આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠ – ઓડ બજાર વિસ્તારમાં ઉભરાતી ગટરો સ્થાનિકો ત્રાહિમામ


ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં આવેલ ગુજરાતી શાળા સામે છેલ્લા કેટલાય સમય થી ગટર ઉભરાવવાની સમસ્યા થી સ્થાનિકો પીડાઈ રહ્યા છે, આ અંગે વારંવાર પાલીકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતા પણ કાયમી ધોરણે સદર ગટર ઉભરાવવાનો પ્રશ્ન દૂર થતો નથી. બીજી બાજૂ પાલીકાના સુત્રો દ્વારા મળતી માહીતી મુજબ આ ગટર ની યોગ્ય સમયે સાફ-સફાઈ કરવામાં આવે છે.  વધુમાં મિલનભાઈ વ્યાસે જણાવ્ય્ં હતુ કે ગુજરાતી સ્કૂલ સામે ઉભરાતી ગટરને કારણે સ્થાનીકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તેઓએ ઉમેર્યું હતુ જ્યારે આ અંગે પાલીકામાં જાણ કરાય છે ત્યારે સફાઈકામદારો આ ગટરને સાફ સફાઈ કરી આપે છે પરંતુ ગણતરીના દિવસોમાં ફરી ગટર ઉભરાઈ જાય છે. આ જગ્યાએ મંદિર સહીત સ્કૂલ તેમજ રહેનાંક વિસ્તાર આવેલો છે જેથી દિનભર સદર માર્ગ પર અવર જવર ચાલુ જ રહે છે જેને કારણે લોકોના સ્વાસ્થય પર પણ તેની અસર થઈ શકે છે ત્યારે કાયમી ધોરણે સદર સમસ્યાનો નિકાલ આવે તે માટે પાલીકા તંત્ર કારગત પગલા ભરે તેવી રજૂઆત સદર વિસ્તારના નાગરીકોએ ચીફ ઓફિસરને કરી હોવાનું જાણવા મળે છે.

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: