આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: March 2015

વિશ્વ રંગમંચ દિવસની ઉજવણીના ભાગરૂપે – ઉમરેઠમાં “હજીયે સુધર્યા નહી” નાટક યોજાયું.


natak02 natak1

પુષ્પાંજલિ સંસ્થા અમદાવાદ અને પરાગ જ્વેલર્સ ઉમરેઠના સંયુક્ત ઉપક્રમે વિશ્વ રંગમંચ દિવસની ઉજવણીના ભાગરૂપે દિગ્દર્શક ભરતભાઈ ઝાલાનું નાટક “હજીયે સુધર્યા નહી” નાસિકવાળા હોલ ખાતે યોજાયું હતું. આ પ્રસંગે યોજાયેલ સમારોહમાં મુખ્ય મહેમાન પદે દિવ્યેશભાઈ દોશી, નિતિનભાઈ ચોકસી, દિપકભાઈ ચોકસી તેમજ અતિથિ વિશેષ પદે ભરતસિંહ ઝાલા અને દિનકર ઉપાધ્યાય જેવા કલાકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સેજલભાઈ ચોકસીએ આવકર પ્રવચન કર્યું હતુ અને રંગમંચનું મહત્વ સમજાવી આજની પેઢીને નાટક જોવા માટે પ્રેરણા આપી હતી. આ પ્રસંગે ભરતસિંહ ઝાલાએ નાટક જોવા ઉપસ્થિત રહેલ મેદની જોઈ જણાવ્યું હતુ કે ઉમરેઠ શહેરના લોકો નાટક પ્રત્યે આટલો પ્રેમ રાખે છે તે જાણી આનંદ થયો આવીજ રીતે લોકો નાટક પ્રત્યે સકારાત્મક અભિગમ દાખવે તો રંગમંચના કલાકારોને પ્રોત્સાહન મળે છે. લગભગ ત્રણ કલાક સુધી ચાલેલા નાટકને જોવા મોટી સંખ્યામાં ઉમરેઠના લોકો ઉમટી પડ્યા હતા અને નાટકનો આનંદ લીધો હતો. એક તરફ હાલમાં મલ્ટીપ્લેક્ષ તરફ યુવાધન વળી રહ્યું છે ત્યારે રંગમંચને બચાવવા માટે નાટકના કલાકારોએ કતીબધ્ધતા દર્શાવી હતી અને ભવિષ્યમાં પણ સારા કોમેડી ફેમિલિ નાટકો રજૂ કરવાની ખાતરી આપી હતી

ઉમરેઠની શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલયમાં વાલી સંમેલન યોજાયું


vali02 vali01

ઉમરેઠની શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલયમાં તાજેતરમાં વાલી સંમેલન યોજાયું હતું. આ વાલી સંમેલનમાં અભ્યાસ ક્રમ અંતર્ગત આપાણા પૂર્વજોની ઓળખ, લલીતલા, જન્મોત્સવ, ઘર એજ વિધાલય, ક્ષમતા અને વિકાસ જેવા મુદ્દા પર છનાવટ સાથે વ્યાખ્યાન કરી વાલીઓને માર્ગ દર્શન આપ્યું હતું અને આપણી સુંદર પ્રાચીન ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા અનુરોધ કર્યો હતો. વાલીગણ દ્વારા પણ પોતાના મંતવ્યો અને પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા અને શિશુ વિદ્યાલયના અભ્યાસ ક્રમ અંગેના પ્રદર્શનનો વાલીઓએ લાભ લીધો હતો. સદર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે રો.રસીકભાઈ ચોકસી, વાલીગણના અગ્રણી વિકાસ ગાંધી, સંસ્થાના ચેરમેન ર્ડો.મધુસુધન ભગત, વ્ય.સ્થા.કમિટીના સભ્ય નટુભાઈ રાણા, ઉમરેઠ પાલીકાના પૂર્વ પ્રમુખ સુધાબેન શાહ તેમજ બહોળી સંખ્યામાં વાલીગણ ઉપસ્થીત રહ્યો હતો તેમ આચાર્યશ્રી બી.એચ.ભટ્ટએ જણાવ્યું હતું.

ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં ઉભરાતી ગટરો – રાહદારીઓ સહીત વહેપારીઓ પરેશાન


ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ઉભરાતી ગટરો સમસ્યાનું કારણ બની છે. લગભગ છેલ્લા પંદર દિવસથી ઓતરે દિવસે ગટર ઉભરાતી હોવાને કારણે ગટરના ગંદા પાણી રોડ ઉપર આવી જાય છે આ સમયે રાહદારીઓને ગંદા પાણીમાં પગ મુકી અવર જવર કરવી પડે છે તેમજ ઓડ બજારની દૂકાનોમાં ખરીદી કરવા આવતા ગ્રાહકોને પણ અસહ્ય દુર્ગંધનો સામનો કરવો પડે છે સવારના સમયે ઉભરાતી ગટરોને કારણે રોગચાળો ફેલાવવાની દહેશત વહેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. આ અંગે વધુ માહીતી આપતા ઓડ બજારના વહેપારી રાજૂભાઈ દરજીએ જણાવ્યું હતુ કે, સવારે પાણી આવવાના ટાઈમે જ ગટરો ઉભરાય છે અને સવારે દૂકાન પણ ગંદા પાણીમાં ઉભા રહી ખોલવી પડે છે દિવસભર પાલીકાના કર્મચારીઓ સહીત સભ્યો પણ આ માર્ગ પરથી અવરજવર કરે છે પણ સદર સમસ્યા અંગે કોઈ ઉકેલ લાવવા પ્રયત્નો કરતું નથી. તેઓએ જણાવ્યું હતુ કે ઓડ બજાર વિસ્તારના વહેપારીઓને પડતી સદર સમસ્યાને દૂર કરવા માટે પાલીકા તંત્ર સત્વરે પગલા ભરે તેવી માંગ છે.

ઉમરેઠ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરના સત્સંગીઓ દ્વારા નગરમાં સ્વચ્છતા અભિયાન યોજાયું.


swami02

બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે તમામ બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોના સત્સંગીઓ દ્વારા પોત પોતાના ગામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે તાજેતરમાં ઉમરેઠના બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરના સત્સંગીઓ દ્વારા નગરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અંગે વધુ માહીતી આપતા સત્સંગી મહેન્દ્રભાઈ પટેલ તેમજ ઉત્કર્ષભાઈ સુથારે જણાવ્યું હતુ કે, બી.એ.પી.એસ સંસ્થાના પ્રમુખ પ્રમુખ સ્વામિ મહારાજ વર્ષોથી સ્વચ્છતાના આગ્રહી છે, તેઓ દ્વારા ભૂતકાળમાં જાતે રસ્તા પરનો કચરો પણ ઉઠાવવામાં આવ્યો હતો તેવી વાતો આજે વડીલો દ્વારા જાણવા મળે છે, આ ઉપરાંત શિક્ષાપત્રીમાં પણ સ્વચ્છતાના પાઠ ભણાવવામાં આવે છે swami01ત્યારે પ્રવર્માનસમયમાં સ્વચ્છતા ઉપર ભાર આપવો જરુરી બની ગયો છે. જેથી ઉમરેઠ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર લાલ દરવાજાથી સફાઈ કરતા કરતા , ભાટપીપળી, પંચવટી, કોર્ટ રોડ સહીત ગામના તમામ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉમરેઠ નગર પાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલે પણ સદર સંસ્થાના સફાઈ અભિયાનની પ્રશંશા કરી હતી અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા ગામમાં સ્વચ્છતાને લઈ જે કટીબધ્ધતા દર્શાવવામાં આવી રહી છે તેને આવકાર્યો હતો, ઉલ્લેખનીય છે કે તાજેતરમાં નગરમાં દાઊદી વ્હોરા સમાજ દ્વારા પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

ખેડા જિલ્લા સદ્ભાવના પરિવાર ટ્રસ્ટ તેમજ આણંદ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ઉમરેઠમાં સ્નેહ મિલન અને સન્માન સમારોહ યોજાયો.


તંત્રીશ્રીઓ, મહીલાઓ તેમજ સામાજિ કાર્યોમાં સેવા આપનાર વ્યક્તિઓને સન્માનીત કરાયા.

kamalvyas1

ખેડા જિલ્લા સદ્ભાવના પરિવાર ટ્રસ્ટ તેમજ આણંદ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સ્નેહ મિલન અને સન્માન સમારોહનું આયોજન તા.૨૯.૩.૨૦૧૫ને રવિવારના રોજ સવારે શ્રી ગુરૂદત્તાત્રેય હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે આશિર્વચનદાતા આદરણીય વાસુદેવ શાસ્ત્રીજી (કથાકાર) ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ પોતાની શૈલીમાં પ્રાસંગિક પ્રચચન કરતા જણાવ્યું હતું કે, બ્રહ્મસમાજ તેમજ સદ્રભાવના પરિવાર દ્વારા સમાજ સેવકોને જે પ્રોત્સાહન આપવામાં આવે છે તે કાબીલે તારીફ છે તેઓએ સદર ઉમદા કાર્ય માટે કમલભાઈ પેઈન્ટર (પત્રકાર)નો આભાવ વ્યક્ત કર્યો હતો.સમારોહના પ્રમુખ ડાહ્યાભાઈ શસ્ત્રીજી (પ્રમુખ- વિશ્વ હિન્દુ પરિષદ) નાદુરસ્ત તબિયત હોવા છતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેઓએ બ્રહ્મસમાજનું સમાજમાં યોગદાન સમજાવ્યું હતુ અને સમાજમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરવાર તમામને બિરદાવ્યા હતા તેઓએ જણાવ્યું હતુ કે સમાજને તેઓની જ્યારે જરૂર પડશે ત્યારે સદાય તેઓ હાજર રહેશે તેઓએ તેમ પણ ઉમેર્યું હતુ કે ૯૦ વર્ષની ઉંમરે પણ તેઓ આજે પણ હજુ એક બાળક ભાતી બધુ જાણવા સમજવા સદાય આતુર છે. સમારોહના મુખ્ય મહેમાન એન.જી.વ્યાસ(જિલ્લા શિક્ષણ અધિકારી,આણંદ), આશાબેન દલાલ(પ્રમુખ, મહીલા સંગઠન, આણંદ) રાજેશભાઈ સોની (સામાજીક કાર્યકર) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત વડોદરાના સાંસદ રંજનબેન ધનંજયભાઈ ભટ્ટનું પણ તેઓની વિશેષ સિધ્ધિ બદલ સન્માન કરવામાં આવ્યું હતુ. તેઓએ જણાવ્યું હતુ કે એક તરફ ગુજરાતમાં સ્ત્રી શશ્ક્તિકરણની વાતો થઈ રહી છે ત્યારે ઉમરેઠમાં ખેડા જિલ્લા સદ્ભાવના પરિવાર ટ્રસ્ટ તેમજ આણંદ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સામાજિક ક્ષેત્રે મહત્વનું યોગદાન કરનાર મહીલાઓનું સન્માન થઈ રહ્યું છે તે સરહાનીય છે. આવા ઉમદા કાર્ય માટે તેઓએ ખેડા જિલ્લા સદ્ભાવ પરિવાર ટ્રસ્ટના પ્રમુખ કમલભાઈ પેઈન્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો.આ સમયે કમલભાઈ પેઈન્ટરે સાંસદ રંજનબેન ભટ્ટને સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને સમાજ ક્ષેત્રે જોડાયેલા તેઓના બહેન તેમજ જી.એસ.એફ.સીમાં કાર્યરત તેઓના પતિનું પણ પુષ્પગુજથી સન્માન કર્યું હતું.

ઉમરેઠના મહીલા સામાજીક કાર્યકર નીતાબેન વ્યાસે જણાવ્યું હતુ કે વિવિધ ક્લબ અને સામાજિક સંસ્થાના માધ્યમથી નગરની મહીલાઓ પણ લોક ઉપયોગી કાર્યમાં અગ્રીમતા અને ઉત્સાહથી કાર્યો કરી રહી છે તે ખુબજ સારી વાત છે. આણંદના અગ્રણી મહીલા સામાજિક કાર્યકર આશાબેન દલાલએ જણાવ્યું હતુ કે તેઓ સામે મહીલાઓને લગતા અનેક પ્રશ્નો આવી રહ્યા છે જેમાં મહીલાઓ ઉપર અત્યાચારના પ્રશ્નો સવિશેષ આવી રહ્યા છે પરંતુ બ્રહ્મ સમાજની મહીલાઓને આવા પ્રશ્નોનો સામનો કરવો પડતો નથી અને બ્રહ્મ સમાજની મહીલાઓ દ્વારા ઘરેલુ હિંસાના ક્યારે પણ પ્રશ્નો દેખાયા નથી જે સમાજ માટે ગર્વની વાત છે અને આ અભિગમનું સમાજના તમામ લોકોએ અનુકરન કરવું જોઈયે. સદર સમારોહમાં ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિના અગ્રણી બિપીનભાઈ શાહ, એચ.પી.ગેસ ડીલર મુકેશભાઈ દોશી સહીત અર્બનબેંકના ચેરમેન રશ્મિભાઈ વકીલ અને પૂર્વ ચેરમેન પિયુષભાઈ શહેરાવાળા અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સમારોહનું સંચાલન દિપકભાઈ શેઠ તેમજ વિરલભાઈ વ્યાસે કર્યું હતું. આભાર વિધિ દેવેન્દ્રભાઈ પંડ્યાએ કરી હતી.

સુંદલપુરા પ્રાથમિક શાળાના… સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ માટે એડ્વેન્ચર કેમ્પનું આયોજન કરાયું.


ઉમરેઠ તાલુકાના સુંદલપુરા પ્રાથમિક શાળાના એસ.પી.સી (સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ)ના વિદ્યાર્થીઓ માટે વાસદ ખાતે એડ્વેન્ચર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉમરેઠ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ યુ.એ.ડાભી એસ.પી.સી કેડેટ્સ સાથે હાજર રહ્યા હતા અને તેઓને માર્ગ દર્શન પૂરુ પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે સદર કેમ્પ દરમ્યાન વિદ્યાર્થીઓમાં સાહાસિકતા આવે તે માટે તેઓને વિવિધ ટ્રેનિંગ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને આ કેમ્પ દરમ્યાન માનવતા, સાહસ, ફીટનેસ સહીત સામાજિક મુદ્દા અંગે સમજ આપવામાં આવે છે જે વિદ્યાર્થીને ભવિષ્યમાં ખૂબજ ઉપયોગી નિવળે છે તેમ પી.એસ.આઈ યુ.એ.ડાભીએ જણાવ્યું હતું.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર-નટુકાકાએ ઉમરેઠ જ્યુબિલિ સ્કૂલમાં પરિક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી.


પરિક્ષાના ગંભીર માહોલમાં વિદ્યાર્થીઓ નટુકાકાને મળી હળવા મૂળમાં આવી ગયા.
natu
NATUKAKKAઉમરેઠની જ્યુબિલિ સ્કૂલ ખાતે બોર્ડની પરિક્ષા આપતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે આજે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર નટુકાકા ઉમરેઠના મહેમાન બન્યા હતા. આ સમયે અમદાવાદ ખાડીયા-જમાલપૂર બેઠકના ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પરિક્ષાર્થીઓને શુભેચ્છા વ્યક્ત કરી હતી. પરિક્ષાના ગંભીર વાતાવરનમાં અચાનક પરિક્ષાર્થીઓ વચ્ચે લોકપ્રિય કલાકાર નટુકાકા આવી પહોંચતા વિદ્યાર્થીઓ ખુશ ખુશાલ થઈ ગયા હતા,વિદ્યાર્થીઓએ નટુકાકાને મળી આનંદ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતુ કે આજે પરિક્ષા હળવા વાતાવરણમાં આપવાની મઝા આવશે. નટુકાકાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા શાંતિપૂર્વક પરિક્ષા આપવા જણાવ્યું હતુ અને ભવિષ્યમાં શાળાના વિદ્યાર્થીઓ સફળ બને તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.શાળાના ટ્રસ્ટી અને શિક્ષકો સાથે પણ નટુકાકાએ મુલાકાત કરી હતી અને ૧૦૦ વર્ષ જૂન શૈક્ષણિક સંસ્થા જ્યુબિલિ સ્કૂલની પ્રશંશા કરી હતી. જ્યુબિલિ સ્કૂલની મુલાકાત બાદ નટુકાકાએ ઉમરેઠ બજાર સમિતિની મુલાકાત કરી હતી ત્યાર બાદ થામણા સિનિયર સિટીઝન ફોરનમા સ્થાપણા દિવસ નિમિત્તે યોજાયેલ સમારોહમાં પણ હાજરી આપી હતી.

થામણા સીનિયર સિટિઝન ફોરમનો સ્થાપણા દિવસ ઉજવાયો.


તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર નટુકાકા ઉપસ્થિત રહ્યા.
thamna
ઉમરેઠ તાલુકાના થામણા ખાતે થામણા સીનિયર સિટિઝન ફોરમનો સ્થાપણા દિવસની ઉજવણી થામણા કે.સી.પટેલ સ્કૂલ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલ સમારોહમાં અધ્યક્ષ પદે શાંતિભાઈ કે પટેલ (વિદ્યાનગર), મુખ્ય મહેમાન દેવાંગભાઈ પટેલ (ઈપ્કોવાળા), તેમજ અતિથિ વિશેષ પદે નવલભાઈ ડી પટેલ, ચંન્દ્રકાન્તભાઈ પટેલ(મુખી),બીપીનભાઈ પંડ્યા, અમરીશભાઈ પટેલ અને બ્ર.કુ નીતાબેન (ઉમરેઠ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.  આ ઉપરાત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુકાકાનું પાત્ર ભજવનાર ઘનશ્યામભાઈ નાયક અને ખાડીયાના ધારા સભ્ય ભૂષનભાઈ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા.
thamna02સમારોહની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રગ્યાવી કરી હતી તેમજ ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજએ આશિર્વચન પાઠવ્યા હતા. થામણા સીનિયર સીટીઝન ફોરમની વિવિધ પ્રવૃત્તિનો અહેવાલ સીનિયર સીટીઝન ફોરમના સભ્યોએ રજૂ કર્યો હતો. જેની ઉપસ્થિત મહેમાનોએ પ્રસંશા કરી હતી. થામણા ગામમાં સિનિયર સીટીઝન ફોરમ દ્વારા આદરવામાં આવેલ સ્વચ્છતા અભિયાનની પણ ભારોભાર પ્રશંશા કરવામાં આવી હતી. થામણા સિનિયર સિટીઝન ફોરમને દશ વર્ષ પૂર્ણ થતા સભ્યોએ ફોરમને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગ કરનાર તમામ ગ્રામ્યજનો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને લોકો દ્વારા થામણા ગામ અને સિનિયર સીટીઝન ફોરમના વિકાસ અર્થે સહયોગ પ્રાપ્ત થતો રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. સમારોહને સફળ બનાવવા માટે પ્રમુખ ચંન્દ્રકાન્તભાઈ શનાભાઈ પટેલ, મંત્રી રમણભાઈ વહેરીભાઈ પટેલ તેમજ કારોબારી સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કલાકાર નટુકાકાએ થામણા સિનિયર સિટીઝન ફોરમના સ્થાપણા દિવસને પોતાની ઉપસ્થિતીથી યાદગાર બનાવ્યો હતો જે બદલ સભ્યોએ તેઓનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.

હમીદપુરા કેનાલમાં ગાબળું -૫૦૦ વીઘા જેટલા ખેતરમાં પાણી ફરી વળ્યા..!


hamidpura01

એક તરફ કમોસમી વરસાદના પગલે પરેશાન હમીદપુરા અને રતનપુરાના ખેડુતો સામે ગતરોજ કેનાલ ફાટતા વધુ એક મુસીબત આવી પડી હતી અને પડતા પર પાટુંની પરિસ્થિતી સર્જાઈ હતી. વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ ઉમરેઠના હમીદપૂરા ગામ પાસે આવેલ કેનાલમાં ગતરોજ વહેલી સવારે કેનાલ ઓવર ફ્લો થતા કેનાલનું પાણી ખેતરમાં ફરી વળ્યું હતું જેને કારણે લગભગ ૫૦૦ વીધા થી પણ વધુ જમીન પ્રભાવિત થઈ હતી, વહેલી સવારે બનેલ સદર ઘટનાના પગલે હમીદપૂરા ગામના લોકો સફાળા જાગ્યા હતા અને તંત્રને જાણ કરી હતી જ્યારે તંત્ર દ્વારા તાબળતોબ પગલા લેતા કેનાલમાં પાણીની આવક બંધ કરાવી હતી પરંતું તે પહેલા ખેડૂતોના પાકને માતબર નુકશાન નઈ ગયું હતું.કેનાલ ફાટતા હમીદપૂરા સહીત રતનપૂરાના ખેડૂતોના ખેતરમાં પણ પાણી ફરી વળ્યા હતા, અને તેઓના પાકને નુકશાન થયું હતું.
hamidpura02
આ અંગે હમીદપુરા ગામના સરપંચ રોહીતભાઈ સોલંકીએ જણાવ્યું હતુ કે રાત્રીના લગભગ દોઢ બે વાગે કેનાલ ફાટી હતી જેની ખબર ગ્રામ્યજનોને વહેલી સવારે ત્રણ કલાકની આસપાસ પડી હતી આ પહેલા હમીદપૂરા અને રતનપુરાના લગભગ ૫૦૦ વીધા જેટલા ખેતરોમાં નહેરના પાણી ફરી વળ્યા હતા જેને કારને ખેડુતોના પાકને નુકશાન થયું હતુ. આ અંગે તંત્રને જાણ કરવામાં આવતા તંત્ર તુરંત હરકતમાં આવતા નહેરમાં પાણીની આવક બંધ કરાવી હતી.
hamnidpura3ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતુ કે ઘટનાની જાણ થતા તેઓ તુરંત હમિદપૂરા ખાતે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને તાલુકા વિકાસ અધિકારી સહીત તંત્રના અધિકારીઓને સમગ્ર ઘટનાનો સર્વે કરી પ્રભાવિત થયેલા ખેડૂતોને વળતર મળે તે માટે સર્વે કરવા રજૂઆત કરી હતી. હમિદપુરા અને રતનપુરાના ખેડૂતોએ જણાવ્યું હતુ કે, સદર કેનાલની આસપાસના ખેતરોમાં તમાકું, ટામેટી સહીતના પાકને વ્યાપક નુકશાન થયું છે, જેને પગલે તેઓને મોટું આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે, એક તરફ માવઠાની પરિસ્થિતિથી પ્રભાવિત ખેડુંતો ઉપર નહેર ફાટતા હવે પડતા ઉપર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે તંત્ર દ્વારા તેઓને મદદ મળે તેવી ખેડૂતોએ આશા વ્યક્ત કરી છે.

ઉમરેઠ પોલીસ દ્વારા પરિક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને આવકાર


police03
ઉમરેઠની જ્યુબિલિ સ્કૂલ ખાતે બોર્ડના પરિક્ષાર્થીઓને ઉમરેઠ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ યુ.એ.ડાભીએ ગુલાબ તેમજ ચોકલેટ આપી આવકાર આપ્યો હતો. તેઓએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને શાંતિ પૂર્વક પ્રમાણિકતાથી પરીક્ષા આપવા જણાવ્યું હતું. તેઓએ વાલીઓ ને પણ બિનજરૂરી પરિક્ષા કેન્દ્રો ઉપર એકઠા ન થવા અપીલ કરી હતી. ઉમરેઠ પોલીસના સદર પ્રજાલક્ષી અભિગમની વિદ્યાર્થીઓએ પ્રશંશા કરી હતી, અને શાંતિપૂર્વક પરિક્ષા આપવા કટીબધ્ધ હોવાનું જણાવ્યું હતું.