આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: muleshwar mahadev

ઉમરેઠના ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં અષાઢી જોખાઈ


જૂવાર,ઘઊં, મગ અને ચણાનો પાક વધારે થવાનો વર્તારો

ચંન્દ્રમુળેશ્વર મહાદેવના ચમત્કારી ગોખ માંથી પંચ સમક્ષ મુકેલ ધાન્યોની પોટલી મુકેલો ઘડો પુજારીએ પંચ સમક્ષ બહાર નિકાળ્યો હતો, જેમાં મુકેલા ધાન્યોને પૂનઃ નગરના વહેપારી દિલીપભાઈએ ફરી જોખ્યા હતા.

ઉમરેઠના સ્ટેશનરોડ વિસ્તારમાં આવેલ ચંન્દ્રમૂળેશ્વર મહાદેવ ખાતે આજે સવારે પંચની હાજરીમાં ઐતિહાસીક અષાઢી જોખવામાં આવી હતી. જેમાં જૂવાર,ઘઊં,મગ અને ચણાનો સારો પાક થશે તેવો વર્તારો જોવા મળ્યો હતો. સોમવારે સાંજે મંદિરના ચમત્કારી ગોખમાં પંચની રૂબરૂ અષાઢીના ધાન્યોને જોખી એક કોરી પોટલીમાં મુકી ગોખને પંચની રૂબરૂ બંધ કરી શીલ કરવામાં આવ્યું હતું બીજા દિવસે આ ગોખમાં મુકેલા ધાન્યોને પંચરૂબરૂ બહાર કાઢી જોખવામાં આવ્યા હતા અને તેમાં થયેલ વધઘટને અષાઢીના વર્તારા તરીકે માનવામાં આવે છે. ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં પરંપરાગત રીતે આજે ઉમરેઠના પ્રતિષ્ઠીત વહેપારી દિલીપભાઈ સોનીએ અષાઢીમાં જોખાતા ધાન્યોના વજનમાં વધગટ જોવા મળી હતી જેના આધારે ઉમરેઠ પંથકના ખેડૂતોએ પોતે કયા ધાન્યોની ખેતિ કરવી તેનો અંદાજ લીધો હતો.  સંવત ૨૦૬૮ની સરખામણીમાં ચાલુ વર્ષે ધાન્યોમાં મગ ૪ વધારે, જૂવાર ૧૦ વધારે, ઘઊં ૫ વધારે, અડદ ૧ વધારે જોખાયા હતા જેથી આવનારા દિવસોમાં આ કઠોડ વધારે થશે તેવો વર્તારો આવ્યો હતો. જ્યારે ગત વર્ષની સરખામણીમાં ડાંગર અને બાજરી ઓછી થતા તેનો પાક ઓછો થશે તેવો ખેડૂતોએ મત વ્યક્ત કર્યો હતો. જ્યારે માટી પણ સાધારણ ઓછી જણાતા વરસાદ ઓછો થશે તેવી માન્યતા બંધાઈ છે. ઉમરેઠના ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં જોખાયેલ અષાઢીના સમયે નગરના પ્રતિષ્ઠીત વહેપારીઓ, ખેડૂતો તેમજ સ્થાનિકો સહીત મંદિરના પુજારી હાજર રહ્યા હતા.

સૌરાષ્ટ્રના ખેડૂતોને ટપાલ દ્વારા વર્તારો મોકલાશે – ચંન્દ્રમુળેશ્વર મહાદેવના પુજારીએ જણાવ્યું હતુ કે સૌરાષ્ટ્રમાં ઉમરેઠમાં જોખાતી અષાઢીનું ખુબજ મહત્વ છે. ત્યાંતા ગંજ બજારના વહેપારીઓ અને ખેડૂતો હંમેશા ટપાલ લખી અષાઢીના વર્તારા અંગે પુચ્છા કરે છે. તેઓને મંદિર તરફથી કાયમ અષાઢીનો વર્તારો ટપાલથી અમે મોકલીએ છે.

 

ધાન્યનું નામ

  

ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષનો વર્તારો

 

 

મગ

૪ વધારે

 

ડાંગર

 

૭ ઓછી

જુવાર

 

૧૦ વધારે

ઘઊં

 

૫ વધારે

તલ

 

સમધારણ

અડદ

 

૧ વધારે

કપાસ

 

રતીભાર વધારે

ચણા

 

૧ વધારે

બાજરી

 

રતીભાર ઓછી

માટી

રતીભાર ઓછી

 

%d bloggers like this: