આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: loot alone old lady

વૃધ્ધ મહિલાના ઘરમાં લુંટફાટ બાદ- ઉમરેઠની રેટિયા પોળ પાસેથી શાક માર્કેટ ખસેડાયું..!


  • ઉમરેઠ પોલીસ ગુન્હેગારોને પકડવામાં દિશા વિહીન , ટીફીનવાળા તેમજ દૂધવાળા સહીત શકમંદોની પુછપરછનો દોર ચાલું.

ઉમરેઠની રેટીયા પોળમાં રહેતી એક વૃધ્ધ મહીલાના ઘરમાં વૃધ્ધ મહિલાને બાંધીને થયેલ લુંટ પ્રકરણમાં પોલીસે શકમંદોની પુછપરછનો દોર શરૂ કર્યો છે, સાથે સાથે આ પોળ બહાર આવેલ શાકમાર્કેટને પણ આ વિસ્તાર માંથી ખસેડી દેવામાં આવ્યું છે. જેના પગલે સ્થાનિકોમાં રાહતની લાગણ વ્યાપી છે.

વધુમાં આ પહેલા આ વિસ્તારમાં આવેલ શાકમાર્કેટને કારણે સદર વિસ્તારમાં મહિલાઓની અવર જવર વધારે હતી જેમાં કેટલાક અસામાજિક તત્વો ભળી જઈ પોતાની અસામાજિક પ્રવૃત્તઓને અંજામ આપતા હતા. આ વિસ્તારમાં ભૂતકાળમાં ઉઠાંતરી અને ચેઈન સ્નેચીંગના પણ બનાવો બન્યા હોવા છતા પોલીસ તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવ્યા ન હતા. જેને પરિનામે આજે અસામાજિક તત્વોએ એક ડગલું આગળ ભરી રેટીયા પોળમાં રહેતી એકલી વૃધ્ધ મહિલાના ઘરમાં ગુસી જઈ લુંટફાટ કરી હતી.

ઉમરેઠની રેટીયા પોળ પાસે આવેલ ત્રણ મંદિરોને કારણે દિવસભર દર્શનના સમયે આ વિસ્તારમાં ભારે અવર જવર હોય છે. ઉપરથી સવારે ૮ થી બપોરે ૧ સુધી તેમજ બપોરે ૪ થી ૬ સુધી આ વિસ્તારમાં શાકમાર્કે ભરાતું હોય છે, જેથી આ વિસ્તારમાં આવેલ રેટીયાપોળ, મંદિરવાળી પોળ, સેવકલાલની પોળ તેમજ વ્હોરાની ખડકી સહીત ભુદરજીની ખડકી અને ગાંધીશેરીમાં રહેતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, આખરે પોલીસ તંત્ર સહીત સ્થાનિક તંત્રએ આ વિસ્તારમાં ઉભા રહેતા શાકની લારી વાળા તેમજ પાથરણાં વાળાને તે જગ્યાએ થી દૂર કરી ઢાકપાલ વિસ્તારમાં ખસેડી દેતા આ વિસ્તારના લોકોએ રાહતની લાગણી વ્યક્ત કરી હતી.

પાડાના વાંકે પખાલીને ડામની નિતિ તંત્ર દ્વારા અખત્યાર કરવામાં આવી છે તેમ જણાવતા એક શાકવાળાએ જણાવ્યું હતુ કે, ચોર લુંટારાની અસામાજિક પ્રવૃત્તિને કારણે તેઓએ ભોગબનવું પડ્યું છે. તેઓએ ઉમેર્યું હતુ કે આ વિસ્તારમાં મંદિર હોવાને કારણે મહિલાઓ દર્શનાર્થે આવતા સમયે શાકભાજી ખરીદી કરતી હતી જેથી તેઓને ગ્રાહાકી આ વિસ્તારમાં સારી થતી હતી હવે જગ્યા બદલાતા આવકમાં ફરક પડશે – શાકભાજીવાળા

શાકભાજીવાળા ગુન્હેગાર નથી પણ શાકમાર્કેટને કારણે આ વિસ્તાર ગીચ થઈ ગયો હતો અને ગીચતાનો લાભ લઈ અસામાજિક તત્વો પોતાની નાપાક પ્રવૃત્તિને અંજામ આપતા હતા. કેટલીક વખત ઈમરજન્સીના સમયમાં આ વિસ્તારમાં એમ્બ્યુલન્સ પણ આવી શકતી ન હતી જેથી શાકમાર્કેટ આ વિસ્તારના લોકો માટે નડતરરૂપ હતુ જે અન્ય જગ્યએ ખસેડાતા હવે ચોક્કસ રાહત થસે પણ તંત્ર કાયમ માટે આ વિસ્તારમાં શાકમાર્કેટ ન આવે તેવી ગોઠવણ કરવા પણ અમોની માંગ છે. – સ્થાનિકો

ઉમરેઠમાં વૃધ્ધ મહિલાને લુંટનાર લુંટારાને પકડવા ચક્રોગતિમાન


એફ.એસ.એલ તેમજ ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ સહીત પોલીસ તંત્રએ ખબરીઓના નેટવર્કને કામે લગાડ્યું..!

ગઈકાલે ઉમરેઠની રેટીયા પોળમાં રહેતી વૃધ્ધ મહીલાના ઘરમાં ગુસી જઈ કેટલાક લુંટારાઓએ વૃધ્ધ મહીલાને તેના ઘર માંજ બાંધી દઈ બેફામ રીતે લુંટફાટ કરી હતી. આ લુંટારાઓએ મહીલાએ પહેરેલા દાગીણા સહીતની કિંમતી વસ્તુઓ લુંટી લઈ ફરાર થઈ ગયા હતા. આ ભરચક વિસ્તારમાં બનેલી ઘટનાના પગલે સમગ્ર ઉમરેઠ પંથકમાં એકલા રહેતા વૃધ્ધોમાં ભયનો માહોવ વ્યાપી ગયો છે.

વધુમાં આ અંગે ઉમરેઠ પોલીસે ફરિયાદ લઈ વધુ તપાસ હાથધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે ઉમરેઠ પોલીસે નગરમાં રહેતા સિનિયર સિટીઝન નાગરીકોની માહીતી એકઠી કરવા ચક્રો ગતિમાન કર્યા હતા,જેના ભાગરૂપે ઉમરેઠનગરના કેટલાક વિસ્તારોમાં ફરીને પોલીસ તંત્ર દ્વારા એકલા રહેતા વૃધ્ધો હાલમાં ક્યાં રહે છે, તેઓના ઘરમાં નોકરો અને દૂધવાળા સહીત કોન કોણ દિવસભર અવર જવર કરે છે, તેવી નાની નાની માહીતીઓ એકઠી કરી હતી. બીજી બાજૂ ઉમરેઠની રેટિયાપોળમાં રહેતી વૃધ્ધ મહિલાના ઘરે થયેલ લુંટફાટને લઈ ઉમરેઠ પોલસે એફ.એસ.એલ સહીતના પોતાના સાધન સરંજામથી વધુ તપાસ હાથ ધરી છે. ચર્ચાઈ રહ્યું છે કે રેટિયાપોળ વિસ્તારમાં શાકમાર્કેટ હોવાને કારણે આ વિસ્તારમાં સવાર સાંજ મોટી સંખ્યામાં અવરજવર થાય છે જેમાં કેટલાક અસામાજિક તત્વો પણ ભળી જાય છે. આ કેસમાં મોટાભાગે કોઈ સ્થાનિક વ્યક્તિજ સંળોવાયા હોવાની લોકો ચર્ચા કરી રહ્યા છે, ઉમરેઠ પોલીસ દ્વારા પોતાના ખબરીઓના નેટવર્કને પણ એલર્ટ કરી દેવામાં આવ્યો હોવાનું કેટલાક સૂત્રો ચર્ચા કરી રહ્યા છે. પીડીત વૃધ્ધ મહિલાના ઘરમાં એફ.એસ.એલ અને ફિંગર પ્રિન્ટ એક્સ્પર્ટની મદદથી જો શક્ય હોય તેટલી ઉંડાણપૂર્વક ઉમરેઠ પોલીસ તપાસ કરે તો ગુન્હાનો ભેદ ઉકેલાઈ જવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

%d bloggers like this: