આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: police

ઉમરેઠ પોલીસ દ્વારા લોક જાગૃતિ સુરક્ષા રથને આવકાર


મતદાન કરવા પ્રજાને જાગૃત કરવામાં આવ્યા.

આણંદ જિલ્લા પોલીસ દ્વારા પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે લોક જાગૃતિ સુરક્ષા રથ જિલ્લાના વિવિધ ગામોમાં ફરી રહ્યો છે. આજે લોક જાગૃતિ સુરક્ષા રથ આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે આવી પહોંચતા ઉમરેઠ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ આર.કે.મોડીયાએ આવકાર આપ્યો હતો. આ સમયે એમ.બી.ભગોરાએ ઉપસ્થિત લોકોને મતદાન કરવા માટે પ્રેરણા આપી હતી દરેક નાગરિકનો મત કેટલો નિર્ણાયક છે તે અંગે સમજ આપી મતદાન કરવા લોકોને જાગૃત કર્યા હતા. આ ઉપરાંત ઉમરેઠ પોલીસ દ્વારા વિવિધ ગુન્હાઓને લઈ પ્રજાએ તકેદારી રાખવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ, ચોરી,લુંટ-ફાટ સહીત ઉઠાંતરીની ઘટનાથી બચવા માટે જરૂરી માર્ગદર્શન સાથે તકેદારી રાખવાના વિવિધ મુદ્દા સાથે એક પત્રિકા પણ પોલીસ તંત્રએ લોકોને આપી હતી. પોલીસ તંત્રના સદર સમાજલક્ષી અભિગમની લોકોએ પ્રશંશા કરી હતી અને પોલીસ પ્રજાનો મિત્ર છે તેમ ખરા અર્થમાં મહેસુસ કર્ય હતું.

ઉમરેઠમાં મોડી રાત્રી સુધી દૂકાન ખુલ્લી રાખનારાઓ ઉપર તવાઈ..!


– મોડી રાત્રી સુધી દૂકાન ખુલ્લી રાખનાર બે દૂકાનદારો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી 

ઉમરેઠ પંથકમાં છેલ્લા કેટલાય સમય થી ચોરી સહીત ઉઠાંતરીની વારદાતો થઈ રહી છે, રાત્રીના સમયે કેટલાક લોકો બસ સ્ટેશન સહીત બજારમાં ફરતા હોય છે જેથી કેટલાક અસામાજીક તત્વો આવા સદગુહસ્તોના ટોળામાં ભળી જઈ આબાદ છટકી જતા હોય છે. જેથી ઉમરેઠ પંથકમાં રાત્રીના સમય અસામાજિક તત્વોને મોકળું મેદાન ન મળે તે માટે ડી.વાય.એસ.પી ફાલ્ગુનીબેન પટેલ દ્વારા મોડી રાત્રી સુધી ચાલુ રહેતા પાન ગલ્લા સહીત દૂકાનદારોને દૂકાનો વહેલી બંધ કરવા સુચનો આપી દીધા છે. આ પહેલા તાજેતરમાં ઉમરેઠમાં મોડી રાત્રી સુધી દૂકાન ખુલ્લી રાખનાર બે દૂકાનધારકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે ડી.વાય.એસ.પી ફાલ્ગુની પટેલે જણાવ્યું હતુ કે, રાત્રીના યુવાધન પાનના ગલ્લા તેમજ ચાની કીટલી ઉપર બેસી રહેતા હોય છે, જ્યારે મોડી રાત્રી સુધી ચાલુ રહેતી દૂકાનો – કીટલી તેમજ પાનના ગલ્લા ઉપર કેટલીકવાર યુવાનો એકબીજા સાથે નાનઈ નાની બાબતે ઝગડા પણ કરતા હોય છે, ભૂતકાળમાં આવા નાના ઝગડાને કારણે કાયદો વ્યવસ્થાને પણ અસર થઈ હોવાનું સૂત્રો કહી રહ્યા છે જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે આગોતરા આયોજન સ્વરૂપે રાત્રીના દૂકાનો બંધ કરવામાં આવી રહી છે. ડી.વાય.એસ.પી ફાલ્ગુની પટેલે ઉમેર્યુ હતુ કે, મોદી રાત્રી સુધી કે ૨૪ કલાક દૂકાન ચાલુ રાખવા અલગથી લાઈસન્સ લેવા પડે છે, ઉમરેઠમાં આવા લાયસન્સ કોઈ દૂકાન ધારક ધરાવતા હોય તેવું માલુમ પડ્યું નથી જેથી મોડી રાત્રી સુધી દૂકાન ચાલુ રાખનાર ઉપર ભવિષ્યમાં પણ તવાઈ રાખવામાં આવશે.આ અંગે નગરના દૂકાન ધારકોએ જણાવ્યું હતુ કે, છેલ્લા કેટલાય સમય થી રાત્રીના કોઈ પણ દૂકાન કે ગલ્લા ઉપર કાંકરી ચાળો કે ઝગડો થયો નથી. અચાનક રાત્રીના દૂકાનો બંધ કરવાના ફરમાનથી તેઓના ધંધા-રોજગાર ઉપર માઠી અસર પડે છે, આ અંગે પોલીસ તંત્ર વચ્ચેનો રસ્તો કાઢે તેવી તેઓએ માંગ કરી હતી. સાથે સાથે દૂકાન ધારકોએ ઉમેર્યું હતુ કે, રાત્રીના દૂકાનો બંધ કરાવવની પોલીસ તંત્રની નિતિને કારણે પાંડાના વાંકે પલાખીને ડામ જેવી સ્થિતિ તેઓ અનુભવી રહ્યા છે.

ઉમરેઠમાં નો-પાર્કિંગ ઝોનમાં ઉભેલ રીક્ષાઓ ઉપર પોલીસ તંત્રની લાલ આંખ


– પીયાગો રીક્ષા ડીટેન કરવામાં આવી

IMG_20130726_134223 (1)

ઉમરેઠ પંથકમાં છેલ્લા કેટલાય સમયથી બસ સ્ટેશન થી ઓડ ચોકડી વિસ્તારમાં ખાનગી વાહનો બેફામ રીતે પાર્કીંગ કરી ઉભા રહેતા હતા જેને કારણે સ્થાનિકો સહીત આ વિસ્તાર માંથી અવર જવર કરતા અન્ય વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ ઉપરાંત ખાનગી પીયાગો રીક્ષામાં મુસાફરો પણ અવર જવર કરતા હોવાથી એસ.ટી.તંત્રને પણ મુસાફરો માટે વલખાં મારવા પડતા હતા. આજે ઉમરેઠમાં ખાનગી વાહનો ઉપર લાંલ આંખ કરતા ડી.વાય.એસ.પી ફાલ્ગુની પટેલે બસ સ્ટેશન વિસ્તારમાં તેમજ અન્ય નો-પાર્કિંગ ઝોનમાં બેફામ પાર્ક કરેલ પીયાગો રીક્ષાઓના ચાલકો ઉપર કાર્યવાહી કરી તેઓના વાહનો ડીટેઈન કરવા સુધીની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તંત્રના અચાનક આક્રમક અભિગમથી ખાનગી વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ડીટેઈન કરેલ રીક્ષાઓ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી અને ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તાજેતરમાં ઉમરેઠના બસ સ્ટેશનથી ઓડ બજાર સુધીના વિસ્તારમાં લારી ગલ્લા સહીત પાથરણાં વાળા ઉપર ડી.વાય.એસ.પી ફાલ્ગુની પટેલે કાર્યવાહી કરી તેઓને હટાવ્યા હતા. પરંતુ જેમ જેમ પોલીસ કાફલો આગળ ગયો હતો તેમ તેમ પાછળ લારી ગલ્લા તેમજ પાથરણાં વાળા પૂર્વવત થઈ ગયા હતા. તેવીજ રીતે બસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહન ચાલકો ઉપરની કાર્યવાહી પરપોટા જેવીજ હશે…? કે પછી કાયમ માટે બસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનો ઉપર તવાઈ રહેશે તેમ નગરજનો પ્રશ્ન કરી રહ્યા છે.

%d bloggers like this: