આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: youth foundation

યુથ ફાઊન્ડેશન દ્વારા રાષ્ટ્રીય ઝંડા અંગિકરણ દિવસની ઉજવણી


ઉમરેઠ ખાતે આણંદ જિલ્લા યુથ ફાઊન્ડેશન દ્વારા રાષ્ટ્રીય ઝંડા અંગિકરણ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરના વાંટા વિસ્તાર થી પંચવટી સુધી રેલી નિકાળવામાં આવી હતી જેમાં આણંદ જિલ્લા યુથ ફાઊન્ડેશનના સભ્યો તેમજ હોદ્દેદારો સહીત નગરના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને રેલીના અંતે પંચવટી વિસ્તારમાં કેક કાપીને ઝંડાના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઝંડાના મહત્વ અને ઈતિહાસ અંગે ચર્ચા કરતા યુથ ઈન્ડિયા ફાઊન્ડેશનના વા.પ્રેસિડેન્ટ મૌલિકભાઈ કાછીયાએ જણાવ્યું હતુ કે, ગુલામી બાદ ભારત દેશ 15મી ઓગષ્ટ, 1947ના દિવસે આઝાદ થયો, અને ત્યારથી આઝાદના પ્રતિક સમાન એવો તિરંગો ઝંડો સ્વતંત્ર ભારતની ઓળખ બની. દર વર્ષે 22મી જુલાઈ રાષ્ટ્રીય ઝંડા અંગિકરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1947ની 22 જુલાઈએ મળેલી બંધારણ સભામાં તિરંગાની ડિઝાઈનને અંતિમરૂપ આપવામાં આવ્યું હતું,જેનો નિર્ણય સર્વસંમત્તિથી લેવાયો હતો. ઝંડાના જન્મ દિવસની ઉજવણીમાં યુથ ઈન્ડિયા ફાઊન્ડેશનના આણંદ જિલ્લા પ્રમુખ મિનેષ કાછીયા, ઉપ પ્રમુખ મૌલિક કાછીયા, ઉમરેઠ શહેર પ્રમુખ રીતેષ પટેલ તેમજ ગ્રામ્યજનો અને યુવાનો જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે યુથ ઈન્ડિયા ફાઊન્ડેશન દ્વારા યુવાનોને જાગૃત કરવા માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં આર.ટી.આઈના કાયદા અંગે યુવાનોને અવગત કરાવવા ખાસ આયોજન થાય છે. હાલમાં આ સંસ્થા સુરત, અમદાવાદ તેમજ વ્યારા સહીત આણંદ જિલ્લામાં સક્રીય રીતે યુવાનોને આગળ લાવવા મદદ કરે છે

%d bloggers like this: