આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: રાજકિય

ભ્રષ્ટાચાર..


 થોડા સમય પહેલા ઉમરેઠ ઓડ માર્ગ ઉપર ઓવરબ્રીજનું કામ પૂર્ણ કરવાની મુદત પૂર્ણ છતા કામ ચાલુ..! વિષય ઉપર એક પોસ્ટ કરી હતી. આ અંગે દિવ્યભાસ્કર માં એક આર્ટીકલ બે દિવસ પહેલા છપાયો હતો. 

જાણી આનંદ થયો કે ઉમરેઠ ઓડ માર્ગ ઉપર બનતા ઓવરબ્રીજનું કામમાં ગતિ આવી ગઈ. પરંતું પછી બીજા દિવસ દિવ્ય ભાસ્કરમાં ફરી આર્ટીકલ આવ્યો ને તે વાંચી જાણ થઈ કે આ ઓવરબ્રીજ બનાવવામાં કેટલો બધો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. દિવ્ય ભાસ્કરમાં છપાયેલ લેખ મુજબ આ ઓવરબ્રીજ બની રહ્યો છે ત્યારે તેમાં વપરાતો સામાન રીજેક્ટ કરાયેલ છે. બ્રીજ બનાવતા સમયે વપરાતી પેનલો જે બ્રીજનો મુખ્ય અંગ કહેવાય છે તેને લાગતા વળગતા તંત્ર દ્વારા રીજેક્ટ કરવામાં આવેલ છે છતા પણ આ બ્રીજ બનાવવામાં તેજ પેનલોનો ઉપયોગ થઈ રહ્યો છે. જો આ પેનલોને કારણે બ્રીજ ઉપર ભવિષ્યમાં કોઈ હોનહારત થશે તો જવાબદાર કોણ…? ખેર મને તો ભ્રષ્ટાચારની ગંધ આવે તો હું નાક દબાવાની જગ્યએ કી-બોર્ડ ની સ્વિચો દબાવવાનું વધારે પસંદ કરું છું…!

અમીતાબ બચ્ચન ગુજરાત એમ્બેસેડર બને તો..


પહેલા અમીતાબ બચ્ચન કહેતા હતા…

અગર પૂનઃ જનમ હો મેરા તો ગંગા કે તટ પર…

પણ ગુજરાત માટે બચ્ચન સાહેબ કામ કરશે તો બોલશે…

અગર પૂનઃ જનમ હો મેરા તો નર્મદા કે તટ પર…

મોદીની જાહેર સભામાં ભાડુતી લોકોની ભીડ…!


નરેન્દ્ર મોદીએ ગુજરાતની કાયાપલટ કરી વિકાસની વ્યાખ્યાને સાર્થક બનાવી દીધી છે. છતા પણ મોદીની જાહેર સભાઓમાં પણ ભીડ એકઠી કરવા રાજકિય તત્વોએ લોઢાના ચણા ચાવવા પડે છે. ૪થી જાન્યુઆરીએ આણંદમાં મોદી સાહેબની જાહેર સભા છે. ત્યારે ત્યાં ભીડ એકઠી કરવા તંત્ર સહિત રાજકિય તત્વો કામે લાગી ગયા છે. આમ કરી તંત્ર મોદીની કાબેલીયત ઉપર સવાલ કરતું હોય તેમ લાગે છે.

ગઈ કાલે અમારા ઘરના કામવાળા બેને ૪થી જાન્યુઆરીના દિવસ માટે રજા માગી, સ્વભાવિક રીતે મમ્મીએ પુછ્યુ કેમ..છે કશું…? પેલા કામવાળા બેને કહ્યુ હું આગણવાડીમાં નોકરી કરું છું, અને ૪થી જાન્યુઆરીએ મોદી સાહેબ આણંદ આવાના છે. અમારે ત્યાં જવું જ પડે. આણંડ જિલ્લામાં હજ્જારો આંગણવાડી હશે બધી આગણ વાડીના બહેનોને મોદીની જાહેર સભામાં હાજર રહેવું પડશે..પછી તેમની મરજી હોય કે ન હોય. મોદી જેવા સફળ નેતાની જાહેર સભા માટે લોકો ભેગા કરવા આવા ગતકડાં કરવા પડે છે તો બાકી નેતાની શું હાલત હશે …?
 
આટલું ઓછું હોય તેમ મોદીની જાહેર સભામાં આવતા લોકોને ફુડ પેકેટ આપવા માટે ની જવાબદારી જે તે તાલુકા તંત્રના અધિકારીઓને આપવામાં આવી હોય તેમ લાગે છે. આણંદ જિલ્લાના વિવિધ તાલુકાના મુખીયા (મામલતદાર) એ પોતાના વિસ્તારના કેરોસીન વિક્રેતા, પેટ્રોલ ઓઈલના ધંધા સાથે સંકળાયેલ વહેપારીઓ , સસ્તા અનાજની દૂકાન ધારકો સહિત અન્ય બલીના બકરાઓ સાથે ઉઘરાણું કરવાનું શરું કરી દીધું છે. અને કોઈ આ ઉઘરાણાનો વિરોધ કરે તો જે તે મામદતદાર કહી દે તા હોય છે ” ફરી ક્યારેક નાક દબાવી મોઢું ખોલાવીશું”
કોણ જાણે મોદી સાહેબ આ બાબતો થી વાકેફ હશે કે નહિ..?
 

ઉમરેઠ નગરપાલિકાની પેટા ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો.


– વોર્ડ નં- ૮માં ભાજપના કનુભાઈ શાહ અને વોર્ડ નં-૨ માં મોહનભાઈ પટેલનો વિજય
 

વિજય મુદ્રા સાથે ભાજપના ઉમેદવારો

 ઉમરેઠ નગરપાલિકાની પેટા ચુંટણીની મતગણતરી અત્રે મામલતદાર કચેરી ખાતે કરવામાં આવી હતી . સવારથીજ ઉમેદવારના ટેકેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જ્યારે ગણતરીના સમયમાં પરિનામ આવી જતા કહી ખુશી કહી ગમના દ્ર્શ્યો જોવા મળ્યા હતા.
           ઉમરેઠ નગરપાલિકાના વોર્ડ નં-૨ અને વોર્ડ નં-૮ માં ખાલી પડેલ જગ્યા ભરવા પેટા ચુંટણી યોજાઈ હતી. જેમાં વોર્ડ નં-૨ માં ભાજપના ઉમેદવાર મોહનભાઈ છોટાભાઈ પટેલ તેમજ અપક્ષ ઉમેદવાર ભાઈલાલભાઈ ભીખાભાઈ પટેલાએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે આજરોજ પરિનામ આવતા ભાજપના ઉમેદવાર મોહનભાઈ છોટાભાઈ પટેલને ૯૬૪ મત મળ્યા હતા તેમજ તેમના હરિફ અપક્ષ ઉમેદવાર ભાઈલાલભાઈ ભીખાભાઈ પટેલને ૫૬૩ મત મળ્યા હતા. જેથી ભાજપના ઉમેદવાર મોહનભાઈ પટેલનો ૪૦૧ મતથી વિજય થયો હતો.વોર્ડ નં-૮ ની પેટા ચુંટણી માટે ભાજપ તરફથી કનુભાઈ શાહ (બેંગ્લોરીવાળા) તેમજ અપક્ષ ઉમેદવાર કલ્પેશભાઈ શાહાએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં ભાજપના ઉમેદવાર કનુભાઈ શાહને ૧૦૪૮ અને અપક્ષ

ઉત્સાહિત સમર્થકો

 

ઉમેદવાર કલ્પેશભાઈ શાહને ૭૨૯ મત મળ્યા હતા જેથી ભાજપના ઉમેદવાર કનુભાઈ શાહનો ૩૧૯ મતથી વિજય થયો હતો.ભાજપના સમર્થકો અબીલ ગુલાલ અને ફુલહારથી વિજેયતા ઉમેદવારોને વધાવ્યાં હતા અને વાજતે ગાજતે નગરમાં ભારતમાતા કી જય …અને જીત ગયા ભાજપના નારા સાથે મતદારો નો આભાર વ્યક્ત કર્યો હતો.

 

 

સંસદ સભ્યનું આશ્વાસન…


અમારા ગામના સળગતા ૧૧ પ્રશ્નો અંગે “મે” મહિનામાં અમારા વિસ્તારના યુવા સંસદ સભ્યશ્રીને લેખિત રજુઆત કરી હતી. ત્રણ મહિના પછી તેમનો પત્ર મળ્યો, ને તેઓએ જણાવ્યુ કે. “તમારા ગામના પડતર પ્રશ્નો અંગે લાગતા વળગતા અધિકારીને જાણ કરી છે” ખેર..દેર સે આયે દુરસ્ત આયે આ પહેલા પણ અમારા ગામના વિવિધ પ્રશ્નો તંત્ર સમક્ષ ઉચ્ચાર્યા હતા કોઈના પેટનું પાણી હાલ્યું ન હતું આ નવા સંસદ સભ્યએ તો જવાબ પણ આપ્યો,(કામ પુરા કરશે કે નહિ રામ જાણે..!) પણ આપણે સકારાત્મક વિચારવાળા એટલે જવાબ આવ્યો તેનાથી સંતુષ્ટ થઈ ગયા, જોઈયે હવે કામ પુરા થાય છે કે નહિ. બાકી તો…કામ નહિ થાય તો આવતી ચૂટણીમાં તેમને પણ જોઈ લઈશું.