આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: Umreth

ભ્રષ્ટ્રાચારની હદ વટાવાઈ હોવાના આક્ષેપો સાથે ઉમરેઠ નગરપાલિકાના સત્તાધીશો વિરુધ્ધ ફરતી થયેલી નનામી પત્રિકા..!


ઉમરેઠના બુધ્ધિજીવી વર્ગનો સીધો સવાલ “જો પાલિકામાં ખરેખર ભ્રષ્ટાચાર થતો જ હોય તો નનામિ પત્રિકા ફરતી કરતો નગરનો જાગૃત યુવાન શા માટે કાયદેસરની કાર્યવાહી નથી કરતો…? શું પાલિકા દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટ્રાચારમાં આ જાગૃત યુવાનને પુરતો હીસ્સો નહી મળતો હોય..?”

ઉમરેઠ નગરમાં અવાર નવાર પાલિકાના સત્તાધીશો વિરૂધ્ધ અવનવી ભેદી પત્રિકાઓ ફરતી થવાનો શીલશીલો યથાવત્ છે. તાજેતરમાં ઉમરેઠના કેટલાય નામાંકિત લોકોને ટપાલ દ્વારા નગર પાલિકાના સત્તાધીશો દ્વારા ચલાવવામાં આવતા ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે. વધુમાં ઉમરેઠમાં ફરતી થયેલી સદર ભેદી પત્રિકામાં નગરના પહેલી હરોળના નેતાઓને પણ ઉચ્ચારી નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર સામે મૂક પ્રેક્ષક બની આંક આડા કાન કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

સમયાંતરે ફરતી થતી પત્રિકાને લઈ નગરમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. નગરના બુધ્ધિજીવીઓ કહી રહ્યા છે કે જો ખરેખર નગરપાલિકામાં ભ્રષ્ટાચારા થતો હોય તો કાયદાકીય રીતે શા માટે તેની સામે લડત આપવામાં નથી આવતી..? કહેવાતો ઉમરેઠનો જાગૃત યુવાન ખરેખર નગર પાલિકામાં થતા ભ્રષ્ટ્રાચારથી વાકેફ હોય તો શા માટે કાયદાકીય રીતે તેમજ ખાતાકીય રીતે પગલા નથી ભરતો..? નગરમાં તો તેવી પણ ચર્ચા થઈ રહી છે કે, ઉમરેઠ પાલિકામાં થતા ભ્રષ્ટાચારમાં ભાગ પાડવામાં વ્હાલા દલવાની નિતિ ચાલતી હોવાને કારણે આવી પત્રિકાઓ આકાર પામે છે.

એક તરફ નગરપાલિકાના સત્તાધીશો સામે પત્રિકા ફરતી થઈ છે ત્યારે બીજૂ બાજૂ નનામી પત્રિકાને બાજૂમાં મુકી નગરમાં વિકાસ કાર્યો શરૂ થઈ ગયા છે. ગઈ કાલ થી જ નગરના ઓડ બજાર વિસ્તારમાં નવા રસ્તા બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જે આગામી દિવસોમાં ચોકસી બજાર, દરજીવાડના નાકા સહીતના વિસ્તારોને પણ આવરી લેવાના હોવાનું પાલિકાના વિશ્વાસ પાત્ર સુત્રો તરફથી જાણવા મળ્યું છે. છેલ્લા કેટલાય સમયથી ઉમરેઠના રામ તળાવનું બ્યુટીફીકેશનનું કામ બંધ પડ્યું હતુ તે પણ વેગ સાથે શરૂ થઈ ગયું છે.

કહેવાતા જાગૃત યુવાનો નનામિ પત્રિકાઓ ફરતી કરી પાલિકામાં થતા ભ્રષ્ટાચારથી નગરજનોને વાકેફ કરવાનું સુંદર કાર્ય કરી રહ્યા છે તો તેઓએ પ્રજાજનોના ઉધ્ધાર માટે એક ડગલું આગળ આવી ભ્રષ્ટાચાર સામે લડત આપવા કાયદેસરની કાર્યવાહી કરવી જોઈયે. ભ્રષ્ટાચારની ફરિયાદ કલેક્ટર,મુખ્યમંત્રી સહીત ઉચ્ચ કક્ષાએ કરવી જોઈયે તેમ નગરના બુધ્ધિજીવીઓ મત પ્રગટ કરી રહ્યા છે.

ઉમરેઠમાં બિરાજમાન ગીરીરાજજીના દર્શન (તા.૧૮.૮.૨૦૧૪ થી ૨૪.૮.૨૦૧૪)


Click On Photo To View in Full size , Jai Shree Krushna

ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમ દ્વારા ભજન સંધ્યા તેમજ ડાયાબિટીસ ચેક-અપ કેમ્પ યોજાયો.


ઉમરેઠ સિનિયર સીટીઝન હોલ ખાતે રોટરી કલબના ભાસ્કર દવે તેમજ નિતાબેન વ્યાસના સહયોગથી ડાયાબિટીસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમ્યાન સિનિયર સિટીઝન ક્લબના સભ્યો તેમજ અન્ય નગરજનોનો ડાયાબિટીસ ર્ડો.ભાસ્કરભાઈ દવે અને ર્ડો.દામિનિબેન દવે દ્વારા ચેક કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સ્સિનિયર સિટીઝન ફોરમ દ્વારા ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ સુરેશભાઈએ હાર્મોનિયમના શુર સાથે ભજન સંધ્યાની શરૂઆત કરી હતી અને ધાર્મિક ભજનોના ગાઈ ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ન કરી દીધા હતા. આ દરમ્યાન કલ્બના સભ્યોનું સન્માન કરવામાં આવ્યુમ હતું. અંતે ગોપાલભાઈ શાહએ સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો. સમારોહને સફળ બનાવવા માટે રામભાઈ પ્રજાપતિ, સી.ડી.કાછીયા તેમજ અન્ય સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

*એક્સલુઝીવ વીડીયો (ભાગ-૧)* શ્રી ગૃપ ઉમરેઠ આયોજીત ગરબા મહોત્સવ-૨૦૧૦


ઉમરેઠના નાસિકવાલા હોલ ખાતે નગરના શ્રી ગૃપ દ્વારા નવરાત્રિ મહોત્સવ – ૨૦૧૦નું સુંદર આયોજન કરવામાં આવ્યું એ , ત્યારે ઉમરેઠનું યુવાધન ઉત્સાહભેર ગરબાનો આનંદ લઈ રહ્યું છે. ગઈરાત્રિના ગુજરાતી ટી.વી સિરીયલની અભિનેત્રી જયશ્રી પરીખ ઉમરેઠની મહેમાન બની હતી અને શ્રી ગૃપ ધ્વારા આયોજીત ગરબા મહોત્સવની મુલાકાત કરી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. જ્યારે આ સમયે જયશ્રી પરીખે જણાવ્યુ હતું કે, હાલના વેસ્ટ્રન કલ્ચરમાં શેરી ગરબા નામશેષ થવાને આરે આવી ગય છે તેઓએ જણાવ્યું હતું ઉમરેઠ જેવા નાના ગામમાં આ રીતે સુંદર મઝાના ગરબા થાય છે તે ખૂબ સારી વાત છે.

%d bloggers like this: