આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: May 2009

મનાઈ કેવી ને વાત કેવી…!


 આપણા સમાજ મા કેટલાય લોકો છે જેઓ,ક્યારે પણ સામાન્ય વર્તણ નથી કરતા નાના બાળકોની જેમ આપણે ના કહીયે કે આવુ ના કર્સો તે પહેલા કરી નાખે છે.મારી રોજ બરોજ ની જિદગીમા મે કેટલાક માર્ક કરેલા અસામાન્ય લોકો વીશૅ અહિ લખવાનો પ્રયત્ન કરુ છુ..આવા લોકો ને ભગવાન વહેલી તકે બુદ્ધી પ્રદાન કરે તેવી મારી શુભકામના….

૧.ધ્રુમ્રપાન ની મનાઈ છે…

આપણે જોઈએ છે કે,કેટલીય જાહેર જગ્યાઓએ ધ્રુમ્રપાન મનાઈ ના પાટિયા લટકાવ્યા હોય છે.છતા પણ લોકો તેની અવગણના કરી ધ્રુમ્રપાન કરી દેતા હોય છે..ખાસ કરી ને બસ ,ટ્રેન અને સ્ટેશન સહિત સિનેમા મા આદુસન વધારે જોવા મળે છે.

૨.થુકવા ની મનાઈ છે…

થુકવાની અને પાછી મનાઈ…? અને એ પણ પછી ભારતમા…? થુકવાની મનાઈ ઊપર તો લોકો એટલા બધા ગુસ્સે થાય છે કે,ના પુછો ની વાત…થુકવાની મનાઈ છે , વાક્ય ઉપર  “થુકવા ” ની ઉપર થુકી થુકી ને લોકો આખા વાક્ય નો અર્થ બદ્લી નાખતા હોય છે. (થુકવાની મનાઈ છે) ખાસ કરી ને મુતરડી મા અને કોલેજ કે જાહેર સ્થળો ના ખુણાઓ મા આવુ વાનરવેડુ ખાસ જોવા મળે છે.

૩.પાર્કિગ કરવાની મનાઈ છે.

આજે પાર્કિગ ની સમસ્યા લોકો ના માથાનો દુખાવો બની ગઈ છે,પોતા ના વાહનો પાર્ક કરવા માટે જે તે જ્ગ્યએ થી દુર વાહન લઈ જવુ પડે છે જેથી લોકો જ્યા જ્ગ્યા મળે ત્યા પોતાનુ વાહન પાર્ક કરી દે છે પછી જેનુ જે થવાનુ હોય તે થાય..જ્યારે કેટલાય લોકો આવા તોફાની પાર્કિગ થી કંટાડી પોતાની દુકાન,સોસાયટી,વિગેરે સ્થળો ઉપર પાર્કિગ કરવાની મનાઈ છે તેવા પાટિયા મારવા પડે છે.

૪.વાચવા ની મનાઈ છે..!

કહ્યુ ને વાચવા ની મનાઈ છે,તોય નફ્ફટ થઈ વાચવા લાગ્યા ને..? કુતરાની પુછડી વાકી ને વાકી ના કહીએ તે પહેલુ કરવાનૂ …ખેર છેલ્લે જાત ઊપર ગયા વીના થોડૂ ચાલે..અરે નફ્ફટાઈ ની પણ હદ હોય આટલૂ બધૂ કહુ છુ પણ વાચવાનૂ તો ચાલુજ રાખ્યુ છે તમે તો..! ચાલો હવે જવા દો સરુઆત કરી છે તો બધૂ વાચી લો ..પણ જિવન મા બીજે આવી ભુલ ના કર્શૉ..ચાલો હવે બહુ હોશિયાર ન થાવ તમે તમારુ વિચારો

કોણ જાણે કેમ , લોકો આવા પાટિયાની અવગણના કરી મનફાવે તેમ વર્તણ કરતા હોય છે..? ક્યારે મનાઈ ના પટિયા હટાવી લોકો તેની તાપણી કર્શે…?

5.ક્લીક કરવાની મનાઈ છે.

જો મે કહ્યુ કે ક્લિક કરવાની મનાઈ છે છતા પણ તમે ક્લિક કરવાના ખેર પછી પરીનામ ભોગવજો ત્યારે ફરી કહુ છુ નીચેની લિન્ક ક્લિક ન કરશો….

http://home.comcast.net/~wolfand/

 6.લખવાની મનાઈ છે…

ચાલો ભાઈ હુ તમારા જેવો નથી લખવાની મનાઈ હોવાથી હુ હવે લખતો નથી આવજો ત્યારે..