આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: tp schem

ઉમરેઠ નગરપાલિકા દ્વારા દશ વર્ષ જૂની ટી.પી સ્કીમ અમલમાં મુકાઈ


અભરાઈએ ચઢેલ ટી.પી સ્કીમનો અમલ મુકાતા નગરના વિકાસના દ્વાર ખુલ્યા.

છેલ્લા દશ વર્ષથી મંજૂર થયેલ ટી.પી સ્કીમનો ઉમરેઠ પાલિકા દ્વારા અમલ ન કરવામાં આવતા નગરનો ભૌગોલીક વિકાસ રુંધાઈ રહ્યો હતો, અને જરૂરિયાતમંદોને વિવિધ લાભ આપવામાં પાલિકાના સત્તાધીશોને અડચનો આવતી હતી. આખરે તાજેતરમાં ઉમરેઠ પાલિકા દ્વારા ૨૦૦૧માં મંજૂર થયેલ ટી.પી સ્કીમનો સત્તાધીશોએ અમલ કરતા નગરમાં રીઝર્વ પડેલા પ્લોટો અને અન્ય જમીનોનો પાલિકા લોક ઉપયોગ માટે વપરાશ કરી શકશે તેમ જણાવતા પ્રમુખ સંજય પટેલે જણાવ્યું હતુ કે, આ ટી.પી સ્કીમનો અમલ થતા અંબિકા નગર સોસાયટી થી થામણા ચોકડી, કૃષ્ણ સિનેમા થી બસ સ્ટેશન, એફ.આર. ની ખરી થી જી.ઈ.બી સુધીના માર્ગ વ્યવસ્થિત થશે તેમજ નગરપાલિકાની આવકમાં પણ વધારો થશે. વધુમાં તેઓએ ઉમેર્યું હતુ કે આ ટી.પી સ્કીમનો અમલ થવાથી નગરપાલિકાને મળેલ જગ્યામાં ગરીબો માટે ઘર બનાવવાના પ્રેઓએક્ટ સહીત બાગ-બગીચા કે પછી સ્કૂલ માટે પણ નગરપાલિકાને જગ્યા મળશે જેથી નગરના વિકાસ માટે જરૂરી ટી.પી સ્કીમ તેઓ અમલમાં મુકી છે. વધુમાં ચર્ચાઈ રહ્યું છે કે, આ પહેલા પાલિકામાં આંતરીક વિખવાદોને કારણે આ ટી.પી સ્કીમનો અમલ થતો ન હતો.૨૦૦૧મામ મંજૂર થયેલ ટી.પી સ્કીમનો તાત્કાલીક ધોરણે જે તે સમયના સત્તાધીશોએ અમલમાં મૂક્યો હોત તો ગામનો વિકાસ દશ વર્ષ પહેલા જ વેગવંતો બન્યો હોત. હવે આ ટી.પી સ્કીમનો અમલ થતા પાલિકા દ્વારા વરસાદી પાણીનો નિકાલ સહીત રસ્તાઓ પહોળા કરવાની દીશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ખાસ કરીને અંબિકા નગર સોસાયટી થી એફ.આર.ની ખરી સુધીના વિસ્તારમાં જમીનોના ભાવ પણ ઉંચકાવવા લાગ્યા છે. એકંદરે આ ટી.પી સ્કીમને લઈ નગરના વિકાસને વેગ મળશે તેમ હાલના સત્તાધીશો મત પ્રગટ કરી રહ્યા છે.

%d bloggers like this: