આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: umreth ode bazar new road

ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં નવા રસ્તા બનતા સ્થાનિકોમાં આનંદ


ઉમરેઠ નગરના ઓડ બજાર વિસ્તારમાં નવા આર.સી.સી રોડ બનાવવામાં આવતા નગરજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. ખાસ કરીને સદર વિસ્તારમાં રહેતા નાગરીકો સહીત ઓડ બજાર વિસ્તાર માંથી નિયમિત અવર જવર કરતા વાહન ચાલકોને નવા રસ્તા બનતા રાહત થશે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમય થી રસ્તા ઉબડ ખાબડ થઈ ગયા હતા અને ચોમાસામાં આ વિસ્તારમાં પાણીનો ભરાવો પણ વધુ થતો હતો જેથી સ્થાનિકો સહીત નગર માંથી સોસાયટી તરફ જતા લોકોને ખાસ્સી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે નવા રસ્તા બની જતા પાણીના ભરાઈ જવાનો પ્રશ્ન પણ દૂર થઈ જશે અને લોકોને રાહત થશે, વધુમાં ઓડ બજાર ડેરી પાસે પણ ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યા થતી હતી જેને કારણે સાંજે ડેરીએ દૂધ લેવા આવતા લોકો સહીત સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થે આવતા લોકોને અગવડ પડતી હતી ડેરી બહારના માર્ગની પણ ઉંચો કરી આર.સી.સી બનાવી દેવામાં આવતા ડેરી આસપાસ પાણી ભરાવની સમસ્યા હવે દૂર થશે. ઉમરેઠની રજનીનગર તેમજ યમુનાપાર્ક સોસાયટીમાં પણ છેલ્લા કેટલાય સમયથી રસ્તા ધુળીયા થઈ ગયા હતા જેને તાજેતરમાં ડામરના નવા રસ્તામાં રૂપાંતરીત કરવામાં આવતા સોસાયટીના રહીશોમાં આનંદની લાગણી વ્યાપી છે, નવા રસ્તાને કારણે ચોમાસામાં સ્થાનિકોને રાહત થશે તેમાં કોઈ બે મત નથી.

નગરના અન્ય રસ્તાઓ પણ નવા બનશે – સંજય પટેલ, ન.પા.પ્રમુખ

ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલે જણાવ્યું હતુ કે ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં નવા રસ્તાનું કામ પૂર્ણ થતાની સાથે નગરના અન્ય વિસ્તારોમાં પણ નવા રસ્તા બનાવવાનું કામ શરૂ થશે. ચોમાસા પૂર્વે નગરના મુખ્ય રસ્તાઓ બની જશે અને પાણીના નિકાલની પણ યોગ્ય વ્યવસ્થા કરી દેવામાં આવશે જેથી આવનારા ચોમાસામાં નગરજનોને કોઈ મુશ્કેલી ન પડે તેઓએ ઉમેર્યું હતુ કે આવનારા દિવસોમાં નગરના વિકાસ માટે શક્ય હોય તેટલા વધુ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.

%d bloggers like this: