આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: loot alone old lady retiya pole

ઉમરેઠમાં એકલી રહેતી વૃધ્ધ મહીલાના ઘરમાં લૂટ..!


મહિલાને બાંધી લુંટારા દાગીના અને રોકડ રકમ લઈ ગયા.

ઉમરેઠમાં છેલ્લા કેટલાય સમયથીઉઠાવગીરો અને ગઠીયાઓ સક્રીય થઈ જતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. તાજેતરમાં ઉમરેઠના ખરાદી કોઢ વિસ્તારમાં આવેલ બેન્ક ઓફ બરોડામાં બે મહિલાઓ દ્વારા ચીલઝડપ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો, આ પહેલા આ જ વિસ્તાર માંથી ચીલ ઝડપ થઈ હતી. ઉમરેઠની વિવિધ સોસાયટીઓમાં પણ દિવસે દિવસે ચોરીના બનાવો બની રહ્યા છે ત્યારે આજે ઉમરેઠની રેટિયાપોળ ખાતે રહેતી એક વૃધ્ધ મહિલાના ઘરમાં ગુસી જ વૃધ્ધ મહિલાને બાંધી દઈ કેટલાક લુંટારાઓ તેઓને લુંટી ભાગી ગયા હતા જેની જાણ થતા આ વિસ્તારના સ્થાનિકો સહીત ઉમરેઠના સ્થાનિકોમાં વધારે ભય દેખાઈ રહ્યો છે, ત્યારે હવે ઉમરૅઠ પોલીસ સક્રીય બને તેવી લોકમાંગ પ્રવર્તમાન બની છે.

વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ ઉમરેઠની રેટિયાપોળમાં રહેતા શારદાબેન પોલાનો પરિવાર છેલ્લા કેટલાય વર્ષોથી મુંબઈમાં રહે છે, પરંતું શારદાબેન વર્ષમાં બે-ચાર મહિના પોતાના વતન ઉમરેઠ ખાતે રહેવા આવે છે. આ સમયે ઉમરેઠ ખાતેના તેઓના ઘરમાં માત્ર તેઓ એકલાજ રહેતા હોય છે, આ અંગે કેટલાક ગઠીયાઓને જાણ થતા ગઈકાલે શારદાબેનના ઘરમાં ગુસી કેટલાક અસામાજિક તત્વો દ્વારા તેઓને બાંધી દઈ લુંટફાટ ચલાવી હતી. નગરમાં થતી ચર્ચાને ધ્યાનમાં લઈએ તો, શારદાબેને પહેરેલા દાગીના લઈ આ લુંટારા તેઓને બાંધી ભાગી છુટ્યા હતા. જ્યારે આજે બપોરે ચાર-પાંચ કલાકની આસ પાસ શારદાબેન પોલા જેમતેમ કરી પોતાને છોડાવી ઘર બહાર નિકળ્યા હતા અને આજૂબાજૂના લોકોને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. લગભગ ૧૮ થી ૨૦ કલાકથી ખાધાપીધા વગર રહેલ વૃધ્ધ મહીલાની સ્થિતિ જોઈ આજૂબાજૂના લોકોએ પોલીસને જાણ કરી હતી અને તેઓને સારવાર માટે નગરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

%d bloggers like this: