આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: talav mamlatdar office beautiful

ઉમરેઠમાં તળાવોનું બ્યુટીફીકેશન કરવાની જરૂર..!


  • મામલતદાર ઓફિસ સામે તળાવ વિહાર કરવાનું સ્થળ બની શકે

ઉમરેઠમાં હાલમાં હરવા ફરવા લાયક કોઈ બાગ બગીચા નથી ત્યારે ઉમરેઠના તળાવોનું બ્યુટીફીકેશન કરી આ તળાવની આસ પાસના વિસ્તારને હરવા ફરવાના સ્થળ તરીકે વિકસાવી શકાય તેમ છે. હાલમાં ઉમરેઠમાં ત્રણ તળાવો અસ્તિત્વમાં જે જે પૈકી ત્રણેય તળાવમાં હાલમાં ગંદકી સહીત જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે. ઉમરેઠના વડા બજાર વિસ્તારમાં આવેલ તળાવ છેક જાગનાથ ભાગોળ સુધી વિસ્તરણ પામેલ છે તેમજ સૈફુલ્લા બાવાની દરગાહ અને વ્હોરા કોમની દરગાહ સુધી તેના કિનારા અડે છે જો આ તળાવને સાફ કરી તેનું બ્યુટીફીકેશન કરવામાં આવે તો તે જોવા લાયક સ્થળ સહીત નગરજનો માટે હરવા ફરવા માટે ઉત્તમ વિકલ્પ બની સકે છે, આ ઉપરાંત લાલ દરવાજા વિસ્તારનું તળાવ પણ ગંદકીથી ખદબદે છે અને તેમાં કુંભવેલનું સામ્રાજ્ય દેખાય છે આ તળાવ નાનું હોવાને કારણે તેનો વિકાસ સક્ય નથી પરંતુ તેને સાફ કરી યોગ્ય રીતે તેનો રખરખાવ કરવામાં આવે તેમ આજૂબાજૂના રહીશો લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

વધુમાં ઉમરેઠ મામલતદાર કચેરી સામેનું તળાવ ઉમરેઠના ઓડ બજાર વિસ્તાર સુધી વિસ્તાર પામેલ છે, જો ખરેખર ઉમરેઠમાં તળાવોનો વિકાસ કરી તેનું બ્યુટીફીકેશન કરવાની ઈચ્છાશક્તિ કોઈ નેતા કે તંત્ર ધરાવતું હોય તો આ તળાવ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ તળાવ ઓડ ચોકડીથી નજીક આવેલ છે તેમજ ગામના લોકો પણ આ તળાવ સુધી ઓડ બજારના માર્ગે ચાલીને આવી શકે તેમ એ જેથી આ તળાવને યોગ્ય રીતે સાફ સફા કરી તેનું બ્યુટીફીકેશન કરવામાં આવે તો આ તળાવમાં બોટીંગ સહીત વોટર સ્પોર્ટની સુવિધા કરી શકાય. જો આમ થાય તો ખરા અર્થમાં ઉમરેઠનો વિકાસ થઈ શકે છે,અને જિલ્લામાં ઉમરેઠનું આગવું સ્થાન થઈ શકે છે. ઉમરેઠ મામલતદાર કચેરી સામે આવેલ તળાવને વિકસાવી તેનું બ્યુટીફીકેશન હાથ ધરાય તેવી લોક લાગણી પ્રવર્તમાન બની છે.

સંસદ સભ્ય અને ધારા સભ્યની ગ્રાન્ટનો સ્થાનિક ઉમરેઠમાં અત્યાર સુધી નહિવ ઉપયોગ થયો છે. ત્યારે ઉમરેઠની સ્થાનિક પ્રજાની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી નગરમાં હરવા ફરવાના સ્થળ તરીકે તળાવોનું બ્યુટીફીકેશન કરી સંસદ સભ્ય અને ધારાસભ્ય પોતાની ગ્રાન્ટનો ઉપયોગ કરે તેમ લોક માંગ પ્રવર્તમાન ઉઠી છે

%d bloggers like this: