આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Tag Archives: jagnath bhagol

ઉમરેઠના જય જાગનાથ દ્વારનું લોકાર્પણ કરાયું


ઉમરેઠના ડાકોર માર્ગ ઉપર સેન્ટ ઝવિયર્સ સ્કૂલ સામેથી ઉમરેઠમાં પ્રવેશવા માટેના મુખ્ય માર્ગ ઉપર તાજેતરમાં મૂળ ઉમરૅઠના હાલ અમદાવાદ ખાતે રહેતા આનંદીબેન જયંતિલાલ કાચવાળા પરિવાર દ્વારા જય જાગનાથ ધ્વારનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેનું લોકાર્પણ ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉમરેઠના નાગરીકો સહીત ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલ, જયંતિલાલ કાચવાળા માજી.ધારાસભ્ય વિષ્ણુભાઈ પટેલ, સુભાષભાઈ શેલત સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જયંતિલાલ કાચવાળા પરિવાર દ્વારા ઉમરેઠ ખડાયતા જ્ઞાતિ સહીત ઉમરેઠ નગરમાં પણ અનેક સેવાકિય પ્રવૃતિઓ કરવામાં આવે છે. તેઓ ખડાયતા જ્ઞાતિમાં જ્ઞાતિ રત્ન તરીકે જાણીતા છે.

%d bloggers like this: