આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: September 2013

બેસણું


ચક્ષુદાતા

સ્વ.પરાશર તલાટી

ઉમરેઠથી સ્વ.ચંન્દ્રકાન્ત મંગળદાસ તલાટીના જયશ્રી કૃષ્ણ. સખેદ જણાવવાનું કે

મારા પૂત્ર પરાશર ચંન્દ્રકાન્ત તલાટીનું દુઃખદ અવસાન તા.૨૦.૯.૨૦૧૩ના રોજ થયેલ છે.

સદગતનું બેસણું તા.૨૮.૦૯.૨૦૧૩ને શનિવારના રોજ રાખેલ છે.

સ્થળ – ગણપતિની વાડી, વડાબજાર,ઉમરેઠ

સમય – બપોરે ૪ થી ૫

લિ.

ગં.સ્વ.ઈન્દિરાબેન ચંન્દ્રકાન્તભાઈ તલાટી

ગં.સ્વ.દિપ્તીબેન પરાશરભાઈ તલાટી                             અખિલેષ ચંન્દ્રકાન્તભાઈ તલાટી
ર્ડો.પ્રેક્ષા અખિલેષ તલાટી                                  રુચિત પરાશર તલાટી
કું.કિષ્ણા અખિલેષ તલાટી                                  કુંજન અખિલેષ તલાટી

અખિલેષ તલાટી – મો.૯૪૨૯૮૨૭૪૧૨

– પિયર પક્ષનું બેસણું ઉપરોક્ત સ્થળ અને સમયે રાખેલ છે –
ગં.સ્વ. સંગિતાબેન ઈન્દ્રવદન શાહ, ડાકોર

મકાન અને દૂકાન વેચવાનું છે.


ઉમરેઠના ચોકસી બજારમાં

રોડ ટચ દૂકાન સાથેનું સંપૂર્ણ સુવિધા ધરાવતું મકાન વેચવાનું છે.

રસ ધરાવનાર વ્યક્તિ

મો.૯૮૨૪૩૩૮૦૨૮ 

અને

મો.૯૩૨૮૬૬૫૩૬૬

ઉપર સંપર્ક કરી શકે છે.

ઉમરેઠના વોર્ડ નં.૯ની પેટા ચુંટણીમાં ભાજપનો વિજય


ભાજપના પ્રકાશભાઈ પટેલ ૫૯ મતથી વિજેયતા

ઉમરેઠના વોર્ડનં.૯ના સભ્ય દિલીપભાઈ પટેલના રાજીનામાથી ખાલી પડેલ બેઠક માટે તાજેતરમાં પેટા ચુંટણી યોજાઈ હતી. આજે ઉમરેઠ નગર પાલિકા ખાતે હાથ ધરાયેલ મત ગણતરીમાં ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ પટેલનો વિજય થયો હતો. તેઓને ૯૩૮ તેમજ અપક્ષ ઉમેદવાર કિરણ પટેલને ૮૭૯ મત મળ્યા હતા. ઉમરેઠ શહેર ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિજયોત્સવ મનાવ્યો હતો. વિજેયતા ઉમેદવાર પ્રકાશભાઈ પટેલે વોર્ડ.૯ના મતદારોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે, મતદારોએ તેમના ઉપર મુકેલ વિશ્વાસ યથાર્ત નિવળશે તેઓએ ભાજપના કાર્યકરોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને વોર્ડ નં.૯માં જીત બાદ લોક સંપર્ક કરી સૌ કોઈને આભાર પ્રગટ કર્યો હતો.

ઉમરેઠના વોર્ડનં.૯ની પેટા ચુંટણી – ભાજપ માટે પ્રતિષ્ઠા,તો અપક્ષ માટે અસ્તીત્વનો જંગ..!


 ભાજપના પ્રકાશભાઈ પટેલ અને અપક્ષ ઉમેદવાર કીરણ પટેલ વચ્ચે સીધો જંગ

ઉમરેઠમાં પ્રવર્તમાન રાજનીતીને કારણે વોર્ડ નં.૯ની પેટા ચુંટણી ઉપર સૌ કોઈની નજર છે. હાલમાં ઉમરેઠ નગરપાલિકામાં સત્તાપક્ષ કયો અને વિપક્ષ કયો તેને લઈને અસમંજસનો દોર બરકરાર છે. હાલના પાલિકા પ્રમુખ સંજપભાઈ પટેલ અને ઉપ-પ્રમુખ અલ્તાફભાઈ મલેક વોર્ડ નં.૯ની પેટા ચુંટણીના ઉમેદવાર પ્રકાશભાઈ પટેલના સમર્થનમાં તેઓનું ઉમેદવારી પત્ર ભરવાના સમયે હાજર રહ્યા હતા ત્યારે બીજી બાજૂ આજ પ્રમુખ અને ઉપ પ્રમુખના ટેકેદારો અપક્ષ ઉમેદવાર કીરણ પટેલને ચુંટની જીતાડવા માટે કમર કસી રહ્યા છે. ત્યારે ભાજપ સહીત મતદારો અસમંજસની પરિસ્થિથીમાં મુકાઈ ગયા છે, કોણ કયા પક્ષ તરફી વલણ ધરાવે છે તે યક્ષ પ્રશ્ન છે.

વધુમાં ઉમરેઠના વોર્ડ નં.૯ના ભાજપ સભ્ય દિલીપભાઈ પટેલના રાજીનામા બાદ ખાલી પડેલ બેઠક માટે તા.૨૨/૯/૨૦૧૩ના રોજ પેટા ચુંટણી યોજાશે. સદર પેટા ચુંટણીમાં ભાજપ તરફથી ઉમરેઠના વોર્ડ નં.૨ના પૂર્વ નગરપાલિકા પ્રમુખ પ્રકાશભાઈ પટેલે અને અપક્ષ ઉમેદાવર કીરણભાઈ પટેલ વચ્ચે સીધો જંગ થશે. વોર્ડ નં.૯ પહેલે થી ભાજપ માટે ગઢ સમાન છે. અત્યાર સુધી મોટા ભાગે ભાજપની જ પેનજ વોર્ડ નં.૯માં વિજેયતા બની છે. વોર્ડ નં.૨ના દિગ્ગજ કહેવાતા અને હાલમાં ભાજપના મહામંત્રી પદે વરણી પામેલ ઉમેદવાર પ્રકાશભાઈ પટેલના સમર્થનમાં વોર્ડ નં.૯ના અરવિંદ પટેલ સહીતના ભાજપના નેતા કોઈ કસર રાખ્યા વગર પ્રચાર અભિયાનમાં વ્યસ્ત થઈ ગયા છે, જેથી ભાજપ આ પેટા ચુંટણીમાં વિજય થવા માટે આશાવાદી બન્યું છે.

એક તરફ વોર્ડ નં.૨ના વ્યક્તિને ભાજપ દ્વારા વોર્ડ નં.૯માં પેટા ચુંટણી માટે આગળ કરવામાં આવ્યો હોવાથી અપક્ષ ઉમેદવાર કિરણ પટેલ સદર મુદ્દે મતદારોને પોતાની તરફ વાળવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. ઉપરાંત તેઓને નગરપાલિકાના ભાજપ વિરોધી સભ્યોનું પણ સમર્થન પ્રાપ્ત થયેલ છે. અપક્ષ ઉમેદવાર કિરણ પટેલ સ્થાનિક ઉમેદવાર હોવાથી ભાજપને ટક્કર આપશે તેમ રાજકિય વિશેષજ્ઞો મત પ્રગટ કરી રહ્યા છે. આ ઉપરાંત કીરણ પટેલ પ્રથમ વખત ચુંટણીમાં ઝંપલાવ્યું હોવાને કારણે તેઓનો કોઈ નેગેટીવ પોઈન્ટ ન હોવાથી તેઓ પણ ભાજપ સામે બાથભીડી જીતવા માટે આશાવાદી છે, ત્યારે એક તરફ ઉમરેઠના ભાજપના દિગ્ગજો અને બીજી બાજૂ પ્રથમ વખત ચુંટનીમાં ઝંપલાવનાર અપક્ષ ઉમેદવાર વચ્ચેની જંગ ભાજપ માટે પ્રતિષ્ઠા તો, અપક્ષ ઉમેદવાર માટે અસ્તિત્વનો સવાલ બની ગઈ છે.

ઉમરેઠમાં ભક્તિભેર ગણેશજીની શોભાયાત્રા-વિસર્જન સંપન્ન


ગલાગોઠડીયાની પોળના શ્રીજીની શોભાયાત્રા આંતંકવાદ અને અંધશ્રધ્ધાના વિધ્નને દૂર કરવા માટે ગણેશજીને પ્રાર્થના કરતા પોસ્ટરો આક્રર્ષનનું કેન્દ્ર બન્યા હતા.

ગલાગોઠડીયાની પોળના શ્રીજીની શોભાયાત્રા આંતંકવાદ અને અંધશ્રધ્ધાના વિધ્નને દૂર કરવા માટે ગણેશજીને પ્રાર્થના કરતા પોસ્ટરો આક્રર્ષનનું કેન્દ્ર બન્યા હતા.

પંચવટીના રાજા ગણેશજીની શોભાયાત્રા ચોકસીબજારમાં આવી પહોંચી હતી.

પંચવટીના રાજા ગણેશજીની શોભાયાત્રા ચોકસીબજારમાં આવી પહોંચી હતી.

ઉમરેઠમાં છેલ્લા દશ દિવસથી ઉજવવામાં આવતા ગણેશ મહોત્સ બાદ આજે નગરના વિવિધ વિસ્તારના ગણેશજીની ભવ્ય શોભાયાત્રા નિકાળવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગણેશજીની શોભાયાત્રા બેન્ડ બાજા સાથે નિકળી હતી કેટલાક વિસ્તારના ગણેશ મંડળો દ્વારા ડી.જે તાલા સાથે ગણેશજીની શોભાયાત્રા નિકળી હતી. નગરના કાછીયાવાડ,શેલતિયાકૂવા સહીત પંચવટી અને ગલાગોઠડીયાની પોળ તેમજ રૂદ્રગૃપના ગણપતિજીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શોભાયાત્રામાં બાળકોએ વિવિધ વેશભૂષા ધારણ કરી આકર્ષનનું કેન્દ્ર બન્યા હતા. નગરની ગલાગોઠડીયાની પોળના ગણપતિજીની શોભાયાત્રામાં આતંકવાદ અને અંધશ્રધ્ધાના વિધ્નને દૂર કરવા માટે સુચક સાઈન-બોર્ડ લગાવવામાં આવ્યા હતા અને ગણેશજીને દેશ માંથી આતંકવાદ અને અંધશ્રધ્ધા દૂર કરવા પ્રાર્થના કરવામાં આવી હતી. ઉમરેઠના દાદાના દરબાર વિસ્તારમાં ગણેશ મહોત્સવની રજત જયંતિની ઉજવણી હોવાથી આ વિસ્તારના લોકોમાં અનેરો ઉત્સાહ હતો. દાદાના દરબારના ગણેશજીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ગણેશજીને ભાવભીની શ્રધ્ધાભેર વિદાય આપી હતી. ગણેશજીની શોભાયાત્રામાં સદર વિસ્તારના યુવકો દ્વારા અન્ના ટોપી પહેરવામાં આવી હતી અને પરાંપરાગત મહારાષ્ટ્રની સ્ટાઈલમાં ગણેશજીની શોભાયાત્રામાં લોકો મનમુકી ગણેશજીની આરાધના કરતા જોવા મળ્યા હતા. નગરમાં ઠેર-ઠેર ગણેશજીની શોભાયાત્રાને લોકોએ આવકાર આપ્યો હતો.પાણી,છાસ સહીતની ભક્તો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ વિસ્તારના ગણેશજીની શોભાયાત્રા સાંજના સમયે વારાહી દરવાજા પાસે રામ તળાવ ખાતે આવી પહોંચી હતી ત્યાર બાદ ગણેશજીની વિસર્જન વિધિ હાથ ધરવામાં આવી હતી. વિસર્જન પૂર્વે ગણેશજીની મહાઆરતી કરી આવતા વર્ષે ગણપતિબાપાને જલ્દી આવવા ભક્તોએ આજીજી કરી હતી. ગણેશ વિસર્જન સંપૂર્ણ સલામત રીતે પાર પડે તે

વિસર્જન  - ગણપતિ બાપા મોરિયા.આવતા વર્ષે જલ્દી આ..

વિસર્જન – ગણપતિ બાપા મોરિયા.આવતા વર્ષે જલ્દી આ..

માટે ઉમરેઠ નગરપાલિકા દ્વારા તરાપા સહીત તરવૈયા અને ફાયર બ્રિગેડના માણસોને ખડે પગે રાખવામાં આવ્યા હતા અને અતિરેક સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી. નગરમાં ગણેશજીની શોભાયાત્રા ઉપર ઉમરેઠ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ આર.કે.મોઢીયા સહીતના પોલીસ કર્મીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સવારે લગભગ ૧૧ કલાક થી શરૂ થયેલ વિસર્જન વિધિ સાંજે ૮ કલાક સુધી ચાલવાનું તંત્રના અધિકારીઓ અનુમાન લગાવી રહ્યા છે. દર વર્ષ કરતા ચાલુ વર્ષે નગરમાં ગણેશ મંડળોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જેથી કેટલાક મંડળોને પ્રસાસન દ્વારા શોભાયાત્રામાં જોડાયા વગર અન્ય રૂટ ઉપરથી સીધા વિસર્જન સ્થળ ઉપર મોકલી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સવાવે ૧૧ કલાકથી વિવિધ મંડળો પોતાની ગણેશજીની આરતી કરી વિસર્જન કર્યું હતુ.

ઉમરેઠ સાવલી માર્ગ ઉપર જોખમી ગાબડા – તંત્ર ક્યારે જાગશે..!


ઉમરેઠ થી વાયા સુરેલી-સાવલી માર્ગ ઉપર મોટા મોટા જોખમી ખાડા પડ્યા છે. છેલ્લા બે માસથી પડેલા આ ગાબડા પુરવા માટે તંત્ર આળશુ અભિગમ રાખી રહ્યું છે. ઉમરેઠ થી સાવલી વહેપાર ધંધા સહીત કોલેજમાં ભણવા માટે રોજ બરોજ લોકોની મોટી સંખ્યામાં અવર જવર થતી હોય છે. આ ગાબડાને કારણે લોકોને અકસ્માતનો ભય સતાવ્યા કરે છે. ખાસ કરીને સાંજ પછી અવર જવર કરતા વાહન ચાલકોને આ ગાબડાને કારણે ખાસ્સી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ત્યારે હવે વરસાદ ઓછો થઈ ગયો હોવાથી તંત્ર આ માર્ગનું સમારકામ કરે તેવી લોકોની લાગણી સહીત માગણી છે. (ફોટો – રીતેશ પટેલ)

ઉમરેઠના દાદાના દરબારમાં ગણેશ મહોત્સવની રજત જયંતિ ઉજવણી


  •  ડી.વાય.એસ.પી ફાલ્ગુની પટેલ તેમજ ન.પા.પ્રમુખ સંજય પટેલે મહા-આરતી કરી
  •  ૨૫ કીલોની કેક કાપી ૨૫માં ગણેશ મહોત્સવની ઉજવણી

ઉમરેઠના કાછીયાવાડ વિસ્તારના દાદાના દરબારમાં ૧૯૮૮થી ગણેશ મહોત્સવ ઉજવવાની શરૂઆત સ્વ.દિપકભાઈ કાછીયાએ  કરી હતી. તેઓના અવસાનબાદ કાછીયાવાડના લોકો શ્રધ્ધાભેર આ પરંપરા આગળ વધાવ રહ્યા છે. દાદાના દરબારના લોકોએ જણાવ્યું હતુ કે, સ્વ.દિપકભાઈ કાછીયા દ્વારા શરૂ કરાયેલ ઉમરેઠનો પ્રથમ ગણેશ મહોત્સવ સાથે સાથે ઉમરેઠમાં પ્રથમ વખત ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ પણ દાદાના દરબારના ઈન્દ્રવદનભાઈ કાછીયાએ બનાવી હતી, વર્ષો સુધી તેઓએ માટીની મદદથી વાતાવરણને અનુરૂપ ગણેશજીની મૂર્તિ બનાવી હતી.

દાદાના દરબારમાં ચાલું વર્ષે રજત જયંતિની ઉજવણીના ભાગ રૂપે બાળકલાકાર દ્વારા કેક કાપવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલ મહા-આરતી ડી.વાય.એસ.પી ફાલ્ગુની પટેલ તેમજ ન.પા.પ્રમુખ સંજય પટેલે કરી હતી.  ડી.વાય.એસ.પી ફાલ્ગુની પટેલે જણાવ્યું હતુ કે, નગરમાં કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પ્રજાજનોનો સાથ સહકાર જરૂરી છે, તેઓએ ઉમેર્યું હતુ કે, ઉપસ્થિત લોકોને પ્રવર્તમાન સમયમાં પડતી મુશ્કેલી સહીત ભારતીય સંસ્કૃતિ અંગે જરૂરિ માર્ગદર્શન આપ્યું હતું. દાદાના દરબારમાં રજત જયંતિ નિમિત્તે ગણેશ મહોત્સવ દરમ્યાન વિવિધ ધાર્મિક તેમજ મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેનો લાભ લેવા કાછીયાવાડ દાદાના દરબારના કાર્યકરોએ નગરજનોને અપીલ કરી છે.

ગણેશ મહોત્સવ – ૨૦૧૩ (ઉમરેઠ)


This slideshow requires JavaScript.

ઉમરેઠના વાંટા વિસ્તારમાં ઈકો ફ્રેન્ડલી ગણેશજી..!


વાંટા સ્ટ્રીટ - ઈકો ફ્રેન્ડલી ગણેશજી

ઉમરેઠના વાંટા વિસ્તારમાં બાળકો દ્વારા માટીથી ગણેશજીની મૂર્તિ બનાવવાની અનોખી પહેલ કરવામાં આવી છે. સંપૂર્ણ રીતે માટીથી બનાવેલ ગણેશજીની મૂર્તિની સ્થાપણા કરી આ વિસ્તારના બાળકો ધામધૂમથી ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છે, સદર વિસ્તારમાં ગણેશજીની આ ઈકો ફ્રેન્ડલી મૂર્તિના દર્શનાર્થે ગણેશ ચતુર્થીના દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અત્રે ઉલ્લેખનિય છે કે, ઉમરૅઠમાં આ વર્ષે વાંટા સ્ટ્રીટ માં જ ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાંનું સ્થાપણ કરવામાં આવ્યું છે. બાળ મંડળ દ્વારા કરેલી આ અનોખી પહેલને ભવિષ્યમાં તમામ ગણેશ મંળડો અનુસરે તેમ નગરનો બૌધ્ધિક વર્ગ ઈચ્છા વ્યક્ત કરી રહ્યો છે.

ઉમરેઠમાં અમરનાથની ગુફામાં કરો ગણેશજીના દર્શન..!


ઉમરેઠના રૂદ્ર ગૃપ દ્વારા ગાયત્રો હોલ ખાતે ગણેશ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે અમરનાથની ગુફાનો આબેહુ પંડાલ તૈયાર કરી ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે જેથી આ વર્ષે ગણેશ મહોત્સવ દરમ્યાન રૂદ્ર ગૃપના ગણેશજી આકર્ષનનું કેન્દ્ર રહેશે. ઉમરેઠના ખ્યાતિમાન જયંત પેઈન્ટર દ્વારા આ અમરનાથની ગુફાનો પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે તેઓએ ભૂતકાળમાં ઘી થી મહાદેવજીની પ્રતિમા પણ તૈયાર કરી પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. ઉમરેઠના રુદ્ર ગૃપના અનુપ મહેતાએ જણાવ્યું હતુ કે રૂદ્ર ગૃપ દ્વારા દ્રિતિમહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વર્ષે અમે ઉમરેઠના ભક્તો માટે કાંઈ નવું લાવ્યા છે જેનો અહેસાસ આ પંડાલની મુલાકાત કરી દર્શન કરવા આવતા લોકોને ચોક્ક્સ થશે તેઓએ ઉમરેઠની ધર્મપ્રેમિ જનતાને ગણેશ મહોત્સવ દરમ્યાન દર્શન કરવા આમંત્રણ પાઠવ્યું છે.

ઉમરેઠના જય જાગનાથ દ્વારનું લોકાર્પણ કરાયું


ઉમરેઠના ડાકોર માર્ગ ઉપર સેન્ટ ઝવિયર્સ સ્કૂલ સામેથી ઉમરેઠમાં પ્રવેશવા માટેના મુખ્ય માર્ગ ઉપર તાજેતરમાં મૂળ ઉમરૅઠના હાલ અમદાવાદ ખાતે રહેતા આનંદીબેન જયંતિલાલ કાચવાળા પરિવાર દ્વારા જય જાગનાથ ધ્વારનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેનું લોકાર્પણ ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉમરેઠના નાગરીકો સહીત ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલ, જયંતિલાલ કાચવાળા માજી.ધારાસભ્ય વિષ્ણુભાઈ પટેલ, સુભાષભાઈ શેલત સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જયંતિલાલ કાચવાળા પરિવાર દ્વારા ઉમરેઠ ખડાયતા જ્ઞાતિ સહીત ઉમરેઠ નગરમાં પણ અનેક સેવાકિય પ્રવૃતિઓ કરવામાં આવે છે. તેઓ ખડાયતા જ્ઞાતિમાં જ્ઞાતિ રત્ન તરીકે જાણીતા છે.

ઉમરેઠ પાસે લાલપુરા ચેકપોસ્ટનું લોકાર્પણ કરાયું


ઉમરેઠ સાવલી માર્ગ ઉપર આવેલ લાલપુરા ચેક પોસ્ટનું લોકાર્પણ શ્રી આર.વી.અસારી (પોલીસ અધિક્ષક,આણંદ)ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ સમારોહમાં ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ પટેલ, ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ સહીત આણંદ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉમરેઠ સાવલી માર્ગ ઉપર આવેલ લાલપુરા ચેકપોસ્ટ કાર્યરત થતા સુંદલપૂરા સહીત કાંઠાગાળાના વિસ્તારમાં પોલીસની પહોંચ ઝડપી બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં આ વિસ્તાર માંથી રેતી ચોરીના અનેક બનાવ બનતા હતા હવે આ ચેકપોસ્ટ બન્યા બાદ અસામાજિક તત્વોના કાર્ય ઉપર અંકુશ આવશે. ઉમરેઠ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ મોઠીયા સાહેબે આ પ્રસંગે યોજાયેલ સત્યનારાયણ દેવની પુજામાં યજમાન પદે બેઠા હતા. સદર પ્રસંગે પી.કે.દીયોરા,ડી.વાય.એસ.પી ફાલ્ગુની પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉમરેઠ યુથ કોગ્રેસ દ્વારા આવેદનપત્ર સુપ્રત કરાયું.


– રાજ્ય સરકાર દ્વારા પોલીસ અધિકારીના મનોબળને નીચું લાવવા પ્રયત્ન કરાય છે – રવી પટેલ- પ્રમુખ યુથ કોગ્રેસ – ઉમરેઠ

ઉમરેઠ યુથ કોગ્રેસ દ્વારા સામાન્ય માણસોને સ્પર્શના વિવિધ મુદ્દાને આવરી લઈ ઉમરેઠ પોલીસ સ્ટેશન ખાતે આવેદન સુપ્રત કરવામાં આવ્યું હતું. આ સમયે ઉમરેઠ યુથ કોગ્રેસના પ્રમુખ રવી પટેલ સહીત કોગ્રેસના અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને નગરમાં તેમજ રાજ્યમાં કાયદો વ્યવસ્થા સંપૂર્ણ રીતે તટસ્થતાથી ટકી રહે તે માટે માંગ કરી હતી. આ અંગે ઉમરેઠ યુથ કોગ્રેસના પ્રમુખ રવીભાઈ પટેલે જણાવ્યું હતુ કે ગુજરાત સરકાર દ્વારા આઈ.પી.એસ અધિકારીઓનો દૂર ઉપયોગ કરવામાં આવે છે, જે આઈ.પી.એસ વણઝારાના પત્ર ઉપરથી સ્પષ્ટ થાય છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ કથીત દિશા સુચણને અનુસરી આજે લગભગ ૩૨ જેટલા અધિકારીઓ જેલના સળીયા પાછળ છે, ત્યારે આવનારા સમયમાં પ્રવર્તમાન અધિકારીઓ પણ આજ નિતિનો ભોગ ન બને તે માટે વણઝારાના પત્રને લાલ બત્તી સમાન ગણાવ્યો હતો. તેઓએ ઉમેર્યુ હતુ કે સરકાર દ્વારા સારું કામ કરનાર પોલીસ અધિકારીઓના મનોબળને નીચુ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે જેને કારણે સારા પોલીસ અધિકારીઓની કાર્યક્ષમતા ઉપર અસર પડે છે. ઉમરેઠ નગરપાલિકાના કથીત કૌભાંડનો ઉલ્લેખ કરતા તેઓએ જણાવ્યું હતુ કે ડીવાયએસપી ફાલ્ગુની પટેલને સદર કૌભાંડની તપાસ સોપવામાં આવી હતી અને ગણતરીના દિવસ માંજ તેઓ પાસેથી તપાસ પરત લઈ અન્ય અધિકારીને આ તપાસ આપવામાં આવી હતી. તેઓએ ઉમેર્યું હતુ કે રાજ્ય સરકારના આ વલનને કારણે પોલીસ અધિકારો નાસીપાસ થઈ રહ્યા છે. તેઓએ આર.ટી.આઈ એક્ટીવિસ્ટની સુરક્ષા અંગે પણ માંગ કરી હતી અને આર.ટી.આઈ કાર્યકરતાઓને વિવિધ મુદ્દે મળતી ધમકી અને દબાણ અંગે સુરક્ષા પ્રદાન કરી તેઓને પોતાના કાર્યમાં મોકળું મેદાન મળે તેવી વ્યવસ્થા કરવા અનુરોધ કર્યો હતો. તેઓએ પોતાના આવેદન પત્રમાં જણાવ્યું હતુ કે સામાન્ય માણસ જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા જાય છે ત્યારે તેઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ક્યારેક તો મહીલાઓ સાથે પોલીસ સ્ટેશનમાં જ અસભ્ય વર્તન થાય છે તેવા બનાવો પણ ભૂતકાળમાં બન્યા છે જેથી સામાન્ય માહસ એફ.આર.આઈ સુગમતાથી નોંધાવી શકે તે માટે તંત્રએ પગલા ભરવા અપીલ કરી હતી. તેઓએ ઉમેર્યું હતુ કે હાલમાં ઉમરેઠમાં ભ્રષ્ટાચાર ચરમ ઉપર આવી ગયો છે, આ અંગે યોગ્ય તપાસ પણ થતી નથી જેથી તાજેતરમાં ધારાસભ્ય જયંતભાઈ પટેલે પણ આ મુદ્દે અનસન કરવું પડ્યું હતુ તે કેટલું યોગ્ય છે.

ઉમરેઠમાં ગણેશ ચતુર્થી પર્વની ઉજવણી શરૂ


ઉમરેઠ પંથકમાં ગણેશ ચતુર્થી પર્વની ભક્તિભેર શરૂઆત થઈ છે. ઉમરેઠના વિવિધ વિસ્તારમાં આજે સવારે ગણેશજીની પ્રતિમાની સ્થાપણા કરવામાં આવી હતી. ઉમરેઠના ખારવાવાડી વિસ્તારમાં આવેલ ગણેશજીના મંદિરમાં ભક્તોનો દર્શન કરવા ઘસારો રહ્યો હતો. આ વર્ષે ઉમરેઠના દાદાના દરબાર કાછીયાવાડમાં ૨૫મો ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આવનારા દિવસોમાં ઉમરેઠ પંથક ગણેજીની આરાધનામાં મગ્ન બની જશે.

ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમ દ્વારા ઈનામ વિતરણ સમારોહ યોજાશે.


ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમ દ્વારા સભ્યોના પરિવારના તેજસ્વી તારલાઓને સૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહીત કરવાના હેતુ થી ધો.૧૦ અને ધો.૧૨ સહીતનીપરિક્ષાઓમાં તેજસ્વી પરિનામ લાવનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તા.૮.૯.૨૦૧૩ને રવીવારના રોજ યોજાશે. આ પ્રસંગે યોજાવામાં આવેલ સમારોહમાં આશીર્વચનદાતા પદે શ્રી ગણેશદાસજી મહારાજ, બ્ર.કુ.નીતાબેન તેમજ સમારોહના પ્રમુખ પદે જયંતભાઈ પટેલ (બોસ્કી) ધારાસભ્ય ઉમરેઠ, તેમજ મુખ્ય મહેમાન પદે રશ્મિભાઈ શ્રોફ, રશ્મિભાઈ વકીલ અને સંજયભાઈ પટેલ (પ્રમુખ નગરપાલિકા) અને લાયન્સ ક્લબ ઓફ આણંદના રઘુભાઈ જોશી ખાસ ઉપસ્થિત રહેશે.અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમના પ્રાણલાલ દોશી તેમજ કિરીટભાઈ શાન્તિલાલ શા.પટેલ (એસ.ટી) ઈનામ વિતરણ સમારોહમાં સહદાતા તરીકે સેવા આપેલ છે. તેમ સિ.સી.ફોરમના મંત્રી શાંતિલાલ પંડ્યા અને પ્રમુખ ચિમનભાઈ કાછીયાએ જણાવ્યું હતું.

ઉમરેઠના જાગનાથ દ્વારનું લોકાર્પણ કરાશે.


ઉમરેઠ ડાકોર માર્ગ ઉપર આવેક વૈકુંઠધામ સામેથી ઉમરેઠના જાગનાથ ભાગોળ વિસ્તારમાં જવાના મુખ્ય પ્રવેશ માર્ગ ઉપર આનંદીબેન જયંતિલાલ કાચવાળા પ્રવેશ દ્વારનું લોકાર્પણ તા.૮/૯/૨૦૧૩ને રવીવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે કરવામાં આવશે આ પ્રસંગે ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહી નાગરિકો માટે આ પ્રવેશ દ્વાર ખુલ્લો મુકશે અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમરેઠના બસ સ્ટેશન થી નગરમાં પ્રવેશ કરવાના મુખ્ય રસ્તા ઉપર સ્વ.ભગવતલાલ દલાલ પરિવાર દ્વારા સુંદર પ્રવેશ દ્વાર બનાવવમાં આવ્યો હતો જ્યારે હવે નગરમાં આ બીજો સુંદર પ્રવેશ દ્વાર બનતા નગરની શોભામાં વધારો થશે.

ઉમરેઠની નવા-જૂની


  • સૌ પહેલા તો ચોમાસાને અલવીદા,આ વર્ષે ચોમાસું જોરદાર રહ્યું, અરે જોરદાર શું ભયાનક રહ્યું..! હવે ગરમીનો વારો, ગરમીએ પોતાનું સામ્રાજ્ય બનાવી દીધુ છે.
  • ઉમરેઠમાં રાજકીય ગરમી પણ વધી ગઈ છે, થોડા જ દિવસો પહેલા ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખની ચુંટણી યોજાઈ હતી જેમાં ભાજપના જ સભ્ય દ્વારા ભાજપ સામે બળવો કરી પ્રમુખની ખુરસી અપક્ષોના સહારે મેળવી હતી, હવે ફરી તેઓનું હ્રદય પરિવર્તન થયું છે, ખુરશીની મોહ માયા છોડી તેઓ પૂનઃ બિનશરતી ભાજપમાં જોડાવા તેમજ પ્રમુખની ખુરશી પરત કરવા તૈયાર થઈ ગય છે. સાથે સાથે ચર્ચાઈ રહ્યું છે આ બળવાખોરોને ગેરલાયક ઠરાવવા પક્ષ દ્વારા કરવામાં આવેલ તૈયારીઓના સ્વરૂપે બળવાખોરો પક્ષમાં લીલાતોરણે પરફ ફર્યા છે.
  • હવે ગણેશ મહોત્સવ આવશે,ઉમરેઠમાં ઠેર-ઠેર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ખાસ કરીને ઉમરેઠના કાછીયાવાડ (દાદાના દરબાર)માં આ વર્ષે ધામધૂમ થી ગણેશ મહોત્સવ ઉજવાશે. કાછીયાવાડમાં આ ૨૫મો ગણેશ મહોત્સવ છે. કહેવાય છે, ઉમરેઠમાં સૌ પ્રથમ ગણેશ મહોત્સવ ઉજવવાની શરૂઆત કાછીયાવાડથી થઈ હતી, કાછીયાવાડમાં કેટલાય વર્ષો સુધી નગરના ઈન્દ્રવદનભાઈ કાછીયાએ પોતાના હસ્તે ગણેશજીની પ્રતિમાં બનાવતા હતા.
  • શ્રાવણ માસમાં ઉમરેઠમાં શ્રધ્ધાભેર લોકો મહાદેવજીના દર્શનાર્થે જઈ રહ્યા છે, ખાસ કરીને નગરના પંચવટી વિસ્તારમાં આવેલ મહાદેવ તેમજ સ્ટેશન રોડ ઉપર આવેલ ચંન્દ્રમુળેશ્વર મહાદેવ અને જાગનાથ મહાદેવમાં ભક્તોની ભારે ભીડ રહે છે. સાથે નગરના વારાહી ચકલા વિસ્તારમાં આવેલ મહાદેવ તેમજ જાગનાથ મહાદેવમાં શ્રાવણમાસને અનુલક્ષી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • શ્રાવણમાસ એટલે ફક્ત ભક્તિનો જ માસ નહી ઉમરેઠમાં શ્રાવણમાસ દરમ્યાન સાડીના સેલની ધૂમ હોય છે. ઉમરેઠના સાડી બજારમાં ક્યારે પણ મંદી દેખાતી નથી. હાલમાં ઉમરેઠમાં સાડીના ઢગલો શો-રૂમ શરૂ થયા છે. કહેવાય છે, આખા વર્ષની જરૂરી સાડીઓ મહીલાઓ સેલમાં ખરીદ કરતી હોય છે.
  • ઉમરેઠના વોર્ડ નં.૯ની પેટા ચુંટણીમાં વોર્ડનં.૨ના પ્રકાશભાઈ પટેલ ઝંપલાવશે, ભાજપના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે ભાજપે તેઓને મેન્ડેટ આપવાનું લગભગ નક્કી જ કરી દીધુ છે, હવે વિપક્ષ દ્વારા કયો ઉમેદવાર મુકવામાં આવશે તે જોવાનું રહ્યું, આમ તો વોર્ડ નં.૯માં વર્ષોથી ભાજપનો દબદબો હોવાને કારણે આ સીટ બિનહરીફ આવે તેમાં પણ બે મત નથી.
%d bloggers like this: