આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: June 2011

દાબેલી એક લાખ ચાલીશ હજારમાં પડી…!


ગઈ કાલે ઉમરૅઠમાં અજીબો ગરીબ કીસ્સો બન્યો..! એક મહાશય નગરની એક બેંક માંથી રૂ.એક લાખ ચાલીશ હજાર રૂપિયા ઉપાડવા ગયા હતા રૂપીયા લઈ પોતાની ઘર તરફ જતા રસ્તામાં ઓડ બજાર ખાતે દાબેલી ખાવાનું તેમને મન થયું અને રૂપિયા ભરેલી થેલી લઈ તે દાબેલીની લારીએ ઉભા રહ્યા દાબેલી ખાઈ જ્યારે તેમને તેમની થેલી લેવા હાથ લાંબો કર્યો ત્યારે થેલે ન દેખાતા દ્રાસકો પડ્યો થેલી ગાયબ થઈ ગઈ હતી અને તેમને દાબેલી એક લાખ ચાલીસ હજારમાં પડી તેનો અહેસાસ થઈ ગયો હતો.

થોડી કરાહોર થઈ, થેલી ઉઠાવનાર ગઠીયાની શોધખોળ થઈ પણ ગઠિયો પકડાય ખરો..? કહેવાય છે છેલ્લે ખાલી થેલી મળી કોઈ કહે છે થેલી ખારવાવાડી માંથી મળી તો કોઈ કહે છે થેલી બેચરી નહેર પાસે થી મળી. કોણ જાણે સત્ય શું છે..? પણ એક સવાલ વ્યાજબી છે કે, દોઢ લાખ જેવી રકમ લઈ કોઈ દાબેલી ખાવા ઉભું રહે ખરું અને કદાચ ઉભું પણ રહે તો થેલી લારી ઉપર મુકે ખરું..? પોલીસ યોગ્ય દીશામાં તપાસ કરે તો દાબેલી ની દાબેલી અને થેલી ની થેલી બધું ચોખ્ખું ચટ થઈ જશે.

ઉમરેઠ નગરપાલિકા સ્કૂલનું ગૌરવ


ગુજરાત રાજ્ય સ્કાઊટ ગાઈડ સંલગ્ન આણંદ જિલ્લા સ્કાઊટ ગાઈડ દ્વારા ઉમરેઠ નગરપાલિકા સંચાલીત સંતરામ માધ્યમિક શાળાના ધો.૧૦માં અભ્યાસ કરતા હેત કદમભાઈ દોશીને રાજભવન ગાંધીનગર ખાતે મહામુહીમ રાજ્યપાલશ્રી કમલાદેવીના વરદ હસ્તે રાજ્ય પુરસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. હેત દોશીની આ સિધ્ધી બદલ તેઓની શાળાના આચાર્ય તેમજ શિક્ષણગણએ શુભેચ્છા વ્યક્ત કરી હતી.

ઉમરૅઠની નવાજૂની


 • રોટરી ક્લબ ઉમરૅઠ દ્વારા સુરીલા કંઠની શોધ આજે પૂર્ણ થશે – આણંદના ટાઊન હોલ ખાતે રાજા હસન જજ પદે ઉપસ્થિત રહેશે અને ચરોતરના સુરીલા ઉમેદવારો પોતાના સુરનો પરચો આપશે.
 • ઉમરૅઠના સોસાયટી વિસ્તારમાં હવે ગંદકી શોધી પણ જળશે નહી, હા ભાઈ હા સાચી વાત છે. આવનારા દિવસોમાં ઉમરેઠની સોસાયટી વિસ્તારને સાફ કરવા માટે સફાઈ કોન્ટ્રાક્ટ આપવાનું પાલિકા આયોજન કરી રહી છે.
 • ઉમરૅઠના ભગવાન વગા વિસ્તારમાં આવેલ કદમ કોમ્યુટર ટ્રસ્ટના મકાનને પાલિકાએ પરત માગ્યું છે. કહેવાય છે વર્ષો પહેલા કદમ કોમ્યુટર ટ્રસ્ટને પાલિકા દ્વારા ટોકન રકમથી જગ્યા આપવામાં આવી હતી જે હવે નિયમ મુજબ ટ્રસ્ટ દ્વારા તેનો ઉપયોગ ન થતો હોવાને કારણે પરત માગવામાં આવી છે. ટ્રસ્ટમાં ઉમરેઠના ધારાસભ્ય પણ છે જેથી તેઓએ પણ આ મુદ્દે સકારાત્મક અભિગમ દાખવી નિયમો અનુસાર જગ્યા પાલિકાને પરત કરવા ખાતરી આપી છે. (સ્ત્રોત-સરદાર ગુર્જરી)
 • જો હવે ઉમરૅઠમાં તમારે બાંધકામ કરવું હોય તો પાલિકાની મંજૂરી સાથે નિયત કરેલ ડિપોઝીટ પણ ભરવાની રહેશે. તાજેતરમાં પાલિકાના સત્તાધીશોએ આ નિર્ણય લીધો છે જેથી ઉમરૅઠની બિલ્ડાર લાંબીને આર્થિક ભારણા વધશે. અત્રે ઉલ્લેખનિય છે આ પહેલા પાલિકા બાંધકામની મંજૂરી માટ કોઈ ડિપોઝીટ વસુલ કરતી ન હતી.
 • હજૂ પણ ઉમરૅઠમાં વરસાદનું આગમન થયું નથી. લાગે છે બધા બરાબર આવ..રે..વરસાસ, ઢેબરીયો વરસાદ… ઉની ઉની રોટલીને કારેલાનું શાક.. (દિવસમાં ત્રણ વખત) બોલ્યા નથી લાગતા. ચાલો ફરી મોટે થી બધા આવ..રે..વરસાદ બોલી જાવ ને ઉમરૅઠમાં વરસાદ આવે તેવું કાંઈ કરો..
 • છેલ્લે સૌથી સરસમાં સરસ વાત છેલ્લા બે રવીવારથી ઉમરેઠમાં લાઈટો બંધ થવાની પ્રથા બંધ થઈ ગઈ છે. એટલે રવીવારે જલસા પડી જાય છે. આશા છે આવતા રવીવારે પણ લાઈટો બંધ નહી જ થાય.

ઉમરૅઠની બ્રાન્ચ કન્યા-શાળામાં પ્રવેશોત્સવ યોજાયો.


ઉમરેઠના ઢાકપાલ વિસ્તારમાં આવેલ બ્રાન્ચ કન્યાશાળાનો પ્રવેશોત્સવ આજે વિધાનસભાના દંડક શ્રી અંબાલાલ રોહીતની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે અંબાલાલ રોહિતના હસ્તે શાળાના પટાંગનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. બાળકોને સંબોધતા અંબાલાલ રોહિતે જણાવ્યું હતું કે દેશ ની પ્રગતીનો પાયો આજના વિદ્યાર્થીઓ છે. તેઓએ પોતાની તમામ શક્તિઓને પોતાના ભણતરમાં લગાવી પોતાના અને દેશના ઉજળા ભવિષ્ય તરફ ડગ માંડવું જોઈયે. બાળકોએ આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. બાળકોને આ પ્રસંગે અંબાલાલ રોહિત, નગરપાલિકાના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ ઉમરેઠના યુવા કાર્યકર સુજલભાઈ શાહના હસ્તે શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.

Join “આપણું ઉમરેઠ” @ Google Group


Google Groups
આપણું ઉમરેઠ
Visit this group

ઉમરેઠમાં શ્રી રવિશંકર મહારાજ આંખના મોબાઈલ દવાખાનાનો આરંભ


 

ગુજરાત નેત્ર રાહત અને આરોગ્ય મંળડ સંચાલિત શ્રી રવિશંકર મહારાજ આંખનું દવાખાનું ઉમરૅઠ સેટેલાઈટ સેન્ટર ઉમરૅઠ લાયન્સ ક્લ તથા ઉમરેઠ નગરપાલિકાના સહયોગથી ખુલ્લુ મુકાયું હતું. આ પ્રસંગે ઉમરૅઠ તાલુકા ધારાસભ્ય લાલસિંહભાઈ વડોદિયા, વિષ્ણુભાઈ પટેલ અને સારસા મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઈ પટેલ (બોસ્કી) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હવે લાલ દરવાજા સેટેલાઈટ સેન્ટર ખારે આંખની હોસ્પીટલની મોબાઈલ વાન દર ગુરૂવારે આવશે જેનો લાભ લેવા નગરજનોને સંચાલકોએ જણાવ્યું છે. ખાસ કરીને આ સેવા થી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓએ આંખના રોગો માટે બહારગામના ડોક્ટરો ઉપર નિર્ભર રહેવું નહી પડે. આ મોબાઈલ વાનમાં આંખોના રોગને લગતા અદ્યતન સાધનો પણ રાખવામાં આવેલ છ અને જરૂરિયાત મંદ લોકોને વિના મુલ્યે સેવા આપવામાં આવશે તેમ ગીરીશભાઈ પટેલ (ડી.ગવર્નર લાયન્સ ક્લબ ચિખોદરા)એ જણાવ્યું હતું.

ઉમરેઠની નવા-જૂની..


 • બોસ જોરદાર ગરમી યથાવત્ છે, વરસાદનું આગમન જલ્દી થી થાય તો સારૂં. ચાલો આપણે સૌ સાથે બોલીયે, આવ..રે..વરસાસ, ઢેબરીયો વરસાદ… ઉની ઉની રોટલીને કારેલાનું શાક.. (દિવસમાં ત્રણ વખત બધા બોલજો વરસાદ ચોક્કસ આવશે..!)
 • ઉમરૅઠ નગરપાલિકામાં થતી મહત્વની કામગીરીનું વિડીયો રેકોડીંગ કરવામાં આવશે તેમ પાલિકાના સૂત્રો તરફથી જાણવા મળેલ છે. આમ થવાથી પાલિકાના વહિવટમાં પારદર્શીતા આવશે તેમ ચીફ ઓફિસરનું માનવું છે. આણંદ જિલ્લામાં આણંદ અને બોરસદ પાલિકામાં આ પ્રથા પહેલે અમલમાં આવી ગઈ છે.
 • ઉમરેઠ લાયન્સ ક્લબ અને ઉમરેઠ નગર પાલિકાના સહયોગથી ઉમરેઠ ખાતે ગુજરાત નેત્ર રાહત અને આરોગ્ય મંડળ સંચાલિત શ્રી રવિશંકર મહારાજ આંખનું દવાખાનું જૂની પંચાયત કચેરી ખાતે તા.૨૩.૬.૨૦૧૧ના રોજ ખુલ્લુ મુકવામાં આવશે.
 • લાયન્સ ક્લબ ઓફ ઉમરેઠનો પદ ગ્રહન સમારોહ તા.૨૩.૬.૨૦૧૧ના રોજ યોજાશે. નવા પ્રમુખ પદે રમેશભાઈ કાછીયા અને લાયોનેસ ક્લબના પ્રમખ પદે બીનાબેન શાહ પોતાની ટીમ સાથે પદગ્રહન કરશે.
 • “આપણું ઉમરૅઠ” બ્લોગમાં કુલ કોમેન્ટ, અરે કોમેન્ટો ૬૦૦ થઈ ગઈ છે. સૌથી વધુ કોમેન્ટ “ઉમરેઠમાં ખાવા પીવા જેવૂં” વિભાગમાં આવેલ છે ત્યારે બાદ “મંદિર અને ધાર્મિક સ્થળ” વિભાગમાં વધારે કોમેન્ટ આવેલ છે. હવે આપણું ઉમરૅઠ બ્લોગ તમે www.aapnuumreth.org ડોમીન નેમ થી ઓપન કરી શકો છો.
 • રોટરી ક્લબ ઓફ ઉમરૅઠ દ્વારા તા.૨૭.૬.૨૦૧૧ના રોજ આણંદ ટાઊન હોલ ખાતે SINGING GLORY OF CHAROTAR કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે રાજા હસન (સા..રે..ગા..મા ફેઈમ) જજ તરીકે ઉપસ્થિત રહેશે તેમજ ડાન્સ ઈન્ડિયા ડાન્સ ફેઈમ કમલેશ પટેલ પણ આ કાર્યક્રમ દરમ્યાન સ્પેશીયલ પરફોમન્સ રજૂ કરશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે ઈવેન્ટ કો.ઓ. રો. પરાગ ચોકસી જહેમત ઉઠાવી રહ્યા છે.

ઉમરેઠ-બેચરી ફાટક ખોટકાતા વાહન ચાલકો અટવાયા..!


 • ટેકનિકલ ક્ષતિને કારણે ફાટક ખુલતો ન હતો.

ઉમરેઠ બેચરી ફાટકમાં આજે અચાનક ટેક્નિકલ ખામી સર્જાતા બંધ થયેલ ફાટક ન ખુલતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા. કલાકો સુધી બંધ રહેલા ફાટકને કારણે કેટલાય વાહન ચાલકો રતનપુરા ફાટક અને ખરી વાળા ફાટકની મદદથી આગળ ધપ્યા હતા. ઉમરેઠ ઓડ માર્ગ ઉપર જી.આઈ.ડી.સી ફાટક ઉપર ઓવરબ્રીજ બનવાનું કામ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલું છે જેથી ઉમરૅઠ બેચરી ફાટક પાસે વધુ ટ્રાફિક રહે છે જ્યારે આ ફાટકમાં ટેક્નિકલ ખામી સર્જાતા મોટી સંખ્યામાં વાહન ચાલકો અટવાયા હતા જ્યારે જાણકાર લોકોએ રતનપુરા અને ઉમરૅઠ કસ્બા પાછળના ફાટકનો ઉપયોગ કરો હતો.

લગભગ ત્રણથી ચાર કલાક સુધી બંધ રહેલા ફાટકને કારણે સુંદલપુરા,બેચરી,ધૂળેટા સહિતના ગામના લોકોને ખાસ્સી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આખરે બપોરે એક-બે કલાકની આસપાસ બંધ થયેલ ફાટક લગભગ પાંચ વાગ્યાની આસ પાસ ખુલ્યો હતો જેથી વાહન ચાલકે હાશકારો અનુભવ્યો હતો. જ્યારે કેટલા વાહન ચાલકો કહેતા હતા કે બંધ થયેલા ફાટકમાં ખામી આવી ને ખુલતો નથી જ્યારે ખુલેલો ફાટક બંધ ન થયો હોત તો કેટલી મુશ્કેલી સર્જાત…? (ફાઈલ તસવીર)

ઉમરેઠની નવા-જૂની…


 • ગરમી..ગરમી..ને ગરમી…ગરમી..ખુબ ગરમી પડે છે ઉમરૅઠમાં, વરસાદનું નામો-નિશાન પણ નથી.
 • ગયા રવીવારે માત્ર ચાર-પાંચ મિનિટ જ લાઈટો ગઈ, જોરદાર કહેવાય બોસ..! MGVCL GROWING UP..!
 • અરે હા…આપણા ઉમરેઠમાં  બાબા રામદેવ (પેલા યોગ વાળા જ) ના ભક્તો પણ છે. રવીવારે અચાનક ભ્રષ્ટાચાર મીટાના હૈ, કાલા ધન વાપસ લાના હૈ ના નારા શંભળાયા પોળની બહાર જઈ ડોકિયું કર્યું ત્યારે બાબા રામદેવના સમર્થકો રેલી કાઢીને નિકળ્યા હતા. રેલીમાં કેટલા લોકો હતા ખબર છે..? લગભગ ૨૩..! ધીરે ધીરે વધશે વાંધો નહી,  શરૂઆત તો સારી થઈકહેવાય.
 • ઉમરેઠમાં નાળા અને ગટરો કેટલાક વિસ્તારમાં સાફ થાય છે લાગે છે તે વિસ્તારમાં હવે પાણી નહી ભરાય (પણ કોઈ ગેરેન્ટી નહી)

ઉમરૅઠના ધારાસભ્યએ ખેડૂતોના પ્રશ્નો અંગે રજૂઆતો કરી.


ઉમરૅઠ તાલુકાના ખેડૂતોના પડતર પ્રશ્નોને સત્વરે ઉકેલવા માટે ઉમરૅઠના ધારાસભ્ય લાલસિંહ વડોદિયાની આગેવાની હેઠડ ઉમરૅઠ સર્કીટ હાઊસ ખાતેથી રેલી સ્વરૂપે કોગ્રેસના કાર્યકરોએ રેલી કાઢી ઉમરૅઠ તાલુકા મામલતદારશ્રીને રજૂઆતો કરી હતી જ્યારે આ રજૂઆતને લઈ મામલતદાર ધ્વારા સકારાત્મક અભિગમ દાખવવામાં આવશે તેવી તંત્ર ધ્વારા હૈયાધારણા આપવામાં આવી હતી.

વધુમાં ખેડૂતોને જંત્રી, નવા કરારની જમીન, ટી.પી સ્કીમમાં જમીનની કપાત, તેમજ ખેત મજૂરોને ખેતિની જમીન અંગે વિવિધ પ્રશ્નોની આ સમયે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ અંગે તંત્ર સત્વરે નિર્ણય લઈ ખેડૂતો પ્રત્યે સકારાત્મક અભિગમ દાખવે તેવી ખેડૂતોની માંગ છે.

ઉમરેઠ રેલ્વે સ્ટેશનના બોર્ડની દુરદશા…!


“આપણું ઉમરૅઠ” બ્લોગના વાંચક મિલન શાહએ ઉમરૅઠ રેલ્વે સ્ટેશનની દુરદશા ઉજાગર કરતો ફોટો ક્લિક કર્યો છે.

એક તરફ પહેલેથી ઉમરૅઠ રેલ્વે સ્ટેશન દ્વારા પુરી પાડાવામાં આવતી અપુરતી રેલ સેવાથી પ્રજા ત્રસ્ત છે ત્યારે બીજી બાજૂ ઉમરૅઠ રેલ્વે સ્ટેશન ઉપર માળખાગર સુવિધાનો સંપૂર્ણ અભાવ જોવા મળી રહ્યો છે. ઉમરૅઠના રેલ્વે સ્ટેશનના મુખ્ય દરવાજા ઉપર અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષામાં ઉમરૅઠ લાઈટવાળા ફોન્ટથી લખવામાં આવેલ છે. પરંતુ કેટલાક ફોન્ટની લાઈટો બંધ પડી ગઈ હોવાથી વ્યવસ્થિત રીતે ઉમરૅઠ ન વંચાતા જાગૃત નાગરિકોની લાગણી દૂભાય તેમાં કોઈ બે મત નથી ત્યારે નગરની ગરીમા જળવાઈ રહે તે માટે લાગતા વળગતા તંત્ર દ્વારા સત્વરે આ અંગે કાંઈ ઘટતું કરવામાં આવે તે સમયની માંગ છે.

આ પહેલા પણ આપણું ઉમરૅઠ બ્લોગમાં ઉમરેઠનું રેલ્વે સ્ટેશન શોભાના ગાઠિયા સમાન લેખ રજૂ કર્યો હતો તે જોવા માટે અહિયા ક્લિક કરો.

બાબા રામદેવના સમર્થનમાં ઉમરેઠ ભાજપ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો


દિલ્હીમાં રામલીલા મેદાન ખાતે અહિંસક અનસન કરનાર બાબા રામદેવ અને તેઓના સમર્થકો ઉપર દિલ્હી પોલીસ ધ્વારા કરવામાં આવેલ લાઠી ચાર્જ સહિતના અમાનવીય અત્યાચારના વિરોધમાં ઉમરૅઠ શહેર ભાજપ દ્વારા ઉમરૅઠ બજાર સમિતિ બહાર ધરણા કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉમરૅઠ પાલિકાના ધારાસભ્ય વિષ્ણુભાઈ પટેલ, જિલ્લા ભાજપના દિપકભાઈ સાથી, તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ ઉપ-પ્રમુખ ફરીદખાન પઠાન તેમજ યુવા ભાજપના સુજલભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા અને કેન્દ્ર સરકારની ભ્રષ્ટાચાર વિરોધી નિતિ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

“મારા શબને શાહુજી ભટ્ટના ફળિયામાં બાળજો” – Once Upon A Time in Umreth


દોબારા દોબારા – અલતાફ પટેલ – ( ગુજરાત સમાચાર . રવિવાર પૂર્તિ ) 

 

ઉમરેઠ પાસેના અરડી ખાતે કૃષિ મહોત્સવ સમાપન સમારોહ દરમ્યાન વાવાઝોડાનો કહેર…!


 • મંડપ તુટી પડતા આખરે સ્કૂલમાં સમાપન સમારોહ યોજાયો.

ઉમરેઠ તાલુકાના અરડી ખાતે કૃષિ મહોત્સવ સમાપન સમારોહ કૃષિ મંત્રી ભુપેન્દ્રભાઈ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ સમયે આશિર્વચન દાતા ગણેશદાસજી મહારાજ, ઉમરેઠ તાલુકા ધારાસભ્ય લાલસિંહભાઈ વડોદિયા, કલેક્ટરશ્રી અવંતિકા સિંગ, તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિં ચોહાણ સહીત અગ્રણિઓ ઉપસ્થીત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય કરી અગ્રણિઓએ કરી હતી. કાર્યક્રમ શરૂ થતાની સાથે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફુંકાયો હતો અને સમારોહ માટે બાંધવામાં આવેલ મંડપ તુટીપડ્યો હતો સદનસિબે કોઈને પણ ઈજાઓ પહોંચી ન હતી. પવનને કારણે મંડપ અચાનક પડું પડું થતા ઉપસ્થિત ગ્રામ્યજનો અને અધિકારીઓએ જેમ તેમ કરી મંડપના વાસ પકડી રાખ્યા અને મહાનુભાવોને હેમખેમ નજીકની શાળામાં સુરક્ષીત પહોંચાડ્યા હતા ત્યાર બાદ શાળામાં કૃષિ મહોત્સવ સમાપન સમારોહ યોજાયો હતો. આ સમયે ખેડૂતોને કીટ વિતરણ કરવામાં આવ્યું હતુ અને આધુનિક પધ્ધતિથી ખેડૂતોને ખેતી કરવા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

કોમર્શિયલ ગેસ સિલેન્ડરમાં રૂ.૮૮નો વધારો – હોટર રેસ્ટોરંટના માલીકો પરેશાન


 •  જૂન-૨૦૧૦માં રૂ.૧૦૯૨.૬૭નો કોમર્શિયલ સિલેન્ડર જૂન-૨૦૧૧માં ૧૩૯૩.૮૪માં પડશે.

એક તરફ લોકો પેટ્રોલ, દૂધ અને અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવને લઈને પરેશાન છે ત્યારે કોમર્શિયલ ગેસ સિલેન્ડરમાં રૂ.૮૮નો ધરખમ ભાવ વધારો થતા હવે હોટલ અને રેસ્ટોરંટના માલીકો પરેશાન થઈ ગયા છે. સદર ભાવ વધારાને લઈ સામાન્ય પ્રજા ઉપર પ્રત્યક્ષતો નહી પરંતું પરોક્ષ અસર થવાની પુરે પુરી સંભાવના છે. ત્યારે હોટલ અને રેસ્ટોરંટના માલિકો પોતાની ખાદ્યચીજ વસ્તુના ભાવ વધારવા મજબુર થઈ જશે તેમાં કોઈ બે મત નથી.

એક તરફ આંતરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે ઓઈલ કંપની કોમર્શિયલ ગેસ સિલેન્ડરના ભાવમાં વધારો કરવા મજબુર છે. આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની બેરલ દીઠ કિંમત અને રૂપિયા અને ડોલરના વિનિમય દાને ધ્યાનમાં રાખી કોમર્શિયલ સિલેન્ડરમાં દર માસે ભાવ બદલાતો રહે છે. હાલના ભાવ અને ગર વર્ષમાં આજ સમયના ભાવની સરખામણી કરીયે તો ગત વર્ષની સરખામણીમાં લગભગ રૂ.૪૦૦નો વધારો કરવામાં આવ્યો છે જ્યારે ઓઈલ કંપનીના સુત્રોના જણાવ્યા મુજબ તેઓ આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના વધતા ભાવને કારણે કોમર્શિયલ સિલેન્ડરમાં ભાવ વધારો કરવા મજબૂર છે.

હોટલ અને રેસ્ટોરંટના માલિકો ઉપર પડતા આ વધારાના બોજને કારને તેઓ પરેશાન થઈ ગયા છે. બીજી બાજૂ પોતાના ઉપર પડતા આર્થિક બોજને દૂર કરવા કેટલાક હોટલ અને રેસ્ટોરંટના માલિકો ડોમેસ્ટીક ગેસ સિલેન્ડરનો પણ ગેરકાયદેસર દુર ઉપયોગ કરતા ખચકાત નથી. ત્યારે કોમર્શિયલ ગેસ સિલેન્ડરમાં વધતા જતા ભાવને કારણે વપરાશકારો ઉંચાભાવ આપી ડોમેસ્ટીક સિલેન્ડર ખરીદી કરે છે અને કાળા બજારીયાઓને પ્રોત્સાહન મળે છે. ઘર વપરાશના સિલેન્ડર ઉપર કેન્દ્ર સરકારની સબસીડી મળે છે અને ભાવને કાબુમાં કરવા અને પ્રજા ઉપર બોજો ઘટાળવા ઘરવપરાશના સિલેન્ડ્ર ઉપરથી વેટ પણ દૂર કરવામાં આવ્યો છે પરિનામે ઘરવપરાશના સિલેન્ડરની સરખામણીમાં કોમર્શિયલ સિલેન્ડર ખુબજ મોંધા પડે છે.

કોમર્શિયલ ગેસ સિલેન્ડર ઉપર ૧૫ ટકા વેટ દુર કરવા માંગ..

કોમર્શિયલ ગેસ સિલેન્ડ્ર ઉપર ૧૫ ટકા વેટ વસુલવામાં આવે છે જેના કારણે વપરાશકારો ઉપર આર્થિક બોજો વધી જાય છે ત્યાર કોમર્શિયલ ગેસ સિલેન્ડર ઉપર વેટ દૂર કરવા ભૂતકાળમાં ઓલ ઈન્ડિયા એલ.પી.જી ફેડરેશનના પ્રમુખ પી.એમ.પટેલ દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી હતી જેથી કોમર્શિયલ ગેસ સિલેન્ડરના વપરાશકારો ડોમેસ્ટીક સિલેન્ડ્રનો પણ ઉપયોગ ન કરે. જો કોમર્શિયલ ગેસ સિલેન્ડર ઉપરથી ૧૫ ટકા વેટ ઓછો કરવામાં આવે તો સિલેન્ડર દીઠ લગભગ ૧૫૦ થી ૨૦૦ રૂપિયાનો ઘટાળો થઈ શકે તેમ છે.

ઉમરેઠમાં પ્રી-મોન્સુન પ્લાન હેઠળ ગટરો અને કાંસની સફાઈ કરવાની જરૂર


પાણી પહેલા પાળ બાંધવાની નિતિ અખત્યાર કરી પાલિકા તંત્રએ સંભવિત ચોમાસાની પાણી ભરાવવાની પરિસ્થિતીને લઈ જાગવાની જરૂર છે.ઉમરેઠ નગરમાં ચોમાસા દરમ્યાન વરસાદી ઝાપટા પડે ત્યારે નગરના ઓડ બજાર ડેરી, સ્વામિનારાયણ મંદિર, વડાબજાર, ખારવાવાડી સહિત જાગનાથ ભાગોળ,પીપળીયા ભાગોળ જેવા નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. ત્યારે આવનારા ચોમાસામાં આવી પાણી ભરાવવાની ગંભીર સમસ્યા ઉભી ન થાય તે માટૅ ઉમરૅઠ પાલિકા તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન પ્લાન ઘડવામાં આવે અને નગર માંથી પાણી બહાર ઝડપથી જાય તે માટે નગરની મુખ્ય ગટરો અને કાંસ સાફ કરવામાં આવે તેમ નગરજનો લાગણી સાથે માગણી કરી રહ્યા છે.

હાલમાં કાળઝાડ ગરમી પડી રહી છે, ત્યારે આવનારા પંદર દિવસ પછી વરસાદની સંભાવના નકારી શકાય તેમ નથી ત્યારે પાલિકા તંત્ર સાબદું બને અને ઉમરૅઠના લોકોને ચોમાસા દરમ્યાન મુશ્કેલી ન મળે તે માટે નગરના મુખ્ય કાંસ અને ગટરો સાફ કરાવે તેની ખાસ જરૂરિયાત દેખાઈ રહી છે. નગરના ઓડ બજાર અને પીપળીયા ભાગોળ વિસ્તારમાં કાંસની હાલત અત્યંત ખરાબ છે. કેટલાય કાંસમાં બિનજરૂરી વનસ્પતીએ પોતાનો અડ્ડો જમાવી દીધો છે. કાંસ અને ગટરોમાં સ્થાનિક નાગરિકો ધ્વારા કચરો પણ નાખવામાં આવ્યો છે. જેના કારણે વરસાદના સમયે પાણીના નિકાલની ગંભીર સમસ્યા સર્જાય તેવી દહેશત નગરજનો વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે પાલિકા તંત્ર પણ આ અંગે સકારાત્મક અભિગમ દાખવી નગરના ભાગોળ વિસ્તારોમાં પાણીના નિકાલ માટેન કાંસ અને ગટરોની સફાઈ કરાવે તે ખુબ જરૂરી છે.

ઉમરેઠ લીંગડા માર્ગ ઉપર કાંસ સાફ કરવાની જરૂર.

 

ઉમરૅઠ લીંગડા માર્ગ ઉપર છેલ્લા કેટલાય સમયથી કાંસની સાફ-સફાઈ કરવામાં આવી નથી જેથી આવનારા ચોમાસાના સમયમાં ગંદકીથી ખદબદતા કાંસને કારણે પાણીના નિકાલની ગંભીર સમ્સ્યા સર્જાય તેવી આશંકા છે જેને કારણે ઉમરૅઠના નગરજનો ચિંતા કરી રહ્યા છે. વધુમાં ગયા વર્ષે આ કાંસને સાફ કરવાની કામગીરી કરવામાં આવી હતી જે દરમ્યાન કાંસ માંથી બહાર કાઢવામાં આવેલ કચરો રસ્તા ઉપર ઠાલવવામાં આવ્યો હતો જે આજ દીન સુધી જૈસે થે ની પરિસ્થિતીમાં છે. ત્યારે ઉમરેઠ લીંગડા માર્ગ ઉપર લાગતા વળગતા તંત્ર ધ્વારા સાફ સફાઈ કરી કચરો દૂર કરવામાં આવે તેવી માગણી પ્રવર્તમાન બની છે

%d bloggers like this: