આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: June 2014

ઉમરેઠ નગરપાલિકા દ્વારા કચરા પેટીનું વિતરણ કરાયું.


  • રસ્તામાં ગમે ત્યાં કચરો ફેંકનાર સામે દંડાત્મક પગલા ભરવામાં આવશે

ઉમરેઠ નગરપાલિકા દ્વારા નગરમાં સ્વચ્છા જળવાઈ રહે તે હેતુથી નગરના બજારોમાં વિવિધ વહેપારીઓને કચરા પેટીનું વિતરણ નગરપાલિકા કંપાઊન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલ, ઉપ-પ્રમુખ અલ્તાફભાઈ મલેક તેમજ રાજ્યસભાના સાંસદ લાલસિંહ વડોદીયા તેમજ નગરપાલિકાના સેનેટરી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સમયે ઉપસ્થિત નગરના વહેપારીઓને ડસ્ટબીન વિતરણ કરવમાં આવ્યું હતુ આ સમયે પાલિકા પ્રમુખ સંજયભાઈ પટેલે જણાવ્યું હતુ કે ઉમરેઠને સ્વચ્છ રાખવા માટે નાગરિકોએ પુરતો સહયોગ આપવાની જરૂર છે, નગરના વહેપારીઓ પોતાની દૂકાનો તેમજ ઓફિસોનો કચરો રસ્તા પર ન ફેંકી ડસ્ટબીનમાં જ નાખે તેવો આગ્રહ રાખ્યો હતો અને સફાઈ કામદાર જેતે વિસ્તારમાં આવે તેઓને કચરો આપવા અપીલ કરી હતી તેઓએ ઉમેર્યું હતુ કે ભવિષ્યમાં નગરને સ્વચ્છ બનાવવા માટે અભિયાન ચલાવવામાં આવશે અને જરૂર પડે તો નગરમાં ગંદકી ફેલાવનાર તત્વો સામે દંડાત્મક પગલા પણ ભરવામાં આવશે. નગરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુ થી પાલિકા તંત્ર દ્વારા ભરવામાં આવતા સદર પગલાને લઈ નગરજનો ઉત્સાહીત તેમજ સકારાત્મક અભિગમ દાખવી રહ્યા છે.

સફાઈ કામદારોને કાયમી કરવાની માંગ

ઉમરેઠ નગરપાલિકામાં મોટાભાગના સફાઈ કામદારો હંગામી ધોરણે છે, સફાઈ કામદારો કાયમી ન હોવાને કારને તેઓને પગાર સહીતના ભથ્થાનો લાભ મળતો નથી. આખા ગામનો કચરો ઉઠાવી ગામને સાફ રાખનાર સફાઈ કામદારો કાયમી ન હોવાને કારણે તેઓને આર્થિક વિકાસ રૂંધાઈ રહ્યો છે. સફાઈ કામદારો બે ટંકનું પેટિયું રડવા માટે નગરની વિવિધ પોળો અને ફળીયામાં સાફ સફાઈ કરી ગુજરાન ચલાવે છે. એક સફાઈ કામદારે જણાવ્યું હતુ કે નગરની પોળ અને ફળીયામાં સાફસફાઈ કરી પોળના લોકો દ્વારા તેઓને બે ટંક ભોજન મળી જાય છે પણ તેઓને કોઈ આર્થિક મહેનતાનું મળતું નથી અને મળે તો તે પુરતું હોતું નથી પરિનામે તેઓ નગરની પોળો અને ફળીયાને સાફ રાખવામાં બેદરકારી અને આળશું અભિગમ દાખવે છે જેથી પોળ અને ફળીયામાં સ્વચ્છતા જળવાતી નથી. નગરપાલિકાના સફાઈ કામદારોને સત્વરે કાયમ કરવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે.

ઉમરેઠના બાજીપુરા ગામે ભેખડ પડતા – બે દટાયા


એક મૃતદેહ બહાર કઢાયો – બચાવ રાહત કામગીરી ચાલું – 

ગટર લાઈન માટે ખોદકામ કરતા સમયે ભેખડ ઘસી પડ્યું – 

ઉમરેઠ પાસેના બાજીપુરા ગામે ગટરલાઈન માટે ખોદકામ કરતા સમયે ભેખડ ઘસી પડતા બે વ્યક્તિઓ દટાયા હોવાની આશંકા છે જેને પગલે ઉમરેઠ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવેલ છે.

ઉમરેઠમાં રક્તદાન શિબિર યોજાયો


BLODD

આજે ભાજપના સ્થાપક ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલીદાન દિવસ નિમિત્તે ભાજપના યુવા કાર્યકરો દ્વારા નગરની શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલય ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સંપૂર્ણ સુવિધાની સજ્જ મોબાઈલ વાનમાં રક્તદાન કરવા નગરના યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી અદા કરી હતી. સદર રક્તદાન કેમ્પમાં ઉમરેઠ શહેર તેમજ જિલ્લાના ભાજપના યુવા કાર્યકરો ઉપસ્થીત રહ્યા હતા.

ઉમરેઠની નવાજૂની


જ્યુબિલિ સ્કૂલમાં પ્રવેશોત્સવ યોજાયો.

school

ઉમરેઠની જ્યુબિલિ સ્કૂલ ખાતે પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ઉમરેઠ ખડાયતાજ્ઞાતિના અગ્રણી અરવીંદભાઈ સુત્તરીયા, હિમાંશુંભાઈ ચોકસી, તેમજ ઉમરેઠ શહેર ભાજપના અગ્રણી દિપલ પટેલ(બંટુ), પ્રકાશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળાના તેજસ્વી તારલાનોને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા માનવ પિરામીડ બનાવવામાં આવ્યો હતો અને શિક્ષણ સહીત તેઓની બાહ્ય પ્રતિભાના દર્શન કરાવ્યા હતા. પ્રવેશોત્સવ નિમિત્તે શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.


  • “અચ્છે દીન આ ગયે” હા, ઉમરેઠ માટે તો આ વાક્ય તદ્દન સાચ સાબીત થઈ રહ્યું છે, છેલ્લા ચાર-પાંચ રવીવારથી વીજ કાપ બંધ થઈ ગયો છે, ઉપરથી નગરના મોટાભાગના મુખ્ય રસ્તાઓ નવા બની ગયા છે.
  • ઉમરેઠ નગરમાં દૂધ મંળલીની ચુંટણી રવીવારના રોજ યોજાઈ હતી જેમાં કોગ્રેસ પ્રેરીત પેનલનો વિજય થયો હતો, ઉમરેઠ શહેર કોગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલની પેનલ વિજેયતા બન્યા હતા. કોગ્રેસ પ્રેરીત પેનલના ૬ સભ્યો વિજેયતા થયા હતા.
  • ઉમરેઠ લાયન્સ ક્લબનો પદગ્રહન સમારોહ તાજેતરમાં ગાયત્રી હોલ ખાતે યોજાયો હતો, લાયન્સ ક્લબ ઓફ ઉમરેઠના ચાલુ વર્ષના પ્રમુખ પદે અતીનભાઈ દરજી તેમજ લાયોનેસ ક્લબના પ્રમુખ પદે ગીતાબેન દરજીની વરણી કરવામાં આવી હતી તેઓને શપતવિધિ રાજેન્દ્રભાઈ ભટ્ટે અપાવી હતી. આ પ્રસંગે ઉમરેઠ સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજ, ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલ, ઉમરેઠ પો.સ.ઈ. આર.કે.મોઢીયા, સંસદ સભ્ય (રાજ્યસભા) લાલસિંહ વડોદીયા સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
  • ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ પટેલની રજૂઆતના પગલે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના વિવિધ ૨૪ જેટલા અસ્પાથ માર્ગને બનાવવા માટે મંજૂરી મળી હતી.

ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરમાં શ્રીજીને ચંદન-ડ્રાયફ્રુટના વાધા ધરાવાયા૫૫૦ની નોટ…!


હમના જ થોડા દિવસો પહેલા જ નરેન્દ્ર મોદીએ કહ્યું હતુ કે ઈન્ટરનેટ પર સર્ફીંગ કરનાર ભારતના યુવાનો ખુબજ ક્રિએટીવ માઈન્ડ ધરાવે છે જેનું જીવતું જાગતું ઉદાહરણ સદર રૂ.૫૫૦ની નોટ છે. હાલમાં ઉપરોક્ત રૂ.૫૫૦ની નોટ ઈન્ટરનેટ તેમજ વોટ્સઅપમાં વાઈરલ થઈ છે. કોઈ ભેજાબાજ વ્યક્તિએ પોતાની પાસે રહેલી પાંચસો અને પચ્ચાસની ફાટલી નોટનો સંગમ કરી રૂ.૫૫૦ની નોટ બનાવી દીધી છે અને અને તેમાં પણ કોઈ બે મત નથી કે આ ભેજાબાજે કોઈ વહેપારીને આ નોટ પધરાવી જ હશે. કોઈ વ્યક્તિના હાથમાં આ નોટ આવતા તે ઈન્ટરનેટ અને વોટ્સઅપમાં તરતી મુકવામાં આવી છે આ નોટ જોઈ સૌ કોઈ કહે છે, વાહ..રૂ.૫૫૦ની નોટ..!

ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિનું ગૌરવ


pyal20140601-WA0006 (1)ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિના મિતેષભાઈ ગુણવંતલાલ શાહ (કાંકણપુરાવાળા)ની પૂત્રી પ્રિયલ મિતેષભાઈ શાહ ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૮૯% તેમજ ૯૮% પર્સન્ટાઈલ સાથે ઉત્તરણીય થયા છે. તેઓને ઉમરેઠની શ્રી સરસ્વતિ શીશું વિદ્યાલયના શિક્ષકો સહીત ખડાયતા જ્ઞાતિના અગ્રણીઓ દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

 

hena-20140603-WA0000ઉમરેઠના ચંન્દ્રકાન્ત કેશવલાલ શાહ (કાકાની પોળ)ની પૌત્રી અને નીતાબેન- કલ્પેશકુમાર ચંન્દ્રકાન્ત શાહની પૂત્રી કુ.હેનાના તાજેતરમાં લેવાયેલ એસ.એસ.સી ની પરીક્ષામાં ૯૧.૮૯ પર્સન્ટાઈલ મેળવ્યા છે. કું.હેના અમદાવાદની સાબરમતી કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે તેઓને શાળા પરિવાર તેમજ જ્ઞાતિજનો તરફથી ખૂબ ખૂબ અભિનંદન સહીત ઉચ્ચ શિક્ષણ અર્થે અનેક અનેક શુભેચ્છા.

%d bloggers like this: