આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: September 2018

આણંદમાં ઘર લેવું હોય તો આ જોવો…


લખનૌ ખાતે આંતરાષ્ટ્રીય વિજ્ઞાન ઉત્સવ-૨૦૧૮માં ઉમરેઠની શ્રી સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ ભાગ લેશે.


GSU_3388.JPG

વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર દ્વારા ભારતીય આંતરાષ્ટ્રીય વિજ્ઞાન ઉત્સવ-૨૦૧૮ જે આગામી ૫ ઓક્ટોમ્બર થી ૮ ઓક્ટોમ્બર દરમ્યાન લખનૈ મુકામે યોજાનાર છે જેમાં “સાયન્સ વિલેજ” પ્રોગ્રામ અંતર્ગત રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદીયા દ્વારા શ્રી સરસ્વતી સ્કૂલના પાંચ વિદ્યાર્થી તેમજ એક વિજ્ઞાન શિક્ષકની નિમણુક કરી વિજ્ઞાનના સદર મહા ઉત્સવમાં ભાગ લેવાની તેઓને તક આપી છે, જે અંતર્ગત પૂર્વતૈયારીના ભાગ રૂપે રાજ્યસભા સાંસદ સભ્ય લાલસિંહ વડોદીયા દ્વારા સ્કૂલની મુલાકાત કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ દ્વારા “સાયન્સ વિલેજ” પ્રોગ્રરામ અંતરગત માહીતી મેળવી જરૂરી સુચનો આપ્યા હતા. આ પ્રસંગે વિદ્યાલયના ચેરમેન ર્ડો.મધુસુધન એમ.ભગત, ટ્રસ્ટ્રી સુજલ શાહ તેમજ આચાર્ય રાજેશભાઈ વિશેષ ઉપસ્થીત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ શાળાનું નામ રોશન કરે તેવા આશીષ પાઠવી શાળાના વિદ્યાર્થીઓને આવી અમુલ્ય તક આપવા બદલ રાજ્યસભા સાંસદ સભ્ય લાલસિંહ વડોદીયાનો આભાર વ્યક્ત કર્યો હતો. 

ઉમરેઠ સેંન્ટ ઝેવિયર્સ સ્કૂલનું ગૌરવ


IMG-20180927-WA0010.jpg

ઉમરેઠ તાલુકા ખેલ મહાકુંભ-૨૦૧૮ અંતર્ગત ઉમરેઠની સેંટ ઝેવિયર્સ સ્કૂલના ધો.૭માં અભ્યાસ કરતા શ્રેય જીગ્નેશભાઈ શાહ અંડર-૧૪ ની ચેસ સ્પર્ધામાં વિજેયતા બની શાળાનું ગૌરવ વધારેલ છે. આ સમયે શાળા પરિવાર તેમજ તેઓના પરિવારજનોએ તેઓને અભિનંદન પાઠવી જીલ્લા કક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. 

ઉમરેઠમાં સૌ-પ્રથમ વખત શિવાય ગૃપ દ્વારા દશેરા પર્વ ની ભવ્ય ઉજવણી.


42596885_432708227252351_7085396565979824128_n.jpg

ઉમરેઠ એસ.એન.ડી.ટી મેદાનમાં નવરાત્રી મહોત્સવ ઉજવાશે.


ખેલૈયો માટે ફ્રી પ્રવેશ-ગરબા તેમજ મહીલાઓ માટે બેઠક વ્યવસ્થા પણ ફ્રી માં ઉપલબ્ધ કરવામાં આવશે.

ઉમરેઠ નગરમાં આ વર્ષે એસ.એન.ડી.ટી મેદાન ખાતે શ્રી ગૃપ દ્વારા તા.૧૦.૧૦.૨૦૧૮ થી ૧૮.૧૦.૨૦૧૮ સુધી નવરાત્રી મહોત્સવની ઉજવણી શિવનાદ વૃંદના સથવારે કરવામાં આવશે. નવરાત્રી મહોત્સવ દરમ્યાન ભાઈઓ તેમજ બહેનો માટે ફ્રી માં ગરબા રમવાની સુવિધા સહીત બહેનો માટે બેઠક વ્યવસ્થા પણ ફ્રી માં ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ જણાવતા શ્રી ગૃપના હર્ષ શહેરાવાળાએ જણાવ્યું હતુ કે, સુરક્ષ કારણ થી ભાઈઓ માટે ગરબા રમવા માટે આઈ.કાર્ડ ફરજિયાત છે, જે વિનામુલ્યે રજિસ્ટ્રેશન કરાવી શ્રી ગૃપની ઓફિસ ખાતે થી મેળવી શકાશે. તેઓએ ઉમેર્યુ હતુ કે, ભાઈઓ માટે પ્રવેશ પણ ફ્રી રાખવામાં આવ્યો છે, અને ઉભા-ઉભા ભાઈઓ ગરબાનો આનંદ લઈ શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ભાઈઓએ માત્ર બેસીને ગરબાનો આનંદ લેવો હોય તો જ પાસ લેવા જરૂરી છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે, નગરના એસ.એન.ડી.ટી મેદાનમાં ગરબા રમવા માટે ખેલૈયાઓને વધુ જગ્યા મળશે અને જે લોકો ગરબા જોવા માગતા હોય તેઓ માટે પણ વધારેમાં વધારે વિશાળ બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત ગરબા ગ્રાઉન્ડમાં દાતાશ્રીઓ તેમજ મહેમાનો માટે અલાયદી બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે, અને ગરબા ગ્રાઉન્ડમાં ફુડ કોર્ટ પણ ઉભી કરવામાં આવશે જેથી ખેલૈયા સહીત ગરબાનો આનંદ લેવા આવેલા લોકો ગ્રાઉન્ડ માંજ રીફ્રેશ થઈ શકે. નગરના ખેલૈયાઓ તેમજ ગરબા રસીકો શીવનાદ ગૃપના સથવારે ઝુમવા માટે થનગનાટ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

img_20180926_014735_1637378331167177038370.jpg

 

ઉમરેઠના ધારાસભ્યની રજૂઆતના પગલે એલી.ડી લાઈટ ની વિતરણ તેમજ રીપ્લેસમેન્ટ વ્યવસ્થા પૂર્વવત કરાઈ.


download.jpg

છેલ્લા કેટલાય સમય થી આણંદ જિલ્લાના તાલુકા મથકો ખાતે ઉજાલા યોજના અંતર્ગત આપવામાં આવતા એલ.ઈ.ડી બલ્બ ના વિતરણ તેમજ રીપ્લેસમેન્ટ અંગે વ્યાપક ફરિયાદો ઉઠી હતી. એમ.જી.વી.સી.એલ ની કચેરીઓમાં એલ.ઈ.ડી બલ્બ મેળવવા માટે તેમજ બદલાવવા માટે પ્રજાજનોએ ધરમ ધક્કા ખાવા પડતા હતા જેને પગલે ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલને રજૂઆત કરતા આણંદ જિલ્લામાં તાલુકા મથકો ખાતે એલ.ઈ.ડી બલ્બ વિતરણ વ્યવસ્થા વ્યવસ્થિત રીતે થાય તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં ઉમરેઠ એમ.જી.વી.સી.એલના સુત્રો તરફ થી જાણવા મળ્યું હતુ કે, ઉમરેઠ એમ.જી.વી.સી.એલ કચેરી ખાતે એલ.ઈ.ડી.બલ્બ વિતરણ તેમજ રીપ્લેસમેન્ટ જેવા કાર્યો યોગ્ય રીતે કરવામાં આવી રહ્યા છે.

ઉમરેઠ – ગણેશ પંડાલમાં સત્યનારાયણ દેવની કથા


ઉમરેઠમાં મેઘરાજાની હાથતાળી


ઉમરેઠમાં ગણપતિજીને અન્નકુટ ધરાવાયો.


ઉમરેઠમાં તાજિયા ઝુલુસ નિકળ્યા


ગુજરાતી સંગીત-સાહિત્ય ક્ષેત્રે અગ્રેસર…. જલસો એપ્લીકેશન ના જલસો જેમિંગ કાર્યક્રમમાં ઉમરેઠની સ્વર બેલડી આજે ચમકશે..!ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસાર સહીત ગુજરાતી લોક ગીત અને ગરબા જેવી કલાના કસબીને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત જલસો મ્યુઝીક એપ છેલ્લા કેટલાય સમય થી કાર્યરત છે. જલસો એપ માં નિયમિત ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપવાના વિવિધ ધાર્મિક તેમજ મનોરંજન પુરુ પાડતા અને જ્ઞાનસભર કાર્યક્રમ પીરસવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાતી લોક ગીત સહીત ડાયરો અને ગુજરાતી સંગીત માં આગળ પડતા કલાકારો પણ જલસો લાઇવ જેમિંગ કાર્યક્રમ માં અચુક હાજરી આપી પોતાની કલા લોકો સુધી પહોંચાળે છે, ત્યારે આજે તા.૨૧.૯.૨૦૧૮ ને શુક્રવાર ના રોજ રાત્રે ૮ કલાકે ગરબા ક્ષેત્રે લોકપ્રિય ગૌરવસમી ઝળહળતી ઉમરેઠ ની અને સમગ્ર ચરોતર સહીત ગુજરાતભરમા શીવનાદ ગ્રૂપ ના માધ્યમ થી અગણીત કાર્યક્રમ રજૂ કરી ચુકેલ સ્વર બેલડી સદાશિવ દવે અને સ્મુતિ દવે જલસો લાઇવ જેમિંગ કાર્યક્રમ માં પોતાની સંગીત સાધના ની ઝલક રજૂ કરશે. સદર કાર્યક્રમનો લાભ લેવા તેઓની ટીમ એ સંગીત પ્રેમિ જનતાને અનુરોધ કર્યો છે. સદર કાર્યક્રમ ગુજરાત સંગીત સાહીત્ય ની એક માત્ર એપ્લીકેશન તેમજ જલસો મ્યુઝીક ના ફેશબુક પેજ પર લાઇવ જોવા મળશે તેમ એક યાદી નાં સદાશિવ દવેએ જણાવ્યુ હતુ.

કાર્યક્રમ ફેશબુક પર લાઈવ નિહાળવા માટે અહીયા ક્લિક કરો.

ઉમરેઠ સાચીમાતા યુવક મંડળ દ્વારા પદયાત્રા કરી ડાકોર મંદિરે ધજા ચઢાવી.


dakor_dhaja.jpg

સાચીમાતા યુવક મંડળ દ્વારા દ્રિતિય ગણેશ મહોત્સવ ભક્તિભેર ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે ત્યાજેતરમાં ઉમરેઠ સાચીમાતા યુવક મંડળ દ્વારા ડાકોરના ઠાકોર શ્રી રાજારણછોડજીના મંદિર પર ભાવિનભાઈ શાહના યજમાન પદે ધજા ચઢાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સમયે મંડળના સભ્યો ઉમરેઠ થી ડાકોર પદયાત્રા કરી ડાકોરના શ્રી રણછોડરાય મંદિર ખાતે જય રણછોડ માખણચોરના નાદ સાથે પહોંચ્યા હતા અને મંદિરમાં ધજા ચઢાવી ધન્યતાનો અનુભવ કર્યો હતો. 

ઉમરેઠ ભટ્ટવાડી પોળ યુવક મંડળ દ્વારા… પેપર પસ્તી અને લોટ થી બનાવેલ ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર..!


bpym.jpg

ઉમરેઠની ભટ્ટવાળી પોળ ખાતે નવમો ગણેશ મહોત્સવ ભક્તિભેર ઉજવાઈ રહ્યો છે. આ વખતે ભટ્ટવાળી પોળ યુવક મંડળ દ્વારા પર્યાવરણની જાળવણી થાય તે હેતુ થી ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઉમરેઠની ભટ્ટવાળી પોળ યુવક મંડળના ગણેશજી પેપરની પસ્તી,ચચુકાનો લોટ અને અન્ય લોટની મદદ થી બનાવામાં આવ્યા છે, જેથી આ મૂર્તિ કોઈ પણ રીતે પર્યાવરણને નુકશાન નહી પહોંચાડે. આ અંગે વધુ માહીતી આપતા બિંદલ લખારાએ જણાવ્યું હતુ કે, ગણેશજીને વિધ્નહર્તા તરીકે આપણે પુજીયે છે, અને વિધ્નહર્તા ની પ્રતિમાં જ અન્ય જીવજંતુ કે પર્યાવરણ માટે વિધ્ન ન બને તે હેતુ થી ભટ્ટવાળી પોળ યુવક મંડળ દ્વારા નવમા ગણેશ મહોત્સવની ઉજવણી માટે ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવાનું વિચાર્યું હતુ, સદર વિચારને ઉમરેઠના જયંતભાઈ પેઈન્ટરે તેઓની કૂનેહ થી આકાર આપીને ભટ્ટવાળી પોળ યુવક મંડળના ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવી હતી. જયંતભાઈ પેઈન્ટરે જણાm વ્યું હતુ કે પેપર પસ્તીને પાણીમાં પલાળી તેની લુગદી બનાવી હતી, લુગદી દ્વારા બનાવેલ મૂર્તિના વિવિધ ભાગને ચોટાળવા માટે લોટ અને ચચુકાના ભુક્કાનો ઉપયોગ કરી મૂર્તિને અંતિમ ઓપ પાપ્યો હતો લગભગ પંદર થી વીશ દિવસની અથાગ મહેનત બાદ મૂર્તિ બનીને તૈયાર થઈ હતી. વધુમાં ભટ્ટવાળી પોળ યુવક મંળડના સભ્યોએ ઉમેર્યું હતુ કે, ગણેશ પંડાલમાં બિરાજમાન ઈકોફ્રેન્ડલી ગણેશજી વધુ આકર્ષક લાગે તે માટે પંડાલને મહેમદાવાદના ગણેશ મંદિરનો આકાર આપી સજાવવામાં આવ્યો છે, અને પેપર-પસ્તી અને લોટ માંથી બનેલ ગણેશજીની મૂર્તિ લગભગ સાઠા પાંચ ફુટ ઉંચી છે. જેને પગલે ઉમરેઠ પંથકમાં ભટ્ટવાળી પોળના ગણેશજીના દર્શનાર્થે આ વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. ઈકોફ્રેન્ડલી ગણેશજીને કારણે ઉમરેઠના ભટ્ટવાળી પોળ યુવક મંડળના સભ્યોમાં ગણેશ મહોત્સવને લઈ અનેરો ઉત્સાહ છે અને ભક્તિ સાથે વાતાવરણને જાળવીને યુવાનોએ સમાજમાં એક સુંદર સંદેશો પાઠવ્યો છે જેની ચોફેર પ્રશંશા થઈ રહી છે.

ઉમરેઠ સાચીમાતા યુવક મંળડ દ્વારા બીજા ગણેશ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે મફત આરોગ્ય શિબિરનું આયોજન કરાયું.


IMG_20180916_103410.jpg

ભક્તિ સાથે સેવાના અભિગમથી ઉમરેઠ ચોકસી બજારના સાચીમાતા યુવક મંડળ દ્વારા બીજા ગણેશ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે લાઈફ કેર ટ્રસ્ટના સહયોગ થી વિનામુલ્યે આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં દોઢસો જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો હતો અને ડાયાબીટીસ,બ્લડ પ્રેસર તેમજ બી.એમ.આઈ ચેક કરાવ્યો હતો. આ કેમ્પમાં જરૂરીયાતમંદ વાળા દર્દીઓને ર્ડો.અર્પીન પટેલે માર્ગદર્શન આપ્યું હતું. સાચીમાતા યુવક મંડળ દ્વારા લોકોના આરોગ્યની ચિંતા કરી આરોગ્ય લક્ષી શિબિર કરીને ગણેશજીની આરાધના કરવાના સદર અભિગમને લોકોએ વધાવ્યો હતો અને કાર્યકરોની પ્રશંશા કરી હતી. ઉલ્લેખનીય છે કે સાચીમાતા યુવક મંડળ દ્વારા દર ચૌદશે ડાકોર જતા પદયાત્રીકોની સેવા માટે પણ કેમ્પ રાખવામાં આવે છે અને તેઓ માટે ચા-નાસ્તાની સુવિધા ઉભી કરાય છે. ગણેશ મહોત્સવ નિમિત્તે અન્નકુટ નું પણ આયોજન કરવામાં આવશે તેમ સાચીમાતા યુવક મંડળના સભ્યોએ જણાવ્યું હતું. આરોગ્યલક્ષી શિબિરને સફળ બનાવવા માટે લાઈફ કેર ટ્રસ્ટના કાર્યકરો કૌશલભાઈ પટેલ, મિલનભાઈ પટેલ, કદમભાઈ દોશી તેમજ તેઓની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. 

ઉમરેઠ આરામ એવન્યુના ગણેશ મહોત્સવમાં વિવિધ ધાર્મિકનું આયોજન.


aaram_avenue.jpg

ઉમરેઠ નગરના આરામ એવન્યુ ખાતે બીજા ગણેશ મહોત્સવમાં વિવિધ ધાર્મિક અને મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા આરામ એવન્યુના સભ્યોએ ઉમરેઠની ધર્મપ્રેમિ જનતાને આમંત્રણ પાઠવ્યું છે. વધુમાં આ અંગે કૌશલભાઈ પંડ્યાએ જણાવ્યું હતુ કે, તા.૧૯/૯/૨૦૧૮ના રોજ જનતા માલવા (બપ્પી ઓર્કેસ્ટ્રા), તા.૨૦/૯/૨૦૧૮ના રોજ ભરોડા ભજન મંડળ,તા.૨૧/૯/૨૦૧૮ના રોજ ચુણેલ ભજન મંડળ, તેમજ તા.૨૨/૯/૨૦૧૮ના રોજ અન્નકુટ દર્શન તેમજ મહા આરતી તેમજ તા.૨૩/૯/૨૦૧૮ના રોજ વિસર્જન કાર્યક્રમ રાખવામાં આવેલ છે. 

ઉમરેઠનો દિપેન નૃત્ય કરી ગણેશજીની આરતી ઉતારે છે..!


અત્યાર સુધી લગભગ વીશ જેટલા જૂદાજૂદા ગણે પંડાલમાં નૃત્ય આરતી કરી છે.

d2.jpg

હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે ગણેશજી પ્રત્યે પોતાની આસ્થા બતાવવા માટે ભક્તો અવનવા વિકલ્પો પસંદ કરતા હોય છે. ઉમરેઠનો એક યુવાન ગણેશજી પ્રત્યે પોતાની આસ્થા અનોખી રીતે બતાવે છે. દિપેન દવે છેલ્લા કેટલાક ગણેશ મહોત્સવ દરમ્યાન ગણેશજીની નૃત્ય આરતી કરી ઉમરેઠ પંથકમાં આકર્ષનનું કેન્દ્ર બની ગયો છે. દિપેન પટેલે જણાવ્યું હતુ કે માત્ર ઉમરેઠ માંજ નહી ઉમરેઠ સિવાય અન્ય શહેરોમાં પણ તેઓએ નૃત્ય આરતી કરી છે. નૃત્ય આરતીમાં ગણેશજીની આરતી બે હાથમાં લઈ નૃત્ય કરી ગણેશજીની આરતી ઉતારવામાં આવે છે, આરતીનું વજન લગભગ બે કીલો આસપાસ હોય છે. નૃત્ય આરતીમાં દિવેટ કે ઘી ઢોળાય નહી તેનું પણ ધ્યાન રાખવું પડે છે. તાજેતરમાં ખારવાવાડી વિસ્તારમાં આવેલ ઉભા ગણેશજીની આરતી દિપેન દવેએ નૃત્ય કરી ઉતારી હતી. આ સમયે આ દિવ્ય આરતીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા

ઉમરેઠમાં ગણેશ મહોત્સવ ઉજવવાની શરૂઆત દાદા ના દરબાર, કાછીયાવાડ થી થઈ હતી.


UMRETH04_DADA_NO_DARBAR.jpg

ઉમરેઠ માં ગણેશ મહોત્સવ વીશે કોઇ વિચારે એટલે સૌ પ્રથમ કાછીયાવાડ દાદા ના દરબાર ના ગણેશજી સૌ કોઇ ને યાદ આવે જ. કેટલાક વડીલો ની વાત ધ્યાન માં લઇયે તો વર્ષો પહેલા ઉમરેઠનાં સૌ પ્રથમ ગણેશ મહોત્સવ દાદા ના દરબાર માં ઉજવવાનો શરૂ થયો હતો. જે પરંપરા આજે પણ કાયમ છે. ઉમરેઠ ના કાછીયાવાડ વિસ્તાર માં ઇન્દ્રવદનભાઇ કાછીયા નામના વ્યક્તિ પહેલા ગણેશજીની ઇકો ફ્રેન્ડ્લી મૂર્તિ સ્વહસ્તે પણ બનાવતા હતા, હાલમાં પણ તેઓ નાની ઇકો ફ્રેન્ડલી ગણેશજી ની મૂર્તિ બનાવે છે અને અમુક ગણેશ પંડાલ માં તેઓ દ્વારા બનાવેલ મૂર્તિ નું પણ પૂજન થાય છે. તો આપ સૌ કરો દાદા ના દરબાર માં બિરાજમાન ગણેશજી ના દર્શન.  – 

ઉમરેઠ ખ.વે.સંઘની ચાર બેઠકો બિનહરિફ,બે બેઠક પર ચુંટણી યોજાઈ.


વિભાગ-૬માં વિજયભાઈ બી.સોલંકી અને વિભાગ-૩ માં યોગેશભાઈ આર.પટેલનો વિજય

ele.jpg

ઉમરેઠ તાલુકા મામલતદાર જે.બી.દવેના ચુંટણી અધિકારી પદે આજે ઉમરેઠ તાલુકા ખ.વે.સંઘના ખેડૂત પ્રતિનિધિ અને વ્યક્તિ પ્રતિનિધિ ની કુલ છ પૈકી બે વિભાગોની ચુંટની યોજાઈ હતી જ્યારે ચાર બેઠક પર ઉમેદવારો બિનહરિફ ચુંટાઈ આવ્યા હતા.ખ.વે.સંઘના વિભાગ નંબર.૧ માં પ્રકાશભાઈ ભીખાભાઈ પટેલ, વિભાગ નં.૨માં અર્જુનસિંહ ફતેસિંહ ગોહેલ, વિભાગ.૪માં ડીકુલભાઈ નરેન્દ્રભાઈ પટેલ, તેમજ વિભાગ.૫માં ડાહ્યાભાઈ મોહનભાઈ ચાવડા બિનહરિફ વિજેયતા જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે બાકી રહેલા બે વિભાગની ચુંટણી યોજાઈ હતી જેમાં  વિભાગ ૩ માં યોગેશભાઈ રમેશભાઈ પટેલ અને છોટાભાઈ ચુનીભાઈ પટેલ મેદાનમાં હતા જે પૈકી છોટાભાઈ પટેલને ૧ જ્યારે યોગેશભાઈ પટેલને ૨ મત મળતા યોગેશભાઈ પટેલને વિજેયતા જાહેર કરાયા હતા. બીજી બાજૂ વિભાગ-૬માં મનુભાઈ રામાભાઈ ઝાલા અને વિજયભાઈ બી.સોલંકી મેદાનમાં હતા જે પૈકી મનુભાઈ ઝાલાને ૧ તેમજ વિજયભાઈ સોલંકીને ૨ મત મળતા વિજયભાઈ સોલંકીને વિજેયતા જાહેર કરાયા હતા.

#ભક્તિ #સેવા #આનંદ #બીજો_ગણેશ_મહોત્સવ સાચી માતા યુવક મંડળ દ્વારા આયોજીત દ્રિતિય ગણેશ મહોત્સવ, ચોકસી બજાર #ઉમરેઠ


lc.jpg

ઉમરેઠના ખારવાવાડીમાં આવેલ ગણેશ મંદિરનું અનેરૂં ધાર્મિક મહત્વ..!


ganpati_kharvavadi.jpg

ઉમરેઠના ખારવાવાડી વિસ્તારમાં વર્ષો જૂનું ગણપતિજી નું મંદિર સ્થાનિકોમાં આસ્થાનું પ્રતિક છે. માત્ર ગણેશ ચતુર્થી જ નહી પણ વર્ષના તમામ બુધવારે ગણેશજીના વિશેષ દર્શન કરવા ભક્તો મંદિરમાં ઉમટી પડે છે. ખારવાવાડી વિસ્તારના ગણેશ મંદિરમાં ગણેશજીની પ્રતિમા ઉભી છે જેથી તેને ઉભા ગણેશજીનું મંદિર તરીકે પણ સ્થાનિકો ઓળખે છે. રમેશભાઈ દવેના જણાવ્યા મુજબ મોટાભાગના ગણેશજીના મંદિરમાં ગણેશજી બેઠા હોય તેવી મુદ્રામાં તેમની પ્રતિમાં હોય છે, પણ ખારવાવાડીના ગણેશજીની મૂર્તિ ઉભી છે. એક માન્યતા મુજબ આ મંદિરમાં બુધવારે કોઈ બાધા રાખવામાં આવે તો તે અવશ્ય પૂર્ણ થાય છે, દર બુધવારે મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શનાર્થે આવતા હોય છે. લોકો પોતાના ઘરે થી ચાલતા તેમજ ખુલ્લા પગે પણ મંદિર આવી દર્શન કરવાની બાધા રાખતા હોય છે.

%d bloggers like this: