આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: August 2012

ક્વિઝ – જવાબ


(૧) ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ કોણ છે…?

જવાબ – વિષ્ણુભાઈ પટેલ

(૨) ઉમરેઠના પહેલા ધારાસભ્ય કોણ હતા..?

જવાબ – ઉદેસિંહ વડોદિયા (હાલના ધારાસભ્ય લાલસિંહભાઈ વડોદિયાના પિતા)

(૩) ઉમરેઠમાં ગાંધીજીની અસ્થીના ફુલ મુકી સ્મારક ક્યાં બનાવવામાં આવેલ છે..?

જવાબ – ચંન્દ્રમુળેશ્વર મહાદેવ સામે

(૪) ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ કોણ છે..?

જવાબ – ભૃગુરાજસિંહ ચૌહાણ

(૫) નાસ્કોમમાં પૂર્વ પ્રમુખ કે જેઓ ઉમરેઠના વતની હતા તેઓનું શું નામ હતું..?

જવાબ – દેવાંગ મહેતા (બોરડી ફળિયા ઉમરેઠમાં રહેતા હતા.)

ક્વિઝમાં ભાગ લેનાર તમામ વાંચકોનો આભાર. માત્ર એકજ વાંચક સેજલ ચોકસી (પ્રમુખ- રોટરી ક્લબ ઉમરેઠ) તમામ જવાબ સાચા આપવામાં સફળ રહ્યા છે.

ઉમરેઠ સરદાર પટેલ કો.ઓ.ક્રેડીટ સોસાયટી શીલ કરાઈ


તંત્ર દ્વારા શીલ મારવાની વિધિ હાથ ધરવામાં આવતા અમો રાહતની લાગણી અનુભવીએ છે, હવે હારાજી બાદ અમારા સલવાયેલા પૈસા પરત મળશે તેવી અમોને આશા છે. – સેજલ ચોકસી, ખાતેદાર

ઉમરેઠના કોર્ટ રોડ વિસ્તારમાં આવેલ સરદાર પટેલ કો.ઓ.ક્રેડીટ સોસાયટી દ્વારા પાકતી મુદતે ખાતેદારોને પૈસા પરત ન કરવામાં આવતા ખાતેદાર દ્વારા ગ્રાહક સુરક્ષામાં અપીલ કરવામાં આવી હતી. ગ્રાહક સુરક્ષા દ્વારા ખાતેદારના પક્ષમાં સુનવાની કરતા બેંકે નક્કી કરેલ સમયમાં ગ્રાહકને પૈસા પરત કરવા જણાવ્યું હતું પરંતું બેંક આમ કરવામાં નિષ્ફળ નિવળતા અંતે કલેક્ટરશ્રીએ બેંકને શીલ મારવાનો હૂકમ કરતા ઉમરેઠ મામલતદાર દિપીકાબેન પંચાલે બેંકને શીલ મારવાની વિધિ હાથ ધરી હતી. આ સમયે દિપીકાબેન પંચાલે જણાવ્યું હતુ કે ગ્રાહક સુરક્ષામાં ખાતેદાર તરફેણમાં ચુકાદો આવ્યો હોવા છતા બેંકે તેઓને પૈસા પરત ન કર્યા હતા આ અંગે બેંકને જરૂરિ નોટીશ પણ ફટકારવામાં આવી હતી, છતા પણ બેંક પૈસા આપવામાં નિષ્ફળ નિવળી હોવાથી બેંકને શીલ મારવાની કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે. આવનારા દિવસોમાં બેંકની મિલકતોની હારાજી કરી ખાતેદારોને તેઓના પૈસા પરત મળે તે દિશામાં કાર્ય કરવામાં આવશે.  (ફોટો – પરેશ દોશી)

 

 

 

ક્વિઝ – ઉમરેઠ


જવાબ આપવાનું ચાલું રાખો અત્યાર સુધી બધા સાચા જવાબ આપનાર  વ્યક્તિના નામ નીચે મુજબ છે.

(૧) સેજલ શાહ, ઉમરેઠ

ઉમરેઠ બજાર સમિતિની ચુંટણી તા.૩.૯.૨૦૧૨ના રોજ યોજાશે.


  • પ્રતિષ્ઠાના જંગ સમાન ભાજપ અને કોગ્રેસના  ઉમેદવારો મેદાનમાં..

ઉમરેઠ બજાર સમિતિની ચુંટણી તા.૩.૯.૨૦૧૨ના રોજ યોજાવાની હોવાથી ફોર્મ ભરાવવાની શરૂઆત થતાની સાથે ઉમરેઠ પંથકમાં રાજકિય વાતાવરણ ગરમાયું છે. હાલમાં ઉમરેઠ બજાર સમિતિમાં ભાજપ સત્તા ઉપર છે, ત્યારે કોગ્રેસ આકાશ પાતાળ એક કરી ભાજપને હરાવવા મેદાને પડ્યું છે. કહેવાય છે કોગ્રેસ આ વખતે ભાજપના કેટલાક જૂના રીસાયેલા ઉમેદવારો સાથે મેદાને પડવાનું છે જેથી બજાર સમિતિની આ ચુંટણી રસાકસીથી ભરી થાય તેમાં કોઈ બે મત નથી. આ વર્ષે

ઉમરેઠ બજાર સમિતિમાં ફોર્મ ભરાવવાની શરૂઆત થતા તમામ પક્ષના ઉમેદવારો પોતાના સમર્થકોને લઈ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ડિસેમ્બરમાં વિધાનસભાની ચુંટણી આવતી હોવાને કારણે હાલમાં બજાર સમિતિની ચુંટણીમાં જીત મેળવવા માટે તમામ પક્ષો એડી ચોટીનું જોર અપનાવી રહ્યા છે. બજાર સમિતિની ચુંટણી હવે ભાજપ સહીત કોગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. ખેડૂતની પેનલ અને વહેપારીની પેનલમાં તમામ પક્ષો સ્વચ્છ છબીવાળા નવોદીત ઉમેદવારોને લઈ મેદાને પડશે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. ઉમરેઠ બજાર સમિતિની ચુંટણી રાજકિય પક્ષો માટે લીટમસ ટેસ્ટ સાબિત થનારી છે. આવનારી વિધાનસભાની ચુંટણી માટે વોર્મ-અપ કરવા માટે રાજકિય પક્ષના કાર્યકરો અને નેતાઓ પાસે આ તક રહેશે. જે પણ પક્ષ ઉમરેઠ બજાર સમિતિની ચુંટણીમાં સારું પ્રદર્શન કરશે તેના હોસલા સ્વભાવિક રીતે વિધાનસભાની ચુંટણીમાં ઉંચા રહેશે અને તે પક્ષનું નૈતિક મનોબળ પણ વધે તેમાં કોઈ બે મત નથી. કાર્યકરોનું મનોબળ યથાવત રહે અને ઉમરેઠ બજાર સમિતિમાં સત્તાના સમિકરણો પોતાના હાથમાં આવે તે માટે ભાજપ અને કોગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ મેદાનમાં આવી ચુંટણીલક્ષી વ્યવસ્થ ઉપર સીધી નજર રાખી રહ્યા છે. આગામી ૩.૯.૨૦૧૨ના રોજ યોજાનાર ઉમરેઠ બજાર સમિતિની ચુંટણીમાં કોણે સત્તા મળશે એતો આવનારો સમય જ બતાવશે.

એન.સી.પીએ બજાર સમિતિની ચુંટણીમાં ન ઝંપલાવતા લોકોને અચરજ – નગરમાં ચર્ચાએ જોર પકડ્યું હતુ કે, આવનારી વિધાનસભાની ચુટણીને ધ્યાનમાં રાખી વોર્મઅપ કરવા માટે એન.સી.પી બજાર સમિતિની ચુંટણીમાં ઝંપલાવશે અને ઉમરેઠ બજાર સમિતિની ચુંટણીમાં ત્રિ-પાંખીયો જંગ થશે પરંતું એન.સી.પી દ્વારા કોઈ ઉમેદવાર મેદાનમાં ન ઉતારવામાં આવતા લોકોને અચરજ થયું છે, ને હવે ભાજપ – કોગ્રેસ વચ્ચે સીધો જંગ થશે

જયંતિલાલ કાચવાળા મેડિકલ વેલફેર ટ્રસ્ટ


ઉમરેઠનાં આંગણે આણંદના સુપ્રસિધ્ધ ર્ડોક્ટર પોતાની સેવા આપનાર છે. શ્રી જયંતિલાલ જેઠાલાલ કાચવાળા મેડીકલ વેલફેર ટ્રસ્ટ સટાક પોળ ઉમરેઠ ખાતે દરમાસના બીજા અને ચોથા બુધવારે બપોરે ૩ થી ૫ ર્ડો. પરેશ એમ.દવે (એમ.એસ.કન્સલ્ટીંગ સર્જન) તેમજ દર માસના બીજા અને ચોથા ગુરૂવારે ર્ડો.ચિરાગ શેઠ (બાળરોગ નિષ્ણાંત) પોતાની સેવા રાહત દરે આપશે. ઉમરેઠ અને આજૂબાજૂના ગામના જરૂરિયાતમંદ દર્દીઓને ઉપરોક્ત ર્ડોક્ટરોની સેવાનો લાભ લેવા જયંતિલાલ કાચવાળા મેડીલક વેલફેર ટ્રસ્ટના સભ્યોએ જણાવેલ છે.

 

 

 

ઉમરેઠની સ્ટેટ બેન્ક બંધમાં જોડાઈ


સરકારી બેન્ક કર્મચારીઓએ 22 અને 23મી ઓગસ્ટના રોજ હડતાળના પગલે ઉમરેઠની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પણ હળતાળમાં જોડાઈ હતી. બેન્કિંગ ક્ષેત્રમાં પ્રસ્તાવિત સુધારા અને નોકરીઓના આઉટસોર્સિંગની અંગે નવા નિયમો લાગુ કરવા માટે સરકારની હલચલના પગલે બેંક કર્મચારીઓ નારાજ છે. ચીફ લેબર કમિશન દ્વારા મંગળવારના રોજ બોલાવેલી સમાધાન અંગેની બેઠક નિષ્ફળ રહી હતી. ત્યારબાદ યુનાઇડેટ ફોર ઓફ બેન્ક યુનિયન્સ (યુએફબીયૂ)એ બુધવારે બે દિવસની હડતાળ પર જવાનો નિર્ણય કર્યો હતો.

ઉમરેઠમાં સરકારી બેન્કો દ્વારા કામકાજ ઠપ્પ કરી દેવાતા વહેપારીઓ પરેશાન થઈ ગયા હતા. લાખ્ખોના ચેક અને ડ્રાફ્ટ અટવાઈ ગયા હતા, જ્યારે સરકારી બેંકમાં દૈનિક વ્યવહાર કરતા વહેપારીઓને વધારે મુશ્કેલીઓ પડી હતી. સરકારી બેંકના એટીએમ ચાલુ રહેતા કમસેકમ રૂપિયા ઉપાડી ખાતેદારોએ રાહતની લાગણી વ્યક્ત કરી હતી. આવતીકાલે પણ બેન્કનું કામકાજ બંધ રહેવાનું હોવાને કારણે એ.ટી.એમમાં પૈસા ઉપાડવા લોકોએ ઘસારો કર્યો હતો.

બેસણું


અમારા પુજ્ય પિતાશ્રી ચંન્દ્રકાન્ત મંગળદાસ તલાટી તા.૧૩.૮.૨૦૧૨ને સોમવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે.

 બેસણું

તા.૨૫.૮.૨૦૧૨ના રોજ સવારે ૯.૦૦ થી ૧૦.૦૦ કલાકે રાખેલ છે.

સ્થળ – ગણપતિની વાડી, પગલા મંદિર સામે – ઉમરેઠ

લિ.

ગં.સ્વ. ઈન્દિરાબેન ચંન્દ્રકાન્ત તલાટી

પરાશર ચંન્દ્રકાન્ત તલાટી                 અખિલેશ ચંન્દ્રકાન્ત તલાટી
દિપ્તી પરાશર તલાટી              પ્રેક્ષા અખિલેશ તલાટી

રૂચિત – ક્રિષ્ણા -કુંજન
—————————————————————————–

અમારા બનેવીનું બેસણું ઉપરોક્ત સમયે અને સ્થળે રાખેલ છે.

કિરીટકુમાર શાંતિલાલ શા.પટેલ                                  અશોકકુમાર શાંતિલાલ શા.પટેલ

ઉમરેઠમાં ઈદ પર્વની ઉજવણી


ઉમરેઠ – ઉમરેઠ પંથકમાં ઈદ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી મુસ્લીમ બિરાદરો એક બીજાને ભેટીને ઈદની શુભેચ્છા પાઠવતા નજરે પડ્યા હતા. નગરના પિપળીયા ભાગોળ વિસ્તારમાં આવેલ ઈદગાહ ઉપર ઈદની નમાઝ પઢવા માટે ઉમરેઠ સહીત, સુરેલી, ઢૂણાદરાના મુસ્લિમ બિરાદરો આવ્યા હતા અને પોતાના સ્વજનોને ઈદની શુભેચ્છા પાઠવી હતી. ઉમરેઠના કસ્બા, પિપળીયા ભાગોળ, ઓડબજાર સહીત વડાબજાર વિસ્તારની મસ્જીદોમાં પણ ઈદ નિમિતે નમાઝ અદા કરવા મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા અને શાંતિપૂર્ણ ઈદની ઉજવની કરી હતી. મુસ્લિમ બિરાદરોએ ઘરે સેવૈયા સહીતના લીજ્જત વ્યંજનો બનાવી ઈદની ઉત્સાહભેર ઉજવની કરી હતી.

ઉમરેઠના મેલડી માતાના માડી ભોગીલાલ પંચાલનું માર્ગ અકસ્માતમાં નિધન


ઉમરેઠમાં આવેલ મેલડી માતાજીના માડી ભોગીલાલ પંચાલ રાજકોટના ભક્તો દીવ થી સોમનાથ દર્શને લઈ જતા હતા ત્યારે કોડીનાર પાસે ટ્રક અને કારને અકસ્માત થતા સ્થળ ઉપર જ માડી ભોગીલાલનું અવસાન થયું હતું અન્ય ભક્તોને ગંભીર ઈજાઓ થતા તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવવ્યા હતા. ઉમરેઠ મેલડી માતાના મંદિરના માડી ભોગીલાલ પંચાલના અવસાનની ખબર મળતાની સાથે સુરત, અમદાવાદ, ભરૂચ, મુંબઈ અને વડોદરાના ભક્તો મોટી સંખ્યામાં ઉમરેઠ આવી પહોંચ્યા હતા અને માડી ભોગીલાલ પંચાલના પાર્થિવ શરીરના દર્શન કરી તેઓને વિદાય આપી હતી.  ઉમરેઠના મેલડી માતાના માડી ભોગીલાલ પંચાલની અંતિમ વિદાયમાં હજ્જારો ભક્તોનું હુઝુમ ઉમટી પડ્યું હતું અને તેઓને જય માડીના નાદ સાથે ભક્તિભેર અંતિમ વિદાય આપી હતી. ભોગીલાલ પંચાલ ઉમરેઠમાં પણ માડીના નામથી જાણીતા હતા, ઉમરેઠના પણ કેટલાય લોકો ભોગીલાલ પંચાલને પુજનીય ગણતા હતા. માડી પહેલેથી કુંમારીકાઓ પ્રત્યે ખૂબ આદરભાવ રાખતા હતા. તેઓ નિયમિત મેલડીમાતાજીના મંદિરમાં દર રવીવારે કૂમારીકાઓને ભોજન કરાવી તેઓનું પૂજન પણ કરાવતા હતા. સમાજમાં બેટીને અપનાવવા માટે લોકોને તેઓ પ્રોત્સાહીત કરતા હતા અને હંમેશા માટે બેટી માતાજીનું સ્વરૂપ છે તેમ કહેતા હતા. માડીનું અચાનક અકસ્માતમાં અવસાન થતા ઉમરેઠ પંથકમાં શોકની લાગની વ્યાપી ગઈ હતી.

અંતિમ દર્શનના ફોટા જોવા માટે ફેશબુકમાં લોગઈન કરી અહીયા ક્લિક કરો

ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમ દ્વારા ફ્રૂટ-બિસ્કીટ વિતરણ


ઉમરેઠ નગરમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સિનિયર સિટીઝન ફોરમ ઉમરેઠ દ્વારા ધ્વજવંદન બાદ ઉમરેઠની સંતરામ મંદિર સંચાલિત બી.ડી.પટેલ જનરલ હોસ્પિટલ ખારે દર્દીઓને ફ્રુટ તેમજ બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રમુખ સુરેશભાઈ શાહએ દર્દીઓની માહિતી મેળવી હતી જ્યારે મંત્રી ગોપાલભાઈ શાહ અને સી.ડી.કાછીયા સહીત સભ્યોએ નર્સ બહેનોની મદદથી વિવિધ વોર્ડમાં બિસ્કીટ તેમજ ફ્રૂટનું વિતરણ કર્યું હતું. આ સમયે જનરલ વોર્ડના દર્દીઓએ સિનિયર સિટીઝન ફોરમના સદર કાર્યની પ્રશંશા કરી હતી. સિનિયર સિટીઝન ફોરમના અન્ય સભ્યો દ્વારા રેફરલ હોસ્પિટલમાં પણ ફળ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ જ્યારે આ હોસ્પિટલમાં સહમંત્રી રાજાભાઈએ દર્દીઓની ખબર અંતર પુછી હતી. સિનિયર સિટીઝન ફોરમની બેઠકમાં પ્રમુખ સુરેશભાઈ શાહએ સ્વાગત વિધિ બાદ ૧૫મી ઓગષ્ટનું મહત્વ સમજાવ્યું હતું. સુરેશભાઈ જોષીએ સ્વતંત્ર્યતા પર્વના ગીતોનું ગાન કરતા દેશ ભક્તિનું વાતાવરણ જામ્યું હતું.

અવસાન નોંધ / બેસણું


ઉમરેઠના ચંન્દ્રકાન્તભાઈ તલાટી,ત્રણ પોળનું તા.૧૩.૮.૨૦૧૨ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૫.૮.૨૦૧૨ના રોજ સવારે ૯ થી ૧૦ કલાકે ગણપતિની વાડી, વડા બજાર ઉમરેઠ ખાતે રાખેલ છે.

 

 

 

ઉમરેઠમાં ૬૬માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી


  • ન્યાય સંકુલમાં સ્વાયંત્ર્ય પર્વ નિમિત્તે વૃક્ષારોપણ

ઉમરેઠમાં ૬૬માં સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નગરમાં જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિવસ એસ.એન.ડી.ટી મેદાન ખાતે ઉજવવામાં આવ્યો હતો. નગરના ન્યાય સંકુંલ ખાતે પણ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સિવિલ જજ એમ.કે.ખેરના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ઝંડાને સલામી આપવા માટે ઉમરેઠ બાર એશોસિયેશનના પ્રમુખ રશ્મીભાઈ શાહ, મંત્રી મુકેશ ત્રિવેદી સહીત વકીલ મિત્રો હાજર રહ્યા હતા અને દેશ પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો હતો.

ન્યાય સંકુલમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષા રોપણ સિવિલ જજ એમ.કે.ખેરના હસ્તે કરવામાં આવ્યું હતું.

ઉમરેઠની વિવિધ શાળાઓ સહીત નગરના વાંટા વિસ્તારમાં પણ ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ઉમરેઠની પાટ પોળ ખાતે ખડાયતા બાલ મંદિરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવાઈ હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતુ અને તેઓને આ પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ નગરના વાંટા વિસ્તારમાં પરવડી પાસે સ્થાનિકો દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ઉમરેઠ નગરમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નગરના એસ.એન.ડી.ટી મેદાન ખાતે કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રી રમણલાલ વોરાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મંત્રીશ્રી રમણલાલ વોરાએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું આ સમયે જિલ્લા કલેક્ટરશ્રી અવંતિકા સિંગ પણ તેમની પાસે હાજર રહ્યા હતા. ધ્વજ વંદન બાદ નગરના એસ.એન.ડી.ટી મેદાન ખાતે મંત્રીશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ઉમરેઠ પાલિકાના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ અને સંસદીય સચીવ પંચાચાયત , સુંદરસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા.

જય જવાન


ઉમરેઠના એસ.એન.ડી.ટી મેદાન ખાતે ૧૫મી ઓગષ્ટના દિવસે જિલ્લા કક્ષાના સ્વતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ઉમરેઠમાં શનિવાર રાત્રિના શરૂ થયેલ વરસાદ હાલમાં પણ ચાલુ છે જેથી એસ.એન.ડી.ટી મેદાન ખાતે પાણી ભરાઈ ગયા છે. આજે વહેલી સવારે જવાનો દ્વારા યુનિર્ફોર્મ સાથે રીહર્સલ કરવામાં આવ્યું હતું. દેશ ભક્તિના ગીત એસ.એન.ડી.ટી ગ્રાઊન્ડમાં ગુંજી ઉઠતા આસપાસના લોકો વિચારમાં મુકાઈ ગયા હતા. ઝરમર વરસાદમાં પણ જવાનોએ રીહર્સલ કર્યું હતું. જિલ્લા કક્ષાના સ્વતંત્ર્ય દિવસની ઉજવણી થવાની હોવાથી જિલ્લા તંત્ર સહીત સ્થાનિક તંત્ર પણ ખડેપગે મેદાનને સ્વતંત્ર્ય પર્વની ઉજવની કરવા લાયક બનાવવા આકાશ પાતાળ એક કરી રહ્યું છે. આજે સોમવારે પણ ઉમરેઠમાં ધીમી ધારનો વરસાદ ચાલુ હોવાને કારણે તંત્રને ખાસ્સી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રાઊન્ડમાં પાણી ભરાયેલ ખાબોચીયાને જીની કપકચીથી પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે વહેલી સવારે એસ.એન.ડી.ટી ગ્રાઊન્ડમાં જવાનોને વીથ યુર્નિફોર્મ રીહર્સલ કરાવવામાં આવ્યું હતું.  જવાનોએ પોતાની ફરજ વરસાદમાં પણ નિભાઈ હતી ત્યારે ખરેખર દિલથી જય જવાન કહેવુંજ પડે..!

ઉમરેઠમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી


ઉમરેઠમાં જન્માષ્ટમી પર્વની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારથી ઉમરેઠમાં ભક્તિનું વાતાવરણ દેખાતું નગરના વિવિધ મંદિરોમાં જન્માષ્ટમી નિમિત્તે ધાર્મિક આયોજન કરવામાં આવ્યા હતા.પગલા મંદિરમાં સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પગલા મંદિરમાં ડાકોર જતા પહેલા રાજા રણછોડ ભગવાને વિસામો કર્યો હતો આ મંદિરમાં તેમના પગલા હયાત હોવાથી આ મંદિરને પગલા મંદિર તરીકે ઓળખવામાં આવે છે.

ઉમરેઠના વૈષ્ણવ મંદિરોમાં પણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. મગનલાલજી મંદિરમાં રાત્રીના સમયે દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા હતા અને કૃષ્ણજન્મોત્સવમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત સ્વામિનારાયણ મંદિર ખાતે પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકીના નાદથી વાતાવરણ ધાર્મિક બની ગયું હતું. ઉમરેઠની ત્રણ પોળમાં મટકી ફોડ કાર્યક્ર્મ યોજાયો હતો. નાના મોટા સૌ કોઈ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને કૃષ્ણની મટકીફોડ લીલાનું અનુકરણ કરી ધન્ય બન્યા હતા.

For More Photo Of  PGALA MANDIR UMRETH you may Visit my Facebook Account by Click link below ::

http://www.facebook.com/vivekdoshi2000

૮ – ઓગષ્ટ – ઉમરેઠ


૮મી ઓગષ્ટ ઉમરેઠના કેટલાક પીઢ નાગરીકો ભૂલતા નથી, કારણ કે આ દિવસે ઉમરેઠના સુરેશ ભટ્ટ “મહાગુજરાત ચળવળ” દરમ્યાન શહીદ થયા હતા. ઉમરેઠના એક વરિષ્ઠ નાગરીકે ભૂતકાળની વાતો વાગોળતા જણાવ્યું હતુ કે, મહારાષ્ટ અને ગુજરાત અલગ થયા ત્યારે ઉમરેઠના સ્વ.સુરેશ ભટ્ટ, સ્વ.અશોક ભટ્ટ અને સ્વ.હરિહરભાઈ ખંભોળજાએ આગળ પળતો ભાગ લીધો હતો. “આપણું ઉમરેઠ” શહીદ દિવસ નિમિત્તે આ ત્રણેય સપૂતોને હાર્દિક શ્રધ્ધાંજલિ વ્યક્ત કરે છે.

 

 

 

ઉમરેઠ પાસે હમિદપુરા નહેરના બ્રીજ ઉપર જોખમી ગાબડું


ઉમરેઠ પાસે આવેલ હમિદપુરા પાસેથી પસાર થતી મોટી નહેરના બ્રીજ ઉપર સવારે મોટું ગાબડું પડતા તકેદારીના પગલે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. નેશનલ હાઈવે હોવાને કારણે ઉમરેઠ વડોદરા વચ્ચે માર્ગ વ્યવહાર બંધ થઈ જતા મોટી સંખ્યામાં વાહન ચાલકો અટવાયા હતા. જ્યારે હમિદપુરાના વિદ્યાર્થીઓને ઓડ ગામે સ્કૂલમાં પદયાત્રા કરી જવાનો વારો આવ્યો હતો.આ પહેલા આ બ્રીજ ઉપર નાના- ગાબળા પડ્યા હતા ત્યારે ગ્રામ્યજનોએ યોગ્ય સ્તર ઉપર રજૂઆત કરી હતી પણ સત્તાધીશ અધિકારીઓએ આંખ આડા કાન કર્યા હતા જેના પગલે આજે મોટું ગાબડું પડી જતા મોટી સમ્ખ્યામાં લોકો હેરાન થયા હતા. હમિદપુરાના ગ્રામ્યજનોને બ્રીજ ઉપર ગાબડું પડ્યાની જાણ થતા લોકો બ્રીજ ઉપર પહોંચી ગયા હ્તા અને અધિકારીઓને જાણ કરી હતી જ્યાં સુધી પોલીસ ન આવી ત્યાં સુધી ગ્રામ્યજનોએ વાહન વ્યવહારની જાળવણી કરી લોકોને આ ગાબળાથી દૂર રહેવા અપીલ કરી હતી. હમિદપુરાના સરપંચ રોહીતભાઈ સોલંકીએ જણાવ્યું હતુ કે, છેલ્લા કેટલાય સમયથી આ બ્રીજ ઉપર નાના ગાબળા હોવા છતા લાગતા વળગતા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં આવ્યા ન હતા. જ્યારે આજે નહેરમાં છલોછલ પાણી ભરેલ છે, ત્યારે કોઈ બસ કે ટ્રક આ ગાબળાનો ભોગ બની હોત તો જવાબદાર કોણ..? આ ગાબડાને સત્વરે રીપેર કરવા માટે લોકલાગણી પ્રવર્તમાન બની છે.

વિધાનસભાની ચુંટણીને અનુલક્ષી ચરોતરમાં રાજકીય પક્ષોના આઈ.ટી સેલ સક્રીય..!


  • ફેશબુક, ટ્વીટર અને યુ-ટુબથી પાર્ટીનો પ્રચાર સહીત યુવા મતદારોના અભિગમની સમિક્ષા થાય છે.

પ્રવર્તમાન યુગમાં ઈન્ટરનેટનો વપરાશ કુદકે ને ભુસકે વધવા લાગ્યો છે. નાના મોટા સૌ કોઈ ઈન્ટરનેટની દૂનિયામાં હરતા ફરતા થઈ ગયા છે, તેમા પણ સોશિયલ વેબ સાઈટનો ચસ્કો બધાના માથે ચઢીને બોલે છે. કેટલાક લોકો તો સવારે ઉઠીને બ્રશ કરતા પહેલા પોતાના સોશિયલ વેબ સાઈટના એકાઊન્ટમાં અપડેટ જોતા હોય છે. ત્યારે સોશિયલ વેબ સાઈટની વધતી લોકપ્રિયતાનો સીધો લાભ રાજકીય પક્ષો ઉઠાવી રહ્યા છે, અને મતદારોની નસ પારખવા પોતાના આઈ.ટી સેલને વિધિવત કાર્યરત કરી દીધા છે.

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીની તૈયારીઓના ભાગ રૂપે રાજકીય પક્ષો દ્વારા સમયને અનુરૂપ પ્રચાર અભિયાન સહીત યુવા મતદારોને આકર્ષવા માટે આઈ.ટી સેલને સક્રીય કરી દીધો છે. ખાસ કરીને ભાજપ અને કોગ્રેસ દ્વારા સોશિયલ વેબ સાઈટની મદદથી યુવા મતદારોના અભિપ્રાયો સહીત પોતાની પાર્ટી દ્વારા કરવામાં આવતા કાર્યક્રમો અને લોક ઉપયોગી પ્રોજેક્ટો અંગે માહિતી પણ મુકવામાં આવી રહી છે. રાજકીય પક્ષો સારી રીતે જાણી ગયા છે કે, યુવા મતદારો સુધી પોતાની વાત મુકવા માટે સોશિયલ વેબ સાઈટોનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તેઓને દેખીતો લાભ થઈ શકે છે. બીજી બાજૂ રાજકીય ગતિવિધિથી વાકેફ રહેવા માટે યુવાનોને પોતાના મનગમતા માધ્યમનો ઉપયોગ કરે છે. ધારાસભ્ય કે સંસદ સભ્યને રૂબરૂ મળવું કેટલીક વખત સામાન્ય માણસ માટે કપરૂં સાબિત થાય છે જેથી પોતાની વાત પોતાના નેતા સમક્ષ મુકવા માટે તેઓ બેબસ બની જાય છે. પરંતુ સોશિયલ વેબસાઈટની મદદથી સામાન્ય મતદાર પણ પોતાના મતક્ષેત્રના નેતા સાથે સીધીવાત કરી શકે છે. પોતાના મતક્ષેત્રમાં પ્રજાને પડતી મુશ્કેલીઓ અને તેઓના સલાહ સુચનની સમીક્ષા કરી શકે છે.

રાજકીય પક્ષોના માત્ર આઈ.ટી સેલ જ નહી પરંતુ કેટલાક રાજકીય નેતો પણ સોશિયલ સાઈટ ઉપર સક્રીયતા રાખી પોતાના વિચારોની આપ-લે કરતા હોય છે. નેતાઓના આ અભિગમને ચોક્ક્સ યુવા મતદારો આવકારે તેમા બે મત નથી. કેટલાક રાજકીય નેતાઓ ફેશબુક,ટ્વીટર અને યુ-ટુબ જેવી સાઈટ ઉપર પોતાની હાજરી કાયમ નોંધાવતા હોય છે. સમાજમાં બનતા વિવિધ બનાવો થી માંડી પોતાના વિસ્તારમાં થતી ચહેલ પહેલ અને વિકાસ કાર્યને લઈ વેબ સાઈટના માધ્યમથી પ્રજાજનોના મત મેળવતા હોય છે. કેટલાક કીસ્સામાં વેબ સાઈટ ઉપર પ્રજાજનો દ્વારા કરવામાં આવેલ ટીપ્પણીને ધ્યાનમાં રાખી કેટલાક નેતા પોતાના મતક્ષેત્રમાં જરૂરી વિકાસ કાર્યોને પણ અંજામ આપ્યા હોવાનું કહેવાય છે.હાલમા ફેશબુક ઉપર આણંદ જિલ્લાના વિવિધ વિધાનસભા ક્ષેત્રને લગતા પેજ સક્રીય થયા છે. આ પેજ ની મદદથી મતદારોની નસ પારખવાનો વિવિધ રાજકિય પક્ષ દ્વારા પ્રયાસ કરવામાં આવતો હોય તેમા બે મત નથી ત્યારે ચરોતરના હોશિયાર મતદારો જે તે રાજકીય પક્ષોને સોશિયલ સાઈટની મદદથી અરીસો બતાવી પોતાના વિચારો રજૂ કરવામાં કોઈ કસર છોડતા નથી. જેમ જેમ વિધાનસભાની ચુંટણી નજીક આવશે તેમ તેમ સોશિયલ વેબ સાઈટ ઉપર રાજકીય પક્ષોની ચહેલ પહેલ વધે તેમાં કોઈ બે મત નથી. સોશિયલ સાઈટ દ્વારા યુવા મતદારો ઉપર કયો પક્ષ પોતાની સારી છાપ છોડવામાં સફળ થશે તે આવનારો સમય જ બતાવશે.

ઉમરેઠનાં ભાજપના સંભવિત ઉમેદવાર ભૂષણ ભટ્ટ અને કોગ્રેસના સંભવિત ઉમેદવાર સુભાષભાઈ શેલત હાલમાં ફેશબુક દ્વારા પોતાની વિસ્તારના મતદારો સાથે સંપર્કમાં છે. આ સિવાય આણંદમાં પણ નગરપાલિકાના પ્રમુખ મધુબેન ગોહેલ સહીત કેટલાક રાજકિય દિગ્ગજો ફેશબુકના સહારે પોતાના મતક્ષેત્રના મતદારોની ચહેલ પહેલ ઉપર નજર રાખવા સાથે પોતાના પક્ષના વિકાસ કાર્યો જનતા સુધી લઈ જાય છે. આવનારા સમયમાં વધુને વધુ રાજકીય નેતાઓ આ રીતે સોશિયલ સાઈટ ઉપર સક્રીય થાય તો નવાઈ નહી.

આગામી વિધાનસભા ચુંટણીમાં ઉમરેઠ બેઠક ઉપરથી ભાજપના સંભવિત ઉમેદવાર ભૂષણભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, સોશિયલ નેટવર્કીંગ સાઈટથી યુવા મતદારોના વિચારો જાણવામાં સરળતા રહે છે. યુવા મતદારો તેમના વિચારો અમારા સુધી સરળતાથી પહોંચાડી શકે છે અને કેટલાક લોકો પોતાના વિસ્તારની સમસ્યાઓ પણ રજૂ કરે છે જેથી લોકોને શું મુશ્કેલી પડે છે તે અંગે અમે સીધીલીટીમાં જાણકારી મેળવી શકીયે છે. સોશિયલ વેબસાઈટનો યોગ્ય ઉપયોગ થાય તો મતદારો અને નેતા બંન્ને વચ્ચે મહત્વની કડીરૂપ સાબિત થાય –

ભૂષણ ભટ્ટ , ધારાસભ્ય – ખાડીયા

 

 

 

ઉમરેઠ બાર એશોશિયેશન અને લાયોનેસ કલબ દ્વારા રક્ષાબંધન પર્વ ઉજવાયો.


ઉમરેઠ બાર એશોશિયેશન અને લાયોનેસ કલબના સંયુક્ત ઉપક્રમે રક્ષાબંધન પર્વની ઉજવની બાર એશોશિયેશનના હોલમાં કરવામાં આવી હતી. આ સમયે લાયોનેસ ક્લબની બહેનોએ ઉમરેઠના વકીલોને રાખડી બાંધવામાં આવી હતી. બાર એશોસિયેશનના પ્રમુખ રશ્મિભાઈ જે શાહ તેમજ સેક્રેટરી મુકેશભાઈ ત્રિવેદીને લાયોનેસ કલબના પ્રમુખ નિતાબેન દરજીએ રાખડી બાંધી હતી અને તેઓને વિનંતી કરી હતી કે ગરીબ લોકોને ન્યાય અપાવવામાં ઉમરેઠના વકીલ ભાઈઓ તેમનાથી બનતા તમામ પ્રયત્નો કરી તેઓ પ્રત્યે સકારાત્મક અભિગમ દાખવે. આ પ્રસંગે બાર એશોશિયેશનના પ્રમુખ રશ્મિભાઈ શાહએ પણ ગરીબોને ન્યાય અપાવવા માટે બનતા સકારાત્મક પ્રયત્નો કરવા ખાતરી આપી હતી. આ પ્રસંગે ઉમરેઠ બાર એશોશિયેશનના સભ્યો તેમજ લાયોનેસ કલબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને રક્ષાબંધન પર્વની ઉજવની કરી હતી.

ઉમરેઠમાં સૈફુલ્લાબાવાના ૬૫મા ઉર્ષની ઉજવણી


સૈફુલ્લાબાવાની દરગાહ હિન્દુ-મુસ્લીમ કોમી એકતાનું પ્રતિક

સૈફુલ્લાબાવા

ઉમરેઠ નગરમાં સૈફુલ્લાબાવાની દરગાહ ખાતે સૈફુલ્લાબાવાના ૬૫માં ઉર્ષ પર્વની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે મોડી રાત્રી સુધી મેળામાં મુસ્લીમ બિરાદરો સહીત હિન્દુ ભક્તોએ સૈફુલ્લાબાવાની દરગાહ ઉપર શ્રધ્ધાભેર ચાદર ચઢાવી હતી. વધુમાં ઉમરેઠના જાગનાથ ભાગોળ વિસ્તારમાં આવેલ સૈફુલ્લાબાવાની દરગાહમાં છેલ્લા કેટલાય વર્ષથી હિન્દુ અને મુસ્લીમભાઈઓ શ્રધ્ધાભેર આવે છે. ખાસ કરીબે દર ગુરૂવારે સૈફુલ્લાબાવાની દરગાહ ઉપર ગુલાબના ફૂલ ચઢાવવાની માનતા લોકો રાખતા હોય છે. સૈફુલ્લાબાવાના વિવિધ ચમત્કારોના સાક્ષી એવા ભક્તો શ્રધ્ધાભેર સૈફુલ્લાબાવાની દરગાહ ઉપર આવી પોતાની માનતા પુરી કરી છે. સૈફુલ્લાબાવાના ચમત્કારો માત્ર મુસ્લિમ બિરાદરો જ નહી પણ હિન્દુ ભક્તોને પણ ભૂતકાળમાં થયા હોવાનું વૃધ્ધો જણાવી રહ્યા છે કદાચ તે જ કારણે હિન્દુ પરિવારના લોકો પણ નિયમિત સૈફુલ્લાબાવાની દરગાહમાં આવી માથું નમાવતા હોય છે.

આજે મોડી રાત્રી સુધી સૈફુલ્લાબાવાની દરગાહમાં ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઉમરેઠ સહીત સુરેલી,બેચરી,કાલસર,ધૂળેટા તેમજ અમદાવાદ,વડોદરા જેવા શહેર માંથી પણ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં આવ્યા હતા અને સૈફુલ્લાબાવાની દરગાહ ઉપર ચાદર ચઢાવી હતી.સમગ્ર રાત્રી દરમ્યાન મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રધ્ધાળુંઓની સુરક્ષા માટે ઉમરેઠ પોલીસ દ્વારા સધન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, અને સૈફુલ્લાબાવાના ઉર્ષની ભક્તિભેર ઉજવની કરવામાં આવી હતી.

હું છેલ્લા કેટલાય વર્ષોથી સૈફુલ્લાબાવાની દરગાહમાં માનું છું. હું અને મારો પરિવાર સૈફુલ્લાબાવાની દરગાહ ઉપર નિયમિત માથુ ટેકવા જઈયે છે.સૈફુલ્લાબાવા અમારા માટે આસ્થાનું કેન્દ્ર છે. – ઐયુબભાઈ વ્હોરા, સામાજિક કાર્યકરતા

સૈફુલ્લાબાવા મારા માટે હાજર હજૂર છે. હું હુન્દુ હોવા છતા નિયમિત સૈફુલ્લાબાવાની દરગાહ ઉપર ફુલ ચઢાવવા આવું છું. દર ગુરૂવારે સૈફુલ્લાબાવાની દરગાહ ઉપર ફુલો ચઢાવવાથી અમારી માનતા પુરી થાય છે. – વિનુભાઈ પટેલ, ઉમરેઠ

ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરમાં ચલણીનોટોના હિંડોળા.


ઉમરેઠના ઓડબજાર ખાતે આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે ચલણીનોટોના હિંડોળા કરવામાં આવ્યા હતા. આ સમયે મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા હતા અને ધન્યતાનો અનુભવ કર્યો હતો.ઉમરેઠના સ્વામિનારાયણ મંદિરમાં શ્રાવણ માસ દરમ્યાન શ્રીજીને વિવિધ હિંડોળે ઝુલાવવામાં આવે છે તેમ જણાવતા મંદિરના ભક્ત કિરીટભાઈ ચોકસીએ જણાવ્યું હતું કે, ઉમરૅઠ સ્વામિનારાયણ મંદિરનો દસ્તાવેજ સ્વામિનારાયણ ભગવાનના નામે છે જેથી મંદિરનું ધાર્મિક મહત્વ ખૂબજ વધારે છે, માત્ર ઉમરેઠ નાજ નહી બહારગામના ધર્મપ્રેમિઓ પણ ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થે આવે છે. (ફોટો – મયંક પટેલ)

For More Photos You May Visit My Facebook Account :: http://www.facebook.com/vivekdoshi2000

%d bloggers like this: