આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: swami vivekanand janm jayanti

ઉમરેઠમાં સ્વામિ વિવેકાનંદ જન્મ જયંતિની ઉજવણી


ઉમરેઠમાં સ્વામિ વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે ૯ કલાકે શોભાયાત્રાને એસ.એન.ડી.ટી ગ્રાઊન્ડથી ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજએ પ્રસ્થાન કરાવ્યું હતું. શોભાયાત્રામાં નગરના યુવાનો, વિદ્યાર્થીઓ સહીત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉમરેઠ બ્રહ્મકુમારી ઈશ્વરિય વિદ્યાલય, ઉમરેઠ સ્વામિનારાયણ મંદિર સહીતની સંસ્થાઓ દ્વારા પણ શોભાયાત્રામાં ઝાંખી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નગરના કેટલાક યુવાનોએ શહીદ ભગતસિંહ,ભારતમાતા,ઝાંસીની રાખી,સુખદેવ સહીતના પાત્રોની વેશભૂષા ધારણ કરી હતી જે શોભાયાત્રામાં આકર્ષનનું કેન્દ્ર બની હતી. ઉમરેઠ નગરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા ફરી હતી જેમાં નગરપાલિકા શાળાના વિદ્યાર્થીઓએ લોકજાગૃતિ અર્થેના બેનરો સાથે લોકોનું ધ્યાન ખેચ્યું હતું.

%d bloggers like this: