આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

About Me

કેમ છો મિત્રો, હું મારા બ્લોગના સમ ખાઈ ને કહુ છૂ કે, હું જે લખીશ સત્ય લખીશ. મારું નામ વિવેક દોશી છે, આણંદ જિલ્લાના ઉમરેઠ ગામનો વતની છું, અને આખી જિંદગી ઉમરેઠમાં જ રહેવાનો છું.

હું ખુબ આળશુ છુ,મને નવરાશ માથી ફુરસદ મળે ત્યારે હું કામ કરું છું ,મારો મુડ હોય તો તમારા માટે મરી પણ જાવ,પણ મુડ ના હોય તો..તમને કોઈ મારતુ હોય તો છોડાવા પણ ના આવુ, મારું ક્યારે કાઈ ઠેકાણુ નઈ ૨૦/૨૦ ક્રિકેટ જેવુ મારું કામ ક્યારે પલટી મારુ કોઈ ને ખબર ના પડે. હું તો તેવા દિવસની રાહ જોવું છું કે કોઈ મોટી લોટરી લાગે ને આખી જિંદગી નિકળી જાય , દરોજ્જ કામ ધંધે જવાની ચિંતા નહી.. શાંતિ થી ઉઠવાનું ખાવાનું-પીવાનું (ઠંડું પાણી કે કોલ્ડ્રીંક્સ, પાછું પેલું બધું ન સમજતા…) ફરી સુઈ જવાનું..મઝાની લાઈફ..

બીજી એક વાત કહું તો કોઈનું ભલું થતું હોય તો જૂઠ્ઠું બોલવાની મને મઝા આવે છે. મોટા ભાગે કોઈની વાતમાં હું પડતો નથી ને મારી વાતમાં કોઈ પડે તે મને ગમતું નથી. હું મારા બધા નિર્ણય જાતે જ લવ છું મને જે યોગ્ય લાગે તેજ હું કરું છું, તેનો અર્થ તે નથી કે હું જિદ્દી છું પણ કેટલાય સમયે અન્ય લોકોની લાગણી ને ધ્યાનમાં રાખી મને ન ગમતા નિર્ણય પણ કરી દવ છું.

હું કોઈનું કામ કરું તો ક્યારે પણ જે તે વ્યક્તિને તે અંગે અહેસાસ કરાવતો નથી અને કોઈ મારું કશું કામ કરે તો હું ઉપકાર કદી ભૂલતો પણ નથી, પણ કોઈ કશું કામ કરી શંભળાવી જાય તે મને બિલકુલ પસંદ નથી. બીજાને મદદરૂપ થવામાં મને આનંદ મળે છે, હા પણ આર્થિક રીતે નહી કારણકે, ગણપતિ જોડે ગાડીની આશા રાખવી હંમેશા ઠગારી જ નિવળે..!

સ્કૂલમાં હતો ત્યારે હંમેશા મને સવાલ થતો આ ન્યુઝ પેપરમાં બધુ કોણ લખતું હશે..? દરોજ્જ આટલું બધુ કેવી રીતે લખી શકાય..? કેટલીક વખત મારા વિચારો સાદા કાગળમાં ઉતારી અમારી જ્ઞાતિના મેગેઝીન “ખડાયતા જ્યોતિ”માં મોકલી દેતો હતો અને તે પ્રસિધ્ધ પણ થતા હતા ત્યાર થી લખવાની ચુર ઉપડી જે આજે પણ ચાલું છે. ઉમરૅઠ થી દુર રહેતા લોકોને ઉમરૅઠના હાલ જાણવા મળે તે માટે તેમજ મારી મરજી થી મારા વિચારો તમારી સમક્ષ લાવવા માટે મેં બ્લોગ લેખન ૨૯ મે-૨૦૦૯ થી શરૂં કર્યું છે.

sports: ઘર ગત્તા, ખો-ખો, ગીલ્લી ડંડા, પકડ દાવ

activities: ખાસ કાંઈ નહિ, ખાવાનું, પીવાનું (ઠંડું પાણી), સુઈ જવાનું અને તેમાંથી નવરાશ મળે તો કાંઈ કામ પણ કરવાનું.

books: મફતમાં મળે તે બધી બુકો વાંચવાની ગમે, શરત એજ કે ગુજરાતીમાં હોવી જોઈયે કારણે ઈગ્લીશ મારા માટે કાળા અક્ષર ભેંસ બરાબર..

music: ઓહ, સંગીત મુડ પર આધાર જેવો મુડ હોય તેવું સંગિત શાંભળવાનું બાય ધ વે પૈસા ખર્ચી સી.ડી લાવ્યો હોવ તેવી આજદીન સુધી કદી બન્યું નથી કાલનું કાંઈ નક્કી નહિ.

tv shows: મારી મમ્મી જોવે તે બધી ટી.વી સીરીયલ હું જોવું છું (જોવીજ પડે રીમોટ તેની પાસે હોય છે ને એટલે) પણ હા તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા ફેરી રીમોટ મારી પાસે રાખું છું

films: અજબ ગજબ કી પ્રેમ કહાની, રાજનીતી, ઓમ શાંતિ ઓમ, વેનસડે, દિલ ચાહતા હૈ, પા, પેજ-થ્રી, વેક અપ સીડ, સરકાર, અપહરન, લીસ્ટ બહુ લાબું છે એટલે કે, બહોત પીક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત….

cuisines: ખાવાની વાત નિકળે એટલે આપણો મિજાજ બદલાઈ જાય બોસ, હમ્મ્મ્મ્મ આમતો મમ્મી બનાવે તે બધુ જ ભાવે પણ નાસ્તામાં જો સિંગ ભજીયા, સેવ મમરા, ગળ્યા સકરપાડા, પાપડીને ચટણી, અને મારા ભાઈબંધની દૂકાનનું ચવાણું અને જમવામા ગુજરાતી થાળી (પાપડ સાથે), પંજાબી મેનું હોય તો ચીજ બટર મસાલા, બે-ત્રણ બટર રોટી, સલાડ, જીરા રાઈસ, દાલફ્રાય (શાક બહુ ના વધ્યું હોય તો જ..

16 responses to “About Me

 1. HEMLESH (BUDHO) ઓગસ્ટ 8, 2010 પર 12:52 પી એમ(pm)

  WELL DONE

  Like

 2. safu નવેમ્બર 2, 2011 પર 4:47 પી એમ(pm)

  nice vivek bhai thodak phota vadabajar na pan muko ple………

  Like

 3. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ જાન્યુઆરી 6, 2012 પર 9:01 પી એમ(pm)

  શ્રીમાન. વિવેકભાઈ,આપના વિશે આપે વિચારો વાંચ્યા
  ખુબ જ મુક્ત વિચારો, ખુલ્લા મનથી લખેલ છે.વળી આપના હકારાત્મ્ક અભિગમ ખ્બ જ ગમ્યો
  અભિનંદન સાહેબ

  Like

 4. નિરવ ની નજરે . . ! ઓગસ્ટ 18, 2012 પર 6:45 પી એમ(pm)

  અગાઉ પણ આપના બ્લોગની મુલાકાતે આવ્યો હતો , પણ કમેન્ટ કરવાની ” આળસ ” થતા નાસી છૂટ્યો !

  પણ ફરી ને આવવું જ પડ્યું , આપના ઉમરેઠ અંગેના બ્લોગના વખાણ કરવા , ખુબ જ દિલથી આપે આ બ્લોગ બનાવ્યો છે .

  Like

  • VIVEK DOSHI ઓગસ્ટ 20, 2012 પર 1:40 પી એમ(pm)

   ધન્યવાદ “નિરવભાઈ” આમ તો તમારી કોમેન્ટ મે બે દિવસ પહેલા જ વાંચફતી પણ પ્રતિભાવ આપવામાં “આળશ” આવતી હતી, ..ખેર દેર સે આયે દુરસ્ત આયે, આપશ્રીએ બ્લોગની પૂનઃ મુલાકાત કરી અને “વખાણ” પણ કર્યા તે બલદ તમારો “દિલ”થી આભાર..

   Like

 5. yuvrajjadeja ઓક્ટોબર 11, 2012 પર 1:13 પી એમ(pm)

  બહુ મસ્ત બ્લોગ છે, રજૂઆત પણ સરળ અને રસપ્રદ છે .

  Like

 6. himanshu acharya ફેબ્રુવારી 16, 2013 પર 9:07 પી એમ(pm)

  vivekbhai,

  can you give me information regarding thamna (chandrakanbhai patel) biogas-CNG plant. I have read somewhere about it, but cant confirm it. What they use, total cost, form where they get raw material erc.

  Regards,
  Himanshu Acharya
  9925485155

  Like

 7. sarakaribharti એપ્રિલ 24, 2014 પર 2:07 પી એમ(pm)

  સર
  આપનો બ્લોગ ખુબ જ સુંદર છે.આપ આપના બ્લોગ મારફતે ઘેર બેઠા બેઠા પણ પૈસા કમાઈ ને આવક મેળવી શકો છો.
  તેના માટે આપે સર્વ પ્રથમ http://www.kachhua.com/webpartener પર ક્લિક કરી અમારી ઓર્ગેનાઈઝેશન નાં સભ્ય થઈ ને વધુ આવક મેળવી શકો છો.
  વધુ માહિતી માટે આપ નીચેનાં સંપર્ક નં પર સંપર્ક કરી શકો છો
  Vijaykumar Thakkar
  mo-8000919100

  Like

 8. Pradip Bhatt જાન્યુઆરી 18, 2015 પર 9:38 એ એમ (am)

  writing from Chicago..I am proud of you. My dad, shankerprasad Bhatt passed away at 90 years and he was from umreth.
  I will be coming there to see you. Please email me your contact info.
  I am looking for contacts at Jubilee High School and Muleshwa mahadev.

  Thank you.

  Pradip Bhatt
  bhatt.pradip@gmail.com

  Like

 9. Anand એપ્રિલ 1, 2015 પર 5:36 પી એમ(pm)

  dear sir aapni jode sadhnaweeky magazine no Pdf ma juna ank khara hoy pleas mane janavso? Mare 2011 No ek ank joiye che?

  Like

 10. Ramesh Patel ઓક્ટોબર 20, 2015 પર 3:45 એ એમ (am)

  ખૂબ જ સરસ બ્લોગ…વિવિધતાથી ભરપૂર…વિકાસભાઈ ખૂબ ખૂબ અભિનંદન. આપનું ગામ ઉમરેઠ ડાકોરની નજીક તેમ મારું ગામ મહિસા પણ. આપના બ્લોગની મુલાકાત મનભરી કેલિફોર્નીઆથી માણી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 11. Amit માર્ચ 26, 2016 પર 1:59 પી એમ(pm)

  Vivek bhai, aam to ame Ahmedabad na pan Umreth Sathe to lenu che + Anand dist sathe lagav che atle a comment apu chu k khub Anand thayo k Gam ma pan koi blog create kari sake che ane vichoro raju kari sake che. Vicharo tamara khub sara che ane Lakhan pan. Bahu Vadhare nathi lakhato but saro blog che.

  Liked by 1 person

  • VIVEK DOSHI માર્ચ 26, 2016 પર 3:44 પી એમ(pm)

   અમીત સાહેબ ,

   તમારા શબ્દો બદલ ખૂબ ખૂબ આભાર આજે સાંજે બે ભાખરી વધારે ખવાશે..

   ઉમરેઠ પ્રત્યેનો તમારો લગાવ કાયમ રહે તેવી આશા, બીજુ ગામના લોકો બ્લોગ બનાવે-લખે તે જાણી તમને અચરજ થયું, તે જાણી મને ખૂબ અચરજ થયું.. અરે.સાહેબ ઉમરેઠ ગામના સપુત ભારતની સુપ્રિમ કોર્ટના જજ રહી ચુક્યા છે, રાજ્યના આરોગ્ય મંત્રી અને નાણા મંત્રી પદે પણ ઉમરેઠના મુરબ્બીશ્રીઓ ભૂતકાળમાં સેવા આપી ચુક્યા છે આવા અવનવા ઉમરેઠમાં બ્લોગ લખનાર મારા જેવા ફળિયે ફળીયે અને પોળે-પોળે રખડતા હશે.
   ફરી એક વખત બ્લોગની મુલાકાત કરવા બદલ આભાર , ભગવાન આપણા બે’વ નું ભલું કરે તેવી આશા..

   Like

  • VIVEK DOSHI ઓક્ટોબર 3, 2016 પર 8:44 પી એમ(pm)

   Khub khub aabhar

   Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: