આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: varsad rain

ઉમરેઠમાં વરસાદ

માત્ર અઢી થી ત્રણ કલાકમાં ૪ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો…!

નગરપાલિકા તંત્ર જેસીબી મશીન લઈ પાણીનો નિકાલ કરવા કામે લાગ્યું..!

ગઈકાલે રાત્રી થી આજે સવાર સુધી ઉમરેઠ પંથકમાં અવિરત વરસાદ વિજળીના કડાકા સાથે વરસ્યો હતો. ઉમરેઠ પંથકમાં નિચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. ઉમરેઠ બસ સ્ટેશન પાસે આવેલ શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં આવેલ દૂકાનધારકોને ખાસ્સી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયુ હોવાથી કેટલીક દૂકાનોમાં પાણી ગુસી જવાની દહેશતના પગલે દૂકાનદારોએ બેઝમેન્ટ માં પંપ મુકી પાણી બહાર કાઢ્યું હતું. ઉમરેઠમાં જાગનાથ ભાગોળ, ખારવાવાડી, ઓડ બજાર ડેરી સહીત વડા બજાર અને કસ્બા જેવા નિચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણીનો ભરાવો થઈ ગયો હતો. આ સમયે નગરપાલિકા તંત્રએ જેસીબી મશીન તેમજ પાણી ઉલેચવાના અન્ય સાધનો સાથે નગરમાં ઠેર ઠેર પાણી નિકાળવા માટે જહેમત ઉઠાવી હતી.ઉમરેઠમાં મોડી રાત્રે શરૂ થયેલ વરસાદ સવારે ૮ કલાકે બંધ થયો હતો , જેથી સવારના સમયે લોકો નોકરી ધંધે જઈ શક્યા હતા.

ઉમરેઠ ડાકોર માર્ગ ઉપર વૃક્ષ ધરાશય.

ઉમરેઠ ડાકોર માર્ગ ઉપર ભારે વરસાદને કારણે વૃક્ષ ધરાશય થઈ જતા લગભગ બે કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઉમરેઠ બસ સ્ટેશન થી ભવન્સ કોલે સુધી માર્ગ ઉપર ઠેર ઠેર ચક્કાજામના દર્શ્યો સર્જાયા હતા. ઉમરેઠ પોલીસે આ સમયે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી વૃક્ષને રસ્તા માંથી ખસેડાવી ટ્રાફિક પૂર્વવત કરાયો હતો.

પોલીસ વસાહના પ્રવેશ દ્વારે પાણી ભરાયા

ઉમરેઠમાં ભારે વરસાદના પગલે આજે વિવિધ વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. ઉમરેઠના બેચરી ફાટક માર્ગ ઉપર આવેલ પોલીસ વસાહતના પ્રવેશ દ્વાર માંજ પાણીનો ભરાવો થઈ જતા પોલીસ કર્મીઓને અવર જવર કરવામાં ખાસ્સી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે પાલિકા તંત્રને જાણ કરતા જેસીબી મશીન થી આ પ્રવેશ દ્વાર આગળ થી પાણીને જવા માટે માર્ગ કરવામાં આવ્યો હતો.

%d bloggers like this: