આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: prathamik shala

ઉમરેઠ તાલુકાની પ્રા.શાળાઓમાં ૨૪ કલાક વીજ સુવિધા આપવા રજૂઆત


તાલુકા પંચાયતના પ્રમુખે શિક્ષણમંત્રી તેમજ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત

એક તરફ રાજ્યભરમાં પ્રવેશોત્સવ સહીત કન્યા કેળવણી મહોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્ર્મ કરી રાજ્ય સરકાર દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધરે તેમજ ગ્રામ્ય વિસ્તારના બાળકો શિક્ષણ મેળવતા થાય તે માટે અથાગ પ્રયત્નો કરી રહી છે અને તેમાં સફળતા પણ મળી રહી છે. બીજી બાજૂ ઉમરેઠના ગ્રામ્ય વિસ્તારના વિવિધ પરાંમાં ૨૪ કલાક વિજળીની સુવિધા ન મળતી હોવાને કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે વસાવેલા કોમ્યુટર સહીત પ્રયોગના સાધનો શોભાના ગાઠીયા સમાન બની જાય છે. આ અંગે ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદીને લેખિત રજૂઆત કરી ઉમરેઠ તાલુકાના પરાં વિસ્તારની સ્કૂલોમાં વિદ્યાર્થીઓના હીત માટે શાળાઓમાં ૨૪ કલાક વીજ સુવિધા ઉપલબ્ધ બને તે માટે રજૂઆત કરતા જણાવ્યું હતુ કે, કેટલાય સમયે ૭ દિવસ સુધી સવારના સમયે જ વીજ પુરવઠો બંધ રહે છે, આ દરમ્યાન શાળામાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ કોમ્યુટર વાપરી શકતા નથી તેમજ વિવિધ પ્રયોગ માટે સાધનો હોવા છતા તેનો ઉપયોગ થતો નથી જેની સીધી અસર બાળકોના શિક્ષણ ઉપર પડે છે. જેથી આ અંગે ઘટતું કરવામાં આવે તે જરૂરી છે. વધુમાં ગ્રામ્ય વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે કે, સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ શિક્ષણ કરવા પ્રેરાય તે માટે વિવિધ ઉત્સવો યોજવામાં આવે છે પરંતુ આ વિસ્તારમાં વિદ્યાર્થીઓને ભણતર માટે જરૂરિ પ્રાથમિક સુવિધા આપવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે. હજૂ પરાં વિસ્તારમાં જ્યાં ૨૪ કલાક વીજ સુવિધા નથી ત્યાં વિદ્યાર્થીઓ સારું શિક્ષણ ક્યાંથી મેળવવાના. તાજેતરમાં ઉમરેઠના પરાં વિસ્તારમાં વિદ્યાર્થીઓના શિક્ષણના સ્તરને લઈ આનંદીબેન પટેલે શિક્ષકો સહીત સ્થાનિક તંત્રને આડે હાથે લીધા હતા પણ કદાચ આનંદીબેન ને હજૂ ખબર નહી હોય કે ઉમરેઠના પરાં વિસ્તારમાં વીજ સુવિધા જ ન હોય ત્યારે શિક્ષકો ક્યાંથી બાળકોને સારી રીતે ભણાવી શકે..

%d bloggers like this: