આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: santram mandir

ઉમરેઠ સંતરામ મંદિર ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી


ઉમરેઠ સંતરામ મંદિર ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજના આર્શિવાદ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. શ્રી ગણેશદાસજી મહારાજએ આશિર્વચન આપતા ગૂરૂ અને શિષ્યના સબંધનું મહત્વ સમજાવ્યું હતું. શ્રી ગણેશદાસજીના ભક્તોએ ગુરૂપુજન કરી પોતાની શ્રધ્ધા દર્શાવી હતી. સમગ્ર ઉમરેઠ સહીત થામણા,ઓડ,લીંગડા,સુંદલપૂરા અને કાલસરના ભક્તો પણ શ્રી ગણેશદાસજી મહારાજના આર્શિવાદ મેળવવા આવી પહોંચ્યા હતા. ભક્તો માટે શ્રી સંતરામ મંદિર દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં પ્રસાદી લઈ ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ પ્રસંગે ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ, ભાજપ જિલ્લા સંગઠનના વિપુલભાઈ પટેલ, લાલસિંહભાઈ વડોદિયા સહીત તેમજ ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઈ બોસ્કીના અગ્રણીઓએ શ્રી ગણેશદાસજી મહારાજના આશિર્વાદ લીધા હતા.

ઉમરેઠ સંતરામ મંદિર દ્વારા સેવાકિય પ્રવૃત્તિઓ અટકાવાઈ..!


  • શ્રી ગણેશદાસજી મહારાજ ઉપર કિચ્ચડ ઉછાડનાર તત્વો ઉપર ભક્તોનો આક્રોશ – બી.ડી.પટેલ જનરલ હોસ્પિટલનો વહિવટ છોડવા સંતરામ મંદિરના વહિવટી તંત્ર દ્વારા ચક્રો ગતિમાન..!
  • દાતનું દવાખાનુ તેમજ જીમ્નેશિયમ પણ બંધ,વ્રજધામ પાર્ટી પ્લોટનું બુકિંગ પણ બંધ કરાયું.

ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ ઉપર આડકતરી રીતે આક્ષેપબાજી કરતા કથિત સમાચાર એક સમાચાર પત્રમાં પ્રસિધ્ધ થયા હતા. જેનાથી વ્યથીત થઈને શ્રી ગણેશદાસજી મહારાજે નગરમાં સંતરામ મંદિર દ્વારા થતી આરોગ્ય લક્ષી સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે. નગરમાં છેલ્લા કેટલાય દશકાથી સંતરામ મંદિર દ્વારા થતી સેવાકિય પ્રવૃત્તિઓથી કોઈ અજાણ નથી પરંતું કેટલાક અસામાજિક તત્વો દ્વારા શ્રી ગણેશદાસજી વિરૂધ્ધ ષડયંત્ર રચવામાં આવતું હોવાની ગંધ લોકોને આવી રહી છે. હાલમાં નગરમાં ગણેશદાસજી મહારાજે સંતરામ મંદિર સંચાલિત બી.ડી.પટેલ જનરલ હોસ્પિટલ, દાંતનું દવાખાનું તેમજ જીમ્નેશિયમ બંધ કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોની વાત ધ્યાનમાં લઈએ તો તબક્કાવાર સંતરામ મંદિર દ્વારા ચાલતી તમામ સંસ્થાઓ બંધ થશે અને વહિવટ અન્ય લોકોને સોપી દેવામાં આવશે સંતરામ મંદિર દ્વારા માત્ર ને માત્ર મંદિરને લગતી ધાર્મિક પ્રવૃત્તિઓ જ કરવામાં આવશે.

અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે, આવા સમાચાર પત્રોના લેખથી વ્યથીત ન થવા નગરના સજ્જનો સહીત અન્ય પત્રકારોએ પણ શ્રી ગણેશદાસજી મહારાજની મુલાકાત કરી પોતાના દ્વારા થતી સેવાકિય પ્રવૃત્તિઓ ચાલુ રાખવા વિનંતી કરી હતી. આવનારી તા.૨.૬.૨૦૧૨ના રોજ નગરજનો મોટી સંખ્યામાં શ્રી ગણેશદાસજી મહારાજને મનાવવા પ્રયત્નો કરનાર હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

ઉમરેઠ સંતરામ મંદિરમાં પોષી પુનમ નિમિત્તે સાંકરવર્ષામાં ભક્તોનું ઘોડાપુર


  •  પોષી પૂનમે સંતરામ મંદિરમાં બોર-સાંકર વર્ષા કરી ભક્તોએ બાધા પૂરી કરી.

ઉમરેઠ સંતરામ મંદિરમાં પરંપરાગત રીતે પોષી પુનમે શ્રી ગણેશદાજી મહારાજના સાંનિધ્યમાં સાંકર-બોર વર્ષા કરવામાં આવી હતી. સાંકર-બોર વર્ષા દરમ્યાન મોટી સંખ્યામાં સંત-મહંત તેમજ ઉમરેઠ સહીત આજુબાજુના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

કેટલાક બાળકો પાંચ વર્ષના થાય પછી પણ મમ્મી પપ્પા જેવા શબ્દો બોલી શકતા નથી. બાળકોને જલ્દી બોલતા પણ આવડતું નથી આવા બાળકોના માતા પિતા સંતરામ મંદિરમાં પોષી પુનમે સાંકર બોર ઉછાળવાની બાધા રાખતા હોય છે. માન્યતા છે કે સંતરામ મંદિરમાં પોષી પુનમે સાંકર બોર વર્ષા કરવાથી પોતાનું બાળક જલ્દી બોલતું થાય છે. દર વર્ષે સંતરામ મંદિરની વિવિધ શાખાઓમાં સાંકર બોર વર્ષા કરવામાં આવે છે. ખાસ કરીને ઉમરેઠ, કરમસદ,કાલસર અને નડિયાદમાં સાંકર વર્ષામાં મોટી સંખ્યામાં ભક્તો એકઠા થતા હોય છે, અને પોતાનું બાળક જલ્દી બોલતું થાય તેવી બાધા રાખતા હોય છે અને જેઓનું બાળક બોલતું થઈ ગયું હોય તે પોતાની બાધા પૂર્ણ કરવા બોર-સાંકર વર્ષા કરતા હોય છે.

ભક્તો દ્વારા ઉછાળવામાં આવેલ બોર-સાંકર પ્રસાદ સ્વરૂપે ઉપસ્થિત અન્ય ભક્તો આરોગતા હોય છે. આ દિવસે મંદિરના મહંત દ્વારા વિશેષ પુજન પણ કરવામાં આવે છે અને મંદિર પરિસરમાંથી સાંકર-બોર વર્ષાની શરૂઆત કરવામાં આવે છે. સંતરામ મંદિર ઉમરેઠ ખાતે યોજાયેલ સાંકર વર્ષા પૂર્વે પૂ.મોરારીબાપુની કથામાં ઉપસ્થિત સંત મહંતોનું પુજન કરવામાં આવ્યું હતું અને શ્રી ગણેશદાસજી મહારાજે સૌ સંત તેમજ અન્ય સંતરામ સેવા સમિતિના સભ્યોનો ખૂબ આભાર માન્યો હતો. આજે સાંકર વર્ષા દરમ્યાન શ્રી ગણેશદાસજી મહારાજ,શ્રી હરેકૃષ્ણદાસજી મહારાજ, દેવાંગભાઈ પટેલ,પરમાનંદભાઈ પટેલ સહીત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. (ફોટો – પંકજ શ્રીધપ)

ઉમરેઠમાં સંતરામ મંદિર ખાતે ગૂરૂપૂર્ણિમાં મહોત્સવની ઉજવણી


ઉમરૅઠ સંતરામ મંદિર ખાતે ભક્તિભેર ગુરૂપૂર્ણિમાં ઉત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના લોકો મોટિ સંખ્યામાં પૂ.ગણેશદાસજી મહારાજના આશીર્વાદ લેવા આવી પહોંચ્યા હતા. ઉમરેઠ સંતરામ મંદિરમાં ધાર્મિક મંત્રોચ્ચાર સાથે ગૂરૂપુજન કરી ભક્તોએ ધન્યતાની લાગણી વ્યક્ત કરી હતી. ગૂરૂપૂર્ણિમાં નિમિત્તે સંતરામ મંદિરમાં મહા પ્રસાદનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

%d bloggers like this: