આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: UPDATE AAPNU UMRETH

અપડેટ – આપણું ઉમરેઠ


દશા ખડાયતા જ્ઞાતિ દ્વારા ઈનામ વિતરણ સમારોહ

ઉમરેઠ – તાજેતરમાં નગરની ગણપતિની વાડી ખાતે દશા ખડાયતા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સન્માનીત કરવા સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે જ્ઞાતિના પ્રમુખ ગુરૂશરણભાઈ શાહ (અમદાવાદ), જગદીશભાઈ શ્રોફ(ઉમરેઠ), રાજનભાઈ શાહ (અમદાવાદ) હેતલભાઈ શાહ(અમદાવાદ), ધુવેનભાઈ શાહ (અમદાવાદ) તેમજ અતુલભાઈ શાહ (સી.એ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનુ સન્માન કરવામાં આવ્યું હતુ અને ઈનામો એનાયત કરી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. આ સમયે જ્ઞાતિના વડિલોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

ઉમરેઠમાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી

ઉમરેઠ – ઉમરેઠમાં ગણેશ મહોત્સવની ઉત્સાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે ઉમરેઠમાં સૌથી વધુ ૬૮ વિસ્તારોમાં ગણેશજીની સ્થાપણા કરવામાં આવી હતી. ગણેશ મહોત્સવ દરમ્યાન વિવિધ વિસ્તારમાં અનેક ધાર્મિક આયોજન કરવામાં આવ્યા હતા. ગણેશ મહોત્સવબાદ વિસર્જન માટે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી જેમાં વિવિધ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. નગરના લાલ દરવાજા ખાતે આવેલ તળાવમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતુ જે માટે પાલિકા તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મોડી સાંજ સુધી ચાલેલા વિસર્જનના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

(ફોટો – રીતેશ કા.પટેલ અને જય શાહ )

%d bloggers like this: