આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: nagarpalika

ઉમરેઠ પાલિકાના બળવાખોર સભ્યો સામે પક્ષાંતરધારા હેઠળ કાર્યવાહી શરૂ.


તા.૧૮/૬/૨૦૧૩ના રોજ નામોદિષ્ટ અધિકારી સમક્ષ સુનવાની હાથ ધરાશે.

ઉમરેઠ નગરપાલિકામાં પ્રમુખ પદ માટે તાજેતરમાં યોજાયેલ ચુંટણીમાં ભાજપ નાજ સભ્યો દ્વારા પક્ષના વ્હીપનો અનાદર કરી કોગ્રેસના ટેકાથી પ્રમુખ પદ ભાજપ પાસેથી છીનવી લીધુ હતુ અને સત્તાનું સુકાન પ્રાપ્ત કર્યું હતુ, જેથી ભાજપ દ્વારા આ બળવાખોર સભ્યો સામે પક્ષાંતરધારા હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પક્ષાંતરધારાની કાર્યવાહીના ભાગરૂપે ગુજરાત રાજ્યના મે.નામોદિષ્ટ અધિકારી સમક્ષ ભાજપ દ્વારા ઉમરેઠ નગરપાલિકામાં ભાજપ સામે બળવો કરી પ્રમુખ પદ મેળવનાર સંજય પટેલ સામે અરજદાર અરવીંદભાઈ પટેલ દ્વારા વિવિધ પુરાવા સાથે ગેરલાયક ઠરાવવા માટે અરજી કરવામાં આવી છે. જેના અનુસંધાનમાં નામોદિષ્ટ અધિકારીશ્રીએ બંન્ને પક્ષને તા.૧૮/૬/૨૦૧૩ના રોજ સહકાર વિભાગની કચેરી ખાતે સુનવાની માટે હાજર રહેવા નોટીશ પાઠવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજય પટેલે જણાવ્યું હતુ કે, ભાજપ દ્વારા તેઓની સામે પક્ષાંતરધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તો તે કોર્ટમાં જશે. ભાજપની ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સહીતના બળવાખોર સભ્યો સામે પક્ષાંતરધારા હેઠળ કાર્યવાહી શરૂ થતા હવે, નગરમાં રાજકીય વાતાવરણ વરસાદની સીઝનમાં પણ ગરમાઈ ગયું છે, ત્યારે આવનારા સમયમાં પાલિકામાં સુકાન પ્રાપ્ત કરનાર સભ્યો ગેરલાયક ઠેરશે કે પછી કોર્ટની આંટીગુટીનો ઉપયોગ કરી પોતાના શાશનના અઢી વર્ષ પૂર્ણ કરશેએ તો આવનારો સમજ બતાવશે.

%d bloggers like this: