આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: August 2013

વોર્ડ નં.૯ની પેટા ચુંટણી યોજાશે.


ઉમરેઠ નગર પાલિકાની કૂલ ૨૭ બેઠકો પૈકી ૧ બેઠક ખાલી પડતા સદર બેઠક માટે પેટા ચુંટણી તા.૨૨.૯.૨૦૧૩ના રોજ યોજાશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. ઉમરેઠના વોર્ડ નં.૯ના સભ્ય દિલીપભાઈ પટેલે (ભાજપ) તાજેતરમાં રાજીનામુ આપ્ય બાદ સદર બેઠક ખાલી પડી હતી. ત્યારે હાલમાં જ ભાજપમાં પૂનઃ જોડાયેલા પ્રકાશાભાઈ પટેલને વોર્ડ નં.૯ માંથી ચુંટણી લડવા માટે મેન્ડેટ આપવામાં આવશે તેવી પ્રબળ શક્યતા છે, આ અંગે ઉમરેઠ શહેર ભાજપના અગ્રણીઓ દ્વારા સંકેતો પણ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મૂળ ભાજપનું ગોત્ર ધરાવતા પ્રકાશભાઈ પટેલ થોડા વર્ષો ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો હતો આખરે ભાજપ સાથે સમાધાન થઈ જતા તાજેતરમાં લીલાતોરણે તેઓને મહામંત્રીના પદ સાથે પૂનઃ ભાજપમાં લીધા હતા. હવે પાલીકામાં એન્ટ્રી મેળવવા માટે વાયા વોર્ડ નં.૯નો રસ્તો પકડી લીધો છે. સૂત્રો જણાવી રહ્યા છે કે, વોર્ડ નં.૯માં પાક્કી પક્કડ ધરાવનાર અરવિંદભાઈ પટેલ(વકીલ) સહીત ભાજપ સંગઠનનું પ્રકાશભાઈ પટેલને સમર્થન હોવાને કારણે પ્રકાશભાઈ પટેલની સામે કોગ્રેસ કે અપક્ષ દ્વારા હબદો ઉમેદવાર મુકવા માટે મથામન કરવી પડશે. ઉમરેઠની પ્રવર્તમાન રાજકિય પરિસ્થિતીને જોતા આગામી પેટા ચુંટણી રસાકસી પૂરણ બની રહે તેવા સ્પષ્ટ એંધાન છે, હવે પ્રકાશભાઈ પટેલ સામે કોગ્રેસ દ્વારા કયા ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે એ’તો આવનારો સમય જ બતાવશે. પણ એક વાત તો ચોક્કસ છે કે, વોર્ડ નં.૯માં છેલ્લા કેટલાય સમય થી ભાજપનું એક હથ્થુ શાશન રહ્યું છે.

ઉમરેઠના જાગનાથ મહાદેવ ખાતે મેળો ભરાયો


ઉમરેઠના જાગનાથ મહાદેવ ખાતે દર વર્ષે જન્માષ્ટ્રમીના દિવસે મેળાનું આયોજન થાય છે. પવિત્ર શ્રાવણમાસમાં મહાદેવના પટાંગણમાં યોજાયેલ મેળામાં મોટી સંખ્યામાં લોક આવ્યા હતા. જન્માષ્ટ્રમીના અવસરે જાગનાથ મહાદેવમાં ફુલવાડીના દર્શન સહીત ઘી થી બનાવેલ મહાદેવજીની પ્રતિમાના દર્શન કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

ઉમરેઠમાં મોડી રાત્રી સુધી દૂકાન ખુલ્લી રાખનારાઓ ઉપર તવાઈ..!


– મોડી રાત્રી સુધી દૂકાન ખુલ્લી રાખનાર બે દૂકાનદારો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી 

ઉમરેઠ પંથકમાં છેલ્લા કેટલાય સમય થી ચોરી સહીત ઉઠાંતરીની વારદાતો થઈ રહી છે, રાત્રીના સમયે કેટલાક લોકો બસ સ્ટેશન સહીત બજારમાં ફરતા હોય છે જેથી કેટલાક અસામાજીક તત્વો આવા સદગુહસ્તોના ટોળામાં ભળી જઈ આબાદ છટકી જતા હોય છે. જેથી ઉમરેઠ પંથકમાં રાત્રીના સમય અસામાજિક તત્વોને મોકળું મેદાન ન મળે તે માટે ડી.વાય.એસ.પી ફાલ્ગુનીબેન પટેલ દ્વારા મોડી રાત્રી સુધી ચાલુ રહેતા પાન ગલ્લા સહીત દૂકાનદારોને દૂકાનો વહેલી બંધ કરવા સુચનો આપી દીધા છે. આ પહેલા તાજેતરમાં ઉમરેઠમાં મોડી રાત્રી સુધી દૂકાન ખુલ્લી રાખનાર બે દૂકાનધારકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે ડી.વાય.એસ.પી ફાલ્ગુની પટેલે જણાવ્યું હતુ કે, રાત્રીના યુવાધન પાનના ગલ્લા તેમજ ચાની કીટલી ઉપર બેસી રહેતા હોય છે, જ્યારે મોડી રાત્રી સુધી ચાલુ રહેતી દૂકાનો – કીટલી તેમજ પાનના ગલ્લા ઉપર કેટલીકવાર યુવાનો એકબીજા સાથે નાનઈ નાની બાબતે ઝગડા પણ કરતા હોય છે, ભૂતકાળમાં આવા નાના ઝગડાને કારણે કાયદો વ્યવસ્થાને પણ અસર થઈ હોવાનું સૂત્રો કહી રહ્યા છે જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે આગોતરા આયોજન સ્વરૂપે રાત્રીના દૂકાનો બંધ કરવામાં આવી રહી છે. ડી.વાય.એસ.પી ફાલ્ગુની પટેલે ઉમેર્યુ હતુ કે, મોદી રાત્રી સુધી કે ૨૪ કલાક દૂકાન ચાલુ રાખવા અલગથી લાઈસન્સ લેવા પડે છે, ઉમરેઠમાં આવા લાયસન્સ કોઈ દૂકાન ધારક ધરાવતા હોય તેવું માલુમ પડ્યું નથી જેથી મોડી રાત્રી સુધી દૂકાન ચાલુ રાખનાર ઉપર ભવિષ્યમાં પણ તવાઈ રાખવામાં આવશે.આ અંગે નગરના દૂકાન ધારકોએ જણાવ્યું હતુ કે, છેલ્લા કેટલાય સમય થી રાત્રીના કોઈ પણ દૂકાન કે ગલ્લા ઉપર કાંકરી ચાળો કે ઝગડો થયો નથી. અચાનક રાત્રીના દૂકાનો બંધ કરવાના ફરમાનથી તેઓના ધંધા-રોજગાર ઉપર માઠી અસર પડે છે, આ અંગે પોલીસ તંત્ર વચ્ચેનો રસ્તો કાઢે તેવી તેઓએ માંગ કરી હતી. સાથે સાથે દૂકાન ધારકોએ ઉમેર્યું હતુ કે, રાત્રીના દૂકાનો બંધ કરાવવની પોલીસ તંત્રની નિતિને કારણે પાંડાના વાંકે પલાખીને ડામ જેવી સ્થિતિ તેઓ અનુભવી રહ્યા છે.

ઉમરેઠમાં દેશી દારૂની રેલમછેલ – સ્થાનિકો પરેશાન


જાગનાથ ભાગોળ પાસે વાઘરીવાસમાં ઠેર ઠેર દારૂની પરબો

ઉમરેઠના જાગનાથ ભાગોળ વિસ્તારમાં આવેલ વાઘરીવાસમાં દેશી દારૂની હાટળીઓ પુરજોશમાં ચાલતી હોવાનું સ્થાનિકો ચર્ચા કરી રહ્યા છે. દેશી દારૂના વહેપારીઓ પોલીસ સાથે ભાઈચારો કરી પોતાના દારૂના ધંધાને દિવસે દિવસે વિસ્તારી રહ્યા છે, બીજૂ બાજૂ ઉમરેઠના જાગનાથ ભાગોળ સહીત રાવળીયા ચકલા અને કસ્બાના રહીશો આ દેશી દારૂની હાટળીઓથી હેરાન પરેશાન થઈ ગયા છે. આ વિસ્તારમાં સાંજના સમયે દારીડીયાઓ બેફામ બની ફરતા હોય છે, કેટલાક દારૂડીયાઓ તો ભરબજારમાં અપશબ્દો પણ બોલતા ખચકાતા નથી આવા સમયે આ વિસ્તારમાં રહેતી મહીલાઓ ક્ષોભમાં મુકાઈ જાય છે. આ વિસ્તારમાં રહેતા સજ્જનો પણ આ દુષણસામે કાંઈ કરી શકતા નથી વધુમાં આ અંગે આ વિસ્તારના રહીશોએ જણાવ્યું હતુ કે, પોલીસ અને દારૂના વહેપારીઓ વચ્ચે સાંઠગાંઠ હોવાને કારણે તેઓની વાત કોઈ માનતું નથી. દેશી દારૂના વહેપારીઓને સ્થાનિકો ફરિયાદ કરે છે તો આ વહેપારીઓ બેફામ થઈ પોલીસ તો અમારા ખિસ્સામાં છે, જેવા વાક્યો બોલતા પણ ખચકાતા નથી. એક તરફ ગુજરાતમાં ભૂતકાળ દરમ્યાન લઠ્ઠાકાંડ સર્જાયા હોવા છતા પણ પોલીસ તંત્ર દેશી દારૂના વેપલા ઉપર નિયંત્રણ લાવતા નથી. સ્થાનિકો ચર્ચા કરી રહ્યા છે કે, આ વિસ્તારમાં દારૂ પીધા પછી દારૂડીયાઓ છાગટા બની જાય છે અને સ્થાનિકો પાસે નાની નાની વાતે ઝગડા કરે છે. આ દારૂના વહેપારીઓ ગરીબોને બાકીમાં પણ દારૂ આપતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેથી ગરીબોને એક વખત દેશી દારૂની લત પડે પછી તેઓનું આર્થિક શોષણ પણ કરે છે. આ વિસ્તારની મહીલાઓ દેશી દારૂની હાટળીઓ બંધ થાય તેવી માંગ કરી રહી છે. આ બાબતે જો પોલીસ તંત્ર યોગ્ય પગલા નહી ભરે તો જનતા આદોલનનો માર્ગ અપનાવશે તે નક્કી જ છે.

આવા પણ લોકો હોય છે..!


આજે એક મિત્ર રધુવીર ધડીયાનો જન્મ દિવસ છે, ફોન કરવામાં થોડી આળશ આવી એટલે, ફેશબુક ઉપર શુભેચ્છા પાઠવી દીધી, પણ આ મિત્રએ પોતાનો જન્મ દિવસ કઈ રીતે ઉજવ્યો તેની જાણ થઈ એટલે બધા કામ બાજૂમાં મુકી તેમને ફોન કર્યો. આજે તેમને અમદાવાદમાં ગરીબ ઘરના નાના બાળકો સાથે તેમનો જન્મ દિવસ ઉજવ્યો. આ ગરીબ બાળકોને ચોકલેટ, બિસ્કીટ અને રમકડા આપી તેમને આનંદ આવે છે, આજે તેમનો જન્મ દિવસ છે તેટલે જ નહી પણ તે અવાર નવાર ગરીબ બાળકોને કાંઈ ને કાંઈ આપતા હોય છે. મને ખ્યાલ છે ત્યાં સુધી તેમની કારમાં કાયમ બિસ્કીટ અને ચોકલેટ અવસ્ય હોય છે. કો’ક વાર પેટ્રોલ ખુટે પણ બિસ્કીટ ચોકલેટ અખંડ રહે જ છે.

ઉમરેઠ પણ અમે જ્યારે મળીયે ત્યારે તેઓ ગરીબ બાળકો માટે કાંઈક લઈને જ આવે છે, અને તે આવે ત્યારે બાળકોને ચોકલેટ બિસ્કીટ પાક્કા..! આજે રઘુભાઈ જોડે વાત થઈ ત્યારે તેમના આ વિચારો અંગે મે પ્રશંશા કરી ત્યારે તેમને કહ્યું , ” હોટલમાં જઈ હજાર પંદરસો ઉડાવી દેવા તેના કરતા હજ્જાર પંદરસો ના ચોકલેટ બિસ્કીટ ગરીબ છોકરાને આપીયે તો તેમને કેટલો બધો આનંદ મળે..? હોટલમાં તો આપણે અવાર નવાર જતા જ હોઈયે છે, પહેલા મારૂતી લઈને ફરતો હતો, હવે મર્સીડીઝ લઈને ફરું છું, બધુ તેમના જ આશિર્વાદ થીજ ને…!” તે લોકો ખુશ એટલે હું પણ ખુશ..!

સમાજમાં આવા પણ લોકો હોય છે.. ધન્ય છે આવા રધુભાઈ જેવા લોકો…!

ઉમરેઠ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે યુવા પારાયણની ઉજવણી


ઉમરેઠના બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસને અનુલક્ષી યુવાનોના સર્વાંગીક વિકાસ સહીત યુવાનોમાં ધાર્મિક ભાવના વધે તે હેતુ થી યુવા પારાયણનું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરના યુવા કાર્યકરો દ્વારા ધાર્મિક વક્તવ્યો સહીત યુવાન પોતાના જીવનમાં કઈ રીતે સફળતાપૂર્વક પોતાનો વિકાસ કરી શકે તેવા વિવિધ મુદ્દા ઉપર પ્રવચન યોજવામાં આવ્યું હતું આ યુવા પારાયણમાં લગભગ ૩૫૦ જેટલા યુવાનોએ ભાગ લીધો હતો અને સત્સંગ થી થતા ફાયદા અંગે ચર્ચા કરી હતી. આ સમયે ભજન કિર્તન સહીતની અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓનું પણ આયોજન થયું હતું. બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરમાં હાલમાં બાળકોના સર્વાગીક વિકાસ માટે બાળ પારાયણનું ત્રણ દિવસ માટે સત્ર યોજવામાં આવેલ છે, જેની પૂર્ણાહૂતિ ૨૫.૮.૨૦૧૩ના રોજ યોજાશે.

મેઘધનુષ


ગઈકાલે ઉમરેઠના આકાશમાં મેઘધનુષ દેખાયું હતું. કુદરતના આ દિવ્ય નયનરમ્ય રૂપને જોવાની ઉમરેઠના લોકોને તક મળી હતી. મેઘધનુષનો નજાર લગભગ ૧૫ મિનિટ સુધી સુંદર રીતે દેખાયો હતો, ત્યાર બાદ મેઘધનુષ આછુ થવા લાગ્યું હતું, મેઘધનુષ પોતાનું ચરમ ઉપર પહોંચેલ રૂપ છોડે તે પહેલા નગરના બસ સ્ટેશન વિસ્તારમાં ગુજન પટેલે આ મેઘધનુષને પોતાના કેમેરામાં કેદ કરી દીધી હતું.

ઉમરેઠમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી


ઉમરેઠમાં ઉત્સાહભેર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નગરની મામલતદાર કચેરી ખાતે મામલતદારશ્રી વસાવાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉમરેઠ પોલીસ સ્ટેશનના સ્ટાફ સહીત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉમરેઠની તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખશ્રી ભૃગુરાજસિહ ચૌહાણના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજ વંદન કરવા માટે તાલુકા પંચાયત કચેરી ખાતે નગરની સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ તાલુકા પંચાયત કચેરીના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઉમરેઠ નગરપાલિકા ખાતે પ્રમુખ સંજયભાઈ પટેલે ધ્વજ વંદન કર્યું હતુ, જ્યાં નગરપાલિકાના સભ્યો સહીત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉમરેઠના વાંટા સ્ટ્રીટ વિસ્તારમાં પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં આ વિસ્તારના યુવાનોએ એકઠા થઈ ધ્વજ વંદન કર્યું હતું. ઉમરેઠ ન્યાય સંકુલમાં સિવિલ જજના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. નગરની જ્યુબિલિ સ્કૂલ, એચ.એમ.દવે, શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલય તેમજ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે પણ ધ્વજ વંદન સહીત સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરમાં સવારથી દેશ ભક્તિનો માહોલ દેખાતો હતો, કેટલા નાના બાળકો નાના ઝંડા લઈ ફરતા જોવા મળ્યા હતા. એકંદરે ઉમરેઠમાં ઉત્સાહભેર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ખંભોળજ-વાસદ માર્ગની બિસ્માર હાલત – વાહન ચાલકો પરેશાન


ઉમરેઠ થી વડોદરા જવાના માર્ગ ઉપર ખંભોળજ થી વાસદ માર્ગ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં હોવાને કારણે આ રસ્તે અવર જવર કરતા નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તેમાં પણ ખંભોળજના સ્થાનિકોને તો દરોજની અવર જવરમાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. હાલમાં વરસાદનો સમય ચાલતો હોવાને કારણે આ બિસ્માર માર્ગ ઉપર ઠેર ઠેર ખાબોચીયા ભરાયલા હોવાથી ટુ-વ્હીલર સહીત મોટા વાહનોને પણ અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તેઓને સતત અકસ્માતનો ભય રહ્યા કરે છે. ભારે વરસાદના સમયે તો આ માર્ગ ઉપર કેટલાય ટુ-વ્હીલર ચાલકો પડી જતા હોવાની પણ ઘટનાઓ બની હોવાની સ્થાનિકો ચર્ચા કરી રહ્યા છે. ત્યારે સતત વ્યસ્તથેતા આ માર્ગને તંદુરસ્ત કરવા લાગતા વળગતા તંત્ર દ્વારા પરિણામ લક્ષી પગલા ભરવામાં આવે તેવી સમયની માંગ છે. વધુમાં આ અંગે ઉમરેઠ થી વડોદરા અપડાઊન કરતા રવી શેઠેએ જણાવ્યું હતુ કે, ખંભોળજ થી વાસદ માર્ગ છેલ્લા છ મહીનાથી બિસ્માર છે, છતા પણ તંત્ર તે રીપેર કરતું નથી, તેઓએ ઉમેર્યું હતુ કે ખંભોળજ થી વાસદ જવા માટે બિસ્માર રસ્તાને કારણે તેઓનો સમય વેડફાય છે, અને અકસ્માતનો ભય રહે છે. આ માર્ગ ઉપર બસ ડ્રાઈવરો થી માંડી રીક્ષા અને છકડા વાળા પણ ભયના ઓથા નીચે વાહનો હંકારે છે ત્યારે આ રસ્તો સત્વરે રીપેર કરવામાં આવે તેવી માંગ પ્રવર્તમાન બની છે.

વિદ્યાનગરની જી.એચ.પટેલ કોલેજના વિદ્યાર્થીઓને સ્વ દેવાંગ મહેતા આઈ.ટી.એવોર્ડ-૨૦૧૩ એનાયત કરાયો.


  • જી.એચ.પટેલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જી-સ્લેટ નામની એજ્યુકેશનલ એપ્લીકેશન તૈયાર કરાઈ.

સ્વ દેવાંગ મહેતાની યાદમાં દર વર્ષે એન્જીનીયરીંગ અને ટેક્નોલોજી ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટે તેઓને એક લાખ રૂપિયા રોકડા તેમજ ટ્રોફીથી પ્રોત્સાહીત કરવામાં આવે છે. આ વર્ષે પણ સ્વ દેવાંગ મહેતા આઈ.ટી એવોર્ડ-૨૦૧૩ અમદાવાદ ખાતે ગુજરાત યુનિ હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સ્વ દેવાંગ મહેતા મેમોરીયલ લેક્ચર પણ યોજાયું હતું જેમાં મુખ્ય વક્તા પદે શ્રી અશોક સુત (હેપીએસ્ટ માઈન્ડ,ચેરમેન)ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દિપ-પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો, મુખ્ય વક્તા અશોક સુતએ સ્વ દેવાંગ મહેતા સાથે વિતાવેલ દિવસો યાદ કરતા તેઓની કૂનેહની પ્રશંશા કરી હતી. તેઓએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને પોતાના જીવન દરમ્યાન કઈ રીતે શૈક્ષણિક ક્ષેત્રે આગળ આવવું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું, તેમજ નવોદીત ઉદ્યોગ સાહસીકોને મુઝવતા પ્રશ્નોનું નિરાકરણ સમજ્યાવ્યું હતું. આ સમયે આવકાર પ્રવચન કરતા હરીશ મહેતા (કો.ફાઊન્ડર – નાસ્કોમએ ઉપસ્થિત મહાનુંભાવોનો પરિચય આપ્યો હતો. સ્વ.દેવાંગ મહેતા આઈ.ટી એવોર્ડ માટે ગુજરાતભરની એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના પ્રોજેક્ટ સબમીટ કરવામાં આવ્યા હતા જેમાંથી વિદ્યાનગરની જી.એચ.પટેલ ઈન્ટિટ્યુટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજી કોલેજના વિદ્યાર્થી ભાવિક ટીકુડીયા (પોરબંદર) , અમી શાહ (વાપી), અને ચાંદની મેનપરા (જૂનાગઢ)ના પ્રોજેક્ટ જી-સ્લેટને (એજ્યુકેશન એપ્લીકેશન ફોર બેઝીક ગુજરાતી)ને પ્રથમ ઈનામ પ્રાપ્ત થયું હતું. આ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતુ કે જી-સ્લેટ એપ્લીકેશન બેઝીક ગુજરાતી શિખવા માટે ખુબ જ ઉપયોગી સાબીત થશે. આ એપ્લીકેશન દ્વારા ગુજરાતી ભાષાની બારીકાઈથી છનાવટ કરવામાં આવી છે, સ્વર, વ્યંજન સહીતના વિભાગો તેમાં આવરી લેવામાં આવ્યા છે. તેઓએ ઉમેર્યું હતુ કે હાલમાં જી-સ્લેટ એપ્લીકેશન એન્ડ્રેઓઈડ માર્કેટમાં ઉપલબ્ધ નથી પરંતુ એન્ડરોઈડ મારકેટમાં આ એપ્લીકેશન ઉપલબ્ધ કરાવવા પ્રોસેસ કાર્યરત છે. સમારોહના અંતે સ્વ.દેવાંગ મહેતા ફાઊન્ડેશન દ્વારા સમારોહને સફળ બનાવવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપનાર તમામ કાર્યકરો સહીત ગુજરાતીમાં દેવાંગ મહેતાના જીવન ઉપર પુસ્તક લખનાર જીતેન્દ્રભાઈ જોશી તેમજ સ્વ.દેવાંગ મહેતા આઈ.ટી એવોર્ડની પસંદગી કરવા માટે પ્રોફેસરોની પેનલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ તેઓને મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

અમદાવાદ ખાતે સ્વ.દેવાંગ મહેતાની યાદમાં વ્યાખ્યાન યોજાશે.


ઉમરેઠના પનોતા પૂત્ર અને આઈ.ટી ક્ષેત્રે ભારત દેશને વિશ્વના ફલક ઉપર મુકનાર સ્વ દેવાંગ મહેતાની સ્મુતિમાં તા.૭/૮/૨૦૧૩ને બુધવારે ગુજરાત યુનિ.કોન્વોકેશન હોલ નં.૨/૩ ખાતે બપોરે ૨ કલાકે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ છે. આ સમયે મુખ્ય વક્તા પદે શ્રી અશોક સુત(chairman – happiest minds)હાજર રહેશે.દેવાગ મહેતા આઈ.ટી.એવોર્ડ-૨૦૧૩ અંતર્ગત આઈ.ટી.ક્ષેત્રે ત્રણ નામાંકિત પ્રોજેક્ટ માટે સમગ્ર ગુજરાતની એન્જીયરીંગ કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરી ઈનામો એનાયત થશે. આ સમારોહમાં ઈબાદ ખાતીબ(સી.ઈ.ઓ – ડી.એમ.એફ.ટી), હરીશ મહેતા (કો.ફાઊન્ડર – નાસ્કોમ),ર્ડો.નીતાબેન શાહ (ડીરેક્ટર – ગુજરાત ઈન્ફોર્મેટીક્સ લીમીટેડ), ર્ડો.અક્ષય અગ્રવાલ (વાઈસ ચાન્સિલર , જીટીયુ) ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ સહીત આમંત્રિતોને સંબોધીત કરશે.

ઉમરેઠ ચોકસી મહાજનના ૫૦વર્ષની ઉજવણી કરાઈ.


ઉમરેઠ ચોકસી મહાજનના પ૦ વર્ષની ઉજવણી સમયે કા.સભ્ય રાકેશભાઈ ચોકસી, ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલ, ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઈ પટેલ(બોસ્કી), ચોકસી મહાજનના પ્રમુખ જયંતભાઈ શાહ(ચંદનવાળા), તેમજ દિવ્યેશભાઈ દોશીએ મંચની શોભા વધારી હતી.

ઉમરેઠ ચોકસી મહાજનના પ૦ વર્ષની ઉજવણી સમયે કા.સભ્ય રાકેશભાઈ ચોકસી, ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલ, ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઈ પટેલ(બોસ્કી), ચોકસી મહાજનના પ્રમુખ જયંતભાઈ શાહ(ચંદનવાળા), તેમજ દિવ્યેશભાઈ દોશીએ મંચની શોભા વધારી હતી.

ઉમરેઠના ચોકસી મહાજનના ૫૦ વર્ષની ઉજવણી નાસિકવાળા હોલ ખાતે ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે ચોકસી મહાજન દ્વારા વિવિધ સાંસ્કૃતિક, મનોરંજન કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સવારે રમત ગમત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ચોકસી મહાજનના સભ્યોના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. ચોકસી મહાજનના ૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે આયોજીત સમારોહમાં મુખ્ય મહેમાન પદે ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઈ પટેલ(બોસ્કી), અતિથિ વિશેષ પદે ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, આવકાર પ્રવચન કરતા ઉમરેઠ ચોકસી મહાજનના પ્રમુખ જયંતભાઈ શાહએ જણાવ્યું હતુ કે, ઉમરેઠના ચોકસીના વહેપારીઓની શાખને કારણે ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના લોકો ઉમરેઠ માંથી જ જ્વેલરી સહીતના આર્ટીકલો ખરીદવાનો આગ્રહ રાખે છે. ઉમરેઠના અર્થતંત્રમાં ચોકસી બજાર એન્જીનની ભૂમિકામાં છે, ચોકસી બજારના ગ્રાહકોને લીધે નગરમાં અન્ય બજારના વહેપારીઓને પણ ગ્રાહકીનો લાભ મળે છે. પ્રાસંગીક પ્રવચન કરતા ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ પટેલ (બોસ્કી)એ ચોકસી મહાજનના સભ્યોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે, ચોકસી મહાજનને જ્યારે પણ તેઓની જરૂર પડશે ત્યારે તેઓ હંમેશા તેઓની પડખે ઉભા રહેશે. સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સમારોહનું સંચાલન પરાગભાઈ ચોકસી, દિપકભાઈ ચોકસીએ કર્યું હતું. સમારોહને સફળ બનાવવા માટે રાકેશભાઈ ચોકસી, દિવ્યેશભાઈ દોશી તેમજ કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સમારોહ બાદ મનોરંજન કાર્યક્રમ યોજાયા હતા જેમાં મ્યુઝિકલ નાઈટનો ચોકસી મહાજનના સભ્યોએ આનંદ લીધો હતો.

ઉમરેઠ ચોકસી મહાજનના ૫૦ વર્ષની ઉજવણી કરાશે.


ઉમરેઠના ચોકસી મહાજનની સ્થાપણાના ૫૦ વર્ષની ઉજવણી આગામી તા.૪.૮.૨૦૧૩ના રોજ ઉમરેઠ ખાતે યોજાશે. મુખ્ય મહેમાન પદે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઈ પટેલ (બોસ્કી) તેમજ ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ઉમરેઠ ચોકસી મહાજન દ્વારા ઈનામ વિતરણ સમારોહ, સાસ્કૃતિક કાર્યક્ર્મ સહીત મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ચોકસી મહાજનના સભ્યોના તેજસ્વી વિદ્યાર્થીઓનું આ પ્રસંગે વિશેષ સન્માન કરવામાં આવશે તેમ એક યાદીમાં ચોકસી મહાજનના પ્રમુખ જયંતભાઈ શાહએ જણાવ્યું હતું.

ઉમરેઠના ભગવાનવગા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય – સ્થાનિકો પરેશાન


  • છેલ્લા એક મહીનાથી કાદવ ઉલેચી અવર જવર કરતા સ્થાનિકો

ઉમરેઠના ભગવાન વગા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગંદકીનું સામ્રાજ્ય હોવા છતા તંત્ર દ્વારા ગંદકી દૂર કરવા કોઈ નક્કર પગલા ન ભરવામાં આવતા સ્થાનિકો હેરાન થઈ ગયા છે સાથે સાથે આ વિસ્તારના લોકોને રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે. આ અંગે સ્થાનિક તંત્ર ઘટતું કરે તે માટે આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે. ઉમરેઠમાં છેલ્લા એક મહીના દરમ્યાન સારો વરસાદ નોંધાયો છે, એક તરફ વરસાદ થી લોકો ખૂશ છે ત્યારે બીજી બાજૂ કેટલાક વિસ્તારમાં વરસાદને કારણે લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. કેટલાક વિસ્તારમાં વરસાદના પાણી ઓસર્યા પછી થયેલ કાદવ કીચ્ચડને કારણે લોકોમાં રોગચાળાને લઈ દહેશત વ્યાપી ગઈ છે.આ અંગે સદર વિસ્તારના સ્થાનિકોએ જણાવ્યું હતુ કે, ભગવાન વગા વિસ્તારમા ગરીબ લોકો રહે છે જેથી આ વિસ્તારની હંમેશા ઉપેક્ષા કરવામાં આવે છે, જો આવી જ પરિસ્થિતી કોઈ સોસાયટી વિસ્તારમાં હોત તો ગણતરીની મિનિટોમાં ત્યાં પગલા ભરવામાં આવત, વધુમાં તેઓએ ઉમેર્યું હતુ કે, તેઓનો માત્ર વોટબેન્ક તરીકે જ ઉપયોગ થઈ રહ્યો છે, માળગાગત સુવિધાઓ પણ તેઓને પુરતા પ્રમાણમાં મળતી નથી. આ વિસ્તારમાં મંદિર અને સરકારી સ્કૂલ હોવાને કારણે દિવસભર અવરજવર પણ વધારે રહે છે. ખાસ કરીને સ્કૂલના વિદ્યાર્થીઓને કાદવ કીચ્ચડ માંથી અવર જવર કરવામાં ભારે મુશ્કેલીઓ પડે છે. સ્થાનિકો સહીત આ વિસ્તારની સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થય ઉપર ગંભીર અસર થઈ શકે છે. જેથી આ વિસ્તારમાં યુધ્ધના ધોરણે સફાઈ કરવામાં આવે તે સમયની માંગ છે. આ વિસ્તારમાં બનાવેલ રસ્તા ઉપર ઠેરઠેર ખાડા પણ હોવાને કારને પાણીનો ભરાવો થઈ જાય છે. જેથી આ વિસ્તારમાં રસ્તાની હાલત સુધારી સાફ સફાઈ કરવામાં આવે તેમ સ્થાનિકો આશા વ્યક્ત કરી રહ્યા છે.

ઉમરેઠના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા મહોત્સવ ઉજવાયો.


ઉમરેઠના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા મહોત્સવની ઉજવણી ભક્તિભેર કરવામાં આવી હતી. છેલ્લા દશ દિવસથી ચાલતા હિંડોળા મહોત્સવમાં વિવિધ કલાત્મક હિંડોળ ઉપર શ્રીજીને ઝુલાવવામાં આવ્યા હતા. આ દિવ્ય દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર હિંડોળા મહોત્સવ દરમ્યાન બી.એ.પી.એસ યુવા મંડળ દ્વારા ચોક સ્ટીક, આઈસ્ક્રીંમ,ચલણી નોટો તેમજ સિક્કા સહીત વિવિધ વસ્તુના ઉપયોગથી કલાત્મક હિંડોળા બનાવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મંદિરમાં યુવાનો ને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે,તેમ ઉત્કર્ષભાઈ સુથારે જણાવ્યું હતું.

%d bloggers like this: