકિય અસમંજસતા વ્યાપી હતી અને મામલો ગરમાયો હતો. ભાજપના સભ્યો દ્વારા વોક-આઉટ કરવામાં આવતા સામાન્ય સભામાં કોગ્રેસના ૧૨ સભ્યોની હાજરી બાકી રહી હતી જેને પગલે તાલુકા વિકાસ અધિકારી બી.આઈ.જોશીએ નિયમ મુજબ સભા આગળ વધારી હતી અને વિવિધ કમીટીઓની રચના કરી હતી, જેમાં કારોબારી સમિતિના ચેરમેન પદે જશવંતભાઈ મોહનભાઈ પરમાર તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પદે શાન્તિલાલ મહીજીભાઈ વાઘેલાને નિયુક્ત કરાયા હતા.  આખરે ઘી ના ઠામ માં ઘી ઢોળાતા કોગ્રેસ પૂનઃ ઉમરેઠ તાલુકા પંચાયતમાં બહૂમતિમાં આવ્યું છે જ્યારે પ્રવર્તમાન પરીસ્થીત્તીમાં હાલમાં ભાજપના પ્રમુખ અને કમીટીઓ કોગ્રેસની તેવો ઘાટ થયો છે. ઉમરેઠ તાલુકા પંચાયતમાં કોગ્રેસ દ્વારા કમીટીની રચના કરવામાં આવતા વિવિધ કમીટીના ચેરમેન તેમજ કારોબારી સભ્યોને ઉમરેઠ તાલુકા કોગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલસિંહ ચાવડા અને પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ કપીલાબેન ચાવડાએ અભિનંદન પાઠવ્યા હતા. આ સમયે કોગ્રેસના અગ્રણી ભૃગુરાજસિંહ ચૌહાણ પણ ઉપસ્થીત રહ્યા હતા.

ઉમરેઠ તાલુકા પંચાયતમાં સત્તા મેળવ્યા બાદ ઉમરેઠ તાલુકા કોગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલસિંહ ચાવડાએ જણાવ્યું હતુ કે, ઉમરેઠ તાલુકા પંચાયતમાં જનતાએ પહેલે થી કોગ્રેસને જનાધાર આપ્યો હતો સભ્યોની ખેંચતાણ કરી ભાજપ સત્તા મેળવવામાં સફળ તો થયું હતુ પણ  તેઓનો સંઘ કાશીએ ન પહોંચી શક્યો હવે આવનારા દિવસોમાં નિયમ મુજબ કોગ્રેસના પ્રમુખ તાલુકા પંચાયતમાં આરૂઢ થાય તેવા તેઓના પ્રયાસ રહેશે.
ઉમરેઠ તાલુકા પંચાયતની કુલ ૨૨ બેઠકો પૈકી એક ઉમેદવાર મહેન્દ્રભાઈ જોષીનું ગત જાન્યુઆરી માસમાં આવસાન થયુ હતુ જેને પગલે હવે ઉમરેઠ તાલુકા પંચાયતમાં કુલ ૨૧ સભ્યો છે જે પૈકી ભાજપમાં જે ૨ સભ્યો કોગ્રેસ  માંથી ગયા હતા તે કોગ્રેસમાં પરત આવતા હવે કોગ્રેસ પાસે ૧૨ સભ્યો તેમજ ૧ અપક્ષ અને ભાજપ પાસે ૮ સભ્યોનું જુથબળ રહ્યું છે, જેને પગલે ભવિષ્યમાં સમય આવે તાલુકા પંચાયતમાં પૂનઃ નવાજૂની થવાનો અંદેશો ઉમરેઠ તાલુકા કોગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલભાઈ ચાવડાએ આપ્યો હતો.
 

ઉમરેઠ તાલુકા પંચાયત કારોબારી સમિતિ

જશવંતભાઈ એમ પરમાર (કારોબારી- ચેરમેન)

શાન્તીલાલ મહીજીભાઈ વાઘેલા (સા.ન્યા.સમિતિ-ચેરમેન)

ગાયત્રીબેન કરણસિંહ પરમાર

દિલીપસિંહ ઉદેસિંહ રાજ

છત્રસિંહ ભીખાભાઈ ચૌહાણ

છત્રસિંહ વનાભાઈ પરમાર

અરવિંદભાઈ રમણભાઈ ઠાકોર

મકસુદાબીબી શબ્બીરમીંયા ઠાકોર

અલ્પેશકુમાર દિનેશભાઈ પરમાર

દિનેશકુમાર ફુલસસિંહ ઝાલા

તાલુકા પંચાયતના ઉપ-પ્રમુખે તાલુકા વિકાસ અધિકારી પાસે થી ફાઈલ છીનવી, બાદમાં પરત કરી..!

ઉમરેઠ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ભાજપના બે સભ્યો કોગ્રેસ તફર જતા રહેતા સામાન્ય સભા તોફાની બની હતી. આ સમયે તાલુકા વિકાસ અધીકારી પાસે થી કોઈક ફાઈલ લઈને ભાજપના ઉપ-પ્રમુખ કનુભાઈ ચૌહાણ સભા ખંડ માંથી નિકળી ગયા હતા. આ સમયે બેઠકમાં ઉપસ્થીત કોગ્રેસના સભ્યોએ ઓહાપો કર્યો હતો અને કનુભાઈ ચૌહાણ ઠરાવ બુક લઈને જતા રહ્યા હોવાનો આક્ષેપ કરી તેઓની સામે નિયમ મુજબ પગલા ભરવા માટે તાલુકા વિકાસ અધિકારી સામે રજૂઆત કરી હતી, જ્યારે આ અંગે તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતુ કે તે ઠરાવ બુક નહી પરંતુ અન્ય ફાઈલ હતી જેમાં સામાન્ય બેઠક અંગે કેટલાક કાગળીયા હતા જે તેઓને પરત પણ આપી દેવાઈ હતી. સદર મુદ્દે કોગ્રેસના સભ્યોએ બળાપો કાઢતા કહ્યું હતુ કે ભાજપ પક્ષ હંમેશા શિસ્તની વાતો કરે છે ત્યારે તાલુકા વિકાસ અધિકારી પાસે થી ફાઈલ લઈ સભા ખંડની બહાર જતુ રહેવું શુ તેજ ભાજપનું શિસ્ત છે..?

પણસોરા સ્ટેટ બેંકના મેનેજરને શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ એનાયત કરાયો.


ઉમરેઠ તાલુકાના પણસોરાની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા શાખા દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરી ગ્રાહક લક્ષીસેવા પુરી પાડી પણસોરા સહીત ઘોરા તેમજ આજૂબાજૂના ગામોમાં ગ્રાહકોને ડોર ટુ ડોર સર્વીસ પુરી પાડી પ્રધાનમંત્રી વીમા યોજના, લોન, સહીત વિવિધ યોજનાઓનો ગ્રાહકોને ઘરે બેઠા લાભ આપી લોકોમાં ડીઝીટલ ટ્રાન્જેક્શન અંગે જગૃતિ લાવવાનો સુંદર પ્રયાસ કર્યો હતો.  સદર ઉત્કૃષ્ઠ કાર્ય બદલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પણસોરા શાખાના મેનેજ પ્રકાશ મકવાણાને કીરીટસિંહ મહીડા દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સમયે ફિલ્ડ ઓફિસર સનય રાવલ, ર્ડો.હરીશ પટેલએ તેઓને શુભેચ્છા વ્યક્ત કરી હતી. અને સદર કાર્ય વધુ ને વધુ ગ્રામ્ય વિસ્તારમાં ફેલાવવા માટે અનુરોધ કર્યો હતો.

ઉમરેઠ – વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક – વાવણીલાયક વરસાદને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી


ઉમરેઠમાં સવારે આઠ કલાકે શરૂ થયેલ વરસાદ આખરે બપોરે ૧ કલાકે બંધ થયો હતો. લગભગ પાંચ કલાક સુધી અવિરત વરસાદને કારણે ઉમરેઠ પંથકમાં ઠંડકતા પ્રસરી ગઈ હતી. સવાર થીજ વરસાદ શરૂ થયો હોવાને કારણે નગરના બજારો મોડા ખુલ્યા હતા જ્યારે બીજી બાજૂ બહારગામ શિક્ષણ અર્થે કે ધંધા-વહેપાર અર્થે બહારગામ જતા લોકોને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઉમરેઠમાં સવાર સવારમાં પડેલા ધોધમાર વરસાદને કારણે કેટલાય બાળકો વરસાદમાં નાહ્વા નિકળી પડ્યા હતા અને વરસાદની મજા લીધી હતી. બીજી બાજૂ નિચાણવાળા વિસ્તારમાં વરસાદ લોકો માટે સજા સાબીત થયો હતો. ઉમરેઠમાં કેટલાક નીચા રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા જેને પગલે રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. નગરની દૂધ ની ડેરી બહાર પાણી ભરાઈ ગયું હતુ જેને પગલે આ રસ્તે થી વાહન લઈને કે પદયાત્રા કરી પસાર થવું મુશ્કેલી ભર્યું સાબીત થયું હતુ તેવીજ રીતે નગરના ખારવાવાડી વિસ્તારમાં ગણપતી મંદિર બહાર પણ તેવીજ પરીસ્થિતિ સર્જાઈ હતી અને આવા વિસ્તાર માંથી પસાર થતા બાઈક અને રીક્ષા ચાલકોના વાહનો બંધ થઈ ગયા હતા. ઉમરેઠ નગરમાં ઠેર ઠેર પાણીનો ભરાવો થતા પાલીકા તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે બુલડોઝર થી પાણી ના નિકાલમાં અડચન બનતા કચરાને દૂર કરવા કાર્યવાહી હાથધરી હતી. એકંદરે ઉમરેઠમાં લગભગ પાંચ કલાક સુધી વ્યવસ્થીત વરસાદ પડતા સ્થાનિકોમાં આનંદ ની લાગણી વ્યાપી હતી જ્યારે ખેડૂતો માટે પણ વાવણી લાયક વરસાદ હોવાને કારણે ખેડૂતોએ પણ હાશકારો અનુભવ્યો હતો.

ઉમરેઠમાં વીજ પુરવઠો અડીખમ…!
સામાન્ય રીતે વરસાદના છાંટા પડે તોય ઉમરેઠમાં વીજ પૂરવઠો ખોરવાઈ જતો હોય છે પણ આજે સવાર થી લગભગ પાંચ કલાક સુધી સતત વરસાદ વરસતો રહ્યો હોવા છતા પણ ઉમરેઠમાં એક પણ વખત વીજ પુરવઠો ખોરવાયો ન હતો જેને પગલે નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો

ઉમરેઠ – ભારે વરસાદને કારાણે ઓડ ચોકડી વિસ્તારમાં ટ્રાફિક જામ..!


ઉમરેઠમાં સવારે ચાર થી પાંચ કલાક સુધી વરસાદ પડતા ઓડ ચોકડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ઓડ ચોકડી પાસે આવેલા કાંસ પહેલે થી કચરા થી લથબથ હતા જેને કારણે પાણીના નિકાલમાં મુશ્કેલીઓ થતી હતી. ઉલ્લેખનીય છે કે ઓડ ચોકડી થી લીંગડા તરફ જતો કાંસ કાયમ માટે કુંભવેલ અને કચરા થી ભરેલો હોય છે જેને કારણે પાણીના નિકાલને લઈ સમસ્યા પેદા થાય છે. પાણી રોડ ઉપર આવી જતા વાહન વ્યવહારને પણ અસર થઈ હતી અને ટ્રકો ની લાઈનો પડી હતી જેને પગલે નગરપાલિકા તંત્રી તાત્કાલીક બુલડોઝર લઈને પાણીના વૈકલ્પીક વ્યવસ્થા કરવાનો વારો આવ્યો હતો. મામલતદાર કચેરી સામેના તળાવમાં પાણી વાળવા માટે પાલીકા તંત્રએ વ્યવસ્થા ઉભી કરી હતી અને પાણીનો નિલાક કર્યો હતો.

ઉમરેઠ ન્યાય સંકુલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


tree.jpg

ઉમરેઠ કોર્ટ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે ઉમરેઠ ન્યાય સંકુલના પરીસરમાં આજે પ્રિન્સિપલ સિવિલ જજ આઈ.આઈ.પઠાણ અને એડીશનલ સિવિલ જજ એસ.એ.પઠાણના વરદ હસ્તે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે ઉમરેઠ કોર્ટના કર્મચારીઓ વકીલ મીત્રો સહીત પોલીસ કર્મીઓ ઉપસ્થીત રહ્યા હતા અને પર્યાવરણ ને બચાવવા માટે વધુને વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવા માટે કટીબધ્ધતા દર્શાવી હતી.

રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદીયાની ની ગ્રાન્ટ માંથી રૂ.૧૦,૯૬,૨૨૨/- ના ખેર્ચે ઉમરેઠ બજાર સમિતિ તેમજ નગરપાલીકા વિસ્તારમાં ફ્રી વાઈફાઈ સેવા શરૂ કરાઈ.


wifi.jpg
ઉમરેઠ નગરપાલિકા વિસ્તાર તેમજ બજાર સમિતિ ઉમરેઠ વિસ્તારમાં રાજ્યસભા સાંસદ લાલસિંહભાઈ વડોદીયાની ગ્રાન્ટ માંથી ફ્રી વાઈફાઈ સેવા શરૂ કરવામાં આવી હતી જેનો આજે લોકાર્પણ સમારોહ ઉમરેઠ નગરપાલિકા કંપાઉન્ડ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ સુજલભાઈ શાહએ આવકાર પ્રવચન કર્યું હતુ અને પ્રવર્તમાન સમયમાં ઈન્ટરનેટની આવશ્યક્તાને લઈ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થીત નગરજનોને સંબોધન કરતા રાજ્યસભા સાંસદ લાલસિંહભાઈ વડોદીયાએ જણાવ્યું હતુ કે સરકાર દ્વારા ડીઝીટલ ઈન્ડીયા કોન્શેપ્ટને પ્રમોટ કરવામાં આવી રહ્યો છે જેને સાર્થક કરવા માટે ઈન્ટરનેટ અનિવાર્ય બન્યુ છે જેને કારણે તેઓ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં ફ્રી વાઈફાઈ માટે રૂ.૩,૧૩,૧૦૨/- તેમજ બજાર સમિતિ વિસ્તાર માટે રૂ.૭,૮૩,૫૨૦/- ની ગ્રાન્ટ ફાળવી છે જે પ્રજાજનો માટે ઉપયોગી સાબીત થશે તેમ તેઓએ જણાવ્યું હતુ. સદર કાર્યક્રમમાં ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન પટેલ, ચીફ ઓફિસર ભારતીબેન સોમાની, ઉપ-પ્રમુખ કનુભાઈ શાહ, વહેપારી એશોશિયેશનના પ્રમુખ અશોકભાઈ શાહ, બાર એશોશિયેશનના પ્રમુખ મુકુંદભાઈ તલાટી, ઉમરેઠ શહેર ભાજપ મહામંત્રી પ્રકાશ પટેલ, સહીત બી.એસ.એન.એલના અધિકારી સુકેતુ સાહા, ડી.જી.એમ શ્રી દલાલ ,એ.જી.એમ ભરતસિંહ ગોહેલ ઉપસ્થીત રહ્યા હતા.

અમેરીકા અને કેનેડામાં વસતા થામણાવાસીઓનું ફ્લોરીડામાં સ્નેહ મિલન યોજાયું.


THAMNA01.jpg

ઉમરેઠ તાલુકાના થામણા ગામના કેટલાય પરિવારો અમેરીકા તેમજ કેનેડામાં વર્ષોથી વસવાટ કરે છે. મૂળ થામણાના અને અમેરીકા તેમજ કેનેડામાં રહેતા લોકોનો સ્નેહ મિલન સમારોહ તાજેતરમાં ટાઈટસવીલ ફ્લોરીડા ખાતે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં મૂળ થામણાના પરિવારોએ ભાગ લઈ પોતાના માદરે વતનના સ્મરણો વાગોળ્યા હતા તેમજ ભવિષ્યમાં નિયમિત રીતે આવા કાર્યક્રમોનું આયોજન કરવા માટે તત્પરતા બતાવી હતી.વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ ઉમરેઠ તાલુકાના થામણા ગામના મહેન્દ્રભાઈ પટેલ (મુખી)ની આગેવાની હેઠળ અમેરીકા અને કેનેડામાં વસતા થામણાવાસીઓ એક બીજાથી પરિચીત થાય અને વિદેશમાં એક બીજાને મદદરૂપ બને તેમજ પોતાના વિચારોની આપ-લે કરી શકે તે હેતુ થી ફ્લોરીડામાં સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ સમયે મુખ્ય આયોજકો મહેન્દ્રભાઈ પટેલ (મુખી), પ્રકાશભાઈ પટેલ,હિતેષભાઈ પટેલ,રામજીભાઈ પટેલ, દ્વારા દિપ પ્રાગટ્ય કરી સમારોહ ખુલ્લો મુક્યો હતો. મહેન્દ્રભાઈ પટેલ (મુખી) દ્વારા આવકાર પ્રવચન કરી યુનાઈટેડ થામણા ફેશબુક ગૃપ દ્વારા સૌ થામણા વાસીઓને એક બીજાના સંપર્કમાં રહેવા જણાવ્યું હતું. આ સમયે થામણા ગામનો તાજેતરનો વિશેષ વિડીયોનું પ્રસારણ કરવામાં આવ્યું હતુ જેને નિહાળી ઉપસ્થીત થામણાવાસીઓએ જૂના સંસ્મરણો વાગોળ્યા હતા અને પહેલાના થામણા અને હાલના થામણા વિષય પર ચર્ચા વિચારણા કરી હતી. હાલના આધુનિક થામણાનું સપનું સાકાર કરવા બદલ થામણા ગામના પૂર્વ સરપંચ ચંન્દ્રકાન્તભાઈ મુખીની ભારોભાર પ્રસંસા કરી હતી અને ભવિષ્યમાં જ્યારે પણ માદરે વતનને તેઓની જરૂર પડે તો ખડેપગે હાજર રહેવાની તત્પરતા બતાવી હતી. સદર સ્નેહ મિલન સમારોહમાં લગભગ ૨૦૦ જેટલા થામણાના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બબલભાઈ મહેતા અને રામદાસજી મહારાજના સ્મરણ કર્યા હતા.

ઉમરેઠ સ્વામિનારાયણ મંદિર દ્વારા ચંપલ વિતરક કરાયું.


swamin

ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં આવેલ વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રી ઘનશ્યામ મહારાજના ૨૦મા પાટોત્સવ નિમિત્તે નગરમાં ગરીબોને ચંપલ વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ શ્રી સ્વામિનારાયણ મંદિરના સત્સંગી યુવાનો તેમજ મંદિરના સંત મહંતો દ્વારા આજે સવારના સમયે મંદિરની આસપાસ સહીત નગરના રસ્તે અવર-જવર કરતા ગરીબ લોકોને ચંપલનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ સમયે ગરીબોને હર્ષની લાગણી વ્યકત કરી હતી.

રાજ્યસભા સાંસદની ગ્રાન્ટ માંથી લીંગડા અને ઉંટખરી ગામે શૈક્ષણિક સુવિધાઓનું લોકાર્પણ


લીંગડા હાઈ.સ્કૂલમાં નવા ઓરડા તેમજ ઉંટખરી સ્કૂલ ખાતે ૧૨ કોમ્યુટરનું લોકાર્પણ
IMG-20180702-WA0136IMG-20180702-WA0137

રાજ્યસભા સાંસદ લાલસિંહભાઈ વડોદિયાની ગ્રાન્ટ માંથી ઉમરેઠ તાલુકાના લીંગડા તેમજ ઉંટખરી ગામે શૈક્ષણિક સુવિધાઓનું લોકાર્પણ આજે રાજ્યસભા સાંસદ લાલસિંહભાઈ વડોદિયા તેમજ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારની વિશેષ ઉપસ્થીતીમાં યોજાયું હતું. ઉમરેઠ તાલુકાના લીંગડા ગામે હાઈસ્કૂલના નવા ઓરડાનું લોકાર્પણ આજે રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સમયે તાલુકા પંચાયતના પ્રમુખ મધુબેન પરમાર, લાલાભાઈ સરપંચ, એ.ટી.વી.ટીના સભ્ય વિમલભાઈ પટેલ સહીત અગ્રણીઓ હાજર રહ્યા હતા. ઉંટખરી ગામે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે ૧૨ કોમ્યુટર સેટ રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદિયાના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. આ સમયે સરપંચશ્રી સહીત અગ્રણીઓ વિશેષ ઉપસ્થીત રહ્યા હતા.